ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-54
નીલાંગ અને નીલાંગી વાત કરી રહેલાં અને નીલાંગનાં મોબાઇલ ઉપર નંબર ફલેશ થયો રાનડે સરનો... એણે તરતજ ઉપાડ્યો અને રાનડે સરે કહ્યું "નિલાંગ તું જ્યાં હોય ત્યાંથી પહેલાંજ ઓફીસે પહોચ ખાસ કામ છે. નીલાંગે તુરત જ જવાબ આપતાં કહ્યું ઓકે સર પહોચું છું અને નીલાંગે નીલાંગીને કહ્યું "સોરી નીલો તું" ઘરે પહોંચ મારે પાછાં ઓફીસે પહોંચવુ પડશે અરજન્ટ બોસનો ફોન હતો ચોકકસ કોઇ એવી મેંટર છે કે મને તુરંતજ પાછો ઓફીસે બોલાવી રહ્યાં છે. તું પહોચીને પહોંચ્યાનાં મને મેસેજ કરે દે જે પ્લીઝ. સાયાન્સ સંજોગોમાં તું પહોચીજ જાય પણ અત્યારે આપણે બીયર લીધો છે એટલે જ કહ્યું છું પ્લીઝ આ મારી કાળજીને ઇન્ટર ફીયરન્સ ના સમજીશ પ્લીઝ.. ટેઇક કેર સ્વીટુ પછી રાત્રે તારી સાથે વાત કરીશ...
નીલાંગીને કહીને નીલાંગ તુરંતજ બારમાંથી નીકળી ગયો અને બાઇક દોડાવી દીધી ઓફીસ તરફ. નીલાંગી થોડીવાર એમજ બેસી રહી.... એ વિચારી રહી કે હું શું કરી રહી છું ? અને ત્યાંજ એનાં મોબાઇલમાં ફોન આવ્યો. એણે જોયુ સ્ક્રીન પર તો અમોલસરનો ફોન હતો. એને ખૂબજ આશ્ચર્ય થયું એણે તુરંતજ ફોન ઊચક્યો.... અમોલનો ફોન છે જોઇનેજ એનો અડધો નશો ઉતરી ગયો. એણે કહ્યું "હલ્લો અમોલ સર ? અત્યારે ?
સામેથી અમોલે કહ્યું સોરી નીલાંગી તું હવે કદાચ ઘરે પહોંચવા આવી હશે પણ અહીં ઓફીસમાં... મને થયું તને પહેલાં જણાવું અને જો તું આવી શકે પાછી તો તું રૂબરૂ જુએ. તું ક્યાં છે ? અમોલે સામટાં પ્રશ્નો કરી દીધાં.
નીલાંગીએ આષ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો અરે સર અત્યારે ? અત્યારે હું દાદર સ્ટેશને છું મારે અહીં દાદર થોડું કામ હતું એટલે પણ ઓફીસમાં એવું તો શું છે ? કાલે સવારે તો જોઇશજ ને ? અમોલે કહ્યું અરે સવારે શું અત્યારેજ એની મજા છે અને તારાં માટે મોટી સરપ્રાઇઝ છે તું આવે તો સારું... પછી તારી મરજી તને હું દબાણ નહીં કરી શકું આમ પણ મારી ઇમ્પ્રેશન... કંઇ નહીં તને ઠીક ના લાગે તો કાલે વાત એમ મૂડલેસ થઇને એણે ફોન કટ કરી દીધો.
નીલાંગી વિચારમાં પડી ગઇ. અત્યારે અમોલ મને ઓફીસે શા માટે બોલાવે છે ? નીલાંગીએ હાથની ઘડીયાળમાં જોયું તો 8.00 વાગી ગયેલાં એને થયું ના નથી જવું કાલે સવારેજ વાત. હું ઘરેજ પહોચું.... ત્યાં ફરી વિચાર આવ્યો કે નીલાંગ પણ આમેય એની ઓફીસ ગયો છે ખબર નહીં શું અરજન્ટ કામ છે અમોલની નોકરીની બધીજ વાત હું નીલાંગ પાસે કબુલી લઊં હમણાં ઘરે નથી જતી સાથે સાથે નીલાંગને વિશ્વાસ કરાવી દઇશ કે અમોલ એવો માણસ નથી. આજે નીલાંગની સાથેજ બધી કબૂલાત કરીનેજ ઘરે જઇશ આમ રોજ રોજ જૂઠું બોલીને હવે મારાથી નહીં જીવાય.
નીલાંગી વિચારી રહી કે નીલાંગ બધીજ રીતે સાચો છે મારી કેટલી કાળજી લે છે અને એને જાણે 500 વર્ષનો અનુભવ હોય એવી વ્યવહારીક અને સારી સારી વાતો કરે છે એ દરેક વ્યક્તિને એક નજરમાં માંપી ઓળખી લે છે કેટલો હુશિયાર છે એણે મને માંપીજ લીધી હશે એને ખબર પડી ગઇ છે કે હું જુઠુ બોલી રહી છું એને કેટલું દુ:ખ પહોચાડ્યુ છે મેં એને બધી ખબર પડે છે મને એવો સાથી આવો પ્રેમી આટલી કાળજી લેતો માણસ નહીં મળે. હું એને ખોવા નથી માંગતી હું આજે એની પાસે બધીજ સાચી કબૂલાત કરીજ લઇશ પછીજ ઘરે જઇશ. ત્યાં સુધી ફાસ્ટ ટ્રેઇનમાં મરીનલાઇન્સ પહોચી જઉ અને અમોલને પણ મળી લઊં અને ઓફીસથી જ નીલાંગને ફોન કરીને ત્યાંજ બોલાવી લઇશ. અમોલ સાથે સીધીજ મુલાકાત કરાવીશ. એને અમોલ સાથે પણ જે ચર્ચા કરવી હોય એ કરી લે એને મળ્યાં પછી પણ નીલાંગ કહેશે તો હું અમોલની નોકરી છોડી દઇશ. પણ હું મારાં નીલાંગને ખોવા નથી માંગતી.
આટલાં વિચારો કરીને નીલાંગીએ અમોલને ફોન જોડ્યો અને કહ્યું "સર હું દાદરથી ફાસ્ટમાં આવુ છું મરીનલાઇન્સ ત્યાંથી ટેક્ષીમાં ઓફીસ આવું છું અમોલે કહ્યું તને અત્યારે ટેક્ષી મળે કે ના મળે જોસેફ તને લેવા આવી જશે તું ઓફીસ એની જોડે આવી જજો. થેક્યુ નીલાંગી...
નીલાંગીએ કહ્યું "સર હું પણ તમને એક સરપ્રાઇઝ આપીશ આજે હું કોઇની મુલાકાત કરાવીશ પછીથી...
અમોલે પૂછ્યું મુલાકાત ? કોની ? નીલાંગીએ કહ્યું અરે સર સરપ્રાઇઝ પછી નહીં રહે. અમોલે આગળ પૂછતાં કહ્યું કોણ છે ? તારી સાથેજ લઇને આવે છે ? નીલાંગીએ કહ્યું ના ના સર એ તો પછી હું ફોન કરીને બોલાવી લઇશ એમને અત્યારે તો પહેલાં તમારી સરપ્રાઇઝ જોવા આવું છું.
અમોલે કહ્યું ઓહ ઓકે ઓકે આવી જા તું રાહ જોઉ છું નીલાંગી દાદર સ્ટેશનથી ફાસ્ટમાં બેસી ગઇ મરીનલાઇન્સ જવા અંગે અને થોડીકજ મીનીટોમાં એ મરીનલાઇન્સ પહોંચી ગઇ. એ સ્ટેશનથી બહાર નીકળી અને જોસેફને જોવા લાગી પણ ક્યાંય જોસેફને જોયો નહીં એને થયુ સરે તો કહ્યું હતુ જોસેફ લેવા આવી જશે... અને ત્યાંજ એનાં મોબાઇલમાં રીંગ આવી "અરે નીલાંગી હું તને જોઇ રહ્યો છું સીધીજ આવી જા ત્યાં સ્ટેશન નજીક કાર નથી એલાઉ હું અહીં રાહ જોઉ છું પાર્કીંગના બોર્ડ પાસે.
નીલાંગી એ કહ્યું સર તમે લેવા આવ્યાં ? અમોલે કહ્યું હાં જોસેફ જરા કામમાં અટવાયેલો હતો તારો આવાનો સમય થઇ ગયો એટલે હુંજ આવી ગયો વાતો કરતાં કરતાં નીલાંગી કાર પાસે પહોંચી ગઇ. કારમાં બેસી ગઇ.
અમોલે કહ્યું "થેંક્યુ નીલાંગી તેં મારી વાત રાખી અને પાછી ઓફીસ આવી કંઇ નહીં સરપ્રાઇઝની મજા અત્યારેજ હતી સવારે એ સરપ્રાઇઝ વાસી થઇ જાત એટલે અને મારે પહેલી તનેજ બતાવવી હતી... નીલાંગીએ આશ્ચર્ય સાથે પૂછવું પણ એવું શું છે કે પહેલી મારે જોવાની છે ? એવું શું ખાસ છે ? હું તો માત્ર સેક્રેટરી છું વિશેષ કંઇ નહીં.... નીલાંગીએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું....
અમોલ કહે પર્સનલ સેક્રેટરી તરીકે તારું સથાન આગવું છે મને ખબર છે જ કે વિશેષ કંઇ નહીં. પણ અત્યારે સાચેજ ઓફીસમાં.... વળી 8 જ વાગ્યા હતાં એટલે મેં તને ચાન્સ લેવા કીધો.. બાય ધ વે તારી શું સરપ્રાઇઝ છે. કોની સાથે મુલાકાત કરાવવાની છે ?
નીલાંગીએ કહ્યું એ પણ સરપ્રાઇઝ રહેવા દો હવે પહેલાં ઓફીસમાં સરપ્રાઇઝ જોઇ લઊં પછી તરતજ મારી સરપ્રાઇઝ અમલમાં મૂકીશ એમ કહીને હસવા લાગી ત્યાં ઓફીસ બિલ્ડીંગ આવી ગયુ 10માં માળે સીધી કાર ગઇ અને પ્રાઇવેટ-પર્સનલ લીફ્ટમાં બંન્ને જણાં 36 માળની પોતાની ઓફીસમાં જવા લગ્યાં. અમોલ નીલાંગીની સામે જોઇ રહેલો નીલાંગીને એની આંખોમાં હજી નિર્દોષતા ડોકાઇ રહેલી દેખાતી હતી કોઇ મિત્ર સરપ્રાઇઝ આપતો હોય એવું એને ફીલ થઇ રહેલું.
પોતાની ચેમ્બરમાં સીધાજ પ્રવેશી ગયાં પછી અમોલે કહ્યું તું અહીં ચેમ્બરમાં બેસ હું તને થોડીકજ ક્ષણોમાં મસ્ત સરપ્રાઇઝ આપું છું એમ કહીને એ ચેમ્બરથી જોડાયેલાં રૂમમાં જતો રહ્યો.
**************
નીલાંગ ઓફીસ પહોચી ગયેલો એણે રાનડે સરને કહ્યું "સર શું થયું શું અરજન્ટ બની ગયું ? રાનડે સરે કહ્યું આ રેકર્ડ સાંભળ... તું ઓફીસમાંથી નીકળી ગયો એ પછી આપણાં સી.એમ. અભ્યંકર સાહેબનો ફોન હતો મારાં ઉપર... પણ મારાં દરેક ફોન રેકર્ડ પર છે એટલે ફોન રેકર્ડ થયેલો તું સાંભળ અમારી વાતચીત પછી આગળ નક્કી કરીએ.
નીલાંગે શાંતિથી ફોનની વાતચીત સાંભળી પછીથી રાનડે સરને કહ્યું આ અભયંકર છે કે ભયંકર ? આ કઇ જાતનો માણસ છે ? આવી સીધે સીધી લુખ્ખી દાદાગીરી ? પણ સર તમે ચિંતા ના કરો એકવાર પુરાવા મારાં હાથમાં આવી જવા દો પછી જોઉં છું કે એ અભયંકર સાહેબ શું કરે છે ? પછી જોશે આખી દુનિયા તમાશો....
*************
અમોલ બાજુનાં રૂમમાંથી પાછો આવ્યો અને એણે નીલાંગીને કહ્યું ચાલ હવે તને બોલાવી છે જે જોવા એ સરપ્રાઇઝ બતાવું એમ કહીને બાજુનાં રૂમમાં લઇ ગયો એ રૂમ એકદમ શીતળ ઠંડો મલમલી લીલી સીટ પર અને બેસાડી નીલાંગીએ કહ્યું "સર આટલું અંધારુ કેમ છે ? અમોલે કહ્યું આજ તો સરપ્રાઇઝ છે એમ કહીને નીલાંગીને બેસાડી અને થોડીજ ક્ષણોમાં સ્ક્રીન દેખાયો અને એમાં.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-55