KING - POWER OF EMPIRE - 2 (S-2) books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 2 (S-2)

( આગળના ભાગમાં જોયું કે બે વર્ષથી વધી રહેલા ક્રાઈમ રેટ ને રોકવા એક સ્પેશિયલ ટીમ ને એપોઇન્ટ કરવામાં આવે છે જેની માહિતી સિક્રેટ રાખવાની હોય છે જેને પાટીલ લીક કરી દે છે અને બીજી તરફ સુલતાન પોતાનો ગેરકાયદે માલ મુંબઈ તટ પર લાવે છે ત્યારે જ બાદશાહ ના લોકો તેનાં પર એટેક કરી ને એ માલ જપ્ત કરી લે છે અને બાદશાહ સુલતાન ને માત આપે છે)

સૂર્યોદય થઈ રહ્યો હતો, વિશાળ બંગલા ના ટેરેસ પર સુલતાન ઉભો હતો, તે મનમાં જ વિચારી રહ્યો હતો કે તેણે ઘણું બધું મેળવ્યું પણ અમુક એવી વસ્તુઓ જે તે મેળવવા માંગતો હતો એ તે મેળવી શકયો ન હતો. ત્યાં જ સુલતાન નો ફોન રણકયો, તેણે ફોન ની ડિસ્પ્લે પર જોયું, સવાર સવારમાં શીતળ પવન લહેરાઈ રહ્યો હતો પણ ફોન ની ડિસ્પ્લે પરનું નામ જોઈ ને તેનાં પરસેવા છૂટી રહ્યાં હતાં અને એ નામ હતું “ડેવિલ”.

સુલતાન એ ફોન રિસીવ કર્યો અને કહ્યું, “જી સરકાર ”

“સુલતાન.... ” એકદમ શાંત અવાજ જે કાનની આરપાર થતાં જ આખાં શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય એવા અવાજે એ ડેવિલ એ કહ્યું

“જી સરકાર, એમાં મારી ભૂલ ન હતી હું તો બસ માલ લેવા માટે ગયો હતો ” સુલતાને પરસેવો લૂછતાં કહ્યું

“તમારાં બંને ના આ ઝઘડા ને કારણે મને કરોડો નું નુકસાન થઈ રહ્યું છે, તું એ ના ભૂલ કે મુંબઈ તટ પર તમે ચોકીદાર છો એના પર આજ પણ હુકમત મારી છે ” ડેવિલ એ કહ્યું

“એવું નથી સરકાર હવે આવી ભૂલ નહીં થાય ” સુલતાન એ કહ્યું

“ભૂતકાળમાં આ વાકય હું બહુ સાંભળી ચૂકયો છું હવે નહીં, આજ તારી અને બાદશાહ ની મીટીંગ રાખી છે તમે બંને મળીને ઝઘડા નો અંત લાવો નહીં તો તમારો અંત નિશ્ર્ચિત છે ” ડેવિલ એ કહ્યું

“તમે ચિંતા ના કરો એક નોબત નહીં આવે ” સુલતાને કહ્યું

“ગુડ, મેં મુંબઈ ને બે ભાગમાં વહેંચી છે, અંદર નો ભાગ તારો અને તટ બાદશાહ રહેશે ” ડેવિલ એ કહ્યું

“પણ સરકાર.…” સુલતાન આટલું બોલ્યો ત્યાં જ ડેવિલ એ તેને અટકાવ્યો અને કહ્યું, “સુલતાન હું તારી સલાહ નથી માંગી રહ્યો આ મારો નિર્ણય છે ” આગલું કહીને ડેવિલ એ ફોન કટ કરી નાખ્યો.

સુલતાને ગુસ્સામાં દિવાલ પર હાથ પાડયો. ઢેચું ત્યાં પહોંચી ગયો અને તેણે કહ્યું, “શું થયું બોસ ”

“ડેવિલ નો ફોન હતો ” સુલતાને કહ્યું

“ડ... ડેવિલ..... ” ઢેચું એ આશ્ચર્ય સાથે કહ્યું

“નામ સાંભળી ને ટાઈટ થઈ ગઈ ” સુલતાને કહ્યું

“બોસ એતો કિંગ છે આ ફિલ્ડ નો ” ઢેચું એ કહ્યું

“તેણે બાદશાહ સાથે મિટીંગ ફિકસ કરાવી છે સમાધાન કરવા ” સુલતાને કહ્યું

“તમે ખાલી બોલો બોસ એ બાદશાહ ને તો….” ઢેચું એ દાંત દબાવતા કહ્યું

“ઢેચું શાંત થઈ જા, બાદશાહ ડેવિલ ની સૌથી નજીક છે, ડેવિલ એ મુંબઈ નો તટ બાદશાહ ને આપ્યો છે અને આપણે હવે બાદશાહ ના હાથ નીચે કામ કરવું પડશે ” સુલતાને કહ્યું
“પણ આવું શા માટે બોસ? ” ઢેચું એ કહ્યું

“બાદશાહ ડેવિલ ની નજીક છે એટલે આપણે કંઈ પણ નથી કરી શકતા, તેને મારવાનાં બહુ પ્રયત્નો કર્યા પણ એ બચી ગયો ” સુલતાને કહ્યું

“આપણે બહાર થી એક કોન્ટ્રેક્ટ કિલર બોલાવ્યે ” ઢેચું એ કહ્યું

“ઢેચું એ બાદશાહ ને મારવા મેં કમિશ્નર આર.જે.મિશ્રા ને પૈસા આપ્યા હતા, લીગલ રીતે તેને ખતમ કરવાનો પ્લાન હતો પણ એ હરામી એ કમિશ્નર ને જ ખતમ કરી દીધો અને જે વ્યક્તિ ને આ કોન્ટ્રેક્ટ આપ્યો તેને ડેવિલ એ ખતમ કરી દીધો ” સુલતાને કહ્યું

“મતલબ ડેવિલ ને ખબર છે કે તમે.... ” ઢેચું એ કહ્યું

“નહીં, ડેવિલ ને નથી ખબર પણ જો ખબર હોય તો અત્યારે એક સેકન્ડમાં હાર્ટ એટેક આવી જશે અને હું ખતમ ” સુલતાને તેનાં હાથમાં રહેલા ડેવિલ આઈ ના ટેટું સામે જોતાં કહ્યું

ત્યાં જ સુલતાન ના ફોનમાં મેસેજ આવ્યો જેમાં મીટીંગ નો ટાઈમ અને સ્થળ લખ્યું હતું.

“બોસ આજ સુધી મેં ડેવિલ કે બાદશાહ કોઈ ને જોયા નથી બસ એનાં વિશે સાંભળ્યું છે ” ઢેચું એ કહ્યું

“ડેવિલ ને જોવા વાળા જીવતા નથી રહ્યા અને તે જગ્યા પર રહે છે ત્યાં જવાનો મતલબ જીવતે જી નરકમાં જવું અને વાત રહી બાદશાહ ની તો આજ જોઈ લેજે તેને જોઈ ને તું ઓળખી જાય.... રામ ના ઘરમાં રાવણ પેદા થયો છે ” સુલતાને કહ્યું


બે વર્ષ બદલ્યા અને સાથે સાથે કાનજીભાઈ ના ઘરની કાયા પણ પલટાઈ ગઈ હતી અને ઘર એકદમ નવું બની ગયું હતું, ઘરમાં વચ્ચે વિશાળ હોલમાં કાનજીભાઈ ફાઈલો જોઈ રહ્યાં હતાં ત્યાં તેનો દિકરો મોહનભાઈ ત્યાં આવી પહોંચ્યા, તેને જોઈ ને કાનજીભાઈએ કહ્યું, “શું થયું જગન્નાથ સાથે વાત થઈ? ”

“હા પપ્પા, તેનું કહેવું છે તે નહીં આવી શકે ” મોહનભાઈ એ કહ્યું

કાનજીભાઈએ ફાઈલ બાજુમાં ટેબલ પર મૂકી અને કહ્યું, “હવે ત્યાં શું રાખ્યું છે આટલો મોટો બિઝનેસ છે તમે બંને ભાઈઓ ભેગા મળીને સંભાળો ”

“પપ્પા મેં મોટા ભાઈ ને કહ્યું પણ એ કહે છે કે આટલી મહેનત થી આ બિઝનેસ ઉભો કર્યો છે એટલે હવે છોડવો મુશ્કેલ છે ” મોહનભાઈ એ કહ્યું

“હા પણ હવે આ બધા રૂપિયા નો શું અર્થે જો પરીવાર ને પણ મળી ન શકાય ” કાનજીભાઈએ કહ્યું

ત્યાં જ દરવાજા પાસે અર્જુન અને મિસ્ટર બક્ષી અંદર આવતાં દેખાયા, અર્જુન અંદર આવી ને કાનજીભાઈ ને પગે લાગ્યો અને એક ફાઈલ આપતાં કહ્યું, “સર ટેન્ડર આપી દીધું છે અને બહુ જલ્દી કામ ચાલુ થઈ જશે ”

“ગુડ બહુ જલ્દી તે કામ પુરું કરી નાખ્યું ” કાનજીભાઈએ કહ્યું

“પપ્પા બંને ભાઈઓ બહુ ફાસ્ટ છે કોઈ કામ અધુરું નથી છોડતાં ” મોહનભાઈ એ અર્જુન ના ખભે હાથ મૂકતા કહ્યું

“બક્ષી બિઝનેસ એમ્પાયર નું કામ પુરું થઈ ગયું ?” કાનજીભાઈએ કહ્યું

“હા સર, બધુ લીગલ કામ પુરું થઈ ગયું છે અને જે પૈસા અટવાયા હતા એ પણ આવી ગયા છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું

“પણ માનવું પડશે જયદેવ એ બહુ સારી રીતે હેન્ડલ કર્યું છે ” કાનજીભાઈએ કહ્યું

“બસ તમારા માર્ગદર્શન ને કારણે થયું છે ” દરવાજા પાસે થી જયદેવ પવારે અંદર આવતાં કહ્યું આવીને તે કાનજીભાઈ ને પગે લાગ્યો.

“પણ તારી મહેનત પણ બોલી રહી છે જયદેવ ” કાનજીભાઈએ કહ્યું

“તમારા અને કિંગ ના કારણે જ આ બધું છે ” જયદેવ પવારે કહ્યું

હોલમાં થઈ રહેલી આ બધી વાતો પહેલાં માળે પીલર પાછળ ઉભેલ વ્યક્તિ સાંભળી રહી હતી, આંખો શાંત અને ચહેરા પર એક જ ભાવ, કાન એક નામ સાંભળવા ઈચ્છતા હતા કયારે તે નામ આવે એ રાહ જોઈ ને ઉભી હતી કાનજીભાઈ ની લાડલી પ્રીતિ.

“કિંગ થી યાદ આવ્યું અર્જુન, શૌર્ય ના કોઈ સમાચાર? ” કાનજીભાઈએ કહ્યું

શૌર્ય નું નામ પડતાં જ પ્રીતિ આતુરતા થી બે ડગલાં આગળ વધી અને પછી ઉભી રહી ગઈ.

“હા સર, S.P. સાથે વાત થઈ હતી બહુ જલ્દી સર અને S.P. પાછા આવી રહ્યાં છે, મેન્યુફેક્ચરિંગ કંપની ઈન્ડિયા મા જ લગાવાનો સર નો પ્લાન સફળ રહ્યો, ફોરેન કંપની પણ માની ગઈ છે ” અર્જુન એ કહ્યું

“આજ શૌર્ય ને આ ઉંચાઇ પર જોઈ ને ખુશી થાય છે, મારપીટ ને ગુસ્સો છોડીને તે આજે બહુ આગળ નીકળી ગયો છે ” મોહનભાઈ એ કહ્યું

“સાચી વાત છે, શૌર્ય હવે સુધરી ગયો છે આજે એને જોઈ ને સમ્રાટ સુર્યવંશી ની યાદ આવી જાય છે હવે ખરેખર તે સમ્રાટ ના બતાવેલા માર્ગ પર ચાલી રહ્યો છે ” કાનજીભાઈએ કહ્યું

પ્રીતિ આ સાંભળ્યા પછી પોતાના રૂમમાં ગઈ ને જોરથી દરવાજો બંધ કર્યો અને ગુસ્સામાં પંલગ પર રહેલા ટકીયા આમતેમ ફેંકવા લાગી, ટેબલ પર શૌર્ય નો ફોટો રાખ્યો હતો તેમાં ચાકુ થી ઘા કરેલા હતા, પ્રીતિ એ ફોટો હાથમાં લીધો અને કહ્યું, “શૌર્ય સુર્યવંશી તું સુધરી જા એ કયારેય સંભવ જ નથી તું દુનિયા ને બેવકૂફ બનાવી શકે છે મને નહીં ” આટલું કહીને પ્રીતિ એ ટેબલ પર પડેલ ચાકુ લઈ ને ફોટા પર ગુસ્સામાં ચાકુ મારવા લાગી.

ખંડેર જેવી જગ્યા હતી, બાજુમાં નદી વહેતી હતી અને કિનારા પર ખંડેર કિલ્લા જેવી જગ્યા હતી, થોડીવારમાં ચાર બ્લેક કાર આવીને ઉભી રહી તેમાં થી સુલતાન અને તેના સાથીઓ નીકળ્યા. એ જેવા અંદર જવા ગયા ત્યાં જ અંદરથી ચાર લોકો ગન સાથે નીકળ્યા, ઉપર છત જેવી જગ્યા હતી ત્યાંથી પણ કેટલાંક લોકો ગઈને નીકળ્યા. તેમણે સુલતાન અને તેનાં સાથીઓ ની તલાશી લીધી અને સુલતાન સિવાય બધા ની ગન લઈ લીધી.

ચારેબાજુ ખંડેર કિલ્લો હતો, વચ્ચે વધારાના છોડ ઉગી નીકળ્યા હતાં, એક વ્યક્તિ આવ્યો અને તેણે બધાને પોતાની સાથે આવવા કહ્યું, તેઆો થોડા આગળ ગયા અને એક દિવાલ આગળ ઉભા રહ્યાં, પેલાં વ્યક્તિ એ બાજુમાં રહેલા એક પથ્થર ને ધકકો આપ્યો અને દિવાલ થોડી ખસી અને ત્યારબાદ દિવાલ ને ધકકો માર્યા અને તે બધા અંદર ગયા, થોડીવાર તો અંધારું હતું પણ પછી એક વિશાળ હોલ આવ્યો વચ્ચે ટેબલ અને ખુરશી હતી, થોડાં હથિયારો હતા અને ચારેબાજુ કેટલાંક લોકો ગન લઈ ને ઉભા હતા અને છેલ્લી દિવાલ પર વિશાળ ડેવિલ આઈ નો સિમ્બોલ હતો. સુલતાન આગળ ગયો અને ખુરશી પર જઈને બેઠો, તેની પાછળ ઢેંચુ અને બાકીના લોકો પણ જવા લાગ્યા, ત્યાં જ બે વ્યક્તિ એ તેને ત્યાં જ અટકાવી દીધી. થોડીવાર બેઠા પછી અચાનક જે દિવાલ પર ડેવિલ આઈ નો સિમ્બોલ હતો તે ખૂલી અને અંદર થી એક માનવ આકૃતિ દેખાઈ. સુલતાન ને વિશ્વાસ હતો કે એ બાદશાહ જ છે.

આખરે કોણ છે બાદશાહ?, પ્રીતિ ના દિલમાં શૌર્ય માટે નફરત આવી ગઈ હતી અને બધાનાં કહ્યાં પ્રમાણે શૌર્ય બધું છોડી ચૂકયો હતો, એ વાતમાં કેટલીક હકીકત છે એ ખબર નથી. પણ સૌથી મહત્વનો સવાલ એ છે કે બાદશાહ આખરે કોણ છે? , હું એટલું જરૂર કહી કે આ સીઝન મહાભારત ના યુદ્ધ જેવી છે, ધર્મ માટે યુદ્ધ કરવું આવશ્યક છે પણ સામેનાં પક્ષમાં પોતાનાં સગાંસંબંધી પણ છે, તમે મારો મતબલ સમજી ગયા હશો, તો જો ખબર પડે કે બાદશાહ કોણ છે તો મને પણ જરૂર જણાવજો નહીં તો વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED