Astitvanu ojas - 18 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 18

પ્રકરણ ૧૮


થોડી ક્ષણો પહેલા બની ગયેલી ઘટનાનો હિસ્સો બનેલી રાગિણી હજુ પણ એ જ પરિસ્થિતિમાં ત્યાં ઊભી હતી.
તેણીએ તે ઘટનાની સાક્ષી.. બની બધું જ સાંભળ્યું હતું.... અનુભવ્યું હતું.... પરંતુ એ... ના તો ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી શકી હતી ... કે ના તો એ અત્યારે આગળ કંઇ વિચારી શકે એ પરિસ્થિતિમાં હતી. તેની નજર હજુ એ રેયાંશને જતાં જોઈ રહી હતી... થોડી ક્ષણો પછી રેયાંશ દેખાતો બંધ થયો ત્યારે એ વર્તમાન પરિસ્થિતિમાં પાછી ફરી. એ એમજ બોલી " હવે.... હું શું કરું " તેની નજર હજુ એ દરવાજા તરફ હતી

આ શબ્દો તેની પાસે ઉભેલા છોકરા એ સંભાળ્યા અને તેણે રાગિણી ની સામે જોઈ તેના જ શબ્દો ફરી દોહરાવ્યા એટલે રાગિણી નું ધ્યાન ત્યાંથી હટી અને પેલા છોકરાની તરફ ગયું
એ છોકરા એ દરવાજાની દિશા તરફ હાથ લાંબો કરતા કહ્યું
" આપ ભાગો ઉનકે પીછે... વો નારાઝ હો કે ગયે હે આપ સે.... જાઓ જા કે મનાઓ ઉન્હે " પેલા છોકરા એ કહ્યું અને તે તરત જ ચાવી ભરેલા રમકડાંની જેમ રેયાંશની પાછળ દોડી ગઈ.
એવું નોહતું કે પેલા છોકરાના કહ્યું માટે એ રેયાંશ પાછળ જઇ રહી હતી. એના મનમાં પણ ક્યાંક ઊંડે એવી ઇરછા હતી કે તેણે રેયાંશ સાથે વાત કરવી જોઈએ બસ રાહ હતી તો કોઈના કહેવાની

એ કાફેની બહાર નીકળી ત્યારે તેના એક હાથમાં હેન્ડક્લચ અને બીજા હાથમાં રેયાંશે આપેલી પેલી બેગ હતી. એ કાફેના મુખ્ય દરવાજામાંથી બહાર રોડ પર આવી કે તરત જ બંને બાજુ જોયું પરંતુ રેયાંશ ક્યાંય દેખાયો નહિ.
રોડ પર વાહનોની સાથે સાથે માણસોની અવરજવર પણ સાંજ કરતા વધી ગઈ હતી. તેથી તે ક્ષણવાર એમજ ઊભી રહી અને આસપાસ જોઈ નિરીક્ષણ કરતી રહી.
' એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયા હશે ...? હોસ્ટેલ જવા ગયા હશે કે...? ' તેને જેટલો રેયાંશને જાણ્યો હતો તેના પરથી તે આ બધા વિકલ્પો વિચારી રહી હતી. પરંતુ તેની નજર ચારે બાજુએ ફરી રહી હતી.
' જો એ હોસ્ટેલ જવા નીકળી ગયા હશે તો ...' તે આ વિકલ્પ પર આગળ વિચારી રહી હતી એટલામાં જ તેની નજર રોડની સામેની બાજુ એ આવેલા ટેક્સી સ્ટેન્ડ પર સ્થિર થઈ હતી. ' રેડ શર્ટ ... યેસ... આ... તો... આ.. તો.. એ જ છે ' તે મનમાં બોલી.

" ઓ... હેલ્લો મિસ્ટર .... " તેને ત્યાંથી જ બૂમ પાડી. પરંતુ આટલા ટ્રાફીકમાં તેની બૂમ માત્ર આસપાસના લોકોને જ સંભળાઈ. હવે તેને જલ્દીથી રોડ ક્રોસ કરી અને પેલી સાઈડ પહોંચવું હતું માટે તે રોડ ક્રોસ કરતા સમયે પણ દોડી અને આમ કરવા જતા તો એ બે વાર વાહનની સાથે અથડાતાં બચી.

રોડ ક્રોસ થયા પછી જ્યારે એ રેયાંશ પાસે પહુંચી ત્યારે એ એકદમ હાંફી ગઈ હતી. " હું આપને બોલાવી રહી છું મી. ઠક્કર " તે હાંફતા આવજે બોલી.

રેયાંશ પાછળ ફર્યો તેને રાગિણી સામે જોયું ત્યારે પણ હાંફી રહી હતી.., તેના વાળમાંથી આગળની લટો તેના ચહેરા પર જુલી રહી હતી. જે અત્યારે એના ચહેરાને વધુ ખૂબસૂરત બનાવી રહી હતી

" જી બોલો " રેયાંશ ત્યાં જ અદબ વાળીને ઉભો રહ્યો. રાગિણી એ સ્વસ્થ થયાં બાદ પૂછ્યું
" તમે કેમ મારાથી ગુસ્સે થઈ રહ્યા છો ...?"

રેયાંશ ના ચહેરા પર રાગિણી ની આ વાત સાંભળતા પ્રશ્નાર્થ ભાવ ઉપસી આવ્યા " હું ... અને આપનાથી ગુસ્સે ? નહીં તો ... " એ બોલ્યો પરંતુ એ રાગિણી તેને એ વાતનો જવાબ આપે એ પહેલાં જ તેનો ફોન રણક્યો. તેને તુરંત જ પોતાના હેન્ડકલચમાંથી ફોન બહાર કાઢ્યો. સ્ક્રીન પર આર્યન નામ ફ્લેશ થઈ રહ્યું હતું. જે રેયાંશે પણ ત્રાસી નજરે વાંચ્યું હતું.

" એક મિનિટ... હું કૉલ લઈ લઉં ..." રાગિણી એ કહ્યું.
તે કૉલ રીસિવ કરી અને વાત કરતાં કરવા માટે ત્યાંથી થોડે દુર ચાલી ગઈ હતી.

રેયાંશ રાગિણી ની પીઠ તરફ જોઈ વિચારી રહ્યો હતો. તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તેને રાગિણીને પહેલી વાર જોઈ હતી. ત્યારે તો તેને ધાર્યું પણ ના હતું કે એ બંનેની મુલાકાત આટલી જલ્દી થશે અને એ પણ ગર્લ્સહોસ્ટલમાં કે કૉલેજમાં નહિ... આ રીતે બહાર... કોઈ કાફેમાં... તેને અત્યાર સુધી રાગિણી વિશે કંઇ વિચાર્યું નોહતું પરંતુ એના ફોન પર કોઈ છોકરાનો કૉલ જોઈ તેને થોડી ક્ષણો માટે એક અજીબ પ્રકારની ચીડ મહેસૂસ થઇ હતી.તેને આ લાગણી પહેલા કોઈ છોકરી પ્રત્યે થઈ ના હતી તેના માટે અત્યારે આ અહેસાસ સાવ નવો હતો. તેને સમજાયું નહીં કે આજ કેમ તેને આવું થયું તેને પેલા કાફે વાળા છોકરાની પોતાના અને રાગિણી ના સબંધ પર કહેવાયેલી વાતો યાદ આવી ગઈ...
' ક્યાંક સાચે જ તો એવું નથીને ' આ વિચાર આવ્યો એટલે તરત જ તેને પોતાની જાતને સંભાળી લીધી.

' જે હોય તે હું શું કામ એના વિશે આટલા વિચાર કરી રહ્યો છું ' એ મનમાં બબડ્યો ' મે તેને... તેની અમાનત સોંપી દીધી વાત પતી ગઈ હવે આગળ અને જે વાત કહેવી છે એ સાંભળી લઉં એટલે આ અહીં પ્રકરણ પૂરું થાય... ' તેને તેના મનને પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું પરંતુ અંદરથી કોઈ એને કહી રહ્યું હતું ' કે ના આ વાત એમ પૂરી નથી થવાની... એ પછી તારી ઇરછા હશે તો પણ નહિ ' તે પોતાના મન સાથે રાગિણી અને પોતાના સબંધો પર દલીલો કરતો હતો. એટલામાં તેને થોડે દૂરથી કોઈ કારનું લાઉડ હોર્ન સંભળાયું. તેને તે કાર તરફ નજર ફેરવી ત્યારે તેને સમજાયું કે કાર બહું ઝડપી ગતિથી આ તરફ આવી રહી છે. આ જોઈ તેને રાગિણી તરફ નજર કરી ત્યારે તેને જોયું કે રાગિણી પણ તે જ દિશામાં વરચે ઊભી છે... જે દિશામાં કાર આગળ વધી રહી છે.
આ જોઈ રેયાંશે વીજળીની ઝડપે દોડ્યો અને રાગિણીનો હાથ પકડી તેને રોડની સાઈડમાં ખેંચી લીધી અને પેલી કાર તે બંને પાસેથી કોઈ હવાના જોકાની માફક પસાર થઈ ગઈ.

રેયાંશના ખેંચવાથી રાગિણી તેની તરફ ખેંચાઈ તો આવી પરંતુ એ પોતાના શરીરનું બેલેન્સ ખોઈ બેઠી અને નીચે પડી જવાના ડરથી તેને બીજા હાથમાં પકડેલી બેગ છોડી અને રેયાંશના શર્ટ કમ જેકેટનો કોલર પકડી લીધો... આમ અચાનક તેનું કોલર પકડાવવાથીથી રેયાંશે માંડ માંડ પોતાના શરીરનું બેલેન્સ જાળવ્યું અને તેને રાગિણી ને કમરથી પકડી લીધી. જો તેને આવું ના કર્યું હોત તો એ સીધો રાગિણી પર પડ્યો હોત અને અત્યારે જ કોઈ ફિલ્મનો બોલ્ડ રોમેન્ટિક સીન ભજવાઈ જાત એ નક્કી હતું. જો કે એ બંને એ અત્યારે પણ દસ સેકન્ડ માટે તો રોમેન્ટિક પોઝ આપ્યો જ હતો. આ આખી ઘટના વીસ થી ત્રીસ સેકન્ડ ની અંદર જ બની ગઈ હતી. તેથી બંને ને સ્વસ્થ થતા થોડી વાર લાગી.
રેયાંશની સરખામણીમાં રાગિણી એ વહેલી પોતાની જાતને સંભાળી લીધી હતી. એ તરત જ રેયાંશની પકડમાંથી છૂટી અને પોતાના કપડા વ્યવસ્થિત કરવા લાગી હતી. જ્યારે રેયાંશે હજુ પણ તેના એક હાથને પોતાના હાથ પકડી રાખ્યો હતો. રેયાંશની નજર હજીએ રાગિણી ના ચહેરા પર સ્થિર હતી
થોડી ક્ષણ બાદ રાગિણી એ પોતાનો હાથ જાટકા સાથે છોડાવ્યો તેથી તેને હાથમાં પહેરેલું કાચનું કડુ તૂટી ગયું અને કાચ સહેંજ ખુચવાને લીધે ત્યાં લોહીનું ટશ્યું ફૂટી નીકળ્યું.

" તમે બે મિનિટ પણ રાહ નથી જોઈ શકતા કે ... હું ફોન પતાવી જ રહી હતી " તે પોતાના કાંડા પર ફૂંક મારતાં કહી રહી હતી. તેથી રેયાંશ પણ તેને ઉત્તર આપવાની જગ્યા એ તેના ઘાવ સામે જોઈ રહ્યો હતો.

" તમે ફરી મારું કડું તોડી નાખ્યું ને ... તમને મારાં હાથ સાથે શું પ્રોબ્લમ છે મન પડે ત્યારે મરડી નાંખો છો ... અને મન પડે ત્યારે ખેંચી લ્યો છો .... હું કંઇ તમારા રમકડામાંની ઢીંગલી નથી તે મન પડે તેમ રમો છો મારી સાથે... "રાગિણી ના મોઢેથી આ વાતો સાંભળી રેયાંશ ચોંક્યો તો હતો છતાંય તેને મનમાં એક રાહત અનુભવી હતી. " તમારે રાહ જોવી પડી માટે ને ... તમે મને બૂમ પાડીને પણ બોલાવી શક્યા હોત ને પણ ના... તમારે તો તમારી જાતને અજમાવવી હોયને ... ખબર નહિ કેમ પણ તમને લોકોને તમારી તાકાતના પ્રદર્શનો કરવા અમે જ દેખાઈએ છીએ" આ બધું બોલતાં બોલતાં રાગિણીની આંખો સામે તેના પપ્પાનો ચહેરો ઉપસી આવ્યો. અત્યારે પણ તેની નજર સામે એ દ્રશ્ય ઊભું થઈ રહ્યું હતું જેમાં તેના પપ્પા તેની માં પર હાથ ઉપાડી રહ્યા હતા અને તે લાચાર બની બધું જોઈ રહી હતી. એ ત્યારે કંઈ પણ નોહતી બોલી શકી. માટે તે અત્યારે તેના મનની દાજ રેયાંશ પર કાઢી રહી હતી. એ લગભગ દસેક મિનિટ સુધી એ એકલી જ બોલતી રહી અને રેયાંશ તેની વાતો સાંભળતો રહ્યો.
તેની વાતો પરથી રેયાંશ સમજી શકતો હતો કે આવેશમાં આવીને એ જે બોલી રહી છે એ શબ્દો તેના માટેના નથી... એ કદાચ કોઈ વાત થી પીડાઈ રહી છે તેવું તેને રાગિણી સ્કેચ જોતા લાગ્યું હતું.
એ રાગિણી ને હજુ પણ નિશબ્દ બની સાંભળી રહ્યો હતો.પણ હવે તેનું બોલવાનું પૂરું થઈ ગયું હતું તે શાંત પડી રહી છે તેવું તેને લાગ્યું તેથી રેયાંશે તેની સામે જોઈ અત્યંત માર્દવતાથી પૂછ્યું
" તમને બીજે ક્યાંય વાગ્યું તો નથી ને ...? "
રેયાંશનું તેના પ્રત્યે આવું વર્તનથી રાગિણીના ચહેરા પર આશ્ચર્ય અને આઘાત બંને હતા.
તેને રેયાંશનું વર્તન સમજાયું નહિ. કેમ કે આટલું સંભળાવ્યા પછી પણ રેયાંશ ને તેની ચિંતા હતી. એ પણ આવી વ્યક્તિની ચિંતા કે જેને તે પુરેપરી રીતે ઓળખતો પણ ના હતો. રાગિણી પાસે આવા લોકો બહુ ઓછાં હતા કે જે તેની આ રીતે કાળજી લેતા.
પણ એ લિસ્ટમાં રેયાંશનું નામ ઉમેરતા પહેલા રાગિણી ને તેને પૂછવું હતું પરંતુ એ બોલે એ પહેલાં જ રેયાંશ નો ફૉન રણક્યો પરંતુ તેને એ કૉલ લીધો નહિ.
આ જોઈ રાગિણી ને પણ તેનો ફોન યાદ આવ્યો. તેને રેયાંશ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ અને કહ્યું
" મારો ફોન ...? "
તેના આ શબ્દો સાંભળી રેયાંશ આજુબાજુમાં ફોન શોધવા લાગ્યો એટલે રાગિણી ને પણ સમજાઈ ગયું હતું કે ફોન તેની પાસે નથી માટે એ પણ શોધવા લાગી.
તે બંનેને આ રીતે ખોવાયેલી વસ્તુ શોધતા જોઈ એક માણસ તેમની નજીક આવ્યો અને રાગિણી તરફ ફોન લંબાવતા કહ્યું
" આપ દોનો યે ફોન હી ઢૂંઢ રહે હા ના ...! "

" જી " રાગિણી એ તેમના હાથમાંથી ફોન લઈ લીધો. પેલો માણસ કપડા પરથી કોઈ ટેક્સી ડ્રાઈવર લાગી રહ્યો હતો. જે
" પહેલાં કડુ તૂટ્યું અને હવે આ ફોન ની સ્ક્રીન નક્કી કંઈક અપશુકન થવાનું છે " રાગિણી ફૉન ની સ્ક્રીન પર આંગળીઓ ફેરવતા ધીમા અવાજે બોલી. પરંતુ રેયાંશે આ વાત સાંભળી હતી તેથી તેને કહ્યું
" સોરી મારે લીધે આપનું ઘણું મોટું નુકશાન થઈ ગયું "

રાગિણી ના ફોન ની ડિસ્પ્લે પર બહું બધા સ્ક્રેચ પડવાથી એ સરખી રીતે ચાલતો ના હતો એટલે તે ચિડાઈ રહી હતી અને એમાં પણ રેયાંશ નું સોરી કહ્યું માટે તેને ચીડ તેની પર ઉતરી ગઈ
" આપના સોરી થી ના તો મારું કડું જોડાવાનું છે... ના તો આ ડિસ્પ્લે..."

રાગિણી એ આવેશમાં આવીને આમ બોલી એમ સમજી અને રેયાંશે તેની આ વાત પણ સંભાળી લીધી અને થોડી ક્ષણો પછી કહ્યું
" રાત થવા આવી છે ... અને આપનો ફોન પણ નથી ચાલતો જો આપ ઇરછો તો આપણે હોસ્ટેલ સુધી સાથે જઇએ "

" કેમ હજુ કંઇ તોડવા ફોડવા માટે બાકી રહી ગયું છે " રાગિણી રેયાંશની સામે જોઈ બોલી. તેના પ્રતિઉત્તરમાં રેયાંશ કંઇ બોલ્યો નહિ એ આમ તેમ જોવા લાગ્યો. અને અચાનક જ તેની નજર પેલી બેગમાંથી નીકળી ગયેલી સ્કેચ બુક પર પડી માટે તેને એ નીચેથી લઈ અને રાગિણી ના હાથમાં આપી

રાગિણી એ બુક હાથમાં લઈ અને આગળ બોલવા જતી હતી પરંતુ ત્યાં ઊભેલા પેલા ટેક્સી ડ્રાઈવરે તેને બોલવાનો મોકો જ ના આપ્યો
" તું કુછ બોલતા કયું નહિ ઇસે..." તેને રાગિણી તરફ ઈશારો કરતા રેયાંશને કહ્યું " વો કાર ઇસકે પાસ આયી તબસે મે દેખ રહાં હું ...યે કબ સે તેરે પર બીના બાત કે ચિલ્લાયે જા રહી હૈ... ગર્લફ્રેન્ડ હૈ ક્યા તેરી...? "

" મે ગર્લફ્રેન્ડ નહિ હું ઇનકી..." રાગિણી એ પેલા ડ્રાઈવર સામે જોઈને શાંત છતાં મક્કમ આવજે કહ્યું

" તો બીવી તો તુમ લાગતી નહિ હો ... તો ફિર કિસ હક સે તુમ ઇસકો ઇતના સુના રહી હો ... ઓર યે જો તુમ બોલ રહી થી ના કી તોડ દિયા યે... વો... તો મેડમ યે સાહબ આપકો રોડ પર સે ઉસ કાર કે આને સે પહેલે ખીચતે નહિ ના તો આપ કે સબ દેખને કે લિયે જિંદા ભી નહિ બચતી ... " પેલો ડ્રાઈવર અજાણ્યો હોવા છતાંયે રાગિણીને હકીકતથી અવગત કરાવી રહ્યો હતો કેમ કે તેને આ આખી ઘટનાનો સાક્ષી એ હતો અને સદભાગ્યે ફોન હવામાં ઉછળી અને તેના જ પગ પાસે પડ્યો હતો.

આ આખી ઘટનાની જાણ રાગિણી ને થતાની સાથે જ તેની આંખમાંથી બે આંસુ તેના ગાલ પર આવી ગયા. તેને તેના બોલ્યા પર એટલો પસ્તાવો થઈ રહ્યો હતો કે એ નજર ઉપાડી એ સામે જોઈ પણ ના શકી

***

" પૂજા રડે છે કેમ હું તો હંમેશા તારી પાસે જ રહેવાનો છું ને પરિવાર નથી તો શું થયું " પ્રેમ એ પોતાના રૂમાલ વડે પૂજાના આંસુ લૂછતાં કહ્યું

" આજ તો મારી પાસે બધું જ છે પ્રેમ ... તમે મને બધું જ આપી દીધું છે ... આજના દિવસે " પૂજા એ પ્રેમનાં હાથ પર હાથ મૂકતા કહ્યું

" તો પછી તારી આ આંખમાં આંસુ કેમ છે પગલી" પ્રેમ એ પૂજાની આંખમાં આંખ મેળવતા કહ્યું

" આ આંસુ તો હરખના છે... આપણી પાસે બધું જ હતું પ્રેમ ... રીંકુ ના રૂપમાં સંતાન પણ ... બસ કમી હતી તો પરિવારની... જે આજે પૂરી થઈ ગઈ " પૂજા એ કહ્યું

" તારી ખુશી માટે કંઇ પણ ... બાકી તને ખબર છે મને કોઈને તકલીફ આપવી ગમતી નથી... હું જાણું છું સુમન કાકી મને દીકરાની જેમ જ ચાહે છે તો પણ ... "

" હા પ્રેમ મને ખ્યાલ છે પણ સાચું કહું એમના આટલા આગ્રહને હું નકારી ના શકી અને મને પણ ક્યાંક પરિવારનું સુખ ભોગવવાની લાલચ જાગી છે.... કદાચ તમારા મમ્મી પપ્પા આ દુનિયામાં હોત તો એ પણ આપણને સુમન કાકી જેટલો સ્નેહ ના આપી શકે " પૂજાને લાગ્યું કે એ થોડું વધુ બોલી ગઈ માટે તેને પોતાની નજર નીચી કરી લીધી

" એમાં કશું ખોટું નથી પૂજા... " તેને પૂજાને ચીબુકથી પકડી અને આંખમાં આંખ પરોવી " તારી વાત સાચી પૂજા સુમન કાકી જેટલો સ્નેહ ભાગ્યેજ કોઈ કરી શકે પણ મને આ વાતનું દુઃખ હંમેશને માટે રહેશે કે હું તને પૂરો પરિવાર ના આપી શક્યો..આ વાત માટે મને માફ કરી દેજે પૂજા " પ્રેમનો અવાજ અત્યંત ધીમો થઈ ગયો હતો.

" ના પ્રેમ ... આમાં તમારો ક્યાંય વાંક નથી... મારી જ કમનસીબી છે કે ના તો હું માં નો સ્નેહ પામી શકી કે ના તો સાસુમાં નો..." પૂજા એ પ્રેમનાં ખંભા પર હાથ મૂકતા કહ્યું

" પણ તને તારી માં થી એ વિશેષ બેનથી દૂર કરવામાં તો હું ચોક્કસ નિમિત્ત બન્યો છું ને " પ્રેમ એ કહ્યું

" ના ... પ્રેમ " આ વાત સાંભળતા જ પૂજાના અવાજમાં એક અગમ્ય કડવાશ ભળી હતી. એ આ વિશે આગળ કંઇ કહે એ પહેલાં જ રૂમના દરવાજા પર કોઈએ ટકોર કરી

" પ્રેમ... " દરવાજા પાસે ઉભેલા સુમન બહેન થોડી ક્ષણ અટકીને કહ્યું " હું અંદર આવું કે "

" કાકી માં આપનું જ ઘર છે ... આપે થોડી મારી પરવાનગી લેવાની હોય " સુમન બહેનને જોતા જ પ્રેમ ઊભો થઈ ગયો.

" બેસ દીકરા હું તો તમને બંને ને જમવા માટે બોલાવવા આવી હતી..." સુમન બહેને પ્રેમ અને પૂજા બંનેની તરફ જોઈ અને કહ્યું અને પછી પ્રેમ પર નજર સ્થિર કરતા તેઓ આગળ બોલ્યા " પ્રેમ તું માન કે ના માન આ ઘર પણ તારું છે અને અમે પણ તારા જ પરિવારના સભ્યો છીએ" એ એટલું બોલી અને ત્યાંથી ચાલ્યા ગયા.

" પ્રેમ લાગે છે કાકી માં એ બધું સાંભળી લીધું છે તમે જલ્દીથી એમની પાસે જાવ ... " પૂજા એ કહ્યું પરંતુ તે પહેલાં જ પ્રેમ દોડતો દરવાજાની બહાર નીકળી ગયો હતો.

પ્રેમ બહાર નીકળ્યો અને બરાબર એ જ વખતે રાધિકા નેન્સી અને રીંકલ પૂજાના રૂમ માં પ્રવેશ્યા
" શું થયું ભાભી પ્રેમ ભાઈ એ પણ પેલા ભાઈ ની જેમ રાધિકાની પ્લેટ ખાઈ લીધી કે ...? " નેન્સી એ કહ્યું અને પૂજા ખડખડાટ હસી પડી

" ના ... ના ... એ તો કાકી માં નું કામ હતું માટે દોડ્યા " પૂજા એ કહ્યું

" ઓહ્ તો વાંધો નહી... બાકી અમારી પ્લેટ અડવાની કોઈ એ હિંમત નહિ કરવાની .... બરાબરને રાધિકા દીદી ..." રીંકુ એ કહ્યું એટલે આજ વખતે પૂજાની સાથે સાથે નેન્સી પણ હસી પડી.
તે ત્રણેય પૂજાની પાસે બેડ પર ગોઠવાઈ ગયા.
" કેમ રીંકી તું એવું કહે છે ..? " રાધિકા એ રીંકલ સામે જોઈને પૂછ્યું

" એમાં એવું છે ને દીદી ... પેલા .... " એ બોલતાં બોલતાં વરચે હસી રહી હતી " ભાઈ હતા ને ... " એ આગળ બોલવા જઈ રહી હતી પરંતુ તેને નેન્સી સામે જોયું એટલે એ ફરી ખડખડાટ હસી પડી.

નેન્સી તેની સામે પ્લેટ પકડી અને પાણીપુરી ખાવાની એક્ટિંગ કરી રહી હતી. આ જોઈ પૂજા અને રીંકલ બંને ખડખડાટ હસી રહ્યા હતા.

" નેન્સી આ શું કરે છે તું ... મને સમજાવીશ" રાધિકાને એક બાજુથી આ બધાને હસવું આવતું હતું અને બીજી બાજુથ અધૂરી વાત સાંભળી અને થોડી ચીડ પણ થઈ રહી હતી.

" અરે .... કોણ હતું ત્યાં ...? તું કોની વાત કરે છે ?" રાધિકા એ નેન્સી અને રીંકલ બંનેની સામે જોઈ ને કહી રહી હતી. પરંતુ એ બંને એકબીજા સામે જોઈને એટલું જોરથી હસી રહ્યા હતા કે તેમને રાધિકાના પ્રશ્નનો જવાબ પણ નોહતા આપી શકતા તેથી રાધિકા એ પૂજા તરફ જોઈને પૂછ્યુ

"ભાભી તમે કહો જોઈ શું હતું ...? " રાધિકાએ જવાબની આશા એ પૂજા તરફ જોયું પરંતુ પૂજા તો એ બંનેથી પણ વધુ હસી રહી હતી .


( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED