The Corporate Evil - 1 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - 1

પ્રકરણ-1
ૐશ્રી1।
।। ૐ નમો નારાયણાય ।।
ધ કોર્પોરેટ એવીલ

બોરીવલી વેસ્ટનું રેલ્વેસ્ટેશન... પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી એક પછી એક ફાસ્ટ અને લોકલ ટ્રેઇન આવતી જતી હતી ઉતરનારાં અને ચઢનારાં ઘેટાં બકરાની જેમ ટોળામાં ધક્કામુક્કી કરતાં ચઢતાં અને ઉતરતાં હતાં.
પ્લેટફોર્મ પર આવેલાં ખાણીપીણીનાં સ્ટોલ પર ચા, વડાપાંઉ અને સમોસા ખાનારાં ટ્રેઇનની અવરજવર જોતાં આરામથી ખાઇ રહેલાં. ભોંસલે સ્ટોર્સ પર ખાણીપીણીની બાજુમાં નાનકડો પાન મસાલા-ગુટકાનો ગલ્લો સાચવતો રઘુ ભોંસલે ધરાકને પાન, બીડી સીગરેટ જે માંગે એ બધુ આપી રહેલો.
રઘુ ઊંમર હશે આશરે 35 થી 40 ની વચ્ચે પણ જબરો ખુરાટ હતો. આવતા જતાં બધાં પેસેન્જર પર નજર રહેતી અને બધાનાં ચહેરાંનો અભ્યાસ કરતો રહે તો. એની નજરમાં બધાં આવી જતાં નજરને આવીને જોવાની ટેવ હતી કોણ કેવો છે ક્યા ઇરાદે જઇ રહ્યો છે આવી રહ્યો છે એનાં અંદાજ બાંધતો રહેતો.
રઘુને સસપેન્સ અને હોરર નોવેલ વાંચવાનો શોખ.. ગલ્લે તો આખો સમય ધરાકો સાથે વીતી જતો પરંતુ એમાંય સમય કાઢી વાંચી લેતો અને બાકી બદલીમાં જ્યારે નાનો ભાઇ દેવો આવે ત્યારે વાંચતો.
હમણાં જ ફાસ્ટ ગઇ અને લોકલ આવીને ઉભી રહી આગળનાં સ્ટેશનથી જ ભરેલી આવી હતી અને એની નજર સમોસા અને વડાપાંઉ ખપાવવા ઉપર હતી સવારનાં બનેલાં હવે વરસાદની મોસમમાં જલ્દી ખપે એજ આશમાં હતો. બપોર પછીનો માવો દેવો ઘરેથી લઇને આવતો અને પછી તાજા બીજા બનતાં. એનો આસિસ્ટન્ટ રામુ બનાવવાનું સંભાળી લેતો.
રઘુ ધરાકોને ચા-વડાપાઉ આપવામાં બીઝી હતો અને ત્યાંજ એનાં કાને પ્રચલિત અવાજ પડ્યો “ ક્યા ભાઉ આપતો બસ વડાપાંઉ કે પીછે હી લગે રહેતે હો. “
રઘુની નજર અવાજ તરફ ગઇ અને બોલ્યો "ઓહો કાય ઝાલા ? આ ગયે ? અબ આજ કીસ તરફ જાના હૈ ? કોઇ નોકરી બોકરી કા નક્કી હુઆ કી નહીં ?
રોજ બોરીવલીથી બેસતો નીલુ ઉર્ફે નિલાંગ મહાત્રે અહીથી વડાપાંઉ ખાતો ચા પીતો આમને આમ રઘુ જોડે દોસ્તી થઇ ગઇ હતી. એણે કહ્યું "ક્યા ભાઉ આપ ભી.. અભી લાસ્ટ ઇયર કી એકઝામ દેને વાલા હૂઁ બાદ મેં કુછ કરુંગા વો ભી કુછ હટકે કરનાં હૈ કોઇ કંપની મેં કલાર્ક નહીં બનના હૈ.
રઘુએ કહ્યું "ઓહ અરે દેવા મેં તો ભૂલ હી ગયા હો હો એકઝામ કૈસી જા રહી હૈ બાદમેં તો કુછ ના કુછ કરના પડેગા ના આશાતાઇ કર્હા તક કામ કરેગી અબ ?
નિલાંગે કહ્યું "ભાઉ મુઝે સબ માલુમ હૈ એક બાર ફાઇનલ એકઝામ નીકલ જાયે ઔર મેં ચાહતા હું ઐસા કામ મિલ જાય બાદમેં માં કો પૂરા ફી કર દૂંગા મુઝે માલુમ હૈ આઇ કો બહોત કામ કરના પડતાં હૈ પર મૈ હૂઁ ના સબ ઠીક કર દૂંગા.
રઘુએ કહ્યું "મુઝે પતા હૈ તૂ બડા હોનહાર લડકા હૈ મેરી ઘરવાલી આશાબાઈ કો કઇ બાર માર્કેટ મેં મિલજાતી હૈ મઝે મંજુસે સબ ખબર મિલતી રહેતી હૈ. પર નીલુ તેરી વો... ક્યા નામ તેરી હૈ ના હૈ નાં ? નીલાંગી આપટે બડી સહી લડકી હૈ કીતને આગે બઢ ગયા તેરે વો ચક્કરમેં.
નીલાંગે કહ્યું "અરે ભાઉ વો તો દોસ્ત હૈ મેરી બડી નખચડી હૈ ઉસકો તો ... છોડો અબ મેરી ટ્રેઇન આ ગઈ મૈં નીકલું.. યે ટ્રેઇન મીસ હો ગઇ તો વો ચીઢેગી... વો કાંદીવલી સે સાથમેં હો જાયેગી...
અને ટ્રેઇન આવીને નીલુ દોડતો રઘુને બાદમેં મિલતા હું કહેતો દોડીને ભીડમાં જગ્યા કરી ટ્રેઇનમાં ચઢી ગયો. રઘુ એને જોઇ રહેલો એનાં મોઢાંમાંથી નીકળી ગયું અરે નીલુ સંભલકે... યે લડકા ભી... અને એનાં ચહેરા પર સ્મિત આવી ગયું દેબુ એનો ભાઇ યાદ આવી ગયો. દેબુ હમણાં આવશે. રઘુની જીદગીમાં એની પત્નિ અને ભાઇ દેબુ બે જ હતાં એ નિસંતાન હતો.
નિલાંગ દરવાજા પાસે જ ઉભો હતો. હજી સેટ થાય ત્યાં કાંદીવલી આવી ગયું અને એણે પ્લેટફોર્મ તરફ નજર ફેરવવા માડી ચાલતી ગાડીમાં બધાં નજર સામેથી પસાર થઇ રહેલાં ટ્રેઇન ધીમી પડી અને એની નજર નીલો -નીલાંગી પર પડી એણે બૂમ પાડી... એય.. અને નીલાંગીની નજર પડી ગઇ એણે હાથ હલાવીને કહ્યુ "આવુ છું એનાં ચહેરાં પર આનંદ છવાઇ ગયો. ટ્રેઇન જેવી ઉભી રહી ઉતરનારાં ટોળામાં નીચે ઉતરી ગયાં અને નીલાંગે નીલાંગીનો હાથ પકડીને ઉપર ખેંચી લીધી. બંન્ને જણાં દરવાજા પાસે જ એકબાજુ સાથે સાથે સ્પર્શીને ઉભા રહ્યાં નીલાંગે નીલાંગીને એનાં બે હાથની વચ્ચે સલામત ઉભી રાખી દીધી.
નિલાંગે કહ્યું "કેવી છે તૈયારી ? બસ હવે આ એકઝામ પતે એટલે આગળનું વિચારી શકાય.. નીલો હું તો વિચારુ છું કે જર્નાલીસ્ટ બનું એનો શોર્ટ ટર્મ કોર્સ છે એ શરૂ કરી દઊં અને એમાંય મર્ડર મીસ્ટ્રી બધી ઉકેલું મને એવો બધો રસ છે.. કંઇક ડેરીંગ કામ કરવુ છે એમ ઢોર જેવી જીંદગી નથી જીવવી. ડેરીંગ અને કંઇક એડવેન્ચર કરવા જેવુ લાગે ભલે જોખમ હોય.
નીલાંગી એ કહ્યું "તું મારી પાસે વધુને વધુ રહે એવું રાખજે. પછી કોઇ પણ કામ કરે. સારુ કહ્યુ નીલાંગ મારાં મનની તો બધી જ વાત તું જાણે છે. માં પાપા કેટલી મુશ્કેલીઓ સાથે મને ઉછેરી છે જેમ આશાતાઇએ તને ઉછરેવા અને ભણાવવા કેટલું કામ કર્યુ છે વૈતરાં જ કર્યા છે કરે છે અને મારી માં અને પાપા પણ.. મારે તો ખૂબ જ સુખ અને પૈસો પ્રાપ્ત કરવો છે. સફળ વ્યક્તિત્વ ઘડવું છે એવી સરસ વ્હાઇટ કોલર, જોબ કરવી છે નામ કમાવવુ છે પૈસા કમાવવા છે આમ સફળ અને સુખી "જીવનનું સ્વપ્ન છે.
નીલુ મને આશા છે કે તું મને સહકાર આપીશ. સાચુ કહુ નીલુ આપણે ઘણાં સમયથી ટ્રેઇનમાં સાથે મુસાફરી કરતા એકબીજાને કાયમ એકજ સમયે એકજ ટ્રેઇનમાં જોતાં જતાં અને આવતાં સાથે જ હોતાં. મને તારાં તરફ જોઇ પહેલાં કોઇ ફીલીંગ નહોતી થઇ પણ થોડાં વખત પહેલાં ભારે વરસાદથી ટ્રેઇન અટકી ગઇ હતી મારે ઘરે પહોચવાનું હતું રસ્તા પર બધે પાણી ભરાઇ ગયાં હતાં અમારુ ઇસ્ટનું ગરનાળુ પાણીથી ભરેલું હતું ઘરેથી કેવી રીતે જવું એ પ્રશ્ન હતો એ દિવસે તેં સામેથી મને કીધેલું તમે આવામાં ઘરે કેવી રીતે જશો ?
તારે બોરીવલી આગળ જવાનું હોવાં છતાં તે મને કાંદીવલી ઉતરીને... માય ગોડ મારાં હાથ પકડી છેક ઘરે સુધી મૂકી ગયેલો કોઇ ઓળખાણ પીછાણ નહીં નીલુ બસ રોજ એકમેકને જોતાં અને ગરનાળા પાસે તેં મને ઊચકી લીધી પાછળ ખભે નાંખીને ચાલી નીકળેલો ક્યાંય તારાં સ્પર્શમાં ગંદકી નહોતી નીલુ એ દિવસે કોઇ ઓળખાણ વિનાનો સંબંધ આટલી કાળજી લે.. એ આવાં ભૌતિક દુનિયામાં... ઠીક છે મને આકર્ષણ એ હતું કે તારી નજરમાં કે સ્પર્શમાં તારી મદદમાં ક્યાંય વાસના કે પીપાસા નહોતી કોઇ ગંદી નજર કે સ્પર્શ નહોતો.
નીલુ મેં નાનપણથી જ્યારથી સમજણી થઇ ત્યારથી ધનવાન માણસને પરણવાનું નક્કી કરેલું. મારાં જેવાં સાવ સામાન્ય કુટુંબમાં નહીંજ. બધાં દુઃખ-ગરીબી-તકલીફોથી કંટાળી ગઇ હતી. ગંદી ચાલનાં ગમે તેવી વસ્તીમાં રહેવાનું બધાં રહે જ છે પણ મારામાં કંઇક જુદી જ સમજ હતી કોઇ અનોખો સ્પાર્ક હતો મારે કંઇક બનવુ છે એક સફળ અને સુખી જીંદગી જીવવી છે.
આ બધાં સ્વપ્ન ઇચ્છાઓ અને "લક્ષ્ય"ની સાથે એ નક્કી છે કે મારો સાથી, હમસફર બસ તું જ હોઇશ હું માત્ર તારી પાસે સહકાર માંગુ છું મને સાથ આપજે તું તારાં લક્ષ્ય અને ઇચ્છાને પ્રાપ્ત કરજે હું મારી....
નીલાંગ, નીલાંગીને ક્યારની સતત જોઇ રહેલો એને એકચિત્રે સાંભળી રહેલો અને મનમાં ઉતારી રહેલો નીલાંગીની વાતોમાં કેટલાય સ્ટેશન પસાર થઇ ગયાં અને કેટલાય ટોળ ઉતર્યા અને ચઢયાં બન્નેમાંથી એકમને કોઇ ખબર ના પડી અને મુંબઇ સેન્ટ્રલ આવ્યુ અને બંન્ને જણાં જાણે જગ્યા અને સ્ટેશન ઉતરી ગયાં નીલાંગે કહ્યું "તારી બધી વાત સર આંખો પર.. બીજું પછી કહીશ..
વધુ આવતાં અંકે -- પ્રકરણ-2


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED