ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-10 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-10

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-10
નીલાંગ નીલાંગીને એનાં જોબનાં પહેલાં દિવસે નીલાંગીને વિદા કરી રહેલો ખૂબ આગળ વધે એવી શુભેચ્છા આપીને એણે બે વાત ખાસ યાદ રાખાવી એમ કહીને સમજાવી હતી. ગ્રાંટ રોડ સ્ટેશન આવી ગયું એટલે નીલાંગ અટક્યો અને સાંજે મળીએ એમ કહીને છૂટાં પડ્યાં. નિલાંગે નીલાંગીને ફલાઇગ કીસ આપીને બાય કીધું અને બોલ્યો... બાકી રહી ગયેલી વાત સાંજે કરીશું. નીલાંગીએ કહ્યું સ્યોર માય લવ.
******************
નીલાંગ એની ઓફીસે સમયસર પહોચી ગયો એનાં મનમાં બોરીવલી એનાંજ એરીયામાં રહેતી આશાસ્પદ અભિનેત્રી સુજાતા સલૂજાની સુસાઇડ સ્ટોરી ફરી રહેલી, આજથી એની ટ્રેઇનીંગ પણ શરૂ થવાની હતી અને મોબાઇલ મળવાનો હતો.
નીલાંગ એને ફાળવેલી જગ્યા પર આવ્યો એનું ટીફીન મૂક્યું અને પછી ગણેશ કાંબલે ને મળવા ગયો. ગણેશ કાંબલેએ નીલાંગને જોઇને કહ્યું "ઓહો યંગ મેન ન્યૂ જર્નાલીસ્ટ વેલકમ આજથી તારી ટ્રેઇનીંગ શરૂ થશે ટ્રેઇનીંગમાં દિવસો તારાં શીખવા પર આધાર રાખે છે. રાનડે સરે કહ્યું તું ખૂબ ઉત્સાહીત છે શીખવા તો જલ્દી શીખી જઇશ. તું કેટલું જલ્દી કેચ કરે છે એનાં પર આધાર રાખે છે અને ટ્રેઇનીંગ દરમ્યાન તને કેસ પણ સોંપવામાં આવશે એનાં પરથી તારી તાલિમ અને સફળતાનો આંક નક્કી થશે.
નીલાંગે કહ્યું "ટ્રાઈ મી સર હું તૈયાર છું. ગણેશ કાંબલેએ કહ્યું પહેલા તને અમે ડીવાઇસ બધાં સમજાવીશું કે કોઇપણ ખબર મેળવીને કેવી રીતે તાત્કાલીક અમારાં સુધી પહોચાડવી. તારે મોબાઇલમાં બધી એપ્સ, કેમેરા, સ્પાય કેમેરા, રેકોર્ડીંગ અને સંજોગો પ્રમાણે આ બધુ ખાનગી રાખી કેવી રીતે ઉપયોગ કરી અમારાં સુધી માહિતી પહોંચાડવી... બીજી કે કોઇપણ ન્યુઝને મસાલેદાર અને ઉત્તેજના ફેલાવે એવાં કેવી રીતે બનાવવા વધુને વધુ લોકો આપણાંજ ન્યુઝ વાંચે આપણાં પેપરનો ફેલાવો વધે એ બધાં જ પ્રયત્ન કરવાનાં આવી રીતની બધીજ બધાંજ એંગલની તને તાલિમ આપવામાં આવશે.
સામાન્ય માણસથી લઇ અભિનેતા, નેતા, સરકારી એજન્સી, રાજકારણીઓ, ઉદ્યોગપત્તિઓ, માલેતુજારો, લુખ્ખા તત્વો, ડોન, કે અસમાજીક તત્વો સાથે કેવી રીતે વાત કરવી એમાંથી માહિતી કઢાવીને બ્રેકીંગ ન્યૂઝ બનાવવા અને એ ન્યૂઝને હોટ ન્યૂઝલાઇન બનાવવી સાથે સાથે તમારી જાતને કેવી રીતે સલામત રાખવી વળી ડ્રગ પેડલર, સપ્લાયર, અને બ્લેકમની સાથે બ્લેકમેઇલીંગ કરનારાં આવાં કેટલીએ જાતનાં માણસો સાથે ડીલ કરવાનું આવશે એમાં સાવચેતી રાખીને કેવી રીતે કામ પાર પાડવું એવું બધુજ અહીં હું શીખવીશ એ પછી તારી પોતાની સેન્સ- બુધ્ધી હોશિયારી સાથે સાથે હિંમત ઉપર આઘાર રાખે છે. બધાં સાથે કોન્ટેક્ટસ ડેવલપ કરવાનાં રહેશે. બધાંજ બાતમીદાર અને સાવ લુખ્ખા જણાતાં પણ આપણને કામ લાગે એટલે બધાંજ માણસો આપણાં માટે ખૂબ જ મહત્વનાં છે કોઇની અવગણના ના જ કરવી બધાં પાસે કામ પડી શકે છે.
રોડ પર થતી ઘટનાઓમાં તો નીલાંગ, ભીખારીઓ, આંધળા, નાટકબાજ અને સીસીટીવી કેમેરાં આવું બધુંજ ખૂબ કામ લાગે છે. ગુનાને આખરી ઓપ આપી અંજામ આપનારાં સવાર કરતાં સાંજ પછી વધુ સક્રીય હોય છે મીઠું બોલીને ફસાવનારાં માણસો દરેક ક્ષેત્રમાં છે અને નીલાંગ ખાસ વાત.. થોડીવાર કાંબલે અટક્યો પછી કહ્યું.
પોલીસ સાથે પનારો લગભગ રોજ પડશે અને એ લોકો સાથે સાવધાની થી વર્તવુ.. નથી એ દુશ્મન કે નથી મિત્ર આપણાં કામ સુધીજ સંબંધ રાખવો. વધુ ઊંડા ઉતરવુ નહીં બહુ ઓછા માણસો પોલીસમાં બધી રીતે સારાં અને કામને વફાદાર હોય છે અને એમાં મ્હોરાં પહેરેલાજ માણસો વધુ હોય છે રાજકારણીઓની જેવાજ એટલે સાવધાની રાખજો.
પોલીસ અને રાજકારણીઓ ખંધા અને જૂઠ્ઠા હોય છે એમનાં કોઇ પ્રોમીસ પર ભરોસો નહીં રાખવાનો આમ તો આપણે નજરે જોઇએ એજ સત્ય પણ એમાંય નજરે જોયેલું ક્યારેક અસત્ય હોય છે.
આપણે આપણી આ તાલિમમાં બધાંજ ન્યૂઝમાં સત્ય ઉજાગર કરવાનુ છે આપણી કંપની માટે વફાદાર રહેવાનું છે હજી ઘણાં બીજા પાસા છે જે ધીમે ધીમે તને શીખવીશ અને તને સમજાતાં જશે. હું આશા રાખું છું કે તું ખંતપૂર્વક શીખીશ બેસ્ટ ઓફ લક.
ગણેશ કાંબલે એ નીલાંગને બધુ સમજાવીને સેશન ચાલુ કર્યા અને નીલાંગને પ્રથમ એકદમ લેટેસ્ટ પત્રકારીત્વમાં જરૂરી એવા બધાં ફીચર્સવાળો નવો જ સ્માર્ટ ફોન આપ્યો અને એનાં બધાંજ ફીચર્સ સમજાવ્યાં અને એમાં નીલાંગ માટેનું સીમ ઇનસર્ટ કરીને આપ્યુ નીલાંગ ખૂબ ઉત્સાહથી બધુ સમજી રહેલો અને શીખી રહેલો.
************
નીલાંગી શ્રોફ ચાર્ટડ એકાઉન્ટ પ્રા.લી.ની ઓફીસે પહોચી અને એ સીધી રાનડે સરને મળવા ગઇ. રાનડે એ કહ્યું "ઓહ ગુડ મોર્નીંગ નીલાંગી. આજથી તારુ કામ શરૂ કરીશું હમણાં હું થોડો બીઝી છું તું તારી જગ્યાએ જઇને બેસ અને તારું મોનીટર ચાલુ કરીને સમજ તને ત્યાં સુધી ભાવે બધું સમજાવશે મેં ભાવે ને બધું સમજાવેલુ છે અને 1 કલાક પછી મારી ચેમ્બર આવ તને હું બાકીનું કામ સમજાવી દઇશ.
નીલાંગીએ ઉત્સાહમાં રહીને કહ્યું "ઓકે સર થેંક્યુ કહીને સીધી ભાવે તરફ ગઇ સોમેશ ભાવે આ કંપનીનો ચીફ એકાઉન્ટન્ટ હતો એ પોતે પણ ચાર્ટડ એકાઉન્ટન્ટ હતો અને રાનડે સરનો ખાસ હતો. કલાયન્ટનાં કામ ઉપરાંત કંપની અને ઓફીસનું બધુજ કામ - એકાઉન્ટ સંભાળતો.
ભાવેએ નીલાંગીને આવતી જોઇ અને વેલકમ કરી પોતાની સામે બેસવા કહ્યું. નીલાંગીને થોડો પરીચય તો થયો હતો એડવાન્સ એમણેજ આપેલાં.
સોમેશ ભાવે એ કહ્યું "વેલકમ નીલાંગી એન્ડ બેસ્ટ લક હુ તને આપણું રૂટીન કામ સમજાવુ છું આઇ હોપ કે તને કોમ્પ્યુટર તો આવડતુજ હશે બેઝીક પ્રોગ્રામ બધાં.
નીલાંગીએ કહ્યું "હાં સર બેઝીક બધુજ ખબર છે અને મેં થોડાં એડવાન્સ કોર્સ પણ કરેલાં છે.
ભાવે એ કહ્યું વેરીગુડ તો તને વાંધો નહીં આવે અહીં કંપનીનાં પોતાનાં ખાસ સોફટવેર છે એ તને હુ શીખવી દઇશ એનાં માટે રોજ સાંજે આપણે એક બે કલાક બેસીશું, જેથી તને ઝડપથી આવડી જાય.
તું શું લઇશ ચા કે કોફી ? નીલાંગીએ કહ્યું "કંઇ નહીં સર ઇટ્સ ઓકે હું સમજી લઊં પહેલાં. સોમેશ ભાવેએ કહ્યું "ઓહ ડોન્ટ હેઝીટેટ આતો બધુ ચાલતું જ રહેવાનું મારે પણ બાકી છે.. સાચુ કહુ તો તારીજ વેઇટ કરી રહેલો મને સરે કહેલું. આવે ત્યારે હું તને ટ્રેઇનીંગ આપું પછી સર પાસે જવાનું છે મેં તારી.. બોલ શું લઇશ ?
નીલાંગીએ વાસ્તવિક્તા સ્વીકારીને કહ્યું "ઓહ ઓકે થેંક્સ સર પણ હું કોફી લઇશ. સોમેશે પ્યુનને ઇન્ટરકોમથી ઓર્ડર કર્યો બે કોફી મારી કેબીનમાં લઇ આવ.
પછી ભાવે એ નીલાંગીને કોમ્પ્યુટરમાં બધાંજ પ્રોગ્રામની ઓળખ કરાવીને ઓફીસનું રુટીન- સ્ટાફ- પ્યુન બધાં વિશે માહિતી આપી અને કહ્યું ધીમે ધીમે તને બધુ સમજાઇ જશે આ કંપનીમાં તું એપોઇન્ટ થઇ છું તારી જીંદગી બની જશે બસ સરને ફોલો કરજે અને પછી તારી મહેનત.
ત્યાં સુધીમાં કોફી આવી ગઇ અને ભાવે એ ઇશારો કર્યો કે કોફી પી લે સાથે સાથે ભાવે એ પ્યુનને બોલાવીને સૂચના આપી પ્યુન સમજી ગયો એ થોડીવારમાં એક બોક્ષ લઇને આવ્યો અને ભાવે એ એ બોક્ષ ખોલીને એમાથી નવો ફોન કાઢીને નીલાંગીને આપ્યો. નવોજ સ્માર્ટ ફોન ભાવે એ કહ્યું આ ફોનમાં આપણી કંપનીનાં સ્ટાફ-સર અને મારો બધાનાં નંબર ફોટા સાથે સેવ કરેલાં છે એટલે તને ઓળખવામાં કે વાત કરવામાં અગવડ નહીં પડે.
નીલાંગીએ કહ્યું "ઓકે સર થેંક્સ કહીને ફોન જોવા લાગી ત્યારે સોમેસે હસતાં હસતાં કહ્યું "તારાં પર્સનલ નંબર પછી તું તારી રીતે અંદર નાંખીને સેવ કરી લેજો.
નીલાંગી શરમાઇને બોલી હાં ઓકે સર થેંક્સ અને ત્યાં પ્યુન બોલાવવા આવ્યો કે મેડમને સર બોલાવે છે અને ભાવે એ કહ્યું જા સર સાથે વાત કરીલે સમજી લે હું પછી તને આપણાં કલાયન્સનું લીસ્ટ નામ અને એ લોકોનો ઇન્ટ્રો ફાઇલમાંજ કરાવી દઇશ અને નીલાંગી થેંક્સ કહીને એનાં સરની ચેમ્બરમાં ગઇ....
***************
નીલાંગ આજે ટ્રેઇનીંગ પતાવીને સ્ટેશન આવશે એ અડધો કલાક લેટ હતો એને નીલાંગીની ચિંતા હતી એ ટ્રેઇનમાં બેઠો અને ગ્રાંટ રોડ ઉતરી ગયો.. પછી....
વધુ આવતા અંકે -- પ્રકરણ-11