ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-61 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-61

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-61
જોસેફને બારીની બહાર ફંગોળયાં પછી વાતાવરણ શાંત થઇ ગયું કોઇએ એની ચીસ સાંભળી નહીં અમોલ અને બીજી વ્યક્તિ હવે દારૂનાં નશામાં એટલી ચૂર હતી કે ઘાઢ નીંદરમાં ઉતરી ગયેલાં... ફલોર પર લોહીનાં છાંટાજ રહ્યાં એ માત્ર જોસેફનાં....
****************
નીલાંગ પ્રેસ પર પહોચે પહેલાં ફરી મોબાઇલ પર નીલાંગીની રીંગ આવી એણે નીલાંગને કહ્યું નીલું હું ઘરે પહોચી ગઇ છું ચિંતા ના કરીશ. કાલે મળીશું બાય. ગુડનાઇટ નીલાંગે કહ્યું હાંશ ઓકે ચલ કાલે મળીશું હું તને ફોન કરીને કહીશ ક્યાં મળવું છે. અને એ નિશ્ચિંત થઇને ટેક્ષીવાળાને કહ્યું બસ આટલે રાખો અને એણે પૈસા ચૂકવી ટેક્ષી છૂટી કરી દીધી અને એક લેન ચાલતો પ્રેસ પર પહોંચી ગયો.
પ્રેસ પર પહોચીને એણે જોયું રાનડે અને કાંબલે સર પ્રેસની બહારજ એની રાહ જોઇ રહેલાં. કાંબલે સરે નીલાંગને જોઇને કહ્યું તારીજ રાહ જોતાં હતાં. નીલાંગ ચાલ અંદર રાનડે સરે અત્યારે ટીવી પર બ્રેકીંગ ન્યૂઝ જોયાં છે એમાં અભંયકર ટીમે એવું જાહેર કર્યું છે કે આપણી પ્રેસનું નામ લીધાં વિના ડીકલેર કર્યુ કે આપણી પ્રત્રકારાઓ વિરોધ પક્ષની ચઢવણીથી સરકારની બદનામી કરી છે અને ઉદ્યોગપતિ અને એમનાં હાઉસને બદનામ કરવા જે પ્લાન કરેલો એ ઉઘાડો પડી ગયો છે તપાસ કરતાં માલુમ પડ્યું છે કે એ લોકોએ અઢળક પૈસા લઇને આ પ્લાન બનાવેલો એમનાં એકાઉન્ટમાં રાતોરાત લાખો રૂપિયા જમા થયા છે આ બધાં પૈસા કેવી રીતે આવ્યાં એની તપાસ થશે પૂરી ચકાસણી કરીને એમને કડી સજા કરવામાં આવશે.
નીલાંગે કહ્યું આપણાં એકાઉન્ટમાં પૈસા ? કોણે જમા કરાવ્યા ? આ બધાની ટોળકી આપણને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે પણ આપણી પાસે પણ સજ્જડ પુરાવા છે વળી એમનાં અત્યાર સુધી દબાવી રાખેલાં કેસ બધાં આપણે ઉજાગર કરવા પડશે હવે સમય આવી ગયો છે.
રાનડે એ કહ્યું આપણે પહેલાં તો ભૂગર્ભમાં ઉતરી જવું પડશે પકડાયા તો એ લોકો આપણને સમયજ નહીં આપે. આપણે પ્લાન કરી અદશ્ય થઇ જઇએ ભલે પ્રેસ પર કામ ના થાય પણ રુટીન સમાચાર મળ્યાં કરે પેપર બહાર નીકળતું રહે એવી વ્યવસ્થા હું ગોઠવી દઇશ. આપણાં વિશ્વાસુ માણસો એ કામ કરી લેશે.
કાંબલેએ કહ્યું એનાંથી વધારે ખતરનાક બ્રેકીંગ ન્યૂઝ એ ફલેશ થઇ રહ્યા છે કે પરાંજયે અને દેશમુખને પણ એરેસ્ટ કરી રીમાન્ડ પર લીધાં છે પણ એ લોકો પાસે હવે પુરાવા છેજ નહીં અને એ લોકો ભાંગી પડે એવાં નથી.
નીલાંગે કહ્યું તો આપણી પાસે શું પ્લાન છે ? શું કેવી રીતે કરીશું ? આપણાં ખાતામાં પૈસા જમા થયા છે ? કોણે કરાવ્યા ? એ બધુ કેવી રીતે શોધીશું એ વિચારવું પડશે.
રાનડેએ કહ્યું એ લોકો ચારે બાજુથી ત્રાટક્યા છે આપણી પાસે પુરાવો છે એજ આધાર છે હવે એકજ કામ થાય આપણે ત્રણ માંથી એકજ જણ અહીં રહે બાકીનાં રાજ્ય છોડીને બહાર સલામત જગ્યાએ જતા રહે. અમે લોકોએ નક્કી કર્યુ છે કે હું ગોવા જતો રહ્યું તું નીલાંગ ગુજરાત જતો રહે કાંબલે અહીં કોઇ પરામાં રહેશે. યોગ્ય સમય જોઇ આપણે પુરાવા લોકો સમક્ષ મૂકી દઇશું. આપણાં ત્રણમાંથી કોઇ એરેસ્ટ ના થવો જોઇએ નહીંતર ગરબડ થશે.
નીલાંગે કહ્યું આટલી અઘરી પરિસ્થિતિ હતી તો અહીં પ્રેસ પાસે કેમ ભેગાં થયાં ? રાનડે એ કહ્યું પ્રેસમાંથી જરૂરી વસ્તુઓ લેવાની હતી આપણે મળવું પણ જરૂરી હતું એટલું જોખમ લેવુંજ પડે એવું હતું મેં બધુ લઇ લીધુ એ અને પ્રેસમાં સ્ટાફને સમજાવી દીધુ છે ચિંતા નથી તો હવે પ્લાન અમલમાં મૂકીએ અને ત્રણે દિશામાં વહેચાય જઇએ પછી સંપર્ક કરીને મળીશું પ્લાન અમલમાં મૂકીશું. આંખો પ્લાન સમજાઇ ગયો. ઓકે છે ?
નીલાંગે થોડો વિચાર કરીને કહ્યું સર પ્લાન થોડો ફેરફાર કરો તમે ગોવા જાવ તમારી જગ્યાએ જ્યાં તમારાં વિશ્વાસુ માણસો છે. કાંબલે સરને પણ હશેજ હું મુંબઇમાં ક્યાંક રહીશ હું એવી જગ્યાએ રહીશ કે ગંધ પણ નહીં આવે હું તમારી જેમ પબ્લીક ફીંગર નથી વળી બધાં પુરાવા પણ મારી પાસેજ છે. બેંકમાં પૈસા જમા કરાવ્યા કોણે ? એ બધી માંહીતી હું કઢાવી લઇશ. હું તમારાં લોકોની સાથે યોગ્ય સમયે કોન્ટેક્ટ માં રહીશ તમે બંન્ને નીકળી જાવ કાંબલે સર તમે ક્યાં જવા વિચારો છો ? આ હું બનાવી રહ્યો છું એ પ્લાનજ ફાઇનલ ગણો મારાં પર વિશ્વાસ રાખો.
કાંબલે અને રાનડે સર થોડીવાર વિચારમાં પડી ગયાં પછી કહ્યું ઠીક છે તને ખૂબ વિશ્વાસ હોય તો અમે ભરોસો કરીએ છીએ. કાંબલે સરે કહ્યું સર ગોવા જાય છે હું એમ.પી. જતો રહુ છું ત્યાં મારાં ઘણાં માણસો છે કોઇને કંઇ ખબર નહીં પડે પણ તું જ્યારે જે એક્શનમાં આવે અમને જણાવજે. નીલાંગે ખીસામાંથી એક સીમનું કવર કાઢીને રાનડે સરને આપીને કહ્યું તમારો જૂનો નંબર બંધ કરીને આ સીમ લગાવજો. કાંબલે સર પાસે પણ નવું સીમ છે નંબર તમને મળી જશે આ નવા સીમનો નંબર મારી પાસે છે.
રાનડે સરે હસતાં હસતાં કહ્યું નીલાંગ તું તો મોટાં ડીટેક્ટીવથી પણ આગળ વધી ગયો છું. તારાં પર ખૂબ ભરોસો છે ગોડ બ્લેસ યુ. હું જોઇ રહ્યો છું કે જેવા પુરાવા લોકો સમક્ષ આવશે આખી સરકાર વિખેરાઇ જશે. હું એ સમયે બીજી વિરોધી પાર્ટીનાં ચીફનો સંપર્ક કરીશ જે આ પ્લાનનો ભાગ છે એ લોકો પ્રમાણિક છે હજી.. પછી આગળ પગલાં ભરીશું.
કાંબલે સરે કહ્યું હવે આપણે છૂટા પડીએ એકજ વસવસો છે મારી કાર એ લોકોનાં કબજામાં છે અને અસલ પુરાવા... નીલાંગે કહ્યું ભલે ને લઇ ગયાં પણ હાથમાં કંઇ નહીં આવે મેં જે રીતે મૂક્યાં છે કોઇ હાથ નહીં લગાડી શકે.
કાંબલે સરે કહ્યું "મને ખબર છે તારાં કામમાં જોવાનું નહી.. રાનડે સરે એમની બેગ ખોલી એમાંથી બે લાખ જેવાં રૂપિયા નીલાંગને આપતા કહ્યું આ તારી પાસે રાખ તારે કામ આવશે. પુરાવા બહાર આવતાં તું હીરો બની જવાનો અને એનો યશ માત્ર તનેજ મળશે. એ નક્કી.
નીલાંગે કોઇ આનાકાની વિના પૈસા લઇ લીધાં. અને એકબીજાને બેસ્ટ લક કહીને છૂટા પડ્યાં.. નીલાંગ બંન્ને બોસને જતાં જોઇ રહ્યો.
નીલાંગ પણ ત્યાંથી નીકળીને ઘરે જવાની જગ્યાએ બીજા સલામત સ્થળે ગયો. ત્યાંથી એની આઇને ફોન કર્યો રાત્રીનાં ત્રણ વાગી ગયાં હતાં સવાર પડવાની જાણે રાહ જોવાતી હતી આઇએ ફોન ઉપાડતાં પૂછ્યું. "અરે નીલુ તું ક્યાં છે ? હજી ઘરે નથી આવ્યો કેટલી ચિંતા કરાવે ?
નીલાંગે કહ્યું "આઇ મારુ કામજ એવું છે તું ચિંતા ના કરીશ હું હમણાં પ્રેસના કામે બહારગામ છું તું ફીકર ના કરીશ બીજુ ખાસ ઘરે કોઇ તપાસ માટે આવે તો કહેજે હું બહારગામ છું તને ખબર નથી હું ક્યાં છું કામથી ગયો છું.
આઇ કહે "આમ પણ મને ક્યાં કઇ ખબરજ હોય છે ? સાચેજ તું કોઇ એવાં જોખમી કામ નથી કરી રહ્યોને મારાં મોરીયા તારી રક્ષા કરશે. તારુ ધ્યાન રાખજે. એવું લાગશે તો નીલાંગીને મારી પાસે બોલાવી લઇશ.
નીલાંગે કહ્યું હાં આઇ એવું કરજે પણ ચિંતા ના કરીશ પછી ફોન કરીશ. હાં આઇ તારો ફોન આમ તેમ ના મૂકીશ કોઇને આપીશ નહીં. મારો નંબર નવો આવે તોય આષ્ચર્ય ના પામીશ થોડા દિવસનું કામ છે બધુ સારુજ થશે. આઇ જય ગણેશ ફોન મુકુ છું અને ફોન કપાયો.
***********************
બીજા દિવસે ટીવી અને અગ્રણી અખબારોમાં ન્યૂઝ ફરતાં થઇ ગયાં હતાં કે પ્રેસ માલિકો અને પત્રકારે વિરોધી પાટીમાં પૈસા ખાઇને સરકારને ઉથલાવવાનું ષડયંત્ર કર્યુ છે સરકાર એમની શોધમાં છે એમ કહીને. એ ત્રણેનાં ફોટા ફલેશ કરી રહી હતી. દરેક ચેનલ પર આ બ્રેકીંગ ન્યૂઝ હતાં આ ન્યૂઝમાં બીજાં ન્યૂઝ દબાઇ ગયાં હતાં.
**************
નીલાંગે સવારે ઉઠીને નીલાંગીને ફોન કર્યો એકજ રીંગે ફોન ઊંચકાયો. નીલાંગીએ કહ્યું તું ક્યાં ગૂમ છે તું ઘરે નથી ગયો ? ક્યાં મળીશું .? મારે તને બધી વાત કરવી છે તને મદદ કરવી છે મારી પાસે તમારાં જેવાં પત્રકારો માટે ખૂબ મસાલો છે તું છે ત્યાં હું આવી જઊં છું. ચિંતા ના કરીશ અને ફોન કપાયો અને નીલાંગ......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-62