KING - POWER OF EMPIRE - 8 (S-2) A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 8 (S-2)

(આગળ ના ભાગમાં જોયું કે નાયક અલી પોર્ટ પર હુમલો કરી દે છે અને બાદશાહ ને ખતમ કરી દે છે પણ બાદશાહ અને સુલતાન ના જાળમાં ફસાઈ જાય છે, એ સુલતાન ને ખતમ કરવા મથે છે, દિગ્વિજયસિંહ પણ એની પાછળ જાય છે, બીજી તરફ ગોડાઉન પર એટેક થાય છે અને રંગા ના બધા સાથીઓ મરી જાય છે, કોઈ બે વ્યક્તિ આવતાં દેખાય છે પણ સ્પષ્ટ દેખાતાં નથી)

રંગા આંખો ચોળવા લાગ્યો, તેણે સરખું જોયું તો સુટમાં બે વ્યક્તિ ઉભા હતા, એનો ચહેરો જોઈ ને તે બોલી પડયો, “તમે બંને???? ”

રંગા ની સામે S.P. અને અર્જુન હાથમાં ગન લઈ ને ઉભા હતા, રંગા હસવા લાગ્યો, તમારા માલીકે તો બંગડીઓ પહેરી લીધી તો હવે તમે બંને શું ગન લઈ ને કરો છો. રંગા વધારે જોરજોરથી હસવા લાગ્યો.

“ हम जरा ठहेर से कया गई, लोग हमे चलना सीखा रहे हैं,
देखो जरा ईन कल की चिनगारियों को, ऐ आग को जलना सीखा रहे हैं. ” રંગા ની પાછળ થી અવાજ આવ્યો.

આ સાંભળતા જ રંગા એ હસવાનું બંધ કરી દીધું, તેણે સહેજ ત્રાંસી નજર કરી, આખરે તેની પાછળ કોણ છે અને કયારે આવ્યું એ રંગા વિચારવા લાગ્યો. તેણે હવે ગરદન થોડી ત્રાંસી કરી ને જોવા નો પ્રયાસ કર્યો.

બ્લેક કલરના સૂઝ દેખાય, થોડું ઉપર જોયું તો બ્લેક પેન્ટ, એનાં પર બ્લેક ઓવરકોટ, ચહેરા પર સ્માઈલ અને આંખોમાં તોફાન સાથે શૌર્ય સૂર્યવંશી ઉભો હતો, ઓહહ સોરી શૌર્ય સૂર્યવંશી નહીં પણ KING.

“ક.... કિંગ ” રંગા એ કહ્યું

“રંગા, બંગડીઓ પહેરી લઉં એટલો કાયર નથી અને ઢંઢેરો કરી ને બહાર આવું એટલો બેવકૂફ પણ નથી ” શૌર્ય એ કહ્યું

“સર આનું શું કરવું છે?? ” અર્જુન એ કહ્યું

“બહુ બેરહેમ છે આ સર ” S.P. એ કહ્યું

“તો આને પણ એ બેરહેમી થી મોત મળવી જોઈએ ” શૌર્ય એ કહ્યું

“નહીં.... નહીં.. તમે આવું ના કરી શકો, તું તો બધું છોડી ચૂકયો હતો ” રંગા એ શૌર્ય ને કહ્યું

શૌર્ય હસવા લાગ્યો, “સિંહ શિકાર કરવાનો છોડી એનો અર્થ એ નથી કે એ શિકાર કરવાનું ભૂલી ગયો” શૌર્ય એ કહ્યું

“તમારી જેવા ગધીડો પોતાને જંગલનાં રાજા ન સમજે એટલે અમારે ઓકાત બતાવવી પડે છે ” S.P. એ કહ્યું

શૌર્ય એ તેનાં ખભા પર પગ મૂક્યો અને અચાનક પાછળ રહેલાં હાથમાં રહેલ દારૂખાનું તેનાં મોંમાં ઢૂસી દીધું, રંગા કંઈ બોલી નથી શકતો અને શૌર્ય તેને ધકકો મારી ને નીચે પાડી દે છે અને તેનાં મોઢાં પર પગ મૂકી ને ક્રૂરતાથી તેના મોં ને દબાવે છે, ત્યાર બાદ પોતાના ગનમાં રહેલી બૂલેટ કાઢી ને તેનાં મોંમાં ઢૂસી દે છે અને એટલું દબાણ આપે છે કે રંગા બધી બૂલેટ ગળી જાય છે. રંગા માંડ માંડ ઉભો થાય છે પણ કંઈ બોલી નથી શકતો અને આંખો સામે બધું ધૂંધળું થઈ જાય છે, તમે આમતેમ તરાપ મારવા લાગે છે, શૌર્ય નીચે પડેલ કલીપ બોમ્બ ઉઠાવે છે અને તેની કલીપ કાઢી ને બોમ્બ રંગા ના મોંમાં ઢૂસે છે અને મોં પર જોરદાર મૂકકો મારે છે અને તે થોડો બાજુમાં હટે છે, S.P. અને અર્જુન તેની છાતી પર લાત મારે છે અને રંગા ઉછળી ને પાછળ તરફ ઘા થાય છે એ જમીન પર પડે એ પહેલાં જ બોમ્બ બ્લાસ્ટ થાય છે અને તેની બોડી નાં ચીથડાં ઉડી જાય છે.

“વેલકમ બેક સર ” અર્જુન એ કહ્યું

“થેન્કયું જાનન ” શૌર્ય એ કહ્યું

“સર પણ આમ નાટક કરીને આવવાની શું જરૂર હતી ” અર્જુન એ કહ્યું

“બધા સવાલ ના જવાબ આપી પણ પહેલાં આ બધું થોડું ” શૌર્ય એ ગોડાઉન તરફ જતાં કહ્યું.

“ઓકે સર આ ગોડાઉન ને બ્લાસ્ટ કરી દઈ” અર્જુન એ કહ્યું

“આ ગોડાઉન નહીં ” શૌર્ય એ કહ્યું

“તો....? ” S.P. એ કહ્યું

“આ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં જેટલાં ગોડાઉન છે બધા બ્લાસ્ટ કરી નાખો ” શૌર્ય એ કહ્યું

“સર અહીં 100 જેટલાં ગોડાઉન છે ” અર્જુન એ કહ્યું

“મોટાભાગના ગોડાઉનમાં RDX જ છે એટલે ચિંતા ના કર વધારે મહેનત નહીં કરવી પડે અને યાર મુંબઈ ને પણ ખબર પડવી જોઈએ, KING IS BACK, તો એક ધમાકેદાર એન્ટ્રી તો બંને છે ” શૌર્ય એ કહ્યું

એ બધા ત્યાં થી નીકળ્યા, જેવી એ લોકોની કાર એરીયામાંથી બહાર નીકળી, એક જોરદાર ધમાકો થયો, આખી મુંબઈ માં આ ધમાકા નો અવાજ સંભળાયો, અમુક વિસ્તારોમાં ભૂંકપ ના આંચકા ની જેમ જમીન હલી ગઈ. બધા લોકો જાગી ગયા અને આ ધમાકો છેક પોર્ટ સુધી સંભળાયો, દિગ્વિજયસિંહ ને મેસેજ મળ્યો અને તેને ઓન ધ સ્પોટ ત્યાં પહોંચવાનું કહેવામાં આવ્યું, આખા મુંબઈ ની ફાયરબ્રિગેડ ત્યાં પહોંચી ગઈ, બધી પોલીસ ફોર્સ ત્યાં તૈનાત થઈ ગઈ. ન્યુઝ ચેનલ વાળા પણ ત્યાં પહોંચી ગયા અને તે લોકો એ આ ઘટના ને આગળ બનેલી બધી ઘટનાઓ સાથે સાંકળી દીધી.

શૌર્ય ત્યાં થી પોતાની કંપની પર જતો રહ્યો, ટેરેસ પર રહેલી બાલ્કની માં ઉભો હતો, એકહાથમાં શરાબ નો ગ્લાસ હતો, આંખોમાં આંસુ હતાં, S.P. અને અર્જુન ટેરેસ પર ઉભા હતા, શૌર્ય ને શું કહેવું સમજાય રહ્યું ન હતું, ધાયલ સિંહ વધારે ખતરનાક હોય છે અને શૌર્ય બે વર્ષ થી ઘાયલ હતો. તેણે એક ઘૂટમાં આખો ગ્લાસ ખાલી કરી નાખ્યો.

(બે વર્ષ પહેલાં હોસ્પિટલ માં)

શૌર્ય, S.P. અને અર્જુન જયારે હોસ્પિટલ ના રૂમમાં પહોંચ્યા ત્યારે, બેડ પર રહેલા વ્યક્તિ ને જોઈ ને શૌર્ય ની આંખો ભીની થઈ ગઈ. જેને મરેલા સમજયા એ મંગળકાકા હજી સુધી જીવતા હતા. ડૉકટર શૌર્ય પાસે આવ્યા અને કહ્યું, “સોરી સર પણ અમે આ વ્યક્તિ ને બચાવી ન શકયા, પણ જયારે તેમને ખબર પડી તો મરતાં પહેલાં એક રેકોર્ડિંગ એમણે કર્યું જે તમને આપવા માટે કહ્યું હતું ” આટલું કહી ને ડૉકટર એ એપરોન ના ખીસ્સા માંથી એક મેમરીકાર્ડ શૌર્ય ને આપ્યું અને જતાં રહ્યાં. શૌર્ય ધીમે ધીમે બેડ તરફ વધ્યો અને મંગળકાકા ના શાંત ચહેરા ને જોતો રહ્યો, અંદર ડૂમો ભરાઈ ગયો હતો પણ સમજાતું ન હતું કે શું કરવું અને શૌર્ય એ જોરથી ચીસ પાડી અને ત્યાં જ બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. અર્જુન શૌર્ય પાસે જતો હતો પણ S.P. એ તેને રોકી લીધો.

મંગળકાકા ના અંતિમ સંસ્કાર થઈ ગયા અને શૌર્ય ને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, તેણે કાનજીભાઈ ની માફી માંગી લીધી હતી અને તેનાં દાદાજી નું સ્વપ્ન હતું કે એક મેન્યુફેક્ચરિંગ કંપની ઈન્ડિયા માં ઉભી થાય અને શૌર્ય એ પૂરું કરવા વિદેશ જતો રહ્યો. બધા લોકો આવું જ વિચારી રહ્યાં હતાં પણ હકીકત કંઈક બીજી જ હતી. શૌર્ય એ જયારે મંગળકાકા ની રેકોર્ડિંગ સાંભળી પછી તેણે આ નિર્ણય લીધો હતો.

( રેકોર્ડિંગ )

આજ સુધી હું ભગવાનને ખરાબ કહેતો રહ્યો, કારણ કે તેણે મારા પાસેથી બધું છીનવી લીધું પણ આજ જયારે ખબર પડી કે તમે હજી જીવતા છો તો આજ મોત મારી સાથે દોસ્તી નિભાવવા આવી ગયું, જતાં જતાં તમારા સ્મિત ભરેલા ચહેરા ની ઝલક પણ ન જોય શકયો, પણ આજે ભગવાનને એક જ પ્રાર્થના છે આવતાં જન્મ માં પણ હું તમારો દાસ જ બનું.

શૌર્ય બેટા, મને હમણાં જ ખબર પડી કે તારા દિલમાં કાનજીભાઈ માટે કેટલી નફરત છે, પણ જે વાત માટે આટલી નફરત છે એ હકીકત નથી.
વર્ષો પહેલાં તમારી જ જિદ ને કારણે હું કંપની પર માલિક (સમ્રાટ સૂર્યવંશી) ને મળવા ગયો, એ સમયે ત્યાં માત્ર માલિક અને રાજનાયક જ ઉપસ્થિત હતાં, બંને ઘણાં ખુશ હતાં અને માલિકે કહ્યું કે તે જલ્દી ઘરે આવશે, બસ એજ સમય એ કોઈ અજનબી વ્યક્તિ ત્યાં આવ્યો અને તેનાં હાથમાં એક પાર્સલ હતું, તેના પર કાનજીભાઈ નું નામ હતું, અમને બધા ને થયું કે તેમણે કોઈ ભેટ મોકલી હશે અને તે સ્વીકારી લીધું, એ વ્યક્તિ તો જતો રહ્યો અને ત્યારબાદ હું પણ ત્યાં થી નીકળ્યો.

જયારે હું પાર્કિંગ માં પહોંચ્યો તો એ વ્યક્તિ ને કોઈક સાથે વાત કરતાં સાંભળ્યો અને તે કંઈ રહ્યો હતો કે તેણે કાનજીભાઈ ના નામ પર એ પાર્સલ પહોંચાડી દીધું છે અને બધી તરફ પ્લાન્ટ લગાવી દિધો છે. થોડીવાર મને તો કંઈ સમજાયું નહીં પણ એ વ્યક્તિ એ કહ્યું કે થોડીવારમાં જ આખી કંપની બ્લાસ્ટ થઈ જશે, આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા, પણ અચાનક પાછળ થી કોઈક એ પ્રહાર કર્યા અને હું ઢળી પડ્યો.

જયારે હોશમાં આવ્યો ત્યારે એક ઓરડામાં બંધ હતો, મને વારંવાર યાતનાઓ આપી, પણ મને મોત ન આપી, બહુ મુશ્કેલી થી હું ત્યાં થી બચી ને નીકળી ગયો, જયારે તમારા બધા વિશે જાણવા માટે નીકળ્યો તો ખબર પડી કે બધા લોકો જ.....

બેટા, એ કોણ હતા એ તો હું નથી જાણતો પણ એ બધા ના હાથમાં એક શેતાની આંખ નું ચિન્હ હતું અને હમણાં થોડાં સમય પહેલાં મને એક લાલ ડાયરી મળી, જેમાં મે એ નિશાન જોયું, હું કંઈ સમજી શકયો નહીં, થોડા દિવસો પહેલાં એ લોકો મને શોધી રહ્યાં હતાં એના થી બચવા આમતેમ ભાગી રહ્યો હતો, મારું સદનસીબ કે હું કાનજીભાઈ સુધી પહોંચી ગયો.

એ લોકો બહુ ખતરનાક છે, મારી તને વિનંતી છે કે તું તારા દાદાજી ના બતાવ્યા માર્ગ પર ચાલ, આ બધા લોકો થી દૂર રહી ને તું સુરક્ષિત રહી, તું આ લોકો થી દૂર……..

બસ આટલું થયું ને રેકોર્ડિંગ બંધ થઈ ગયું. શૌર્ય એ લાલ ડાયરી પર વાંચી લીધી અને ત્યારબાદ પોતાના દાદાજી ના સ્વપ્ન “મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ” ને ઈન્ડિયા માં લાવવા તે વિદેશ જતો રહ્યો. આવું બધા લોકોને લાગ્યું. પણ વાતાવરણ માં જો હદ કરતાં વધારે શાંતિ પ્રસરી જાય તો સમજી જવું, કોઈ મોટું તોફાન સર્જાઈ રહ્યું છે.

શૌર્ય એ શાંત રહેવાનું પંસદ કર્યું, પણ વર્ષો પહેલાં તેની અંદર જન્મેલા કિંગ એ નહીં. શૌર્ય લંડન ગયો, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ને ઈન્ડિયા લાવવા માટે બધી તૈયારી કરી પણ સાથે જ લાલ ડાયરી મા રહેલા એક એક રહસ્ય ને સમજયો અને આખરે તેને ખબર પડી તેનો અસલી દુશ્મન ડેવિલ છે. તેણે સુલતાન અને બાદશાહ વિશે પણ બનતી બધી માહિતી મેળવી લીધી. પોલીસ રેકોર્ડ માં બાદશાહ ની ઘણી ફોટો હતી પણ એક પણ સાચી ન હતી એ શૌર્ય સમજી ચૂકયો હતો. બે વર્ષ સુધી તે બધાની નજરમાં સારો બન્યો અને હવે પાછો આવ્યો કારણ કે જેટલી માહિતી તેને મળી એ કાફી હતી ડેવિલ સુધી પહોંચવા, આવું શૌર્ય વિચારી રહ્યો હતો.

“સર આપણે આખો ઈન્ડસ્ટ્રીયલ એરીયા જ ખાખ કરી નાખ્યો પણ આનો ફાયદો શું???? ” S.P. એ કહ્યું

“S.P. ડેવિલ ની તાકાત એના પૈસા અને તેની માટે કામ કરતાં લોકો છે, એમાંથી એકપણ આેછી થઈ તો ડેવિલ કમજોર પડશે ” શૌર્ય એ કહ્યું

“મતલબ સર, આટલું મોટું નુકસાન કાફી છે ડેવિલ માટે, એ આના આઘાતમાંથી જ બહાર નહીં આવી શકે ” અર્જુન એ કહ્યું

શૌર્ય ના ચહેરા પર સ્માઈલ આવી, પણ આ શૌર્ય ની ભૂલ હતી, કયારેય પોતાના દુશ્મન ને કમજોર સમજવાની ભૂલ કરવી એ આપણી સૌથી મોટી ભૂલ સાબિત થાય છે, એ કેવી રીતે એ તમને આગળ નાં ભાગમાં ખબર પડી જશે, હવે બસ જાણવાનું એ છે કે આખરે શૌર્ય સૌથી પહેલાં કોની ટીકીટ કાપે છે, “બાદશાહ, સુલતાન કે પછી નાયક અલી ” ,થોડું તમે વિચારો બાકી નું હું વિચારું, નહીં તો આવતાં ભાગમાં ખબર પડી જ જશે, તો ખબર પાડવા, વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”