સવાર પડી ગઈ હતી, પોલીસ હજી પણ ઈન્ડસ્ટ્રીયલ એરીયા ની તપાસ કરી રહી હતી. પોલીસ કમિશ્નર પર હવે પ્રેશર આવી રહ્યું હતું, આટલી મોટી દુર્ઘટના પછી બધે હાહાકાર મચી ગયો હતો. બધાનું માનવું હતું કે આ ઘટના પાછળ કોઈ આંતકવાદી સંગઠન નો હાથ છે.
પ્રીતિ એ ન્યુઝપેપરમાં આ ખબર વાંચી, તેણે જોયું તો સામે દરવાજા તરફથી શૌર્ય આવી રહ્યો હતો. એ થોડો ખુશ હતો એટલે પ્રીતિ ને તેનાં પર શંકા ગઈ. શૌર્ય કાનજીભાઈ ના રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યાં જ પ્રીતિ એ તેને વચ્ચે અટકાવ્યો અને કહ્યું, “શું હું જાણી શકું છું કે કાલ રાત્રે તું કયાં હતો ”
“ઓહોહો, રાત્રે મારી આટલી યાદ આવતી હતી, એકવાર કહ્યું તો હોત આખી રાત.... ” શૌર્ય એ ફલર્ટ કરતાં કહ્યું
“ચૂપ કર, હું આની વાત કરું છું ” પ્રીતિ એ ન્યુઝપેપર બતાવતા કહ્યું
“ગુપ્ત રોગ ના નિષ્ણાત....???? , પણ મને આવી કોઈ સમસ્યા નથી, તું ચેક કરી લે ” શૌર્ય એ કહ્યું
“એ ઠરકી, હું આની વાત કરું છું ” તેણે હેડલાઈન બતાવતા કહ્યું
“ઓહ, મેં વાંચ્યું મને ખૂબ દુઃખ થયું ” શૌર્ય એ અફસોસ કરતાં કહ્યું
“આટલો જ અફસોસ છે તો આટલો ખુશ કેમ છે???? ” પ્રીતિ એ આંખો ઝીણી કરતાં કહ્યું
“યાર, ફોરેન થી એન્જીનીયર ની ટીમ આવી છે, કંપની નો પ્લાન લઈ ને અને હું એ વાત કાનજી અંકલ ને કહેવા જઈ રહ્યો છું, તને શું પ્રોબ્લેમ છે ” શૌર્ય એ અકળતાં કહ્યું
પ્રીતિ સાઈડમાં જતી રહી અને હાથ લાંબો કરી ને શૌર્ય ને જવા કહ્યું, શૌર્ય ત્યાં થી જતો રહ્યો, “હું જાણું છું આ બધા પાછળ તારો જ હાથ છે અને હું બધા સામે આ વાત સાબિત કરી ને રહી ” પ્રીતિ એ કહ્યું અને તેણે આ અવસર નો લાભ ઉઠાવવાનું નકકી કર્યુ અને તે શૌર્ય ના રૂમમાં જવાનું વિચારવા લાગી.
આ તરફ દિગ્વિજય સિંહ કમિશ્નર ને મળવા તેની ઓફિસ નો ગયો, તેને આવતો જોઈ ને જ કમિશ્નરે કહ્યું, “આવ દિગ્વિજય, શું ખબર છે? ”
“સર, કાલની ઘટના વિશે તો કોઈ ખબર નથી અને કાલ પોર્ટ પર જે વ્યક્તિ બાદશાહ સાથે ભીડયો એ બીજું કોઈ નહીં પણ નાયક અલી છે ” દિગ્વિજય સિંહે કહ્યું
“એ અહીં શું કરી રહ્યો છે??? ” કમિશનરે કહ્યું
“સિમ્પલ છે સર, બીજા ની જેમ અહી હુકમત કરવા આવ્યો છે ” દિગ્વિજય સિંહે કહ્યું
“પણ એ બંને ના ઝઘડામાં બાકી બધા ને નુકસાન થશે ” કમિશનરે કહ્યું
“સર, બાદશાહ તો કાલ જ મરી ગયો પણ સુલતાન એક જ છે એ હવે નાયક અલી સાથે જો લડશે તો આ બધા માં એક વ્યક્તિ ને ફાયદો થશે ” દિગ્વિજય સિંહે કહ્યું
“કોને???? ” કમિશનરે કહ્યું
“સર એ તો નથી ખબર પણ એટલું જરૂર છે કે આ બંને ના ઝઘડા નો કોઈ ત્રીજી વ્યક્તિ ફાયદો ઉઠાવી રહી છે ” દિગ્વિજય સિંહે કહ્યું
“તો હવે આગળ શું કરવાનો પ્લાન છે??? ” કમિશનરે કહ્યું
“સર મારી માનો તો આપણે શાંતિ થી આ તમાશો જોવો જોઈએ, કારણ કે આ લોકો અંદરોઅંદર જ લડી ને મરી જશે ” દિગ્વિજય સિંહે કહ્યું
“પણ મીડિયા નું શું કરશું??? ” કમિશ્નરે કહ્યું
“સર એ લોકો ને કહી દેવાનું તપાસ ચાલુ છે ” આટલું કહીને તે બંને હસી પડ્યા. દિગ્વિજયસિંહ ઓફિસ ની બહાર આવ્યો તેનાં ચહેરા પર એક સ્મિત આવ્યું પણ આ સ્મિત નો અર્થ પાછળ થી ખબર પડશે.
ડેવિલ એ અડધી રાત્રે મહાકાલ ની પૂજા કરી, પોતાના શત્રુ ને કમજોર કરવા પણ હજી સુધી તેના પાસે આ સમાચાર પહોંચ્યા ન હતાં. ડેવિલ ના મહેલ માં તેની એક વિશાળ રૂમ હતી, જેમાં વિશાળ ટેબલ અને ખુરશી હતી, પાછળ દિવાલ પર વિશાળ ડેવિલ આઈ નું નિશાન હતું, દિવાલ પર તલવાર પણ સુશોભન માટે મૂકેલી હતી, અમુક પ્રાણીઓનાં ચહેરા પણ ત્યાં લગાવામાં આવ્યા હતા અને એજ રૂમમાં થી બીજી તરફ વિશાળ દરવાજો હતો જયાં વિશાળ ખુલ્લી જગ્યા હતી અને ત્યાં નાનું ટેબલ અને ખુરશી રાખેલું હતું અને ડેવિલ મોટાભાગે ત્યાં જ હોય છે, આજે પણ ત્યાં જ ઉભો હતો દિવાલ પાસે ઊભો ઊભો દૂર દૂર સુધી નજર ફેરવી રહ્યો હતો.
ભૈરવ ત્યાં પહોંચ્યા અને તેણે કહ્યું, “સરકાર એક અશુભ સમાચાર છે ”
“તું ખાલી વાત કહે, શુભ છે કે અશુભ એ હું નક્કી કરી ” ડેવિલ એ કહ્યું
“સરકાર મુંબઈ માં રહેલાં આપણાં ઈન્ડસ્ટ્રીયલ એરીયા ને કોઈક એ ખાખ કર્યો છે ” ભૈરવ એ કહ્યું
આ સાંભળીને જ ડેવિલ હસવા લાગ્યો, ભૈરવ થોડીવાર અસમંજસ માં પડી ગયો. “ભૈરવ આખરે મહાકાલ એ મારી સાંભળી ”
“હું કંઈ સમજયો નહીં સરકાર ” ભૈરવ એ કહ્યું
“ભૈરવ, એ વિસ્તાર ખતમ થવાનો મતલબ છે ડેવિલ નું કમજોર થવું, આવું મારા દુશ્મનો વિચારી રહ્યા છે, પણ એ લોકો ની આ સૌથી મોટી ભૂલ છે, આજ સુધી એ બધા ને એજ ભ્રમમાં રાખ્યા કે મારી અસલી તાકાત મુંબઈ છે પણ એ બેવકૂફો નહીં સમજે કે મારી અસલી તાકાત શું છે........એટલાં માટે જ તો DEVIL - MYSTERY OF EMPIRE છે ” ડેવિલ એ હાથ ફેલાવીને જોશ સાથે કહ્યું
ધીમે ધીમે ડેવિલ નું ઘર નાનું થવા લાગ્યું, હવે તેનાં એમ્પાયર ની એક ઝલક તો જોવી બને છે. સમુદ્ર ની વચ્ચે એક વિશાળ ટાપુ અને તેનાં એક ખૂણામાં ડેવિલ નો મહેલ હતો, આજુબાજુ વૃક્ષો નું આવરણ હતું, પણ આખાં ટાપુ ની ફરતે આકાશ ને સ્પર્શ કરતી દિવાલ હતી, જેને ઓળંગી ને જવાનું સ્વપ્ન માં પણ વિચારી ન શકાય અને તેની સુરક્ષા પણ ભૈરવ કરતો હતો એટલે એનાથી બચવું તો મુશ્કેલ હતું પણ આ ટાપુ માં ડેવિલ ના મહેલ થી થોડે દૂર એક બીજી વિશાળ દિવાલ હતી જે બાકી ના ટાપુ ના ભાગને કવર કરતી હતી મતલબ કિલ્લા ની અંદર એક બીજો કિલ્લો હતો. એનો દરવાજો તો બહુ વિશાળ હતો પણ એ દરવાજા પાછળ જે હતું એ ડેવિલ ની સૌથી મોટી તાકાત હતી.
એ દરવાજો એક જ વ્યક્તિ ના આદેશ પર જ ખૂલતો અને એ હતો ભૈરવ. એ દરવાજો ખેલતાં જ થોડો સમય માટે અંધારા વાળા રસ્તા પર ચાલવું પડે પણ જયારે પ્રકાશ દેખાય તો જાણે કે કોઈક અલગ જ દુનિયા છે. ચારેબાજુ ધૂળ ની ડમરીઓ ઉડતી હતી, એ કિલ્લામાં પચાસ જેટલાં વોચ ટાવર હતા, અને દરેક પર એક એક વ્યક્તિ ગન લઈ ને ઉભો હતો, અંદર માઈનિંગ નું કામ ચાલતું હતું જેમાંથી સોનું કાઢવામાં આવી રહ્યું હતું, એજ સોનું બાદશાહ સુધી મુંબઈ પોર્ટ પર પહોંચતું જે બાદશાહ દ્રારા સુલતાન સુધી પહોંચતું અને ત્યાં થી સુલતાન દ્રારા તેને તૈયાર કરી ને આગળ મોકલવામાં આવતું. પણ ત્યાં ખાલી સોનું જ નહતું, દારૂખાનું પણ જમીન ની અંદર બનેલા બેરક માં મજૂરો દ્રારા તૈયાર કરવામાં આવતું હતું, જમીન ની અંદર જ કેટલાં ભાગો હતાં એજ કોઈ ને ખબર ન હતી, એમાં એક હોસ્પિટલ જેવું પણ હતું પણ લોકોની સારવાર માટે નહીં પણ હ્યુમન ઓર્ગેન ને ત્યાં ઓપરેશન કરી ને કાઢવામાં આવતાં ત્યારબાદ તેનો વેપાર થતો, સસ્તા કેમિકલ મીક્ષ કરી ને તેમાંથી ડ્રગ તૈયાર થતી અને બહાર લોકો ને તેના વ્યસની બનાવવામાં આવતાં, આ બધા ની દેખરેખ માટે ત્યાં હૈવાન નો ની સેના હતી જેનામાં કરુણા અને દયા જેવી ભાવનાઓ ન હતી અને એ હૈવાનો ના મોજશોખ માટે છોકરીઓ ની પણ તસ્કરી કરી ને ત્યાં લાવવામાં આવતી જયાં આ લોકો તેને પીંખી નાખતાં. પણ આ હૈવાનો ત્યાં ખાલી નજર રાખતાં ત્યાં કામ કરનાર લોકો તો સાવ દૂબળા હતાં, એક ટંક ખાવાનું પણ નસીબ ન થવા દેતાં આ લોકો અને સૌથી મોટી વાત તો એ હતી કે આ લોકો બીજું કોઈ નહીં પણ સમ્રાટ સૂર્યવંશી ની કંપની માં કામ કરતાં લોકો હતાં, ડેવિલ એ ખાલી એનું સામ્રાજય જ નહીં પણ એના લોકો ને પણ પોતાના ગુલામ બનાવ્યા, આજ સુધી ખાલી નરક નું નામ જ બધા એ સાંભળ્યું પણ એ કિલ્લા ની દિવાલો પાછળ ખરેખર ડેવિલ દ્રારા તૈયાર કરેલું એક નરક હતું. આ ડેવિલ ની એ તાકાત હતી જેના વિશે કોઈ ને જાણ ન હતી સિવાય બાદશાહ અને સુલતાન. આ એ સોર્સ હતો જે કયારેય ખતમ થવાનો ન હતો અને અહીં સુધી કોઈ પહોંચી પણ શકવાનું ન હતું. કારણ કે સમુદ્રમાં કયાં આ ટાપુ છે એ તો કોઈ જાણતું ન હતું અને જો જાણી પણ જાય તો અંદર પ્રવેશ કરવો તો સંભવ જ નહતો.
આ હતી ડેવિલ ની કયારેય ન ખતમ થનારી તાકાત, જે તેની પાસે સુરક્ષિત હતી, પણ બધાને ગુમરાહ કરવા તેણે મુંબઈ ને પોતાની તાકાત બતાવી અને નાયક અલી એને મેળવવા મુંબઈ જતો રહ્યો. શૌર્ય પણ ખુશ હતો પણ હકીકત થી અજાણ હતો, આખરે આ ડેવિલ છે, આ ખેલનો સૌથી મોટો અને જૂનો ખેલાડી જેને સમજવો અને પછાડવો મુશ્કેલ છે. શૌર્ય આખરે ડેવિલ ને સમજવામાં માત ખાઈ જ ગયો કે પછી આપણે લોકો માત ખાઈ રહ્યા છીએ શૌર્ય ને સમજવામાં એ તો આગળ ખબર પડશે.
ડેવિલ એ ખાલી સમ્રાટ સૂર્યવંશી ને કે તેનાં સામ્રાજય ને જ નહીં પણ તેના માટે કામ કરનાર લોકો ને પણ ખતમ કર્યો, એ લોકો જીવી તો રહ્યા હતા પણ એના મનમાં હવે ખાલી ડર જ હતો, જે આટલા વર્ષો થી ડેવિલ એ ઉભો કર્યો હતો. હવે એ લોકો ને મોત પણ નસીબ થતું ન હતું કારણ કે એ જગ્યા પર મોત મળવાનો અર્થે છે, સુકુન - જે સંભવ ન હતું. હવે તમે જ વિચારો આવો વ્યક્તિ કેવો હોઈ શકે. દુશ્મની પણ નીભાવી અને એવી નીભાવી કે.....ખેર છોડ.
બસ હવે તો ડેવિલ એક ભેદી ન શકાય એવી વ્યક્તિ હતો અને તેને ભેદવા શૌર્ય ને કંઈક તો કરવું પડશે, પણ શું એ જાણવા માટે તો તમારે વાંચવું પડશે, “KING - POWER OF EMPIRE ”