KING - POWER OF EMPIRE - 16 (S-2) A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 16 (S-2)

નાયક અલી રાત્રે જહાજમાં તો બેસયો પણ એ કયાં જઈ રહ્યો હતો એ તેને ખબર ન હતી, એ એક સમય ડેવિલ નો દુશ્મન પણ રહી ચૂકયો હતો પણ આજે દોસ્ત બની ને જઈ રહ્યો હતો, શું ડેવિલ દોસ્ત બનાવી ને તેની પીઠ પર પ્રહાર કરશે? એ તો ખબર ન હતી, પણ સૂરજ ની કિરણો નાયક અલી ના ચહેરા પર પડી અને તે ઉઠી ગયો, તેણે જોયું તો તે હજી જહાજ માં જ હતો, પણ થોડે દૂર વિશાળ દિવાલ દેખાઈ તેણે ઉપર તરફ જોયું તો દિવાલ તો વાદળો માં ફેલાયેલી હતી, એનો અંત કયાં છે એજ ખબર ન પડી.

જહાજ ત્યાં એક જગ્યાએ જઈ ને ઉભું રહ્યું, ત્યાં ઉતરવાની વ્યવસ્થા હતી, નાયક અલી તેના થોડા સાથીઓ સાથે ત્યાં ઉતર્યા, ત્યાં જ કેટલાંક કાળા કપડાં પહેરાલાં અને ચહેરા પર પણ કાળો નકાબ રાખેલા લોકો ત્યાં આવી પહોંચ્યા તેમણે બધા ને ચારે બાજુ થી ઘેરી લીધા, ત્યારબાદ એ બધા આગળ વધવા લાગયા, એ લોકો વિશાળ દવા આગળ પહોંચ્યા, ધીમે ધીમે એ દરવાજો ખૂલી રહ્યો હતો પણ વાતાવરણમાં એટલી હદે શાંતિ પ્રસરેલી હતી કે એ અવાજ પણ વાતાવરણ ને બિહામણું બનાવી રહ્યો હતો. દરવાજો ખૂલ્યો અને ખૂલતા ની સાથે જ સામે ફોઝ ઉભી હતી અને તેમાં બધા થી આગળ ભૈરવ ઉભો હતો. નાયક અલી ને ઈશારો કરી ને તેની પાછળ આવવા કહ્યું અને જેમ જેમ તે આગળ વધતાં ગયા તેમ તેમ બધા લોકો સાઈડમાં થતાં ગયાં. ત્યાં થી બહાર નીકળતા ત્યાં ઉભેલી જીપમાં બેસી ગયા, થોડાં ઊબડખાબડ રસ્તા પર પ્રસાર થઈ ને એકદમ સીધા રસ્તા પર જીપ પહોંચી ગઈ અને ત્યાં થી સીધું એક ટોચ પર સફેદ મહેલ દેખાય રહ્યો હતો, પણ જેમ જેમ એ મહેલ નજીક જઈ રહ્યાં હતાં તેમ તેમ નાયક અલી ની નજર સામેની બાજુ એક બીજી દિવાલ પર પડી, એ પણ એટલી જ ઉંચી હતી અને ત્યાં પણ એક દરવાજો હતો, સ્વાભાવિક છે કે કોઈ ને પણ આવું જોઈ ને તેની પાછળ શું છે એ જાણવાની ઈચ્છા થાય પણ આ ડેવિલ નું એમ્પાયર હતું અને અહીં ડેવિલ ની ઈચ્છા પ્રમાણે જ થતું એટલે નાયક અલી એ પૂછવાનું ટાળ્યું.

નાયક અલી ભૈરવ સાથે મહેલ સુધી તો પહોંચી ગયો, અંદર જતાં જ વિશાળ કાય ઝૂમર ઉપર લટકી રહ્યું હતું, એ ઝૂમર જ બે માળ જેટલું હતું, વચ્ચે ગોળાકાર માં જૂનવાણી સોફા ગોઠવેલા હતા, એ બસ દેખાવામાં એવા લાગી રહ્યા હતા પણ હકીકત માં તેની કિંમત કરોડો માં હતી, કારણ કે અહીં બધી વસ્તુઓ એન્ટિક હતી, દરવાજા ની સામે ની તરફ જ સોફા અને પાછળ મોટા લાંબા પગથિયાં હતા જે ઉપર જતાં બે બાજુ વહેંચાય જતાં હતાં. દિવાલ પર અલગ અલગ પ્રાણીઓનાં ચહેરા લગાવેલા હતા.

“લાગે છે ડેવિલ ને શિકાર નો બહુ શોખ છે ” નાયક અલી એ દિવાલ તરફ જોતાં કહ્યું

“શોખ તો છે પણ પ્રાણીઓનાં શિકાર નો નહીં.... ” ભૈરવ એ કહ્યું

“મારે ડેવિલ ને મળવું છે ” નાયક અલી એ કહ્યું

“અહીં સુધી જીવતો આવ્યો એજ મોટી વાત છે હવે મોત સાથે બાથ ભીડવા ની જિદ ના કર ” ભૈરવ એ કહ્યું

“ઠીક છે પણ ડેવિલ ને એક સંદેશો તો આપો કે અમારી આ નવી દોસ્તી ની શરૂઆત માટે હું એક ગીફટ લઈ ને આવ્યો છું ” નાયક અલી એ કહ્યું

નાયક અલી એ પોતાના વ્યકિત ને ઈશારો કર્યો અને તે બધા ત્રણ કોફીન લઈ ને આવ્યા અને તેમણે કોફીન ખોલ્યાં, ભૈરવ એ નજીક જઈ ને જોયું તો અંદર શૌર્ય, S.P. અને અર્જુન ની લાશ હતી. આ જોયા બાદ ભૈરવ ઉપર ની તરફ જતો રહ્યો અને નાયક અલી પણ નીચે આરામ થી બેસી ગયો.

ભૈરવ ડેવિલ ના રૂમમાં પહોંચ્યો, હંમેશા ની જેમ તે બહાર ઉભો હતો, ભૈરવ તેની પાસે ગયો અને કહ્યું, “સરકાર... ”

“જાણું છું નાયક અલી આવી ચૂક્યો છે ” ડેવિલ એ કહ્યું

“એ તમારા માટે ત્રણ ભેટ લઈ ને આવ્યો છે ” ભૈરવ એ કહ્યું

“એક કામ કર એ ભેટો ને અહીં ના ગીધ ને હવાલે કરી નાખ ” ડેવિલ એ કહ્યું

“જો હુકમ સરકાર ” ભૈરવ એ કહ્યું

“નાયક અલી ની ખાતરદારી કરો અને સાંજે સૂરજ આથમે તે પહેલાં જ તેને રવાના કરો થોડાં દિવસો માં બહુ મોટું કન્ટેનર તૈયાર થશે અને તેને મુંબઈ પોર્ટ પર હવે નાયક અલી જ સંભાળશે ” ડેવિલ એ કહ્યું

“ઠીક છે સરકાર ” ભૈરવ એ કહ્યું ત્યારબાદ ભૈરવ જવા લાગ્યો પણ અચાનક ડેવિલ ને કંઈક યાદ આવ્યું અને તેણે કહ્યું, “ભૈરવ ”

“જી સરકાર” ભૈરવ એ ઉભા રહીને કહ્યું

“નાયક અલી ની ભેટ ને દાટી ને તેનાં પર સ્મારક બનાવ, આપણી આટલી મોટી જીત ની યાદ આપવશે એ સ્મારક ” ડેવિલ એ કહ્યું

“ઠીક છે સરકાર” આટલું કહીને ભૈરવ જતો રહ્યો.

નાયક અલી ને ભૈરવ પોતાની સાથે લઈ ગયો અને ત્યાં રહેવા માટે એક રૂમ આપ્યો, પણ નાયક અલી ડેવિલ ને મળી શકે તેમ ન હતો, કારણ કે પહેલી મુલાકાત માં જ ડેવિલ કોઈ પર આટલો ભરોસો કરે એ શકય ન હતું, ભૈરવ એ નાયક અલી ને ઘર બતાવ્યું પણ ડેવિલ ના ફલોર પર જવાની મનાઈ કરી અને મહેલ થી દૂર બીજી દિવાલ ના રહસ્ય ને પણ ઉજાગર ન કર્યું, સાંજ પડી ગઈ હતી અને ભૈરવ નાયક અલી ને બહાર છોડવા માટે આવ્યો, નાયક અલી ફરી તેના સાથીઓ સાથે જહાજ માં ચડી ગયો, ત્યારબાદ તરત જ ભૈરવ અંદર જતો રહ્યો અને ધીમે ધીમે દરવાજો બંધ થઈ ગયો અને જહાજ પણ ત્યાં થી ઉપડી ગયું પણ નાયક અલી ની નજર એ દરવાજા પર જ હતી અને ચહેરા પર એક કાતિલ સ્મિત હતું.

જયારે આવા સ્મિત કોઈ ના ચહેરા પર આવ્યા છે ત્યારે ત્યારે કંઈક રહસ્ય તો જાણવા મળે જ છે, ડેવિલ કમજોર જરૂર બન્યો પણ એટલો પણ નહીં કે કોઈ એના સામ્રાજયમાં ઘૂસી ને એને ખતમ કરી શકે પણ તેનો આ ભ્રમ જ તેને મુશ્કેલી માં મૂકી શકે તેમ હતો, કારણ કે આ દુનિયા માં જયારે વ્યક્તિ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે ત્યારે ગભરાઈ ને તે કોઈ એવો નિર્ણય લઈ લે છે જે તેની નજર માં તેના બચાવ માટે હોય છે પણ બીજા લોકો ની નજરમાં એ એક અવસર સાબિત થાય છે.

બાદશાહ અને સુલતાન ની મોત થી ડેવિલ અસુરક્ષિત જરૂર થયો હતો કારણ કે જે ભ્રમ તેણે વર્ષથી લોકો ના મનમાં રાખ્યો હતો એ ઉજાગર થયો અને આજ વાત થી ગભરાઈ તેણે નાયક અલી સાથે હાથ મિલાવ્યો, જે તેની નજરમાં સુરક્ષિત પગલું હતું પણ આ નાયક અલી માટે તો એક અવસર જ હતો. એ અવસર કંઈ રીતે હતો એ જાણીએ.

ડેવિલ એ જે ટાપુ પર કિલ્લો બનાવ્યો તેની એકબાજુ મહેલ હતો તો બીજી બાજુ બીજી દિવાલ હતી, જેમાં સમ્રાટ સૂર્યવંશી માટે કામ કરતાં લોકો આજે પણ ગુલામ હતા, અને બનેં વચ્ચે જંગલો જેવું હતું અને તેની વચ્ચે એક સીધો રસ્તો બનાવ્યો હતો તે મહેલ અને સામે છેડે રહેલ દિવાલ ને જોડતો હતો, ડેવિલ એ આ જગાય ને heaven નામ આપ્યું હતું જેનો અર્થ સ્વર્ગ થતો હતો પણ બીજા લોકો આ એક નરક હતું. રાત્ર થઈ ગઈ હતી અને આજ અંધારા માં એક માનવઆકૃતિ ધીમે ધીમે એ જંગલ તરફ જઈ રહી હતી, બહાર ના રસ્તા પર લાઈટો ચાલુ હતી એટલે ત્યાં થી પ્રસાર થવામાં ખતરો હતો એટલે જ એ વ્યક્તિ જંગલ નો સહારો લઈને આગળ વધી રહ્યો હતો, તે અંદર એક જગ્યા પર પહોંચ્યો જયાં શૌર્ય, S.P. અને અર્જુન ની કબર દફન હતી અને અત્યારે તેનાં પર સમારકામ ચાલુ થયું ના હતું, બસ એ કોફીન જમીન માં દટાયેલા હતા, એ વ્યક્તિ એ ખોદકામ ચાલુ કર્યું, તેણે ત્રણેય કોફીન બહાર કાઢયા અને તેણે કોફીન ખોલ્યાં, જોયું તો અંદર શૌર્ય, S.P. અને અર્જુન ની બોડી હતી, તેના ચહેરા પર એક સ્મિત આવ્યું, તેણે પોતાની પીઠ પાછળ હાથ લંબાવ્યો અને એક ખંજર બહાર કાઢયું, તે ધીમે ધીમે કોફીન તરફ વધી રહ્યો હતો. આખાં વાતાવરણ માં નીરવ શાંતિ હતી, એ વ્યક્તિ ના કદમો ની આહાત સંભાળાઈ રહી હતી, બસ તે આગળ વધી રહ્યો હતો અને અચાનક જ તે પલટયો અને ખંજર સુધી અંધારામાં એક વૃક્ષ પાછળ ફેંકયું અને ત્યાં છુપાયેલો એક વ્યક્તિ એ ચીસ પાડી અને તે ત્યાં જ ઢળી પડયો.

હવે આ કોણ નવું આવ્યું આ સ્ટોરીમાં???? નવું જ છે કે કોઈ જૂનું???, શૌર્ય, S.P. અને અર્જુન ની કોફીન બહાર શા માટે કાઢી અને વૃક્ષો પાછળ કોણ હતું જેને તેણે માર્યા??? નાયક અલી પણ એક રહસ્યમય સ્મિત આપતો ગયો, ડેવિલ ના એમ્પાયર પર ગીધો તો બહુ સમય થી મંડરાય રહ્યા હતા પણ શું એ શૌર્ય ની મોત ના કારણ મંડરાય રહ્યા હતા કે કંઈક નવી ઘટના જ ઘટવાની હતી, પણ એક વાત તો નક્કી છે બહુ જલ્દી ડેવિલ ના આ હેવન માં એક જંગ શરૂ થવાની હતી પણ ડેવિલ પાસે સેના વિશાળ હતી અને તમે જાણો જ છો કે જે વ્યક્તિ સમુદ્રમાં વચ્ચોવચ કિલ્લો બનાવી ને બેઠો હોઈ તેના પર બહાર થી આક્રમણ કરી ને જીતવું તો સંભવ નથી પણ અંદર જવું પણ સરળ નથી અને જો અંદર ઘૂસી પણ ગયા તો આટલા બધા લોકો નો સામનો કરવો મુશ્કેલ છે.

હવે ધીમે ધીમે સ્ટોરી નો અંત નજીક આવતો લાગી રહ્યો છે પણ આ અંત માં કોણ છેલ્લે સુધી રહે છે એ જાણવું જરૂરી છે અને જાણવા માટે તમારે વાંચવું પડશે, “KING - POWER OF EMPIRE”