ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-26 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-26

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-26
નીલાંગે કહ્યું નીલો આપણે એક પૈસો ચૂકવવાનો નથી બધીજ ગીફ્ટ છે એશ કર અને કરાવ એમ કીધુ અને નીલાંગીએ કહ્યું ઓહો એમ વાત છે તો લે આ ત્રીજુ ટીન ખોલ હવે તો મને પણ મજા આવી ગઇ છે. નીલાંગે એની સામે જોઇને કહ્યું શું વાત છે નીલો ? તારી કેપેસીટી તો ઘણી છે હું તો હજી વિચાર કરતો હતો કે ત્રીજુ ટીન પછી ખોલીશ પણ તું તો ઘણી તૈયાર છે.
આજે પહેલીવાર કે પછી ક્યારેક ઠઠાડ્યું છે ખાનગીમાં ? તારાં પાપા તો પીએ છે મને ખબર છે એમનાંમાંથી ક્યારેક ભાગ નથી કર્યો ને ? લાવ આપ મને ત્રીજુ ટીન.
નીલાંગીએ ગુસ્સો કરતાં કહ્યું "ના હવે વાંદરા મેં ક્યારેય પીધુ નથી ક્યારેય સ્પર્શ નથી કર્યો અને પાપા ઘરમાં નથી પીતા ક્યારેક દોસ્તો સાથે પીને આવે છે.. કેમ આવું બોલે છે ?
નીલાંગે ક્યુ "અરે ડાર્લીંગ તું તો ખરાબ લગાડે છે હું તો મજાક કરતો હતો પણ તું રેસીસ્ટ કરી શકે છે સારું છે મને કાયમની કંપની મળી ગઇ એમ કહીને નીલાંગીને પોતાની અડોઅડ બેસાડી દીધી બંન્નેનાં તન એકબીજાને વીંટાળાયેલા હતાં અને બીયરની મજા લઇ રહેલાં.
નીલાંગીએ કહ્યું "અત્યારે આપણને કેટલી શાંતિ અને નિશ્ચિંતતાં છે ભાગદોડ નહીં એ ખોલી જેવી રૂમનાં ગોદડામાં નહીં ભવ્ય રૂમમાં કેવી મસ્ત મજા કરીએ છીએ. તારી મહેનત કંઇક અનોખી રંગ લાવી છે પણ નીલું તે એવું કેવી રીતે કર્યું એતો તેં મને કીધુજ નથી ડીટેઇલમાં કહેને તું કેવી રીતે જાણી લાવ્યો અને આગળ શું કરીશ ?
નીલાંગે બંગલામાં કેવી રીતે પ્રવેશ લીધો અને રસોઇયાને પટાવ્યો એવી બધી વાત કરી... રેકોર્ડીંગ બધુ કર્યુ પછી આગળનાં પ્લાન માટે બોલ્યો હવે આગળ જેમ સ્કૂરશે એમ કામ કરીશ.
નીલાંગે કહ્યું "વાહ મારાં ડીટેક્ટીવ.. તારે તો જર્નાલીસ્ટ બનવા કરતાં ડીટેક્ટીવ થવાનું હતું અસ્સલ એવું કામ કરી આવ્યો છું અને તને કદર પણ મળી તારાં બોસની એ બહું સારું કહેવાય તારી કિંમત કરી તારો લાભ ના ઉઠાવ્યો. પણ નીલું તું કાયમ સાવધ રહેજે આ સ્વાર્થી દુનિયામાં કોઇ કોઇનું નથી હોતું પ્લીઝ.
નીલાંગે સાંભળીને કહ્યું "પણ તું તો મારી છે ને ? પછી મને ક્યાં કોઇ ફીકર છે ? નીલો તારો સાથ અને પ્રેમ મને બધુ કરવા પ્રેરે છે મારી સફળતા પાછળ માત્ર તુંજ છે અને આઇનાં આશીર્વાદ પણ તું બીયરનો નશો ના ઉતાર મને મસ્ત ફેક ચઢ્યો છે મૂડ આવી ગયો છે ફરીથી આવ...
નીલાંગીએ કહ્યું "તેં મારાં મનની વાત કીઘી હું પણ હવે આ મૂડમાં થનગની રહી છું લે તારામાંજ આવી ગઇ એમ કહીને બંન્નેનાં દેહ ફરીથી જોડાયાં.. ફરી પ્રેમ ક્રીડા ચાલુ થઇ અને રતિક્રીડામાં પરીણમી બંન્નેનાં માત્ર શ્વાસનાં અવાજ હતાં. મસ્ત ઠડક હતી બંન્ને દેહ ગરમ થયેલાં અને ફરીથી રતિક્રીડામાં પરોવાઇ આનંદ લૂંટી રહેલાં....
સંતૃપ્તીના ઓડકાર સાથે શિથિલ થયાં અને બંન્ને જણાં મૂર્તિ બનીને પડી રહ્યાં. નીલાંગીનાં ચહેરાં પર સંતોષનું તેજ હતું ખૂબ આનંદીત થયેલી એણે નીલાંગને ચૂમીને કહ્યું ચાલ હવે બીજો પણ આનંદ લૂટીએ. તને મળેલી ગીફ્ટ પૂરે પુરી વસૂલીએ તૈયાર થઇને નીચે હોલમાં જઇએ લોકો શું કરે છે ? કેવો આનંદ લૂંટે છે જોઇએ આવુ બધું જોવા ક્યાં મળવાનું વારે વારે ? આ કોઇ જુદીજ દુનિયા છે જેનો તેં આજે અહેસાસ કરાવ્યો ચલ તૈયાર થઇ જઇએ.
નીલાંગે કહ્યું "તું વોશરૂમમાં જઇ ફ્રેશ થઇ તૈયાર થઇને આવ પછી હું તૈયાર થઊં છું અને નીલાંગી ઉઠીને વોશરૂમમાં ગઇ ફ્રેશ થઇને આવી અને આરામ કરી રહેલાં નીલાંગનાં કપાળને ચૂમીને કહ્યું "એય મારાં રાજા.. જા તું ફ્રેશ થઇ તૈયાર થઇ જા ત્યાં સુધી આ સ્ટુપીડ બોક્ષમાં શું આવે છે એ જોઊં છું કહીને ટીવી ઓન કર્યું.
નીલાંગ ફ્રેશ થઇને બહાર આવ્યો અને તૈયાર થઇ ગયો એણે પોતાનું પાઉચ ચેક કરીને સાથે લીધુ અને પછી કહ્યું ચાલ મારી રાણી હવે નીચે જઇએ અને લોકોનાં જલ્સા જોઇએ અને આપણે પણ કરીએ.
બંન્ને જણાં બધુ ચેક કરીને રૂમની બહાર નીકળ્યાં લોક કરીને કાર્ડ ખીસામાં મૂકયું અને લીફ્ટ તરફ ગયાં. લીફ્ટથી સીધાં નીચે પહોચ્યાં કાઉન્ટર પર કાર્ડ સોંપ્યું અને નીલાંગે ત્યાં વાત કરીને પેલાએ સામેનો ડોર બતાવીને કહ્યું આપ ત્યાં હોલમાં જાવ ત્યાં તમારું ટેબલ નં. 9 રિઝર્વ્ડ છે ત્યાં બેસીને તમે ડીનર, ડ્રીંક કંઇ પણ લઇ શકશો અને ચાલુ છે પ્રોગ્રામ એ પણ જોઇ શકશો તમારે ડાન્સ કરવો હોય તો તમે ફલોર પર પણ જઇ શકશો. નીલાંગીએ નીલાંગનાં હાથમાં હાથ પરોવી પકડી લીધો અને એ લોકો હોલમાં પ્રવેશ્યાં.
દરવાજો દરવાને ખોલ્યો અને ખૂબ માનપૂર્વક બંન્ને ને ટેબલ નં.9 બતાવ્યું બંન્ને જણાં ત્યાં જઇને બેઠાં ઝાકમઝોળ રોશની, સંગીત ચાલી રહેલું. બધાંજ પોતાનાં ટેબલ પરથી સંગીત માણી રહેલાં કેટલાંક સંગીતનાં તાલે ડાન્સ કરી રહેલાં. નીલાંગી તો ફાટી આંખે બધુ જોઇ રહી હતી ત્યાં બેરો આવ્યો અને ઓર્ડર શું આપશો એમ પૂછ્યું.
નીલાંગે એને મેનુમાં જોઇને ઓર્ડર કર્યો... સેમપેઇન વીથ ડીનર ડીનરમાં સીલેક્ટ કરીને બધો ઓર્ડર લખાવ્યાં પેલો થેંક્સ કહીને ગયો. નીલાંગીએ કહ્યું "એય હજી બીયર... એ આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું "આ તો શેમ્પેઇન છે નામ મોટું છે. ચઢશે નહીં ચિંતા ના કર બધાનાં ટેબલ પર કોઇને કોઇ હાર્ડડ્રીંક છે પછી એકદમ ધીમેથી કહ્યું "શેમ્પેઇન ક્યારે પીવાનાં ? ચાન્સ છે તો એશ કરને...
નીલાંગી ચૂપ થઇ ગઇ પછી પ્રોગ્રામ જોવા માંડી અને પેલો પહેલાં શેમ્પેઇન લઇ આવ્યો બે કાચનાં ક્રિસ્ટલ ગ્લાસમાં કાઢીને સર્વ કર્યો. નીલાંગે એક ગ્લાસ નીલાંગીને આપ્યો બીજો એણે લીધો અને પીવાનો ચાલુ કર્યો.
નીલાંગી ચારો તરફ નજર કરીને બધુ જોઇ રહેલી બીજાનાં ટેબલ અને બધાં કપલ્સને ધારી ધારીને જોઇ રહેલી. નીલાંગે કહ્યું "એય નીલો આમ ધારી ધારીને બધે ના જો. ખરાબ કહેવાય. મારામાં ધ્યાન રાખ અને શેમ્પેઇન પી.
નીલાંગીએ એનો ચહેરો નીલાંગ પાસે લાવીને એકદમ ધીમેથી કહ્યું "બધી લેડીઝનાં ડ્રેસ જોઊં છું કેવાં કેવાં પહેરીને આવી છે તું તો આવુ કંઈ પહેરવાજ ના દે અને કેટલાં મોંઘા ડીઝાઇનર ડ્રેસ છે એ જોઊં છું.
નીલાંગે કહ્યું "આ ચળક્તી દુનિયાને જોઇશ આ બધાં ચળકાટ પાછળ અંધારુ છે તને કશી ખબરજ નથી ક્યારેક કહીશ તારો જર્નાલીસ્ટ પ્રેમી બધુજ જાણે છે.
નીલાંગીને જાણે સંકોચ થતો હતો. એ સંકુડાઇને બેઠી હતી આ બધી ઝાકમઝોળમાં જાણે એ એકલીજ જુદી પડતી હતી નીલાંગે કહ્યું પછી પણ એને સંતુલન નહોતું આવી રહ્યું એણે ગ્લાસ ઉઠાવીને શેમ્પેઇન એક સાથેજ પી ગઇ.
નીલાંગે કહ્યું "એય દુશ્મન ધીમે ધીમે પી શાંતિથી હજી ડીનર લેવાનુ છે કોઇ ઉતાવળ ના કર. ધીમે ધીમે પીવામાંજ મજા છે. ત્યાં બેરાએ નીલાંગીનો ગ્લાસ ખાલી થયેલો જોયો અને આવીને શેમ્પેઇન બીજી ભરીને સર્વ કરી ગયો.
હવે નીલાંગી અર્થ સમજી.. પી જઇશ તો પેલો ભરી જશે. એટલે ધીમી સીપે પીવાનો ચાલુ કર્યો. હજી એનો હાથતો નીલાંગનો હાથ પકડીનેજ રાખેલો.
ગીત સંગીત ચાલુ હતું અને થોડીવારમાં બેરો ડીનર લઇને આવ્યો. નીલાંગી તો ડીનરની આઇટમાં જોઇનેજ આશ્ચર્ય ચક્તિ થઇ ગયેલી એણે નીલાંગ સામે પ્રશ્નાર્થ ચિત્તે જોયું નીલાંગે ઇશારાથી કહ્યું ખાવા માંડ મસ્ત છે બધુ પછી નીલાંગે કહ્યું "સ્વીટુ હું વોશરૂમ જઇને આવું મારે પ્રેશર ખાલી કરવા જવું પડશે બીયરે એની અસર બતાવી.
નીલાંગીએ ગભરાટમાં કહ્યું "હું એકલી બેસુ ? મને ડર લાગે છે પ્લીઝ પછી જજે ને. નીલાંગ ધીમેથી કહ્યું એમાં ડર શેનો ? મારે જવુંજ પડે એવું છે. હું ઝડપથી જઇને આવુ છું ડર નહીં બેસ હું આવું એમ કહીને આગળ કંઇ સાંભળ્યા વિના વોશરૂમ તરફ ગયો.
નીલાંગી સહેમીને બેઠી હતી ધીમે ધીમે શેમ્પેઇનની સીપ મારી રહી હતી ત્યાંજ એક યુવાન એની પાસે આવ્યો અને બોલ્યો "વીલ યુ ડાન્સ વીથ મી ? નીલાંગીએ સંકોચ સાથે કહ્યું "નો નો સોરી આઇ એમ નોટ ઇન્ટરેસ્ટેડ.
પેલાં ફરીથી આગ્રહ કર્યો "નીલાંગીને ગુસ્સો આવ્યો આઇ સે નો. પ્લીઝ ગો અને ગુસ્સાતી આંખો કાઢી...
પેલો જતો રહ્યો અને ત્યાં નીલાંગે નીલાંગી પાસેથી પેલા યુવાનને જતો જોયો.... જોઇને યાદ કરવા લાગ્યો કે આને ક્યાંક જોયો છે કોણ છે ? પણ નશો એટલો હતો કે મગજ કામ નહોતુ કરતું એણે નીલાંગીની પાસે આવી પૂછ્યું "શું" થયુ ? પેલો કોણ હતો. શું કહેતો હતો ? જવાબ માં નિલાંગી...
વધુ આવતા અંકે ----- પ્રકરણ-27