આ જનમની પેલે પાર - ૩૯ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૩૯

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૯

દિયાનના ગળામાં દોરડું નાંખીને મેવાન ડરામણું હસ્યો. દિયાનને થયું કે થોડી જ ક્ષણોમાં એનો જીવ નીકળી ચૂક્યો હશે. એણે હવાતિયાં માર્યા:'મેવાન, એક મિનિટ...એક મિનિટ...'

મેવાને એના ગળામાં જ દોરડું રહેવા દઇ કહ્યું:'તું એમ સમજતો હશે કે હું તારી કોઇ વાતમાં આવીને તને છોડી દઇશ તો એ તારો વિચાર ખોટો છે. હું તને તારી છેલ્લી ઇચ્છા પણ પૂછવાનો નથી. તારી ઇચ્છા તો શિનામી સાથે જન્મોજનમ રહેવાની જ છે. એને પૂરી કરવાનો છું. હું ફક્ત તારો જીવ લેવા આવ્યો છું. તારા આત્માને આ શરીરમાંથી મુક્ત કરીને શિનામી સુધી પહોંચાડવાનું કામ મારું છે. શિનામીએ તારો પ્રેમ જોઇ લીધો છે. એ ભૂત તરીકે તારા માનવ રૂપમાં તને લાંબો સમય સાથ આપી શકે એમ નથી. એ માનવ રૂપમાં આવી શકે એમ નથી. છેલ્લે એક જ રસ્તો બચ્યો હતો કે તને પણ ભૂત સ્વરૂપમાં લાવી દેવામાં આવે. એ માટે તારું મૃત્યુ પામવું જરૂરી છે. તું એક માનવ છે. તારી લાખ ઇચ્છા હોય કે શિનામી સાથે રહેવું છે પણ તારી જાતે જીવ લઇ શકવાનો નથી. અમે બંનેએ આ સ્થિતિ અનુભવી છે. મેં અને શિનામીએ તને અને હેવાલીને આ દુનિયામાંથી અમારી ભૂતની દુનિયામાં લઇ આવવાનું નક્કી કરી લીધું છે. તું સમજી ગયો હોઇશ કે જે રીતે હું અહીં તારા જીવનનો અંત લાવી રહ્યો છું એ જ રીતે શિનામી હેવાલીનો જીવ લઇ રહી હશે. હવે હું અને હેવાલી જન્મોજનમનો સાથ નિભાવીશું. અત્યારે ભૂત છીએ તો આવતા જન્મમાં બીજા કોઇ રૂપમાં હોઇશું. એ જ રીતે તું અને શિનામી પણ એકસાથે માનવ જીવન નહીં ભૂતનો જન્મ ગુજારી શકશો. મારું માનવું છે કે તને આ બાબતનો હવે કોઇ વાંધો ના હોવો જોઇએ....'

મેવાન લાંબી વાત કરીને અટક્યો ત્યારે દિયાનનું મગજ શાંત થઇ ગયું હતું. તેણે ગળા નીચે થૂંક ઉતાર્યું. કંઇક વિચાર કર્યો અને બોલ્યો:'આવી વાત છે એમ ને? આ રસ્તો સારો છે... પણ એવો કોઇ રસ્તો નથી કે તું અને શિનામી માનવરૂપમાં આવી શકો? એમ કરવાથી અમે અમારા પરિવારોને ખુશ રાખી શકીશું. મારા પરિવારે હેવાલી સાથેના સંબંધ ખતમ થયા હોવાની હકીકતને સ્વીકારી લીધી છે. મારા મૃત્યુને કારણે એમને દુ:ખ થશે. એમણે હેવાલીને ગુમાવવાની માનસિક તૈયારી કરી લીધી છે. બલ્કે એ તો મારા બીજી કોઇ છોકરી સાથે લગ્ન કરાવવા માગે છે. જો શિનામી માનવ રૂપમાં આવી જાય તો હું એની સાથે લગ્ન કરી શકું છું. અને સામાન્ય જીવન જીવી શકું છું. તું પણ હેવાલી સાથે લગ્ન કરી શકે છે. આપણે માનવ રૂપમાં વધુ સારી રીતે જીવી શકીએ છીએ...'

મેવાન વિચારમાં પડી ગયો હતો. તેણે થોડી ક્ષણ જવા દઇને કહ્યું:'દિયાન, તું કમાલનો માણસ છે. હંમેશા બધાંનું સારું વિચારે છે. પણ તારી જિંદગી આટલી જ હશે. બલ્કે થોડી ક્ષણ સુધીની જ હશે. જીવન દોર ક્યારેય લંબાવી શકાતી નથી. જે લખાયું હોય એ જ થાય છે. એવો કોઇ રસ્તો કે ઉપાય નથી કે અમે ફરી મનવ રૂપમાં આવી શકીએ. અમને ભૂતનો જે જન્મ મળ્યો છે એ અમારે પૂરો કરવો જ પડે. હવે પછીનો અમારો જન્મ ક્યાં અને કેવા રૂપમાં થશે એ કોઇ કહી શકે નહીં. પણ તમે બંને જ્યારે અમને મળી જ ગયા છો ત્યારે અમે જન્મોજનમનો સાથ ફરી નિભાવીશું. જેમ અમે અમારા જનમની બીજે પાર તમને મળવા આવ્યા છે એમ તમારે હવે આ જન્મની પેલે પાર અમારી પાસે આવવાનું છે. એક બીજી દુનિયા એક બીજો જન્મ તમારી રાહ જુએ છે. કુદરતના ક્રમમાં અમે ફેરફાર કરી શકીએ એમ નથી. તમારથી માનવ રૂપમાંથી ભૂત સ્વરૂપમાં આવી શકાશે. અમારાથી માનવ રૂપમાં આવી શકાશે નહીં... તો હવે તું આંખો બંધ કરી દે અને તૈયાર થઇ જા... હું તારો જીવ લેવા જઇ રહ્યો છું... તારે બીજી કોઇ વાત પૂછવી હોય કે ચર્ચા કરવી હોય તો અમે ભૂત-પ્રેત જે સ્વરૂપમાં મળીશું એમાં કરી શકીશું. હવે સમય વ્યતીત કરવાની જરૂર નથી...'

'એક મિનિટ...' દિયાને મેવાનને અટકાવવા ચીસ જ પાડી.

'મેં તને કહ્યું ને...' કહી મેવાને એની વિનંતીની અવગણના કરી ગળામાં ગાળિયો ફિટ કરવાનું શરૂ કરી દીધું.

દિયાન કરગરી રહ્યો:'એક...એક જ... સવાલ....'

મેવાન જાણે બહેરો બની ગયો હોય એમ દોરડાને દિયાનના ગળામાં ફિટ કરવા લાગ્યો.

દિયાનને ગળામાં દોરડાની ભીંસનો અનુભવ થવા લાગ્યો.

તેણે ફરી પ્રયત્ન કર્યો:'એક...એક...વાત...પ્લીઝ...મને... મને શંકા છે કે તું દગો...દગો... આપી રહ્યો છે....'

દિયાનનો અવાજ નહીં શ્વાસ અટકી જાય એ માટે મેવાને દોરડું વધારે મજબૂતીથી પકડી ભીંસ વધારવાનું શરૂ કરી દીધું હતું. દિયાનની છેલ્લી ક્ષણો ગણાતી હતી... છેલ્લા શ્વાસ ચાલતા હતા...

ક્રમશ: