ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-64 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-64

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-64
નીલાંગે રાનડે સર અને કાંબલે સર સાથે ફોન પર વાત પુરી કરી. નીલાંગીએ ફોન બાજુમાં મૂકી દીધો અને નીલાંગીએ કાનમાં કહ્યું નીલુ મારે તારી સાથે બધીજ કબૂલાત કરવી છે બધીજ વાતો શેર કરવી છે.
નીલાંગે કહ્યું નીલો મને બધીજ ખબર છે તારે શું કબૂલાત કરવાની ?નીલાંગીનાં ચહેરાને ધ્યાનથી જોતો નીલાંગ એને જોતોજ રહ્યો. નીલાંગીનો ચહેરો જાણે પીળો પડી ગયો. આંખોમાં આંસુ તગતગતા હતાં એની બધી વાસ્ત કહેવા માંગતી હતી એ પહેલાંજ નીલાંગે કહ્યું હું બધુજ જાણી ગયો છું અને મારી પાસે એનાં પણ પુરાવા છે. તું શ્રોફનાં કહેવાથી અમોલસરનાં બંગલે ગઇ હતી અને તારો કલીગ પણ સાથે હતો.
કાકા સાહેબને રોકડા રૃપિયા તેં આપ્યાં હતાં અને એ રૃપિયા અમોલ વતી આપવામાં આવેલાં. અનુપ ઇન્ડસ્ટ્રીઝ તરફથી બધાં ભ્રસ્ટાચાર અને અમોલનો ગુનો છુપાવવા માટેનાં હતાં. તને કંઇજ ખબર નથી કે એ શેનાં પૈસા તું આપવા ગઇ હતી. શ્રોફનો કહેવાથી તું અમોલની ઓફીસે પણ જતી હતી એનાં કંપનીનાં ટ્રાન્સેક્શનની ફાઇલો શ્રોફનાં કહેવાથી... બોલ આનાંથી વધારે તારે શું કબુલવાનું છે ?
અભયનકારના બાપા સાથે તારાં સીસીટીવી ફુટેજનાં ફોટાં અને વીડીયો મારી પાસે છે પણ તમે તો માત્ર મોહરાં હતાં અસલી ગુનેગાર અને આ બધી રમતનો ખેલંદો તો અમોલજ છે એનો દલાલ શ્રોફ હતો. મારી પાસે બધુજ છે એમને ઉઘાડા પાડવા માટે... તને તો હું બચાવી લઇશ કારણ કે તું ચીઠ્ઠીની ચાકર હોય એમ તારાં ક્લીંગ વિશ્વનાથ કાંબે સાથે જતી હતી. મેં તને એ વખતે ચેતવી હતી... છોડ હવે શું અર્થ ?
નીલાંગી સાંભળી રહી હતી એને મનમાં વિચાર આવ્યો આ પછીનો મારો એપીસોડતો નીલાંગને ખબરજ નથી કંઇ નહી એને હું બધુંજ જણાવી દઇશ. એ બધી વાતોનો અંતજ આવી ગયો છે.
નીલાંગે નીલાંગીને પ્રશ્ન કરતા કહ્યું એક કડી હજી નથી મળી રહી એનો જવાબ આપ. હું શ્રોફની ઓફીસે તને મળવા આવ્યો ત્યારે તું ત્યાં નહોતી અને મને તે કીધેલું કે તું જોબ પર છે. શ્રોફનાં ઓફીસ રીસેપ્નીસ્ટે મને કહ્યું નીલાંગીને તો છૂટી કરી દીધી છે તે જોબ છોડી નથી તો તું ક્યાં જતી હતી ?
નીલાંગીએ કહ્યું ક્યારની તને એજ કહેવા માટે તડપી રહી છું નીલુ આ બધી ખબર છે તને પણ અસલ કબૂલાત હવે કરવી છે.
નીલાંગ નીલાંગીની સામે આશ્ચર્યથી જોઇ રહી હવે કબૂલાત કરવી છે. એટલે ? હજી શું રહસ્ય છે ?
નીલાંગીએ કહ્યું એ રહસ્ય અને કબૂલાત... હજી એ આગળ બોલે પહેલાંજ નીલાંગનાં મોબાઇલમાં રીંગ વાગી એણે કહ્યું કાંબલે સરનો ફોન છે. કાંબલે સર ફોન પર હતાં બોલ્યાં નીલાંગ અભ્યંકરનાં માણસો આપણી શોધમાં છે એ લોકોને... હજી કંઇ આગળ બોલો પહેલાં ચીસ સંભળાઇ અને નીલાંગ ગભરાયો શું શું સર ? સર... સર... પણ ફોન કપાઇ ગયો. હવે નીલાંગને ફડક પેઠી શું થયું ?
નીલાંગીએ નીલાંગના ગભરાયેલા ચહેરાં સામે જોઇને કહ્યું તારાં કાંબલે સર પર હુમલો થયો હોય એમ લાગે છે. પણ તારે ગભરાવાની જરૂર નથી એક કામ કર ફોન અત્યારે સ્વીચ ઓફ કરી દે એ લોકો આ એમનો ફોન આવ્યો અને... સર્વેલન્સ પર તારો ફોન હશે લોકેશન શોધવા એ લોકો આકાશપાતાળ એક કરી રહ્યાં છે પણ એને ખબર નથી કે તારી સાથે હું છું.
નીલાંગ આર્શ્ચથી નીલાંગીને સાંભળી રહ્યો. અરે નીલો તું મારી સાથે હોવાથી શું ફરક પડશે ? મારી સાથે તું પણ ફસાઇશ. આપણે અહીંથી નીકળી જઇએ.
નીલાંગીએ કહ્યું કેમ આટલો ગભરાય છે ? ફોન સ્વીચ ઓફ કર આપણે આપણાંમાં ખોવાઇ જઇએ એક દિવસ એમને મહેનત કરવા દે તારું લોકેશન નહીં પકડી શકે ટ્રસ્ટ મી. નીલુ તું આવ મારી પાસે મારી હૂંફમાં તારી બધી ચિંતા અને ડર દૂર થઇ જશે. હું એવાં માણસો સાથે કામ કરી ચૂકી છું અને થોડાં સમયમાં એવાં અનુભવ મળ્યાં છે કે મને હવે ડરજ નથી ડર તો એ લોકોને લાગી રહ્યો છે એટલે તમારી પાછળ પડી ગયાં છે. ડર તો એ લોકોને છે આપણને નહીં. આવ નીલુ બી રીલેક્ષ પ્લીઝ.
એમ કહીને નીલાંગીએ નીલાંગનું માથું પોતાની છાતીએ દબાવી દીધું અને એનાં માથે હાથ ફેરવી ચૂમવા માંડી.
નીલાંગે કહ્યું નીલો અહીં આખુ આભ માથે આવી પડ્યું તને રોમાન્સ સૂઝે છે. નીલાંગીએ કહ્યું હાં જ્યારે આપણને ડર હોય તો પ્રેમ કરવાનો એમ કહીને હસવા લાગી તું ચિતા છોડીને પ્રેમમાં મન પરોવ એ પછીનાં નિર્ણય સાચાં લેવાશે ડર અને ગભરાટમાં ખોટાં નિર્ણય લેવાય આવીજા પ્લીઝ....
નીલાંગીનો હાથ ફરતો જતો હતો એમ નીલાંગ એને વશ થતો જતો હતો. નીલાંગીએ એનાં હોઠ નીલાંગનાં હોઠ પર આપી દીધાં. બંન્ને જણાં પ્રેમ સાગરમાં તણાયાં નીલાંગને ધીમે ધીમે પ્રેમનું ઘેન ચઢ્યું. એ બધુ ભૂલીને નીલાંગીને વીંટળાઈ ગયો એણે નીલાંગીને વળગી પ્રેમ કરવા માંડ્યો ક્યાંય સુધી બંન્ને જણાં એકમેકનાં અંગને સ્પર્શતા આનંદ લેવા માંડ્યાં.
નીલાંગીનાં સ્પર્શ સુખમાં નીલાંગ આગોશમાં ગયો એણે નીલાંગીનાં વસ્ત્રો દૂર કર્યા પોતાનાં દૂર કર્યા અને જન્મ સમયનો દેહ હોય એમ એને ચોંટી ગયો અને ચિંતા અને ડર દૂર કરીને નીલાંગી સાથે પ્રણય મંથન- કરવા લાગ્યો. ક્યાંય સુધી મંથન કરીને એ પરાકાષ્ઠા આંબી ગયો અને શરીર પછી સાવજ ઢીલું થઇ ગયું. એ એમજ પડી રહ્યો. નીલાંગીએ એનાં માથે અને કપાળે હાથ ફેરવ્યો અને આંખોને ચૂમી લીધી એજ અવસ્થામાં બધી ચિંતા નેવે મૂકીને નીલાંગ ઘસઘસાટ ઊંઘી ગયો.
***********
અભ્યંકર એની ચેમ્બરમાં ગુસ્સાથી આંટા મારી રહેલો. એ બબડયો... સાલો અમોલ એનાં કારણેજ હું ફસાયો છું એણે પૈસાની બેગ મોકલી હું લલચાયો. પણ ઇલેક્શન સમયે એણેજ મને મદદ કરી હતી... પાછો મનોમન બબડ્યો. પણ એ લોકોનાં ગોરખ ધંધામાં મેંજ બચાવ્યા છે. કેટલા કેસમાં એને બચાવ્યો છે એનો બાપ સા.... લો... અનુપ સિધ.. હજી તો ફોન કરીને કહે છે મેં પુરાવા નથી રાખ્યા પતાવી દીધી છે. પાછી કોને પતાવી ? પેલી મોડલ અનીસા... મારે એમાં હાથ નહોતો નાંખવાનો.. પણ એ હતીજ એવી મને પણ લલચાવેલો.. મારે... છોડ અત્યારે હું કેવા વિચારોમાં પડ્યો ?
પેલો રાનડે, કાંબલે એનો પત્રકાર નીલાંગ બધાં ભૂગર્ભમાં જતાં રહ્યાં કોઇનાં હાથમાં નથી આવતા સાલાઓને ધરતી ગળી ગઇ કે આસમાનમાં અલોપ થયાં પેલો શ્રોફ પણ હાથમાં નથી આવતો.
મારાં પોલીસવાળા દેશમુખ અને પેલો પરાંજપે ફૂટી ગયાં મોટાં દેશદાર્ઝવાળા ના જોયા હોયતો સાલાઓ પકડાઇ ગયાં પણ મગનું નામ મરી નથી પાડતાં.
અભ્યંકરે પોલીસ કમીશ્નરને ફોન કર્યો હલો સિધ્ધાર્થ તમે આ મગતરાં જોવાં માણસોને નથી પકડી શકતાં ? કોઇપણ કિંમતે એ લોકોને પકડો તમારે જેટલી મદદ જોઇતી હોય એ લઇ લો તમને જોઇએ એ પોઝીશન - પૈસો આપીશ પણ કાલ સુધીમાં એ લોકો હાથમાં આવી જવા જોઇએ.
સિધ્ધાર્થે કહ્યું સર ત્રણમાંથી એક જણતો મળી ગયો કાંબલે MPનાં કોઇ ગામડે હતો એનાં ફોનને સર્વેલાન્સમાં મૂકેલ સાલાઓએ નંબર બદલી નાંખ્યા છે. ત્યાં બીજી પાર્ટીની સરકાર છે સહકાર નથી મળતો મેં પર્સન્લ અહીંથી જવાન મોકલ્યાં છે એતો હાથમાં આવી ગયો છે વળી એ લોકોની કાર મળી પણ એમાં કંઇ મળ્યું નથી મારી તપાસ ચાલુ જ છે... પણ સર ટીવી ન્યૂઝમાં એ લોકોને ખૂલ્લા કર્યા પછી સાવધ થઇ ગયાં અને ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. એ ઓલોકો ફોન પર વાત કરે તો કંઇક કડી મળે પણ ફોન સ્વીચ ઓફ આવે છે.
અભ્યંકરે કહ્યું જે કરવું હોય એ કરો. મારી સરકાર ખુબ તકલીફમાં આવી જશે. સામાન્ય પબ્લિક પણ હોહા કરશે. ખાસ તો પેલો પત્રકાર હાથમાં આવવો જોઇએ એ ચાલાક છે બધી કરતૂત એનીજ છે એને પકડો.
સિધ્ધાર્થે કહ્યું સર એનું લોકેશન નથી પકડાતું એ ખૂબજ શાતીર છે એનો ફોન ચાલુ હતો હમણાં પણ લોકેશન ના મળ્યું. હવે ફોન સ્વીચ ઓફ આવે છે. પણ તમે ચિંતા ના કરો કાલે સાંજ સુધીમાં અમે એ લોકોને કબ્જે કરી લઇશું.
સર એમની પ્રેસ પર દરોડા પડ્યા ત્યાં કઇ નથી ત્યાંતો માણસ કંઇ કહેતો નથી કબૂલાત માટે રીમાન્ડ પર લીધો પણ ખરેખર એને કંઇ ખબર હોય એવુ નથી લાગતું જે રીતે એને નીચોવયો છે એ બોલીજ નાખે. ગમે તેવા ખૂંખાર ગુંડાને રીમાન્ડ આપીએ એનાંથી વધુ એને.... પણ કંઇ ખબરજ નથી એની હાલત મરવા જેવી થઇ ગઇ છે. પ્રેસ બંધ કરાવી દીધી છે. પ્રેસનાં બધાં ફોનનાં રીઝલ્ટ કઢાવ્યા ક્યાંય એ લોકો સાથે વાતચીત નથી થઇ પ્રેસનાં ફુટેજમાં સાંજે દેખાયાં પણ જાણે ક્યાં ગૂમ થયા.... ત્યાંજ વચ્ચે ફોનમાં ખડખડાટ હસવાનો અવાજ આવતો અને જાણે ત્રીજી લાઇન જોડાઇ હોય એમ સંભળાયું એય અભ્યંકર....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-65