The Corporate Evil - 60 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-60

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-60
નીલાંગ અને નીલાંગી બારમાં બીયર પી રહેલાં નીલાંગી નીલાંગની માફી માંગી રહેલી બધી કબૂલાત કરવા માંગતી હતી. નીલાંગને કહ્યું હું તારી મદદ કરવા માંગુ છું. નીલાંગે હસતાં હસતાં કહ્યું નીલાંગી એક સાચી વાત કહુ મદદ તારે મારી નહીં તારી પોતાની કરવાની જરૂર છે જે લોકો સાથે કામ કરે છે એ લોકો સારાં માણસો નથી. ખૂબ ભ્રસ્ટ અને કામાંધ માણસો છે છોકરીઓને એમનાં ઇશારે નચાવે છે અને ગંદા કામ કરે છે. નીલાંગી નીલાંગની સામે જોઇ રહી. ત્યાં નીલાંગની નજર ઘડીયાળ પર પડી રાત્રીનાં 12.00 વાગ્યાં હતાં. એણે નીલાંગીને કહ્યું મારે એક અગત્યનો કોલ કરવાનો છે હું ફોન કરી લઊં તું બીયર પુરો કર હું ફોન કરી લઊં અને નીલાંગી તરફ એનું બેધ્યાન થયું અને એણે કાંબલે સરને ફોનં કર્યો.
કાંબલેએ ફોન ઉપાડ્યો અને બોલ્યાં નીલાંગ તું ક્યાં છુ આ લોકોએ આપણી કાર ત્યાંથી ઉઠાવી લીધી અને લોકો એ લોકોની સાથે લઇ ગયાં છે અને આપણી તપાસમાં છે તું જ્યાં હોય ત્યાંથી.... પછી ફોન કટ થઇ ગયો.
************
નીલાંગે ફરી ફરી ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવે એણે નીલાંગી તરફ જોયું અને બોલ્યો નીલો મારે કાંબલે સરનો કોન્ટેક્ટ કરી મળવું પડશે. તું ઘરે જા પણ કેવી રીતે જઇશ તને એકલી કેમ કરી મોકલું આટલી રાત્રે ? આપણે કાલે શાંતિથી મળીશું અમારે અમારું મીશન પુરુ કરવું પડશે.
નીલાંગીએ હસતાં હસતાં કહ્યું અરે તું કેમ ચિંતા કરે છે ? હવે મારું કોણ કઇ બગાડી શકવાનું . હું ટેક્ષીમાં ઘરે પહોચી જઊં છું. ઘરે પહોચીને તને ફોન કરીશ તું તારું નીપટાવી લે. કાલે મળીશું. તું કહે એ સમયે તું કહે ત્યાં, મારી ચિંતા ના કર.
નીલાંગી એટલાં વિશ્વાસથી બોવી કે નીલાંગ ચકિત થઇ ગયો. હવે તારું કોઇ કંઇ બગાડી નહીં શકે એટલે ? નીલાંગી સાવધ થતાં બોલી "અરે મેં એટલે કહ્યું કે મેં આજે જોબ છોડી દીધી છે હવે મને કોઇનું કંઇ ટેન્શન નથી આમ પણ તારી ઇચ્છા હતી ને હું જોબ છોડી દઊં... છોડી દીધી.. તું તારુ નીપટાવ હું ઘરે પહોચી જઇશ. નીલાંગે કહ્યું શ્યોર ? સોરી મારી એવી સ્થિતિ છે કે મારે ફરી ફોન કરીને પહોચવુંજ પડશે. પણ તું જે ટેક્ષીમાં બેસે એનો નંબર મને SMS કરી દેજે પહોચીને ફોન કરજે પ્લીઝ.. કાલે મળશું અને નીલાંગીનાં કપાળે ચુંબન કરીને કહ્યું આઇ મીસ યુ ડાર્લીંગ અને બોલ્યો તારુ કપાળ આટલુ ઠંડુ કેમ છે ? તારી તબીયત તો ઠીક છે ને ? આજના દિવસનું તારુ મને કંઇ સમજાતુ નથી...
નીલાંગીએ કહ્યું ના ના બીયર ખૂબ પીવાયો છે એની અસર છે પણ હું પૂરી ભાનમાં છું કાલે મળી ને ખૂબ વાતો કરશું. આમ પણ હવે હું સાવ ફ્રી છું તારી સાથે ને સાથે રહીશ.
ત્યાંજ નીલાંગનાં મોબાઇલ પર રીંગ આવી કાંબલે સરે કહ્યું "સોરી મારે વચ્ચેથી ફોન કાપવો પડેલો રાનડે સરને મેં ફોન કરેલો. એમણે અત્યારેજ આપણને પ્રેસ પર બોલાવ્યા છે એમણે કહ્યું તમે ડર વિના અહીં આવી જાવ પછી આગળની વાત કરીએ છીએ. મને જે સમાચાર મળ્યાં છે એ ચિંતાજનક છે એટલે આગળનો પ્લાન વિચારવો પડશે. નીલાંગે કહ્યું ઓકે સર હું ટેક્ષીમાં પ્રેસ પર પહોચું છું અને ફોન કાપ્યો.
વાત કર્યા પછી નીલાંગી તરફ જોયું તો એ ત્યાં હતીજ નહીં. નીલાંગને ત્યારે આર્શ્ચય થયું એણે ચારે તરફ જોયું તો નીલાંગી ક્યાંય દેખાઈજ નહીં એ ચિંતામાં પડ્યો અને ટેક્ષીની હાથ કરી ઉભી રાખી એને સમજાયુ નહીં કે એ શું કરે ?
ત્યાંજ એનાં મોબાઇલમાં રીંગ આવી અને નીલાંગી બોલી તું ચિંતા ના કરીશ હું ઘરે જવા ટેક્ષીમાં બેસી ગઇ છું. લવ યુ માય લવ બાય ગુડનાઇટ.
નીલાંગને વધારે ને વધારે આશર્ય થયુ કે આતો નવું સીમ છે આ નંબર મેં નીલાંગીને આપ્યોજ નથી એણે કેવી રીતે ફોન કર્યો ? આ બધુ શું ચાલી રહ્યું છે ? એનું મન ચકરાવે ચઢ્યું એણે વિચારો ખંખેરી ટેક્ષીવાળાને કહ્યું "કાફર્ડ માકેટ લે લો એણે પ્રેસનું નામ ના આપ્યું.
******************
જોસેફ અમોલને આઇડીયા આપ્યો કે તમારી ચેમ્બરમાં જે ફાઇલો મૂકવાનું ચોર કબાટ છે ઉભું એમાં આને મૂકી દઇએ પછી યોગ્ય સમયે નીકાલ કરી દઇશું. અને એ ત્રણે જણને ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. જોસેફ સાથે બધાં સ્તબધ થઇ ગયાં. અમોલે ગભરાતાં કહ્યું અહીં આપણે ત્રણ સિવાય કોઇ નથી આ હસવાનો અવાજ કોનો ? જોસેફે કહ્યું સર અહીં કોણ હોય આતો મરી ગઇ છે આ ભ્રમ છે ચાલો પહેલાં આને ઠેકાણે પાડી દઇએ. જોસેફે નીલાંગીની લાશ ખેંચતો ઘસડતો ચેમ્બર તરફ લઇ ગયો. એણે કહ્યું અલ્યા ડફોળ ઊંચકી લેને આખાં બધાં ફલોર પર એનાં લીસોટા લાલ લાલ દેખાય છે.
જોસેફે કહ્યું જીવતી હોતતો ઊંચકીને ગળે લગાવત આ લાશતો હવે કંઇ કામની નથી તમે પતાવી દીધી. અને વિકૃત પણે હસી પડ્યો. અમોલે કહ્યું આવા સમયે મજાક સૂજે છે ?
જોસેફે કહ્યું સર મને તો મોકો... કંઇ નહીં વસૂલી લઇશ તમે લોકો બહાર જાવ હું જરૂર પડે તો બોલાવીશ શાંતિથી દારૂ પીવો છે. અમોલ અને બીજી વ્યક્તિ સાથે બહાર જતા રહ્યા. બીજી બ્લેક લેબલ તોડી અને બંન્ને જણાંએ નીટ પીવાનું ચાલુ કર્યું. અમોલને પેલી વ્યક્તિએ કીધુ સા..લી.. રાંડે એવી લાત મારી છે હજી કળ નથી વળી મને લાગે છે હવે કદી હું.. નહીં કરી શકું કાલેજ ડોક્ટરને બતાવવું પડશે. સાલી જતા જતા બરબાદ કરી ગઇ.
અમોલે કહ્યું "હવે બસ કરો આવું બધુ.. બહું થયું આપણે ધંધાની જગ્યાએ ધંધે લાગી જઇશુ ખબર નહીં પેલી વ્યક્તિને શું થયુ ઉભા થઇને અમોલને લાફો ઝીંકી દીધો અને ફોન ઉપાડી નંબર જોડ્યો... હાં હું બોલુ છું વચ્ચેથી કાંટો એકતો નીકળી ગયો છે પણ પેલા લોકોને છોડતો નહીં નહીંતર તમારો પણ વારો આવી જશે સંભાળજે. પછી વાત કરીશ શાંતિથી એમ કહીને ફોન કાપ્યો.
જોસેફ નીલાંગીને ઘસડીને ચેમ્બરમાં લઇ આવ્યો પછી ડોકીયુ કરીને બાજુની ચેમ્બરમાં જોયુ તો અમોલ ગુસ્સામાં હતો એ ડ્રીંક પર ડ્રીક પી રહેલો અને બીજો એની સામે જોઇને ડ્રીંક લઇ રહેલો જોસેફ પાછો આવી નીલાંગીને કેડથી નીચેનું વસ્ત્ર કાઢી નાંખ્યુ અને હાથ ફેરવવા માંડ્યો. બબડ્યો સાલી મરી ગઇ તોય હજી ગરમ છે એમ કહીને એણે એનું પેન્ટ ઉતારી નાખ્યુ અને વાસના સંતોષવા જેવો ઉપર ચઢવા ગયો ત્યાંજ એ આખો ઉછળ્યો અને પછડાયો.
જોસેફનાં મોઢેથી ચીસ નીકળી ગઇ અને અમોલ અને બધા બંન્ને દોડી આવ્યાં. નગ્ન જોસેફને ચીસ નાંખતો જોઇને ગભરાયાં અમોલે કહ્યું શું થયુ કેમ ચીસો પાડે છે ? તારુ પેન્ટ ક્યાં ? તું અત્યારે હજી શું કરે છે ? ત્યાં જોરથી પવન વાયો એની ચેમ્બરની બારીઓ ખૂલી ગઇ અને જાણે પવન ફૂકવા સાથે ફરી હસવાનો અવાજ આવ્યો. ત્રણે ખૂબ ગભરાયા... ત્રૂટક ત્રૂટક અવાજે આવ્યો. ત્રણે ખૂબ ગભરાયા. જોસેફ ત્રૂટક ત્રૂટક અવાજે કહ્યું નક્કી આજ કરે છે પણ એનું તો શરીર હજી ગરમ છે સાલી જીવતી લાગે છે... હું એને ...પણ એને મને ચાન્સજ ના આપ્યો.
અમોલે કહ્યું જે કરવાનું છે એ કરને એ જીવતી છે ? તો પુરી કર અને કબાટમાં નાંખ હવે કોઇ બીજો ઉપાય નથી કરવો. જોસેફ એજ અવસ્થામાં નીલાંગીને ઘસડી છેક કબાટ પાસે લઇ આવ્યો અને અંદરની તરફ એને નાંખી આખુ શરીર અંદરની તરફ ઘકેલી દીધુ અમોલે કહ્યું ત્યાં હાર્ડવેર સામાન છે અને પ્લાયની સીટ છે એ લઇ આવ અને સીટ ફીટ કરી એને કબાટ સીલ કરી દે મેં થોડુ તો લોહી સાફ કર્યું છે બાકીનું પછી સાફ કરી નાંખુ... હું તો થાક્યો છું દારૂ પણ હવે માથે ચઢયો છે સૂઇ જવું છે. જલ્દી કર...
જોસેફ હોલમાં જઇને હાર્ડવેરનો સામાન અને પછી પ્લાયની સીટ લઇ આવ્યો આખુ કબાટ સીટ ફીટ કરીને સીલ કરી દીધું. અમોલે કહ્યું. ચાલો પત્યુ તું આ બધું લોહી સાફ કરીને રાખ અમે સૂઇ જઇએ અને અમોલ સાથે પેલી વ્યક્તિ બંન્ને જણાં ઓફીસમાં બનાવેલા બેડરૂમમાં સૂવા જતાં રહ્યાં.
જોસેફ કપડાથી લોહી સાફ કરી રહેલો. જેટલુ સાફ કરે એટલું પાછું લોહી વાળું થતું જતું હતું એ ગભરાયો કે આવું શું થઇ રહ્યુ છે ? ત્યાંજ જોસેફ એકદમજ હવામાં ઊંચકાયો પાછો પછડાયો એની ચીસની ગૂંજ ચેમ્બરમાં ગૂજતી રહી ત્યાં ફરીથી ઊંચકાયો અને ઊંચકાઇ ઓફીસની કાચની બારી તોડી બીલ્ડીંગની બહાર ફંગોળાઇ ગયો. એની પડવાની નીચે પછડાવાની ચીસ સાંભળવા બંન્ને જણાં ભાનમાં નહોતાં... આખાં ફલોર પર હજી તાજા લોહીનાં છાંટા દેખાઇ રહ્યાં હતાં.. પણ જોસેફનાં હતાં...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-61

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED