Astitvanu ojas - 19 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 19

પ્રકરણ ૧૯


"એટલે આ બધું પૂજાના ઈલાજનો એક ભાગ હતો... તું એવું કહેવા માંગે છે પ્રેમ..! " સુમન બહેને આશ્ચર્ય થી કહ્યું. તેઓ બંને ઘરનાં મંદિર પાસેના નાના એવા પગથિયાં પાસે બેઠા હતા.
" હા કાકી માં... સુનીલ કાકાના કોઈ મિત્ર છે ડૉ. પારેખ કરીને છે... જેને કાકા એ પૂજાનો કેસ ડિસ્કસ કરવા માટે બોલાવ્યા હતા. તેઓની સાથે અમારે સુનીલ કાકાની ઓફિસ પર આ વિશે વિગતે વાત થઈ હતી અને એમની સલાહથી જ અમે આવું કર્યું છે" પ્રેમ કહી રહ્યો હતો
" હા મને કહ્યું હતું તારા કાકા એ... પણ એ તો એમને ઘરે લાવવા કહેતા હતા " સુમન બહેને એ સાડીના પાલવથી આંખો લૂછતાં કહ્યું
" હા તેઓ આવશે જ તે... પણ કાકાની સાથે " પ્રેમ એ ચોખવટ કરતા કહ્યું " બાકી ખરેખર મારા મનમાં એવું કંઇ જ નથી તમે કહો એમ જ હું રહીશ બસ... કાકીમાં... તમે મારા માટે સગી માં થી પણ વિશેષ છો... હું કોઈ દિવસ તમારી ઇરછા વિરુદ્ધનું કામ નહિ કરું ... તમારા માટે તો હું જીવ આપી દઉં તો એ ઓછું પડે એમ છે " પ્રેમનાં અવાજમાં સાચી લાગણી છલકાઈ રહી હતી

" અરે ગાંડા એવું કેમ કહે છે " સુમન બહેને પ્રેમનાં ગાલ પર ટપલી મારતાં કહ્યું " તું ખુશ રહે દીકરા જ્યાં પણ રહે બસ... એ થી વિશેષ મારે બીજું કંઇ જ નથી જોઈતું "

" હા માં હું ખુશ જ છું બસ પૂજા પહેલા જેવી થઈ જાય " પ્રેમ એ સુમન બહેનના ખોળામાં માથું મૂકતા કહ્યું

" દીકરા તું ચિંતા નહી કર... તારા કાકા એ પૂજાને વહેલી સાજી કરવા માટેજ પ્રભાકર ભાઈને તેડાવ્યા છે... અને મને પણ તેમના પર વિશ્વાસ છે કે તેઓ પૂજાની બીમારીનો સચોટ ઈલાજ શોધી કાઢશે" સુમન બહેને પ્રેમનાં માથા પર હાથ ફેરવતા કહ્યું.

" હા કાકીમાં પણ તમે બધા ના હોત તો શું થાત મારું... આજ સવારે પૂજા માત્ર થોડી કલાકો માટે મારી નજર સામે નોહતી ત્યારે મને એવું લાગ્યું હતું કે મારા શ્વાસ રોકાઈ ગયા છે... તો પછી હું તો દરેક પ્રસંગમાં તેનો સાથ ચૂક્યો છું કાકી માં ... હું ખરેખર પૂજાનો ગુનેગાર છું" પ્રેમ હજુ એ જ સ્થિતિમાં બોલી રહ્યો હતો

" અમુક વસ્તુનું મૂલ્ય આપણે નથી આંકી શકતા દીકરા... પણ સમય બધું... બહુ સારી રીતે સમજાવી જાય છે... " સુમન બહેન ક્યાંક દૂર શૂન્યમાં જોઈ અને કહી રહ્યાં હતાં. તેમના હાથ પ્રેમનાં માથા પરથી ફરતા રોકાઈ ગયા હતા માટે પ્રેમ મોઢું તેમની તરફ ફેરવ્યું. આ જોઈ સુમન બહેન વર્તમાનમાં પાછા ફર્યા
" પ્રેમ તું પૂજાનો ગુનેગાર નથી ... કેમ કે તારી પૂજા પ્રત્યેની ચાહના ને મે બહુ નજીકથી જોઈ છે" સુમન બહેન એ કહ્યું

" તો પછી એ કેમ મારી પાસે હોવા છતાં ... મારી સાથે ના હતી. મે તો તેને મારું બધું જ આપ્યું હતું ... "

" સમય આપ્યો હતો ...? " સુમન બહેને ખુબ સ્નેહથી પૂછ્યું અને જવાબમાં પ્રેમની ગરદન જુકી ગઈ.
" પ્રેમ... મોટા ભાગની સ્ત્રીઓને તમે ભૌતિક સુખ સુવિધા ઉભી કરી આપો એટલે... એ ખુશ થઈ જતી હોય છે પણ અફસોસ એ વાતનો છે કે પૂજા એમાંની નથી "

" તો ખરેખર પૂજા ને શું જોઈએ છે મારા પાસેથી" પ્રેમની આ વાત સાંભળી સુમન બહેને સ્મિત કર્યું

" એને ..." તેઓ એક ક્ષણ અટક્યા " તારો સાથ... તારો સમય અને તારો અખૂટ સ્નેહ જોઈએ છે પ્રેમ કેમ કે તું જ તેના માટે સર્વસ્વ છો તેને કોઈ દવાની જરૂરિયાત નહિ રહે જો તું તેની સાથે હોઈશ... એ તારા માટે થઈ અને બધાંથી લડી જશે જે વાતનો તને પણ અહેસાસ હશે જ ..."

" હા કાકીમાં કદાચ તમે સાચું કહો છો ..." પ્રેમ બરાબર વિચારીને બોલી રહ્યો હતો " મારા એક અણગમા માટે તેને પોતાની ખૂબ નજીકની વ્યક્તિને પણ દૂર કરી દીધી ... કદાચ એટલે જ એ પોતાના મનની વાત કોઈને નહિ કરી શકી હોય... ડૉ. પારેખ પણ કદાચ મને આ જ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. " પ્રેમ સુમન બહેન સાથે વાત કરી રહ્યો હતો પરંતુ તેના મનમાં તેને ડૉ. પારેખ દ્વારા પૂછાયેલા પ્રશ્નો ના જવાબો મળી રહ્યા હતા અને પ્રેમના આ મનોમંથનને ... સુમન બહેન તેના ચહેરા પર વાંચી શકતા હતા તેથી તેઓ એમજ પ્રેમની વાત સાંભળી રહ્યા હતા. એટલામાં તેઓ એ જોયું કે રાધિકા રૂમમાં થી નીકળી અને હૉલના વરચેના સોફા પર એકદમ સેન્ટરમાં બેસી ગઈ તરફ અને તેની પાછળ નેન્સી, રીંકી અને પૂજા પણ બહાર આવ્યા. આ જોઈ સુમન બહેન અને પ્રેમ પણ ત્યાં ગયા.

"અરે પણ સાંભળ તો ખરાં કહું છું હું " નેન્સી એ કહ્યું તો ખરું પરંતુ એ હજી હસી રહી હતી પરંતુ આ વખતે એના હસવાનું કારણ રાધિકાની અકળામણ હતી.

" ના મારે નથી સાંભળવુ હવે ..." એ સોફા પર પલાંઠી વાળી બેસી ગઈ અને સોફા પર પડેલો તકિયો પોતાના ખોળામાં રાખી લીધો.

" રાધું દીદી આમ જુઓ... હું કહું છું તમને આખી વાત" રીંકલે તેની બાજુમાં બેસતાં કહ્યું... અને એટલી વારમાં પ્રેમ અને સુમન બહેન પણ ત્યાં આવી ગયા હતા.

" હમમ બોલો " રાધિકા એ રીંકલ સામે જોઈ અને કહ્યું

" એમાં એવું હતુંને કે તમે ચાવી લેવા નીચે ગયાં ને ત્યારે પ્રેમ ભાઈના ફ્રેન્ડ આવ્યા હતા " રીંકલે બોલવાનું શરૂ કર્યું એટલે પૂજા રાધિકાની બીજી બાજુ ગોઠવાઈ ગઈ
નેન્સી વિચારી રહી હતી કે હવે પોતે ક્યાં બેસશે... કેમ કે રાધિકાની એક બાજુ રીંકલે અને બીજી પૂજા એ લઈ લીધી હતી. એટલે તેને ત્યાં પડેલી કાચની ટીપાઇ ને એ સોફાની નજીક ખેંચી અને તેના પર બેસી ગઈ. આ બધું જોઈ રીંકલ ફરી હસવા લાગી પરંતુ રાધિકા તરફ જેવી નજર ગઈ એ ચૂપ થઈ ગઈ અને તેની વાત કહેવા લાગી

" હા તો દીદી હું એમ કહેતી હતી કે... જ્યારે તમે નીચે ચાવી લેવા ગયા હતાં ત્યારે પ્રેમ ભાઈના ફ્રેન્ડ છે ને એ આવ્યા હતા... અને એમને ભૂલથી તમારી પાણીપુરીની પ્લેટ ઉપાડી લીધી હતી " રીંકલે કહ્યું એટલે નેન્સી ફરી બોલી

" ઓહ્ માય ગોડ .... ઈટ્સ ટુ મચ સ્પાઇસી..." તે એના મોં માંથી ધુમાડા નીકળતા હોય એવી એક્ટિંગ કરી રહી હતી.
તેના આવા નખરા જોઈ... રીંકલ અને પૂજા ફરી હસવા લાગ્યા " પરંતુ આ વાત સાંભળી પાછળ ઉભેલા પ્રેમ અને સુમન બહેન સોફાની નજીક આવ્યા

" શું વાત કરે છે તેજસે પાણીપુરી ખાધી .... ના હોય " પ્રેમ એ તેમની નજીક આવતા કહ્યું

" હં એટલે કહેને ... બધા પાણીપુરીનો નાસ્તો કરીને આવ્યા છો ... હું વિચારતી હતી કે આ ચારમાંથી કોઈએ મને હજી ના કહ્યું કે મને ભૂખ લાગી છે... હવે ભૂખ ક્યાંથી લાગવાની... " સુમન બહેન એ ત્યાં પાસે રાખેલા સિંગલ સોફા પર બેસતાં કહ્યું

" હા કાકીમાં તમારી વાત તો સાવ સાચી છે પરંતુ રાધું દીદી એ ચાખ્યું પણ નથી ... એમને ભૂખ લાગી હશે " પૂજા એ કહ્યું

" એ બધું તો ઠીક છે પણ મને એ તો કહે કે તેજસ એ ખરેખર પાણીપુરી ખાધી ... કેમ કે એ છોકરો કોઇ દિવસ આવી વસ્તુ અડતો પણ નથી " પ્રેમ એ કહ્યું

" પ્રેમ ભાઈ રાધીની પ્લેટ ચાખ્યા પછી તો એ જિંદગીભર નહિ અડે એ વાતની ગેરંટી " નેન્સી એ કહ્યું

" અરે રે બિચારો .... પણ તમે તેને રોક્યો નહિ અને તમે બધાં નાસ્તો કરતા હતા તો મારી રાઘું કેમ બાકી રહી ગઈ " પ્રેમ એ નેન્સી અને રીંકલ સામે જોઈને કહ્યું

" ના પ્રેમ ભાઈ ... રેયાંશ નો ફોન આવ્યો હતો એટલે હું તેની સાથે વાત કરી રહી હતી ... અને એમ પણ તમારા મિત્ર ભાભીની ખબર પૂછવા આવ્યા હતા... ને મારે વાત લાંબી ચાલે એમ હતી માટે મે જ ભાભી ને કહ્યું હતું કે તમે બધાં પતાવી લ્યો સાથે પછી કોઈવાર ખાઈ લઈશું " રાધિકા એ પ્રેમની વાતનો જવાબ આપતા કહ્યું

" અરે સરસ શું કરે છે રેયાંશ મારે તો હમણાં વાત જ નથી થતી તેની સાથે બાકી તો દર રવિવારે વાત થઈ જ જતી " પ્રેમ એ કહ્યું

" એ મજામાં છે ભાઈ એની પરીક્ષાઓ ચાલે છે એટલે એ વાંચવામાં વ્યસ્ત છે અને હા એને તમને બધાને યાદી આપવા કહ્યું છે " રાધિકા એ કહ્યું

" ખરો છે આ છોકરો હો ... મે સાંજે ફોન કર્યો હતો તો ના ઉપાડ્યો... અને તેનો ફોન આવ્યો હતો એ વાત પણ તું પણ મને હવે જણાવે છે રાધિકા..! ખરેખર હાં તમને તો કોઈ ફિકર જ નથી " સુમન બહેન એ ચિંતાતુર ભાવે કહ્યું

" અરે મમ્મી રેયાંશે પહેલા તમારો ફોન જ ટ્રાય કર્યો હતો પણ ના ઉપાડ્યો એટલે તેને મને લગાવ્યો " રાધિકા એ સુમન બહેનને ફોન વિશે જણાવતાં કહ્યું

" હાં અને રેયાંશ ભાઈ સાથે વાત કરવાના ચક્કરમાં તે પાણીપુરી મિસ કરી દીધી " નેન્સી એ કહ્યું

" અરે હા પછી આગળ તો કહે શું થયું કેમ કે તેજસને ભારત આવ્યે હજુ છ મહિના જ થયા છે ... એટલે એ બહારનું બહુ ઓછું જમે છે .... " પ્રેમ એ પૂછ્યું

" એમાં એવું થયું ને પ્રેમ ભાઈ કે ... રાધિકા નીચે ચાલી ગઈ એટલે એની જગ્યા એ પેલા ભાઈ આવી ગયા માટે અમે ફરી ચાર થઇ ગયા અને અમે એ જ રીતે પ્લેટ્સ ગોઠવી રાખી હતી.
પૂજા ભાભીએ રાધિકા જોડે વાત કરી રહ્યા હતા એટલી વાર ... એ ભાઈ અમારી હારે વાતો કરતા હતા અને વાતોમાં ને વાતોમાં એમને રાધિકાની પ્લેટ ઉપાડી લીધી. ... અને પછી તેમનું મોઢું જોવા જેવું હતું ' ઓહ્ માય ગોડ... ' તેમનાથી આગળ એ કંઇ બોલી જ ના શક્યા. અને તો પણ એમને આખી પ્લેટ ખતમ કરી" નેન્સી એ આખી વાત કહી સંભળાવ્યું

" તો પછી એમાં હસવા જેવું શું હતું એ કહો જોઈ " રાધિકા એ પૂછ્યું

" અરે એમના ચહેરાના હાવભાવ જ એવા હતા એક તો એ ટામેટું બની ગયા હતા અને એમાં પણ એ એટલું ધીમેથી અંગ્રેજી માં બોલી રહ્યા હતાં કે એ જોઈને હસવું જ આવે " નેન્સી બોલી

" જે હોય તે પણ તમારે અને રોકવો જોઈતો હતો ને ... તેને સવારે પૂજાને લઈ જવામાં બહુ મદદ કરેલી અને એ ફરી ખબર પૂછવા આવ્યો તેનો મતલબ કે તેના ખોરડાંની ખાનદાની ઊંચી છે ... જે સબંધ સારી રીતે નિભાવી જાણે છે " સુમન બહેન એ બધાને સમજાવતા કહ્યું

" હા કાકીમાં તમારી વાત સાવ સાચી છે આટલા વર્ષો વિદેશમાં રહેવા છતાં પણ એમનાં માં સંસ્કાર અકબંધ છે ... કેમ કે તમારા દીકરા ત્યાં નોહતા તો એ હોસ્પિટલના રૂમમાં આવવા પણ રાજી ના હતા." પૂજા એ કહ્યું

" હમમ એ બધું તો ઠીક પણ રાધિકાની વાત સાચી છે આ આખી વાતમાં હસવા જેવું શું છે " પ્રેમ એ પણ રાધિકાની વાતનું સમર્થન કર્યું

" અરે તમે ક્યાં તમારી બહેનો ને ઓળખો જ છો ... મે કહ્યુ કે હુ એમને બીજી પ્લેટ આપી દઉં તો આ બંને એ રોકી એટલું તો ઠીક પણ એમના ખાધા પછી એ કંઇક અંગ્રેજીમાં બોલી રહ્યા હતા અને આ બંને થઈ અને એમના ગુજરાતીમાં ઉડાવી રહ્યા હતા ..." પૂજા એ કહ્યું

" પણ ભઈલા તું જ કહે તેઓ એમ બોલ્યાં કે ટુ સ્પાઇસી એટલે મને એમ કે એમને આઇસી-સ્પાઇસી ગેમ રમવી હશે ... તો એમાં મે ખોટું શું કહ્યું " રીંકલે કહ્યું

" અરે ના .... એ આઇસ માંગી રહ્યા હતા તું સમજતી ના હતી. " નેન્સી એ કહ્યું

નેન્સી અને રીંકલ બંનેની આવી ધેલી વાતો સાંભળીને ત્યાં બેઠેલા બધાના ચહેરા પર સ્મિત રેલાઈ રહ્યું હતું એટલામાં ડોરબેલ વાગ્યો અને તેની સાથે જ સુમન બહેન બોલી ઉઠ્યા

" જુઓ હું કહેતી હતીને કે જલ્દી કરો જમવા ચાલો ....હવે એ લોકો આવી ગયા એટલે ખબર નહિ કેટલા વાગશે "


( ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED