ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-23 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-23

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-23
નીલાંગે કાંબલે સર સાથે બધી વાતચીત કરી. કાંબલે સર રાનડેનાં ગયાં પછી થોડાં સીરીયસ થઇ ગયાં. એણે કહ્યું નીલાંગ તને શરૂઆતમાંજ ગઝબની સફળતા મળી ગઇ છે હું અને રાનડે સર ખૂબજ ખુશ છીએ કદાચ મીડીયાની દુનિયામાં તું પહેલો પત્રકાર હોઇશ જેને આટલી ઝડપથી સફળતા મળી છે.
"પણ નીલાંગ હવેજ સાવચેતી રાખવાની છે તારે અમે તને પ્રમોટ કરી રહ્યાં છીએ તું આ ખબર કેવી રીતે લાવ્યો એ કોઇ સાથે શેર ના કરીશ. અમુકવાર મોટાં માથા શોધીને પછી બદલો વાળે છે આ અનુપ ઇન્ડસ્ટ્રીઝવાળો અનુપ અને અમોલ બંન્ને પહોંચેલી માયા છે. બીજું એમનાં ચરિત્ર તને ખબર પડશેજ પણ સાવચેત રહેજો અમે તને બધીજ રીતે પ્રોટેક્ટ કરીશુંજ આ તને ગભરાવવા કે બીવરાવવા નથી કહી રહ્યાં સાવચેત રહેવા કહી રહ્યો છું. પેટછૂટી વાત કહુ તો ઇનામ આપીને પબ્લીશરને તો ઘણો ફાયદો થવાનો છે. આજે તો આપણી ટી.આર.પી. આભ આંબશે અને આપણુ નામ થવાનું છે એ નક્કી જ.
આગળ મેં તને હમણાં જે સ્ટ્રેટેજી સમજાવી છે એમ આગળ બધે જે પછી તારી ગટ્સ અને હોંશિયારતો છેજ. હવે પ્રેસ એનુ કામ કરશે તું આજે વહેલો છૂટો... જોકે કામ ઘણાં છે. પણ હું તને છૂટ આપુ છું આજે એશ કરીલે. જે કલબ - હોટલમાં જવું હોય તો જા અને મજા કર સાથે જેને લઇ જવી કે જવો હોય તો છૂટ છે એન્જોય યોર નાઇટ.. બેસ્ટ લક.
એટલીવારમાં એકાઉન્ટ વિભાગમાંથી એકાઉન્ટન્ટ એક કવર કાંબલેને આપી ગયો એમાં રોકડા 30 હજાર હતાં કાંબલેએ કહ્યું " એકાઉન્ટન્ટ તમારી ભૂલ થાય છે... એમણે કહ્યું ના સર પાછળથી રાનડે સરે 30 કીધાં છે આપવા અને કાંબલે ખડખડાટ હસી પડ્યાં કહ્યું "હું એડીટર છું પણ સમજી ગયો રાનડે સર આજે મોજમાં છે. ટી.આર.પી. અને કોપીમાં તડાકો પડવાનો છે પ્રેસને તો ધીકેળાં કરી આપ્યાં છે તે પણ હવે તારી પાસે વધુને વધુ અપેક્ષા રાખશે એ નક્કી સમજ જે એટલે તારેજ તારા રેકર્ડ તોડવો પડશે.
નીલાંગે કવર સ્વીકાર્યુ અને ખુશ થઇ ગયો એણે કહ્યું સર આજે તો કાર જોઇશે પૂરા વટથી ફરવા નીકળીશ. કાંબલે સરે કહ્યું તારી બાઇક કાલે મળી જશે જા જલ્સા કર.
નીલાંગે પ્રેસ કમ્પાઉન્ડમાંથી હોન્ડા કાર કાઢી અને ઘરે જવાં નીકલ્યો એણે કાર બહાર કાઢી પહેલાંજ નીલાંગીને ફોન કર્યો અત્યારે 6.30 થયાં છે. હવે છૂટવાનોજ સમય છે એને કહી દઊં હું ત્યાં સ્ટેશન આવું છું બીજું કંઇ નહીં કહું સરપ્રાઇઝ આપીશ કહીશ સ્ટેશનની બહાર ઉભી રહેજે.
આજે તો કાર અને ખીસામાં નોટોનો માલ હતો ખૂબજ ખુશ હતો એણે નીલાંગીને ફોન કર્યો. તરતજ ઉઠાવ્યો બોલ કેમ વહેલો ફોન કર્યો. નીલાંગે કહ્યું "વહેલો ક્યાં છું ? સમય તો થયો કેમ આજે પણ તારે રોકાવાનુ છે ?
નીલાંગીએ કહ્યું "ના શ્રોફ સર તો કાલથી દોડધામમાં છે ખબર નથી શું થયું પણ હવે હમણાં નીકળીશ સ્ટેશન પર મળીએ હું આપણી જગ્યાએ ઉભી હોઇશ પ્લેટફોર્મ પર...
નીલાંગે કહ્યું હું ઓફીસથી નીકળુ છું પણ અંદર નહીં સ્ટેશનની બહાર ઉભી રહેજે હું આવુ છું આગળ કંઇ વાતચીત કરે એ પહેલાંજ ફોન કાપી નાંખ્યો.
નીલાંગી ઓફીસમાં ભાવેને કહીને બહાર નીકળતી હતી અને સોમેશ કહ્યું " હાં જા તું સરતો હમણાં બીઝી રહેવાનાં છે નીલાંગીને કૂતૂહુલ થયુ એણે ભાવેની નજીક જઇને કીધુ કેમ શું થયુ ? કાલેજ સર ડીસ્ટર્બ લાગતાં હતાં.. ભાવે એ આજુ બાજુ જોયું અને બોલ્યો "પેલો બનાવ બન્યો છે તને કીધુ નથી અમોલ સરનું... એમાં અનુપ સરે બોલાવ્યાં છે કંઇ લીગલ કરવાનુ હશે પૈસા એક સામટાં ઉપાડેલાં છે એનુ એડજેસ્ટમેન્ટ છે.. કોઇને કંઇ કહેતી નહીં. આતો તું ખાસ છે એટલે કારણ કીધુ.
"તું તો ખાસ છે એવુ બોલ્યો ભાવે એટલે નીલાંગી સાવધ થઇ ગઇ અને વાત ટૂંકાવીને કહ્યું "ઓહ ઓકે ઓકે ચલો હું જઊં મારી લોકલ નીકળી જશે એમ કહીને ઓફીસની બહાર નીકળી ગઇ અને ચાલતી ચાલતી સ્ટેશન પહોચી.
સ્ટેશનની બહાર ઉભી રહી અને નીલાંગની રાહ જોવા લાગી 5-10 મીનીટ નીકળી ગઇ એણે નીલાંગને ફોન કર્યો પણ નીલાંગ ફોન રીસીવજ નહોતો કરતો. એને ગુસ્સો આવ્યો કે ફોન કેમ ના ઉંચકે ? ઠીક છે ટ્રેઇનમાં કદાચ ભીડ હશે ફોન નહીં લઇ શક્તો હોય.
હજી નીલાંગ ના આવ્યો એણે ફરીથી ફોન કર્યો અને તરતજ ફોન ઉપાડ્યો નીલાંગે કહ્યું "ક્યારનો તને જોઇ રહ્યો છું ક્યારની બાધા મારે છે પણ મારી સામે તો જોતીજ નથી જોને...
નીલાંગીએ ચારોતરફ ફરીથી જોયુ એણે ચાલુ ફોનમાં પૂછ્યું ક્યાં છું સામે છું પણ ક્યાંય દેખાતો નથી બધાં કેટલાય આવેજાય છે પણ તું ક્યાં છે ? મને જુએ છે તો તું દેખાવો જોઇએ ને ? બોલને ?
નીલાંગે કહ્યું "અરે બીજે બધે ક્યાં જુએ છે ? હું સામે જો બ્લેક હોન્ડામાં બેઠો છું નીલાંગીની નજર પડી એકદમ આશ્ચર્ય થયુ એ એની પાસે જવા માટે દોડી.. કાર પાસે આવીને કહે અરે કોની કાર છે ? હું તને કારમાં હોય એવું થોડું જાણુ ? નીલાંગે કહ્યું "અંદર આવીને બેસ પછી વાત કહું છું નીલાંગી ઉત્સાહથી કારમાં બેસી ગઇ. અંદર આવીને પ્રશ્નોની ઝડી વરસાવી અને ખોટું ખોટું ગુસ્સે પણ થઇ.
ફોનમાં કહેતો નથી કાર લઇને આવે છે. કોની કાર છે ? કેમ કાર માંગીને લાવ્યો ? શું છે આ બધુ ? તારા બોસની છે ?
નીલાંગે ડ્રાઈવ કરતાં કરતાં કહ્યું "એય મારી નીલો મારુ કામ... હજી સમજી નહીં. પેલો કેસ મેં સોલ્વ કરી દીધો એવી ઇન્ફરમેશન બોસને આપી છે મારો રીપોર્ટ જોઇને તો એવાં ખુશ થયાં કે તરતજ પ્રમોશન ડિકલેર કરી દીધુ મારો પગાર 60k, બાઇક, વાઉચર, પેટ્રોલ ડીઝલની સ્લીપ બધુજ ફ્રી અને કેશ ઇનામ 30k મેરી તો ચલ પડી...
નીલાંગી ખુશીથી વળગીજ પડી અને પછી છૂટી થઇ નીલાંગની સામે જોઇને બોલી સાચુ બોલે છે ને ? મજાક નથી ને ? પણ તું છેજ હોશિયાર એટલે તને મળ્યુજ હશે.
નીલાંગે કહ્યું "આમાં થોડી મજાક થાય પ્રમોશનમાં આસીસટન્ટ એડીટર બની ગયો. હમણાં કામ પર લાગ્યો અને આટલા સમયમાં આવુ પ્રમોશન બાબુલનાથ બાબાએ આપી દીધુ વી આર બ્લેસ્ડ.
નીલાંગે આગળ કહ્યું "મને કાર આપીને કહ્યું આજની રાત મજા કર આનંદ કર ફાઇવસ્ટાર હોટલમાં જવા માટેનો 1 નાઇટનો ફુલપાસ બધુજ ફ્રી છે બસ જલ્સા કરવાનો મોકો છે એમ કહીને એનાં પાઉચમાં જોવા કહ્યું.
નીલાંગીતો ખુશીથી ઉછળી પડી એણે પાઉચ લઇને ખોલ્યુ તો એમાં 30k રોકડા, બધી કુપન બુક, ફાઇસ્ટારનાં પાસ બધુ હતુ એતો રાજીનાં રેડ થઇ ગઇ ચાલુ ગાડીએ નીલાંગને વળગીને કીસ કરી લીધી પછી બોલી બીજું બધું પછી પહેલાંજ બાબુલનાથ ભગવાનનાં મંદિર લઇલે પહેલાં બાબાનાં આશીર્વાદ લઇને આભાર માની લઇએ પછી બીજી વાત.
નીલાંગે કહ્યું "રસ્તો તો જો હું ડ્રાઇવ કરું છું એ જો હમણાં બાબાનું મંદિર આવી જશે મેં પહેલેથીજ નક્કી રાખેલુ કે પહેલાં તને લઇને બાબા પાસે જઇશ પછી બીજી વાત બીજી મજા.
નીલાંગી ખૂબજ ખુશ થઇ ગઇ. એણે નીલાંગનો એક હાથ પકડી લીધો એનો ચહેરો ખીલી ઉઠેલો એણે કહ્યું નીલુ આજે તેં મારો દિવસ બનાવી દીધો હું ખૂબજ ખુશ છું આટલુ જલ્દી તારું ભાગ્ય ખોલી નાંખ્યુ...વાહ વાહ આઇ પણ ખૂબજ ખુશ જ થઇ જવાની છે.
એટલામાં મંદિર આવી ગયુ નીલાંગે ગાડી પાર્ક કરી પાઉચ સાચવીને અંદર મૂકી દીધુ અને ગાડી લોક કરી બંન્ને જણાં બહાર નીકળ્યાં. બાબા માટે હાર, ફૂલો, શ્રીફળ પ્રસાદ બધુ લીધુ નીલાંગે મોટો ગુલાબનો હાર લેતાં નીલાંગીને યાદ કરાવ્યું તને ખબર છે આપણે જયારે પહેલીવાર આવેલાં મેં કીધેલુ મારી પાસે પૈસા આવ્યા ત્યારે આવો હાર ચઢાવીશ.
બાબાએ એ દિવસ બહુ જલ્દી આપી દીધો. અને બંન્ને જણાં અંદર જઇ હાર ચઢાવવા આપ્યો દર્શન કરી પ્રસાદ ચઢાવ્યો. નીલાંગે 500ની નોટ આપીને નીલાંગીને કહ્યું તું જા મૂક આ બાબા પાસે અને નીલાંગીએ બાબાને પૈસા ધર્યાં.
નીલાંગીએ કહ્યું આ પાંચસોનો પણ તેં ડાયલોગ મારેલો આજે હું ખૂબ ખુશ છું બાબાએ મારી વીશ પુરી કરી મારો નીલાંગ પ્રગતિનાં પંથે છે આજે પહેલું ફળ મળી ગયું.
બંન્ને જણાં દર્શન કરી પ્રસાદી લઇને બહાર આવ્યાં અને નીલાંગે કહ્યું પાછળ દરિયે આજે નથી જવું. એ ઉધાર થયુ માં પાસે જઇએ પહેલાં તારાં ઘરે તારી આઇને કહીદે કે તું મોડીરાતે પાછી આવશે તને તૈયાર કરીને પછી મારી આઇ પાસે પછી એમની પરમીશન લઇને ફાઇવસ્ટારમાં આજે ઐયાશી કરીએ...
નીલાંગી નીલાંગની આંખોનો ભાવ જોવા લાગી અને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-24