પ્રકરણ ૧"૧૩ ઓગષ્ટ" ના શીર્ષક હેઠળ એક છોકરી તેના સ્ટડી ટેબલ પર લખતી હતી. આમ તે લોકો કેમ જીવતાં હશે. કોઈ ધ્યેય વગર...આજે જ મે નેન્સીને કહ્યું કે ચાલ આપણે બહાર જઈએ તો તેણી એ પણ પૂછ્યું "કઈ બાજુ જવું છે ? બોલને..." આટલી અમથી વાતમાં પણ રસ્તો નક્કી કરવો પડે છે... મંઝિલ નક્કી કરવી પડે છે... તો... પછી જીવન જીવવા માટેના રસ્તા કેમ જડતા નહિ હોય ... કદાચ મારે જ તે રસ્તે નથી જવું... જે રસ્તે મારી મંઝિલ છે અથવા તો..."રાધિકા..." નીચેથી કોઈ સ્ત્રીએ બૂમ પાડી.ડાયરી બંધ કરી ખાનામાં મૂકી ખાનું લોક કરીને નીચે ઉતરવા જતી હતી ત્યાં પેલી સ્ત્રી એ ફરી

નવા એપિસોડ્સ : : Every Monday

1

અસ્તિત્વનું ઓજસ - 1

પ્રણામ, નવલકથા લખવાનો આ પહેલો પ્રયાસ છે આપણી આસપાસ ઘણી ઘટનાઓ ઘટે છે તેમાંની કોઈક હ્રદયને સ્પર્શી જાય છે ને જો આપણી કલ્પના ના રંગો પૂરીએ તો નવલકથા રચાય જાઈ છે. નવલકથા વિશે : એક એવી વ્યક્તિ કે જેને આપણે આપણાં જીવનનો આદર્શ વ્યક્તિ માનતા હોઇ તે જાણ્યે અજાણ્યે આપણને દુઃખી કરી જાય છે...! ત્યારે અસ્તિત્વ જાણે અંધકારમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે આ અંધકાર ને દૂર કરવા એક ઓજસ પોતાની રોશનીના રંગો વિખરવી રહ્યું છે... રાધિકા ને પણ આ જ રંગ ની જરૂર છે બસ... રાહ છે તો તેની આંખો ખોલવાની ...વધુ વાંચો

2

અસ્તિત્વનું ઓજસ - 2

જમ્યાં પછી રાધિકા તેના રૂમમાં પહોંચી ત્યાં તેનો ફોન રાણકી રહ્યો હતો.જ્યારે તે લેવા પહોંચી ત્યાં રિંગ બંધ ગઈ હતી. સ્ક્રીન પર “નેન્સી” લખ્યું હતું. ફરી મોબાઇલ રણકી ઉઠ્યો. રાધિકા એ કૉલ રિસિવ કર્યો.“હેલ્લો”“હેલ્લો નહિ હાલો”“ક્યાં પણ એ તો કહે ?”“મે તને કહેલું ને કે ફેશન સેલ આવ્યો છે”“હા પણ”“દસ મિનિટ માં પહોંચું છું ત્યાં”“અરે પણ” સામે છેડેથી કૉલ ડિસ્કનેક્ટ થઈ ગયો.“નેન્સી” રાધિકાની જીવનની સૌથી નજીકની વ્યક્તિ. આમ તો તે ચાર વર્ષ નાની હતી તેનાથી તો પણ એક બીજાની ગાઢ સબંધો હતા. તે પાંચમાં ધોરણ હતી ત્યારથી રાધિકા પાસે રમવા આવતી ધીમે ધીમે તે પોતાનું ભણવાનું પણ રાધિકા પાસેથી ...વધુ વાંચો

3

અસ્તિત્વનું ઓજસ - 3

રીંકી પાર્કિગમાં પહોંચી ત્યારે કોમલ પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહી હતી. રીંકી તેને જોઈ ને અચંબિત રહી “કોમલ તું અહીંયાં…?” “હા ચાલ આપણે ચાલતાં ચાલતાં વાત કરીએ” તે બંને પાર્કિંગથી રાધિકા ના બંગલા તરફ ચાલવા માંડ્યા.રીંકી અને કોમલ ના એપાર્ટમેન્ટની સામે જ નેન્સી નું એપાર્ટમેન્ટ હતું. બંને એપાર્ટમેન્ટ ના વરચે લગભગ બે કાર સાથે ચલાવી શકાય તેટલી પહોળી શેરી હતી. આ વિસ્તાર ને રાજકોટના પૉશ વિસ્તારો માં નો એક ગણાવામાં આવતો. સુનીલ ભાઈ એ આ પ્રોજેક્ટ પર બહુ મહેનત કરેલી અને ૧૦ વર્ષ માં અહીંયા ચાર એપાર્ટમેન્ટ બની ગયાં હતાં. જેમાં ના ૨ એપાર્ટમેન્ટ માં સુનીલ ભાઈ પોતે જ ...વધુ વાંચો

4

અસ્તિત્વનું ઓજસ - 4

પ્રકરણ 4રાધિકા હજુ અંકિતાનો ખભો પસવાર્તી હતી. કોમલ અંકિતનો રડતો ચહેરો એકધારો જોતી હતી તેને ઘણું પૂછવું હતું તે પ્રશ્નો મનોમન ગોઠવતી હતી. રીંકી અને નેન્સી એકબીજાની સામે જોઈ રહ્યા હતા કે કોણ હશે આ છોકરી જે રાધિકા પાસે આ રીતે રડી રહી છે. તે બંને એ હાથ થી જ એક બીજાને ઇશારાથી પૂછ્યું કે તું ઓળખે છે આને...? તે બંને ના વિચાર સરખા હાથ તેવું તેના ઈશારાઓ પરથી વર્તાઈ આવ્યું. થોડી ક્ષણો એમનેમ પસાર થઈ ગયાં પછી રાધિકા એ પાણી લેવા માટેનો ઈશારો કર્યો કે કોમલ તરત નજીકના સ્ટોલ માંથી પાણી લઈ આવી બોટલ નું ઢાંકણું ખોલી તેને રાધિકાના ...વધુ વાંચો

5

અસ્તિત્વનું ઓજસ - 5

પ્રકરણ ૫ “તું શું કહેવા માંગે છે દીકરા મન ખોલીને વાત કર” “ હા દીદી, તમે મને ઓળખતા નથી તમે મને મદદ કરી” “ મે તારી મદદ નથી કરી અંકિતા ખરી મદદ તને ઈશ્વરે કરી છે હું તેમાં માત્ર નિમિત્ત બની હતી.” “ પરંતુ દીદી..." થોડી વાર અટકી એ તેને રાધિકા ની સામે જોયું પછી ફક્ત એટલું જ બોલી " હું તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું” “ એક બાજુથી દીદી કહે છે ને બીજી બાજુ ઉપકાર પણ ગણે છે” હવે અંકિતા ફસાઈ તેને આગળ ...વધુ વાંચો

6

અસ્તિત્વનું ઓજસ - 6

પ્રકરણ ૬ મહિલાઓ ની મીટીંગ પૂરા જોશ માં ચાલી રહી હતી. બધી જ ખુરશીઓ એક મોટાં ગોળ ચક્કરમા ગોઠવેલી પરંતુ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી તેમાં વરચે બે ખુરશીઓ હતી. જેમાં સુમન બહેન તેની બાજુમાં દિવ્યા બહેન બેઠાં હતા. તે બે ખુરશીને ઘેરો કરીને બધા બેઠાં હતા જેથી અસ્તવ્યસ્ત હોવા છતાં ગોળ ચક્કર જેવું લાગી રહ્યું હતું. ત્યાં બેઠેલી બધીજ સ્ત્રીઓ વાતો કરી રહી હતી. કોઈ હાથ માં પહેરવાના કડા ની તો... કોઈક સાડી ની ચર્ચા કરી રહ્યું હતું એટલાં માં ચેતના બહેન બોલ્યાં ...વધુ વાંચો

7

અસ્તિત્વનું ઓજસ - 7

પ્રકરણ ૭ અચાનક જ રૂમનો દરવાજો ખુલવાથી રૂમમાં બેઠેલી ત્રણેય વ્યક્તિ ચોંકી. સામે સુમન બહેન પૂજા ની સાથે રૂમ પ્રવેશ્યા તેમને જોઈ રાધિકા અને નેન્સી ઊભા થયા. હજુ તે બંને કંઈ આગળ વિચારે તે પહેલાં રીંકલ વિઝળી ની ઝડપે ઊભી થઈ અને પૂજા ભેટી પડી. “ ભાભી સોરી, મારાથી શું ભૂલ થઈ કહોને… તમે કેમ” તે પૂજા ને ભીંસી ને રડી રહી હતી. પૂજાની આંખ માંથી પણ બે આંસુ સરી પડ્યાં. “ ભૂલ તારી નથી મારી છે બેટા હું જ મારા દુઃખમાં એટલી ખોવાઈ ગયેલી ...વધુ વાંચો

8

અસ્તિત્વનું ઓજસ - 8

પ્રકરણ ૮ “ આ… હા…. સુગંધ તો સરસ આવી રહી છેને …! શું વાત છે ભાભી આજ તો નૂડલ્સ ટેસ્ટ બમણો થઈ જવાનો ” નેન્સી એ પૂજાની સામે જોતા કહ્યું “ હા એ વાત તો સાચી છે હં ટેસ્ટી તો છે પણ મે નહિ રાધિકા દીદી એ બનાવ્યા છે હું ખાલી સર્વ કરી આપીશ.” નેન્સી ની પાછળ પાછળ રીંકલ પણ આવી. તેનાં એક હાથ માં બુક અને બીજા હાથમાં પેન હતી. “ ભાભી દીદી ક્યાં ? “ તેણી એ પૂજાની સામે જોઇને કહ્યું “ એ ...વધુ વાંચો

9

અસ્તિત્વનું ઓજસ - 9

પ્રકરણ ૯ તેની સાથે સાથે ગર્લ્સ હોસ્ટેલ માં પણ એક રૂમની લાઈટ ચાલુ થયેલી. તે છોકરી બારી પાસે ઊભી હાથ જોઈ રહી હતી અને ધીમા સ્વરે બબડી રહી હતી. કોણ હશે એ…? અહીંયા શું કામ આવ્યો હશે… ? જો તે રેગીંગનો બદલો લેવા જ આવ્યો હતો તો પછી.... બહાર કેમ ઉભો રહ્યો અને... ખરેખર એ ચોર હતો તો મને જોઈને ડરી ગયો હોત.... અને આમ , પણ તે ચહેરા થી તો એવો દેખાઈ રહ્યો ન હતો. તેની આંખ સામે રેયાંશ નું ચિત્ર ઊભું થઈ રહ્યું હતું. ...વધુ વાંચો

10

અસ્તિત્વનું ઓજસ - 10

પ્રકરણ ૧૦ “પૂજા શું કરે છે અહીં આવ... અને આ જો… !” પ્રેમ લગભગ ચોથી વાર બૂમ પાડી હતો. તેનો ગઈકાલનો થાક હજુ ઉતર્યો પણ ના હતો અને એમાં પણ પૂજા ને આટલી વાર બૂમો પડવાથી પણ તે આવી નહી. એટલે અંતે એ અકળાયને ઉભો થયો. તે સીધો રીંકલના બેડરૂમ તરફ ગયો કે કદાચ તેના સ્કૂલે ગયા પછી તેનો સામાન સમેટતી હશે. એવું એણે વિચાર્યું. તે રૂમ માં પ્રવેશ્યો રૂમમાં બધે જ જોયું પણ પૂજા ક્યાંય દેખાઇ નહી. તેથી તે પૂજાને શોધવા ગેસ્ટ રૂમ તરફ ગયો ...વધુ વાંચો

11

અસ્તિત્વનું ઓજસ - 11

પ્રકરણ ૧૧“ સારું થયું તું આવી ચાલ… કાકીમાં કદાચ મારે ઘરે જ ગયા છે " પ્રેમ ઝડપથી ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં જ રાધિકા ને કહી રહ્યો હતો. રાધિકા પણ તેની પાછળ દોરવાઈ. એ બંને સામેના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા ત્યાં જ સુમન બહેન તેઓને લિફ્ટના દરવાજા પાસે દેખાયા. તેઓ પૂજા સાથે બહાર નીકળી રહ્યાં હતા. પૂજા પુરે પુરી રીતે સુમન બહેનના ટેકે ઉભી હતી. સુમન બહેન એ સાડી નો છેડો કમર પર ખોંસેલો હતો. તેમનાં કપાળ પર પરસેવાના બુંદો જામી ગયા હતા તેઓ પૂજા ને ધીરેથી બહાર લાવી રહ્યા હતા. આ જોઈ રાધિકા અને પ્રેમ બંને તેમની પાસે પહુંચી ગયા.“ કાકી ...વધુ વાંચો

12

અસ્તિત્વનું ઓજસ - 12

પ્રકરણ ૧૨ડી. જે. કૉલેજ ના કેમ્પસમાં ચહપહલ ચાલુ થઈ ચૂકી હતી. આ વિશાળ કેમ્પસનો બહારી દેખાવ બગીચા જેવો લાગી હતો. તેની ફરતે મોટા વૃક્ષોની લાઈનો કરવામાં આવી હતી અને તેની આગળ નાની એવી પારીઓ કરવામાં આવી હતી જેમાં નાના નાના છોડ રોપવામાં આવ્યા હતા.જેમાં અમુક છોડ રંગબેરંગી ફૂલોના ગોઠવવામાં આવ્યા હતા.અત્યારે આ કેમ્પસમાં રોજની જેમ બધા વિદ્યાર્થીઓ આવી ગયા હતા. જેમાંથી કોઈ પોતાના પ્રેમીની વાતો સાંભળવામાં વ્યસ્ત હતું તો કોઈ એકબીજાને પ્રોજેક્ટ્સ બતાવવામાં તો... તેવામાં એક છોકરી એક મોટા લીમડાના ઝાડ નીચે ઊભી હતી. તેને ...વધુ વાંચો

13

અસ્તિત્વનું ઓજસ - 13

પ્રકરણ ૧૩ " ક્યારનો તારો ફોન ટ્રાય કરી રહી હતી... એને કંઇ થયું તો નથીને ...? એ ઠીક તો ને ...?" એક સ્ત્રી ડાઇનિંગ ટેબલ પાસે ઊભી હતી અને ટેબલ પર બેસેલા પાંચેક વર્ષના છોકરાને જમાડી રહી હતી. તે છોકરાના હાથમાં રમકડાંની કાર હતી એ છોકરો કદાચ એ કારના નીકળી ગયેલા ટાયરને ફીટ કરવાની કોશિશ કરી રહ્યો હતો અને સાથે સાથે તે પેલી સ્ત્રી દ્વારા અપાયેલા ખોરાકને પણ જમી રહ્યો હતો. તેણીએ કાન અને ખંભા વરચે ફોન દબાવી રાખ્યો હતો. તે કોઈ જોડે ફોન પર વાત કરી રહી હતી " હા દીદી હું કૉલેજમાં હતી. અમને ત્યાં ફોન લઇ જવાની ...વધુ વાંચો

14

અસ્તિત્વનું ઓજસ - 14

પ્રકરણ ૧૪ પ્રેમ પૂજાને બહારની બારીમાંથી જોઈ રહ્યો હતો. એટલામાં એના ખંભે એક હાથ મુકાયો. " સ્ત્રી વગર... પુરુષ અધૂરો છે દીકરા " સુનીલ ભાઈએ કહ્યું. બ્રાઉન કલરના બ્લેઝર માં સજ્જ સુનિલભાઈ અત્યારે કોઈ બીઝનેસ ટાયકૂન જેવા લાગી રહ્યા હતા તેઓના એક હાથમાં લેધરની ઑફિસ બેગ હતી અને બીજા હાથમાં ફ્રૂટની બેગ હતી. પ્રેમને ખરેખર આશ્ચર્ય થયું. કેમ કે સુનીલ ભાઈ આવી રીતે કોઈનેય મળવા જતા નહિ. ધંધાકીય સબંધો સાચવવા પણ તેઓ ઑફિસમાંથી કોઈને મોકલી આપતા. બહુ ખાસ જગ્યા એ જવાનું હોઇ તો પણ તેઓ એમના ધંધાકીય હિસાબો સંભાળતા મુનીમજી ને મોકલી આપતા. ઘર - પરિવારતો આમ પણ ગામડે ...વધુ વાંચો

15

અસ્તિત્વનું ઓજસ - 15

પ્રકરણ ૧૫ " ચાલો મેડમ કહો જોઈ તમને શું ફાવશે...? " પ્રેમ એ પૂજા સામે જોઈ અને પૂછ્યું પરંતુ નજર તેની પાછળ ઊભેલી વ્યક્તિઓ પર હતી. " અરે ...! તમે લોકો આટલી વાર માં આવતા રહ્યા. હું તો હમણાં તમને લોકોને ફોન કરવાની હતી કે હું પણ તમારી સાથે આવું છું" પૂજા એ કહ્યું " તમે અમારી સાથે... ? " રીંકલ એ પૂછ્યું " શું થયું ભાભી બધું ઠીક તો છે ને ...? તમને કંઈ થયું તો નથી ને...?" રીંકલ પૂજાની બાજુમાં બેસી ગઈ. " હા બધું ઠીક છે મને શું થાય... મારી પાસે તું જો છે ..." પૂજા એ ...વધુ વાંચો

16

અસ્તિત્વનું ઓજસ - 16

પ્રકરણ ૧૬ " હાંશ... પત્યુ " દિવ્યા બહેન એ લિફ્ટમાં પ્રવેશતા કહ્યું " પૂજા આટલું બધું કામ એકલી કેમ હશે... સારું થયું તું હતી સુમન... બાકી હું એકલી તો... કેમ પહુંચી શકી હોત" " તારે બધે ઘોડે સાથે ચડવું હોય તે થાક તો લાગે જ ને... તું અહીંથી તો રસોઈ કરવા માટે એવી રીતે દોડી હતી કે જાણે ત્યારે જ બધા જમી લેવાના હોય... અને વળી મે ના કહી તો પણ ફરી અહીંયા દોડી આવી ... તું નાહકની દોડધામ કર્યા કરે છે ... પછી થાક ના લાગે તો શું થાય. " સુમન બહેને ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવતા કહ્યું. " ...વધુ વાંચો

17

અસ્તિત્વનું ઓજસ - 17

પ્રણામ,લખવાની સાથે સાથે મારો અભ્યાસ પણ ચાલુ છે જેથી નવા પ્રકરણ આપના સુધી પહુંચાડવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે માટે હું ક્ષમાપ્રાર્થી છું પ્રકરણ ૧૭ " આનંદવિહાર આ ગયા સાહબ " ટેક્સી વાળાએ કહ્યું અને પાછલી સીટ પર બેસેલા રેયાંશએ આંખો ખોલી.... એક મોટું બગાસું ખાધું, આળસ મરડી અને બાજુની સીટ પર રાખેલી બેગ લઈ અને તે નીચે ઊતર્યો અને ટેક્સી વાળાને પૈસા ચૂકવ્યા... એટલે તે ટેક્સી વાળા ભાઈએ પણ પોતાની ટેક્સી ચાલતી કરી અને... થોડીક જ ક્ષણોમાં એ રોડ પર ચાલતા બીજા વાહનોની ભીડમાં એ ટેક્સી પણ સરકી ગઈ. જેમ જેમ સાંજ ઢળી રહી હતી એમ ભીડ પણ વધી ...વધુ વાંચો

18

અસ્તિત્વનું ઓજસ - 18

પ્રકરણ ૧૮ થોડી ક્ષણો પહેલા બની ગયેલી ઘટનાનો હિસ્સો બનેલી રાગિણી હજુ પણ એ જ પરિસ્થિતિમાં ત્યાં ઊભી હતી.તેણીએ ઘટનાની સાક્ષી.. બની બધું જ સાંભળ્યું હતું.... અનુભવ્યું હતું.... પરંતુ એ... ના તો ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી શકી હતી ... કે ના તો એ અત્યારે આગળ કંઇ વિચારી શકે એ પરિસ્થિતિમાં હતી. તેની નજર હજુ એ રેયાંશને જતાં જોઈ રહી હતી... થોડી ક્ષણો પછી રેયાંશ દેખાતો બંધ થયો ત્યારે એ વર્તમાન પરિસ્થિતિમાં પાછી ફરી. એ એમજ બોલી " હવે.... હું શું કરું " તેની નજર હજુ ...વધુ વાંચો

19

અસ્તિત્વનું ઓજસ - 19

પ્રકરણ ૧૯ "એટલે આ બધું પૂજાના ઈલાજનો એક ભાગ હતો... તું એવું કહેવા માંગે છે પ્રેમ..! " સુમન બહેને થી કહ્યું. તેઓ બંને ઘરનાં મંદિર પાસેના નાના એવા પગથિયાં પાસે બેઠા હતા. " હા કાકી માં... સુનીલ કાકાના કોઈ મિત્ર છે ડૉ. પારેખ કરીને છે... જેને કાકા એ પૂજાનો કેસ ડિસ્કસ કરવા માટે બોલાવ્યા હતા. તેઓની સાથે અમારે સુનીલ કાકાની ઓફિસ પર આ વિશે વિગતે વાત થઈ હતી અને એમની સલાહથી જ અમે આવું કર્યું છે" પ્રેમ કહી રહ્યો હતો " હા મને કહ્યું હતું તારા કાકા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો