નમસ્તે મિત્રો, હું અશ્વિન કલસરીયા KING - POWER OF EMPIRE (SEASON - 1) નો લેખક જે તમે આપેલ પ્રેમ ને કારણે હવે આજ નવલકથા ની બીજી સીઝન લાવી રહ્યો છે, તમે જે પ્રેમ મારી સ્ટોરી પ્રત્યે દર્શાવ્યો તેને ધ્યાનમાં રાખી ને હું હવે સીઝન - 2 લાવી રહ્યો છું, કેટલાંક અકબંધ રહસ્યો હતાં જે સીઝન - 1 મા ન જાણી શકયા તે આ સીઝન માં જાણવા મળશે સાથે જ આ સીઝન નું સૌથી મોટું રહસ્ય એક જ છે - Who Is Devil ? બસ આ એક સવાલ જાણવા માં એકશન પણ છે, રહસ્યો પણ છે, લવ પણ છે અને ડેવિલ

Full Novel

1

KING - POWER OF EMPIRE - 1 (S-2)

નમસ્તે મિત્રો, હું અશ્વિન કલસરીયા KING - POWER OF EMPIRE (SEASON - 1) નો લેખક જે તમે આપેલ પ્રેમ કારણે હવે આજ નવલકથા ની બીજી સીઝન લાવી રહ્યો છે, તમે જે પ્રેમ મારી સ્ટોરી પ્રત્યે દર્શાવ્યો તેને ધ્યાનમાં રાખી ને હું હવે સીઝન - 2 લાવી રહ્યો છું, કેટલાંક અકબંધ રહસ્યો હતાં જે સીઝન - 1 મા ન જાણી શકયા તે આ સીઝન માં જાણવા મળશે સાથે જ આ સીઝન નું સૌથી મોટું રહસ્ય એક જ છે - Who Is Devil ? બસ આ એક સવાલ જાણવા માં એકશન પણ છે, રહસ્યો પણ છે, લવ પણ છે અને ડેવિલ ...વધુ વાંચો

2

KING - POWER OF EMPIRE - 2 (S-2)

( આગળના ભાગમાં જોયું કે બે વર્ષથી વધી રહેલા ક્રાઈમ રેટ ને રોકવા એક સ્પેશિયલ ટીમ ને એપોઇન્ટ કરવામાં છે જેની માહિતી સિક્રેટ રાખવાની હોય છે જેને પાટીલ લીક કરી દે છે અને બીજી તરફ સુલતાન પોતાનો ગેરકાયદે માલ મુંબઈ તટ પર લાવે છે ત્યારે જ બાદશાહ ના લોકો તેનાં પર એટેક કરી ને એ માલ જપ્ત કરી લે છે અને બાદશાહ સુલતાન ને માત આપે છે) સૂર્યોદય થઈ રહ્યો હતો, વિશાળ બંગલા ના ટેરેસ પર સુલતાન ઉભો હતો, તે મનમાં જ વિચારી રહ્યો હતો કે તેણે ઘણું બધું મેળવ્યું પણ અમુક એવી વસ્તુઓ જે તે મેળવવા માંગતો હતો એ ...વધુ વાંચો

3

KING - POWER OF EMPIRE - 3 (S-2)

(આગળના ભાગમાં જોયું કે સુલતાન પર ડેવિલ નો કોલ આવે છે અને ડેવિલ તેને બાદશાહ સાથે સમાધાન કલવાનું કહે બીજી તરફ કાનજીભાઈ તેનાં મોટા દીકરા ને ઈન્ડિયા મા રહેવા માટે આગ્રહ કરવાનું કહે છે અને બિઝનેસ એમ્પાયર બે વર્ષ માં ઘણું આગળ નીકળી ગયું હતું અને એ માટે તે બધા ખુશ હોય છે, પરંતુ શૌર્ય નું નામ સાંભળી પ્રીતિ ગુસ્સે થઈ જાય છે, આ તરફ સુલતાન સમાધાન કરવા ડેવિલ એ આપેલી જગ્યા પર જાય છે) કમિશ્નર આર.એમ.પુરોહિત પોતાની કેબિન માં બેઠા હતા અને કેટલીક ફાઈલો ફંફોળી રહ્યાં હતાં, ત્યાં જ પાટીલ અંદર આવે છે અને ટેબલ પર ચા મૂકી ને ...વધુ વાંચો

4

KING - POWER OF EMPIRE - 4 (S-2)

( આગળના ભાગમાં જોયું કે બાદશાહ બીજું કોઈ નહીં પણ જગન્નાથ હોય છે અને તે સુલતાન સાથે સમાધાન કરે કારણ કે એમનો એક દુશ્મન આ તક નો લાભ ઉઠાવી રહ્યો હોય છે, બીજી તરફ કમિશ્નર પણ જાણે છે કે પાટીલ દિગ્વિજય સિંહ ને માહિતી આપે છે પણ પાટીલ ને ખબર ન હતી કે દિગ્વિજયસિંહ અને કમિશનર પહેલા થી બધું જાણતા હતા અને આ તેનો એક પ્લાન છે ) દિગ્વિજય સિંહ કમિશ્નર આર.એમ.પુરોહિત ની ઓફિસમાં જાય છે અને કમિશ્નર તેને બેસવા કહે છે. “દિગ્વિજય તું જાણે છે કે છેલ્લા બે વર્ષમાં શું હાલત ઉભી થઈ છે ” કમિશ્નરે। કહ્યું “જાણું છું સર, છેલ્લા ...વધુ વાંચો

5

KING - POWER OF EMPIRE - 5 (S-2)

(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ બે વર્ષ માટે નોકરી છોડી દે છે અને ડેવિલ આઈ વિશે મા માહિતી મેળવે હવે તે ડેવિલ આઈ ના રહસ્યો જાણી ને તેની પાછળ જે પણ હોય તેને ખતમ કરવા માંગે છે, આ તરફ S.P. તો ઈન્ડિયા આવી જાય છે પણ શૌર્ય તેની સાથે દેખાતો નથી, અર્જુન ને આ વાત ખટકતી લાગે છે, બીજી તરફ નાયક અલી ઈન્ડિયા આવી નીકળી ગયો હોય છે અને હવે તેનું સ્વપ્ન મુંબઈ પહોંચી ને બાદશાહ અને સુલતાન ને ખતમ કરવાનું હોય છે) કમિશ્નર અને દિગ્વિજય સિંહ પાટીલ ની સાથે કંટ્રોલ રૂમ માં પહોંચે છે, એક મોટા રૂમમાં લાઈનમાં ટેબલ ...વધુ વાંચો

6

KING - POWER OF EMPIRE - 6 (S-2)

(આગળનાં ભાગમાંં જોયું કે પોલીસ હેડ ક્વાર્ટર નો કન્ટ્રોલ રૂમ હેક કરીને તેમને ચેતવણી આપવામાં આવે છે, જે સ્પેશિયલ તૈયાર કરી હોય એ બધા મરી ચૂકયા હોય છે, આ તરફ શૌર્ય ની એન્ટ્રી તો થાય છે પણ રુખીસૂકી અને હવે નાયક અલી પણ બાદશાહ અને સુલતાન ને બેવકૂફ બનાવી ને મુંબઈ મા આવી જાય છે) “આખરે કંઈ રીતે એ મુંબઈ મા આવ્યો???? ” સુલતાન બરાડયો “સુલતાન તેણે આપણ ને ફસાવવા માટે આ ચાલ ચલી છે, મારા અનુસાર તે અધવચ્ચે જ હેલીકોપ્ટર ની મદદથી નીકળી ગયો હશે અને આપણ ને ભ્રમિત કરવા પોર્ટ પર જહાજ મોકલ્યું ” બાદશાહ એ કહ્યું “હવે એ નાયક ...વધુ વાંચો

7

KING - POWER OF EMPIRE - 7 (S-2)

(આગળનાં ભાગમાં જોયું કે નાયક અલી મુંબઈ આવી ચૂક્યો હોય છે અને તે સુલતાન અને બાદશાહ વિરુદ્ધ પ્લાન બનાવે બાદશાહ અને સુલતાન પણ નાયક અલી ને પકડવાનો પ્લાન બનાવે છે, દિગ્વિજયસિંહ ને બાદશાહ વિશે ખબર પડે છે અને તે પણ તેને પકડવા નો પ્લાન બનાવે છે અને શૌર્ય એ તો જાણે આ બધી વસ્તુઓ થી સંન્યાસ લઈ લીધો હોય એ રીતે વ્યવહાર કરે છે) રાત્ર નાં બાર વાગી રહ્યાં હતાં, મુંબઈ ના કન્ટેનર પડેલાં પોર્ટ પર કોઈ આ સમયે આવતું નહીં અને આજ કારણે એ ડેવિલ ના ક્રાઈમ નો એન્ટ્રી ગેટ હતો, કેટલાંક લોકો બોકસ ને ટ્રક માંથી લઈ ને ...વધુ વાંચો

8

KING - POWER OF EMPIRE - 8 (S-2)

(આગળ ના ભાગમાં જોયું કે નાયક અલી પોર્ટ પર હુમલો કરી દે છે અને બાદશાહ ને ખતમ કરી દે પણ બાદશાહ અને સુલતાન ના જાળમાં ફસાઈ જાય છે, એ સુલતાન ને ખતમ કરવા મથે છે, દિગ્વિજયસિંહ પણ એની પાછળ જાય છે, બીજી તરફ ગોડાઉન પર એટેક થાય છે અને રંગા ના બધા સાથીઓ મરી જાય છે, કોઈ બે વ્યક્તિ આવતાં દેખાય છે પણ સ્પષ્ટ દેખાતાં નથી) રંગા આંખો ચોળવા લાગ્યો, તેણે સરખું જોયું તો સુટમાં બે વ્યક્તિ ઉભા હતા, એનો ચહેરો જોઈ ને તે બોલી પડયો, “તમે બંને???? ”રંગા ની સામે S.P. અને અર્જુન હાથમાં ગન લઈ ને ઉભા હતા, ...વધુ વાંચો

9

KING - POWER OF EMPIRE - 9 (S-2)

સવાર પડી ગઈ હતી, પોલીસ હજી પણ ઈન્ડસ્ટ્રીયલ એરીયા ની તપાસ કરી રહી હતી. પોલીસ કમિશ્નર પર હવે પ્રેશર રહ્યું હતું, આટલી મોટી દુર્ઘટના પછી બધે હાહાકાર મચી ગયો હતો. બધાનું માનવું હતું કે આ ઘટના પાછળ કોઈ આંતકવાદી સંગઠન નો હાથ છે. પ્રીતિ એ ન્યુઝપેપરમાં આ ખબર વાંચી, તેણે જોયું તો સામે દરવાજા તરફથી શૌર્ય આવી રહ્યો હતો. એ થોડો ખુશ હતો એટલે પ્રીતિ ને તેનાં પર શંકા ગઈ. શૌર્ય કાનજીભાઈ ના રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યાં જ પ્રીતિ એ તેને વચ્ચે અટકાવ્યો અને કહ્યું, “શું હું જાણી શકું છું કે કાલ રાત્રે તું કયાં હતો ”“ઓહોહો, રાત્રે ...વધુ વાંચો

10

KING - POWER OF EMPIRE - 10 (S-2)

પ્રીતિ શૌર્ય ના રૂમમાં પહોંચી, શૌર્ય તેના દાદાજી સાથે વ્યસ્ત છે એમ સમજીને તે અહીં આવી, તેને વિશ્વાસ હતો અહીં કંઈક તો એવું હશે જે શૌર્ય ની હકીકત સાબિત કરશે. તેણે ધીમે ધીમે બધે શોધવાનું ચાલુ કર્યું, તે ધીમે ધીમે બધું ફંફોળી રહી હતી, પણ જે વસ્તુ ઉઠવતી તેને એજ જગ્યા પર પાછી એજ હાલત માં મૂકતી, જેથી કોઈ જુએ તો ખબર ન પડે કે અહીં કોઈ આવ્યું છે. તેણે આખો રૂમ જોઈ લીધો પણ કંઈ ન મળ્યું હવે ખાલી શૌર્ય નો કબાટ જ બાકી હતો. પ્રીતિ એ કબાટ ખોલ્યો, તેણે અંદર બધું જોયું પણ કંઈ ન મળ્યું, અચાનક તેની ...વધુ વાંચો

11

KING - POWER OF EMPIRE - 11 (S-2)

શૌર્ય યાદોમાં ખોવાયેલો હતો અને S.P. ને અર્જુન ત્યાં આવી ગયા. શૌર્ય વિચારોમાં ખોવાયેલો હતો, S.P. એ નજીક જઈ કહ્યું, “સર તમને મળવા આવનાર વ્યક્તિ આવી રહ્યો છે ” અવાજ આવતાં શૌર્ય ઝબુકયો અને તેણે તરત જ સામે જોયું. કાળા કલરની પઠાણી પહેરીને કોઈ આવી રહ્યું હતું, જેમ જેમ તે નજીક આવ્યો તેનો ચહેરો સ્પષ્ટ દેખાવાં લાગ્યો, તે બીજું કોઈ નહીં પણ નાયક અલી હતો. નાયક અલી ત્યાં પહોંચ્યા ત્યારે શૌર્ય એ તેને બેસવા નો ઈશારો કર્યો, નાયક અલી શૌર્ય ની સામે રહેલાં સોફા પર બેઠો, શૌર્ય એ S.P. અને અર્જુન ને પણ બેસવા માટે કહ્યું, તે બંને પણ ...વધુ વાંચો

12

KING - POWER OF EMPIRE - 12 (S-2)

રાત્રે દસ વાગ્યા હતા, બાદશાહ અને સુલતાન મુંબઈ પોર્ટ પર પહોંચી ગયા હતા, ત્યાં જઈને જોયું તો કન્ટેનર ની ચાર ચાર વ્યક્તિઓ બંદૂક સાથે ઉભા હતા, દસ ટ્રક લાઈનમાં ઊભા હતા અને તેની ફરતે નાયક અલી અને પીટરના લોકો ગન લઈ ને ઉભા હતા, બાકી ખાલી અને વેરવિખેર પડેલાં કન્ટેનર પર પણ બૂંદક સાથે લોકો ઉભા હતાં, આખું પોર્ટ છાવણીમાં ફેરવાઈ ગયું હતું, બાદશાહ અને સુલતાન એ વિચાર્યું એના કરતાં ચાર ગણા વધુ લોકો ત્યાં હથિયારો સાથે હતા અને આખા પોર્ટ ને એ રીતે ઘેરી લીધું હતું કે કોઈ અંદર ન આવી શકે.“આપણે વિચાર્યું એના કરતાં વધારે લોકો અહીં ...વધુ વાંચો

13

KING - POWER OF EMPIRE - 13 (S-2)

શૌર્ય એ બનાવેલા જાળમાં બાદશાહ ફસાઈ ચૂકયો હતો અને હવે મોત સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. “ચિંતા કરવાની જરૂર નથી બાદશાહ, કાનજી અંકલ ને કયારેય તારી હકીકત નહીં કહું, હું નથી ઈચ્છતો કે જીવતે જીવ એ મરી જાય, તે જે કર્યું એ માટે તો તને દર્દનાક મોત આપવી છે પણ એ હું કરી નથી શકતો એેટલે તારી મોત ને એક્સિડન્ટ બતાવવી પડશે ” શૌર્ય એ કહ્યું ત્યારબાદ બે વ્યક્તિઓ એ બાદશાહ ના હાથ પકડી લીધા અને તેને બાંધી દીધો અને કારમાં બેસાડી દીધો, ત્યારબાદ તે બધા ત્યાં થી નિકળ્યા, કોઈ ને ખબર ન હતી કે શૌર્ય શું કરવાનો છે. ...વધુ વાંચો

14

KING - POWER OF EMPIRE - 14 (S-2)

સાંજના છ વાગી રહ્યાં હતાં, સુલતાન પોર્ટ પર પહોંચી ગયો હતો, પોર્ટ પર સાવ શાંતિ હતી, એટલા માટે જ શૌર્ય ને અહીં બોલાવ્યો હતો. તે થોડીવાર આમતેમ ચક્કર માર્યો અને અચાનક કોઈક ગાડી ના આવવાનો અવાજ આવ્યો, અવાજ તેની પાછળ ની તરફથી આવ્યો હતો, કોઈક ના આવવાનો અહેસાસ થયો અને તેણે કહ્યું, “આવ આવ ” આટલું કહીને તે પાછળ પલટયો તો ત્યાં શૌર્ય નહીં પણ બીજું કોઈક હતું.સુલતાન ને થયું શૌર્ય છે પણ જયારે તે પલટયો તો તેની સામે દિગ્વિજય સિંહ ઉભો હતો. તેને જોઈ ને થોડીવાર તો સુલતાન કંઈ બોલ્યો જ નહીં. “સુલતાન આખરે તું મારા હાથમાં આવી જ ...વધુ વાંચો

15

KING - POWER OF EMPIRE - 15 (S-2)

સુલતાન બધી હકીકત જાણી ચૂકયો હતો એટલે તેણે કહ્યું, “ડેવિલ તમને લોકો ને નહીં છોડે ”“તે ડેવિલ સાથે વિશ્વાસઘાત પણ તેણે તને જીવ જીવતો રાખ્યો એ બહુ મોટી વાત છે ” S.P. એ કહ્યું “એક વાત ખબર છે સુલતાન તને?? ” શૌર્ય એ કહ્યું “શું ” સુલતાને કહ્યું “તમે જે હાથમાં આ ડેવિલ આઈ ના ટેટુ લઈ ને ફરો છો ને એ કંઈ એ સાબિત નથી કરતું કે તમે ડેવિલ માટે કામ કરો છો ” શૌર્ય એ કહ્યું “તો???? ” સુલતાને કહ્યું “એ તમારી મોત છે જે ડેવિલ ના હાથમાં છે જયારે પણ તમે લોકો ડેવિલ માટે ખતરો બનો ડેવિલ એક જ ઝાટકે તમને ...વધુ વાંચો

16

KING - POWER OF EMPIRE - 16 (S-2)

નાયક અલી રાત્રે જહાજમાં તો બેસયો પણ એ કયાં જઈ રહ્યો હતો એ તેને ખબર ન હતી, એ એક ડેવિલ નો દુશ્મન પણ રહી ચૂકયો હતો પણ આજે દોસ્ત બની ને જઈ રહ્યો હતો, શું ડેવિલ દોસ્ત બનાવી ને તેની પીઠ પર પ્રહાર કરશે? એ તો ખબર ન હતી, પણ સૂરજ ની કિરણો નાયક અલી ના ચહેરા પર પડી અને તે ઉઠી ગયો, તેણે જોયું તો તે હજી જહાજ માં જ હતો, પણ થોડે દૂર વિશાળ દિવાલ દેખાઈ તેણે ઉપર તરફ જોયું તો દિવાલ તો વાદળો માં ફેલાયેલી હતી, એનો અંત કયાં છે એજ ખબર ન પડી. જહાજ ત્યાં એક ...વધુ વાંચો

17

KING - POWER OF EMPIRE - 17 (S-2)

તે વ્યક્તિ નો નિશાન અચૂક હતો, એક જ ઘા માં તેણે અંધારામાં પણ ખંજર તે વ્યક્તિ ની આરપાર કરી તે તરત જ પાછળ ફર્યૉ અને જોયું તો કોફીન માં એક પણ ડેડબોડી ન હતી, તે આજુબાજુ જોવા લાગ્યો, તેની નજર બહુ સ્પીડ થી બધુ સ્કેન કરી રહી હતી. અચાનક પાછળ કોઈ આહત આવી, તરત જ તે પાછળ ફર્યૉ તેણે હાથમાં રહેલ પીન સીધી એ તરફ ફેંકી, સામે એક માનવ આકૃતિ આવી રહી હતી, પીન બહુ સ્પીડ થી એ વ્યક્તિ તરફ ગઈ હતી પણ એ માનવ આકૃતિ એના થી પણ વધુ સ્પીડ થી એ પીન થી બચી ગયો. તરત જ ...વધુ વાંચો

18

KING - POWER OF EMPIRE - 18 (S-2)

એક વિશાળ ગોડાઉનમાં બધા ટ્રકો ઉભા રહી ગયા, તેમાંથી બધા લોકો બહાર નીકળી ને જતાં રહ્યાં, ત્યારબાદ તેમાંથી શૌર્ય, ,અર્જુન અને કેડબરી પણ બહાર આવ્યા, તે લોકો એ આજુબાજુ નજર ફેરવી તો ખંડેર જેવું ગોડાઉન હતું, એ લોકો બહાર નીકળ્યા, ત્યાં બાજુમાં એક બિલ્ડીંગ હતી, ધીમે ધીમે તે એ બિલ્ડીંગ તરફ ગયા, મેઈન ગેટ પર ગાર્ડ હતા એેટલે તે લોકો બિલ્ડીંગ ની પાછળ ના ભાગમાં ગયા અને ત્યાં એક બારી ખુલ્લી હતી, તે બધા એમાંથી અંદર ઘૂસ્યા, અંદર જઈને ખબર પડી કે એ એક હોસ્પિટલ છે પણ એકદમ ખરાબ હાલતમાં હતી, તેણે જોયું તો ખાલી ગ્રાઉન્ડ ફ્લોર પર જ ...વધુ વાંચો

19

KING - POWER OF EMPIRE - 19 (S-2)

રાત્ર ના દસ વાગી રહ્યાં હતાં અને બધા અત્યારે શૌર્ય ની સામે બેઠા હતા, સુલેમાન કાકા ઊભા હતા અને કહ્યું, “અમે એ લોકો ની સામે કેવી રીતે લડી શકીએ”“બસ આ ડર જ છે જે એ લોકો ને શકિતશાળી બનાવે છે, તમે તમારા ડર થી જેટલાં ડરશો એટલો એ તમને ડરાવશે પણ જે દિવસે તમે તમારા ડર ની સામે લડયા તમને કોઈ નહીં હરાવી શકે ” શૌર્ય એ જોશ સાથે કહ્યું હકીકત છે આ કે આપણે જે વસ્તુ થી ડરીએ છીએ એના થી ડરીને રહેશું તો કયારેય એ ડર દૂર નહીં થાય, મેં કહ્યું હતું કે શૌર્ય ને ઉંચાઈ થી ડર ...વધુ વાંચો

20

KING - POWER OF EMPIRE - 20 (S-2) - Last Part

ભૈરવ પૂરી તૈયારી સાથી ઉભો હતો, તેને જંગલની એકબાજુ થોડી હલચલ દેખાય તેણે તરત એક હાથ ઉંચો કર્યો અને તરફ ફાયરીંગ કરવાનો ઈશારો કર્યો, બધા એ અંધાધૂંધ ફાયરિંગ ચાલુ કરી દીધી, થોડીવાર પછી ભૈરવ ફરી ઈશારો કરી ને શાંત કર્યો, તેને થયું જે લોકો એ તરફ થી આવે છે તે બધા માર્યા ગયા પણ ત્યાં જ એજ જગ્યા પરથી તેના જ ગાર્ડ ની લાશો પડી, તરત જ જંગલ વચ્ચે રહેલા રસ્તા પરથી કોઈ ના આવવાનો અવાજ આવ્યો, બધા એ તે તરફ ફાયરીંગ કર્યું પણ ત્યાં થી પણ તેનાં જ ગાર્ડ ની લાશો આગળ આવીને પડી. આજ શૌર્ય નો પ્લાન હતો, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો