ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-43
નીલાંગીનું આજનું કામ પુરુ થયું અને એણે તલ્લીકા મેમની રજા લીધી. તલ્લીકા મેંમે કહ્યુ નીલાંગી મારો કાલે છેલ્લો દિવસ છે તારે જે કંઇ પૂછવું હોય સમજવું હોય કાલે પૂછી લેજે મને વિશ્વાસ છે તને બધી વાત સમજાઇ ગઇ છે આગળ તારેજ કરવાનું આવશે. એમણે તારેજ કરવાનું આવશે એ વાક્ય પર ભાર મુક્યો અને હસ્યાં. પછી કહ્યું "બેસ્ટ લક.
નીલાંગી એમની પાસેથી નીકળી.. ના પાડવા માટે અમોલની ચેમ્બરમાં ગઇ અને પૂછ્યું "મે આઇ કમીંગ સર ? અને અમોલનો ફોન ચાલુ હતો એણે હાથનાં ઇશારાથી અંદર બોલાવી.
નીલાંગી થેંક્સ કહીને અંદર જઇને અમોલની સામેની ખુરશી પર બેસી ગઇ. અમોલ ફોનમાં વાત કરી રહેલો "હાં હાં મે તેમને કહ્યું પ્રોજેક્ટ પાસ થઇ ગયો છે અને એનાં પર કામ પણ ચાલુ થઇ ગયું છે અને શ્રોફ સરે આપણી ફાઇલ પણ મૂકી દીધી છે. ફાઇનાન્સની બધી એરેન્જમેન્ટ પણ ફાઇનલ છે બસ હવે એપોઇન્ટમેન્ટ ફાઇનલ કરુ છું કાલ સુધીમાં હાં હા.. 35 થી 50ની વચ્ચે તો હું આપીશ કંઇ વાંધો નથી એ પ્રમાણે કામ પણ લઇશ ને પછી.... હાં હાં - કરતો ફોન મૂક્યો. અમુક વાત અધ્યાહારમાં કરી પછી નીલાંગીની સામે જોઇને કહ્યું" યસ નીલાંગી તે વિચારીને નિર્ણય લઇ લીધો છે ને ?
અમોલ કહ્યું તું અને કિરલોસ્કરમાંથી એક જણ આવે છે તું ફાઇનલ કરી દે એટલે કામ આગળ ચાલે. અત્યારે માણસોની અછત નથી બધાં કામ કરવા ભલામણ લાવે છે પણ મારે વિચારીને નિર્ણય લેવાનો છે મારાં માટે આ પ્રોજેક્ટ વધુ ઈમ્પોર્ટન્ટ છે.
નીલાંગીએ કહ્યું "સર નોકરી મારે કરવાનીજ છે હું અહીં કરું કે શ્રોફ સરને ત્યાં. કામ ખંતથી કરીશ વિશ્વાસમાં ક્યારેય ખોટ નહીં આવે પણ... મારે એક સ્પષ્ટતા કરવી છે.
અમોલે કહ્યું "બોલ શું વાત છે ? નીલાંગીએ કહ્યું સર.... હું કામથી કામ રાખીશ મને પાર્ટીને બધુ ઓછું ફાવે છે અને મારાં અમુક એથીક્સ છે એમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું કામમાં પાછી નહીં પડું એની ફરિયાદ નહીં મળે. હું સામાન્ય ઘરની છોકરી છું મને કોઇ એવાં અનુભવ નથી ક્યાંય ગઇ નથી. કામથીજ મતલબ છે.
અમોલ થોડીવાર એની સામે જોઇ રહ્યો અને બોલ્યો. તેં સ્પષ્ટતાં કરી સારું જ કર્યુ. કંપનીમાં કામ કરવા માટેજ માણસો લેવાય છે. રહી વાત પાર્ટીની કે ટુરની એમાં તને માફક ના આવે તો ઠીક છે પણ એનાં અંગેની તૈયારી કે કામ તારે જોવું પડશે એતો કંપનીનાં બીજા ઓફીસરને લઇ જઇશ. પછી તને માફક આવે તો આવજે નહીંતર કંઇ નહીં તારાં ઉપર નિર્ભર કરે છે કારણ કે સેલેરી ઉપરાંત બીજા ભથ્થા - સવલતો અને એન્ટરટટેઇન્મેન્ટ મળે છે જેની બધાં રાહ જોતાં હોય છે છતાં તારી મરજી. બાકી હજી વિચારીને કહેવું હોય તો વિચારી જો. કોઇને પૂછવાનું હોય સલાહ લેવી હોય લઇ જો પણ હું કાલે તો ફાઇનલ કરી દઇશ.
નીલાંગીએ કહ્યું "સર મને બધી ડીટેઇલ્સ આપી દો. આજે ઘરે પણ ચર્ચા કરીશ આઇ બાબા સાથે અને મારાં મિત્ર સાથે ચર્ચા કરીશ કાલે જવાબ આપી દઇશ.
અમોલે કહ્યું બેઝીક 35k પગાર જે 50 સુધી પર્ક્સ પ્રમાણે મળશે બીજા લાભ જુદાં. પાર્ટી એટેન્ડ કરવાની હોય તો એનાં ખર્ચા જુદા મળશે. તું વિચારી જો પછી કાલે કહેજો. આવી જોબ માટે લાઈન હોય છૈ પણ શ્રોફ સરની ભલામણ તારું કામ કરવાની ખંત જોઇનેજ તને ચાન્સ આપું છું.
નીલાંગીએ થેંક્સ કહીને કહ્યું. ઓકે સર કાલે ફાઇનલ જવાબ આપીશ આમ પણ તલ્લિકા તેમનાં છેલ્લો દિવસ છે એટલે કામ સમજી મારે ફાઇલો લેવાની છે. અમોલે કહ્યું "ઓકે અને નીલાંગી બહાર નીકળી ગઇ.
અમોલ એને પ્યાસ ભરી નજરે જોતો જોઇ રહ્યો અને મનમાં વિચારી કરીને હસવા લાગ્યો.
**********
નીલાંગે પરાંજપે સાથે વાત કરી અને પરાંજ્પે એ એને ખૂબજ ખાનગી અને અગત્યની માહિતી આપી અને નીલાંગે કહ્યું "સર થેંક્યુ તમારાં અને દેશપાંડે સર જેવાં માણસોથી હજી આ તંત્ર ટકી રહ્યુ છે વિશ્વાસ જળવાઇ રહ્યો છે. સર હવે તમે કહો ત્યારે આવું જરૂરી પુરાવા વિના મારાથી આગળ નહીં વધાય. મળેલી રકમ અને એનાં સ્પષ્ટ પુરાવાજ મારું કામ આસાન કરશે. અને આ માહિતી મારાં સિવાય કોઇ પાસે નહીં જાય એ પ્રોમીસ આપું છું.
પરાંજયે પાસે કામ પુરુ કીરને નીલાંગ પાછો ઓફીસ આવી ગયો એની કેબીનમાં બેસીને એ રીપોર્ટ લખવા બેઠાં અને પુરાવા માટે હજી કાલનો દિવસ રાહ જોવી પડશે એ સમજી ગયેલો એને વિચાર આવ્યો આવતી કાલે બધું મળી જાય તો મારું બધું કામ પાકુ થઇ જાય પછી જોઊં છું કેવી રીતે છટકે છે ?
અને ત્યાં સત્યાનો ફોન આવ્યો "સર સવારનાં ગયેલા પેલાં નીલાંગી મેમ અને એમની સાથેનો માણસ ઓફીસ પાછા આવી ગયાં છે બાકીની અવર જવરનાં રીપોર્ટ અને ફોટાં પણ તમને મોકલી આપુ છું અને સવારે તમારી ઓફીસ રૂબરૂ મળું છું.
નીલાંગે કહ્યું ઓકે એ વિચારમાં પડી ગયો કે નીલાંગી આખો દિવસ એનાં કલીગ સાથે ક્યાં ગઇ હતી ? આજે એને રૂબરૂજ મળુ છું અને બધાં ખુલાસા કરી લઊં છું ક્યાં શું રધાય છે જાણવું પડશે. એમ વિચારી નીલાંગીને ફોન કર્યા પહેલી જ રીંગે નીલાંગીએ ફોન ઉઠાવ્યો.
હાં નીલુ બોલ... હવે છૂટીશ અહીંથી તું આવે છે ને ? હું રાહ જોઇશ. નીલાંગીએ કહ્યું "હાં રાહ જો હું આવુજ છું. અને નીલાંગ નીલાંગીને લેવા માટે નીકળ્યો.
***********
નીલાંગીનાં નીકળ્યા પછી અમોલે સીધો શ્રોફને ફોન કર્યો "સર નીલાંગીની ઇચ્છાતો ઘણી છે પણ એ કહે છે કે મારાં એથીક્સ છે પાર્ટી બધામાં જતી નથી અનુભવ નથી આ છોકરી યોગ્ય છે ?
શ્રોફે કહ્યું "અમોલ એ છોકરી કાલે હા જ પાડવાની છે હજી આવીને મારી સાથે પણ ચર્ચા કરશે. છે સાદી સીધી સામાન્ય ઘરની પણ પૈસાની ખૂબજ જરૂરિયાત છે સાવ ઘસાઇ ગયેલું કુટુંબ છે આટલાં પૈસા એને ક્યાં મળવાનાં ? અને હું પણ મારાં પ્લાન પ્રમાણે આજે એની સાથે વાત કરું છું આપો આપ હા પાડવા માટે દબાણ આવશે. એ આવી ગઇ આપણે પછી વાત કરીએ એમ કહીને ફોન મૂક્યો.
શ્રોફે ચેમ્બરનાં કાચમાંથી અને સીસીટીવીમાં જોયુ નીલાંગી અને વિશ્વનાથ ઓફીસમાં આવી રહ્યાં છે એણે પ્યુનને કહ્યું "બંન્નેને મારી ચેમ્બરમાં મોકલ. અને નીલાંગી ત્થા વિશ્વનાથ એમની ચેમ્બરમાં આવ્યાં.
શ્રોફે નીલાંગીની સામેજ ના જોયું અને વિશ્વાનાથને કહ્યું વિશુ કાલનો તારો દિવસ અમોલ સરની ઓફીસમાં ભરાશે તું હવે સીધો ત્યાંજ જજે અહીંથી રીલીવ કરુ છું અમોલ સરની નવી ઓફીસમાં તને એપોઇન્ટમેન્ટ મળી જશે. અહીંની ફાઇલો અને કામ ભાવેને હેન્ડઓવર કરી દેજે બાકીનું હું જોઇ લઇશ. તારો સેલેરી બધુજ તને જણાવી દીધુ છે ને ?
વિશ્વનાથે કહ્યું "સર તમારી ભલામણે મારું ખૂબ મોટું કામ કરી આપ્યું છે સર ખૂબ હેન્ડસમ સેલેરી ઓફર થઇ છે સરર... તમારો આભાર માંનું એટલો ઓછો છે એમ કહીને શ્રોફનાં પગે પડીને આભાર માન્યો. શ્રોફે બેસ્ટ લક કહીને જવા કહ્યું.
વિશ્વનાથ બહાર નીકળી ગયો પછી શ્રોફે કહ્યું " તારી ઇચ્છા હતી એમ મેં તારી પણ ભલામણ કરી છે અને અહીં આપણી ઓફીસમાં તારી જગ્યાએ ભાવેની ભત્રીજી એપોઇન્ટ કરી દીધી છે તને પણ ત્યાં ખૂબ સારી ઓફર મળી હશે.
નીલાંગી બે ઘડી શ્રોફ સર સામે જોઇ રહી પછી બોલી "સર મને અહીં રીલીવ કરી દીધી ? સર ત્યાં કામ કરવું છે ઓફર્સ સારી છે પણ હું મારાં એથીક્સ જાળવીશ મેં સ્પષ્ટ કર્યુજ ખંતથી કામ કરીશ પણ પાર્ટી-ટુર....
નીલાંગી આગળ બોલે પહેલાં શ્રોપે કહ્યું "અરે તારાં એથીક્સ જાળવજો આપણે કામજ કરવુ છે ને. એને પાર્ટી ટૂર એમ થોડુ તરત જવાનું છે ? આતો કદાચ ભવિષ્યમાં થાય તો... એ સમયે તારી મરજી પ્રમાણે કહી દેજે. બાકી આવો ચાન્સ નહીં મળે મને પેલા કીર્લોસ્કરનાં મેનેજરનો ફોન હતો જેની ફાઇલ તેં જોયેલી છે અને એનાં રેફરન્સથી કોઇ છોકરી છે એના માટે પણ મને ભલામણ કરવા કહ્યું પણ જ્યાં સુધી તારુ થાય ત્યાં સુધી સારું... તારી જીંદગી બદલાઇ જશે. તને ખ્યાલ આવશે આ મુંબઇની દુનિયા કેવી છે.
નીલાંગીએ પણ વધુ ચર્ચા વિના થેંક્સ કહીને નીકળી ગઇ અને બહાર આવી ત્યાં નીલાંગની સાથે વાત કરી નીલાંગ આવી ગયો અને નીલાંગીનું મોં પડેલું જોયુ એવાં પૂછ્યુ ? શું થયું ? કેમ આમ ચિંતામાં અને ઉદાસ છે ?
નીલાંગીએ કહ્યું કંઇ નહી... નીલાંગે પૂછ્યુ તું તારી ઓફીસની કારમાં કોઇ ની સાથે ક્યાં જાય છે ? નીલાંગી એ ગુસ્સાથી નીલાંગ સામે જોયું અંને બોલી...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-44