KING - POWER OF EMPIRE - 7 (S-2) A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 7 (S-2)

(આગળનાં ભાગમાં જોયું કે નાયક અલી મુંબઈ આવી ચૂક્યો હોય છે અને તે સુલતાન અને બાદશાહ વિરુદ્ધ પ્લાન બનાવે છે, બાદશાહ અને સુલતાન પણ નાયક અલી ને પકડવાનો પ્લાન બનાવે છે, દિગ્વિજયસિંહ ને બાદશાહ વિશે ખબર પડે છે અને તે પણ તેને પકડવા નો પ્લાન બનાવે છે અને શૌર્ય એ તો જાણે આ બધી વસ્તુઓ થી સંન્યાસ લઈ લીધો હોય એ રીતે વ્યવહાર કરે છે)

રાત્ર નાં બાર વાગી રહ્યાં હતાં, મુંબઈ ના કન્ટેનર પડેલાં પોર્ટ પર કોઈ આ સમયે આવતું નહીં અને આજ કારણે એ ડેવિલ ના ક્રાઈમ નો એન્ટ્રી ગેટ હતો, કેટલાંક લોકો બોકસ ને ટ્રક માંથી લઈ ને જહાજ માં શિફ્ટ કરી રહ્યાં હતાં, ત્યાં ઉપરનાં ભાગમાં થોડી ઉંચાઈ વાળી જગ્યા હતી, જયાં ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો અને તે આ બધી વસ્તુ પર નજર રાખી રહ્યો હતો, એ બાદશાહ લાગી રહ્યો હતો. થોડાં સમય માં બધો સામાન જહાજ માં લોડ થઈ ચૂક્યો હતો. એક વ્યક્તિ એ ઉપરની તરફ જોયું અને બાદશાહ એ ઓકે કહી ને હાથ હલાવ્યો.

બસ બધા લોકો જહાજ તરફ જવા નીકળ્યા અને અધવચ્ચે પહોંચ્યા ત્યાં જ નાયક અલી જે અત્યાર સુધી છુપાઈ ને આ બધું જોઈ રહ્યો હતો તેણે પીટર અને બાકીના લોકો સાથે મળીને જહાજ તરફ જતાં લોકો ને ઘેરી લીધા. તે રાહ જોઈ રહ્યો હતો કે બધા એક સાથે વચ્ચે આવે જેથી કોઈ બચી ને ના જઈ શકે. નાયક અલી એ તો બધા પર ફાયરિંગ ચાલુ કરી દીધું, તેની સાથે પીટર અને બાકીના લોકો પણ ફાયરિંગ કરવા લાગ્યા, કેટલાંક લોકો પાછળ થી આવી રહ્યાં હતા અને નાયક અલી તેની તરફ ઘસી ગયો, આ બધો નજારો કન્ટેનર પાછળ સંતાયેલા દિગ્વિજય સિંહ અને તેની ટીમ જોઈ રહી હતી.

“સર આપણે પણ આ લોકો પર એટેક કરવો જોઈએ ” પાટીલે કહ્યું

“નહીં પાટીલ, અહીં ખાલી બાદશાહ ના લોકો નથી પણ પીટર ના લોકો પણ છે અને સાથે કેટલાંક નવા લોકો પણ છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“તો હવે શું કરશું સર? ” પાટીલે કહ્યું

“થોડો સમય રાહ જોવી પડશે, આખરે જોઈએ આ લોકો શું કરે છે ” દિગ્વિજય સિંહે કહ્યું

નાયક અલી અને તેના લોકો એ બધા ને ખતમ કરી દીધા, તેમણે આમતેમ નજર ફેરવી, ત્યાં અચાનક કયાંક થી ગાડી નો અવાજ આવ્યો અને પાછળ જોયું તો એક કાર ત્યાંથી પૂર ઝડપે નીકળી રહી હતી.

“આતો બાદશાહ ની કાર છે ” પીટર એ કહ્યું

નાયક અલી એ તરત જ AK 47 હાથમાં લીધી અને કાર પર ફાયરિંગ ચાલુ કરી દીધું અને થોડાં સમય માં જ કાર બ્લાસ્ટ થઈ ગઈ. બાદશાહ ને કાર સાથે ખતમ થતો જોઈ ને એ બધા લોકો હવામાં ફાયરિંગ કરવા લાગ્યા.

“આજ થી આ પોર્ટ પર આપણી હુકમત છે ” પીટરે ખુશ થતાં કહ્યું

“તમે બધા જાવ અને અંદર થી બધો માલ લઈ ને બહાર આવો ” નાયક અલી એ બધા લોકો ને કહ્યું

મોટાભાગના લોકો જહાજ માં અંદર ગયા, પાંચ મિનિટ થઈ અને એ લોકો તો બહાર ન આવ્યા પણ એ જહાજ જ બ્લાસ્ટ થઈ ગયું અને એક જ ઘા માં તેનાં મોટાભાગના લોકો મરી ગયા. નાયક અલી અને વધેલાં લોકો પાછળ ની તરફ ભાગ્યા, “એમણે આપણ ને બેવકૂફ બનાવ્યા ” પીટરે કહ્યું

“માલ હજી સુધી પોર્ટ પર પહોંચ્યો જ નથી ” નાયક અલી એ કહ્યું

“બાદશાહ તો મરી ગયો પણ.... ” પીટર એ ગુસ્સે થતાં કહ્યું

“ચિંતા કરમાં માલ જરૂર સુલતાન પાસે હશે, ચાલો જલ્દી પોર્ટ પર આવનાર બધા રસ્તા પર વોચ ગોઠવો એ જેવા માલ સાથે પોર્ટ પર આવે તેને ખતમ કરી નાખો ” નાયક અલી એ કહ્યું

એ બધા ત્યાં થી બહાર નીકળવા લાગ્યા, પીટરે ફોન કરીને પોતાના બીજા લોકોને બોલાવી લીધાં, તેનાં નીકળતાં ની જ સાથે દિગ્વિજય તેની ટીમ સાથે પોર્ટ પર આવ્યો, જયાં જુવે ત્યાં લાશો હતી અને જહાજ બ્લાસ્ટ થતાં પાણી માં પણ લાશો તરતી હતી, સેવમમરા ખાઈ તેમ આ લોકો એ એકબીજા ને મારી નાખ્યા હતાં. દિગ્વિજયસિંહ બાદશાહ ની કાર પાસે ગયો અને તે હજી પણ સળગી રહી હતી. તેણે ઝૂકી ને અંદર જોવાનો પ્રયત્ન કર્યો તેને એક દઝાયેલા બોડી દેખાઈ રહી હતી.

“પાટીલ અહીં આવ ” દિગ્વિજય સિંહે કહ્યું

“જી સર ” પાટીલે નજીક જઈ ને કહ્યું

“જલ્દી થી બધી ડેડબોડી ને અહીં થી હટાવ અને કાર માં જે ડેડબોડી છે તેને ફોરેન્સિક લેબ માં મોકલી આપ ” દિગ્વિજય સિંહે કહ્યું

“ઓકે સર ”પાટીલે કહ્યું

“તું થોડા લોકો સાથે અહીં જ કામ કર હું બાકી ની ટીમ સાથે પીટર નો પીછો કરું છું ” દિગ્વિજય સિંહે કહ્યું

“ઓકે સર ” પાટીલે કહ્યું

દિગ્વિજય સિંહ બાકી ની ટીમ સાથે નાયક અલી અને પીટર ની પાછળ ગયો.

સુલતાન ગાડી ચલાવતા ચલાવતા બાદશાહ ને ફોન લગાવી રહ્યો હતો પણ એનો ફોન આઉટ ઓફ કવરેજ આવી રહ્યો હતો. “બાદશાહ ફોન ઉઠાવ, નાયક અલી આપણાં જાળમાં ફસાયો કે નહીં ” સુલતાને કહ્યું

બાદશાહ અને સુલતાન એ પોર્ટ પર ખાલી બોકસ જહાજ માં શિફ્ટ કર્યો અને જહાજ બ્લાસ્ટ કરીને નાયક અલી ને માત આપી દીધી. હવે નાયક અલી પોર્ટ પર જનાર રસ્તા બ્લોક કરી ને બેઠો હતો. સુલતાન હજી સુધી માલ ગોડાઉન બહાર કાઢયો જ ન હતો, તે બાદશાહ ના ફોન ન રાહ જોઈ રહ્યો હતો પણ એની તો જીંદગી જ આઉટ ઓફ કવરેજ થઈ ગઈ હતી.

સુલતાન બધો માલ ગોડાઉન માં તૈયાર કરાવતો, મુંબઈ માં ઈન્ડસ્ટ્રી એરીયા ના ગોડાઉન ની હારમાળા હતી અને એ બધા ગોડાઉન ડેવિલ ના હતાં પણ અલગ અલગ નામથી રજીસ્ટ્રેશન થયેલા હતાં, જેમાં અમુક માં જ ખાલી ઈન્ડસ્ટ્રીયલ મટીરીયલ હતું બાકી બધામાં તેનાં ગેરકાનૂની કામો થતાં. અત્યારે તે વિસ્તાર માં બધા ગોડાઉન બંધ હતા, પણ એક ગોડાઉન માંથી આછો પ્રકાશ દેખાય રહ્યો હતો. એ ગોડાઉન ની આગળ અને પાછળ ચાર ચાર લોકો ઉભા હતા, અંદર ડ્રગ્સ, હથિયાર અને સોનાનાં પેકિંગ કરવામાં આવી રહ્યાં હતાં ,આ ગોડાઉન થી માલ ટ્રક માં લોડ થતો અને એ ટ્રક મુંબઈ પોર્ટ પર પહોંચતાં, અહીં સુધી નું બધું કામ સુલતાન સંભાળતો, જો માલ ઈન્ડિયા માં ડિસ્ટ્રિબ્યુટ કરવો હોય તો એ પણ સુલતાન ના હાથમાં હતું. મુંબઈ પોર્ટ પર કન્ટેનર માં માલ શીફટ કરીને તેને જહાજ માં લોડ કરવામાં આવતો અને ત્યાં થી એ જહાજ ડેવિલ સુધી પહોંચતા અને ત્યાં ચેકીંગ થઈ બીજા દેશોમાં પહોંચતા અને આ બધા કામ બાદશાહ ના હાથમાં હતાં. આ બધો સામાન બનાવવા મટીરીયલ ડેવિલ આપતો પણ એ મટીરીયલ કયાંથી આવતું એ કોઈ ને ખબર ન હતી. મટીરીયલ મુંબઈ પોર્ટ પર આવે એેટલે બાદશાહ ની નજરમાં જ એ બોકસ ખુલતા અને બાદશાહ એ મટીરીયલ સુલતાન સુધી પહોંચાડતો.

પણ અત્યારે ગોડાઉન પાસે ચારેતરફ એટલું અંધારું હતું કે કંઈ દેખાય નહીં, અને આજ અંધારા નો ફાયદો ઉઠાવી કેટલાંક લોકો ધીમે ધીમે ગોડાઉન તરફ આગળ વધી રહ્યાં હતાં, અચાનક ગોડાઉન ની આગળ અને પાછળ ઉભા લોકો પર એમણે તરાપ મારી અને એ લોકો અવાજ કરે તે પહેલાં તેની ગરદન મરડી નાખી.

ડેવિલ રાત્ર ના અંધકાર માં શૈતાન થી કમ લાગતો ન હતો. પણ આટલી રાત હોવા છતાં તેની ઉંઘ ઉડી ચૂકી હતી. ભૈરવ તેની પાસે આવ્યો અને કહ્યું, “સરકાર તમે મને યાદ કર્યા ”

“ભૈરવ, મારા દુશ્મનો વધી રહ્યાં છે, હવે ના છુટકે મારે પહેલાં જેવો તાંડવ કરવો પડશે ” ડેવિલ એ કહ્યું

“તમે હુકમ કરો સરકાર ” ભૈરવ એ કહ્યું

“પંડિત જી ને કહો કે મહાકાલ ના પૂજા ની તૈયારી કરી, આજ રાત્રે મહાકાલ ની પૂજા કરવી જ પડશે ” ડેવિલ એ કહ્યું

“જી સરકાર ” આટલું કહીને ભૈરવ જતો રહ્યો.

આ તરફ ગોડાઉન ની અંદર લોખંડનાં સળીયા થી બનેલા ફલોર હતાં, નીચે બધા બોકસ ગોઠવાયેલા હતાં અને બધા ફલોર પર લોકો પહેરો આપી રહ્યાં હતાં અને આ બધા નો લીડર રંગા માલ લોડ કરવાની તૈયારી માં હતો. ત્યાં જ ન જાણે કયાંથી ગોડાઉન માં ધુમાડો થવા લાગ્યો, પહેલાં એ બધા ને લાગ્યું કે આગ લાગી છે, એટલે રંગા એ પોતાના બે લોકો ને ચેક કરવા મોકલયું, ધૂમાડો વધી ગયો હતો અને બહાર ગયેલાં બે વ્યક્તિઓ જોર થી અંદર ની તરફ ફેંકાયા અને ત્યારબાદ બાદ તેનાં પર ગોળીઓ ચલાવવામાં આવી અને તે બંને ત્યાં જ ઢળી પડ્યા. ગોળી નો અવાજ આવતાં જ બધા નીચે એકઠા થવા લાગ્યા, ધૂમાડો આછો થઈ રહ્યો હતો અને અંદર થી બ્લેક સુટમાં હાથમાં ગન લઈ ને એક આખી સેના ઉભી હતી.

રંગા એ બધા ને ફાયરિંગ કરવા કહ્યું અને તે બધા આમતેમ સંતાય ને ફાયરિંગ કરવા લાગ્યા, પણ પહેલાં લોકો તેનાં પર તૂટી પડયાં, હાઈ ટેક વેપન સાથે બધા એ ગોળીબાર ચાલૂ કર્યો, સંતાયેલા લોકો ને પકડી પકડી ને બહાર કાઢી ને એની નજર સામે મોત કેટલીક ખતરનાક છે એ બતાવી ને બધા ને મોત ના ઘાટ ઉતાર્યો. હવે રંગા અને તેનાં થોડા સાથી જ બચયા, રંગા એ તરત કલીપ બોમ્બ હાથમાં લીધો અને બહાર આવ્યો.

“એક પણ કદમ આગળ વધ્યા તો અહીં જ આ બોમ્બ ” રંગા એ કલીપ પર હાથ મૂકતાં કહ્યું

“આ લોકો મોતનાં સોદાગર છે આને મોત થી ડરાવાનો પ્રયત્ન ના કર રંગા ” એ બધા લોકો થોડા સાઈડમાં થતાં ગયાં અને પાછળ થી કોઈ બે વ્યક્તિ આવતાં દેખાયા, રંગા ના સાથીઓ તેની પાછળ હતા અને પેલાં બંને એ ગન કાઢી ને દૂર થી જ એ બધા ને ખતમ કરી દીધા એક વ્યક્તિ એ રંગા ના પગમાં ગોળી મારી અને રંગા ઘૂંટણીયા પર આવી ગયો અને બોમ્બ હાથમાંથી પડી ગયો.

એકતરફ બાદશાહ મરી ગયો, દિગ્વિજયસિંહ પણ નાયક અલી અને પીટરનો પીછો કરી રહ્યો હતો, સુલતાન અજાણ હતો કે પોર્ટ જવાના રસ્તા પર મોત તેની રાહ જોઈ રહી હતી અને ઉપરથી ગોડાઉન પર પણ હુમલો થઈ ચૂક્યો હતો, હવે ખબર નહીં કોણ છે આ બંને, મેં પહેલા પણ કહ્યું હતું કે જો શૌર્ય નહીં ઉઠે તો કોઈ નવા હીરો ને લાવવો પડશે, જોઈએ શું થાય છે, જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”