ભૈરવ પૂરી તૈયારી સાથી ઉભો હતો, તેને જંગલની એકબાજુ થોડી હલચલ દેખાય તેણે તરત એક હાથ ઉંચો કર્યો અને તે તરફ ફાયરીંગ કરવાનો ઈશારો કર્યો, બધા એ અંધાધૂંધ ફાયરિંગ ચાલુ કરી દીધી, થોડીવાર પછી ભૈરવ ફરી ઈશારો કરી ને શાંત કર્યો, તેને થયું જે લોકો એ તરફ થી આવે છે તે બધા માર્યા ગયા પણ ત્યાં જ એજ જગ્યા પરથી તેના જ ગાર્ડ ની લાશો પડી, તરત જ જંગલ વચ્ચે રહેલા રસ્તા પરથી કોઈ ના આવવાનો અવાજ આવ્યો, બધા એ તે તરફ ફાયરીંગ કર્યું પણ ત્યાં થી પણ તેનાં જ ગાર્ડ ની લાશો આગળ આવીને પડી.
આજ શૌર્ય નો પ્લાન હતો, તે જાણતો હતો કે એ લોકો તેમને ત્યાં પહેંચશે એ પહેલા જ ગોળી ચલાવીને મારી નાખશે, એટલે જ તેણે બધા ગાર્ડ ને માર્યા નહીં પણ ઢાલ બનાવી ને આગળ કરી દીધા. હવે અચાનક જંગલમાંથી આગ થી સળગતા આરી નાં ચક્રો સીધા એ લોકો પર આવ્યા,એકસાથે આકાશ માંથી આમ અગ્નવર્ષૉ થતાં એ બધા માં અફરાતફરી મચી ગઈ અને આ જ અવસર હતો હુમલો કરવાનો. ત્યાં જ વચ્ચે ના રસ્તામાંથી અને આજુબાજુના જંગલમાંથી લોકો બહાર આવ્યા. સૌથી આગળ શૌર્ય હતો, એકબાજુ S.P. અને બીજી બાજુ અર્જુન હતો અને શૌર્ય ની પાછળ જ કેડબરી હતો.
બધા લોકો માં અફરાતફરી મચી ગઈ હતી પણ ભૈરવ એની જગ્યા પર તલવાર લઈ ને અડગ ઉભો હતો, એટલે જ તો ડેવિલ તેના પર સૌથી વધારે ભરોસો કરતો હતો કારણ કે તે કયારેય ડેવિલ ની મુસીબત ને આગળ વધવા દેતો ન હતો.
શૌર્ય ને સામે જોઈ ને ભૈરવ સમજી ગયો, તેના મનમાં શંકા તો હતી પણ હવે તે નકકી થઈ ગયું હતું. “સર આ કોણ???? ” S.P. એ કહ્યું
“ડેવિલ ની સૌથી મોટી દિવાલ, ભૈરવ આને આજ સુધી કોઈ હરાવી નથી શકયું ” શૌર્ય એ કહ્યું
“સર તમે ચિંતા ના કરો તમે ડેવિલ સુધી પહોંચો આને અમેં સંભાળી લેશું ” S.P. એ કહ્યું
“કેડબરી તું બાકી બધાની મદદ કર” શૌર્ય એ કહ્યું
“ઓકે માસ્ટર ” કેડબરી એ કહ્યું
કેડબરી લાગી ગયો તેના કામે તે પણ બાકી લોકો ની મદદ કરવા લાગ્યો અને બધા ગાર્ડ ને ખતમ કરવા લાગ્યો. S.P. અને અર્જુન બંને એ શૌર્ય ને પાછળ રાખ્યો અને તે ભૈરવ ની સામે જઈને ઉભા રહી ગયા.
“સૌરભ અને અર્જુન, બહુ સાંભળ્યું છે તમારી વિશે આજ જોઈ પણ લીધા ” ભૈરવ એ કહ્યું
“તો આજ જોઈ પણ લે” અર્જુન એ કહ્યું
“બેશક તમે શૌર્ય ની ઢાલ છો પણ હું પણ ડેવિલ ની ઢાલ છું ” ભૈરવ એ બનેં હાથની તલવાર ફેરવતાં કહ્યું
“જોઈએ કોણ આજ ટકી શકે છે ”S.P. એ કહ્યું
“તું બોલ કોના સાથે લડી???? ” અર્જુન એ કહ્યું
“તમારા બનેં માટે હું એકલો કાફી છું” ભૈરવ એ કહ્યું
S.P. અને અર્જુન બનેં ભૈરવ તરફ દોડયા, પણ તરત જ ભૈરવ એ બનેં તરફ તલવાર નો વાર કર્યો, બનેં એ તેના હાથમાં રહેલી સાંકળ આડી રાખી દીધી, થોડા તીખારા તો થયા પણ ભૈરવ એ વધારે જોર આપ્યું,
S.P. અને અર્જુન થોડાં ઝૂકી ગયા અને તેણે જોરથી ધકકો માર્યો અને ભૈરવ ને ધકકો માર્યા.
શૌર્ય આ તક નો લાભ લીધો અને તે આગળ વધ્યો, તેનાં રસ્તા માં જે આવતાં ગયા શૌર્ય એ બધાને મારતો ગયો હવે તેને બસ હવે ડેવિલ સુધી પહોંચવું હતું. શૌર્ય દરવાજા પાસે પહોચ્યો બે વ્યક્તિ એ ત્યાં આવી ને તેને રોકયા, તરત જ શૌર્ય દોડયો અને તેના હાથમાં રહેલા બનેં હથિયારો તેનાં શરીર માં ભોંકી દીધા અને તેણે પૂરજોશ થી તે બંને ને દરવાજા પર અથડાવાઈ અને બનેં સીધા દરવાજો તોડીને અંદર ફેંકાઈ ગયા.
શૌર્ય ઘરમાં બધે ડેવિલ ને શોધવા લાગ્યો, બહાર હવે બરોબર ની જંગ જામી હતી, કેડબરી પણ થોડો ઘાયલ થઈ ગયો હતો અને આ તરફ ભૈરવ પણ S.P. અને અર્જુન પર ભારી પડી રહ્યો હતો.
શૌર્ય ડેવિલનાં રૂમમાં પહોંચ્યો, તેણે જોયું તો બેડ પર તે સૂઈ રહ્યો હતો, શૌર્ય ને આ વાત પર શંકા ગઈ કારણ કે બહાર આટલી મોટી જંગ છેડાઈ ગઈ ને તે આટલી આરામ થી સૂતો ન હોય, તેણે તરત જ ચાદર હટાવી તો અંદર ગાદલા બાંધી ને મૂકયા હતા. શૌર્ય બધે ફરી વળ્યો પણ ડેવિલ ના મળ્યો, તે ડેવિલ ના બીજા રૂમમાં ગયો, બહાર બાલ્કની માં પણ એ ન હતો. શૌર્ય રૂમમાં આવ્યો, તે ત્યાં ટેબલ પાસે ઉભો હતો, તેણે તરત જ પોતાની આંખો બંધ કરી, શૌર્ય એ પોતાના મગજ ને શાંત કર્યો અને એકદમ શાંત થઈ ને તે આજુબાજુના વાતાવરણ ને મહેસૂસ કરવા લાગ્યો, તે બહાર ના અવાજ ને પણ ઈગ્નોર કરી રહ્યો હતો.
આ તરફ S.P. અને અર્જુન ભૈરવ સાથે લડી રહ્યાં હતાં, ભૈરવ એ અર્જુન ને હંફાવી દીધો અને તરત જ તલવાર નો એકવાર પ્રહાર કર્યા અને તે S.P. ના પગમાં લાગ્યો અને તેના ડગલાં લથડાઈ ગયા, અર્જુન તરત જ ઉભો થયો અને ભૈરવ તરફ દોડયો પણ ભૈરવ એ તરત જ તલવાર ફેરવી ને તેનાં હાથ પર પ્રહાર કર્યા અને અર્જુન પણ ઘાયલ થઈ ગયો.
“એક એક હાથ મારી સાથે પણ થઈ જાય” પાછળ થી કેડબરી એ કહ્યું
ભૈરવ તેના તરફ ફર્યો અને તેણે તલવાર હાથમાં ફેરવી અને કેડબરી ને પોતાની તરફ આવવા કહ્યું. કેડબરી એ હાથમાંથી તેની સાંકળ છોડી દીધી અને તે ભૈરવ તરફ દોડયો, ભૈરવ પણ તલવાર લઈ ને દોડયો અને કેડબરી ને મારવા ઉઠાવી પણ કેડબરી ઘૂંટણ પર બેસી ને આગળ તરફ લસરયો અને હાથમાંથી પીનો કાઠી ને ભૈરવ ના પગ પર વાર કર્યો અને અચાનક થયેલા ઘાત ને લીધે તે નીચે પડી ગયો.
શૌર્ય એકદમ શાંત હતો અને બસ આજ સમયે તેની કાનમાં થી હવા નો સુસવાટા આરપાર થઈ રહ્યાં હતાં. તરત જ શૌર્ય એ આંખો ખોલી અને જે જગ્યા પર ડેવિલ બેસતો એ ખુરશી ની પાછળ તરફ ગયો, ત્યાં કેટલીક બુક ગોઠવેલી હતી, શૌર્ય એ તરત જ એ બધી બુક હટાવી અને તેણે દિવાલ ને જોરથી ધકકો માર્યા અને દિવાલ અંદર તરફ ખૂલી ગઈ, શૌર્ય સમજી ગયો કે ડેવિલ બધી તૈયારી કરી ને બેઠો છે. શૌર્ય અંદર ગયો તો બધે અંધારું હતું, વચ્ચે બસ થોડો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. શૌર્ય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો પણ એ બહુ સાવધાની થી ડગલાં ભરી રહ્યો હતો કારણ કે ડેવિલ એ કયો જાળ બિછાવી દીધો એ તેને ખબર જ ન હતી.
આ તરફ કેડબરી એ S.P. અને અર્જુન ને કહ્યું, “આને એકલો હરાવવો સરળ નથી, આને માત આપવા આપણે ત્રણેય એ અલગ અલગ જગ્યા પરથી એટેક કરવો પડશે”. તરત જ તે ત્રણેય અલગ અલગ દિશામાં જતાં રહ્યાં, ભૈરવ ઉભો થયો અને તરત જ એ ત્રણેય તેનાં પર તૂટી પડયાં, વારાફરતી તે તેના પર વાર કરવા લાગ્યા, તે ભૈરવ ને વિચારવા નો પણ સમય આપતાં ન હતાં, પણ ભૈરવ પણ તેમનાં એટેક થી સારું ડિફેન્સ કરી રહ્યો હતો.
શૌર્ય આગળ વધી રહ્યો હતો ત્યાં જ કોઈ તેની પાછળ થી ગયું એ તરત જ પાછળ ફર્યૉ પણ ત્યાં કોઈ ન હતું, શૌર્ય જ્યાં પ્રકાશ હતો ત્યાં પહોંચી ગયો અને ચારેબાજુ નજર ફેરવવા લાગ્યો.
“મને તો લાગ્યું કે મારું અહીં સ્વાગત થશે મિસ્ટર સિદ્રાર્થ સૂર્યવંશી” શૌર્ય એ કહ્યું
તરત જ એક પછી એક બધી લાઈટો ચાલુ થવા લાગી અને શૌર્ય એક વિશાળ હોલના સેન્ટરમાં ઉભો હતો, આખા હોલની દિવાલ પર શૌર્ય ની નાનપણથી લઈ ને અત્યાર સુધીની તસ્વીરો લાગેલી હતી.
“આખરે તને ખબર પડી જ ગઈ ” ડેવિલ એ બહાર આવતાં કહ્યું
“મને તો એજ દિવસે ખબર પડી ગઈ જે દિવસે તમે દાદાજી ને માર્યા અને જયાર થી ખબર પડી કે ડેવિલ ની તાકાત શું છે અને તેનું એમ્પાયર તેણે કંઈ હદ સુધી પોતાનું એમ્પાયર ડેવલપ કર્યું ” શૌર્ય એ કહ્યું
“તો તું પણ માને છે કે મેં એક બેમિશાલ એમ્પાયર બનાવ્યું છે ” ડેવિલ એ કહ્યું
શૌર્ય પાછળ ની તરફ ફર્યો કારણ કે અવાજ ત્યાં થી આવી રહ્યો હતો, સામે લાંબી કાળા કલરની ખુરશી પર ડેવિલ બેઠો હતો, શૌર્ય થોડીવાર એની આંખોમાં જોઈ રહ્યો હતો. પછી તેણે કહ્યું, “હું એટલું તો જાણતો જ હતો કે દાદાજી ને મારવા આટલા સરળ નથી પણ તેને મારનાર કયારેય આગળ થી પ્રહાર નહીં કરે અને સંસાર નો નિયમ છે પીઠ પાછળ પ્રહાર હમેશાં પોતાના જ કરે છે ” શૌર્ય એ કહ્યું
“બેટા સંસાર નો નિયમ છે આગળ વધવું છે તો પોતાના લોકો ને જ પછડવા પડે” ડેવિલ એ કહ્યું
“હવે મને ખબર પડી કે દાદાજી એ મને કયારેય તમારા વિશે કેમ ન બતાવ્યું, જે વ્યક્તિ પોતાના સગા બાપ ને મારી શકે એ કોઈ ને લાયક નથી” શૌર્ય એ કહ્યું
“બાપ નહીં કસાઈ હતો એ સમ્રાટ સુર્યવંશી, એને હું નહીં તો બીજો કોઈ તો મારી જ નાખતા, તેની ઈમાનદારી અને દરિયાદિલી એ તેના બહુ દુશ્મનો પેદા કરી દીધા હતા ” ડેવિલ એ કહ્યું
“નાનપણથી મા-બાપ ના પ્રેમ માટે હું તરસતો હતો પણ જો બાપ તમારા જેવો કસાઈ હોય એના કરતાં અનાથ જ સારા ” શૌર્ય એ કહ્યું
“તું એ મરેલા વ્યક્તિ માટે પોતાના બાપ સાથે બગાવત કરી રહ્યો છે, એ વ્યક્તિ આને લાયક હતો, મને તારા થી દૂર કરી દીધો, મેં કેટલા પ્રયાસ કર્યો પણ મને તારા સુધી પહોંચવા જ ન દીધો” ડેવિલ એ કહ્યું
“જાણું છું એ ઘટના આજ સુધી મને શાંતિ થી સુવા નથી દીધો, જે વ્યક્તિ મને હાથ પકડીને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો, ચહેરો તો મે ન જોયો પણ હાથમાં રહેલી તમારી આ લાલ રીંગ જોય લીધી આ એજ રીંગ છે જે દાદાજી પાસે હતી, તમારી પાસે અને મારી પાસે પણ છે” શૌર્ય એ કહ્યું
“આ હમેશાં મને તારી યાદ આપવે છે, તું જો અહીં તારા નાનપણથી લઈ ને અત્યાર સુધીની બધી યાદો ને મેં સંભાળી ને રાખી છે બેટા” ડેવિલ એ કહ્યું
આ તરફ ભૈરવ પર બધી બાજુ થી થતાં પ્રહાર પર તે ડિફેન્સ તો કરી રહ્યો હતો પણ સામાં પ્રહાર કરવા મુશ્કેલ બની રહ્યાં હતાં, S.P. એ તરત જ સાંકળ તેના પગમાં ફેંકી અને તેના પગ ને ખેંચ્યો, ભૈરવ એ બેલેન્સ ગુમાવ્યું અને તે નીચે પડવા જઈ રહ્યો હતો, તરત જ કેડબરી એ પીઠ પાછળ થી ખંજર કાઢયું અને સીધું જ તેના હાથમાં ભોંકી દીધું, ભૈરવ જમીન નો સહારો લઈ ને ઉભો થયો અને કહ્યું, “માનવું પડશે આખરે તમે મને માત આપી રહ્યાં છો”
“પણ અમારે પણ માનવું પડશે, તું અમારા ત્રણેય પર ભારી પડયો” S.P. એ કહ્યું
“રાજનાયક નો સાથી હતો હું એટલે આ તો સ્વાભાવિક છે” ભૈરવ એ કહ્યું
રાજનાયક નું નામ સાંભળી ને એ લોકો થોડાં ચોંકયા, “મતલબ સર ની શંકા સાચી હતી, ડેવિલ બીજું કોઈ નહીં પણ....” અર્જુન એ કહ્યું
“હા, ડેવિલ બીજું કોઈ નહીં સિદ્રાર્થ સુર્યવંશી છે” ભૈરવ એ કહ્યું
“હજી પણ સમય છે તારી પાસે તું અમારી સાથે આવી શકે છે ” કેડબરી એ કહ્યું
“હા હજી પણ તું એનો સાથ છોડી શકે છે ” S.P. એ કહ્યું
“એ તો સંભવ જ નથી” ભૈરવ એ કહ્યું
“કેમ પણ???? ” અર્જુન એ કહ્યું
“તમે તમારા માલિક માટે વફાદાર છો અને હું મારા માલિક પ્રત્યે વફાદાર છું, હું સારી જાણતો હતો કે આ વફાદારી ની કિંમત મોત જ હશે પણ મેં એ કયારેય નથી છોડી ” ભૈરવ એ કહ્યું
“તું પણ જાણે છે આપણાં માંથી કોઈક તો.... ” S.P. એ કહ્યું
“સૌરભ, મોત ડર આપણાં માંથી કોઈ ને નથી બસ પોતાના માલિક પ્રત્યે વફાદારી નિભાવતા મોત આવે એજ મહત્વ નું છે અને મને મોત પણ આવ્યું તો પણ ખુશી થશે કારણ કે મારું મોત પણ રાજનાયક ના દીકરા અને સમ્રાટ સુર્યવંશી ના સૌથી ખતરનાક ગાર્ડ ના હાથે થશે” ભૈરવ એ કહ્યું
થોડીવાર તે બધા એકબીજા ની આંખો માં જોઈ રહ્યાં પછી ભૈરવ એ હાથમાં રહેલી તલવાર ની પકડ મજબૂત કરી અને કહ્યું, “હવે લાગણીઓ માં વહેવાનો સમય નથી હવે ફરજ બજાવાનો સમય છે”
ભૈરવ એ સીધો S.P. પર વાર કર્યો પણ કેડબરી એ હાથમાં રહેલું ખંજર વચ્ચે નાખ્યું અને ભૈરવ ની તલવાર રોકી, તરત જ અર્જુન એ તેના હાથ પર સાંકળ મારી અને તેના હાથમાંથી તલવાર પડી ગઈ અને
S.P. એ તે પકડી લીધી, કેડબરી એ તરત જ જોરથી લાત મારી અને ભૈરવ પાછળ ધકેલાયો, અર્જુન એ તરત તેનો હાથ પકડયો અને ખેંચયો અને ભૈરવ જમીન થી ઉપર હવામાં પાળ્યો, તરત જ S.P. દોડયો અને છલાંગ લગાવી અને તલવાર તેની આરપાર કરી દીધી, ભૈરવ નીચે પટકાયો, ત્યારે તેનાં મોં માંથી પણ લોહી નીકળતું હતું,
S.P. , અર્જુન અને કેડબરી તેની સામે ઉભા હતા, ભૈરવ ના ચહેરા પર સ્મિત હતું, તેની મોત નું તેને દુઃખ ન હતું, થોડીવાર તે ત્રણેય સામે જોયું અને ધીમે ધીમે તેની આંખો બંધ થઈ ગઈ.
“ભાઈ.... ”અર્જુન એ S.P. ના ખભા પર હાથ મૂકતાં કહ્યું
“જો આ ડેવિલ નો સાથી ન હોત તો આજે આપણી પાસે એક ચોથો બેસ્ટ ફ્રેન્ડ હોય ” S.P. એ કહ્યું
“હવે બાકી વધેલા બધા ગાર્ડ ને.... ” કેડબરી એ પાછળ ફરતાં કહ્યું
પેલાં બનેં પણ પાછળ ફર્યૉ, હવે થોડાક જ ગાર્ડ વધ્યા હતા, “આપણે સર ની મદદ માટે જવું જોઈએ ” અર્જુન એ કહ્યું
“હવે અહીં થી આગળ આપણે સર ની મદદ નહીં કરીએ” S.P. એ કહ્યું
“કેમ???? ”અર્જુન એ કહ્યું
“અહીં થી આગળ ની લડાઈ માસ્ટર ને એકલા જ લડવી પડશે ” કેડબરી એ કહ્યું
“બસ લાગણીઓ સર પર હાવી ન થવી જોઈએ ” S.P. એ કહ્યું
“તો હવે આ બાકી વધેલા ને.... ” કેડબરી એ કહ્યું અને ત્રણેય લાગી ગયા બાકી વધેલા ગાર્ડ ને ખતમ કરવા.
આ તરફ “મારા માટે મારા પપ્પા એજ દિવસે મરી ગયા જયારે મારા દાદાજી એ મને કહ્યું હતું કે મારા પપ્પા મરી ચૂકયા છે ” શૌર્ય એ કહ્યું
“તું ગમે તે કહી લે પણ તું મારો અંશ છે, ભલે તું સમ્રાટ સુર્યવંશી પાસે રહ્યો પણ તારું માઈન્ડ મારી જેમ જ વિચારે છે, આજ સુધી ડેવિલ સુધી કોઈ પહોંચી નથી શકયું પણ તું અહીં પહોંચી ગયો કારણ કે તું મારી જેમ વિચારે છે ” ડેવિલ એ કહ્યું
“હું માનું છું કે હું તમારી જેમ વિચારું છું પણ મારા દાદાજી ની નીતિઓ ને હું કયારે નથી ભૂલ્યો” શૌર્ય એ કહ્યું
“એ નીતિઓ ને કારણે જ મે તેને માર્યા, મેં એના બિઝનેસ માં થોડું ગેરકાયદેસર કામ શું કર્યું તેણે મને એની જીંદગી અને મિલકતમાંથી બેદખલ કરી દીધો, મને મારા દીકરા થી દૂર કરી દીધો, મેં એ દિવસે જ નક્કી કર્યું હતું કે હું એના થી પણ વિશાળ એમ્પાયર બનાવી ” ડેવિલ એ કહ્યું
“તમે ગમે તે કહો હું એ નીતિઓ કયારેય નહીં છોડું” શૌર્ય એ કહ્યું
“એકવાર છોડી ને જો, આ આખું એમ્પાયર તારું છું આપણે બંને આખી દુનિયા પર હુકમત કરશું ” ડેવિલ એ કહ્યું
“હુકમત જ કરવી હોય તો બહુ પહેલા કરી ચૂકયો હોવ” શૌર્ય એ કહ્યું
“બેટા મેં બહુ કોશિશ કરી તને સમજાવવાની પણ અફસોસ તું તારા દાદાજી ની નીતિઓ ને વળગી ને રહ્યો, વર્ષો પહેલાં બાપનાં અંત સાથે એક નવો આરંભ કર્યો હતો અને આજ દીકરા ના અંત સાથે ફરીથી એક નવો આરંભ કરવો પડશે” ડેવિલ એ કહ્યું
“એ સમયે થયેલાં અંતમાંથી જે આરંભ થયો હતો આજ હું એજ આરંભ નો અંત કરવા આવ્યો છું ” શૌર્ય એ કહ્યું
“હું પણ જોવ આખરે સમ્રાટ સુર્યવંશી એ સિંહ ને શિકાર કરતાં શિખવાડયું કે શિકારી થી બચતાં” ડેવિલ એ કહ્યું
ડેવિલ એ પાછળ થી એક ખંજર કાઢયું અને બીજા હાથમાં લાબાં અણીવાળા દાતા કાઢયા. શૌર્ય બે ડગલાં પાછળ ગયો. તરત જ ડેવિલ આગળ ની તરફ આવી ને ગોળ ફર્યો અને હાથ લાંબા કર્યો અને શૌર્ય તરફ છલાંગ મારી, શૌર્ય કંઈ વિચારે પહેલાં તો ખંજર તેના હાથમાં લાગી ગયું.
શૌર્ય હજી હાથ પકડવા ગયો ત્યાં તો એના પગમાં પણ દાતા લાગી ગયા, ડેવિલ એ તરત જ એની પીઠ પાછળ ધકકો માર્યા અને શૌર્ય નીચે પડી ગયો.
“તું તો મારી સામે એક મિનિટ પણ ન ટકી શકયો” ડેવિલ એ કહ્યું
શૌર્ય ઉભો થયો, તરત જ ડેવિલ એ પાછું ખંજર માર્યું, પણ આ વખતે શૌર્ય તેના થી બચી ગયો, શૌર્ય એ ડેવિલ ની સ્પીડ ને માત આપવાની હતી, સ્પીડ ને માત આપવા તેને હંફાવો જરૂરી હતો, ડેવિલ વાર કરતો રહ્યો અને શૌર્ય તેનાંથી બચતો રહ્યો, અચાનક શૌર્ય એ દિવાલ પર રહેલા પોતાનો ફોટો સીધો તેના તરફ ફેંક્યો, ડેવિલ તેનાંથી બચવા ઝુકયો અને બચી ગયો, ત્યાં તો શૌર્ય દિવાલ પર રહેલાં ફોટ એક પછી એક ફેકંવા લાગ્યો, હવે એક પછી એક થયેલા વાર થી ડેવિલ બચી ના શકયો અને ખંજર તેના હાથમાંથી પડી ગયું અને તે નીચે પડી ગયો, તરત જ શૌર્ય સ્પીડ સાથે દોડયો અને સીધી છંલાગ લગાવી ને ખંજર લઈ લીધું અને ડેવિલ ઉભો થાય એ પહેલા જ તેના પગમાં ભોંકી દીધું, ડેવિલ ના હાથમાંથી દાતા પડી ગયા અને શૌર્ય એ પણ ઉઠાવી લીધા, શૌર્ય એ ખંજર। અનેં દાતા દૂર ફેંકી દીધા, ડેવિલ ઉભો થયો અને તરત જ શૌર્ય એ જે જગ્યા પર ખંજર માર્યું ત્યાં જ લાત મારી, ડેવિલ થોડો ઝૂકયો તરત જ તેના માથા પર બનેં હાથ ભેગા કરી ને મૂકકો માર્યો, ડેવિલ ને ચકકર જેવું લાગવા લાગ્યું પણ તે ઉભો થયો અને તરત જ શૌર્ય એ છંલાગ લગાવી અને તેના મોઢાં પર ઉપરાઉપરી ચાર પાંચ લાતો મારી દીધી, હવે શૌર્ય એ દાતા ઉઠાવ્યા અને ઉપરાઉપરી તેના પ્રહાર કર્યા.
પહેલાં ડેવિલ એ શૌર્ય ને વાર કરવાનો ચાન્સ ન આપ્યો અને હવે શૌર્ય એ તેને ચાન્સ ન આપ્યો, શૌર્ય તેને બાલ્કની સુધી લઈ ગયો અને ત્યાં થી નીચે ફેંક્યો, તરત જ S.P., અર્જુન અને કેડબરી નું ધ્યાન તેના તરફ ગયું, શૌર્ય એ પણ ઉપરથી છંલાગ લગાવી.
“આ ડેવિલ છે તમારા પપ્પા નો કાતિલ એટલે આના પર દયા કરવાની જરૂર નથી ” શૌર્ય એ કહ્યું
તરત જ S.P. એ તેને ઉભો કર્યો અને ઉપરાઉપરી મૂકકા મારવા લાગ્યો અને કહ્યું, “આ મારા સર અને મારા પપ્પા ને મારવા બદલ”
તરત જ અર્જુન એ હાથ પકડી ને તેનાં પર હથોડો માર્યા, “આ મારા પપ્પા માટે ”
કેડબરી એ બનેં હાથ વચ્ચે તેનું માથું લાવી ને જોરથી હાથ માર્યા અને કમર નો ભાગ પકડી ને ઉચ્ચો કર્યો તેનાં પગ પર તેની કમર મારી ને તોડી નાખી અને કહ્યું, “આ મારા માસ્ટર માટે”
અર્જુન એ શૌર્ય ને તલવાર આપી, શૌર્ય એ તલવાર લઈ ને ફેંકી દીધી અને કહ્યું, “આને આટલી આસાન મોત નહીં મળે ”
શૌર્ય એ બધા લોકો સાથે મળીને લાકડાં નો મોટો થાંભલો ઉભો કર્યો અને તેના પર ડેવિલ ને બાંધી દીધો, આકાશમાં મંડરાતા ગીધો તેનાં પર તૂટી પડયાં, બધા ગીધો એ તેને જીવતે જીવતો નોચી નાખ્યો, તે ચીસો પાડી રહ્યો હતો, ત્યાં ઉભેલા વ્યક્તિઓ આ જોઈ ના શકયા પણ શૌર્ય તેની આંખો પણ ન ઝબકાવી, થોડીવાર માં તો ગીધો એ સાવ નોચી ખાધો.
તરત જ શૌર્ય એ તેનાં પાસે રહેલા એક નાનું ગોળ બટન કાઢયું અને તેમાં લાલ બટન દબાવ્યું, એ બટન તેમનું લોકેશન દિગ્વિજય સિંહ અને નાયક ભાઈ સુધી પહોચાડતું હતું.
“સર હવે આ જગ્યા નું શું કરશું ” અર્જુન એ કહ્યું
“જે આજ સુધી કરતાં આવ્યાં છીએ, બધી જગ્યાએ ઓઈલ ફેલાવી દો અને RDX ફીટ કરી નાખો” શૌર્ય એ કહ્યું
બધા લોકો કામ પર લાગી ગયા, શૌર્ય ફરીથી ઘરમાં ગયો અને એક લેપટોપ લઈ ને આવ્યો અને તે કેડબરી ને આપ્યું. થોડીવાર માં ત્યાં બહાર દસ વિશાળ જહાજ આવ્યાં, શૌર્ય એ બધા લોકો ને તેમાં બેસી જવા કહ્યું, બધા તેમાં બેસી ગયા અને જહાજ ત્યાં થી ઉપડી ગયા અને શૌર્ય એ આગ લગાવી દીધી, એક પછી એક બધી જગ્યા ધમાકા સાથે બ્લાસ્ટ થવા લાગી.
“સર બધા જહાજ જતાં રહ્યાં આપણે ચાર જ વધ્યા આપણે કેમ જશું ” અર્જુન એ કહ્યું
“જેનું કોઈ ન હોય તેનો ઉપર વાળો હોય ” આટલું કહીને શૌર્ય એ ઉપર તરફ ઈશારો કર્યો અને ઉપરથી એક હેલિકોપ્ટર આવી રહ્યું, તેમાં દિગ્વિજય સિંહ હતો, તેણે દોરડા વાળી સીડી નીચે ફેંકી અને બધા તેની મદદ થી હેલિકોપ્ટર માં ચડવા લાગ્યા, શૌર્ય છેલ્લે હતો, જતાં જતાં તેણે એક સળગતો લાકડાં નો ટૂકડો લીધો અને ડેવિલ ને જે થાંભલા પર બાંધ્યો હતો એના પર આગ લગાવી, જતાં જતાં તેણે એક દીકરા ની ફરજ પૂરી કરી.
શૌર્ય હેલીકોપ્ટર માં બેસ્યો અને સાથે લાવેલું લેપટોપ ખોલ્યું. “સર આ લેપટોપ માં શું છે? ” S.P. એ કહ્યું
“ડેવિલ ના બધા બિઝનેસ ની લીસ્ટ અને તેના નેટવર્ક ની માહિતી બસ એકવાર આ ખૂલી જાય તો એના બધા લોકોને હાથમાં રહેલા ટેટૂ થી એ બધા ને ખતમ કરી નાખીએ” શૌર્ય એ કહ્યું
લેપટોપ પાસવર્ડ માંગી રહ્યું હતું, શૌર્ય એ ડેવિલ લખ્યું પણ ના પડી પછી તેણે સિદ્રાર્થ સુર્યવંશી લખ્યું છતાં ના પાડી, પછી ખબર નહીં શૌર્ય ને શું સૂકયું અને તેણે પોતાનું જ નામ લખ્યું અને લેપટોપ ખૂલ્લી ગયું.
શૌર્ય સળગતા ટાપુ સામે જોયું, વર્ષો પહેલાં આગ નો એક દેત્ય તેની જવાળાઓની લપેટમાં તેના દાદાજી ના આખા સામ્રજય ને ખાખ કરી નાખ્યું હતું અને આજ ફરી એજ દેત્ય એ તેની જવાળા ઓમાં બીજા એક એમ્પાયર ને લપેટી લીધું, બસ ફરક એટલો હતો કે આ આખું સામ્રાજ્ય સમુદ્રમાં સમાઈ ગયું.
શૌર્ય એ લેપટોપ માં બધું જોયું અને એના માટે કામ કરનાર લોકો નું આખું નેટવર્ક જોયું અને તેમાં રહેલાં કેન્સલ બટન ને દબાવી દીધું. તમને તો ખબર છે કે એ ટેટું તો મોત નું એન્ટ્રી પાસ હતું અને આખરે એક જ ન વારમાં દુનિયામાં રહેલી ડેવિલ નું આખું નેટવર્ક પડી ભાંગ્યું. શૌર્ય એ તે લેપટોપ દિગ્વિજય સિંહ ને આપ્યું.
મુંબઈ પહોંચ્યા એેટલે શૌર્ય એ તેના દાદાજી અને S.P. - અર્જુન એ તેના પપ્પા ની અને મંગળકાકા ની અસ્થિઓ નું વિસર્જન કર્યું. દિગ્વિજયસિંહે લેપટોપ ની મદદથી ડેવિલ ના બધા બિઝનેસ ની માહિતી મેળવી અને ઈન્ટરનેશનલ પોલીસ ની મદદથી બધું બંધ કરી નાખ્યું.
પહેલી બે માળની કાચની બિલ્ડીંગ જયાં ડેવિલ ની મીટિંગ થતી, આજે પણ બધા મોટા લોકો ત્યાં હતાં, પણ ડેવિલ ની ખુરશી ખાલી હતી, પણ અચાનક જ એ રૂમનો દરવાજો ખૂલ્યો, શૌર્ય એકદમ બ્લેક સૂટમાં અને પાછળ S.P. અને અર્જુન આવી રહ્યાં હતા. શૌર્ય ડેવિલની ખુરશી પર જઈને બેઠો અને કહ્યું, “હું જાણું છું તમે બધા બેઈમાની ના બેતાજ બાદશાહ છો પણ આજ પછી જો તમારા આ ધંધા થી લોકો ને નુકસાન થયું તો..... બિઝનેસ કરો પણ લોકો ના ફાયદા માટે ”
“અરે પણ..... ” એક વ્યક્તિ એ કહ્યું
“તારી વાત તારા ગળામાં જ અટકાવી લે, જે મારી વિરુદ્ધ ગયું તેનાં એમ્પાયર ને સ્મશાન બનાવતા મને સમય નહીં લાગે” શૌર્ય એ કહ્યું
ત્યાં બેઠેલા બધા લોકોએ ટેબલ પર હાથ મૂકયા અને ધીમે ધીમે થપથપાવ્યા અને શૌર્ય ના નિર્ણય ને વધાવ્યો અને શૌર્ય ને પણ નવા કિંગ તરીકે વધાવ્યો.
શૌર્ય એ મેન્યુફેક્ચરિંગ કંપની ઉભી કરી દીધી અને તેના દાદાજી નું સ્વપ્ન પણ પૂરું કર્યું અને ડેવિલ એ જેને ગુલામ બનાવ્યા હતા એની જ મદદથી તેના દાદાજી પણ મોટું એમ્પાયર તેણે બનાવ્યું અને આજ ના ન્યૂઝ પેપર ની હેડલાઈન પણ હતી, “KING - POWER OF EMPIRE ”
શૌર્ય તેની કંપની ના ટેરેસ પર ઉભો હતો, S.P. અને અર્જુન પણ ત્યાં હતાં. “હવે તમે બંને તમારી ગર્લફ્રેન્ડ ને ઓસ્ટ્રેલિયા થી બોલાવો, તેનાં પપ્પા સાથે વાત કરો અને જલ્દી થી લગ્ન કરો” શૌર્ય એ કહ્યું
“સર હવે સાથે તમે પણ.... ” S.P. એ કહ્યું
“યાર મારા લાયક કયાં કોઈ છે” શૌર્ય એ કહ્યું
“સર, પ્રીતિ તો છે ” અર્જુન એ કહ્યું
“એ Overacting ની દુકાન છે” શૌર્ય એ કહ્યું
“સર ગમે તે હોય પણ તમને સંભાળી શકે છે ” S.P. એ કહ્યું
“સર આખરે Happy Ending તો થયું ” અર્જુન એ કહ્યું
શૌર્ય નજર થોડી ત્રાંસી કરી અને કહ્યું, “આ તારી ભૂલ છે અર્જુન, એક વાકય પરથી આ સ્ટોરી બની છે અને મને પેલાં અશ્વિન કલસરીયા થોડો પણ ભરોસો નથી ખબર નહીં આ અંતમાંથી શું આરંભ કરે” અને તે ત્રણેય હસી પડ્યા.
તો મિત્રો આખરે આ સ્ટોરી નો અંત આવ્યો, તમે અત્યાર સુધી આટલો પ્રેમ આપ્યો એ માટે આપ સહુ નો ખૂબ ખૂબ આભાર અને આશા કરું છું તમે આ નવલકથા પંસદ આવી હશે તો તમે તમારો પ્રતિભાવ મને જરૂર આપજો, જેથી મને આગળ પણ આવી રહસ્યમય સ્ટોરી લખવા પ્રેરણા મળતી રહે, તમે આજ સુધી પ્રેમ આપ્યો એ માટે આભાર અને હું ફરી જલ્દી આવી એક નવી સ્ટોરી અને નવા રહસ્યો લઈ ને, તમે પણ જણાવો કે તમને કેવી રચના પંસદ છે તો હું એ પણ લખવાની કોશિશ કરી, બસ આજ રીતે તમારો પ્રેમ મને આપતાં રહ્યો.
બહુ જલ્દી નવી રચના આપની સમક્ષ હું લાવી તો બસ હસતાં રહો અને વાંચતાં રહ્યો પણ યાદ રાખજો, “અંત જ આરંભ છે”
અંત જ આરંભ છે
EVERY END START NEW BEGINNING