The Corporate Evil - 5 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-5

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-5

નીલાંગીનાં ઘરે ગયેલો નીલાંગ... ભોંઠો પડ્યો. નીલાંગીની માંએ એને ભાવ જ ના આપ્યો... ના એને જવાબ આપી બોલાવ્યો. નીલાંગીને પણ ખૂબ જ ખરાબ લાગ્યુ એણે એની માં ને ક્હ્યું "માં તેં કેમ આવું કર્યું ? એનો શું વાંક છે ?
નીલાંગીની માં મંજુલાઆઇ એ ક્હ્યું "નીલાંગી મને તારુ આ છોકરા સાથે ફરવું બોલવું પસંદ નથી... એ પણ સાવ સામાન્ય ઘરનો છોકરો... તારાં સ્વપ્ન કેવા અને છોકરો કેવો પસંદ કર્યો છે ? તરત નીલાંગીની આંખમાં આંસુ આવી ગયાં એણે ક્હ્યું "માં તું શું બોલે છે ? એ મારો ખાસ ફ્રેન્ડ છે મારાં સારાં ખરાબ સમયમાં મને સાથ આવ્યો છે.
"માં તારી વાત સાચી છે મારાં સ્વપ્ન ધનવાન થવાનાં ખૂબ પૈસા કમાવવાનાં છે પણ માણસ તરીકે પસંદગી આવાં માણસનીજ કરીશ જે મને સમજે મારાં સુખ દુઃખ તકલીફમાં મને સાથ આપે, હિંમત આપે બે વસ્તુ ખૂબ જુદી છે એ પણ ખૂબ સ્ટ્રગલ કરે છે એણે પણ મારી જેમ સ્વપન એવાજ છે એનું પણ ભવિષ્ય હું ઉજવું જોઊં છું. માં તું એની સાથે આમ નહીં વર્તી શકે. એમ બોલીને નીલાંગી રડતી રડતી ઘરની બહાર નીકળી ગઇ. મંજુલાઆઇ બૂમો પાડતી રહી ત્યાંજ નીલાંગીના પાપા આવ્યા એમણે પૂછ્યું કાય ઝાલા કાય... કાય ઝાલા ?
મંજુલાએ ક્હ્યું "કંઇ નહી વો છોકરા આયા થા નીલાંગ મૈને નહીં બુલાયા તો ભડક ગઇ હૈ મેરે પર.. અભી આ જાયેગી તુમ બુલાના મત. મૈંને કહાં કુછ ગલત કહા થા.
બાબુરાવે આઇને ક્હ્યું "તુમ અપની લડકીકો જાનતી નહીં બડી જિદ્દી હૈ વો નહીં આયેગી મૈં બુલાકર લાતા હૂં. એમ કહી એ બહાર નીકળ્યાં અને નીલાંગીની પાછળ ગયાં.
***************
સવારે સ્ટેશન પર રઘુનાં ગલ્લે વહેલોજ નીલાંગ પહોંચી ગયો અને બોલ્યો રઘુભાઇ બહોત અચ્છી ખબર દેતા હૂં રઘુએ કહ્યું "બોલ બોલ ક્યા ખબર હૈ ? તેરી નોકરી પક્કી હો ગઇ ? રઘુએ કહ્યું "હાં ભાઊ હો ગઇ મૈં ઓફીસ મિલને જા રહા હૂં ?
રઘુએ પૂછ્યુ "બહોત અચ્છી ખબર હૈ તુઝે કહાઁસે માલુમ હુઆ ? અને નીલાંગની સામે જોઇ રહ્યો.
અરે રઘુભાઇ મેરે ઘર કે સામને વો ક્રીષ્ના ભાઉકા કીરાણા સ્ટોર્સ હૈ ના વહાઁ સે મૈને શામકો ફોન કીયા થા મુઝે બોલાથા શામકો ફોન કરના હમ બતાં દેગે. ઉન્હોને સીધા બોલ દીયા સુબહ મિલને આ જાઓ તુમ્હારી નોકરી પક્કી હૈ.
રઘુ તો રીતસર ભેટી જ પડ્યો. વાહ વાહ નીલૂ તુ અબ સેટ હો જાએગા. આશા તાઇ ખુશ હો ગઇ હોગી હૈ ના ? ઔર તેરી ટ્રેનવાલી ? ઉસકો બતાયા ?
નીલાંગે રઘુનાં ટ્રેનવાલી કહ્યુ અને ચહેરો ઉદાસ થઇ ગયો ગઇકાલે એની માંનું વર્તન અને કટુવાણી યાદ આવી ગયું એક ગરીબ બીજા ગરીબની મશકરી કેવી રીતે કરી શકે ? આવું મારું અપમાન ? મેં બહાર રહી બધુ જ સાંભળ્યુ હતું અને હું ગુસ્સામાં ઘરે આવી ગયેલો.
રઘુએ કહ્યું અને કીસ સોચમેં પડ ગયા ? નીલાંગે કહ્યું "અરે ભાઉં કુછ નહીં ઉસે અભી બતાઉંગા ટ્રેઇનમેં મિલેગી તબ અભી ફોન કહાં હૈ.... ઠીક હૈ મૈં નીકલતા હુઁ આતે વખ્ત મીઠાઇ લેકે આઉઁગા.. એમ કહી નીકળવા ગયો રઘુએ કહ્યું કુછ પૈસે રખ એમ કહી પૈસા ગલ્લામાંથી કાઢવા ગયો પણ નીલાંગે કહ્યું "રઘુ ભૈયા થેંક્યુ પર જરૂર નહીં હૈ આજ એડવાન્સ માંગ લૂંગા અને એટલામાં ટ્રેઇન આવીને દોડીને લોકલમાં ચઢી ગયો.
નીલાંગ કાંદીવલી જલ્દી આવે એની રાહ જોઇ રહેલો અને જોયુ સ્ટેશન નજીક આવ્યુ એની આંખો પ્લેટફોર્મ પર નીલાંગીને શોધી રહી હતી અને એણે એને જોઇને હાથ કર્યો અને છેક દરવાજે આવી ગયો.
ટ્રેઇન ધીમી પડીને બધાંએ ઉતરવા ધક્કામૂક્કી કરવાં માંડી અને નીલાંગી નજીક આવી નીલાંગે હાથ ખેંચીને ઉપર કરી લીધી અને બંન્ને જણાં પાઇપ પકડીને બાજુમાં એમની જગ્યાએ ઉભા રહી ગયાં.
નીલાંગની આંખમાં આનંદ ઉત્સાહ અને ઉદાસી બધાં મિશ્ર હાવભાવ હતા. નીલાંગીએ કહ્યું "નીલુ આઇ એમ સોરી કાલે આઇ એ તારું ઇનસલ્ટ કર્યુ પછી હું આઇ સાથે ખૂબ... આગળ બોલે પ્હેલાં નીલાંગે એનાં હોઠ પર હાથ મૂકી દીધો.
નીલાંગે કહ્યું "છોડ બધુ આપણે લોઅર મીડલ ક્લાસને આવું બધુ સાંભળવાની આદત જ હોય છે. પણ એક સરખા જ્યારે બીજાને આવું કહે ત્યારે દુઃખ જરૂર થાય છે પણ તારી આઇ મારી આઇ.... આઇએ કીધું છે કંઇ નહીં.
નીલાંગી નીલાંગની આંખોમાં જોઇ રહી. અને નીલાંગે એનાં ઉડતા વાળની લટને સરખી કરીને વ્હાલથી કીધુ "નીલો મારી નોકરી કન્ફર્મ થઇ ગઇ સાંજે મેં ફોન કરેલો આજથીજ નોકરી ચાલુ... નીલાંગી સાંભળીને એકદમ ખુશ થઇ ગઇ વાહ તું તો કુછ બોલતા હી નહીં હૈ બડા સસ્પેન્સ બનાતા હૈ.
નીલાંગે કહ્યું "અરે તારાથી શું સસપેન્સ હું તને ક્યારે કહું એનીજ તાલાવેલી હતી નીલો. આઇ એમ વેરી હેપી આજે આઇ પણ ખૂબ ખુશ હતી.
નીલાંગીએ કહ્યું "મને પણ આજે લેટર આપી દેશે અને બધુ કલીયર થઇ જાય તો સારુ.. નીલુ હું 6.00 આસપાસ છૂટીશ પછી ક્યાં મળીશું ?
નીલાંગે કહ્યું "નીલો હું, છૂટીને તરતજ ગ્રાન્ટરોડ સ્ટેશન આવી જઇશ સાંજે 6.30 વાગે આજે પછી ખબર પડશે મારાં ટાઇમીંગ શું છે ? પણ આજે તો આ સમય સાચવીશજ મળવા. પછી સાંજે બધી ચર્ચા કરીશુ મારું કામનું શીડ્યુલ કેવું હશે એ જાણીને.
નીલાંગીએ ખુશ થતાં કહ્યું ઓકે અને નીલાંગે એને બે હાથની વચ્ચે ઉભી રાખી હતી આજુબાજુથી ધક્કા આવતાં હતાં એમાં એક નીલાંગીની બાજુની તરફ હતો એ વારે વારે નીલાંગી તરફ ઝૂકતો હતો. નીલાંગીએ બે-ત્રણ વાર સાચવ્યું પણ પેલો જાણે ઊંઘતો હોય એવો ડોળ કરતો હતો વારે વારે નીલાંગી તરફ ઝૂકતો હતો.
નીલાંગીએ નીલાંગને એનાં તરફ - ઇશારો કરીને બતાવ્યું નીલાંગે નીલાંગીને એની જગ્યાએ લીધી અને નીલાંગીની જગ્યાએ એ ઉભો રહી ગયો પેલો ઝૂકવા ગયો પણ નીલાંગની તીખી લાલ નજરથી હેબતાઇ ગયો. સીધો ઉભો રહ્યો.
નીલાંગી હસવા માંડી નીલાંગે પેલાને કહ્યું "અબ એક બાર ભી ઝૂકા તો ચલતી ટ્રેઇનસે બહાર ધક્કા દે દૂંગા સીધા ખડા રહે... એમ બોલીને ધમકાવ્યો.......
***********
ગ્રાંટરોડ નીલાંગી ઉતરી ગઇ અને સાંજે 6.30 વાગે મળવાનું કહ્યુ. નીલાંગ ચર્ચગેટ ઉતરીને ચાલતોજ કાર્ફડ માર્કેટ તરફ જવા નીકળી ગયો. થોડીવારમાં એ પહોચી ગયો. નીલાંગને એનાં બોસે ચેમ્બરમાં બોલાવ્યો અને કહ્યું નીલાંગ તુ ફ્રેશર છે એટલે તારી ટ્રેઇનીંગ થશે 10 થી 15 દિવસની પછી રેગ્યુલર કામ તારે ગણેશ કામ્બલેનાં હાથ નીચે ટ્રેઇનીંગ લેવાની છે તારે સવારે 10.00 વાગે શાર્પ આવી જવાનું છે સાંજે 6.00 પછી ઘરે જવાશે.
ટ્રેઇનીંગ પુરી થાય પછી ગણેશ કામ્બલે જેમ કહેશે એમ તને કામની જવાબદારી સોંપાશે... આપણું સાંજનું અખબાર છે એટલે બપોર સુધીમાં પ્રુફ રીડીંગ કે બધુ કામ આટોપાઇ જાય છે એટલે સવાર અને રાત્રીનાં ન્યૂઝ આપણાં અખબારમાં આવે છે. એટલે તને રાત્રે પણ કામ સોંપવામાં આવે.... તારે તૈયારી છે ને ? સમય જેવુ કંઇ રહેશે નહીં જ્યારે જ્યાં કામ હોય ન્યુઝ હોય કંઇ બને ત્યાં તારે દોડવાનું રહેશે. શરૂઆતમાં એકલા પછી તને કેમેરામેન સાથે આપવામાં આવશે.
તારો પગાર નક્કીજ છે. પણ બેઝીક 12 હજાર અને બીજા એલાઉન્સ સાથે 18 હજાર જેવો થશે આગળ તારાં હાથમાં છે તું કેવુ કામ કરે છે.
નીલાંગે કહ્યું "થેંક્યુ સર હું ખૂબજ ખંતથી કામ કરીશ અને સર આ કામ મારી પેશન પણ છે જે કામ કરવાનો છું એનો મને એટલો જ ઉત્સાહ છે.
એનો પબ્લીશર સાહેબ ઉમાકાન્તરાનડે નીલાંગની વાત સાંભળીને ખુશ થઇ ગયો. એણે નીલાંગનો ખભો થાબડતાં કહ્યું "તો તારી પ્રગતિ કોઇ રોકી નહીં શકે પણ આ લાઇન જોખમી પણ છે એટલે કાયમ એલર્ટ રહેવાનુ છે.
નીલાંગે કહ્યું "યસ સર.... થોડી ઘણી ખબર છે પણ તમારી સલાહ ધ્યાનમાં રાખીશ. પણ સર એકબીજી રીકવેસ્ટ હતી રાનડેએ કહ્યું "બોલ શું કામ છે ?
નીલાંગે કહ્યું "સર થોડાં એડવાન્સ મળે તો સારુ મારે કપડાં... અને બીજી... રાનડે વાત સમજી ગયાં અને કહ્યું "જા એકાઉન્ટમાં હુ કહી દઊં છું નીલાંગ ઉત્સાહથી બહાર નીકળ્યો અને રાનડે એને જતા જોઇ તાવી રહ્યો.....
વધુ આવતા અંકે ---પ્રકરણ-6



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED