Astitvanu ojas - 17 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 17

પ્રણામ,

લખવાની સાથે સાથે મારો અભ્યાસ પણ ચાલુ છે જેથી નવા પ્રકરણ આપના સુધી પહુંચાડવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે જેના માટે હું ક્ષમાપ્રાર્થી છું


પ્રકરણ ૧૭


" આનંદવિહાર આ ગયા સાહબ " ટેક્સી વાળાએ કહ્યું અને પાછલી સીટ પર બેસેલા રેયાંશએ આંખો ખોલી.... એક મોટું બગાસું ખાધું, આળસ મરડી અને બાજુની સીટ પર રાખેલી બેગ લઈ અને તે નીચે ઊતર્યો અને ટેક્સી વાળાને પૈસા ચૂકવ્યા... એટલે તે ટેક્સી વાળા ભાઈએ પણ પોતાની ટેક્સી ચાલતી કરી અને... થોડીક જ ક્ષણોમાં એ રોડ પર ચાલતા બીજા વાહનોની ભીડમાં એ ટેક્સી પણ સરકી ગઈ. જેમ જેમ સાંજ ઢળી રહી હતી એમ ભીડ પણ વધી રહી હતી... અને એમાં પણ શિયાળાનો દિવસ ટૂંકો.. વળી, કૉલેજથી અહીંયા આવવામાં સમય પણ લાગતો માટે એ વહેલો જ નીકળી ગયેલો.
તે રોડની સાઈડમાં છાંયો ગોતી અને ઊભો રહ્યો. તેને પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળમાં જોયું.... જેમાં સાડા પાંચ વાગી રહ્યા હતા.
એ આવી રીતે કોઈ અજાણી વ્યક્તિને મળવા પહેલીવાર જઈ રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે એ આ યોગ્ય કરી રહ્યો છે કે નહિ... ગઇકાલ સાંજે જ્યારે એ છોકરીનો ફોન આવ્યો ત્યારે તેને આ વાતને મહત્વ નોહતું આપ્યું... પરંતુ આજ તેના ઉપરા ઉપરી કૉલ્સ રેયાંશને એવું સમજાવી રહ્યા હતા કે એની પાસે રહેલી આ વસ્તુ સામેવાળી વ્યક્તિ માટે ખૂબ મહત્વની હતી. એ આટલી ભીડની વરચે પણ એ અવાજને મહેસૂસ કરી રહ્યો હતો.
" May I Talk to Mr. Reyansh Thakkar...?" કોઈ છોકરી પૂછી રહી હતી.
" જી બોલો... હું જ રેયાંશ ઠક્કર આપ કોણ ...?" એ અટક્યો. પરંતુ તેને તરત જ એવું સમજાયું કે તેને ગુજરાતીમાં જવાબ આપ્યો જે કદાચ સામે વાળી વ્યક્તિ નહિ સમજી શકી હોય એટલે તેને ફરી કહ્યું
" I mean ..."
એ આગળ કંઇ બોલે એ પહેલાં જ સામેથી બોલતી છોકરીએ તેને અટકાવી દીધો અને કહ્યું " જી તમે ગુજરાતીમાં જ આગળ ચલાવી શકો છો..."
" હમમ..." રેયાંશ એ માત્ર ટૂંકો જવાબ આપ્યો. કેમ કે આજ દિવસ સુધી તેના મોબાઈલ પર આવી રીતે... કોઈ અજાણી છોકરીનો ફોન આવ્યો હોય એવું બન્યું જ ના હતું... દિલ્હીમાં ચાર વર્ષથી એકલો રહેતો હોવા છતાંયે એક પણ લફરામાં હજુ સુધી એનો પગ ફસાયો ના હતો. ખાસ કરી અને છોકરીઓના... તે આવા બધા ચક્કરોથી બહુ જ દૂર રહેતો. તેનું કારણ એનો ભણતર પ્રત્યેનો લગાવ કહો કે પછી એની માં ના સંસ્કાર.
" જી મારું નામ રાગિણી છે. મને આપનો નંબર લાઇબ્રેરીના કિશન કાકા પાસેથી મળેલ છે... હું મારી સ્કેચબુક લાઇબ્રેરીમાં જ ભૂલી ગયેલી... અને એમને એ બુક આપની હશે એવું સમજીને આપની પાસે મોકલાવેલી ..."
" ઓહ્ હાં... મે પણ એમને જણાવ્યું હતું... હું આજે જ પહુંચાડી આપુ છું" રેયાંશે કહ્યું
" નહિ નહિ ... એ વળી ખોવાઈ જશે તો...! ગોતવામાં મુશ્કેલી થશે માટે હું જાતે જ આવી અને લઈ જઈશ..." રાગિણી એ તરત કહી નાખ્યું પણ થોડી ક્ષણો વિચાર્યા પછી તેને આગળ ઉમેર્યું ખરું " જો આપને કોઈ વાંધો ના હોય તો જ..."
" ભલે ... આપને જેમ યોગ્ય લાગે તેમ.." રેયાંશે જવાબ આપતા કહ્યું.
" જી તો હું આપને સવારે જણાવું છું " રાગિણી એ કહ્યું અને રેયાંશે કૉલ ડિસ્કનેક્ટ કરી નાંખ્યો... પરંતુ એ છોકરી નો પોતાના માટે બોલાયેલો છેલ્લો શબ્દ ' જેન્ટલમેન ' એ અત્યારે પણ તેના મુખ પર સ્મિત લાવી દીધું હતું... એ પેલી છોકરી વિશે કંઇ આગળ વિચારે એ પહેલાં જ એનો ફોન રણક્યો પરંતુ એ ઉપાડે એ પહેલાં જ કપાઈ ગયો અને તરત જ સ્ક્રીન પર એક મેસેજ ફ્લેશ થયો. " હું પહોંચી રહી છું " આ મેસેજ જોઈ તે કાફેની દિશામાં આગળ વધી ગયો.

કાફેના પ્રવેશદ્વારની બંને બાજુ કુંડાની હરોળ રાખવામાં આવી હતી જેમાં નાના મોટા છોડો વાવેલા હતા એટલું જ નહિ પરંતુ પ્રવેશદ્વાર સુધી પહોંચાડતા ચાર પગથિયાં ઉપર પણ કુંડાઓ ગોઠવેલા હતા જેમાં અલગ અલગ પ્રકારના પર્ણો વાળા રોપાઓ વાવેલા હતા. જે બહારથી તેને ગ્રીન લુક આપી રહ્યા હતા.

અંદર પ્રવેશતાની સાથે જ એક નાના ટેબલ પર ગણેશજીની મૂર્તિ રાખેલી હતી. અંદર પ્રવેશતી દરેક વ્યક્તિની પહેલી નજર એ મૂર્તિ પર પડે એ રીતે તેને ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી જમણી બાજુ થોડું આગળ વધતા જ ભવ્ય હોલ આવતો જેમાં ઑક વુડમાંથી બનાવેલ આછા પીળા રંગનું ફર્નિચર અને યેલ્લો કલર્સના સિલીંગ લેમ્પ આખું કાફે જાણે જગમગી રહ્યું છે એવું લાગી રહ્યું હતું.

આ ગ્રીન અને યેલ્લોનું સંયોજન સાંજ પછી કાફેને વધુ આકર્ષક બનાવી રહ્યું હતું

રેયાંશે દરવાજા પાસેનું ટેબલ જ પસંદ કર્યું. જેથી અંદર પ્રવેશતી દરેક વ્યક્તિ પર તેની સીધી નજર પડી શકે.
તેના બેઠાં પછી તરત જ એક છોકરો પાણીનો ગ્લાસ અને મેનુ કાર્ડ ત્યાં ટેબલ પર રાખી ગયો. તેને ગ્લાસમાંથી થોડું પાણી પીધું અને ટેબલ પર તેના સાથે લાવેલી એ બેગ સામે જોઈ અને વિચારી રહ્યો હતો. ' એવું તે શું હસે આ બુક કે એ છોકરી મને મળવા તૈયાર થઈ ગઈ ... અને ખોલવાની પણ ના પાડી કદાચ એ પણ રાધિકાની જેમ પોતાના મનની વાત કાગળ પર ઉતારતી હોય એવું બની શકે ... '

***

" ના એવું ના જ બની શકે હું પણ રાગિણીને સારી રીતે ઓળખી ગઈ છું દીદી... જો કોઈ છોકરો એના જીવનમાં આવ્યો હોય તો એ ચોક્કસ તમને... અથવા મને જણાવે ને...! અને તમે જ તો કહ્યું હતું કે તેનો વિશ્વાસ લગ્ન પરથી ઉઠી ગયો છે " આશા ફોન પર કોઈ જોડે ચર્ચા કરી રહી હતી. જેમના અમુક શબ્દો દૂર ઉભેલા કાર્તિક અને સમીરના કાને પડી રહ્યા હતા.

" આશા તારી વાત એકદમ સાચી છે પણ આવું બધું... હું નહિ... તેની કુંડળીના ગ્રહોની દિશાઓ જણાવી રહી છે અત્યારે જે છોકરો એના જીવનમાં આવશે એ જ એને તેના અસ્તિત્વથી પરિચિત કરાવશે. પણ એ થોડા સમય માટે જ આવશે તેના પછીના યોગમાં જો એ મળશે તો... પરિસ્થિતિ બહુ ભયંકર થવાની છે .... તું સમજે છે ને મારી વાતને " સામેથી મીનલ કહી રહી હતી.

મીનલ એક નાનકડા ગામમાં ઉછરેલી સીધી સાદી છોકરી... તેના મમ્મીએ તેનો સાથ નાનપણમાં જ છોડી દીધો હતો. પપ્પા ધંધાર્થી એટલે સમય મળે નહિ... અને એક બહેન હતી એ પણ નાની.... એટલે એ તેને તો પોતાના મનની વાત કહી ના શકે ... અને જો કહે તો પણ કદાચ એ સમજી ના શકે. એટલે એ તેના કાકા કાકીની સાથે જ મોટી થયેલી અને જ્યોતિષ વિદ્યા પણ એમના પાસેથી જ વારસામાં મળેલી એક અમૂલ્ય ભેટ છે.
એ જ્યારે જ્યારે રાગિણી ને જોતી ત્યારે ત્યારે તેને એમ લાગતું... કે રાગિણીના રૂપમાં તેની નાની બહેન તેને પાછી મળી ગઈ... કદાચ આ જ સૌથી મોટું કારણ હતું કે મીનલ રાગિણીના અંગત જીવનમાં એક પાડોશી નહિ પણ પોતાનું અંગત વ્યક્તિ માની અને તેની સંભાળ લઈ રહી હતી.

એને એક નાની ભૂલને કારણે એને પોતાની સગી બહેન સાથેનો સબંધ ગુમાવ્યો હતો. માટે હવે એ રાગિણી સબંધિત કોઈ પણ બાબતમાં પોતાની અંગત વિચારો પ્રગટ કરી એ તેની સાથેનો સબંધ ગુમાવવા નોહતી માંગતી. જેથી એ આશાની મદદ લઇ રહી હતી.

" હા ભલે દીદી એના જીવનમાં કોઈ આવ્યું હશે તો હું ચોક્કસ આપને જણાવીશ આ કામ ફક્ત તમારા મન ની શાંતી માટે જ કરી રહી છું બાકી હું નથી માનતી ભવિષ્ય વાણીમાં પણ આ બાબત મારી અંગત નથી અને આમ પણ મને તમારામાં વિશ્વાસ છે માટે જ તો મે પેલા હોસ્ટેલ વાળા છોકરાની તપાસ પણ ચાલુ કરી દીધી છે " આશાએ કાર્તિક અને સમીરની સામે જોતા કહ્યું. એ બંને એની જ રાહ જોઈ રહ્યા હતા એવું તેંને લાગ્યું
" અત્યારે પણ એ લોકો અહીં જ ઊભા છે " આ વાતમાં આશા એ કરેલો ઈશારો મીનલ સમજી ચૂકી હતી તેથી તેને માત્ર એટલું જ કહ્યું
" ભલે તું મને સાંજે ફોન કરજે અત્યારે હું રાગિણી સાથે વાત કરી લઉં છું "
" ભલે દીદી " આશા એ કહ્યું અને બંને છેડેથી ફોન મુકાઈ ગયો.

ફોન મુક્યા પછી મીનલ ફરી વિચારે ચડી હતી. એને રહી રહી અને તેની સગી બહેનના વિચાર આવી રહ્યા હતા. આજ બપોરની જ વાત છે એ પોતાના સ્ટડી ટેબલનું નીચેનું ડ્રોઅર સાફ કરી રહી હતી જેમાંથી થોડા આલ્બમ હાથ લાગ્યા હતા.

જેમાં આર્યનના જન્મથી લઈ અને અત્યાર સુધીના, તેમના લગ્નની વર્ષગાંઠના, આ નવું ઘર વસાવ્યું ત્યારના, અને દરેક એ દરેક ખુશીઓની પળોના ફોટાઓને તેને આ અલગ અલગ આલ્બમમાં સજાવીને રાખ્યા હતા. જેમાનો એક... તેમના લગ્નનો આલ્બમ પણ હતો. જેને ખોલવાની હિંમત મીનલે છેલ્લા પાંચ વર્ષથી નોહતી કરી. તે સારી રીતે જાણતી હતી કે એ... જો આલ્બમ ખોલશે તો એની મહામહેનતે ભૂલાવેલી બધી જ યાદો તાજી થઈ જશે. તે આલ્બમ ના પૂઠાં પર લખાયેલા અક્ષરને તે એમજ જોઈ રહી.

" મહેન્દ્ર વેડ્ઝ મીનલ ... અરે વાહ મીનું... આ તો આપણા લગ્નનો આલ્બમ છે... " મહેન્દ્રએ મીનલની બાજુમાં ઘૂંટણભેર બેસતાં કહ્યું અને મીનલેએ સીધું જ તેની સામે જોયું.
તેની પાંપણો પર આંસુ તોળાઈ રહ્યા હતા... અને જો આ આલ્બમ ખુલે તો તેની બંને આંખો વરસવાની... એવું નક્કી હતું ... આ વાત મહેન્દ્રને બહુ સારી રીતે જાણતો હતો. તેથી તેને તરત જ મીનલનું માથું પોતાની છાતી પાસે રાખી અને ગળે લગાવી લીધી. થોડી ક્ષણ એમજ વીતી ગઈ. પછી ધીમે રહી અને મહેન્દ્ર એ તેને અળગી કરી

" તને એની પાસે રાજકોટ જવું છે ...? " મહેન્દ્ર એ તેની સામે જોઈ અને પૂછ્યું ... જવાબમાં મીનલે માત્ર ના માં ડોકું ધુણાવ્યું. મહેન્દ્ર આ વિશે કોઈ આગળ વાત કરે એ પહેલાં જ આર્યન તેમના રૂમમાં પ્રવેશી ચૂકયો હતો.

" ડેડી દેખો ... હું શું લાવ્યો " આર્યન હિન્દી અને ગુજરાતી બંને મિક્સ કરીને બોલતો કેમ કે ઘરમાં બધા ગુજરાતી બોલે અને શાળામાં બધા અંગ્રેજી તેથી તેને આવી ટેવ પડી હતી. પણ તેનો અવાજ જ એટલો મીઠો હતો કે તેને કોઈ આ બાબતને લઈ.. અને ટોકતું નહિ. કેમ કે એ આવું ક્યારેક જ બોલતો બાકી તો એ મોટા ભાગે હિન્દી જ બોલતો.

" મમ્માં... કયું રો રહી હૈ " એને મીનલના ખંભે હાથ મૂકતા કહ્યું. પછી તેની નાની હથેળી તેને તેના આંસુ લૂછ્યા અને કહ્યું

" આપ તો બ્રેવ બોય હો ના ..." આ સાંભળી મીનલ હસી પડી.

એ જોઈ મહેન્દ્રને પણ રાહત થઇ. આ સારો મોકો હતો મીનલને યાદોમાંથી બહાર લાવવા માટે તેથી મહેન્દ્ર એ આગળ ચલાવ્યું " અરે વો તો ગર્લ હૈ ના ...? તો ફિર ...?"

" તો ક્યાં .. મે તો બોય હું ના... મેરી મમ્મા કા ...! " આર્યન કહ્યું.

" અરે એસા કેસા લોજીક હૈ ...! " મહેન્દ્ર તેને વાતોમાં ગૂંચવી રહ્યો હતો.

" પાપા યે લોજિક નહિ મેજિક હૈ ... દેખા રોના ખતમ હો ગયા ના ... હૈ ના મમ્માં..." તેને મીનલની સામે જોઈ અને કહ્યું

" હાં મારા લાલા " મીનલે તેને ગાલ પર પપ્પી કરતા કહ્યું. એ બંનેને આ રીતે વહાલ કરતા જોઈ મહેન્દ્ર લાગ્યું કે મીનલ એ વાતને ભૂલી ગઈ છે પરંતુ એને ક્યાં ખબર હતી કે જેની યાદોને એ મીનલથી દુર રાખવા માંગે છે એ વ્યક્તિ પાસે સામેથી જવું પડશે.

***

રેયાંશએ ત્રીજી વાર કોફીનો ઓર્ડર રીપીટ કરાવ્યો હતો તેથી ટેબલ પર કોફીનો મગ મૂકતા પેલા છોકરા એ પૂછ્યું
" કિસીકા ઇન્તેઝાર કર રહે હો સાહબ "

રેયાંશે કોફીનો કપ મોઢે માંડતા હકારમા ડોકું ધુણાવ્યું.

" વો નહિ આયેગી સાહબ ... લડકિયાં ઐસી હી હોતી હૈ... બેવફા... ભલે આપ સચ્ચા પ્યાર કયું ના કર લો... " પેલા છોકરા એ કહ્યું ... તે હજી પણ બોલી રહ્યો હતો.... રેયાંશની ત્રીજી કૉફી પૂરી થવા આવી હતી પરંતુ ના તો આ છોકરાની બોલતી બંધ થઈ રહી હતી કે ના તો પેલી છોકરી દેખાઈ રહી હતી. તેની કૉફીના છેલ્લા બે સિપ બચ્યા હતા. તેને પેલા છોકરાને એ મગ બતાવ્યો અને પછી તેની સામે જોઈ અને કહ્યું
" મેરી કૉફી ખતમ હોને તક વો આ જાયેગી " તેને સ્મિત કર્યું

" વો નહિ આયેગી સાહબ... મે અરછી તરહ સે જાનતા હું ઈન લડકિયોં કો " પેલા છોકરા એ કહ્યું...એટલે તેની સામે જોઈ અને રેયાંશે સ્મિત કર્યું... પોતાની વાત પર રેયાંશના આવા રીએકશન જોઈ પેલા છોકરાને થયું કે એ તેની મજાક ઉડાવવી રહ્યો છે તેથી તેને જોશમાં આવી અને કહી નાખ્યું
" અગર વો આ ગઈ તો આપકા બિલ મે ભરુંગા... પર ઐસા હોગા નહિ... આપ બતાઓ વો નહિ આયી તો આપ કયા કરોગે ...? " તેને રેયાંશની સામે જોઈ પૂછ્યું

તેના જવાબમાં રેયાંશે ફરી મગ મોઢે માંડ્યો. અને બરાબર એ જ ક્ષણે તેના ટેબલ પર પહેલી આંગળીથી એક છોકરી એ ટકોર કરી

" રેયાંશ ઠક્કર આપ જ છો ...? " રેડ કલરની શોર્ટ કુર્તી અને બ્લુ કલારનું જિન્સ પહેરેલી આ છોકરી એ રેયાંશ સામે જોયું પૂછ્યું અને એ તેના જવાબની રાહ જોવા માંડી. ત્યાં ઉભેલો પેલો છોકરો પણ રાગિણીને જોઈ રહ્યો હતો.
તેને રેડ કલરની બિંદી તેના ખૂબસૂરત ચહેરાને વધુ ખૂબસૂરત બનાવી રહી હતી. તેને પોતાના ગળાની ફરતે રેડ ચેક્સ વાળી સ્ટોલ વિંટેલી હતી જે રેયાંશના શર્ટના કલર સાથે એકદમ મેચ બેસી રહી હતી
રેયાંશની નજર તેને હાથમાં પહેરલા કડા પર ગઈ. આ કડુ તેને પહેલાં પણ ક્યાંક જોયું હતું. રાગિણી પણ બધું નોટિસ કરી રહી હતી. તેને કોફીના મગ જોઈ અને વિચાર પણ આવ્યો કે આ કંઇક અજીબ જ છે બાકી સામાન્ય છોકરા રાહ જુએ જ ખાસ કરીને જ્યારે છોકરી તેને મળવા આવતી હોય

" યેસ હું જ છું " રાગિણી સામે જોયું અને પેલી બેગ તેને રાગિણી તરફ લંબાવી. પછી તે ઊભો થયો અને પોતાના પર્સમાંથી બે પાંચસોની નોટ કાઢી અને પેલા છોકરાના હાથમાં આપી અને કહ્યું
" મેડમ જો ભી ઓર્ડર કરે વો ઈસમે સે કાટ લેના" અને તેના તરફ સ્મિત કર્યું. અને તે બંને વરચે રહેલા અંતરમાંથી નીકળી ગયો. આ બધું એ એટલી જલ્દી બની ગયું કે બે માંથી કોઈનેય સમજાયું નહિ કે તેમને શું રીએકશન આપવા. રેયાંશ દરવાજા સુધી પહુંચી ગયો હતો. આ જોઈ પેલા છોકરા એ બૂમ પાડી

" સાહબ....અગર યે મેડમ નહિ આતી ઓર આપકી કૉફી ખતમ હો જાતી તો...? "

" તો... " તે થોડી ક્ષણ અટક્યો પરંતુ આ ક્ષણોમાં પણ તે ચાર આંખો આતુરતાથી બહુ વધી ગઈ હતી. કે તે બંને એકી સાથે બોલી પડ્યા " તો .....?" એમના આવા ભાવ જોઈ તે હસ્યો અને પછી કહ્યું " તો... જો બેગ મેને... મેડમ કો દી..... વો.. ઉનકો તુમ દે રહે હોતે ..." આટલું કહી અને તે કાફેની બહાર નીકળી ગયો.
તે બંને ને તેનું વાક્ય સમજતા થોડી વાર લાગી. પણ જેવું સમજાય ગયું એવું એ બંને એ એકબીજાની સામે જોયું અને રાગિણી બોલી
" અરે પણ આવું થોડી ચાલે ... "

" નહિ ચલતાં... પર વો ચલે ગયે ... ઓર વો ભી આપશે નારાઝ હો કર" પેલા છોકરા એ કહ્યું

" ઓહ્ તો હવે હું શું કરું ...? " રાગિણી અત્યારે આગળ વિચારી શકે એ પરિસ્થિતિમાં ના હતી.

" હું શું કરું .... આપ ભાગો ઉનકે પીછે " પેલા છોકરા એ કહ્યું અને તે તરત જ રેયાંશની પાછળ દોડી


( ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો