(આગળનાં ભાગમાંં જોયું કે પોલીસ હેડ ક્વાર્ટર નો કન્ટ્રોલ રૂમ હેક કરીને તેમને ચેતવણી આપવામાં આવે છે, જે સ્પેશિયલ ટીમ તૈયાર કરી હોય એ બધા મરી ચૂકયા હોય છે, આ તરફ શૌર્ય ની એન્ટ્રી તો થાય છે પણ રુખીસૂકી અને હવે નાયક અલી પણ બાદશાહ અને સુલતાન ને બેવકૂફ બનાવી ને મુંબઈ મા આવી જાય છે)
“આખરે કંઈ રીતે એ મુંબઈ મા આવ્યો???? ” સુલતાન બરાડયો
“સુલતાન તેણે આપણ ને ફસાવવા માટે આ ચાલ ચલી છે, મારા અનુસાર તે અધવચ્ચે જ હેલીકોપ્ટર ની મદદથી નીકળી ગયો હશે અને આપણ ને ભ્રમિત કરવા પોર્ટ પર જહાજ મોકલ્યું ” બાદશાહ એ કહ્યું
“હવે એ નાયક અલી ને કંઈ રીતે શોધવો??? ” સુલતાને ગુસ્સા માં કહ્યું
“સુલતાન આ સમયે ગુસ્સો થવાનો નથી, ગુસ્સામાં તું તારી વિચારશકિત ખોઈ બેશે છે, તું એ ના ભૂલ કે મુંબઈ મા તારું જે નેટવર્ક છે એ બીજા કોઈ પાસે નથી ” બાદશાહ એ કહ્યું
“તો હવે આગળ શું કરવું છે? ” સુલતાને શાંત થતાં કહ્યું
“નાયક અલી ને મુંબઈ માં એજ વ્યક્તિ સહારો આપશે જે ડેવિલ ની વિરુદ્ધ છે, તારા લોકો ને કહી દે જે લોકો ડેવિલ ની વિરુદ્ધ છે તેના ઘર, ઓફિસ અને બધા અંડા પર નજર રાખે, એમાંથી એક જગ્યાએ તો નાયક અલી ની જાણકારી મળશે ” બાદશાહ એ કહ્યું
“ઠીક છે ” સુલતાને કહ્યું અને તરત જ તેણે કેટલાંક લોકો ને ફોન કર્યો અને જે પ્રમાણે બાદશાહે કહ્યું એ પ્રમાણે કરવા કહ્યું
આ તરફ શૌર્ય પણ પોતાના ઘરે પહોંચ્યો, શૌર્ય એ તો પ્રીતિ ના ઘરની બાજુમાં જ ઘર લીધું હતું એટલે હવે બહુ ટેન્શન ના હતું, જયારે ઈચ્છે ત્યારે તે એકબીજા ના ઘરે આવી શકતા હતાં. શૌર્ય ને એક વાત નું દુઃખ હતું, શ્રેયા અને અક્ષય બંને કેનેડા જતાં રહ્યાં હતાં. એ બંને અહીં હોત તો પ્રીતિ ને માનવામાં સરળતા રહે પણ હવે તેની આ મુશ્કેલી માં વધારો થયો હતો.
શૌર્ય એ રૂમ તો પહેલાં જેવો જ ડિઝાઈન કરાવ્યો હતો, આવતા જ તે બાથરૂમમાં જતો રહ્યો અને ગરમ ગરમ પાણી નો બાથ લઈ ને બહાર આવ્યો અને તૈયાર થયો, તેણે પોતાના કબાટ નું બીજું ખાનું ખોલ્યું અને તરત જ એમાંથી ગન નીચે પડી, શૌર્ય તે ઉઠાવી અને હસી ને કહ્યું, “હવે તારી જરૂર નથી ” શૌર્ય એ ફરી થી તેને કબાટમાં મૂકી દીધી. તેણે કબાટમાં રહેલી બધી વસ્તુઓ ને વારાફરતી જોઈ અને તે પોતાની જૂની યાદો તાજી કરી રહ્યો હતો.
શૌર્ય પોતાના બેડ પાસે આવ્યો અને થોડો સમય શાંતિથી બેઠો, મનમાં સમૃદ્ધ ની જેમ તોફાન ઉઠી રહ્યું હતું પણ બહાર સાવ શાંત હતો, હવે તેનું ફોકસ એક જ જગ્યા પર હતું, તેના દાદાજી ના બિઝનેસ આગળ લાવવો.
નાયક અલી ખુરશી મા બેઠો બેઠો વિચારી રહ્યો હતો, ત્યાં જ એક વ્યક્તિ ત્યાં આવ્યો અને બાજુ માં રહેલાં સોફા પર બેસી ગયો અને કહ્યું, “અલી સાહેબ તમને અહીં કોઈ પ્રોબ્લેમ નહીં થાય ”
“પીટર હું અહીં આરામ કરવા નથી આવ્યો, ડેવિલ ના એમ્પાયર ની મજબૂત દિવારો તોડવા આવ્યો છું ” નાયક અલી એ ઉભા થતાં કહ્યું
“તમે ચિંતા ના કરો, ડેવિલ ના મુંબઈ મા બહુ દુશ્મનો છે એ બધા આપણો સાથ આપશે, તમને અહીં કોઈ નહીં શોધી શકે ” પીટરે કહ્યું
નાયક અલી બારી પાસે ગયો અને તેણે પીટર ને પોતાની પાસે બોલાવ્યો અને સહેજ પડદો હટાવ્યો અને કહ્યું, “સામે જે લોકો ઉભા છે એ કયાર ના આ ઘર પર નજર રાખી રહ્યાં છે એ સુલતાન ના લોકો છે ”
“એને તો હું હમણાં..... ” પીટર એ ગુસ્સે થતાં કહ્યું
“નહીં પીટર, આ ભુલ નહીં કરતો, મુંબઈ માં ડેવિલ ના જેટલાં પણ દુશ્મનો છે ત્યાં બધે સુલતાન ના લોકો નજર રાખી રહ્યાં હશે, આને મારશું તો એ લોકો ને ખબર પડી જશે હું અહીં છું ” નાયક અલી એ કહ્યું
એક વ્યક્તિ અંદર આવ્યો અને કહ્યું, “બોસ એક ખબર છે? ”
“શું??? ” પીટર એ કહ્યું
“આજ સાંજે મુંબઈ પોર્ટ પરથી એક કન્ટેનર જવાનું છે અને એ પણ બાદશાહ ની નગરાની માં ” એ વ્યક્તિ એ કહ્યું
“ઠીક છે તું જા ” પીટરે કહ્યું
“હવે આજ સમય છે એ લોકો ને માત આપવાનો ” નાયક અલી એ કહ્યું
“મતલબ???? ” પીટરે કહ્યું
“આજ સાંજે એ કન્ટેનર પોર્ટ પરથી નહીં જાય આપણે એ પહેલા જ એ લોકો પર હુમલો કરી દેશું ” નાયક અલી એ કહ્યું
“પણ બાદશાહ ત્યાં હશે અને તેની પાસે લોકો પણ વધારે છે ” પીટર એ કહ્યું
“મુંબઈ માં ડેવિલ ના જેટલાં દુશ્મનો છે એ બધા ને એકસાથે કરીને જશું તો કોઈ આપણું કંઈ નહીં બગાડી શકે, આજ મુંબઈ પોર્ટ પર કબજો કરી ને રહી ” નાયક અલી એ કહ્યું
સુલતાન ગુસ્સામાં રૂમમાં આવ્યો, જોયું તો બાદશાહ આરામ થી બેઠો હતો, “બાદશાહ હું શું સાંભળી રહ્યો છું ”
“શું થયું???? ” બાદશાહ એ ઉભા થતાં કહ્યું
“તું આજે કન્ટેનર ની ડિલીવરી કરે છે ” સુલતાને કહ્યું
“હા ” બાદશાહ એ કહ્યું
“નાયક અલી મુંબઈ મા આવી ને બેઠો છે તેને ખબર પડી તો એ કંઈક તો કરશે જ ” સુલતાને ગુસ્સે થતાં કહ્યું
“સુલતાન આપણે તેનાથી ડરી ને રહેશું તો મુંબઈ પોર્ટ હાથમાંથી જતાં વાર નહીં લાગે, તું ચિંતા ના કર હું ત્યાં જ રહી, તું બસ તારા લોકો ને કહી દે કે માલ તૈયાર રાખે ” બાદશાહે કહ્યું
“પણ બાદશાહ... ” સુલતાને કહ્યું
પહેલાં મારી વાત સાંભળ, આટલું કહીને બાદશાહે એ કંઈક વાત કહી જે સાંભળી સુલતાન ખુશ થઈ ગયો.
“સમજી ગયો સુલતાન ” બાદશાહે કહ્યું
“હા એકદમ ” આટલું કહીને સુલતાને તેના લોકોને ફોન કરીને માલ તૈયાર કરવા કહ્યું
એ બંને અંદરોઅંદર ખુશ થઈ રહ્યાં હતાં.
દિગ્વિજય સિંહ ઓફિસમાં બેઠો હતો, તેના ટેબલ પર ફાઈલો નો ઢગલો હતો, તે છેલ્લાં બે વર્ષમાં બનેલી બધી ઘટના ને બારીક રીતે ચકાસી રહ્યો હતો, એમાંથી ડેવિલ વિશે કોઈ માહિતી મળી જાય. ત્યાં જ પાટીલ અંદર આવ્યો અને કહ્યું, “સર એક ખબર છે ”
“હા બોલ ” દિગ્વિજય સિંહે ફાઈલમાં જોતાં જોતાં કહ્યું
“સર ખબરી એ ખબર આપી છે કે આજ રાત્રે પોર્ટ પરથી બહુ મોટું કન્ટેનર જવાનું છે અને બાદશાહ પણ ત્યાં આવવાનો છે ” પાટીલે કહ્યું
આટલું સાંભળતા જ દિગ્વિજય સિંહ ઉભો થઈ ગયો અને કહ્યું, “શું???, બાદશાહ પોર્ટ પર આવે છે ”
“હા સર ” પાટીલે કહ્યું
“આનાથી સારો ચાન્સ નહીં મળે એને પકડવાનો, જલ્દી થી બધા ને ભેગા કર આજ રાત્રે જ આપણે ત્યાં એ લોકો ને રંગે હાથ પકડશું ” દિગ્વિજય સિંહે કેપ પહેરતાં કહ્યું અને તે અને પાટીલ તરત ઓફિસ ની બહાર નિકળી ગયા.
શૌર્ય વિચારતો વિચારતો ક્યારે સુઈ ગયો તેને ખબર પણ ન રહી, તે ઉઠયો તો સાંજના સાત વાગી ગયા હતા. તે ફ્રેશ થયો અને નીચે ગયો, ત્યાં જ કેડબરી આવ્યો અને કહ્યું, “માસ્ટર આજ ડિનર માં શું લેશો ”
“કેડબરી તને જે સારું લાગે એ બનાવી નાખ ” શૌર્ય એ કહ્યું
“ઓકે માસ્ટર ” આટલું કહીને કેડબરી જતો રહ્યો
થોડા સમય પછી અર્જુન અંદર આવ્યો અને શૌર્ય પાસે ગયો અને કહ્યું ,“સર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે ની જમીન મળી ગઈ છે આ તેની ફાઈલો છે ”
“ઓકે, S.P. કયાં છે? ” શૌર્ય એ કહ્યું
“સર એ કંપની પર છે અને હું પણ ત્યાં જ જાવ છું જલદી પાછા આવી જશું ” અર્જુન એ કહ્યું
“ઓકે નો પ્રોબ્લેમ ” શૌર્ય એ કહ્યું
અર્જુન ત્યાં થી જતો રહ્યો, શૌર્ય એ પોતાનો મોબાઈલ બહાર કાઢયો અને ઈન્સટાગ્રામ ખોલ્યું, પ્રીતિ ની પ્રોફાઈલ મા તે એના ફોટો જોઈ રહ્યો હતો. બે વર્ષ પહેલાં જે થયું એના પછી પ્રીતિ એ ના તો શૌર્ય ના કોલ રિસીવ કર્યો કે ના તો મેસેજ રીપ્લાય આપ્યા. હવે તો શ્રેયા અને અક્ષય પણ અહીં ન હતા એટલે પ્રીતિ ને મનાવવી શૌર્ય માટે મુશ્કેલ હતી પણ શૌર્ય એ તરત જ ફોન બંધ કરી ને અંદર મૂકયો અને ઉભો થયો અને કહ્યું, “જે થશે એ જોયું જશે પણ એકવાર તો એની સાથે વાત કરવી પડશે ”
શૌર્ય તરત પોતાના રૂમમાં ગયો અને બાલ્કની માં જઈ ને સીધો બહાર કૂદકો માર્યા, તે પોતાના ગાર્ડન માંથી નીકળી ને પ્રીતિ ના ઘરની દિવાલ સુધી પહોંચ્યો અને દિવાલ કૂદી ને પ્રીતિ ની બાલ્કની નીચે પહોંચ્યો, હવે તમને તો ખબર જ છે પાઈપ પકડી ને બાલ્કની સુધી પણ પહોંચી જશે, શૌર્ય ના નસીબ સારા હતા કે બાલ્કની નો દરવાજો ખુલ્લો હતો, તે રૂમમાં પ્રવેશ્યો, થોડીવાર થઈ અને તેની બેચેની ધીમે ધીમે ઓછી થવા લાગી, સ્વાભાવિક છે જેના માટે લાગણી હોય અને એ વ્યક્તિ સાથે વાત કે મુલાકાત ન થાય તો બેચેની થવાની અને શૌર્ય એ તો આટલા સમય થી વાત કરી ન હતી એટલે બેચેની થવી સ્વાભાવિક છે.
શૌર્ય રૂમમાં બધે નજર ફેરવી રહ્યો હતો, પ્રીતિ તો હતી નહીં, તેણે ટેબલ તરફ જોયું અને નજીક ગયો તેના ફોટો પર ચપ્પુ થી બહુવાર મારેલું હોય એવું લાગ્યું અને આ જોઈ ને તે થોડું હસ્યો.
અચાનક બાજુમાં રહેલા બાથરૂમ નો દરવાજો ખૂલ્યો, બ્લેક કલરનો ગ્રાઉન પહેરેલો અને વાળ એકદમ ખુલ્લા હતાં, તેની નજર શૌર્ય પર પડી અને તે બોલી પડી, “તું અહીં....? ”
“ઘણાં સમય પછી મળ્યાં છો, વાયદો યાદ ન હોય તો કંઈ વાંધો નહીં પણ ચહેરો તો યાદ છે ને? ” શૌર્ય એ કહ્યું
“તારી હિંમત પણ કેમ થઈ મારા રૂમમાં આવનાની.... ” પ્રીતિ એ ગુસ્સે થતાં કહ્યું
“યાર, મારો આટલો સુંદર ચહેરો છે, તું આમ ફોટો મા બગાડે છે ” શૌર્ય એ ફોટો બતાવતા કહ્યું
“અત્યાર સુધી ફોટો માં જ બગાડયો પણ હવે.... ” આટલું કહીને પ્રીતિ આગળ વધી પણ પગ થોડાં ભીના હતા અને તે લપસી, શૌર્ય તેને પકડવા ગયો પણ તેનું પણ બેલેન્સ ગયું અને તે પ્રીતિ ઉપર પડયો અને બંને સીધા પલંગ પર પડયા. પ્રીતિ ના વાળ શૌર્ય ના ચહેરા પર આવ્યા એમાંથી મસ્ત ફ્રેગ્નશ આવી રહી હતી. શૌર્ય તો પ્રીતિ ની આંખોમાં જોઈ રહ્યો, થોડી વાર તો બંને ની આંખો ઘણું બધું કહી ગઈ પણ અચાનક પ્રીતિ એ શૌર્ય ને જોરદાર ધકકો આપ્યો અને તે દિવાલ સાથે અથડાયો.
“આહહ.... આહહહહ... આહહહહ.... ” શૌર્ય જોરજોરથી બૂમો પાડવા લાગ્યો
“આ શું કરે છે તું?? ” પ્રીતિ એ ગુસ્સે થતાં કહ્યું
“આમ કોણ મારે યાર ” શૌર્ય એ કહ્યું
“તું રૂમમાંથી બહાર નીકળ ” પ્રીતિ એ તેનો હાથ પકડીને દરવાજા ની બહાર દોરી ગઈ.
તેણે શૌર્ય ને રૂમની બહાર કાઢી મૂક્યો, શૌર્ય કંઈક બોલવા જતો હતો ત્યાં તેણેે દરવાજો બંધ કરી દીધો. “જોવ છું કયાં સુધી નથી માનતી ” શૌર્ય એ કહ્યું અને તે ત્યાં થી જતો રહ્યો. અંદર પ્રીતિ ના માઈન્ડ મા તો ગુસ્સો હતો પણ તેનું દિલ ખુશ હતું શૌર્ય ને મળી ને પણ જયારે માઈન્ડ દિલ ની ફીલિંગ કન્ટ્રોલ કરે ને ત્યારે કોઈ ના માટે ગમે એટલો પ્રેમ હોય કયારેય પણ બહાર નથી આવતો એટલે જ તો બધા દિલથી ઈંઝહાર કરે છે.
નાયક અલી મુંબઈ આવી ચૂક્યો હતો અને બીજી તરફ તે બાદશાહ દ્રારા મોકલાતા કન્ટેનર ને રોકવા ની તૈયારી કરી રહ્યો હતો, આ તરફ બાદશાહ અને સુલતાન બંને નાયક અલી ને પકડવા પણ કંઈક પ્લાન બનાવે છે, દિગ્વિજયસિંહ ને પણ ખબર પડે છે કે બાદશાહ રાત્રે પોર્ટ પર હશે અને આ તરફ શૌર્ય પ્રેમમાં ઘાયલ થઈ રહ્યો છે, ખબર નથી પડતી કે શૌર્ય હીરો તરીકે ટકી રહશે કે કોઈ નવા વ્યક્તિ ને આવવું પડશે. જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”