The Corporate Evil - 55 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-55

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-55
અમોલ નીલાંગીને બાજુનાં રૂમમાં લઇ ગયો ત્યાં એકદમ શીતળતા હતી સુનકાર હતો. ત્યાં મલમલી લીલી સુંવાળી સીટ પર એને બેસાડીને કહ્યું જો આ હવે.... નીલાંગીએ કહ્યું પણ સર આટલું અંધારુ છે કંઇ દેખાતું નથી મને. નીલાંગીને મનમાં શંકાશીલ વિચાર આવવા લાગ્યાં એણે થોડાં ઊંચા અવાજે કહ્યું સર અહીંની લાઇટ ચાલુ કરો. મારે કોઇ સરપ્રાઇઝ નથી જોવી પ્લીઝ....
ત્યાંજ સામે દિવાલ પર મોટો સ્ક્રીન હતો ત્યાં વીડીયો શરૂ થયો નીલાંગીએ આષ્ચર્ય સાથે ત્યાં જોયું અને વીડીયો એવો હતો કે એ જોવામાં તલ્લીત થઇ એનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહ્યાં હતાં અને હજી એ આગળ કંઇ વિચારે એ પહેલાં જ પાછું અંધારું થઇ ગયું....
નીલાંગીએ પાછી રીતસર ચીસ જેવાં અવાજે કહ્યું આ બધુ શું છે ? એનાં જવાબમાં એનાં ચહેરાં પર હાથ આવ્યો એ કંઇ સમજે વિચારે રીએક્ટ કરે પહેલાં જ એણે ભાન ગુમાવ્યું.
***************
નીલાંગે રાનડે સરને કહ્યું "આ અભયંકર સાહેબ આવી સીધીજ લુખ્ખી દાદાગીરી કરી રહ્યાં છે. સર તમે શું જવાબ આપ્યો એ મેં બરાબર સાંભળ્યો નથી કારણ કે એમની ધમકી સાંભળી હું ખૂબજ ઉશ્કેરાઇ ગયો હતો.
રાનડે સરે ફરીથી રેકર્ડ કરેલો ઓડીયો ચાલુ કર્યો. હાય મી. રાનડે.. કેમ છો ? તમારું અખબાર હમણાંથી બહુ ટ્રેન્ડીંગમાં છે સમાચારની સાથે સાથે તમે લોકોનાં અંગત જીવનમાં વધુ ડોકીયા કરવા માંડ્યા છો ? સનસનાટી ફેલાવવા માટે અને તમારાં અખબારની ટી.આર.પી. વધારવા માટે આ શું ખેલ ખેલવા માંડ્યા છે ?
કોઇનાં જીવનમાં કંઇ બને એમાં પર્સનલી આટલો બધા હોહાપોહ શા માટે મચાવો છો ? સીધા જે ઘટનાઓ બને એનાં ન્યુઝ આપો નહીંતર..... પછી થોડીવાર પોઝ થયા પછી કહુ નહીંતર બીજા બધાં અખબાર અને મીડીયામાં તમારાં ન્યૂઝ જોવા મળશે અને એ જોવા માટે તમે હયાત નહીં હોય. આ ચેતવણી છે ધમકી નથી... અને તમારો પેલો આજકાલનો પત્રકાર શું નામ છે એનું ? જે હોય તે એને કાબુમાં રાખો જો વાત હાથથી નીકળી ગઇ તો અમારાં હાથમાંથી પણ કંઇને કંઇ નીકળી જશે એ ક્યાં ખોવાઇ જશે એનો એને વિચાર પણ નહીં આવે. આશા રાખુ કે આટલામાં સમજી જશો.
રાનડે સરે સામે જવાબ આપતાં કહેલું "સર તમે આવી રીતે આવી ભાષામાં વાત કરો શોભતું નથી હૂ તો એક સીનીયર પત્રકાર છું અમને જે ન્યુઝ મળે એની ખરાઇ કર્યા પછીજ પબ્લીશ કરીએ છીએ. લોકશાહી દેશ છે આપણો અને પત્રકારો જે સત્ય હોય એજ ઉજાગર કરીએ છીએ અને એ અમારો અધિકાર છે, તમારી ચેતવણી કે ધમકી અમે ધ્યાનમાં લીધી પણ અમે જે કરવાનું હશે એ કરીશુંજ સર તમે આજે સત્તા પર છો કાલે કોઇ બીજું હશે અમારી પત્રકારીત્વ ફરજને કોઇ ફરક નથી પડતો.
તમારી આવી સીધે સીધી ધમકી તમને વધારે મુશ્કેલીમાં મૂકી શકે છે. મારાં અખબારનાં પત્રકારો બધાંજ ખૂબજ હિમતવાન અને સાચું બહાર કાઢનારા છે અને ક્યારેય ડરીએ એમ નથી બાકી કોઇ સેવા હોયતો જણાવો. અને સામેથી ફોન કપાઇ ગયો.
નીલાંગ, કાંબલેસર, રાનડેસરે બધાએ ફરીથી આખા ફોનની વાતચીત સાંભળી, નીલાંગે કહ્યું સર એણે રીતસરની ધમકીજ આપી છે. સર તમે તમારું ધ્યાન રાખજો અને બોડીગાર્ડ વિના હવે ક્યાંય જાહેરમાં જશો નહીં.
કાંબલે સરે કહ્યું દિકરા તારે પણ ધ્યાન રાખવું પડશે મને લાગે તારી પાછળ પણ હવે વોચ રહેશે તું કંઇ પણ હવે કામ કરે સાચવી કાળજીથી કરજે.
નીલાંગે કહ્યું મારાં માટે કાલનો દિવસ ખૂબજ અગત્યનો છે મારી પાસે કાલે બધાંજ પુરાવા આવી જશે પછી ચિંતા નથી. પછી આ લોકોની એક સાથે પોલ ખુલ્લી કરીશું ન્યુઝમાં આપતાં પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરીશું પછી જોઇએ એલોકો શું કરે છે ?
રાન્ડે સરે કહ્યું "હાં હવે ધ્યાન રાખવું પડશે અહીં પ્રેસ પર પણ સીક્યુરીટી ટાઇટ કરવી પડશે. નીલાંગ તું પણ ધ્યાન રાખજે તારી રીવોલ્વર સતત તારી પાસે રાખજે. હું પણ પોલીસબેડામાં ઘણાં પ્રમાણિક ઓફીસર છે એમની સલાહ અને મદદ માંગીશ. નીલાંગ સાંભળી રહ્યો. પછી એણે રાનડેસરને પ્રશ્ન કર્યો સર તમારી આ કારકીર્દીમાં આવો પ્રસંગ પહેલીવાર બન્યો કે પહેલાં પણ આવું થઇ ચૂક્યુ છે.
રાનડે સર નીલાંગનો પ્રશ્ન સાંભળીને કાંબલે સર સામે જોયું પછી હસીને જવાબ આપ્યો નીલાંગ તારાં જેટલી ઉંમર હતી અને હું પત્રકારીત્વ ક્ષેત્રમાં આવેલો હું પણ ખૂબ સાહસીક અને નીડર હતો ઘણાં ફીલ્મી સુપરસ્ટાર અને રાજકારણી નેતાઓની સામે થયો છું ઘણી ધમકીઓ મળી છે બે-ચાર વાર મને પકડીને માર્યો છે પણ એક એવી ઘટનાં બની હતી આજથી 12 વર્ષ પહેલાં અને એજ સમયે મારો સમ્પર્ક કાંબલે સર સાથે થયો હતો.
તારી સામે ઉભા છે એ કાંબલે સર પહેલાં પોલીસમાંજ હતાં એક નેન્સી મર્ડર કેસમાં એમનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હતું. એ કેસ મેં હાથમાં લીધેલો રીપોર્ટીંગ માટે અને પોલીસ ખાતામાં કાંબલે સરનાં હાથમાં કેસ હતો. એ કેસમાં અમે છેક સુધી પહોચેલાં પણ અમને બંન્નેને સફળતા ના મળી એમાં પણ ઉદ્યોગપતિજ સંકળાયેલો હતો અમને ધમકી મળી હતી અને એક બનાવટી છટકામાં કાંબલે સરને એમનીજ ઓફીસમાં ફસાવેલા મને બધીજ સત્યની ખબર હતી મને ખબર હતી કાંબલે સર નિર્દોષ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં એમનાં પર કેસ દાખલ થયો જે હજુ ચાલુ છે પણ એ સમયથી અમે દોસ્ત બની ગયાં અને સાથે કામ કરવા લાગ્યાં.
એમનાં પોલીસ અને બીજી એજન્સીઓ સાથેનાં સંબંધો નીડરતાએ આપણને આપણાં અખબારને આ સ્થિતિએ પહોચાડયા છે. કાંબલે સરને સાથ મને ખૂબ ફળ્યો છે.
કાંબલે સરે કહ્યું "આતો ઋણાનુંબંધ છે અને અરસપરસ છે મને ખૂબ સારા માણસ અને મિત્ર મળી ગયાં છે સાહસિક તથા નીડર છે. તારાં આવ્યાં પછી તો આપણું અખબાર એકદમ ટોચ પર છે.
નીલાંગે કહ્યું સર હું પણ અહીં કામ કરીને ગૌરવ અનુભવું છું આપણી પ્રેસની ટીમ ખૂબજ મજબુત છે અહીં તો જેટલાં માણસ રાખ્યા છે બધાં વફાદાર છે.
કાંબલે સરે નીલાંગને કહ્યું તું કાલે પુરાવા લેવા જાય સાવચેતી રાખજે કોઇ ગરબડ ના થાય. હજી આ લોકો વાતો કરે છે અને ત્યાંજ નીલાંગનો ફોન રણકી ઉઠ્યો એણે સ્ક્રીન પર જોયું તો પરાંજપે છે એણે રાનડે અને કાંબલે સર સામે જોયું અને બોલ્યો સર પરાંજપે નો ફોન છે અત્યારે ? પછી એણે ફોન ઉઠાવ્યો.
સામેથી પરાંજપે બોલી રહેલો "નીલાંગભાઇ તમે અત્યારેજ આવી જાવ હું તમને એવીડન્સ સોંપી દઊં સ્થિતિ બદલાઇ ગઇ છે કંઇ આગળ અણધારેલું થાય પહેલાં આવી જાવ મારો જીવ પણ જોખમમાં છે તમે એ કીટલી પરજ આવી જાવ તાત્કાલીક બને તો કાર લઇને આવજો બાઇક પર ના આવતા.
નીલાંગે કહ્યું "ઓહ કંઇ નહીં હું તાત્કાલીક પહોચું છું. તમે ચિંતા ના કરો હું દેશપાંડે સરને ફોન કરી દઊં છું પરાંજયપેએ કહ્યું અરે સર મારી સાથેજ છે તમે આવો પછી વાત કરું તાત્કાલીક આવજો પ્લીઝ.
નીલાંગે બંન્ને સરને વાત કરી અને રાનડે સરે કહ્યું. તું પ્રેસની ગાડી- લઇને જા... એક મીનીટ પ્રેસની નહીં પણ મારી ખાનગી કાર લઇજા. ત્યાં કાંબલે સરે કહ્યું સર નીલાંગને એકલો નથી મોકલવો મારી ગાડીમાંજ અમે જઇએ છીએ અને તેઓ આગળ સતત સંપર્કમાં રહેશે કહીને કાંબલે સરની ગાડીમાં પરાંજપે પાસે જવા નીકળી ગયાં....
*************
નીલાંગી કંઇ બોલે વિચારે પહેલાંજ એનાં ચહેરાં પર એક હાથ આવ્યો અને એની નાકમાં તીવ્ર વાસ આવી અને એ બેહોશ જેવી થઇ ગઇ. એને ઉંચકીને નીચે મલમલની જાજમ પર સૂવાડી દીધી.
લગભગ બે કલાકમાં પછી નીલાંગીનાં શરીરમાં ખૂબ કળતર થતું હતું એણે ધીમે રહીને એની આંખ ખોલી એનાં શરીર પર એકપણ વસ્ત્ર નહોતું. એને અંધારામા ખ્યાલ નહોતો આવી રહ્યો . એને થયું અમોલ સાચેજ પિશાચ નીકળ્યો એણે મારુ શિયળ લુંટ્યું નીલાંગ સાચોજ હતો. અને રૂમમાં ધીમો ઓછો પ્રકાશ થયો એણે સામે જોયું જે વ્યક્તિ બેઠી હતી એ ફાટી આંખે જોઇ રહી....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-56

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED