ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-69 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-69

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-69
માય ઇન્ડીયા ટીવીનાં સર્વે સર્વા પોતેજ બ્રેકીંગ ન્યૂઝ રીલે કરવા તૈયાર થઇ ગયાં. નીલાંગે જ્યારે એમને એની મૂળ ઓળખ આપી આઇકાર્ડ, પુરાવા બધુ જ એમને બતાવીને વિશ્વાસમાં લીધાં હતાં. ઘણાં સમયથી મી.કોટનીસ નીલાંગનાં સમાચાર એમનાં પેપરમાં વાંચતા હતાં વળી મી. રાનડે, મી.કાંબલેને બધાને કોટનીસ સારી રીતે ઓળખતાં હતાં.
હમણાં ઘણાં સમયથી ઇન્ડસ્ટ્રીયલીસ્ટ, રાજકારણીઓ ખાસ કરીને અભ્યંકર અને એમની સરકારનાં પ્રધાનો અંગે મી. રાનડેનાં અખબારમાં ન્યુઝ આવતાં હતાં. છેલ્લાં કેટલાંક દિવસથી સરકારી ચેનલો અને એમનાં આશ્રય નીચે ચાલતાં અખબારોએ મી.રાનડે, કાંબલે ત્થા નીલાંગ પત્રકાર ભૂગર્ભમાં જતા રહ્યાનાં સમાચાર હતાં. એટલે મી. કોટનીસે જ્યારે નીલાંગ પાસેથી બધી વિગત લીધી આખી પરિસ્થિતિ સમજ્યાં બધાં પુરાવા જોયાં પછી વિશ્વાસ આવી ગયો કે આ અભ્યંકર સરકારનું ષડયંત્ર છે અને એમનાં મળતીયા ઓદ્યોગીક લોબીની એમાં સંડોવણી છે પછી એમણે રાત્રીનાં 10 વાગ્યાના સુમારે બધાં બ્રેકીગ ન્યુઝમાં સનસનાટી ભર્યા સમાચારો પ્રસારીત કરવાનું નક્કી કર્યું નીલાંગ એમને બધાં પુરાવા બતાવીને એમના ન્યુઝ માટે લીંક અપ કરી આપી રહેલો.
રાત્રીનાં 10 વાગ્યાં અને જાણે દેશભરમાં બધાં ટીવી માય ઇન્ડીયાનાં બ્રેકીંગ ન્યુઝ સાંભળવા તૈયાર થઇ ગયાં. બધી રેસ્ટોરન્ટ હોટલ, રેલ્વે સ્ટેશને, જાહેર માર્ગો. ટીવી, શોપ્સ, ઘેર ઘેર બધાં શું સનસનાદટી ન્યુઝ આવે છે એની રાહ જોવા લાગ્યાં. મી.કોટનીસ ટીવી પર આવ્યાં. એમનું કાયમી ટ્રેડમાર્ક જેવું સ્મીત ચહેરાં લાવીને બોલ્યાં, મારાં દેશવાસી મિત્રો મારુ માય ઇન્ડીયા ટીવી ન્યુઝ ચેનલ પર તમને બધાને ભરોસો છે. અમારી હરીફ ન્યુઝ એજન્સીઓ ને પણ સંપૂર્ણ ભરોસો છે કે અમે જે ન્યૂઝ પ્રસારીત કરીશું. એ સંપૂર્ણ સાચાં અને પુરાવા સાથેનાં હશે.
એ પછી એમનો ચહરો ગંભીર થઇ ગયો અને પછી બોલ્યાં હવે આ પછી જે પત્રકાર આ કામ પાછળ દિવસરાત લાગેલો પોતાનાં જીવની પરવા કર્યા વિના તમારાં સુધી સાચા સમાચાર પહોંચે અને ષડયંત્રી સરકાર અને બીજા વ્યભીચારી ઉદ્યોગપતીઓનાં કાળા કરતૂત અને એમનાં ગંદા કામ અને ચહેરાં ઉઘાડાં પાડવા જઇ રહ્યો છે એ પોતેજ હવે તમને સ્ક્રીન પર દેખાડશે અને એકપછી એક પુરાવા તમારી સમક્ષ રજૂ કરશે. અમારાં સ્ટુડીયોનાં રક્ષણ માટે પણ અમે રાજ્યપાલ અને કેન્દ્ર સરાકરને આ ન્યૂઝ રીલીઝ પહેલાં મદદની માંગણી કરી છે. જેથી સરકારી દળની પોલીસ અમારાં સ્ટુડીયો પર આવી પહોચી છે જેથી અમે કોઇનાં પણ ડર વિના અહીથી સાચાં સમાચાર પુરાવા સાથે પ્રસારીત કરી રહ્યાં છીએ.
જ્યાં જ્યાં ટીવી જોવાતું હતું ત્યાં દરેક જગ્યાએ ચૂપકીદી છવાઇ ગઇ હતી રોડ પર ટ્રાફીક થંભી ગયેલો બધાં પોતપોતાનાં સ્માર્ટ મોબાઇલનાં સ્ક્રીન પર લાઇવ ન્યુઝ જોઇ રહેલાં ટીવીની દુકાનોમાં રેલ્વે સ્ટેશન, રેસ્ટોરાં બધેજ લોકોની ભીડ જામી ગઇ હતી બધાં ઉત્સુકતાથી બસ આ સમાચાર જોવા જાણવા માટે ઉભાં રહી ગયાં હતાં.
મી.કોટનીસે પહેલાં મી.રાનડે, મી.કાંબલે અને નીલાંગીની તસ્વીરો ટીવી પર મૂકી અને એમની ઓળખાણ આપી કે આપણાં મુંબઇનાં "ધ ઇવનીંગ સ્પોટ"નાં આ માલિક, એડીટર અને આસી.એડીટર પત્રકાર નીલાંગ છે જેણે અનુપ ઇન્ડસ્ટ્રીઝમાં મી.અનુપની વાઇફ અનિસાની કહેવાતી આત્મહત્યા અંગે એમનાં અખબારમાં ઘણી બધી સાચી સ્પષ્ટતા એ આપી હતી.
વળી અભ્યંકર સરાકર અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ છોકરીઓનું શોષણ અને વ્યભીચારમાં સાથ લેવા માટે ઉદ્યોગ સ્થાપવા માટેનો ભ્રષ્ટાચાર લાખો કરોડો, રૂપિયાની હેરફેર એનાં સજ્જડ પુરાવા સાથે આજે મી.નીલાંગ આપ સહુની સમક્ષ હાજર થયો છે.
અભ્યંકર સરકાર વિરૂધ્ધનાં પુરાવા નીલાંગ અને એનાં સાહેબો પાસે આવી ગયાં હતાં એવી ખબર પડતાંજ અભ્યંકર સરકારની મીશનરી અને પોલીસ એ લોકોની પાછળ પડી ગઇ હતી. આજે અમારાં સ્ટુડીઓમાં બધાંજ પુરાવા સાથૈ નીલાંગ હાજર છે.
આ બાજુ અભ્યંકર સરકારમાં સોંપો પડવા સાથે ચહલ પહલ ખૂબ વધી ગઇ હતી. નીલાંગ કોઇપણ પુરાવા રજૂ ના કરે એનાં માટે માય ઇન્ડીયા ન્યુઝ એજન્સીનાં સ્ટુડીયો પર મી.કોટનીસ પર ફોન-સંદેશા આવવા માંડ્યા અભંયકર સરકાર ટીવી પર લાઇવ ન્યુઝ જોઇને ભડકી હતી. મી.અભ્યંકર મી.કોટનીસને સીધોજ ફોન કર્યો.
અભ્યંકરે કહ્યું "મી.કોટનીસ હું આ બધું શું સાંભળી જોઇ રહ્યો છું ? તમને ખબર પણ છે કે એ નીલાંગ ભાગેડું છે એણે અમારી વિરોધી પાર્ટી પાસેથી પૈસા ખાધા છે અને નકલી પુરાવા ઉભા કર્યા છે તમે અમને જાણ કર્યા વિના આવો ન્યુઝ લાઇવ કેવી રીતે પ્રસારીત કરી શકો ? તમે તાત્કાલીક રીતે ન્યુઝ બંધ કરો મેં મારાં સેક્રેટરીને તમને રૂબરૂ મળવા મોકલ્યો છે. મેં બીજા કોઇને નહીં પણ જાતે જ એટલે તમને ફોન કર્યો છે. આ ન્યૂઝ બંધ કરાવો.
અભ્યંકરે મી.કોટનીસને પહેલા સમજાવવાનો પ્રયત્ન કર્યો કોટનીસે કહ્યું પણ મારી પાસે સાચાં અસલ પુરાવા સાથે નીલાંગ અહીં આવ્યો છે અને હું સત્યને કેવી રીતે દબાવી શકું ?
અભ્યંકર કહ્યું સાચાં પુરાવા ? તમે પહેલાં ચકાસણી કરો આ બધું મારાં વિરૂધ્ધનું ષડયંત્ર છે મારી સરકારને પાડી દેવા માટે વિરોધીઓ પ્રયાસ કરી રહ્યાં છે તમે સમજો હું કોઇને સફળ નહીં થવા દઊં.
પછી અભ્યંકરે સીધીજ ઓફર મૂકી. મી.કોટનીસ આ સમાચાર કોઇપણ હિસાબે બંધ કરો હું તમને 200 કરોડ આપવા તૈયાર છું તમે કહો એ રૂપમાં કહો ત્યાં પ્લીઝ અમારી સરકાર પડે નહીં એ જોવાનું છે મારે.
કોટનીસ કહ્યું આ તમારી ઓફરથી હવે મને પાકો વિશ્વાસ થઇ ગયો છે કે નીલાંગ સાચો છે અને તમે મને ખરીદવા માંગો છો ? છેલ્લા 30 વર્ષથી હું સેવા આપુ છું મારું નામ છે અને મારી ન્યૂઝ એજન્સી પર આખાં દેશને વિશ્વાસ છે એમ મારી કિંમત કરીને મને વધારે અપમાનીત ના કરશો. અભ્યંકરે છેલ્લો દાવ નાંખતો હોય એમ કહ્યું મી.કોટનીસ તમને કિંમત ઓછી પડે છે ? ચાલો 400 કરોડ ડબ્બલ રકમ આપવા તૈયાર છું આટલી રકમમાં તો તમે આવી બીજી 40 કંપની સ્ટુડીઓ ખોલી શકશો. આવી ઓફર કદી નહી મળે વિચારો સત્યવાદી થવા ના જાવ નહીંતર પછી.. પછી લુખ્ખી દાદાગીરી કરતાં કહ્યું મી.કોટનીસ નહીંતર મજબૂર થઇને તમારો જીવ.. તમે જીવતાંજ નહીં હોવ તમારી ફેમીલી તમારો દીકરો બધાં જીવથી જશો.
પછી. મી. કોટનીસનો પિત્તો ગયો એમણે કહ્યું એય અભ્યંકર તું શું સમજે છે તારાં મનમાં ? તારાં જેવાં ભ્રષ્ટ અમે લફંગા માણસથી હું ડરી જઇશ ? હજી પાંચ વરસ પહેલાં સુધી એક ચાલમાં સડતો હતો તારો બાપ શું ધંધા કરતો હતો ? તારો બાપ રંડીઓ વેચતો હતો અને તે શું કર્યુ છે ? લુખ્ખાગીરી કરી છે આખી જીંદગી સાલા અભ્યંકર નસીબનો જોરે મુખ્ય પ્રધાન થઇ ગયો છે એ તારો બાપ કાકા સાહેબ થઇને હજીએ શું ધંધા કરે છે એનાં પણ વીડીયો મારી પાસે છે તારાં બધાં રોકડ વ્યવહાર બધાં અમારી પાસે છે અને હજી તો તું જો તેં કરેલાં કાળા કામ તું ભૂલી ગયો હોઇશ એ પણ હજી તાજા કરાવીશ તું શું મને પૈસા આપતો હતો. મારી હવે પછીની ટી.આર.પી.જ મને કરોડો કમાવી આપશે આગળ હવે મારાં ખેલ જો. તેં ખોટું કરીને ભેગું કર્યું. હવે તો તારું ખોટું કરેલું બધાને બતાવી સાચી રીતે હું ભેગું કહીશ જો તું ડર બીજાને બતાવજે તારી ધમકીઓથી હું ડરતો નથી મારું ફેમીલી મારો દીકરો એકદમ સુરક્ષીત છે કેન્દ્રની પોલીસમેં પહેલાંજ બોલાવી લીધી હતી હવે લાઇવ ન્યુઝ જો ફોન મૂક સાલા....
એમ કહીને ઉશ્કેરાયેલાં કોટનીસે ફોન કાપ્યો નીલાંગ લાઇવ ટીવી પર આવી ગયો હતો એણે ટીવીની સામેજ પોતાનો વેશભૂષા કરેલો ચહેરો સાફ કરવા માંડ્યો સરદારજીની પાઘડી-દાઢી મૂછ કાઢ્યાં અને ટીવીની સામે હાજર થયો અને તરતજ.......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-70