ધ કોર્પોરેટ એવીલ

(9.2k)
  • 498.6k
  • 221
  • 288k

બોરીવલી વેસ્ટનું રેલ્વેસ્ટેશન... પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી એક પછી એક ફાસ્ટ અને લોકલ ટ્રેઇન આવતી જતી હતી ઉતરનારાં અને ચઢનારાં ઘેટાં બકરાની જેમ ટોળામાં ધક્કામુક્કી કરતાં ચઢતાં અને ઉતરતાં હતાં. પ્લેટફોર્મ પર આવેલાં ખાણીપીણીનાં સ્ટોલ પર ચા, વડાપાંઉ અને સમોસા ખાનારાં ટ્રેઇનની અવરજવર જોતાં આરામથી ખાઇ રહેલાં. ભોંસલે સ્ટોર્સ પર ખાણીપીણીની બાજુમાં નાનકડો પાન મસાલા-ગુટકાનો ગલ્લો સાચવતો રઘુ ભોંસલે ધરાકને પાન, બીડી સીગરેટ જે માંગે એ બધુ આપી રહેલો. રઘુ ઊંમર હશે આશરે 35 થી 40 ની વચ્ચે પણ જબરો ખુરાટ હતો. આવતા જતાં બધાં પેસેન્જર પર નજર રહેતી અને બધાનાં ચહેરાંનો અભ્યાસ કરતો રહે તો. એની નજરમાં બધાં આવી જતાં નજરને આવીને જોવાની ટેવ હતી કોણ કેવો છે ક્યા ઇરાદે જઇ રહ્યો છે આવી રહ્યો છે એનાં અંદાજ બાંધતો રહેતો.

Full Novel

1

ધ કોર્પોરેટ એવીલ - 1

પ્રકરણ-1ૐશ્રી1।।। ૐ નમો નારાયણાય ।।ધ કોર્પોરેટ એવીલ બોરીવલી વેસ્ટનું રેલ્વેસ્ટેશન... પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી એક પછી એક અને લોકલ ટ્રેઇન આવતી જતી હતી ઉતરનારાં અને ચઢનારાં ઘેટાં બકરાની જેમ ટોળામાં ધક્કામુક્કી કરતાં ચઢતાં અને ઉતરતાં હતાં. પ્લેટફોર્મ પર આવેલાં ખાણીપીણીનાં સ્ટોલ પર ચા, વડાપાંઉ અને સમોસા ખાનારાં ટ્રેઇનની અવરજવર જોતાં આરામથી ખાઇ રહેલાં. ભોંસલે સ્ટોર્સ પર ખાણીપીણીની બાજુમાં નાનકડો પાન મસાલા-ગુટકાનો ગલ્લો સાચવતો રઘુ ભોંસલે ધરાકને પાન, બીડી સીગરેટ જે માંગે એ બધુ આપી રહેલો. રઘુ ઊંમર હશે આશરે 35 થી 40 ની વચ્ચે પણ જબરો ખુરાટ હતો. આવતા જતાં બધાં પેસેન્જર પર નજર રહેતી અને બધાનાં ચહેરાંનો ...વધુ વાંચો

2

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-2

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-2 નીલાંગ અને નીલાંગી બંન્ને જણાં લોકલ ટ્રેઇનમાં કાંદીવલીથી નીલાંગી બેઠી ત્યાથી દરવાજા પાસે ઉભા રહીને કરતાં રહ્યાં બંન્ને જણાં પોતાનાં લક્ષ્ય અને સ્વપ્નની વાતો કરી રહેલાં વાતો વાતોમાં અને એકમેકનાં સાંનિધ્યમાં ખબરજ ના પડી કે મુંબઇ સેન્ટ્રલ ક્યારે આવી ગયું. નીલાંગીને ટ્રેઇનમાં સતત સાંભળી રહેલો નીંલાગ સ્ટેશન પર ઉતરીને બોલ્યો નીલો તારી બધીજ વાત સર આંખો પર હવે બીજી વાતો પાછાં ફરતાં કરીશું હું તને મારાં મનની વાત કરી તારી વાત હું વાગોળીને અભિપ્રાય પણ આપીશ. આમ વાતો કરતાં બંન્ને જણાં સ્ટેશળન બહાર નીકળ્યાં. નીલાંગે કહ્યું નીલો હું ચાલતો ચાલતો આજે મારું થોડું કામ પતાવીને પહોચું ...વધુ વાંચો

3

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-3

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-3 નીલાંગ અને નીલાંગીનું બંન્નેનું રીઝલ્ટ ખૂબ સરસ આવેલું બંન્નેએ નક્કી કર્યા પ્રમાણે કોલેજથી સીધાં જ બાબાનાં મંદિર દર્શન કરવા અને પ્રાર્થના કરવા આવેલાં બંન્ને જણાંનાં સંવાદ ચાલી રહેલાં ભવિષ્યની સફળતાની કામના કરી રહેલાં. ખડખડાટ હસતી નીલાંગીને નીલાંગ જોઇ રહેલો એણે નીલાંગીને કહ્યું "ચલો મેડમ ચૌપાટી ફરીને પછી લોકલ પકડીશું ને ? સપનોમાં મૂડમાંથી બહાર આવો અને વાસ્તવિક જગતમાં પગલાં પાડો. અને થોડું હાસ્ય અને થોડી ઉદાસી બંન્નેનું મિશ્રણ થઇ ગયું અને બંન્ને જણાં એકબીજાનો હાથ પકડીને ચાલતાં ચાલતાં ચૌપાટી તરફ આગળ વધ્યાં. દરિયા કિનારે પહોચ્યાં પછી બંન્ને જણાં દરિયાનાં પાણીની સામે જ પાણીથી થોડાં દૂર બેસીને ...વધુ વાંચો

4

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-4

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-4 નીલાંગ સવારે વહેલો ઉઠી ગયો હતો એણે એની આઇને કહ્યું આઇ આજે મારે વહેલાં જવાનું એક પબ્લીશર્સને ત્યાં ઇન્ટરવ્યુ છે અને આઇ હવે તું ચિંતા ના કરીશ તારો નીલુ ખૂબ મહેનત કરશે અને તને રીટાયર્ડ કરી દેશે. નીલાંગની માં નીલાંગની સામે જોઇ રહી એણે પોતાનાં ચહેરાની વાસ્તવિકતા સમજવા જાણે પ્રયાસ કર્યો એની આઇં હાવભાવ બદલાયાં થાકેલાં ચહેરાં પર સ્મિત આવ્યું. એમણે કહ્યું નીલુ બેટા હજી આજે ઇન્ટવ્યુ આપવાનો છે નોકરી નથી મળી અને તું મારી ચિંતા ના કર હવે મને આ બધુ કામ કરવાની ટેવ પડી ગઇ છે હવે હું કામ નહીં કરું તો જીવીજ નહીં ...વધુ વાંચો

5

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-5

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-5 નીલાંગીનાં ઘરે ગયેલો નીલાંગ... ભોંઠો પડ્યો. નીલાંગીની માંએ એને ભાવ જ ના આપ્યો... ના એને આપી બોલાવ્યો. નીલાંગીને પણ ખૂબ જ ખરાબ લાગ્યુ એણે એની માં ને ક્હ્યું "માં તેં કેમ આવું કર્યું ? એનો શું વાંક છે ? નીલાંગીની માં મંજુલાઆઇ એ ક્હ્યું "નીલાંગી મને તારુ આ છોકરા સાથે ફરવું બોલવું પસંદ નથી... એ પણ સાવ સામાન્ય ઘરનો છોકરો... તારાં સ્વપ્ન કેવા અને છોકરો કેવો પસંદ કર્યો છે ? તરત નીલાંગીની આંખમાં આંસુ આવી ગયાં એણે ક્હ્યું "માં તું શું બોલે છે ? એ મારો ખાસ ફ્રેન્ડ છે મારાં સારાં ખરાબ સમયમાં મને સાથ આવ્યો ...વધુ વાંચો

6

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-6

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-6 ઉમાકાન્ત રાનડે એ એમનાં ડેઇલી ઇવનીંગ સ્પોટ માટે નીલાંગને કન્ફર્મ કરી દીધો એમને નીલાંગમાં કંઇક જોયો હતો કામ માટે અને એની એડવાન્સની અરજી મંજૂર થઇ ગઇ હતી. નીલાંગ એડવાન્સ લઇને ઓફીસથી બહાર નીકળ્યો અને બહારજ બજારમાંથી પહેલાંજ એણે માં માટે સાડી લીધી અને નીલાંગી માટે ખૂબ સરસ પર્સ લીધુ. એને વિચાર આવેલો કે મોબાઇલ લેવાનો છે પણ એતો ઓફીસમાંથી જ મળવાનો હતો એનો ખર્ચ બચી ગયો. પોતાનાં માટે કપડાં અને શુઝ લેવાના છે પણ એ નીલાંગીની સાથે રહીને લેશે એવું મનોમન નક્કી કર્યુ. આજે એ ખુશ થઇ ગયો હતો. અંતરમન આનંદમાં હીલોળા લેતું હતું. એણે ઘડીયાળમાં ...વધુ વાંચો

7

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-7

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-7 નીલાંગ અને નીલાંગી બંન્ને જણાં બાબુલનાથ ભગવાનનાં દર્શન કરી પ્રસાદ અને મીઠાઇ લઇને લોકલમાં પાછાં નીકળ્યાં અને આજે ટ્રેઇનમાં બેસવાની જગ્યા મળી ગઇ બંન્ને ખૂબ ખુશ હતાં બંન્નેની નોકરી પાકી થઇ ગઇ હતી અને ભવિષ્યનાં સપનાં ગૂંથી રહેલાં સાથે સાથે પોતપોતાની આઇની વાતો કરી નીલાંગીને સાચો જ એહસાસ હતો કે મારી આઇ ખૂબ ચીડીયણ અને ગુસ્સાવાળી છે જ્યારે એક સરખી ગરીબી અને સ્થિતિમાં રહેતી નીલાંગની આઇ ખૂબ મૃદુ અને પ્રેમાળ છે. નથી વૈતરાનાં થાકનો ઉંહકાર કે બધી જવાબદારી એકલાં હાથે ઉઠાવ્યાનો અહંકાર... નીલાંગે નીલાંગીને સમજાવતાં કહ્યું "નીલો આ બધુ આજુબાજુ નું વાતાવરણ અને સંચીત સંસ્કારનો પ્રભાવ ...વધુ વાંચો

8

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-8

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-8 નીલાંગ અને નીલાંગી માં ની વાત્સલ્ય અને સંઘર્ષની વાતો કરી રહેલાં. નીલાંગનાં ખભે માથું મૂકી મીંચી બેસી રહેલી નીલાંગીને નીલાંગે ઉઠાડી કહ્યું કાંદીવલી આવી ગયું અને સફાળી ઉઠીને નીલાંગીએ નીલાંગને ફ્લાઇગ કીસ આપી ઉતરી ગઇ. નીલાંગ જતી નીલાંગીને જોતો રહ્યો. થોડીવારમાં બોરીવલી પણ આવી ગયું ને નીલાંગે પેકેટ કાઢ્યું અને એ ટ્રેઇનમાંથી ઉતરી સીધો જ રઘુનાં સ્ટોલ પર પહોંચ્યો ત્યાં બંન્ને ભાઇ હાથમાં છાપુ લઇને બેઠાં હતાં નીલાંગે પ્હોચીને કહ્યું "તમે લોકો છાપુ લઇને બેઠા છો ભાઉ ? તમારી પાસે આટલો સમય છે ? કસ્ટમરને કોણ એટેન્ડ કરે છે ? તમારી પાસે ઘણીવાર વાત કરવાનો સમય ...વધુ વાંચો

9

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-9

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-9 નીલાંગ અને નીલાંગી બંન્નેની જોબ નક્કી થઇ ગઇ હતી બંન્ને ખૂબ ખુશ હતાં. પોતપોતાનાં ઘરે આનંદની હાંશ હતી. નીલાંગી ખૂબ ખુશ હતી કે ગ્રેજ્યુએશન પછી પણ સારી ફર્મમાં નોકરી મળી હતી એ આગળ ભણવા માગતી હતી પરંતુ ઘરની આવી સ્થિતિ એવી હતી કે ફીનાં અને બીજા ખર્ચના પૈસા પુરા પડતાં નહોતાં. આઇ પણ કામ કરતી બાબાને નોકરી હતી નહોતી એવુંજ હતું કામ મળે તો કરવાનું નહીંતર ઘરેજ હોય. રોજમદારીની જેમ કામ મળતું પણ એમાં ઘરનું પુરુ ના થતું. નીલાંગીની માં થોડા ખાધેપીધે સુખી એવા કુટુંબમાંથી આવતી હતી એની કાયમની ફરિયાદ હતી કે એનાં આઇ બાબાએ જોયા ...વધુ વાંચો

10

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-10

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-10 નીલાંગ નીલાંગીને એનાં જોબનાં પહેલાં દિવસે નીલાંગીને વિદા કરી રહેલો ખૂબ આગળ વધે એવી શુભેચ્છા એણે બે વાત ખાસ યાદ રાખાવી એમ કહીને સમજાવી હતી. ગ્રાંટ રોડ સ્ટેશન આવી ગયું એટલે નીલાંગ અટક્યો અને સાંજે મળીએ એમ કહીને છૂટાં પડ્યાં. નિલાંગે નીલાંગીને ફલાઇગ કીસ આપીને બાય કીધું અને બોલ્યો... બાકી રહી ગયેલી વાત સાંજે કરીશું. નીલાંગીએ કહ્યું સ્યોર માય લવ. ****************** નીલાંગ એની ઓફીસે સમયસર પહોચી ગયો એનાં મનમાં બોરીવલી એનાંજ એરીયામાં રહેતી આશાસ્પદ અભિનેત્રી સુજાતા સલૂજાની સુસાઇડ સ્ટોરી ફરી રહેલી, આજથી એની ટ્રેઇનીંગ પણ શરૂ થવાની હતી અને મોબાઇલ મળવાનો હતો. નીલાંગ એને ફાળવેલી જગ્યા પર ...વધુ વાંચો

11

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-11

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-11 નીલાંગ અને નીલાંગીનો પહેલો દિવસ જોબમાં કામ સમજવામાં ગયો. ઓફીસનું કામ રુટીન બંન્ને જણાં સમજી કંપનીનો સ્ટાફ બંન્નેને સહકાર આપી કામ સમજાવી રહેલાં. બંન્ને પાસે હવે મોબાઇલ આવી ગયો હતો. આજનું કામ ટ્રેઇનીંગ પતાવીને નીલાંગ ગ્રાન્ટ રોડ સ્ટેશન ઉતરી ગયો. આજે લેટ થયેલો. પણ એણે સ્ટેશન પર ક્યાંય નીલાંગીને જોઇ નહીં. નીલાંગ ચિંતાના પડ્યો કે હું ઓલરેડી અડધો કલાક લેટ છું નક્કી થયાં મુજબ જે પહેલું ઓફીસથી આવે એ વેઇટ કરશે બીજા માટે. એનો મતલબ એ પણ ઓફીસથી હજી છૂટીને આવી નથી. નીલાંગ એવાં વિચારોમાં રાહ જોઇ બેઠો હતો અને એણે નીલાંગીને દૂરથી આવતી જોઇ. નીલાંગનાં ...વધુ વાંચો

12

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-12

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-12 નીલાંગ અને નીલાંગી ઓફીસથી છૂટીને ગ્રાંટ રોડ સ્ટેશને ભેગાં થયાં એકબીજાનાં મોબાઇલ જોયા... નંબરની આપણે ગઇ કોલર ટયુન સેટ કર્યો અને મોબાઇલ ને રીંગ કરી કનફર્મ કરીને વડાપાઊં અને વડા મંગાવ્યાં. બંન્ન જણાંએ ગરમાગરમ વડાપાંઉ લીલી ચટની અને લાલ મસાલા સાથે ખાધાં અને નીલાંગ બોલ્યો "વાહ મજા પડી ગઇ યાર અને એણે પૈસા ચૂકવી દીધા અને બાજુમાંથી અમુલ પાર્લરમાંથી બે બોટલ કેશરીયા દૂધ ઠંડુ મીઠું લાવ્યો અને બંન્ને જણાએ પીધું. નીલાંગીએ કહ્યું હવે મારું તો પેટ જ ભરાઇ ગયુ ઘરે જઇને ખાવાની જાણે જરૂર જ નહીં પડે એટલો પેટમાં ભાર થઇ ગયો મને. નીલાંગે કહ્યું મને ...વધુ વાંચો

13

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-13

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-13 આઇ મારુ ટીફીન ભરી આપને મારે વહેલાં જવાનું છે પ્લીઝ નીલાંગે એની માં ને કહ્યું. તરતજ કહ્યું "નીલુ તારી સર્વિસને મહીનોજ થવા આવ્યો છે પણ જાણે તું કેટલાય સમયથી કામ કરતો હોય એવું લાગે છે હમણાંથી તને વહેલુંજ જવાનું થાય છે સારુ છે ઘરે સમયસર આવે છે. તારામાં રહેલો પત્રકાર દિવસે દિવસે વધારેને વધારે એક્ટીવ થઇ રહેલો છે. અને નીલાંગ સાચું કહું ગઇકાલે તું મારાં માટે મોબાઇલ લઇ આવ્યો મને એટલો આનંદ થયો છે કે હવે હું પણ તારી સાથે ગમે ત્યારે વાત કરી શકું છું મને એટલો ઉત્સાહ હતો કે તેં રાત્રેજ બધુંજ મને સમજાવી ...વધુ વાંચો

14

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-14

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-14 નીલાંગ નીલાંગી ટ્રેઇનમાં સાથે જઇ રહેલાં અને આઇને નવો ફોન આપ્યો એની બધી વાત કરી નીલાંગે પહેલાં તો આઇએ આપેલો લાડુનો ડબ્બો નીલાંગીને આપ્યો કે તારાં ભાવતાં ગોળનાં લાડુ આઇએ આપ્યાં છે લે મસ્ત છે મેં તો ઘરે એક ખાઇ લીધેલો. નીલાંગી ખુશ થઇ ગઇ અને બોલી મને ખબર છે આઇએ મને કીધુ છે કે મેં તારાં માટે ગોળનાં લાડુ મોકલ્યાં છે અને લાડુ લઇને નીલાંગી ખુશ થઇ ગઇ. નીલાંગ નીલાંગી સાથે વાતો કરતો હતો અને એની અચાનક નજર નીલાંગીનાં ડ્રેસ પર ગઇ એ બોલ્યો નીલો હું તારી સાથે વાત કરવામાં અને તારો ચહેરો જોવામાં સાવ ...વધુ વાંચો

15

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-15

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-15 નીલાંગને આજે તક મળી હતી પોતાની કેરીયરમાં એવો ચાન્સ હતો કે જેની એ રાહ જોઇ હતો. શહેરના સુપ્રસિધ્ધ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ અનુપકુમારનો એકનો એક દીકરો અમોલ અને એની વાગદાતા અનિસાની આમ હત્યા ? કેવી રીતે માની શકાય ? આમાં ઘણાંને શંકા હતી કે આ આત્મહત્યા નથી હત્યા છે. અને એની તપાસ થવી જોઇએ. નીલાંગે વિચાર્યુ કે આવા કોર્પોરેટ જગતનાં માંધાતા નાં ઘરમાં 6 મહીનામાં જ આવુ બન્યુ એવો કેવો પ્રેમ એવાં કેવાં લગ્ન અને આ મીસ્ટ્રી હજી લોકો સુધી તો આવીજ નથી હવે જાણશે બધાં. જબરજસ્ત મસાલો મળવાનો છે એ નક્કીજ. નીલાંગ આવાં વિચારોમાં હતો અને ગણેશ કાંબલેએ ...વધુ વાંચો

16

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-16

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-16 નીલાંગ-નીલાંગી બંન્ને જણાં ઓફીસથી નીકળીને એમની કાયમનાં સમયની લોકલ પકડીને ટ્રેઇનમાં ગ્રાન્ટરોડ સ્ટેશને ભેગા થયાં જણાં ફોન માટે ઝગડવા માંડ્યા કે નીકળતાં ફોન કેમ ના કર્યો. બંન્ને જણાં વાદ વિવાદ કરતાં હતાં ત્યાંજ એક કાકા એમનો વિવાદ સાંભળીને અકળાયા અને બોલ્યાં "અલ્યા બસ કરો હવે કાલે હુંજ તમને બંન્નેને ફોન કરી દઇશ નીકળતા બસ... હવે શાંત થાઓ. કાકાની કોમેન્ટ સાંભળીને નીલાંગ-નીલાંગી અને સાંભળનારાં બધાંજ હસી પડ્યાં નીલાંગી શરમાઇ ગઇ એણે નીલાંગને કહ્યું "સોરી" પણ મારે ફોન કરવો જોઇતો હતો કંઇ નહીં... પણ શેનો પ્રોજેક્ટ છે ? તારે સોલ્વ કરવાનો એટલે ? તું રીપોર્ટર છે પોલીસ નહીં. ...વધુ વાંચો

17

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-17

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-17 બીજા દિવસની બપોર થઇ ગઇ હતી. નીલાંગ એનાં પબ્લીશીંગ હાઉસમાં કાંબલે સાથેજ બેઠો હતો. બંન્ને સવારથી સ્ટ્રેટેજી બનાવી રહેલાં કાંબલેનાં કુશળ ભેજામાં આઇડીયા આવી ગયેલો કે અનુપ ઇન્ડસ્ટ્રીઝનાં અનુપ સર અને એનાં દીકરા અમોલની ખબર કેવી રીતે રાખી શકાય ? જાણકારી મેળવવા માટે શું કરવું ? હજી ઘટનાને બને હજી માંડ 24 કલાક થયાં હતાં. મોટી હસ્તીને ત્યાં આવી દુઃખદ અને શંકાસ્પદ ઘટના થઇ હતી પોલીસ એની દોડધામમાં હશે જ્યાં સુસાઇડ કરેલું છે એ જગ્યા સીલ હશે. હવે આગળ સનસની મચી જાય એવા ન્યુઝ ત્યાંથી લાવવા ? કાંબલે સાથે ઘણી ચર્ચા પછી લગભગ બધીજ જાતનાં એંગલથી ...વધુ વાંચો

18

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-18

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-18 ઓફીસનો રેગ્યુલર સમય પુરો થયો હતો અને નીલાંગી શ્રોફની ચેમ્બરમાં પહોંચી. લગભગ બધોજ સ્ટાફ ઘરે નીકળી ગયો હતો. ચીફ એકાઉન્ટન્ટ સોમેશ ભાવે હજી બેઠો હતો એ એનાં કોમ્યુટરમાં હજી કંઇક કામ કરી રહેલો. પ્યુન ત્રણમાંથી એક માત્ર રહ્યો એ સૌથી સીનીયર હતો મહેશ. એ બેસી રહેલો એનાં માટે આ બધુ નવું નહોતું એ એનાં મોબાઇલમાં કંઇકને કંઇક જોયા કરતો સમય પસાર કરતો. શ્રોફની ચેમ્બર ચીલ્ડ એસીની અસર હતી કોઇ ખુશ્બુદાર માદક સુગંધ પ્રસરેલી હતી અને શ્રોફની નજર એમનાં પર્સનલ લેપટોપમાં હતી. નીલાંગી અંદર પ્રવેશતાં પહેલાં નોક કરીને પૂછ્યું "મે આઇ કમીંગ સર ? અને શ્રોફે નજર ...વધુ વાંચો

19

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-19

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-19 નીલાંગ ચાલાકીથી બંગલામાં ધૂસી ગયો અને સામાન પહોચાડવા મદદ કરવાનાં બહાને એણે ચાન્સ લઇ લીધો. અને ઘરનો નોકર મદદ કરવા માટે આવી ગયાં. મહારાજ બબડયો "તને આટલો સામાનનો ઓર્ડર આપ્યો છે તો માણસ એ પ્રમાણે મદદ માટે સાથે લાવવા જોઇએને આ એક માણસની મદદથી થોડું કામ થાય ? અમારે ઉઠીને આવાં કામ કરવા પડે છે. આતો સારુ છે એક માણસતો લાવ્યો છે. પેલો સામન લાવનાર નીલાંગ સામે જોઇ રહ્યો અને આંખનાં ઇશારે માફી માંગી રહ્યો. અને આભાર પણ માન્યો. નીલાંગ કયારનો બધુ સાંભળી રહ્યો. નીલાંગ ચાન્સ જોઇ મહારાજને કહ્યું" અરે મહારાજ તમારી વાત સાચી છે પણ ...વધુ વાંચો

20

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-20

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-20 નીલાંગી મોડી સાંજ સુધી ઓફીસમાંજ હતી અને શ્રોફ સર સાથે શીખવા કરતાં એમની આત્મપ્રસંશા સાંભળી હતી. શ્રોફે મંગાવેલી કોફી પીધી હતી. ઓફીસમાં લગભગ બધાંજ ઘરે જઇ ચૂક્યાં હતાં. સોમેશ પણ આવીને ઘરે જઊં છું એમ કહીને જતો રહ્યો. પ્યુન મહેશ શાહણે આવીને પૂછી ગયો કંઇ જોઇએ છે ? પોતાની આત્મશલાઘા પુરી થયાં પછી શ્રોફે કહ્યું નીલાંગી એક ખૂબજ અગત્યનાં સમાચાર આપું. આજેજ હમણાં મારાં પર આવ્યા છે. આપણાં કલાયન્ટ અનુપ ઇન્ડસ્ટ્રીઝવાળાં અમોલની મોડલ વાઇફ અનિસાએ ગઇકાલે સુસાઇડ કર્યુ છે. હજી વાત બધે પ્રસરી નથી પણ હું અનુપસરને ઓળખું છું એ પ્રમાણે વાત દબાઇ જવાની સાચુ કારણ ...વધુ વાંચો

21

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-21

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-21 નીલાંગ અને નીલાંગી 8.30ની લોકલમાં નીકળી ઘરે જઇ રહ્યાં હતાં. બંન્ને જણાં એકબીજાને એકજ સમાચારની આપવા માંગતાં હતાં. નીલાંગીએ જણાવ્યા પછી નીલાંગે કહ્યું આ કેસ મારી પાસે જ છે મને જ સોંપ્યો છે અમારા ન્યૂઝ પેપર અંગે. નીલાંગે આગળ વધતાં પહેલાં કીધુ. નીલો, હું જે લાઇનમાં કામ કરું છું એનો પહેલો સિધ્ધાંત જે વાત મનમાં રાખવાની હોય એ પેટ સુધી પણ નહીં જવા દેવાની નહીતર ઘણાંને બીજાને એ ખાનગી વાત કહી દેવાનો અસહ્ય દુઃખાવો થાય છે એ બીજાને કહીદે પછી એને નિરાંત થાય છે. નીલો આ કેસ મારી પાસે છે અને મેં આ કેસની મોટાંભાગની વાતો ...વધુ વાંચો

22

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-22

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-22 રાનડે અને કાંબલે સર નીલાંગ સામેજ જોઇ રહેલાં અને રીપોર્ટ સાંભળવા કાન અધીરાં થયાં હતાં. કહ્યું "સર તમારી ટ્રેઇનીંગ અને મારી સૂઝ પ્રમાણે મે તપાસ કરી છે અને છેક અંદરની ગુપ્ત માહિતી લાવ્યો છું હું ચેલેન્જ કરુ છું કે આવી માહિતી કોઇ મીડીયા કે કોઇ પણ મોટાં માથાનાં રીપોર્ટર પાસે નહીં હોય એમ કહીને એણે એક ફાઇલ બંન્ને સર સામે ટેબલ પર મૂકી.... ગણેશકાંબલે અને રાનડે સર રાજી થઇ ગયાં અને કૂતૂહલ વશ બંન્ને જણાંએ ફાઇલ ઉધાડીને વાંચવી શરૂ કરી. નીલાંગ બંન્ને જણાંનાં ચહેરાં જોઇ રહેલો અને એની ગુપ્ત પેન દ્વારા એ બંન્ને જણાંનુ રેકોર્ડીગ કરી ...વધુ વાંચો

23

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-23

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-23 નીલાંગે કાંબલે સર સાથે બધી વાતચીત કરી. કાંબલે સર રાનડેનાં ગયાં પછી થોડાં સીરીયસ થઇ એણે કહ્યું નીલાંગ તને શરૂઆતમાંજ ગઝબની સફળતા મળી ગઇ છે હું અને રાનડે સર ખૂબજ ખુશ છીએ કદાચ મીડીયાની દુનિયામાં તું પહેલો પત્રકાર હોઇશ જેને આટલી ઝડપથી સફળતા મળી છે. "પણ નીલાંગ હવેજ સાવચેતી રાખવાની છે તારે અમે તને પ્રમોટ કરી રહ્યાં છીએ તું આ ખબર કેવી રીતે લાવ્યો એ કોઇ સાથે શેર ના કરીશ. અમુકવાર મોટાં માથા શોધીને પછી બદલો વાળે છે આ અનુપ ઇન્ડસ્ટ્રીઝવાળો અનુપ અને અમોલ બંન્ને પહોંચેલી માયા છે. બીજું એમનાં ચરિત્ર તને ખબર પડશેજ પણ સાવચેત ...વધુ વાંચો

24

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-24

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-24 નીલાંગનાં પ્રમોશનથી નીલાંગી ખૂબજ ખુશ હતી બંન્ને પ્રેમી હૈયા બાબુલનાથ દાદાનાં દર્શન કરીને બહાર નીકળ્યા નીલાંગે કહ્યું" પહેલાં તારાં ઘરે તારી આઇની પરમીશન લઇ તને તૈયાર કરીને મારાં ઘરે મારી આઇને આ ખુશીનાં સમાચાર આપીને ફાઇવસ્ટારમાં ઐયાશી કરવા જઇશું. નીલાંગી નીલાંગની આંખોનો ભાવ જોવા લાગી અને એ આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું "જો આજે હું જે નક્કી કરું એમજ કરવાનુ છે કોઇ ચર્ચા કે આરગ્યુ નથી કરવાનાં. નીલાંગીની આંખો હસી ઉઠી, હોઠ મલકાયા. પછી બોલી તું તો આજે રાજાપાટમાં છે કંઇ નહીં બોલું નહીં આરગ્યુ કરું આજે મારો નીલુ જે કહેશે એ કરવા હું તૈયારજ છું. ...વધુ વાંચો

25

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-25

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-25 નીલાંગે અંદર રૂમમાં આવી દરવાજો લોક કરી દીધો અને નીલાંગીને વળગી ગયો અને હોઠ પર મૂકી દીધાં. નીલાંગીએ કહ્યું લુચ્ચા ઉપર રૂમમાં આવવાની ક્યાં જરૂર હતી સીધા પાર્ટીમાં ના જવાય ? ત્યાં બધુ જોવા મળત. નીલાંગે કહ્યું "બીજુ બધું શું કામ જોઉ ? મારી પાસે મારી અપ્સરા હતી એને ના જોઊ ? એવુ બધુતો પછી પણ જોવાય છે. તને જોઇને મારાં હોશ ઉડેલાં હવે તારાં ઉડાવું ને ? એમ કહીને નીલાંગીને બાંહોમાં લઇ લીધી. નીલાંગી અહીં ચલને પહેલાં બધુ જોઇએ કેવી કેવી ફેસીલીટી છે ? કેવો મોટો વિશાળ રૂમ છે અરે વાહ બારીમાંથી બહાર સીધોજ દરિયો ...વધુ વાંચો

26

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-26

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-26 નીલાંગે કહ્યું નીલો આપણે એક પૈસો ચૂકવવાનો નથી બધીજ ગીફ્ટ છે એશ કર અને કરાવ કીધુ અને નીલાંગીએ કહ્યું ઓહો એમ વાત છે તો લે આ ત્રીજુ ટીન ખોલ હવે તો મને પણ મજા આવી ગઇ છે. નીલાંગે એની સામે જોઇને કહ્યું શું વાત છે નીલો ? તારી કેપેસીટી તો ઘણી છે હું તો હજી વિચાર કરતો હતો કે ત્રીજુ ટીન પછી ખોલીશ પણ તું તો ઘણી તૈયાર છે. આજે પહેલીવાર કે પછી ક્યારેક ઠઠાડ્યું છે ખાનગીમાં ? તારાં પાપા તો પીએ છે મને ખબર છે એમનાંમાંથી ક્યારેક ભાગ નથી કર્યો ને ? લાવ આપ મને ...વધુ વાંચો

27

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-27

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-27 નીલાંગી પાસેથી એ યુવાન ગયો એ નીલાંગે જોયો એણે નીલાંગી પાસે આવીને પૂછ્યુ કે પેલો હતો ? તને શું કીધુ ? નીલાંગીને કહ્યું ડાન્સ ફલોર પરથી આવેલો કોઇ પહોચેલી માયા જેવો હતો ખૂબજ પૈસાવાળો લાગતો હતો મને કહે ડાન્સ કરીશ મારી સાથે ? મેં ગુસ્સાથી ના પાડી જતો રહ્યો. નીલાંગે કહ્યું "આને મેં ક્યાંક જોયો છે ? યાદ નથી આવતું ક્યાં જોયો છે. બહુ મોટું માથુ છે ચોક્કસ નીલાંગને ડ્રિન્કનો કેફ હતો નીલાંગી કહે નીલાંગ આપણે અહીંથી જઇએ હવે પ્લીઝ મને ખૂબ ડર લાગે છે આ આપણાં જેવા માટે નથી. નીલાંગે શેમ્પેઇનની મોટી સીપ મારી કહ્યું ...વધુ વાંચો

28

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-28

કોર્પોરેટ એવીલ પ્રકરણ-28 શ્રોફે અનુપ ઇન્ડસ્ટ્રીઝ અનુપ સર અને અમોલની બધી વાત કરી એમનાં કુટુંબ અને ઇજ્જતની વાત કરીને સમજાવી દીધુ કે એ અનિશા મોડલ જ ચરિત્રહીન હતી. નીલાંગીને અનુપ ઇન્ડસ્ટ્રીઝની ફાઇલ આપી અભ્યાસ કરવા કહ્યું અને પછી નીલાંગીની સામે જોઇ રહ્યાં. નીલાંગીએ કહ્યું "ઓકે સર હું સ્ટડી કરી લઇશ. પછી શ્રોફે કહ્યું "જો નીલાંગી તારાં ફાધરનાં મિત્ર મારાં પણ ખાસ મિત્ર છે એટલે તારાં પર ભરોસો રાખીને આ ફાઇલ આપુ છું એમાં ઘણાં પર્સનલ ટ્રાન્ઝેકશન થયેલાં છે એમનાં દેશ પરદેશમાં વહીવટ ચાલે છે મહારાષ્ટ્ર ગર્વમેન્ટ અને સેન્ટ્રલ ગર્વમેન્ટ સાથે પણ ધંધાકીય કામકાજ છે. ખૂબ પહોચેલાં લોકો છે આમાંથી કોઇ ...વધુ વાંચો

29

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-29

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-29 અનુપસિંહ અને અમોલ બધી ધંધા-વ્યવહારની વાતો કરી રહ્યાં હતાં. અનુપસિંહ પરદેશ જતાં પહેલાં અમોલને બધી આપી રહેલાં ક્યાં કેવી રીતે વ્યવહાર કરવો અને ક્યાં ધ્યાન રાખવુ બધું ઝીણવટથી સમજાવી રહેલાં એમણે અનિસાનાં સુસાઇડ નો કેસ સુલટાવી દીધો છે એવાં નિશ્ચિંત મને પરદેશ જવાનું ગોઠવ્યું હતું. સાથે મનમાં નેન્સીનો કેસ દીકરા હું સૂવા જઊં છું સવારે કંઇ યાદ આવશે કહીશ પણ તું બધુ ધ્યાન રાખીને કરજે. અમોલે કહ્યું પાપા તમે અહીં ઓફીસમાં આરામ કરવા કરતાં ઘરે જઇનેજ રેસ્ટ લો. હવે ઘણી ચર્ચા થઇ ગઇ છે. ત્યાં અમોલનાં મોબાઇલ પર શ્રોફનો ફોન આવ્યો. "અમોલે કહ્યું હાં શ્રોફ બોલો. ...વધુ વાંચો

30

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-30

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-30 શ્રોફની સૂચનાં પ્રમાણે નીલાંગી અને ભાવે બે સીક્યુરીટી સાથે 50 લાખ કેશ લઇને મર્સીડીઝમાં નીકળ્યાં બે વાગ્યાં હતાં. થોડો ટ્રાફીક ઓછો હતો. ડ્રાઇવર કારનાં કાચમાંથી વારે વારે નીલાંગીને જોઇ રહેલો. નીલાંગી ગઇ તો હતી પણ જીવ પડીકે હતો એને ડર લાગી રહેલો એણે બાજુમાં બેઠેલા ભાવેને કહ્યું સર આપણે ક્યાં જઇ રહ્યાં છીએ ? કોને પૈસા આપવાનાં છે ? ભાવેએ ઇશારાથી ચૂપ રહેવાં કહ્યું પછી નીલાંગીની એકદમ નજીક આવી કાનમાં કહ્યું "પૈસાની વાતો ના કર હમણાં પહોચી જઇશુ પૈસા આપીને ઓફીસે પાછા... નીલાંગી ઊંચા જીવે કારમાં બેસી રહી. એસી કારમાં પણ એનો પસીનો આવી રહેલો. ત્યાં ...વધુ વાંચો

31

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-31

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-31 નીલાંગી ઉચાટવાળાં ચહેરે ઓફીસની બહાર નીકળી નીલાંગને જલ્દી આવવા ફોન કર્યો. નવી બાઇક સાથે નીલાંગ પર આવ્યો નીલાંગીએ પર્સ ખોલીને કેશ બતાવી. નીલાંગ આશ્ચર્ય પામ્યો એનાંથી ના રહેવાનુ એણે પૂછ્યું "કોનાં છે ? ક્યાંથી લાવી ? નીલાંગીએ કહ્યું અરે મારાં છે પણ આટલાં બધાં પહેલીવાર જોયાં હું ચિંતામાં છું અને ડર હતો કે આટલાં પૈસા સલામત ઘરે લઇ જઇશ કઇ રીતે ? એટલે તરતજ તને ફોન કરીને બોલાવ્યો. નીલાંગે કહ્યું "એ બધી વાત પછી પણ તારાં એટલે ? ક્યાંથી લાવી ? નીલાંગીએ કહ્યું "પહેલાં બેસી જવા દે તારી નવી બાઇક પર પછી બધુજ કહું છું "નીલાંગ ...વધુ વાંચો

32

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-32

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-32 અનુપસિંહ અને નેન્સીનાં સંબંધો હવે છૂપા નહોતાં રહ્યાં એનું કારણ નેન્સી બની હતી. એકવખત અનુપસિંહ લઇને કલબમાં ગયાં ત્યાં અનુપસિંહની પત્નીની કીટી પાર્ટી હતી અનુપસિંહને એની જાણ નહોતી. એ લોકો બાર રૂમમાં બેઠાં હતાં. થોડીવાર ડ્રીંક લઇને અનુપસિંહ નેન્સીને એમનાં કાયમ બુક રહેતાં કલબનાં સુટમાં લઇને ગયાં ત્યાં અનુપસિંહને ડ્રીંક વધારે થઇ ગયુ હતું પણ એમનો પ્લાન હતો કે રૂમમાં બેસી નેન્સી બધાં રીપોર્ટ આપે સાથે સાથે થોડી મસ્તી થઇ જાય. જેવાં રૂમમાં પ્રવેશ્યા પુલ સાઇડ અનુપસિંહની પત્નીની કીટી પાર્ટી ચાલી રહી હતી. રૂમની વીન્ડોમાંથી નેન્સીએ એ જોયુ એનું સ્ત્રીચરિત્ર બહાર આવ્યુ એની આંખમાંથી ઇર્ષ્યાનો અગ્નિ ...વધુ વાંચો

33

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-33

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-33 નીલાંગીને શ્રોફે કમીશનમાં 50k રોક્ડા ચૂકવ્યા. નીલાંગને આ પૈસા આવી રીતે મળ્યાં પચી નહોતું રહ્યું. આટલા બધા પૈસા મળ્યા એનો આનંદ નીલાંગને જરૂર હતો પરંતુ એ પાછળનો શ્રોફનો હેતુ કયો છે એ સમજવા પ્રયત્ન કરી રહેલો. ફરીવાર કઈ નીલાંગી ના જ નહીં પાડી શકે કોઇ પણ કામમાં એ યુક્તિતો પાકીજ હતી. નીલાંગ ક્યા વિચારે નીલાંગીને સમજાવી રહેલો એ નીલાંગીનાં મગજમાં ઉતરી નહોતું રહ્યું એણે નીલાંગને ઉપરથી સંભળાવી દીધું કે હું બહુ સર્તક છું મારી કાળજી લઇ શકું છું એમ કોઇનામાં હું ભોળવાઇ જઊં એવી ભોળી કે બાઘી નથી મને મારાં... આઇ મીન આપણાં સ્વપ્ન પુરા કરવાં ...વધુ વાંચો

34

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-34

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-34 નીલાંગ કાંબલે સર સાથે વાત કરી એમણે આપેલી ગન મેગેઝીન ખીસામાં સાવચેતીથી મૂકી દીધી એનાં જાણે ભાર વર્તાતો હતો. એણે કીધુ પણ ખરુ કે હવે આ રાખવાની પણ નોબત આવી ગઇ. એ સાંભળીને કાંબલે સરે કહ્યું "નીલાંગ આમાં કંઇ ખોટું નથી આપણી સુરક્ષા માટે આપણે સજજ રહેવુ જ જોઇએ હું તારા માટે લાયસન્સ અને ગનની પણ વ્યવસ્થા કરાવી દઇશ. આ મુંબઇ શહેર છે અહીં મુખવટા વધારે છે માણસ ઓછાં. કોણ ક્યારે શું સ્માર્ટનેસ બતાવે ખબર ના પડે. તને અનુભવ હશે જ જેટલી આ નગરી માયાવી છે એટલી જ કૃર છે. અહીં કોઇ કોઇનું નથી બધાં માત્ર ...વધુ વાંચો

35

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-35

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-35 શ્રોફ નીલાંગીને સારાં શબ્દોમાં પણ કરડી આંખે રીતસર ધમકાવી રહેલો એને સ્પષ્ટ કહી દીધું કે ખૂબજ વિશ્વાસ પાત્ર સમજી રહ્યો છું એટલેજ ખૂબ ખાનગી અને અગત્યનાં કામ તને સોપુ છું અને એવુંજ વળતર ચૂકવુ છું મે ઘણાંની કેરીયર બનાવી છે અને લાખો કમાઇ આપ્યાં છે. આમાં ચૂક ના થાય એ ખાસ જોજે નહીંતર કેરીયર બરબાદ પણ થઇ શકે છે. આ તને મારી અંગત સલાહ છે તું જે રીતે લે એ રીતે વોર્નીગ સમજ કે સલાહ તારાં માટે આખી જીંદગી પડી છે અત્યારે આ ઊંમરમાં બીજા બધામાં ફસાયા વિનાં કેરીયર પર ધ્યાન આપ. તું ખાસ અંગત છું ...વધુ વાંચો

36

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-36

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-36 નીલાંગનાં પ્રશ્નોનો નીલાંગી શ્રોફની સમજાવટની અસર નીચે જવાબ આપી રહી હતી. એણે પોતાની આર્થિક સ્થિતિ કરવાની કહી રહી હતી કે મારે મારી માં બાબાને સુખ આપવા છે એમને ઘર આપવું છે. આટલી જીંદગી કેવી અછત ને તકલીફમાં કાઢી છે મને ખબર છે એ મેં બધુજ જણાવ્યુ છે અને અત્યારે મારી પ્રગતિ થઇ રહી છે અને તું મને... અને નીલાંગી રડી પડી.... નીલાંગ નીલાંગીની સામે જોઇ રહ્યો. થોડીવાર કંઇજ બોલ્યો નહીં. થોડીવાર નીલાંગીને રડવા દીધી... પછી કહ્યું "હું તારી પ્રગતિ અટકાવી નથી રહ્યો. હું શું કામ એવું કરુ ? પણ મને જ્યાં તારો માટે ભય દેખાતો હોય ...વધુ વાંચો

37

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-37

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-37 તલ્લિકા ઘોષે અમોલને સ્પષ્ટ ના પાડી દીધી કે મારે અગાઉની ઘણી પેન્ડીંગ ફાઇલો પડી છે નીકાલ કરવાનો છે હું નવા પ્રોજેક્ટને નહીં સંભાળી શકું. વળી મારી "ની" knee નું ઓપરેશન કરાવવાનુ છે તેથી હું બે-ત્રણ મહીનાની લીવ પર જવાની છું તો તમે નવી એપોઇન્ટમેન્ટ કરી લો તો સારુ વળી મેં અનુપ સરને પણ જણાવી દીધુ છે. અમોલને તો જોઇતું હતું અને વૈદે કીધું એવો ઘાટ થયો. એને થયું હાંશ ટાઢે પાણીએ ખસ ગઇ. પાપાની આ સેક્રેટરી આમેય મારી સાથે ટ્યુનીંગ નથી વળી એ સીનીયર હોવાથી વારે વારે મને સલાહો આપ્યા કરે છે ભલે જતી લીવ પર ...વધુ વાંચો

38

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-38

ધ કોપોરેટ એવીલપ્રકરણ-38 શ્રોફની ચેમ્બરમાં વિશ્વનાથ કામ્બલે અને નીલાંગી આવ્યાં. શ્રોફે બંન્નેની તરફ નજર કરી નજરમાં માયાળુ ભાવ લાવીને આપી કે વિશુ અને નીલાંગી તમે બંન્ને અમોલસરની ઓફીસમાં જઇ નવા પ્રોજેક્ટની ફાઇલ અને જે આપે એ કેશ લઇ આવો. હું ડ્રાઇવરને સૂચના આપું છું. તમે કાર લઇને જાવ અને કામ પતાવી સત્વરે પાછા આવો. શ્રોફનાં મનમાં રમી રહેલો પ્લાન બંન્ને જણાં સમજે એ પહેલાં જ શ્રોફની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને અમોલ બેગ સાથે પૂરા હક્ક અને દમામ થી પ્રવેશ્યો. અમોલને જોઇને શ્રોફ ખુરશીમાં ઊભો થઇ ગયો અને બોલ્યો અરે તમે ? અમોલે ચેમ્બરમાં વિશ્વનાથ અને નીલાંગીને જોયાં અને વારાફરતી ...વધુ વાંચો

39

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-39

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-39 શ્રોફે અમોલની માંગણી અને જરૂરીયાત મુજબ બધું ગોઠવી આપ્યું વિશ્વનાથ કાંબે અને નીલાંગી આપ્ટે બંન્નેને ત્યાં જવા સમજાવી દીધાં. નીલાંગીને પ્રોજેક્ટ માટે થોડાં દિવસ અમોલની ઓફીસે જવાનુ છે અને સારામાં સારુ વળતર મળશે એમ કહી સમજાવી દીધી. નીલાંગી થેંક્યુ સર કહીને સમય પૂરો આં ઓફીસની બહાર નીકળી અને તરતજ નીલાંગને ફોન કર્યો. "નીલુ તું ક્યાં છું ? તું આવે છે કે હું નીકળી જઊં ? નીલાંગે તરત જ કહ્યું "તું નીકળી જા આજે મેળ નહીં મેળે અહીં પડે મારે કામ હોવાથી મોડા સુધી રોકાવું પડે એમ છે. નીલાંગી ફોન પર વાત કરતાં કરતાં.. એકદમ એની નજર ...વધુ વાંચો

40

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-40

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-40 નીલાંગી અને વિશ્વનાથ અમોલની ઓફીસમાં પહેલો દિવસ હતો એ લોકો પહોચ્યાં. ઓફીસ એવી લેટેસ્ટ ડીઝાઇન બધીજ ફસેલીટીવાળી સેન્ટર્લી એસી. હતી. નીલાંગીની આંખો ચાર થઇ ગઇ એને મનમાં થયું આ લોકો કેટલું કમાતાં હશે ? પછી પોતેજ જવાબ આપતી મનમાં બોલી... ફાઇલમાં છે તો બધુ કરોડોની હેરાફેરી અને એટલી આવક આ લોકોજ વાપરી શકે અને ત્યાંનાં પ્યુને કહ્યું "તમે અહીં બેસો હજી અમારા રિસેપ્સ્નિસ્ટ મેડમ આવ્યાં નથી તમને કોને મળવાનું છે ? ત્યાંજ રિસેપ્સ્નિસ્ટ મેડમ આવી ગયાં. ઝડપથી પોતાની જગ્યા સંભાળતાં બોલી.. યસ તમને કોને મળવાનું છે. નીલાંગી ઉભી થઇને કહ્યું હું નીલાંગી આપ્ટે અને આ વિશ્વનાથ.. ...વધુ વાંચો

41

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-41

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-41 અમોલ એની ઓફીસમાં નવી ઓફિસના ફોટાં જોઇ રહેલો અને ત્યાં જોસેફ એને અમોલની ઓફીસમાં લઇ નીલાંગીએ ફોટા જોયાં અને બોલી "સર કેવી સરસ ઓફીસ બની રહી છે. કોન્ગ્રેચ્યુલેશન. અમોલે નીલાંગીને જોઇનેજ તરત પાસો ફેક્યો "હા આખાં મુંબઇમાં નહીં હોય એવી ઓફીસ બની છે. બધીજ લેટેસ્ટ વ્યવસ્થા એપ્લાયન્સીસ અને એકદમ ટોપ. હવે જોઇએ ત્યાં નવાં સ્ટાફમાં કેવી એપોઇન્ટમેન્ટ્સ મળે છે. ઘણો સ્ટાફ રાખવાનો છે અહીં જે સ્ટાફ છે એમાંથી સીલેક્ટ કરેલાંજ ત્યાં આવશે બાકીના આ ઓફીસમાંજ કામ કરશે. આ ઓફીસમાં પાપા બેસસે હું નવી ઓફીસમાં. આવુ બધુ સાંભળી નીલાંગી બોલી "ઓહ ઓકે સર. મને પણ આવી ઓફીસમાં ...વધુ વાંચો

42

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-42

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-42 નીલાંગી શ્રોફ સર સાથે ચર્ચા કરીને ખુશ થતી ચેમ્બરની બહાર નીકળી ગઇ. પછી એ અને બન્ને ઓફીસની કારમાં આમોલની ઓફીસ જવા નીકળી ગયાં. નીલાંગી મનમાં ખુશ થઇ રહેલી કે સર અમોલ સરને ફોનકરી દેશે. પછી તરતજ નીલાંગનો વિચાર આવી ગયો નીલાંગને કેવી રીતે કહેવું કે અમોલનીજ ઓફીસ એ જોઇન્ટ કરી રહી છે...પછી મનમાં ડર સાથે એવો જવાબ આવ્યો કે હમણાં કહીશજ નહીં કે હું જોઇન્ટ કરુ છું પણ એમનાં પ્રોજેક્ટ માટે મારે અમોલ સરની ઓફીસ જવાનું થાય છે. યોગ્ય સમયે કહી દઇશ. નહીંતર મને નીલાંગ જોઈન્ટ કરવાજ નહી દે.. મારે પૈસા કમાવવા છે મારે રોબ મારવો ...વધુ વાંચો

43

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-43

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-43 નીલાંગીનું આજનું કામ પુરુ થયું અને એણે તલ્લીકા મેમની રજા લીધી. તલ્લીકા મેંમે કહ્યુ નીલાંગી કાલે છેલ્લો દિવસ છે તારે જે કંઇ પૂછવું હોય સમજવું હોય કાલે પૂછી લેજે મને વિશ્વાસ છે તને બધી વાત સમજાઇ ગઇ છે આગળ તારેજ કરવાનું આવશે. એમણે તારેજ કરવાનું આવશે એ વાક્ય પર ભાર મુક્યો અને હસ્યાં. પછી કહ્યું "બેસ્ટ લક. નીલાંગી એમની પાસેથી નીકળી.. ના પાડવા માટે અમોલની ચેમ્બરમાં ગઇ અને પૂછ્યું "મે આઇ કમીંગ સર ? અને અમોલનો ફોન ચાલુ હતો એણે હાથનાં ઇશારાથી અંદર બોલાવી. નીલાંગી થેંક્સ કહીને અંદર જઇને અમોલની સામેની ખુરશી પર બેસી ગઇ. અમોલ ...વધુ વાંચો

44

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-44

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-44 શ્રોફની કેબીનમાંથી નીલાંગી નીકળી.. ઓફીસ છૂટી હતી એણે નિલાંગ સાથે નક્કી કર્યા પ્રમાણે નીલાંગ એની લેવા માટે આવી ગયો હતો. નીલાંગીનાં મનમાં તુમુલ યુદ્ધ જામ્યુ હતું વિચારોનું. શું કરવું ના કરવું ? શ્રોફ સરે તો અહીંથી મને રીલીવ પણ કરી દીધી. એ પણ શું કરે ? મેં જ જવાની તૈયારી કેટલી બધી બતાવી હતી. અમોલ સરે પાર્ટી વગેરેની વાત કરી એમાં મને તકલીફ છે નોકરીની નથી... પણ નીલાંગને શું કહીશ ? શું કરીશ ? નીલાંગ આવી ગયો હતો. નીલાંગીનું ચિંતાવાળું મોં જોઇ બોલ્યો કેમ શું થયું ? કેમ તારો ચહેરો ઉતરેલો છે ? કંઇ થયું ? ...વધુ વાંચો

45

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-45

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-45 નીલાંગી અમોલ સાથે નવી ઓફીસ જવા નીકળી ગઇ હતી. એ લોકો વાતો કરતાં નવી ઓફીસ ગયાં હતાં. નીલાંગીતો ઇમ્પોર્ટેડ કાર એની લકઝરી બધુ જોઇને નવાઇ પામી ગઇ હતી એને થયું પૈસાવાળાનો રોબજ જુદો છે. એ કારણ-અકારણ ખેંચાઇ રહી હતી. અમોલ એને ત્રાંસી નજરે માપી રહેલો જેનાથી નીલાંગી સાવ અજાણ હતી. નવી ઓફીસમાં બીલ્ડીંગ આવી ગયાં અમોલે 10 માળ સુધી ગાડી લીધી ત્યાં સુધીનો ડ્રાઇવે અને પાર્કીગ હતું નિલાંગીની આંખો જ પહોળી થઇ ગઇ હતી એનાં જીવનમાં પ્રથમવાર બધું જોઇ રહી હતી. ત્યાં ગાડી પાર્ક કરી બંન્ને ઉતર્યા અને ત્યાંથી એની ઓફીસમાં જ લીફ્ટ જાય એવી વ્યવસ્થા ...વધુ વાંચો

46

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-46

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-46 નીલાંગી અને અમોલ નવી ઓફીસમાં આવી બધે ફરીને ઓફીસ જોઇ અને એક નબળી ક્ષણે નીલાંગીને વાતમાં શેમ્પેઇન માટે મનાવી લીધી પોતે શેમ્પેઇન લઇને આવ્યો એક ગ્લાસ પોતાનો ભરી બીજો નીલાંગીને આપી ચીયર્સ કર્યું. નીલાંગીએ અચકાતાં શેમ્પેઇન લઇ લીધી અત્યાર સુધી ઓફીસ અને સેલેરીનાં લાલચ અને દબાણમાં આવીને મોઢે માડી. અમોલ એની સામે જોઇ રહેલો નીલાંગી સીપ પર સીપ મારી રહેલી અમોલે કહ્યું "થેંક્યુ નીલાંગી તેં મને કંપની આપી મને વિશ્વાસ પડી ગયો છે કે તું મને જરૂર મદદ કરીશ અને હું માંડ વિખવાદમાંથી બહાર નીકળ્યો છું અને આજે આનંદ થયો કે કોઇ તો મને સમજે છે ...વધુ વાંચો

47

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-47

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-47 નીલાંગી બીયર પી રહી હતી અને નીલાંગ આવી ગયો. એણે નીલાંગીને પૂછ્યું કેમ અચાનક મૂડ ગયો ? કેમ એવું શું થયું ? નીલાંગીએ કહ્યું આજે તારી સાથે બધુંજ શેર કરીને મારે હલકા થવું છે તને ખુશ કરી દઊં આપણે હમણાંથી ઝગડ્યાજ કરીએ છે. મળ્યા પણ નહોતા તો જરા મૂડ બનાવવો હતો. મારોજ નહીં તારો પણ... નીલાંગે પણ બીયર પીધી અને એક સાથે પુરી કરી દીધી બીજી ઓર્ડર કરી સાથે પીઝા મંગાવ્યાં બંન્ને જણાએ પેટ ભરીને પીધું અને જમ્યાં. નીલાંગીએ કહ્યું હવે બસ મારી લીમીટ આવી ગઇ છે. નીલાંગે કહ્યું હું બે ટીન લઇ લઊં છું સાથે ...વધુ વાંચો

48

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-48

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-48 ક્યારથી સાંભળી રહેલી નીલાંગીએ નીલાંગને સીધુંજ પૂછી લીધુ કે તો તું શું છે ? તું રાક્ષસ છે ? તું પણ પુરુષ જ છે ને ? તારા પર પણ મારે વિશ્વાસ કેટલો કરવાનો ? નીલાંગીનાં પ્રશ્નને સાંભળી નીલાંગ બીલકુલ વિચલીત ના થયો એણે કહ્યું તેં આ સારો પ્રશ્ન કર્યો. તારી આજ સોચ તારે સમજવાની છે. હું પુરુષ છું પણ એવો નથી હું તારો પુરુષ છું આ પુરુષ જમાતમાં હું પણ એક પુરુષ રહ્યો પણ હું તારી કેર લઊં છું તને સાચો પ્રેમ કરું છું. મને તારી ચિંતા છે. તને પૈસાની જરૂર છે સમજુ છું અને આ શ્રોફની ...વધુ વાંચો

49

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-49

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-49 નીલાંગ નીલાંગીને એનાં ઘરે ડ્રોપ કરી કંઇજ બોલ્યા વિના ત્યાંથી ઘરે જવા નીકળી ગયો. નીલાંગીનાં હૃદયમાં તોફાન જાગ્યું હતું અને શું હું બધુંજ જુઠુ બોલી રહી છું હું કેમ આવું કરું છું ? નીલાંગનાં પ્રશ્નનો જવાબ ના આપી સકી સમ ખાધાં હતાં છતા... ભીની આંખે નીલાંગને જતો જોઇ રહી ઘરમાં આઇ સાથે વાતના કરીના પ્રશ્નોના ઉત્તર આપ્યાં અને એનાં રૂમમાં જઇ રૂમ બંધ કરીને પલંગ પર ફસડાઇ પડી એને નશો હતો અને હૃદયમાં પીડા.. ત્યાંજ એનાં ફોનમાં મેસેજનો ટોન આવ્યો. એણે માંડ ફોન ઉચક્યો અને મેસેજ જોયો નીલાંગનો હતો. નીલાંગે લખેલું કે તું હોટલમાં બીયર પીવા ...વધુ વાંચો

50

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-50

ધ કોર્પોરેટ એવીલપ્રકરણ-50 નીલાંગી સવારે વહેલી ઉઠી ગઇ અને ઓફીસ જવાની તૈયારી કરવા લાગી ત્યાં આઇએ પૂછ્યું કેમ નીલો શું થયું હતું ? કંઇ બોલ્યા ચાલ્યા ખાધા વિના સીધી સૂઇ ગઇ ? બહારથી જમીને આવેલી ? પેલો નીલાંગ ઉતારી ગયો પછી પણ ડીસ્ટર્બ હતી ? તેં કાલે તમે લોકોએ ડ્રીંક લીધેલું ? તમારે ઝગડો થયો હતો ? આમેય એ નીલાંગ બહુ વધારે પડતો તારામાં ઇન્વોલ્વ થાય છે શું થયું હતું ? નોકરી તને એણે નથી અપાવી તારાં બાબાની ઓળખાણથી મળી છે શેનો ઝગડો કરેલો ? એને તારાં પર બહુ હાવી ના થવા દઇશ. તારી આટલી સારી જોબ મળી છે ...વધુ વાંચો

51

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-51

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-51 નીલાંગને 50k ની બાંહેધરી મળી ગઇ, સાંજ સુધીમાં પૈસા પણ મળી જશે. એણે દેશપાંડે અને બન્નને રૂબરૂ મળવાનું નક્કી કર્યું એને વિચાર આવ્યો હું 50k વેરીશ પણ મને જે જોઇએ છે એવીજ માહિતી હશે ? એમાં કંઇક તારણ મળી જશે ? કાંબલે અને રાનડે સર મારાં ઉપર આટલો વિશ્વાસ મૂકીને પૈસા વેરી રહ્યાં છે હું સફળ તો થઇશ ને ? એણે નેગેટીવ વિચારો ખંખેરતાં વિચાર્યું મને સફળતા મળી છે અને મળશે. દેશપાંડે અને પરાંજયે બંન્ને જણાં ખૂબજ પ્રમાણિક છે. પોલીસ બેડામાં આવાં માણસો શોધ્યા નહીં જડે દેશાપાંડે પોલીસ કમિશ્નર ઓફીસમાં અને પરાંજયે LIB એમની સીક્યુરીટી ટીમમાં ...વધુ વાંચો

52

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-52

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-52નીલાંગ ઓફીસથી કેશ લઇને પરાંજપે પાસે પહોચી ગયો એને પરાંજપેએ કહ્યું ચલો ચા પીએ પછી તમને માહિતી આપવી છે. પૈસા પછી લઊં છું એમ કહીને બંન્ને જણાં ચાની કીટલીએ ચા પીવા બેઠાં પરાંજ્પેએ નીલાંગની આંખોમાં આંખ પરોવી પછી આંખો ઝીણી કરીને નીલાંગને કહ્યું હું તમને જે માહિતી આપવા જઇ રહ્યો છું તમારાં પગ નીચેથી ધરતી સરકી જશે જે એકદમ કોન્ફીડેન્શીયલ છે અને કમીશ્નર અને બીજો બે જણ સિવાય કોઇને ખબર નહોતી અને કમીશ્નરે આ વાત બીલકુલ લીક ના થાય એટલે પોતેજ બધાં ખેલ પાડી દીધેલો અને એ બે જણાં જે કમીશ્નર પોતાનાં ખાસ વિશ્વાસુ ગણે છે એમાંનો ...વધુ વાંચો

53

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-53

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-53 નીલાંગી આવી ગઇ નીલાંગનાં ચહેરાં પર હાવભાવ બદલાઇ ગયાં. એનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. હમણાં નીલાંગીનાજ વિચાર કરી રહેલો ભલે થોડાં નકરાત્મક હતાં પણ એનુ કારણ નીલાંગીનું જૂઠ સામે આવેલું પણ સામે નીલાંગીને જોઇને જાણે બધુજ ભૂલી ગયો અને આનંદથી ચહેરો ખીલી ઉઠ્યો એ પણ સ્વયંભૂ પ્રક્રિયા હતી એને ખબર હતી કે ભલે ઝગડા થાય પણ નીલાંગી વિના એ રહી કે જીવી નહીં શકે એ પણ નક્કી છે. નીલાંગીને લઇને એ સ્ટેશન બહાર આવ્યો નીલાંગી બાઇક પર બેસી ગઇ. નીલાંગે કહ્યું બસ તારાંજ વિચારોમાં હતો. નીલાંગીએ કહ્યું સ્વાભાવિકજ છે તારે મને ક્યાં પ્રશ્નો પૂછવાનાં અને મારે ...વધુ વાંચો

54

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-54

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-54 નીલાંગ અને નીલાંગી વાત કરી રહેલાં અને નીલાંગનાં મોબાઇલ ઉપર નંબર ફલેશ થયો રાનડે સરનો... તરતજ ઉપાડ્યો અને રાનડે સરે કહ્યું "નિલાંગ તું જ્યાં હોય ત્યાંથી પહેલાંજ ઓફીસે પહોચ ખાસ કામ છે. નીલાંગે તુરત જ જવાબ આપતાં કહ્યું ઓકે સર પહોચું છું અને નીલાંગે નીલાંગીને કહ્યું "સોરી નીલો તું" ઘરે પહોંચ મારે પાછાં ઓફીસે પહોંચવુ પડશે અરજન્ટ બોસનો ફોન હતો ચોકકસ કોઇ એવી મેંટર છે કે મને તુરંતજ પાછો ઓફીસે બોલાવી રહ્યાં છે. તું પહોચીને પહોંચ્યાનાં મને મેસેજ કરે દે જે પ્લીઝ. સાયાન્સ સંજોગોમાં તું પહોચીજ જાય પણ અત્યારે આપણે બીયર લીધો છે એટલે જ કહ્યું ...વધુ વાંચો

55

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-55

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-55 અમોલ નીલાંગીને બાજુનાં રૂમમાં લઇ ગયો ત્યાં એકદમ શીતળતા હતી સુનકાર હતો. ત્યાં મલમલી લીલી સીટ પર એને બેસાડીને કહ્યું જો આ હવે.... નીલાંગીએ કહ્યું પણ સર આટલું અંધારુ છે કંઇ દેખાતું નથી મને. નીલાંગીને મનમાં શંકાશીલ વિચાર આવવા લાગ્યાં એણે થોડાં ઊંચા અવાજે કહ્યું સર અહીંની લાઇટ ચાલુ કરો. મારે કોઇ સરપ્રાઇઝ નથી જોવી પ્લીઝ.... ત્યાંજ સામે દિવાલ પર મોટો સ્ક્રીન હતો ત્યાં વીડીયો શરૂ થયો નીલાંગીએ આષ્ચર્ય સાથે ત્યાં જોયું અને વીડીયો એવો હતો કે એ જોવામાં તલ્લીત થઇ એનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહ્યાં હતાં અને હજી એ આગળ કંઇ વિચારે એ પહેલાં જ ...વધુ વાંચો

56

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-56

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-56 નીલાંગી સામે બેઠેલી વ્યક્તિને ફાટી આંખે જોઇ રહી હજી એ પૂરી સ્વસ્થ નહોતી એને થયું આખુ શરીર અંદરથી જાણે તૂટી રહ્યું છે ત્યાંજ પેલી બેઠેલી વ્યક્તિ એની નજીક આવી નીલાંગીનાં હોઠ પર આંગળી ફેરવીને કહ્યું કેવી મજા આવી ? નીલાંગીને પ્રતિકાર કરવો હતો પણ જાણે શરીરમાં તાકાતજ નહોતી નીલાંગીએ પૂછ્યું તું કોણ છે ? અમોલ ક્યાં છે ? પેલી વ્યક્તિ જવાબ આપવાની જગ્યાએ હસવા લાગ્યો. રૂમમાં આખુ અજવાળું નોતું એને અંધારાંમાં આછા અજવાળામાં ચહેરો આછો પાતળો દેખાતો હતો ત્યાંજ પેલી વ્યક્તિએ નીલાંગીને પાછી કારપેટ પર સૂવાડી દીધી. નીલાંગીએ જોર કરીને ઉભા થવા પ્રયત્ન કરવા માંડ્યો પણ ...વધુ વાંચો

57

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-57

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-57 નીલાંગનાં મોબાઇલ પર નીલાંગીનો ફોન આવ્યો અને પછી અચાનક કટ થઇ ગયો. નીલાંગ ખ્યાલ આવી નીલાંગી જે રીતે બોલી એ ચોક્કસ કોઇ તકલીફમાં છે. એલોકો કાંબલેસર સાથે કારમાં એવીડન્સ લેવા પરાંજપે પાસે પહોચી રહેલાં. કાંબલે સરે પૂછ્યું "એનાં ઘરે ફોન કર્યો શું કહ્યું એની આઈ એ ? "પહોચી ગઇ છે ? શું થયું ? એણે ક્યાંથી ફોન કર્યો હતો ? નીલાંગ કહે સર ઘરે નથી પહોચી એની આઇતો એવું સમજે છે કે એ મારી સાથે છે પણ હવે એમને ચિંતા પેઠી.. મને પણ હવે ટેનશન થયું છે કે એ ક્યાં હશે ? છેલ્લે દાદર સ્ટેશનથી અમે ...વધુ વાંચો

58

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-58

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-58 નીલાંગ તો બધાં જડબંસલાક પુરાવા જોઇને ખુશ થઇ ગયો હતો. વળી કાકા સાહેબનાં પેલી કામવાળી નગ્ન લીલાનાં વીડીયો ફોટાં જોઇને થયું સાલા આ બધાં ઐયાશી અને ગોરખ ધંધાજ કરતાં હોય છે. કાંબલે સરે ગાડી દાદર સ્ટેશન તરફ લીધી. ત્યાંજ કાંબલે સર અને નીલાંગે જોયું કે સામેથી નીલાંગી આવી રહી છે. હજી નીલાંગ નીલાંગીને હાથ કરી સામે રીસ્પોન્સ આપે ત્યાંજ કાંબલે સરે જોયું કોઇ મીલીટરી કલરની જીપ સામે આવી રહી છે અને એમાંથી કોઇ ઉતરે પહેલાંજ એમની સીકસથ સેન્સ એમને ગાડી રીવર્સ લઇને એકદમ ફાસ્ટ મેઇનરોડ તરફ દોડાવી દીધી અને નીલાંગને કહ્યું નીલાંગ સાવધાન કોઇ સ્પેશીયલ કોપની ...વધુ વાંચો

59

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-59

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-59 કાંબલે સરની ગાડીને ધેરી વળેલાં ચારે જણાં એકજ નિર્ણય પર આવી ગયાં. ચોક્કસ પેલાં પ્રેસ ગાડી છે પણ સાલાઓ અહીથી ગૂમ કેવી રીતે થઇ ગયાં ? કોપ્સના લીડરે કહ્યું ગાડીને કોઇપણ રીતે ખોલી નાંખો અને તલાશી લો. અને એક પોલીસવાળાએ કળથી કાચ ખોલી ગાડી ખોલી નાંખી અને અંદરની બાજુ ગાડીનાં ખાનાં સીટો-સીટ કવર બધુ. ખોલીને તપાસ્યુ પણ કંઇ હાથમાં ના આવ્યું ખાનામાંથી આર.સી.બુક ઇન્સયોરન્સ, પીયુસી, માળા, ચશ્મા, ડિયોડ્રન્ટ વિગેરે મળ્યુ એ બધુ એ લોકોએ જમા કરી લીધું. લીડરે કહ્યું હજી બરાબર તપાસો કંઇ બાકી ના રહેવું જોઇએ પાછળની ડેકી ખોલી નાંખી એમાં ફન્ફોળ્યું પણ કંઇ નહતું ...વધુ વાંચો

60

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-60

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-60 નીલાંગ અને નીલાંગી બારમાં બીયર પી રહેલાં નીલાંગી નીલાંગની માફી માંગી રહેલી બધી કબૂલાત કરવા હતી. નીલાંગને કહ્યું હું તારી મદદ કરવા માંગુ છું. નીલાંગે હસતાં હસતાં કહ્યું નીલાંગી એક સાચી વાત કહુ મદદ તારે મારી નહીં તારી પોતાની કરવાની જરૂર છે જે લોકો સાથે કામ કરે છે એ લોકો સારાં માણસો નથી. ખૂબ ભ્રસ્ટ અને કામાંધ માણસો છે છોકરીઓને એમનાં ઇશારે નચાવે છે અને ગંદા કામ કરે છે. નીલાંગી નીલાંગની સામે જોઇ રહી. ત્યાં નીલાંગની નજર ઘડીયાળ પર પડી રાત્રીનાં 12.00 વાગ્યાં હતાં. એણે નીલાંગીને કહ્યું મારે એક અગત્યનો કોલ કરવાનો છે હું ફોન કરી ...વધુ વાંચો

61

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-61

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-61 જોસેફને બારીની બહાર ફંગોળયાં પછી વાતાવરણ શાંત થઇ ગયું કોઇએ એની ચીસ સાંભળી નહીં અમોલ બીજી વ્યક્તિ હવે દારૂનાં નશામાં એટલી ચૂર હતી કે ઘાઢ નીંદરમાં ઉતરી ગયેલાં... ફલોર પર લોહીનાં છાંટાજ રહ્યાં એ માત્ર જોસેફનાં.... **************** નીલાંગ પ્રેસ પર પહોચે પહેલાં ફરી મોબાઇલ પર નીલાંગીની રીંગ આવી એણે નીલાંગને કહ્યું નીલું હું ઘરે પહોચી ગઇ છું ચિંતા ના કરીશ. કાલે મળીશું બાય. ગુડનાઇટ નીલાંગે કહ્યું હાંશ ઓકે ચલ કાલે મળીશું હું તને ફોન કરીને કહીશ ક્યાં મળવું છે. અને એ નિશ્ચિંત થઇને ટેક્ષીવાળાને કહ્યું બસ આટલે રાખો અને એણે પૈસા ચૂકવી ટેક્ષી છૂટી કરી દીધી અને ...વધુ વાંચો

62

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-62

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-62 સવારે ઊઠીને નીલાંગે નીલાંગીને ફોન ત્યારે નીલાંગીએ ઐમ જ સીધું પૂછ્યું તું ક્યાં છે ? તું જ્યાં હોય ત્યાં હું આવી જઊં મારે ઘણી માહિતી આપવી છે. હું આવી જઊં કહ્યું ને ફોન કપાઇ ગયો અરે નીલાંગને અજુગતું ફીલ થયું એણે ફરીથી નીલાંગીને ફોન કર્યો કે તું ફોન કેમ કાપે છે ? તુ પૂછ તો ખરી હું ક્યાં છું ? તું કેવી રીતે આવીશ ? ક્યાં મળીશ એમનેમ તું કેવી રીતે ? નીલાંગીએ કહ્યું નીલુ તારાં પ્રેમની સુવાસ અને તારી હૂંફની ગરમી તારાં તરફ ખેંચી લે છે તું જ્યા હોઇશ ત્યાં હું ...વધુ વાંચો

63

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-63

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-63 નીલાંગી સાથે સહવાસ માણ્યા પછી નીલાંગે કહ્યું તું કેમ ઠંડી ઠંડી લાગે છે ? હું કરીને રીલેક્ષ થયો છું પણ તું નહીં એકલો એકલો મંથન કરી રહેલો એવું કેમ લાગે છે. એ સાંભળી નીલાંગી ખડખડાટ હસી પડી અને નીલો ? એને વિચિત્ર રીતે હસતી જોઇ રહ્યો. એણે પૂછ્યું કેમ હસે છે ? તું આમ અપરિચિત હોય એવું કેમ વર્તન કરે છે ? મે તને કોઇ જોક્ નથી કીધો મારાં એહસાસ કીધો છે. નીલાંગી સજાગ થઇ ગઇ એણે કહ્યું મારાં નીલું એમ કહી એનાં વાળમાં હાથ ફેરવતાં ફરવતાં કહ્યું નીલુ તું ઘણાં સમયની દોડધામ પછી રીલેક્ષ થયો ...વધુ વાંચો

64

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-64

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-64 નીલાંગે રાનડે સર અને કાંબલે સર સાથે ફોન પર વાત પુરી કરી. નીલાંગીએ ફોન બાજુમાં દીધો અને નીલાંગીએ કાનમાં કહ્યું નીલુ મારે તારી સાથે બધીજ કબૂલાત કરવી છે બધીજ વાતો શેર કરવી છે. નીલાંગે કહ્યું નીલો મને બધીજ ખબર છે તારે શું કબૂલાત કરવાની ?નીલાંગીનાં ચહેરાને ધ્યાનથી જોતો નીલાંગ એને જોતોજ રહ્યો. નીલાંગીનો ચહેરો જાણે પીળો પડી ગયો. આંખોમાં આંસુ તગતગતા હતાં એની બધી વાસ્ત કહેવા માંગતી હતી એ પહેલાંજ નીલાંગે કહ્યું હું બધુજ જાણી ગયો છું અને મારી પાસે એનાં પણ પુરાવા છે. તું શ્રોફનાં કહેવાથી અમોલસરનાં બંગલે ગઇ હતી અને તારો કલીગ પણ સાથે ...વધુ વાંચો

65

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-65

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-65 પોલીસ કમીશ્નર અને ચીફની મિનિસ્ટર અભ્યંકર ફોન પર વાત કરી રહેલાં કમીશ્નર રિપોર્ટ કરી રહેલો. ભડક્યો અને ગભરાયેલો હતો કમીશ્નરને સૂચના આપી હતી. કે ત્રણે જણાને કોઇ પણ હિસાબે પકડી લો.. વાતમાં જાણે કોન્ફરન્સ કોલ હોય એમ ત્રીજો અવાજ આવ્યો. ખડખડાટ હસવાનો અને એય અભ્યંકર... સાલા નપાવટ... તું અભ્યંકર નહીં ભયંકર છે પણ તારાં માથે પણ તારો બાપ છે યાદ રાખજે તારી હવે છેલ્લી ઘડીઓ ગણાય છે. તારાં પાપા યાદ કરવા માંડ.. અને પાછો હસવાનો અવાજ... અભ્યંકરે કહ્યું. કોણ છો ? કોણ છો તમે ? એ સિધ્ધાર્થ આ વચમાં કોણ બોલે છે ? કોણ ધમકી આપે ...વધુ વાંચો

66

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-66

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-66 નીલાંગે ફોન ચાલુ કર્યો. એ નીલાંગી સાથે ભૂગર્ભનાં ઉતરી ગયો હતો. સમાચાર સાંભળીને હસી રહ્યો રાનડે સરનો ફોન હતો. રાનેડ સર એને કહેતા હતાં કે નીલાંગ તે તો કહ્યું નથી આપણે આવતીકાલે બધાને ઉઘાડા પાડવાનાં છે ? તું અમને જાણ વિનાં જ ? રાનેડ સર આગળ બોલે પહેલાંજ નીલાંગે કહ્યું "સર તમે કાંબલે સર સાથે વાત કરી ? એમની સાથે હું વાત કરતો હતો અને ફોન કટ થઇ ગયો હતો એમને કોઇ ઇજા પહોચી છે ? પકડાઇ ગયા છે ? મને એવો વ્હેમ છે. ફોન કપાઇ ગયો પછી સ્વીચ ઓફજ આવે છે. રાનડે સરે કહ્યું ના ...વધુ વાંચો

67

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-67

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-67 નીલાંગી ડરી રહી હતી નીકળવાનાં સમયે નીલાંગને કહી રહી હતી કે પછી પાછાં મળીશું ને ? આપણું શું થશે મારું શું થશે મને નથી ખબર નીલાંગ આશ્ચર્યથી પૂછ્યુ કેમ આવું બોલે છે ? આપણે સાથે છીએ અને સાથેજ રહીશું અને કોઇ એવી સ્થિતિ આવી આપણે સાથેજ મરીશુ હું તારા સાથ કદી નહીં છોડું. મારાં પર વિશ્વાસ નથી ? આટલુ સાંભળી નીલાંગી નીલાંગની આંખોમાં રહેલો પ્રેમ અને વિશ્વાસ જોઇ રહીં એનાંથી રડી પડાયું અને બોલી સાથે રહીશું. સાથેજ મરીશું તારાં વિના તો હું પણ નહીં જીવી શકું નહીં મરી શકું. અત્યારે પણ હું..... આવા રૂપમાં પણ સાથ ...વધુ વાંચો

68

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-68

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-68 નીલાંગ અને નીલાંગી શીખ કપલ બનીને વિરારનાં એકાંત એરીયામાંથી નીકળી ટેક્ષીમાં બેઠાં. બંન્ને જણાં તાજાજ હોય એવાં લાગતાં હતા. શીખ પોષાકમાં કોઇને ઓળખાઇ રહ્યાં નહોતાં. ટેક્ષીવાલાએ પૂછ્યું "સરદારજી કહાઁ જાના હૈ. નીલાંગે એજ લહેકામાં જવાબ આપતાં કહ્યું અરે ભાઉ ગોરેગાવ વેસ્ટ લેલો માય ઇન્ડીયા ટેલીવીઝન ની ઓફીસે. ઓકે સરદારજી કહીને ટેક્ષીવાળાએ ટેક્ષી હાંકી અને નીલાંગી નીલાંગને વળગીને બેસી ગઇ નીલાંગી એક એક પળ નીલાંગની સાથે ગાળી રહેલી આવનાર ભવિષ્યનાં વિચારે એ વ્યાકુળ થઇ રહી હતી. એણે નીલાંગને વળગીને કહ્યું નીલુ આપણે માય ઇન્ડીયા ટીવીની ઓફીસમાં પહોચીએ પછી તું ત્યાં બધી વાત કરજે એ લોકો આપણને કેવો ...વધુ વાંચો

69

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-69

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-69 માય ઇન્ડીયા ટીવીનાં સર્વે સર્વા પોતેજ બ્રેકીંગ ન્યૂઝ રીલે કરવા તૈયાર થઇ ગયાં. નીલાંગે જ્યારે એની મૂળ ઓળખ આપી આઇકાર્ડ, પુરાવા બધુ જ એમને બતાવીને વિશ્વાસમાં લીધાં હતાં. ઘણાં સમયથી મી.કોટનીસ નીલાંગનાં સમાચાર એમનાં પેપરમાં વાંચતા હતાં વળી મી. રાનડે, મી.કાંબલેને બધાને કોટનીસ સારી રીતે ઓળખતાં હતાં. હમણાં ઘણાં સમયથી ઇન્ડસ્ટ્રીયલીસ્ટ, રાજકારણીઓ ખાસ કરીને અભ્યંકર અને એમની સરકારનાં પ્રધાનો અંગે મી. રાનડેનાં અખબારમાં ન્યુઝ આવતાં હતાં. છેલ્લાં કેટલાંક દિવસથી સરકારી ચેનલો અને એમનાં આશ્રય નીચે ચાલતાં અખબારોએ મી.રાનડે, કાંબલે ત્થા નીલાંગ પત્રકાર ભૂગર્ભમાં જતા રહ્યાનાં સમાચાર હતાં. એટલે મી. કોટનીસે જ્યારે નીલાંગ પાસેથી બધી વિગત લીધી ...વધુ વાંચો

70

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-70

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-70 માય ઇન્ડીયાનાં સર સંચાલય કોટનીશ અને મહારાષ્ટ્ના બની બેઠેલાં ભ્રષ્ટ મુખ્ય પ્રધાન અભ્યંકર વચ્ચે ઉગ્ર થઇ અત્યારે કોટનીસને પહેલાં લાલચ આપી એનાંથી કોટનીસ એક નાં બે ના થયાં એટલે ધમકીઓ આપવી શરૂ કરી પણ કોટનીસ પણ વર્ષોથી આ લાઇનમાં હતાં સામાન્ય પત્રકારમાંથી આજે પોતાની ન્યૂઝ મીડીયા કંપની ઉભી કરી આગવી ચેનલ ચલાવતાં હતાં. એમની આખાં દેશ અને પરદેશમાં એટલી શાખ હતી કે બધાં એમનાં ન્યૂઝ પર ભરોસો મૂકતાં જેથી એમની ટી.આર.પી. પણ ઘણી સારી હતી. મી.કોટનીસે નીલાંગને કહ્યું હું ઔપચારીક જાહેરાત કરી અને પછી તને લાઇવ તારે જે કહેવું રજૂ કરવુ હોય તને તક આપુ છું ...વધુ વાંચો

71

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-71 - અંતિમ ભાગ

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-71 મી.કોટનીસ અને નીલાંગ તથા અન્ય સ્ટુડીયોનાં કર્મચારીઓ આશ્ચર્ય વચ્ચે બધાં અમોલ-અનુપસિંહ વીડીયો ચાલુ છે કોઇને નથી પડતી કે આ બધુ કેવી રીતે ચાલી રહ્યું છે... આખો દેશ રસપૂર્વક સરકાર અને ઉદ્યોગપતિ કુટુબનાં ગોરખધંધાની લાઈવ ટેપ જોઇ રહ્યાં છે. હજી આગળ શું આવશે એની ઉત્સુકતા બધાનાં ચહેરાં પર છે. મી.કોટનીસને આશ્ચર્ય છે અને નીલાંગને આશ્ચર્ય સાથે આઘાત... એનું મગજ જ બહેર મારી ગયુ છે આ બહુ તો મારી પાસે ક્યાં હતું ? આ બધુ ક્યાંથી આવ્યું ? કોણ લાવ્યું છે આ ? છતાં બધાં રસપૂર્વક નિહાળી રહ્યાં છે. ટેપમાં આગળ... અનુપસિંહ હોટલનાં સ્યુટમાં પહોચી એનો ડોર ખટખટાવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો