રાત્રે દસ વાગ્યા હતા, બાદશાહ અને સુલતાન મુંબઈ પોર્ટ પર પહોંચી ગયા હતા, ત્યાં જઈને જોયું તો કન્ટેનર ની ઉપર ચાર ચાર વ્યક્તિઓ બંદૂક સાથે ઉભા હતા, દસ ટ્રક લાઈનમાં ઊભા હતા અને તેની ફરતે નાયક અલી અને પીટરના લોકો ગન લઈ ને ઉભા હતા, બાકી ખાલી અને વેરવિખેર પડેલાં કન્ટેનર પર પણ બૂંદક સાથે લોકો ઉભા હતાં, આખું પોર્ટ છાવણીમાં ફેરવાઈ ગયું હતું, બાદશાહ અને સુલતાન એ વિચાર્યું એના કરતાં ચાર ગણા વધુ લોકો ત્યાં હથિયારો સાથે હતા અને આખા પોર્ટ ને એ રીતે ઘેરી લીધું હતું કે કોઈ અંદર ન આવી શકે.
“આપણે વિચાર્યું એના કરતાં વધારે લોકો અહીં છે ” બાદશાહ એ કહ્યું
“એ તો છે પણ આપણાં લોકો પણ ઓછા નથી, ચારેબાજુ થી બધા ને ઘેરી લીધા છે ” સુલતાને સામે ની બાજુ ઈશારો કરતાં કહ્યું
બાદશાહ એ ચારે બાજુ નજર નાંખી તો ફરતે એના લોકો એ આખા પોર્ટ ને ઘેરી લીધો હતો, એની સંખ્યા પણ નાયક અલી ના લોકો કરતાં બે ગણી હતી. પરિસ્થિતિ એ હતી કે નાયક અલી ચક્રવ્યૂહ માં હતો અને ત્યાં થી બહાર નીકળવું અસંભવ હતું, સીધી વાત છે કે બાદશાહ પાસે લોકો વધારે હતા અને ઉપરથી આખા પોર્ટ ને પણ ચારેબાજુ થી ઘેરી લીધો હતો, હવે બાદશાહ નું પલડું ભારી હતું પણ શૌર્ય એ કંઈક પ્લાન બનાવ્યો હતો એ શું હતો, શું ખબર એ પ્લાન સફળ ન રહે અને બાદશાહ જીતી જાય.
થોડીવાર રાહ જોઈ તો ધીમે ધીમે દસ ટ્રક માંથી સામાન જહાજ મા મૂકાઈ રહ્યો હતો, ધીમે ધીમે ખાલી ટ્રક બહાર જઈ રહી હતી અને નવી ટ્રક અંદર આવી રહી હતી અને આ વચ્ચે જ નાયક અલી અને પીટર પણ પોર્ટ પર પહોંચ્યા, નાયક અલી ને જોઈ ને બાદશાહ ને ગુસ્સો આવ્યો, નાયક અલી ત્યાં બધી તપાસ કરી રહ્યો હતો, ત્યાં જ અચાનક એક ગોળી આવી પણ નાયક અલી બચી ગયો, બાદશાહ એ ગુસ્સામાં ને ગુસ્સામાં ગોળી ચલાવી દીધી પણ હવે કોઈ વિકલ્પ જ ન હતો. નાયક અલી અને પીટરના લોકો અવાજ સાંભળી ને ચોંકી ગયા અને આમ તેમ જોવા લાગ્યા, નાયક અલી તરત જ ગન કાઢી ને ગોળી ચલાવી અને ટેકરી પાછળ રહેલ એક વ્યક્તિ ઢળી પડયો, બધા સમજી ગયા કે દુશ્મન ધાક લગાવી ને બેઠો છે.
હવે સુલતાન પાસે પણ કોઈ વિકલ્પ ન હતો, તેણે પણ ગોળી ચલાવી દીધી, તરત જ નાયક અલી અને પીટરના લોકો આજુબાજુ રહેલી વસ્તુઓ પાછળ સંતાય ગયા અને જયાં થી ગોળીઓ ચાલી રહી હતી એ તરફ તે વળતો પ્રહાર કરતાં હતા. પણ અફસોસ કે નાયક અલી અને પીટરના ઘણા લોકો માર્યા ગયા કારણ કે અંધારા ના કારણે એ લોકો જાણી ન શકયા કે આખરે પેલાં બધા કયાં છૂપાયેલા છે અને પોર્ટ પર ફોકસ હોવાના કારણે બાદશાહ અને સુલતાન તેમને આરામ થી જોઈ શકતા હતા.
નાયક અલી ને હવે ડર લાગી રહ્યો હતો કે કયાંક શૌર્ય ની વાત સાંભળી તેણે ભૂલ તો નથી કરી ને પણ હવે કોઈ વિકલ્પ જ ન હતો. અચાનક ફોકસ બંધ થઈ ગયા, બાદશાહ અને સુલતાન આ અવસરનો લાભ ઉઠાવી ને આગળ વધ્યા, ધીમે ધીમે તે બધા અંદર જવા લાગ્યા અને સામે મળતાં લોકો ને ખતમ કરવા લાગ્યા, અચાનક બાદશાહ ના બંદૂક ની ગોળી ખાલી થઈ ગઈ.
“આને પણ અત્યારે જ ખાલી થવું હતું ” બાદશાહ એ ગન ફેંકતા કહ્યું
નજીકમાં એક વ્યક્તિ મરેલો પડયો હતો, તેની બંદૂક બાદશાહ એ લીધી અને આગળ વધ્યો, તેણે જોયું તો નાયક અલી કાર પાછળ ઉભો હતો, તેણે ત્રણ ચાર ગોળીઓ ચલાવી પણ અંધારા માં કંઈ ખબર ન પડી, તે ત્યાં નજીક ગયો અને પાછળ થી તેણે નાયક અલી પર ગન તાકી, અચાનક ફોકસ ચાલુ થયા, નાયક અલી જેવો પલટયો તો બાદશાહ સામે ગન લઈ ને ઉભો હતો.
“નાયક અલી, મુંબઈ પર હમેશાં બાદશાહ ની હુકમત જ રહી છે અને હંમેશા રહશે ” આટલું કહીને બાદશાહ એ ગોળી ચલાવી પણ ગન ખાલી હતી, આ બંદૂક માંથી પણ ગોળી ખતમ થઈ ગઈ. આ જોઈ તરત જ નાયક અલી એ પોતાની ગન કાઢી ને બાદશાહ પર તાકી દીધી અને કહ્યું “બાદશાહ હવે ઈતિહાસ બદલાશે”
“ આટલી જલ્દી પણ નહીં બદલાઈ નાયક અલી ” સુલતાને એ તેના પર ગન તાકતા કહ્યું
“શાબાશ સુલતાન ” બાદશાહ એ ખુશ થતાં કહ્યું
“નાયક અલી ગન નીચે ફેંકી દે નહીં તો.... ” સુલતાને કહ્યું
“નહીં તો તારું કામ તમામ થશે ” પાછળથી પીટર એ સુલતાન પર ગન તાકતા કહ્યું
“લાગે છે નસીબ આજ તમારી સાથે નથી” નાયક અલી એ સુલતાન ના હાથમાંથી ગન લેતાં કહ્યું. તેણે બંને ગન બાદશાહ પર તાકી દીધી. હવે બાજી પલટી ગઈ હતી પણ ત્યાં જ સુલતાને પીટર ને ધકકો માર્યા અને તેનાં હાથમાંથી ગન લઈ ને નાયક અલી પર તાકી દીધી.
“આજ તારું નસીબ ખરાબ છે નાયક અલી ” બાદશાહે ખુશ થતાં કહ્યું
“નાયક અલી, હું તને જીવતો નહીં છોડું જો તે બાદશાહ ને જીવતો રાખ્યો તો.... ” સુલતાને કહ્યું
આ સાંભળીને બાદશાહ ચોંકી ગયો, “આ શું કહી રહ્યો છે ” બાદશાહે એ કહ્યું
“એજ જે તું સાંભળી રહ્યો છે બાદશાહ ” સુલતાને બરાડતાં કહ્યું
“મારી સાથે વિશ્વાસઘાત???? ” બાદશાહે ગુસ્સે થતાં કહ્યું
“બેઈમાની ના દરીયા માં ઈમાનદારી ની નાવ નથી ચાલતી અને ડેવિલ ના ખાસ વ્યક્તિ ના મોં પર વિશ્વાસ ની વાત સારી નથી લાગતી ” બાદશાહ ની પાછળ થી અવાજ આવ્યો. બાદશાહ પાછળ ફર્યા તો શૌર્ય, S.P. અને અર્જુન આવી રહ્યાં હતા.
“શૌર્ય તું???? ” બાદશાહ એ આશ્ચર્ય સાથે કહ્યું
“શૌર્ય નહીં કિંગ ” શૌર્ય એ કહ્યું
“બાદશાહ તારો શિકાર કરવા માટે કિંગ એ આ પ્લાન બનાવ્યો હતો ” નાયક અલી એ સ્માઈલ આપતાં કહ્યું
(સવારમાં શૌર્ય અને નાયક અલી વચ્ચે થયેલી વાતો)
“નાયક અલી વસ્તુઓ બહાર થી જેટલી મજબૂત દેખાય જરૂરી નથી કે એ વસ્તુ અંદર થી પણ એટલી મજબૂત જ હોય ” શૌર્ય એ કહ્યું
“મતલબ??? ” નાયક અલી એ કહ્યું
“હું સુલતાન અને બાદશાહ ની વાત કરી રહ્યો છું ” શૌર્ય એ કહ્યું
“પણ સર કંઈ સમજાયું નહીં ” અર્જુન એ કહ્યું
“સુલતાન જ છે જે આપણ ને અસલી બાદશાહ સુધી પહોંચાડી શકશે ” શૌર્ય એ કહ્યું
“પણ એ આપણી મદદ શા માટે કરશે ” S.P. એ કહ્યું
“જરૂર કરશે, કારણ કે તેને આખી મુંબઈ જોતી છે જે બાદશાહ ને કારણે કયારેય તેનાં હાથમાં નથી આવવાની, નાયક અલી તમે સુલતાન ને ઓફર કરો, જો તે બાદશાહ સુધી પહોંચવા માં આપણી મદદ કરશે તો મુંબઈ તેની, તમારા બધા કામો ને અંજામ સુલતાન આપશે, તમારા કન્ટેનર પણ અહીં આવશે અને તમારું નામ પણ બનશે, સુલાતન પણ ખુશ અને તમે પણ ખુશ ” શૌર્ય એ કહ્યું
“પણ એ માનશે ” નાયક અલી એ કહ્યું
“જરૂર માનશે, મને વિશ્વાસ છે મારા પ્લાન પર અને એકવાર તે માની ગયો એટલે બાદશાહ નામનાં ભેડીયા નો શિકાર આપણે બધા મળી ને કરશું ” શૌર્ય એ કહ્યું
(અત્યારે પોર્ટ પર)
“સુલતાન તારે આને ભારે કિંમત ચૂકવવી પડશે, ખતમ કરી દો આ બધા ને ” બાદશાહ એ પાછળ ઉભેલા પોતાના લોકોને કહ્યું
“બાદશાહ એ તારા લોકો નથી, તારા લોકો ને તો કયાર ના અમે બધા ખતમ કરી ચૂક્યા છીએ ” સુલતાને કહ્યું
“આ બધી બંદૂક માં પણ ડમી બૂલેટ છે ” પીટર એ એનાં વ્યક્તિ પર ફાયરિંગ કરતાં કહ્યું, પેલાં વ્યક્તિ ને પણ કંઈ અસર ન થઈ.
“મતલબ...??? ” બાદશાહ એ કહ્યું
“મતલબ એ છે કે અમે તને અમારા જાળમાં ફસાવ્યો ” અર્જુન એ કહ્યું
“બાદશાહ, યુદ્ધ માં દુશ્મન ને મારવા તાકાત નહીં અકલ ની જરૂર છે ” શૌર્ય એ કહ્યું
“એટલે જ તો સરે આ પ્લાન બનાવ્યો ” S.P. એ કહ્યું
“વ્યક્તિ એ ગુસ્સામાં અને ઓવર કોન્ફિડન્સમાં લીધેલ નિર્ણય તેને મુશ્કેલી માં મૂકી દે છે અને તે તો નાયક અલી ને મારવા ગુસ્સો અને ઓવર કોન્ફિડન્સમાં નિર્ણય લીધો ” શૌર્ય એ કહ્યું
“આજ તો કિંગ નો પ્લાન હતો કે તને ભ્રમ માં રાખે ” નાયક અલી એ કહ્યું
“દુશ્મન ને હમેશાં અહેસાસ કરાવો પડે કે તે શકિતશાળી છે અને તેની સામે રહેલ વ્યક્તિ કમજોર અને એના કારણે જે તેનું ધ્યાન ભ્રમિત થાય છે અને સામે વાળા ને અવસર મળે છે ” શૌર્ય એ કહ્યું
“શૌર્ય તું મને મારીશ” બાદશાહ એ કહ્યું
“જગન્નાથ અંકલ દિલ તો નથી માનતું પણ શું કરું બાદશાહ એ જે બાર વર્ષ પહેલાં કર્યું એને જોઈ ને તો દિલ કરે છે કે તમને..... ” શૌર્ય એ પહેલાં ધીમે ધીમે પછી ગુસ્સામાં કહ્યું
બાદશાહ એ ગુસ્સામાં લીધેલ નિર્ણય તેનાં પર ભારી પડયો, શૌર્ય એ એવી પરિસ્થિતિ ઉભી કરી કે છેક સુધી એવું જ લાગ્યું કે બાજી બાદશાહ ના હાથમાં છે પણ હકીકત માં તેણે તો બધી તૈયારી કરી રાખી હતી, પણ અફસોસ કે બાદશાહ નું પતું હવે કપાવાનું હતું, સુલતાન હવે મુંબઈ પર હુકમત કરી શકે તેમ હતો પણ ડેવિલ ને જયારે ખબર પડશે ત્યારે શું??? શું શૌર્ય ડેવિલ સુધી પહોંચશે કે એ પહેલાં જ ડેવિલ શૌર્ય ને.... કહેવું તો મુશ્કેલ છે પણ હવે જોઈએ આગળ શું થાય છે અને તમને તો ખબર જ છે આગળ શું થાય એ જાણવા માટે તમારે વાંચવું પડશે,“KING - POWER OF EMPIRE”