KING - POWER OF EMPIRE - 18 (S-2) A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 18 (S-2)

એક વિશાળ ગોડાઉનમાં બધા ટ્રકો ઉભા રહી ગયા, તેમાંથી બધા લોકો બહાર નીકળી ને જતાં રહ્યાં, ત્યારબાદ તેમાંથી શૌર્ય, S.P. ,અર્જુન અને કેડબરી પણ બહાર આવ્યા, તે લોકો એ આજુબાજુ નજર ફેરવી તો ખંડેર જેવું ગોડાઉન હતું, એ લોકો બહાર નીકળ્યા, ત્યાં બાજુમાં એક બિલ્ડીંગ હતી, ધીમે ધીમે તે એ બિલ્ડીંગ તરફ ગયા, મેઈન ગેટ પર ગાર્ડ હતા એેટલે તે લોકો બિલ્ડીંગ ની પાછળ ના ભાગમાં ગયા અને ત્યાં એક બારી ખુલ્લી હતી, તે બધા એમાંથી અંદર ઘૂસ્યા, અંદર જઈને ખબર પડી કે એ એક હોસ્પિટલ છે પણ એકદમ ખરાબ હાલતમાં હતી, તેણે જોયું તો ખાલી ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોસ્પિટલ હતી, અને ત્યાં પણ ખાલી રૂમ જ હતા જયાં ઓપરેશન માટે ના સામાન હતો, પણ અજુગતું એ હતું કે કેટલાંક લોકો મોટી ટ્રોલી માં કેટલાંક બોકસ લઈ ને જતાં હતાં, અને ત્યાં એક દરવાજો હતો જે નીચે ની તરફ જતો હતો, શૌર્ય એ બાકી બધા ને હાથ વડે ઈશારો કર્યો અને એ બધા પણ ધીમા પગલે એ દરવાજા માંથી નીચે ગયા, નીચે વિશાળ હોલમાં પાટેશન કરેલું હતું, જે લોકો બોકસ લઈ ને આવ્યા હતા એ ત્યાં થી જતાં રહ્યાં હતાં, હવે શૌર્ય અને બાકી બધા ત્યાં બોકસ જોવા લાગ્યા, તેની અંદર પ્લાસ્ટિક માં પેક હ્યુમન ઓર્ગન હતા. તેણે બધે નજર ફેરવી ત્યારે ખબર પડી કે અહીં હજારો ની સંખ્યામાં બોકસ છે.

“સર આ તો..... ” અર્જુન એ કહ્યું

“ડેવિલ ની સૌથી મોટી તાકાત છે ” શૌર્ય એ કહ્યું

“સર અહીં આ બધું છે તો પછી બહાર કેટલું હશે ” S.P. એ કહ્યું

“આપણે એ લોકોની વચ્ચે જવું પડશે ” શૌર્ય એ કહ્યું

“એ પહેલાં આપણે કપડાં બદલવા પડશે અને એ લોકો જેવું બનવું પડશે ” કેડબરી એ કહ્યું

ત્યારબાદ એ બધા હોસ્પિટલ માંથી બહાર નીકળી ગયા અને ફરી ગોડાઉનમાં જતાં રહ્યાં, ત્યાં ખૂણામાં એકદમ મેલાઘેલા કપડાં પઙયા હતા એ લોકો એ તે કપડાં પહેરી લીધા, ત્યાં જ કોઈક ના અંદર આવવાનો અવાજ આવ્યો અને તે બધા ટ્રક પાછળ છૂપાઈ ગયા, એક ડાઈવર અંદર આવ્યો અને તેણે એક ટ્રક ચાલુ કરી અને ત્યાં થી નીકળવાની તૈયારી કરી, શૌર્ય અને બાકી બધા એ તક નો લાભ લીધો અને તે ટ્રકમાં ચડી ગયા. આખરે એમનું નસીબ સારું હતું કે એ ટ્રક એ જગ્યાએ ગયો જયાં બધા લોકો રહેતાં હતા, શૌર્ય અને બાકી બધા ટ્રક ઊભો રહે એ પહેલાં જ તેમાંથી કૂદી ગયા, આજુબાજુ જોયું તો એકદમ ઝૂપડી જેવા ઘરો હતા અને ટ્રક આવી તો અંદર થી બધા લોકો બહાર દોડી આવ્યા, હાથમાં થાળી હતી અને ખાવા નું લેવા માટે બધા પડાપડી કરી રહ્યા હતા, ત્યારે જ ગોળી ચલાવવાનો અવાજ આવ્યો, બધા એ તે તરફ જોયું તો કેટલાંક ગાર્ડ એ તરફ આવી રહ્યાં હતા, હાથમાં ગન હતી, બધા લોકો નીચે જોઈ ગયા, શૌર્ય અને બાકી બધા થોડાં પાછળ હટયાં, એ બધા ગાર્ડ માં એક સૌથી આગળ ચાલી રહ્યો હતો, એકદમ હટોકટો, કાળા લાંબા વાળ, પહાડી શરીર, ભયાનક ચહેરો - એ લોકો ટ્રક પાસે આવ્યા અને કહ્યું, “કોઈ હરામી આગળ નહીં આવે ખાવાનું લેવા માટે , જયાં સુધી આ બધી અહીં નહીં આવે ત્યાં સુધી કોઈ ને ખાવાનું નહીં મળે ” એ વ્યક્તિ એ સ્ત્રીઓ તરફ ઈશારો કરતાં કહ્યું

હવે ના છૂટકે ત્યાં ઉભેલી સ્ત્રીઓ આગળ આવી, એ લોકો વારાફરતી બધાનાં શરીર પર હાથ ફેરવતાં અને બદલામાં થોડાં એવા ભાત આપતાં. “માલિક મારા બાળકો ભૂખ્યા છે થોડું વધારે ” એક સ્ત્રી એ કહ્યું

“અચ્છા, વધારે જુવે તો તારે થોડું વધારે ઉતારવું પડે ” રાકા એ કહ્યું (રાકા ગાર્ડ નો સરદાર હતો જે ભૈરવ ની નીચે કામ કરતો અને અહીં રાકા ના કહ્યા પ્રમાણે જ થતું ) આટલું કહીને રાકા એ તે સ્ત્રી ની સાડી ખેંચી લીધી અને એ બધા આનંદ લઈ રહ્યાં હતાં. આ જોઈ ને શૌર્ય, S.P. ,અર્જુન અને કેડબરી ને ગુસ્સો આવ્યો, અર્જુન તરત જ આગળ ગયો પણ શૌર્ય એ તેનો હાથ પકડી લીધો અને તેને રોકી લીધો અને તે એ બધા ને ત્યાં થી દૂર લઈ ગયો.

“સર એ લોકો અહીં…..” અર્જુન એ ગુસ્સામાં જમીન પર પગ મારતાં કહ્યું

“હું જાણું છું, પણ પ્લાનિંગ વગર કંઈ પણ કરવું મૂર્ખતા છે ” શૌર્ય એ કહ્યું

“તો હવે શું કરશું??? ” S.P. એ કહ્યું

“આપણે ચારેય અલગ અલગ દિશામાં જશું, ત્યાં શું ચાલી રહ્યું છે, કેટલાં લોકો પહેરો આપી રહ્યાં છે, કયારે કયારે એ લોકો ની જગ્યા બદલાઈ છે એ બધું જ, પણ એક વાતનું ધ્યાન રાખજો કોઈ પણ વ્યક્તિ પર અત્યાચાર થતો હોય તો આવેશ માં આવી ને કોઈ પણ ભૂલ ન કરતાં ” શૌર્ય એ કહ્યું

“ઓકે સર” અર્જુન એ કહ્યું

“આજ સાંજે ફરી એજ ગોડાઉનમાં મળશું” શૌર્ય એ કહ્યું

આટલું કહીને એ બધા ત્યાં થી છૂટા પઙયા. સાંજ પડવા આવી હતી, શૌર્ય ગોડાઉનમાં બધા ની રાહ જોઈ રહ્યો હતો, S.P. ,અર્જુન અને કેડબરી આવતાં દેખાયા, જેવા તે નજીક આવ્યા શૌર્ય એ તરત જ કહ્યું, “શું થયું??? માહિતી મેળવી???? ”

“હા સર” S.P. એ એકદમ ઉદાસ થતાં કહ્યું

“અરે તમારા લોકો ના ચહેરા કેમ ઉદાસ છે?? ” શૌર્ય એ કહ્યું

“સર આ લોકો માણસ નહીં રાક્ષસ છે, આજ આખો દિવસ એ લોકો ના અત્યાચાર જોઈ ને..... ” અર્જુન એ ગુસ્સામાં કહ્યું

“માસ્ટર, આ લોકો માટે વૃદ્ધ, સ્ત્રી કે બાળકો માં કોઈ માટે અંતર નથી, આ હેવાનો જયારે ઈચ્છે ત્યારે..... ” કેડબરી એ કહ્યું

આજ શું બન્યું એ કહેવા રહી તો સીઝન - 1 ની જેમ આમાં પણ બહુ સમય લાગશે, ટૂંકમાં હું આટલું જ કહી કે અહીં દરરોજ સ્ત્રીઓને ઈજજત લૂંટી લેવાતી, વૃદ્ધ વ્યક્તિ હોય કે યુવાન જયાં સુધી તેના શરીરમાં લોહી ની એક બુંદ પણ બાકી છે ત્યાં સુધી કામ કરવું પડતું, સરળતા થી મોત પણ નસીબ ન થતી અને જો મોત આવે તો શરીર પણ ગીધો નોચી લેતાં, બાળકો ની સામે એના માતા પિતા પર અત્યાચાર થતાં, કયારેય તો એ બાળકો પર જ......, ટૂંકમાં એટલું કહી કે સમાજ ની બધી હેવાનિયત આ જગ્યા પર ભેગી થઈ હતી.

“હું જાણું છું પણ પ્લાનિંગ વગર આપણે..... ” શૌર્ય આટલું જ બોલ્યો ત્યાં જ બહાર કોઈના રોવાનો અવાજ આવ્યો.

શૌર્ય, S.P. ,અર્જુન અને કેડબરી તરત જ એ તરફ દોડયા, ત્યાં જઈને જોયું તો સવારે જે સ્ત્રી તેના બાળકો માટે વધારે ખાવાનું માંગી રહી હતી રાકા એને વાળ થી પકડી ને લઈ જઈ રહ્યો હતો. એ લોકો જયાં રહેતાં ત્યાં વચ્ચોવચ્ચ એક લાંબા લોખંડના પિજરાં જેવું બનેલું હતું, બસ તેની અંદર જવા એક લોંખડનો મજબૂત દરવાજો જ બહાર દેખાતો હતો, બાકી રૂમ જેવો ભાગ તો જમીનની અંદર હતો. રાકા એ સ્ત્રી ને ત્યાં લઇ જઇ રહ્યો હતો. એ સ્ત્રી ના પતિ એ રાકા ના પગ પકડી રાખ્યા હતા અને એને વિંનતિ કરી રહ્યો હતો.

“હટટ, માદર.... દ આજ વધારે ખાવાનું લીધું છે તો મારી ભૂખ પણ શાંત કરવી પડશે ” રાકા એ પેલાં વ્યક્તિ ને ધકકો મારતાં કહ્યું, બધા લોકો નીચે મોં કરી ને ચૂપચાપ ઉભા હતા, બાકી ના ચાર ગાર્ડ ઉભા ઉભા હસી રહ્યા હતા, ત્યાં જ એક નાની સાત વર્ષ ની છોકરી આવી ને રાકા ના પગ પકડી ને તેને મારવા લાગી. તરત જ રાકા ની નજર તેના પર પડી, એના પર હવસ સવાર હતી એટલે તેણે પેલી સ્ત્રી ને છોડી ને અને છોકરી નો હાથ પકડીને ઉંચી કરી.

“આજ સુધી બહુ બકરીઓ નો શિકાર કર્યો આજ એના બચ્ચા ને પણ.... ” રાકા એ હસતાં હસતાં કહ્યું

પેલાં બનેં પતિ પત્ની તો કગરવા લાગ્યા, તે બંને રાકા ના પગ પકડી લીધા પણ રાકા એ જોરથી લાત મારી અને પેલી છોકરી ને પેલાં લોંખડનાં દરવાજા ની અંદર રહેલાં રૂમમાં લઈ ગયો, હકીકતમાં એજ રૂમમાં આ બધા નરાધમો સ્ત્રીઓ પર.....

આ જોયા પછી અર્જુન એ કહ્યું, “સર હજી પણ તમારે પ્લાનિંગ ” આટલું કહીને અર્જુન એ જોયું તો શૌર્ય ત્યાં હતો જ નહીં. S.P. એ જોયું તો શૌર્ય વાયુ ની ઝડપે બધા ની વચ્ચે થી દોડી ને નીકળી ગયો, ત્યાં ઉભેલા એક મજૂર ના હાથમાં કુહાડી હતી અને કયારે એ કુહાડી શૌર્ય લઈ ને પેલાં રૂમમાં જતો રહ્યો કોઈ ને ખબર જ ન પડી. થોડો સમય તો બધા જોતાં જ રહ્યા કે આખરે થયું શું છે?, બધા ની પાસે થી કોઈક તો ગયું છે પણ કોણ એ કોઈ જાણતું ન હતું. બહાર ઉભેલા ચાર ગાર્ડ દરવાજા પાસે ગયા તો દરવાજો અંદર થી બંધ હતો, એ દરવાજો તોડવા જતાં જ હતા, ત્યાં જ પાછળ થી S.P. એ એક નો હાથ પકડીને તેને ખેંચ્યો અને તેની ગરદન પકડી ને જમીન ઉપર ઉંચો કરી દીધો, બીજા ગાર્ડ ગોળી ચલાવવા જઈ રહ્યાં હતાં ત્યાં જ એક ના મોઢાં પર મોટો હથોડો જોરદાર રીતે આવ્યો અને તેનાં મોઢાં માંથી લોહી નીકળવા લાગ્યું અને તે ત્યાં જ ઢળી ગયો અને આ હથોડો અર્જુન એ માર્યા હતો, બીજા બે વ્યક્તિઓ કંઈ સમજે તે પહેલાં જ કેડબરી એ લાકડાં ની આંગળી જેવડી નાની બે ફાટ તેના ગળા ની આરપાર કરી દીધી. S.P. જોરથી બરડાયો અને પેલાં વ્યક્તિ જોરથી જમીન પર પછાડયો અને એક જ ઝટકો મારી ને પોતાના પગ વડે તેનું માથું જ જમીન માં ઘાલી દીધું.

ત્યાં ઉપસ્થિત બધા લોકો જોતાં રહી ગયા કારણ કે આજ સુધી હમેશાં તેના પર આવા અત્યાચાર થતાં પણ કોઈ ના હિંમત ન હતી કે તે આ કરી શકે તો પછી આ લોકો કોણ છે એવું બધા વિચારવા લાગ્યા. ત્યાં જ એક થોડા વૃદ્ધ દેખાતાં વ્યક્તિ આગળ આવ્યાં અને કહ્યું, “કોણ છો તમે??? શા માટે અહીં આવ્યા છો ”

“અમે તો.... ” અર્જુન એ કહ્યું

“બસ શા માટે અમારી મુશ્કેલી વધારો છો, આ જલાદો આ ઘટના પછી અહીં કોઈ ને જીવતા નહીં છોડે અને અંદર કોણ.... ” એ વૃદ્ધ વ્યક્તિ આટલું જ બોલ્યો ત્યાં દરવાજો ખૂલ્યો. પેલી નાની છોકરી દોડતી દોડતી બહાર આવી અને તેની મમ્મી ને વળગી પડી.

હવે બધા ની નજર દરવાજા તરફ હતી, આખરે કોણ અંદર ગયું હતું, ધીમે ધીમે એક માનવ આકૃતિ બહાર આવતી દેખાઈ, એ શૌર્ય હતો, પણ આખાં શરીર પર લોહી હતું, હાથમાં કુહાડી હતી જે આખી લોહી થી લતપત હતી અને તેમાં થી લોહી ટપકી રહ્યું હતું, બીજા હાથથી તે રાકા ને ઢસડી ને લાવી રહ્યો હતો, તેનાં આખા શરીર માંથી લોહી વહી રહ્યું હતું. પણ હજી પણ તે જીવી રહ્યો હતો. શૌર્ય એ જોરથી તેને આગળ તરફ ધકેલયો.

“તમે સાચું કહ્યું હતું, પ્લાનિંગ કરી ને કયારેય ઈતિહાસ નથી રચાતો ” શૌર્ય એ S.P. ,અર્જુન અને કેડબરી ને સંબોધતા કહ્યું

તે રાકા પાસે ગયો અને કહ્યું, “તારી હવસ ની ભૂખ આ દુનિયા માં કોઈ નહીં સંતોષી શકે એટલે તારા માટે એક જ રસ્તો છે ” આટલું કહીને રાકા કંઈ બોલે એ પહેલાં શૌર્ય એ કુહાડી વડે તેનાં માથાંના બે ઉભા ભાગ કરી નાખ્યા. ત્યાં ઉભેલા બધા વ્યક્તિ ના ચહેરા પર ગુસ્સો અને રાકા ના આવી અકલ્પનીય મોત ની ખુશી હતી.

“તમે પૂછી રહ્યા હતા ને કે અમે કોણ છીએ સુલેમાન કાકા ” કેડબરી એ વૃદ્ધ વ્યક્તિ ને સંબોધતા કહ્યું

“તને મારું નામ કંઈ રીતે.... ” સુલેમાન એ કહ્યું

“જે વ્યક્તિ માટે તમે આજ સુધી વફાદાર રહ્યા, જેનાં એક ઈશારે તમે બધું કરવા તત્પર રહેતાં એ સમ્રાટ સૂર્યવંશી નો અંશ છે આ એમનો પૌત્ર શૌર્ય સૂર્યવંશી છે ” કેડબરી એ શૌર્ય તરફ ઈશારો કરતાં કહ્યું

થોડીવાર બધા શૌર્ય ને જોતાં જ રહી ગયા, “આજ અલ્લાહ એ મારી દુઆ કબૂલ કરી આખરે અમારો નાયક આવી ગયો, તું તો માલિક છે અમારો માલિક..... ” સુલેમાન એ કહ્યું

ત્યારબાદ ધીમે ધીમે બધા ના હોઠો પર આ નામ આવવા લાગ્યું, “માલિક.... માલિક.... માલિક.... માલિક”

શૌર્ય નો લોહી થી અભિષેક થઈ ગયો હતો, હાથમાં શસ્ત્ર હતું અને આજ તેને સામે જોઈ ને બધા ની અંદર નો ડર દૂર થઈ રહ્યો હતો અને જુસ્સો આવી રહ્યો હતો, આજે ધીમે ધીમે આ બધા ની અંદર આત્મવિશ્વાસ આવી રહ્યો હતો કે કોઈક તો છે જે તેનું સંચાલન કરી શકે છે અને આજ શૌર્ય ને સેના મળી ગઈ હતી ડેવિલ સામે જંગ લડવા માટે....

શૌર્ય વચ્ચે ઉભો હતો, આખા શરીર પર લોહી હતું, એક બાજુ S.P. અને સામે અર્જુન ને બીજી બાજુ કેડબરી ઉભો હતો અને ચારેબાજુ ફરતે ગોળાકાર માં હજારો ની સંખ્યામાં એ લોકો ઉભા હતા જેના દિલમાં સમ્રાટ સૂર્યવંશી માટે વર્ષૌ થી માન હતું, ડેવિલ ની ગુલામી ભોગવી પણ એ સ્થાન કયારેય ડેવિલ ને ના આપ્યું અને આજ શૌર્ય ને એ સ્થાન મળ્યું જે તેનાં દાદાજી પાસે હતું. શૌર્ય ની આંખો માં આજ તેજ હતું અને તેને સામે આ સામ્રાજ્ય સળગતું દેખાઈ રહ્યું હતું. આ પરિસ્થિતિ માં હું એક-બે લાઈન કહું છું,

जो दुनिया को सुनाई दे उसे कहते हैं खामोशी,
ओर जो आंखो में दिखाई दे उसे तूफान कहते हैं,
और जो तूफान में पलते हैं वही इतिहास बनते हैं

આખરે શૌર્ય એ પ્લાનિંગ વગર જ જંગ માટે તૈયારી બતાવી, આમ પણ પ્લાનિંગ કરીને ઈતિહાસ નથી બનાવી શકાતો, બસ આત્મવિશ્વાસ હોવો જોઈએ પરિસ્થિતિ ઓને કાબૂ માં કરવાનો અને શૌર્ય એ પણ એજ કર્યું, પણ શું આ લોકો ડેવિલ ના હેવાન જેવા ગાર્ડ સામે લડી શકશે, લડી ભી શકે કારણ કે વર્ષો ની ભડાસ પણ છે, પણ હથિયારો તો છે નહીં, પણ કેડબરી તો છે. ટૂંકમાં હવે એ જંગ થશે જે કહાની નો અંત લાવશે, કોણ જીતશે એ નથી ખબર પણ ડેવિલ ની હકીકત જરૂર સામે આવશે. બસ હવે થોડી રાહ જુવો હવે આ અંતિમ જંગ છે જે વર્ષો પહેલાં થયેલાં અંત માંથી આરંભ થયેલા એક અધ્યાય નો અંત લાવશે, તમને ખબર છે કે આ જાણવા માટે તમારે શું કરવું પડશે, તો વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE”