ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-13

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-13
આઇ મારુ ટીફીન ભરી આપને મારે વહેલાં જવાનું છે પ્લીઝ નીલાંગે એની માં ને કહ્યું. આશાતાઇએ તરતજ કહ્યું "નીલુ તારી સર્વિસને મહીનોજ થવા આવ્યો છે પણ જાણે તું કેટલાય સમયથી કામ કરતો હોય એવું લાગે છે હમણાંથી તને વહેલુંજ જવાનું થાય છે સારુ છે ઘરે સમયસર આવે છે.
તારામાં રહેલો પત્રકાર દિવસે દિવસે વધારેને વધારે એક્ટીવ થઇ રહેલો છે. અને નીલાંગ સાચું કહું ગઇકાલે તું મારાં માટે મોબાઇલ લઇ આવ્યો મને એટલો આનંદ થયો છે કે હવે હું પણ તારી સાથે ગમે ત્યારે વાત કરી શકું છું મને એટલો ઉત્સાહ હતો કે તેં રાત્રેજ બધુંજ મને સમજાવી દીધુ કેવી રીતે ઉપયોગ કરવાનો... તને ખબર છે મારાં મનની જ વાત તેં કાલે અમલમાં મૂકી.
નીલાંગ આપણાં તો ક્યાં સગાવ્હાલા છે કોઇ બસ મારાં બધાં શેઠ-શેઠાણી એ મને શું ફોન કરવાનાં ? એમને હું સમયસર કામ પર જઊં એજ મતલબ હોય. પણ તેં કાલે પહેલો ફોન નીલાંગીને લગાવી એની સાથે વાત કરાવી મને ખૂબ ગમ્યું એટલી મીઠડી છે મારી વહુ મને ખૂબ ગમે છે. બાપાએ એટલુ તો સારુજ કર્યું વહુ ખૂબ સારી આપી છે.
નીલાંગે કહ્યું માં તારી વહુ બહુ સારી છે પણ હજી લગ્ન નથી થયાં કે વહુ વહુ કરે છે. અને તમે જલ્દી ટીફીન ભરો એ તમારી વહુજ રાહ જોતી હશે સ્ટેશન પર અને આશાતાઇ હસી પડ્યાં.
ઓહો એવી વાત છે એની ઉતાવળ છે લે આ તારું ટીફીન વાતવાતમાં મેં ભરી દીધુ છે કેમ ચિંતા કરે છે અને જો મેં એનાં માટે ગોળનાં લાડુ બનાવ્યાં છે આ ડબો એને આપી દેજે એ ખાશે તો મને હાંશ થશે.
નીલાંગ કહે "અરે એ હજી આ ઘરમાં પણ નથી આવી અને અત્યારથી એનાં માટે લાડુ બનાવી આપ્યાં પણ મને કેમ નહીં મને પણ ખૂબ ભાવે છે.
આશાતાઇએ હસી પડતાં કહ્યું "અરે તારાં માટે પણ છે તારાં ટીફીનમાં પણ મૂક્યાં છે અને ઘરમાં છે... બહુ ગુંડો મારો દીકરો. મારી લાડકી છે ખબર છે ભલે મને મળવા બહુ નથી આવી શક્તી પણ હવે ફોન પર વાતો કરીશું અને રોજ.
નીલાંગ ખૂબ જ ખુશ થઇ ગયો એણે કહ્યું માં હું તમને સમજાવવુ ભૂલ્યો છું જુઓ લાવો તમારો ફોન હવે તમારે નીલાંગી સાથે વાત કરવી હોય તો તમારે ખાલી આ 1 નંબર છે એજ દબાવવો સાથે આ સ્ટાર દબાવી દેજો સીધો નીલાંગીનેજ લાગશે ફોન અને આ 2 અને સ્ટાર દબાવ્યો સીધો મનેજ ફોન લાગશે મેં આ સવારે ઉઠીને ફોનમાં સેટ કરી દીધુ છે એટલે ના તમારે નામ શોધ્વું લખવું કે ના આખો નંબર શોધવો સીધોજ ફોન લાગશે.
આશાતાઇ ખુશ થઇ ગયાં. આ તેં સારું કરી આપ્યુ છે હાં હાં સમજી ગઇ દીકરાં. તને ખબર છે નીલાંગ હું બધાને ત્યાં કામ કરવા જઊં ત્યાં શેઠાણી એમનાં ઘરનાં છોકરાં સુધ્ધાં આવા ફોન વાપરે મને ઘણીવાર વિચાર આવે કે હું ક્યારે આવો ફોન વાપરીશ ? હું લઇ શકીશ ? મને આવડશે હું બધાં વિચારમાં પડી જતી તું ભણી રહેલો ત્યારે મને થઇ મારો નીલાંગ મોટો થશે ત્યારે એ જ લાવી આપશે અને તેં મારી ઇચ્છા પુરી કરી દીકરા. આમ બોલતાં બોલતાં આશાતાઇની આખોમાં પાણી ઘસી આવ્યાં પોતાનાં સાલ્લાનાં છેડાથી આંખો લૂછી આજે આંસુ હર્ષનાં હતાં.
નીલાંગ પણ લાગણીશીલ થયો એણે આશાતાઇને ગળે વળગાવીને કહ્યું "આઇ હું તો તને કામ કરવા જવાની પણ નાજ પાડુ છું હવે તમે ઘરે રહો હું કમાવા લાગ્યો છું આરામ કરો તમારે જે બીજુ કરવુ હોય એ કરો હવે બધીજ જવાબદારી મારી છે.
આશાતાઇએ કહ્યું "અરે દીકરા... તારી નોકરી લાગ્યા પછી મેં 3 કામ છોડી દીધાં બસ હવે 3 કામ જ કરું છું એ પણ સાવ આપણાં ઘર જેવાં જ છે એવી હળીભળી ગઇ છું કે મારું જ છે જાણે કુટુંબ એ લોકોએ મને ઘણી મદદ કરી છે હવે એકદમ છોડવા જીવ નથી ચાલતો દીકરા.
એ લોકો વારે વારે તારાં વિશે પૂછે અને જાણીને આનંદ વ્યક્ત કરે છે એમાંય એક ગુજરાતી કુટુંબ તું જાણેજ છે એમને સરલતાઇ તારાં વિષે કાયમ પૂછે વરસોથી દીવાળીમાં તારાં કપડાં જૂતા માટે પૈસા આપે ઘણીવાર તારી ફીનાં પૈસા એમણે આપ્યાં છે મારી જ ઉંમરનાં છે એ સ્ત્રીની તક્લીફો, કુટુંબમાં કેવીરીતે રહેવાય સંબંધો સચવાય એમની પાસે શીખાય. ઘણો પૈસો છે છતાં એટલાં સરળ અને નિરાભીમાની છે આટલો મૃદ્દુ સ્વભાવ કોઇનો નથી જોયો મને ક્યારેય એમણે કામવાળી નથી સમજી હંમેશા એક બહેન કે સહેલીની જેમ રાખી છે સાચવી છે તારી નોકરી લાગી એ ખૂબ જ ખુશ થયેલાં તારી પ્રગતિ માટે પ્રાર્થના કરે કાયમ.
પણ ભગવાન આવાં માણસો સાથે અન્યાય કરે છે એમનો જુવાન જોધ દીકરો એક્સીડેન્ટમાં ગૂજરી ગયો એમનું હૈયાફાટ રુદન હજી યાદ છે અને બોલતાં બોલતાં આશાતાઇનાં આંખોમાં આંસુ આવી ગયાં.
નીલાંગે વાત બદલતાં કહ્યું "આઇ બસ કરો તમે ના છોડતાં કામ બસ પણ આમ દુઃખી ના થાવ. એમને કહેજે એમને કંઇપણ એવું કામ હોય મને કહે હું કરી આપીશ આપણે પણ સાચવીશું.
આશાતાઇ કહે મેં તને આજે એટલે કહ્યું કે એમને ત્યાં કામ નામનું છે સંબંધ જ સાચો છે બીજી કામવાળી રાખી છે મારે કંઇ નથી કરવાનું હોતું એમનું જ કામ હું જોઊં છું અમે વાતો જ કરતાં હોઇએ છીએ.
દીકરા તેં આ સાચું કીધુ હું એમને કહીશ કે કંઇ કામ હોય તને જણાવે... પણ એકનો એક જુવાન તૈયાર થયેલો દીકરો આમ છોડી જાય શું દશા થાય ? મે નજરે જોયું છે.
નીલાંગે ટીફીન અને લાડુનો ડબ્બો લીધો માં ને વળગીને વ્હાલ કરતાં કહ્યું "આઇ આમ દુઃખી ના થા ચલ હું નીકળુ મારો ટ્રેઇનનો ટાઇમ થઇ ગયો આમ તું મને વાતો કરાવ્યા કરીશ તો ટ્રેઇન ચૂકી જઇશ. એમ બોલીને નીલાંગી રીતસર દોડ્યો.
આશાતાઇ જતાં નીલાંગને જોઇ રહ્યં અને મનોમન બાપાનો આભાર માનવાં લાગ્યાં કે મને દિધો સમજુ દિકરો આપ્યો છે અને દૂર જતાં નીલાંગને જોઇ મીઠી વાળી ઓવારણાં લીધાં ટચાકા ફોડ્યાં અને પછી પોતે કામે જવા નીકળ્યા ઘર બંધ કર્યુ અને ત્યાંજ એમનાં મોબાઇલમાં રીંગ આવી આશાતાઇએ ખુશ થતાં ફોન ઉપાડ્યો.
"આઇ જય ગણેશ કેમ છો આઇ મને થયુ લાવ તમને ફોન કરું" નીલાંગીનો અવાજ સાંભળીને આશાતાઇ ખૂબ ખુશ થઇ ગયાં એમણે કહ્યું " હો હો નીલાંગી જય ગણેશ દીકરા... કેટલું સારુ લાગ્યુ કે કોઇએ મને ફોન કર્યો બાકી મને કોણ ફોન કરે ? જો કે હજી બધાને ખબર પણ નથી કે મારી પાસે હવે ફોન છે પણ આજે હું જ્યાં જવાની ત્યાં બધે નંબર આપી દેવાની મને નીલાંગે એનાં કાર્ડ પર લખીને આપ્યો છે જેમાં નીલાંગનો પણ ફોન છે અને તારો તો એણે ફોનમાં સમજાવ્યો કે કેવી રીતે કરવો.
આશાતાઇ એક સાથે ઘણું બોલી ગયાં. નીલાંગીએ હસતાં હસતાં કહ્યું "હાં આઇ સાચુ થયું સારુ કહુ આઇ ? મેં જ નીલાંગને કહેવું આઇને આવુ કહી આપજો એટલે આઇને કોઇ તકલીફ જ નહીં પડે અને હસવા લાગી.
આશાતાઇ કહે તું કહે કે નીલાંગ મારાં માટે તો બસ તમે બે જ છો મારાં.... એવું બોલતાં પણ આશાતાઇ લાગણી નથી થઇ ગયાં પછી કંઇક સમજી ગયાં હો એમ બોલ્યાં નીલાંગ હમણાં જ નીકળી ગયો સ્ટેશન પહોચી પણ ગયો હસે બેટાં.
નીલાંગીએ હવે સત્ય પ્રકાશ્યુ કે હાં આઇ હું ક્યારની એને ફોન કરું છું ઊંચક્તો નથી કદાચ ખીસામાં ફોન હશે કંઇ નહીં આઇ હું ફોન મૂકુ મારે પણ સ્ટેશન પહોચવાનુ છે ઓકે બાય આઇ.... આશાતાઇએ હસતાં કહ્યું "બાય દીકરા.
આશાતાઇને હસવુ આવી ગયું... અને મનમાં મલકાતાં પોતાનાં કામ તરફ જવા નીકળી ગયાં.
****************
નીલુ તે સારું કર્યું આઇને સરળ કરી આપ્યું ફોનનું નીલાંગીએ ટ્રેઇનમાં નીલાંગને કહ્યું અને નીલાંગે કહ્યું "માં ખૂબજ ખુશ થઇ ગઇ છે એને થયુ હવે આપણે બંન્ને જણ એનાં સાથમાંજ રહીએ છીએ આખો વખત.
અને મને પણ શાંતિ થઇ ગઇ કે આઇને હવે ઇમરજન્સીમાં ખૂબ કામ લાગશે અને આપણને પણ કામ લાગશે શું કહે છે ? મીઠી ? એમ કહીને નીલાંગ નીલાંગીની વધુ નજીક ગયો અને એની નજર અચાનક....
વધુ આવતાં અંકે -- પ્રકરણ-14