Astitvanu ojas - 12 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 12

પ્રકરણ ૧૨

ડી. જે. કૉલેજ ના કેમ્પસમાં ચહપહલ ચાલુ થઈ ચૂકી હતી. આ વિશાળ કેમ્પસનો બહારી દેખાવ બગીચા જેવો લાગી રહ્યો હતો. તેની ફરતે મોટા વૃક્ષોની લાઈનો કરવામાં આવી હતી અને તેની આગળ નાની એવી પારીઓ કરવામાં આવી હતી જેમાં નાના નાના છોડ રોપવામાં આવ્યા હતા.જેમાં અમુક છોડ રંગબેરંગી ફૂલોના ગોઠવવામાં આવ્યા હતા.

અત્યારે આ કેમ્પસમાં રોજની જેમ બધા વિદ્યાર્થીઓ આવી ગયા હતા. જેમાંથી કોઈ પોતાના પ્રેમીની વાતો સાંભળવામાં વ્યસ્ત હતું તો કોઈ એકબીજાને પ્રોજેક્ટ્સ બતાવવામાં તો... તેવામાં એક છોકરી એક મોટા લીમડાના ઝાડ નીચે ઊભી હતી. તેને ખંભે બેગ લટકાવ્યું હતું એ છોકરી પ્રમાણમાં સહેજ જાડી હતી અને છતાંયે કસાયેલું શરીર ગોળ ચહેરો અને તેમાં એક બિંદી તેના સિવાય કોઈ પણ જાતનો શૃંગાર કર્યો ના હતો છતાંયે સુંદર લાગી રહી હતી. તે ત્યાંની વિદ્યાર્થીની હતી છતાંયે મેડમ જેવો રૂઆબ ધરાવતી હતી. આ છોકરીની નજર કોઈને શોધી રહી હતી થોડી ક્ષણો પહેલા એની આંખો થોડી ચિંતામાં અને થોડી ગુસ્સામાં હતી તેમાં અત્યારે એક ચમક આવી ગઈ એનું કારણ એટલું જ હતું કે તે જેને શોધી રહી હતી એ આવી ચુક્યો હતો. તે છોકરી પેલા છોકરા તરફ આગળ વધી.

" હેલ્લો " તેણીએ તેની સામે જોઈ અને કહ્યું

“ ઓહ્ … તમે તો સાચે મળવા આવ્યાને શું વાત છે… આશા મેડમ" હા એ છોકરો કાર્તિક જ હતો.

" યેસ ... આવું પડ્યું કામ હતું માટે " આશા એ કહ્યું

" કહીએ ... સાહિબા બંદા આપ કી ખુશામત કે લીએ હાઝીર હૈ" કાર્તિક એ પોતાનો એક હાથ છાતી પર રાખી બીજો હાથ પાછળ રાખી અને માથું જુકવતા બોલ્યો. પણ મનો મન તો એને પણ એક વાર વિચાર આવ્યો હતો કે એન્જિનિયરિંગ ચાર વર્ષ પૂરા થવા આવ્યા હતા આશા એ અત્યાર સુધી મદદ નથી માંગી અને આજે કેમ નક્કી કંઇક ખાસ બન્યું હોવું જોઈએ.

" ખુશામત નહિ એક માહિતી જોઈએ બોલ લાવી આપીશ...? " આશા એ સીધું પૂછી નાખ્યું

" હા... ચોક્કસ પણ જોજે હો પરીક્ષાપેપરોના પ્રશ્નો લાવવા... ના કહેતી " આટલું કહી કાર્તિક હસવા લાગ્યો.

કર્તિકના સ્વભાવથી બધાં જ પરિચિત હતા. તેનો સ્વભાવ મસ્તમોલા જેવો હતો. એ બધાની મસ્તી કરી શકતો ... પ્રોફેસરોની પણ અને છતાંયે કોઈ તેની વાતનું માઠું લગાવતું નહિ. કેમ કે તેની બોલીમાં મીઠાશ હતી.


તે બધા જ માટે કામનો વ્યક્તિ હતો કોલેજના કોઈ પણ પાર્ટી કે ફંકશન કરવામાં આવે તેનું હેન્ડલિંગ એના જ હાથમાં આવતું. જેના કારણે છોકરીઓ તો પહેલેથી જ તેની તરફ આકર્ષિત હતી. સ્ટુડન્ટ લીડર હોવાના કારણે આ બધું મેનેજમેન્ટ તેના હાથમાં હતું.

તેના પપ્પા દિલ્લીના બહુ મોટા પોલિટિશિયન હતા તેઓ હિન્દી અને અંગ્રેજી ભાષા સિવાયની બીજી ૪ ભાષાઓ જાણતા હતા જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થતો. માટે નેતૃત્વનો ગુણ તેનામાં પહેલેથી જ હતો સાથે સાથે ભાષા નો વારસો પણ કાર્તિક એ જાળવી રાખ્યો હતો. જો કે આ વાત સમીર રેયાંશ અને અમુક પ્રોફેસરો સિવાય કોઈને પણ ખબર ના હતી. કાર્તિક દરેક વેકેશનમાં સમીર ભેગો ગુજરાત આવતો તેથી તેને ગુજરાતી સારી એવી ફાવતી હતી.

જે માન મોભોં છોકરાઓમાં કાર્તિક નો હતો એટલો જ આશા નો પણ બસ ફર્ક માત્ર એટલો હતો કે તે એક ગુજરાતના સામાન્ય પરિવારમાંથી હતી. તે સાપુતારાના જંગલી વિસ્તારમાં રહેલી હોવા છતાંયે અહીં સુધી પહુંચી હતી એને જે કંઇ પણ મેળવ્યું હતું એ તેની મહેનતથી મેળવ્યું હતું. આ વાતાવરણમાં ૪ વર્ષ રહ્યા પછી એટલું સમજાયું હતું કે અહીં મતલબ થી વાત થાય છે જ્યારે જેની જેવી જરૂરિયાત ત્યારે તેનો તેવો ભાવ માટેજ તેણે પોતાની એક ઓળખાણ બનાવી હતી. આ શહેરમાં તેણે પ્રામાણિક માણસો ખૂબ ઓછા જોયા હતા.એવામાં એની રાગિણી સાથે મૈત્રી બંધાઈ અને એક ગુજરાતી હોવાના કારણે આ મૈત્રી વધુને વધુ ગાઢ થતી ગઈ. સામે રાગિણી ને પણ જાણે પોતાના પરિવારનું કોઈ મળી ગયું હોઈ એવી લાગણી થઇ આવતી જો કે રાગિણી પરિવારમાં માત્ર ૩ જણ હતા એ એના મમ્મી અને તેના પપ્પા જે ખંભાળિયા માં રહેતા હતા. શરૂઆતમાં રાગિણી ને ઘરની બહુ યાદ આવતી જો કે છેલ્લા દસ વર્ષથી તે ઘર ... ઘર ના રહી અને મકાન બની ચૂક્યું હતું. તે ખરેખર તેના મમ્મી પપ્પાના ઝગડાથી કંટાળી ગઈ હતી. તે પોતાની વાત કોઈને કહી શકતી નહીં માટે તેના પડોશમાં રહેતા મીના દીદી એ જ એને દિલ્લી જવા કહ્યું હતું. ફેશન ડિઝાઇનિંગમાં રાગિણી ની આમ પણ પહેલેથી જ રુચિ હતી તે ચિત્ર બનાવવામાં નિપુણ હતી અને તેની આ કળા તેને અહીં સુધી લઈ આવી હતી. તે પોતાની દરેક લાગણી કાગળ પર ચિત્ર સ્વરૂપે ઉતારતી. જો કે આ વાતની માટે તેના પડોશી મીના ને જ ખબર હતી.
અત્યારે મીના તેની પાસે ના હતી પરંતુ આશા તેની સાથે હોવાથી તેને એની કમી મહેસૂસ થતી નહિ. આશા અવારનવાર મીના સાથે વાત કરતી અને મીના એ તેને રાગિણી બહુ બધી વાતો કહી હતી બસ એ અવારનવાર આશા ને કહેતી કે હું નથી તો શું તમે પણ એના માટે મોટા બહેન જ છો. અને અત્યારે પણ એ જ મોટી બહેન ની ફરજ આશા ને કાર્તિક પાસે મદદ માંગવા મજબૂર કરી હતી.

" કાર્તિક મને કોઈ પેપર્સ નથી જોઈતા બસ ગઈ કાલે રાત્રે તમે અમારા હોસ્ટેલમાં આવેલા ... ત્યારે તમારામાંથી કોઈ છોકરો બહાર હતો જે પાછળની દીવાલ તરફ ઊભો હતો એ કોણ હતો બસ આટલું શોધી આપ ..."
આશાની આ વાત સાંભળી... તેને આંખો ઝીણી કરી. એ ગઈ કાલની ઘટના વિશે વિચારવા લાગ્યો. આ જોઈ આશા એ ફરી બોલવા લાગી " આજ રાત્રે હું તને કૉલ કરીશ બરાબર છે " એટલું બોલી આશા ક્લાસ રૂમ તરફ જવા લાગી. કાર્તિક તેની જતા જોઈ રહ્યો. તે ગઇકાલ રાત વિશે વિચારવા લાગ્યો.
સમીર અને રેયાંશ બંને છેલ્લે હતા પણ એ બે માંથી આશા કોને શોધે છે અને શું કામ ... રેયાંશ તો છોકરીઓના ચક્કરમાં પડે એવો નથી અને જો સમીરના જીવન માં કોઈ છોકરી આવી હોય તો અત્યાર સુધીમાં અડધાં ગામને ખબર પડી ગઈ હોય એ વિશે... કોણ હશે એ જેના વિશે આશાને માહિતી જોઈ છે ... તેણે માથું ખંખેર્યું અને તેની સાથે વિચાર પણ ... જે હશે તે એ આજ કૉલેજ પતાવી અને એ બંનેને સીધું જ પૂછી નાખશે. તેણે ક્લાસરૂમ તરફ ચાલતાં ચાલતાં જ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો પણ હજી તે સમીરને ફૉન લગાવે એ પહેલા જ સમીર તેને સામે દેખાયો
" ભાઈ તારું કામ છે તું ચાલ " કાર્તિક કંઈ જવાબ આપે એ પહેલા તો એ ક્લાસરૂમ તરફ ઝડપથી ચાલવા માંડ્યો હતો અને તેની પાછળ પાછળ કાર્તિક પણ દોડ્યો. તે બંને અડધી જ મિનિટમાં તેમના ત્રીજા માં ક્લાસરૂમના દરવાજા પાસે પહોંચી ગયા હતા. તે બંને ઉપર પહૂંચ્યા ત્યાં સુધીમાં તો એ હાંફી ચૂક્યા હતા. તે બંને એ હાથ ગોઠણ પર ટેકવેલા હતા.

" ગુડ મોર્નિંગ " તે બંને સામે કોઈ આઘેડ સ્ત્રી આવીને ઊભી રહી. સાડીનો ખુલ્લો છેડો, એક હાથમાં મોટી બેગ જેવું પર્સ અને બીજા હાથમાં બે બુક્સ માર્કર અને ડસ્ટર પકડેલું હતું.

" ઓહ્ નો " તે બંને એ એક બીજા સામે જોઈ અને કહ્યું. ત્યાર પછી સ્મિત સાથે મેડમ ને કહ્યું " ગુડ મર્નિંગ લીલા મેમ"

આટલું બોલીને તે બંને તરત જ ક્લાસમાં ઘૂસી ગયા. તેની પાછળ લીલા મેમ પણ પ્રવેશ્યા. કાર્તિક પાછળની સીટ પર બેસવા માટે આગળ જાય એ પહેલા સમીર રેયાંશ તરફ જોઈ અને કાર્તિક ના કાનમાં ધીરેથી કહ્યું " ભાભી ને ગોતવા જવાનું છે છૂટીને હું તારા રૂમ પર મળીએ " કાર્તિક તેનો ઈશારો સમજી ગયો કે રેયાંશને એ કોઈ છોકરીને પસંદ કરી છે. કાર્તિક એ બે આંગળી રેયાંશ તરફ કરી અને જાણે ગન થી નિશાનો લેતો હોય તેવી રીતે... " શૂટ " સમીર અર કહ્યું પછી જાણે ખરેખર ગન થી પેલાને ગોળી મારી હોય એમ એની બે આંગળીઓને હળવેથી ફૂક મારી. રેયાંશ એ જોયું કે એ બંને પોતાના તરફ જોઈ રહ્યા છે પરંતુ તેને સમજાયું નહિ આ જોઈ તે બંને હસી પડ્યા અને બંને પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા.

પોતાની સીટ પર બેસી ગયા પછી સમીર અને કાર્તિક બંને ના મગજ રેયાંશ વિશે વિચારી રહ્યા હતા.

કાર્તિક ને વરચે આવો વિચાર પણ આવ્યો કે આશા એ કહેલી વાતને આની સાથે કંઇ સબંધ તો નહિ હોઈને અને જો હોય તો એ આખી વાત શું હતી... તે આશા ને સારી રીતે ઓળખતો હતો. નાના મોટા કામ માટે એ આમ પોતાની પાસે વાત કરવા દોડી ના જ આવે. એ મોટી ભાગ ના કામ ફોન પર જ સમજાવી દેતી અથવા તો કોઈ બીજી છોકરીઓ પાસે કહેવડાવી દેતી. એ જાતે ચાલીને આવી છે મતલબ કોઈ એવી વાત છે જે પોતે ખાનગી રાખવા માંગે છે... જાણવું તો પડશે.
તેણે મનોમન નક્કી કર્યું કે સમીર અને કોઈ વાત જણાવે તે પહેલા એ આશા વાળી વાત એને જણાવી દેશે અને પૂછી લેશે કે આખી વાત શું હતી...!
બીજી બાજુ સમીર પણ ગઇકાલ રાતની વાત કાર્તિકને જણાવવા આતુર હતો. બસ વાર હતી તો ૨ વાગવાની.

***

" હેલ્લો... મમ્મી તમે ચિંતા નહી કરતાં હું ઘરે પહુંચી ગઈ છું. ગાડી પણ ગેરેજ માં મોકલાવી દીધી છે બનશે તો હું ૧૨ વાગ્યે જ ટિફિન લઈને આવી જઈશ " રાધિકા બોલી રહી હતી. સામે તેજ માત્ર તેનો સાંભળી રહ્યો હતો.

સુમન બહેનને બહાર આવતા જોઈ જાણે તેજના હાથમાં ધ્રુજારી આવી ગઈ એને ફોન કાપી નાખ્યો. તેણે પહેલીવાર એવું લાગ્યું કે પોતે કંઇક ખોટું કરી રહ્યો છે તેને તરત જ એમને ફૉન પરત કરી દિધો.

" શું થયું ... ? કોઈએ ફોન ઉપાડ્યો હતો કે નહિ...? "

" જી.... જી આન્ટી " તેજ ની જીભ અચકાવા લાગી.

" હાશ......! એ ઘરે તો પહુંચી ગઈ છે ને ...? " સુમન બહેન એ પૂછ્યું

તેજ હવે ફસાયો હતો કેમ કે તે માત્ર સામેવાળી છોકરીનો અવાજ જ સંભાળ્યો હતો તેના શબ્દો તો એને યાદ પણ ના હતા. તે આગળ વિચારે એ પહેલા તેને નર્સને બહાર આવતા જોઈ અને જલ્દીથી તેણે આ પરિસ્થિમાંથી બચવાનો તોડ મળી ગયો.
" આન્ટી નર્સ એ શું કહ્યું ... ? ભાભી ઠીક તો છે ને...?" તેણે સુમન બહેન સામે જોઇને પૂછ્યું

" અરે હા હું તો કહેવાનું ભૂલી જ ગયેલી એમને કહ્યું કે ડૉકટર એ પેલી દવાની ચિઠ્ઠી આપી છે ને એ દવાઓ લાવવા કહ્યું છે હું એ જ કહેવા આવી હતી પ્રેમ ને ... ? હજુ નથી આવ્યો એ...? " સુમન બહેન તેજ ને કહી રહ્યા હતા. આ બધું સંભળી તેજ ને મનોમન રાહત થઇ.

" જી આન્ટી તમે ચિંતા નહિ કરો પ્રેમ ભાઈ આવતા જ હશે..... દવાની ચિઠ્ઠી આમ પણ મારી પાસે છે હું લઈ આવું છું" તેજ આટલું કહી સુમન બહેનનો પ્રત્યુતર સંભાળ્યા વગર જ તેજ બહારના રસ્તા તરફ ચાલતો થયો.

સુમન બહેન આગળ કંઇ વિચારે તે પહેલાં એમના હાથમાં રહેલો ફોન રણક્યો તેમને ગ્રીન સિમ્બોલ પર ક્લિક કર્યું અને ફોન ઉપડી ગયો તેઓ તેમને ફોન કાને લગાવ્યો અને મનોમન પોતાની જાતને શાબાશી આપી. ચાલો ઉપાડતા તો આવડ્યું. એમને ફૉન કાને લગાવ્યો
"હેલ્લો મમ્મી" રાધિકા એ કહ્યું

" હા રાધિકા તું ઘરે પહુંચી ગઈ દીકરા ...? "

" હા મમ્મી ... મે કહ્યુ તો હતું હમણાં તમારો ફોન આવ્યો ત્યારે " રાધિકા એ કહ્યું

" ઓહ્ હું નર્સ પાસે ગયેલી અને ફોન ચાલુ રહી ગયેલો હશે તું એક કામ કર દાળ ભાત નું ટિફિન પેક કરી આપ કદાચ બીજું કંઇ ખાવાની છૂટ નહિ આપે અને હા રીંકુ ને હમણાં કશું કહેતી નહિ એના માટે દિવ્યા ને કહે મને આ મોબાઈલ પર ફોન કરે " સુમન બહેન બધું એક સાથે બોલી રહ્યા હતા

" જી મમ્મી ... બીજું...? "

" ના ...અરે હા સંભાળ તારા પપ્પા ને પણ કહેજે મને ફોન કરવા... અને તું આજ સ્કૂલ નહિ જતી આજ રીંકલ ને સંભાળી લેજે" સુમન બહેન રાધિકાને ફોન પર બધી સૂચનાઓ આપી રહ્યા હતા ત્યારે તેમણે સામેથી પ્રેમ ને આવતા જોયો. " બોલ બેટા બીજું તું આટલું કરી આપ પ્રેમ આવી ગયો હું તને પછી કરું છું અને દિવ્યાને ખાસ કહેજે મને ફોન કરે "

" જી મમ્મી હમણાં કહું છું " આટલું કહી રાધિકા એ ફોન રાખી દીધો.

" પ્રેમ શું થયું કેમ તારો ચહેરો ઉતરી ગયો છે...? ડૉકટર શું કહ્યું...? " પ્રેમ સુમન બહેન પાસે પહુંચ્યો કે તરત જ સુમન બહેને તેને પૂછ્યું

" કંઇ નહિ કાકીમાં એ તો એમજ " પ્રેમ એ કહ્યું

" તું બેસ અહીંયા " સુમન બહેન એ તેને નજીક રાખેલી ખુરશી પર બેસાડ્યો અને પોતે પણ બાજુમાં બેસ્યા " દીકરા તેને લાગે છે કે મારાથી કંઇ છૂપાયેલું રહી શકશે" પ્રેમ કશું બોલી શક્યો નહિ એના આંખમાંથી બે આંસુ ગાલ પર પહુંચી ગયા. તે ખુરશી પરથી ઉભો થઇ અને સુમનબહેન નાં પગ પાસે બેસી ગયો.
" કાકીમાં પૂજા એ કોઈનું એ કશું નથી બગડ્યું તો પછી એની સાથે આવું કેમ" પ્રેમ નાના છોકરાની જેમ સુમન બહેન ને પૂછી રહ્યો હતો.
" દીકરા કેમ... શું કામ એવું કશું હું નથી જાણતી પણ ભગવાન મારા નાથ પર ભરોસો છે ... એમને સમસ્યા આપી છે સમાધાન પણ એ જ આપશે ... " સુમન બહેન અતિ સ્નેહ થી તેણે સમજાવી રહ્યાં હતાં તેઓ તેની ઉદાસીનું કારણ પૂછી અને ફરી અસ્વસ્થ કરવા માંગતા ન હતા તેથી તેઓ એ એક પણ વિગત પૂછી નહિ અને છતાં પણ પ્રેમ ને સમજાવી દિધો.
" બોલ છે તારી કાકી પર વિશ્વાસ... "
" હા કાકી તમે કહો એમ" એમને પોતાની આંગળીઓ થી પ્રેમના આંસુ લૂછ્યા " ચાલ ઊભો થા આપણે પૂજા પાસે જઈએ.
દૂરથી એક વ્યક્તિ આ બધું જોઈ રહ્યો હતો પરંતુ એમની વાતમાં ખલેલ ના પડે તેથી તે નજીક આવ્યો નહિ.

( ક્રમશઃ)




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED