શૌર્ય યાદોમાં ખોવાયેલો હતો અને S.P. ને અર્જુન ત્યાં આવી ગયા. શૌર્ય વિચારોમાં ખોવાયેલો હતો, S.P. એ નજીક જઈ ને કહ્યું, “સર તમને મળવા આવનાર વ્યક્તિ આવી રહ્યો છે ” અવાજ આવતાં શૌર્ય ઝબુકયો અને તેણે તરત જ સામે જોયું. કાળા કલરની પઠાણી પહેરીને કોઈ આવી રહ્યું હતું, જેમ જેમ તે નજીક આવ્યો તેનો ચહેરો સ્પષ્ટ દેખાવાં લાગ્યો, તે બીજું કોઈ નહીં પણ નાયક અલી હતો. નાયક અલી ત્યાં પહોંચ્યા ત્યારે શૌર્ય એ તેને બેસવા નો ઈશારો કર્યો, નાયક અલી શૌર્ય ની સામે રહેલાં સોફા પર બેઠો, શૌર્ય એ S.P. અને અર્જુન ને પણ બેસવા માટે કહ્યું, તે બંને પણ બાજુમાં રહેલા સોફા પર બેઠા.
“આજ સુધી હું જયાં પણ ગયો, લોકો મને માન આપવા ઉભા થઈ જાય છે ” નાયક અલી એ કહ્યું
“નાયક અલી ઉભા ગુલામો થાય છે કિંગ નહીં ” શૌર્ય એ કહ્યું
“અહીં આવવાનું કારણ???? ” S.P. એ કહ્યું
“દોસ્તી ” નાયક અલી એ કહ્યું
“દોસ્તી???? ” અર્જુન બોલી પડયો
“કિંગ કહેવાય છે કે દુશ્મન નો દુશ્મન દોસ્ત હોય છે એટલે તારા માટે દોસ્તી પેગામ લઈ ને આવ્યો છું ” નાયક અલી એ કહ્યું
“કિંગ કયારેય દુશ્મનો બનાવતો નથી અને જો બની જાય તો લાંબું જીવવા દેતો નથી ” શૌર્ય એ કહ્યું
“એટલા માટે તો તારી સાથે દોસ્તી કરવી છે કારણ કે તું જ છો જે ડેવિલ ને ખતમ કરી શકે છે ” નાયક અલી એ કહ્યું
“ડેવિલ??? ” શૌર્ય એ અજાણ બનતાં કહ્યું
“કિંગ અજાણ બનવાની કોઈ જરૂર નથી, હું જાણું છું કે કાલ રાત્રે થયેલા ધમાકા પાછળ તારો હાથ છે, પોલીસ ને ભલે કોઈ સબૂત ન મળ્યા હોય પણ મારી પાસે સબૂત પણ છે” નાયક અલી એ કહ્યું
“કેવું સબૂત??? ” શૌર્ય એ કહ્યું
“તે આખો ઈન્ડસ્ટ્રીયલ એરીયા ખાખ કર્યો પણ ત્યાં બહાર ગલી પર રહેલો એક સીસીટીવી કેમેરા માં બધી ઘટના કેદ થઈ ગઈ પણ ચિંતા ન કર આ ફુટેજ મારા પાસે જ છે ” નાયક અલી એ કહ્યું
“તું અમને ધમકી આપી રહ્યો છે ” અર્જુન એ ગુસ્સે થતાં કહ્યું
“ધમકી નથી આપી રહ્યો ” આટલું કહીને નાયક અલી એક ચીપ કાઠી અને ટેબલ પર મૂકી અને કહ્યું, “એ ફૂટેજ આમાં છે, હું અહીં સોદો કરવા નહીં દોસ્તી કરવા માટે આવ્યો છું અને મારા તરફ થી આ એક ભેટ ” નાયક અલી એ શૌર્ય સામે હાથ લંબાવતા કહ્યું
શૌર્ય એ નાયક અલી સાથે હાથ મિલાવ્યો, “મને તમારી દોસ્તી મંજૂર છે ” શૌર્ય એ કહ્યું
“કિંગ મેં એક કામ તો આસાન કરી દીધું છે ” નાયક અલી એ કહ્યું
“કયું કામ ????” S.P. એ કહ્યું
“કાલ બાદશાહ ને ખતમ કરી ને એક કામ આસાન થયું છે ” નાયક અલી એ અભિમાન સાથે કહ્યું
“નાયક અલી ઘણીવાર આંખો જોયેલું સત્ય નથી હોતું ” શૌર્ય એ કહ્યું
“મતલબ??? ” નાયક અલી એ કહ્યું
“બાદશાહ હજી સુધી જીવતો જ છે ” શૌર્ય એ કહ્યું
ત્યાં બેઠેલા ત્રણેય (S.P., અર્જુન અને નાયક અલી) ચોંકી ગયા. “એ સંભવ જ નથી ” નાયક અલી એ કહ્યું
“નાયક અલી જો બાદશાહ મરી ગયો હોય તો સુલતાન હજી સુધી શાંત ન બેઠો હોય, મુંબઈ પોર્ટ ની આસપાસ બાદશાહ ના લોકો ચક્કર ન મારતાં હોત અને ખાસ વાત અત્યાર સુધીમાં તું એક કન્ટેનર પણ મુંબઈ પોર્ટ થી બહાર નથી મોકલી શકયો એનું કારણ બાદશાહ છે ” શૌર્ય એ કહ્યું
નાયક અલી જીત ની ખુશી માં આ બધી વાતો પર ધ્યાન ન આપ્યુ, પણ શૌર્ય જાણતો હતો કે બાદશાહ ને મારવો સરળ ન હતો.
“મેં આ વાત પર તો ધ્યાન જ ન આપ્યું ” નાયક અલી એ માથા પર હાથ મૂકતાં કહ્યું
“જો આપણે નાની નાની જીત ની ખુશી મનાવા લાગીશું તો મોટી જીત મળવી મુશ્કેલ છે ” શૌર્ય એ કહ્યું
“તો હવે શું કરશું ???” નાયક અલી એ કહ્યું
“તે બાદશાહ ના સામ્રાજય પર હાથ માર્યા છે, એ તેનાં ડૂબતા સામ્રાજય ને બચાવવા જરૂર બહાર આવશે ” શૌર્ય એ કહ્યું
“આજ રાત્રે મુંબઈ પોર્ટ પરથી તું પોતાનું કન્ટેનર મોકલી અને જો એકવાર મુંબઈ પોર્ટ પરથી તારું કન્ટેનર બહાર ગયું મતલબ મુંબઈ તારી અને જો બાદશાહ તને રોકવા આવશે તો તારે એને ઠોકવા નો જ છે ” શૌર્ય એ કહ્યું
“વાહ શું વાત છે, આજ તો એ જીવતો નહીં રહે ” નાયક અલી એ ખુશ થતાં કહ્યું
“ખુશ થવાની જરૂર નથી નાયક અલી, પહેલાં મારી આખી વાત સાંભળ ” આટલું કહીને શૌર્ય એ પોતાનો આખો પ્લાન બતાવ્યો. જે સાંભળી બધા થોડાક મૂંઝવણમાં મૂકાઈ ગયાં હતાં પણ બાદશાહ સુધી પહોંચવા બીજો કોઈ રસ્તો જ ન હતો. નાયક અલી પોતાના કામ પર લાગી ગયો હતો અને શૌર્ય પોતાની તૈયારી માં લાગી ગયો હતો.
સાંજ પડવા આવી હતી અને શૌર્ય ની વાત પણ સાચી હતી, બાદશાહ સુલતાન ના ફાર્મહાઉસ પર બેઠો બેઠો દારૂ પી રહ્યો હતો, આંખો દારૂ અને ગુસ્સા ને કારણે વધુ લાલ થઈ ગઈ હતી, કાલ થયેલા બ્લાસ્ટ માં એ બધું ગુમાવી ચૂકયો હતો. ત્યાં સુલતાન ત્યાં પહોંચી ગયો.
“હવે બસ કર, સવારનો પી રહ્યો છે ” સુલતાને સોફા પર બેસતા કહ્યું
“હજી સુધી એક પણ મને શાંતિ ન આપી શકી ” બાદશાહ એ ગુસ્સે થતાં કહ્યું અને તેણે ગ્લાસ ફેંકી દીધો.
“બાદશાહ બેવકૂફ ન બન, હજી કંઈ ખતમ નથી થયું ” સુલતાને કહ્યું
“સુલતાન તને તો ખબર છે, ડેવિલ ની અસલી તાકાત શું છે, એની પાસે ખજાનો છે પણ આપણી પાસે બસ એ ગોડાઉન સિવાય હતું શું ” બાદશાહ એ કહ્યું
“હું જાણું છું ડેવિલ ની તાકાત અને એ આપણ ને ફરી માલ આપશે કારણ કે આપણે તેનાં વફાદાર છીએ ” સુલતાને કહ્યું
“વફાદાર????, આ વહેમ માં ન જીવ સુલતાન, એ ડેવિલ છે અને તેનાં માટે કોઈ વફાદાર નથી ” બાદશાહ એ કહ્યું
“તને વધારે ચડી ગઈ છે તું આરામ કર ” સુલતાને કહ્યું
“હું બકવાસ નથી કરી રહ્યો સુલતાન, હું તને હકીકત કહ્યું છું, ડેવિલ આખી દુનિયામાં એક જ વ્યક્તિ પર ભરોસો કરે છે અને તે છે ભૈરવ અને એટલાં માટે જ તેણે ભૈરવ ને પોતાની પાસે રાખ્યો છે આજ સુધી ન તો મને કે તને એનાં એમ્પાયર માં આવવા દીધા એનાં માટે આપણે બસ પ્યાદાં છીએ ” બાદશાહ એ કહ્યું
“હું જાણું છું પણ એ.... ” સુલતાને કહ્યું
“એનાં પર ભરોસો કરવાની ભૂલ ન કર, એનાં કહેવાં પર મેં ખૂદ સમ્રાટ સૂર્યવંશી ના એમ્પાયર ને ખાખ કર્યું હતું અને મને મળ્યું શું??? એક નાની એવી મુંબઈ અને એનાં પાસે શું છે? સૌથી શક્તિશાળી એમ્પાયર ” બાદશાહ એ ભડાસ કાઢતાં કહ્યું
જે વાતો સુલતાન ને પણ ખબર ન હતી એ બધી બાદશાહ બોલી રહ્યો હતો, અત્યાર સુધી સુલતાન ને એમ જ હતું કે સમ્રાટ સૂર્યવંશી ની કંપની ડેવિલ એ સળગાવી પણ હકીકત માં ડેવિલનાં કહેવા પર બાદશાહ એ સળગાવી હતી.
“એ ડેવિલ ને કોઈ ની નથી પડી, મુંબઈ ને ચારો બનાવીને લોકો ને એવો ભ્રમ કરાવે છે કે તેનાં કાળા ધંધા અહીં થી ચાલે છે પણ હકીકત માં એ બધું એની પાસે જ છે બસ એનાં દુશ્મનો ને બેવકૂફ બનાવી રહ્યો છે ” બાદશાહ એ કહ્યું.
બાદશાહ આગળ બોલવા જતો જ હતો ત્યાં એક વ્યક્તિ અંદર આવ્યો અને કહ્યું, “બોસ એક ખબર છે? ”
“શું ખબર છે??? ” સુલતાને કહ્યું
“બોસ, નાયક અલી આજ સાંજે મુંબઈ પોર્ટ પરથી પોતાનું કન્ટેનર રવાના કરવાનો છે ” એ વ્યક્તિ એ કહ્યું
આ સાંભળતા જ બાદશાહ નો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો અને ગુસ્સામાં જ તેણે સામે પડેલાં કાચનાં ટેબલ ને તોડી નાખ્યું અને પોતાની ગન કાઢી ને બરાડયો, “આજ એ નાયક અલી ને હું નહીં છોડું ”
“બાદશાહ બેવકૂફ ના બન, ત્યાં જવું તારા માટે ઠીક નથી ” સુલતાને ઉભા થતાં કહ્યું
“આજ એ નાયક અલી ને હું હંમેશા માટે ખતમ કરી દે અને એજ પોર્ટ પર એની સમાધી બનાવી જેથી આગળ થી કોઈ મુંબઈ પોર્ટ પર હુકમત નું સ્વપ્ન ન જોવે ” બાદશાહે કહ્યું
“ઠીક છે, એવું છે તો હું પણ સાથે આવી ” સુલતાને કહ્યું અને ત્યારબાદ તે પેલાં વ્યક્તિ તરફ જોયું અને કહ્યું, “આપણાં બધા લોકો ને કહી દે કે આજ આખાં મુંબઈ પોર્ટ ને ઘેરી લે, બાદશાહ ના લોકો ત્યાં છે જ પણ બાકી જે વધ્યા એને પણ બોલાવી લે આજ એ પોર્ટ પરથી કોઈ જીવતું ન જવું જોઈએ ”
“ઓકે બોસ ” આટલું કહીને એ વ્યક્તિ જતો રહ્યો. સુલતાને બાદશાહ સામે જોયું એના ચહેરા પર હજી પણ ગુસ્સો હતો. બાદશાહ નો ગુસ્સો સ્વાભાવિક છે, ડેવિલ એ તેની પાસે કામ કરવાની તેને આપ્યું માત્ર એક નાનું એવું એમ્પાયર અને પોતે એક વિશાળ એમ્પાયર પર હુકમત કરી રહ્યો હતો. જયારે કોઈ એજ નાના એવા એમ્પાયર પર નજર નાખે તો ગુસ્સે થવું સ્વાભાવિક જ છે.
આ તરફ બાદશાહ અને સુલતાન તો તૈયાર થઈ ગયા નાયક અલી સાથે જંગ કરવા પણ એ જાણતાં ન હતાં કે નાયક અલી આ જંગ માં એકલો નથી પણ એની સાથે કિંગ છે અને બીજી તરફ કિંગ એ પણ કંઈક પ્લાન બનાવ્યો છે પણ શું? બાદશાહ અને સુલતાન ને પોર્ટ પર વ્યસ્ત રાખી ને બીજે કયાંક તો નિશાન નથી લગાવી રહ્યો ને?? આ કહેવું તો મુશ્કેલ છે પણ એટલું જરૂર કહી કે શૌર્ય એ ડેવિલ સુધી પહોંચવાનું છે અને એનાં માટે બાદશાહ નું જીવતું રહેવું જરૂરી છે તો શું એ બાદશાહ ને જીવતો રાખશે? આ ડેવિલ સુધી પહોંચવા માટે ની પહેલી જંગ છે, બાદશાહ ઉર્ફે જગન્નાથ કાનજી પટેલ નો દિકરો છે તો શાયદ કિંગ એના પર દયા પણ કરી શકે. અથવા તો જંગ માં કોઈ સગું નથી થતું. મેં પહેલા પણ કહ્યું હતું કે મહાભારત જેવી પરિસ્થિતિ ઉત્પન્ન તો થશે પણ ચિંતા ન કરો કારણ કે આવી બે-ત્રણ જંગમાં તો આ નવલકથા નો અંત પણ આવી જશે તો બસ પહેલી જંગ નું પરિણામ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”