The Corporate Evil - 9 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-9

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-9
નીલાંગ અને નીલાંગી બંન્નેની જોબ નક્કી થઇ ગઇ હતી બંન્ને ખૂબ ખુશ હતાં. પોતપોતાનાં ઘરે પણ આનંદની હાંશ હતી. નીલાંગી ખૂબ ખુશ હતી કે ગ્રેજ્યુએશન પછી પણ સારી ફર્મમાં નોકરી મળી હતી એ આગળ ભણવા માગતી હતી પરંતુ ઘરની આવી સ્થિતિ એવી હતી કે ફીનાં અને બીજા ખર્ચના પૈસા પુરા પડતાં નહોતાં. આઇ પણ કામ કરતી બાબાને નોકરી હતી નહોતી એવુંજ હતું કામ મળે તો કરવાનું નહીંતર ઘરેજ હોય. રોજમદારીની જેમ કામ મળતું પણ એમાં ઘરનું પુરુ ના થતું.
નીલાંગીની માં થોડા ખાધેપીધે સુખી એવા કુટુંબમાંથી આવતી હતી એની કાયમની ફરિયાદ હતી કે એનાં આઇ બાબાએ જોયા જાણ્યાં વિનાજ બાબુરાવ સાથે પરણાવી દીધી હતી. અત્યારે કુટુંબ પહેલા સુખી અને સારું ગણાતું પછી પેઢી દર પેઢી ઘસાતું ચાલ્યુ પેશ્વાના વખતથી એમનાં કુટુંબી પિતૃઓ દીવાની કરતાં પણ બાબુરાવનાં જન્મ સુધીમાં બધાં નશામાં અને મોટાઇમાંજ ખલાસ થઇ ગયાં ઘરબાર વેચાઇ ગયેલા અને ચાલમાં ભાડે રહેવાનો વખત આવી ગયેલો.
મંજુલા આઇ કાયમ કહેતી કે મારાં બાપે આપ્ટે કુટુંબની વાર્તાઓ સાંભળેલી પણ નજરે નજર બાબુરાવ કંઇ કરતો નથી નથી ભણેલો જોયુજ નહીં અને મને આવા નિક્કમા સાથે બાંધી દીધી. બાબુરાવ પણ જાણતો હતો કે મંજુલા બબડે છે પણ સાચી છે. જેમતેમ કરીને સંસાર ચાલી રહેલો અને નીલાંગીનો જન્મ થયો. નીલાંગી જન્મેલી ત્યારથી મંજુલાઆઇ કામ પર જતી અને બધી જરૂરીયાતો પુરી કરતી. બાબુરાવ કામ મળે તો કરતો નહીંતર ચાલનાં નાકે બેસી રહેતો.
મંજુલાની આશાઓ અને કલ્પનાઓ ઊંચી હતી અને બધી જ ધૂળધાણી થઇ ગઇ એકનું એક સંતાન નીલાંગી પરજ હવે આશા રાખીને બેઠી હતી. નીલાંગીને નોકરી મળી ગઇ એટલે મોટી હાંશ થઇ ગઇ હતી એમાં બાબુરાવનાં મિત્ર રઘુનાથનાં કારણે મળી એટલે બાબુરાવ પણ ખુશ હતાં.
નીલાંગીની માંએ નીલાંગીનાં હાથમાં 500/- મૂક્યા અને બબડી હતી કે તારાં માટેજ ભેગા કરુ છું ઘરનું તો હુ પુરુ કરું જ છું... ઠીક છે બધુ ધીમે ધીમે સુધરશે એ આશાએ આજે મંજુલા આઇ નીરાંતની નીંદર લઇ રહી હતી.
**********
રાનડે એ ફોન ઊંચક્યો અને સામેવાળાએ વાત શરૂ કરી રાનડેને જવાબમાં કહેવુ પડ્યુ કે એપોઇન્ટમેઇન્ટ થઇ ગઇ છે નક્કી કરી દીધુ કાલથી કામ પર પણ આવશે.... ઓકે.. હાં હાં સમજી ગયો છું પણ થોડો સમય લાગશે ટ્રેઇનીંગ માટે પણ ધીમે ધીમે ગોઠવાઇ જશે અને સામેથી સારું કહી ફોન મૂક્યો.
રાનડે એ ફોન મૂક્યો અને વિચારમાં પડી ગયો એને યાદ આવી ગયુ કે સાવંતે કહેલું કે મારાં મિત્રની દીકરી છે હવે ગ્રેજ્યુએટ થઇ જશે ખૂબ સુંદર અને સ્માર્ટ છે. રાનડેએ કહ્યું અમારે એવી જ છોકરીની જરૂર છે જે જરૂરિયાતમંદ હોય હોંશિયાર સુંદર અને વફાદાર હોય.. યાર સાવંત કાલેજ મોકલ હું મળીને નક્કી કરી લઇશ. આજે નીલાંગી ઇન્ટરવ્યુ માટે આવી અને રાનડેએ નીલાંગીને જોઇને કોઇ વાતચીત કે પ્રશ્નો પહેલાંજ મનમાં નક્કી કરી લીધુ. આ નક્કી બસ આવીજ કોન્ડીડેટ જરૂરી હતી.
નીલાંગીને કામ સમજવી દીધુ અને એપોઇન્ટેમેન્ટ આપી નોકરી કન્ફર્મ કરી દીધી નક્કી કરેલાં પગાર કરતાં 2 હજાર વધારે આપી દીધાં. અને માંગેલાં એડવાન્સ પણ આપી દીધાં.
*************
નીલાંગ આજે વહેલો ઉઠી ગયો અને આઇને કીધુ આઇ તું ટીફીન તૈયાર કર ત્યાં સુધી હું અહીં આટલેજ જઇને આવુ છું પછી જોબ માટે નીકળી જઇશ.
માં એ કહ્યું "પણ તું ક્યાં જાય છે અત્યારે સવાર સવારમાં ? કેમ એવું શું કામ યાદ આવ્યું ?
નીલાંગે કહ્યું અરે માં આવું છું અહી નજીકનાં ફલેટમાં ગઇકાલે કોઇ છોકરીએ સુસાઇડ કરેલું અને અમારાંજ પેપરમાં એનો લેખ હતો ત્યાં રૂબરૂ જઇને જાણી આવું. ત્યાં મારાં ઘણાં દોસ્ત છે આવું છું માં... જવાબની રાહ જોયા વિનાં નીલાંગ જવા નીકળી ગયો.
એણે જ્યાં ઘટના બની હતી ત્યાં પહોંચીને સીક્યુરીટીને પહેલાં પૂછ્યું કે પેલી આર્ટીસ્ટ એણે સુસાઇડ કરી કાલે એ ક્યા ફલોર પર રહેતી હતી ?
સીક્યુરીટએ નીલાંગની સામે જોઇને કહ્યું "અરે ભાઇ તુમ કૌન હો ? યહાઁ સે જાઓ કલ સે સિર ઘુમ ગયા હૈ કીતને લોગ આતે હૈ પૂછને કે લીએ તુમ્હારાં કૌન જાને કીતના નંબર હૈ વો જાનેવાલી ચલી ગઇ પીછે પરેશાન હમેં કર દીયા હૈ નીલાંગે પોતે ઇવનીંગ સ્પોટ ન્યુઝ પેપરમાંથી આવે છે એમ કીધુ એટલે પેલો સીક્યુરીટી સાવધ થઇ ગયો.
પેલાએ નીલાંગને પૂછ્યુ "સાબ આપકો તો સબ માલુમ હી હોગાના આપકા આર્ટીકલ ભી આ ગયા ક્યોં મશ્કરી કરતે હો. નીલાંગે કહ્યું "અરે ભાઉ મેં પૂછુ ઇતના જવાબ દો હમારે પાસ જાનકારી આતી રહેતી હૈ પર સબ કન્ફર્મ કરના પડતા હૈ.
સીક્યુરીટીએ કહ્યું "સર વો છઠી મંઝીલ પર રહેતી થી પર ઉસને ટેરેસમેં જાકર કૂદીથી 10-12 ફલોર હૈ જૈસી વો ગિરી બડા ધમાકા હુઆ લોહીકી ટશર છૂટી ઔર મર ગઇ.
નીલાંગે કહ્યું "થેક્સ પર કયું સ્યુસાઇડ કીયા ? કુછ માલુમ હૈ ? અકેલી રહેતી થી કે કોઇ હૈ સાથમે ? કબસે રહે રહી હૈ, કોઇ મિલને આયા થા ?
પેલા સીક્યુરીટી એ કહ્યું "સાબ કીતના પૂછતે હો ઇતના તો પોલીસને નહીં પૂછા. અકેલી રહેતી થી સાબ પર હર વીક એન્ડ પે ઉનકે ફલેટમેં પાર્ટી હોતી થી કોઇના કોઇ ઉસકો મિલને આયા કરતા થા સબકા એન્ટ્રી કીયા હૈ રજીસ્ટર મેં. બહુત અચ્છી મેડમ થી માલુમ નહીં ક્યા હુઆ ?
નીલાંગે થેક્સ કહ્યું અને બોલ્યો ફીર જરૂરત પડી તો ફીરસે આઊંગા અને એ ફલેટમાં ધૂસ્યો અને સ્ટેર પાસે મારેલાં બોર્ડ પર બધાનાં નામ જોવા લાગ્યો. ફલોર પર બેજ ફલેટ હતાં એમાં લખેલુ ફલેટ નંબર -5 નેન્સી ડીસોઝા અને 6 નંબરમાં લખેલુ સુજાતા સલુજા આ એજ સલુજા જેણે સુસાઇડ કર્યુ છે.
નીલાંગે વિચાર્યુ અત્યારે ફોન હોત તો કેટલાનો સંપર્ક કરી શક્યો હોત અત્યારે બધાં જોબ પર ગયાં હશે અથવા જવાની તૈયારી માં હશે. સાંજે આવીશ વધારે માહીતી લેવાં આજે બોસ પાસેથી મોબાઇલ પણ મળી જશે એ વિચારીને ઘરે પાછો ગયો.
નીલાંગે ભરપેટ નાસ્તો કરી ટીફીન લઇને આઇને કહીને નીકળ્યો સીધો સ્ટેશન પર આવ્યો હજી પ્લેટફોર્મ પર પહોચ્યો ને ટ્રેઇન આવી એ દોડીને ચઢી ગયો.
નીલાંગી ઘરેથી તૈયાર થઇને નીકળી અને ઝડપથી સ્ટેશન પહોંચી અને જેવી લોકલ આવી એણે નીલાંગને જોયો અને એનાં ડબા સુધી પહોંચવા રીતસર દોડી...નીલાંગે હાથ પકડીને રોજની જેમ પોતાનાં તરફ ખેંચી લીધી.
નીલાંગીએ આજે આછો ભૂરો ડ્રેસ અને ગુલાબી ભૂરો કલરનો દુપટ્ટો નાંખેલો રોજ કરતાં આજે ખૂબજ સુંદર લાગી રહેલી નીલાંગે એને કહ્યું યુ આર લુકીંગ વેરી બ્યુટીફુલ નીલો. અને નીલાંગી થોડી શરમાઇને બોલી "હવે આજથી કામ પર ચઢવાનુ કંઇ કામ માટે મોકલે કે ટ્રેઇનીંગ હોય થોડું સારું લાગેને એટલે...
નીલાંગે કહ્યું "સારી અને સાચી વાત છે મેં માત્ર એટલું કીધુ લુકીંગ બ્યુટીફુલ.... કોઇ બીજી સ્પષ્ટતાની જરૂર નથી. અને નીલાંગી નીલાંગનાં બે હાથ વચ્ચે સુરક્ષિત હતી એ બોલી નીલાંગ આમ તારાં બે હાથની વચ્ચે ઉભી રહુ છું હું મારી જાતને ખૂબ જ સુરક્ષિત માનું છું...
નીલાંગે કહ્યું પણ છૂટા પડ્યાં પછી તું એકલી હોય છે તને નીલો ખાસ કહી રાખુ છું આજથી તારી જોબ શરૂ થાય છે તું નવા માણસોને મળવાની એ લોકો સાથે વાતચીત અરે કામ કરવાનું આવશે મારી બે વાત ધ્યાનમાં રાખજે અને ફોલો કરજે એમાં કોઇ ભૂલ ના થાય.
નીલાંગીએ કહ્યું "બોલને હું સમજી જઇશ અને એ રીતે ફોલો પણ કરીશજ પ્રોમીસ નીલું.
નીલાંગે કહ્યું એક તો તારે તારી પોતાની કોઇપણ પર્સનલ વાત કોઈ સાથે શેર નહીં કરવાની કોઇજ નહીં. અને બીજુ ખાસ કે કોઇનાથી ક્યારેય પ્રભાવિત નહીં થવાનું... આ ખૂબજ અગત્યનું છે જો એમાં ચૂક થઇ ગઇ તો તું ગઇ.. બધાં આપણી જેમ સ્ટ્રગલ કરીને આગળ આવ્યાં છે એવું માનીને નહીં ચાલવાનું અને જેટલાં દેખાય છે એટલાં સારાં છે એવું બીલકુલ નહીં માનવાનું જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી ના ખબર પડે સારાં પહેરવેશમાં ગીધડ અને સિંહના પરવેશમાં શિયાળ હોઇ શકે ખૂબ ધ્યાન રાખજે ક્યારેય કોઇની વાતોમાં ના આવીશ અને બહુજ સાથ આપીશ મારી સાથે શેર કરજે પ્લીઝ.
નીલાંગીએ કહ્યું "કબૂલ મેરે આકા.. અને ગ્રાંટ રોડ આવ્યું.
વધુ આવતા અંકે ---પ્રકરણ-10

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED