KING - POWER OF EMPIRE - 17 (S-2) A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 17 (S-2)

તે વ્યક્તિ નો નિશાન અચૂક હતો, એક જ ઘા માં તેણે અંધારામાં પણ ખંજર તે વ્યક્તિ ની આરપાર કરી દીધું. તે તરત જ પાછળ ફર્યૉ અને જોયું તો કોફીન માં એક પણ ડેડબોડી ન હતી, તે આજુબાજુ જોવા લાગ્યો, તેની નજર બહુ સ્પીડ થી બધુ સ્કેન કરી રહી હતી. અચાનક પાછળ કોઈ આહત આવી, તરત જ તે પાછળ ફર્યૉ તેણે હાથમાં રહેલ પીન સીધી એ તરફ ફેંકી, સામે એક માનવ આકૃતિ આવી રહી હતી, પીન બહુ સ્પીડ થી એ વ્યક્તિ તરફ ગઈ હતી પણ એ માનવ આકૃતિ એના થી પણ વધુ સ્પીડ થી એ પીન થી બચી ગયો. તરત જ પેલો વ્યક્તિ બે ઢીલા પાછળ ચાલ્યો. ધીમે ધીમે એ માનવ આકૃતિ સ્પષ્ટ થઈ અને સામે ઉભેલો વ્યક્તિ પણ હવે આગળ આવવા લાગ્યો. અચાનક તે એકબીજા ના ગળે લાગ્યે, જયારે છૂટાં પડયા તો તેના ચહેરા સ્પષ્ટ થયા, એક તરફ કેડબરી હતો, તો બીજી તરફ શૌર્ય સૂર્યવંશી, તેની પાછળ થી S.P. અને અર્જુન પણ આવ્યા.

“શું યાર કેડબરી, તે અમારા પણ એટેક કર્યો ” અર્જુન એ કહ્યું

“મારા વાર થી કોઈ બચી નથી શકતું અર્જુન અને જો મારા વાર થી કોઈ બચી જાય તો એ માસ્ટર જ હોય છે ” કેડબરી એ હસતાં હસતાં કહ્યું

“સર તમારો પ્લાન કામ કરી ગયો ” S.P. એ કહ્યું

“હું જાણતો હતો કે ડેવિલ આપણાં થી દસ કદમ આગળ નું વિચારે છે પણ એની આ ભૂલ હતી કારણકે ઘણીવાર વધારે પડતું આગળ ચાલવાથી જે જાળ પથારયા હોય તેમાં આપણે જ ફસાઈ છીએ ” શૌર્ય એ કહ્યું

“પણ માસ્ટર, નાયક અલી આપણી સાથે હતો એ વાત ડેવિલ ને ખબર હતી છતાં તેની પાસે તેણે મદદ માંગી ” કેડબરી એ કહ્યું

“નાયક અલી માટે સતા જ પહેલાં આવે છે એવું ડેવિલ માને છે જો તેને એ ખબર હોત કે એ વ્યક્તિ નાયક અલી નહીં પણ આપણાં નાયક ભાઈ છે તો એ કયારેય આ ભૂલ કરત નહીં ” શૌર્ય એ કહ્યું

હવે વળી આ શું નવું આવ્યું, એવું તમે વિચારતા હશો તો એ માટે પાછું આપણે બે વર્ષ પહેલાં શૌર્ય વિદેશ ગયો ત્યારે તેણે વિદેશમાં કંઈ એવી ઘટના જોઈ કે તેનો પ્લાન બદલી નાખ્યો.

(બે વર્ષ પહેલાં)

શૌર્ય લંડનમાં હતો, પણ મંગળકાકા સાથે જે થયું તેનું દુઃખ તેને હતું, તેની અંદર જવાળમુખી ફાટી નીકળ્યો હતો, તેણે નક્કી કર્યું હતું કે તે બે વર્ષ માં અઢળક દૌલત પણ બનાવશે અને એક એવી સેના જે ડેવિલ ની વિરોધ લડી શકે. તે હમેશાં મંગળકાકા દ્રારા રેકોર્ડ થયેલી એ કહ્યું આખરી રેકોર્ડિંગ સાંભળતો રહેતો, કારણ કે તે એની અંદર બદલાની એ આગ સળગતી રાખવા માંગતો હતો, પણ એક દિવસ તે રેકોર્ડિંગ સાંભળી રહ્યો હતો, હંમેશા રેકોર્ડિંગ પૂરી થાય એટલે તરત તેને બંધ કરી દેતો પણ આ વખતે તેણે ચાલુ રેવા દીધી અને ટેબલ પર માથું મૂકી ને પોતાના વિચારો માં ખોવાઈ ગયો, બે મિનિટ પછી ફરી એમાંથી એક અવાજ આવ્યો, એ અવાજ મંગળકાકા નો જ હતો.એ સાંભળતા જ શૌર્ય જાગી ગયો.

“શૌર્ય, હું તને એ હૈવાન થી દૂર રહેવાની સલાહ આપું છું કારણ કે તને સુરક્ષિત કરવા હજારો લોકો દરરોજ નરક ની યાતનાઓ સહન કરી રહ્યાં છે, હા બેટા એ રાક્ષસે ખાલી માલીક ને માર્યા નથી પણ માલીક માટે કામ કરનાર એમના હજારો વફાદાર ને પણ પોતાના ગુલામ બનાવ્યા છે, એ લોકો માટે હવે એ યાતનાઓ જ એમના સાથી છે, હું નથી ઈચ્છતો કે તમે પણ એ નરકમાં જાવ અને એ ડેવિલ સાથે લડો, કારણ કે તમે જીવતા છો એ બધા માટે કાફી છે બસ તમે સલામત રહો, એજ મારી..... ” હવે રેકોર્ડિંગ આખું પૂર્ણ થયું.

પણ હવે શૌર્ય ની અંદર રહેલો ગુસ્સો શાંત થયો, કારણ કે હવે તેને સમજાયું, ડેવિલ ની અસલી તાકાત મુંબઈ થી ઓપરેટ થતાં બિઝનેસ નથી પણ તેની અસલી તાકાત એના એમ્પાયર માં જ છે, હવે ડેવિલ સામે સીધી જંગ કરી ને કયારેય નહીં જીતી શકે એ શૌર્ય સમજી ગયો હતો એટલે તેણે S.P. ને બોલાવ્યો અને બધી વાતો કરી.

“સર તો હવે શું કરશું ?” S.P. એ કહ્યું

“તને ખબર છે જંગલ નો રાજા કોણ છે? ” શૌર્ય એ કહ્યું

“હા સર, સિંહ પણ તમે કેમ આ પૂછો છો? ” S.P. એ કહ્યું

“જયારે એજ જંગલ માં બીજો સિંહ આવી જાય તો શું થાય ” શૌર્ય એ કહ્યું

“એ બંને વચ્ચે લડાઈ થઈ જાય જંગલ માટે ” S.P. એ કહ્યું

“તો બસ, હવે ડેવિલ ના બિઝનેસ માં પણ તેને હરીફાઈ આપવા માટે એક વ્યક્તિ આવશે, જેના લીધે ડેવિલ અને તેનાં માટે કામ કરનાર બધા લોકો ની નજર એના પર જ રહશે ” શૌર્ય એ કહ્યું

“પણ સર આપણે દિગ્વિજય સિંહ ને પણ આ કામ સોંપ્યું છે ” S.P. એ કહ્યું

“હા પણ આ વ્યક્તિ આપણ માટે આપણો હુકમનો એક્કો સાબિત થશે જે ડેવિલ ની ચાલ ને ઉલટી પાડી દેશે અને સમય આવતાં આપણ ને ડેવિલ ના એમ્પાયર માં એન્ટ્રી કરવા માટે ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ બનશે ” શૌર્ય એ કહ્યું

“પણ સર એ વ્યક્તિ હશે કોણ??? ” S.P. એ કહ્યું

“જે આજ સુધી આપણાં માટે એક હથિયારો નો ડિલર તરીકે રહ્યો એ નાયક ભાઈ, જે હવે નાયક અલી બની ને ડેવિલ ના બિઝનેસ ને ટક્કર આપશે અને મુંબઈ પર હુકમત કરવા માટે પ્રયાસો પણ કરશે, આખરે હું પણ જોવ કોણ છે મુંબઈ માં જે ડેવિલ નું વફાદાર છે ” શૌર્ય એ કહ્યું

બસ ત્યારબાદ શૌર્ય એ અર્જુન, દિગ્વિજયસિંહ અને નાયક ભાઈ સાથે વાત કરી બધા કામ પર લાગી ગઈ. નાયકભાઈ એ નાયક અલી ના નામ પર પોતાનું નવો ક્રાઈમ બિઝનેસ ચાલુ કર્યો, આજ સુધી ખાલી હથિયારો ની ડિલ કરતો હતો પણ હવે ડેવિલ ના બધા ગેરકાયદેસર કામમાં પણ તે કૂદી પડયો અને હવે તે નાયક અલી બની ને ડેવિલ ની નજરમાં આવ્યો, તેણે મુંબઈ માં ડેવિલ ના ઘણા દુશ્મનો સાથે કોન્ટેક્ટ કર્યો, તે એ લોકો સાથે મળીને ઘણા કન્ટેનર મુંબઈ મોકલ્યા પણ બાદશાહ અને સુલતાન એ બધા કન્ટેનર ને ત્યાં પહોંચવા ન દીધા, ત્યારબાદ શૌર્ય ને ખબર પડી ગઈ કે લાલ ડાયરી માં ચાર નામ હતા એમાંથી આ બે નામ છે જે ડેવિલ ની મદદ કરી રહ્યા છે.

ડેવિલ ને નાયક અલી થી નુકસાન તો થયું અને આને કારણે તે બધા ની નજરમાં રહ્યાં, શૌર્ય પાછો આવ્યો અને તેનાં કહ્યાં પ્રમાણે નાયક ભાઈ ઈન્ડિયા આવ્યા અને એક પછી એક શૌર્ય ના પ્લાન પ્રમાણે બધા કામ કરતાં રહ્યાં, આખરે શૌર્ય જે પ્રમાણે નકકી કર્યુ એ પ્રમાણે જ બધું થયું,
બાદશાહ અને સુલતાન ના ખતમ કર્યો પછી મેં પહેલા કહ્યું એ પ્રમાણે
“ આ દુનિયા માં જયારે વ્યક્તિ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે ત્યારે ગભરાઈ ને તે કોઈ એવો નિર્ણય લઈ લે છે જે તેની નજર માં તેના બચાવ માટે હોય છે પણ બીજા લોકો ની નજરમાં એ એક અવસર સાબિત થાય છે. ” ડેવિલ સાથે પણ આવું થયું અને તેણે નિર્ણય લીધો, નાયક અલી સાથે દોસ્તી કરવાનો જે શૌર્ય ઈચ્છતો હતો, શૌર્ય જાણતો હતો કે ડેવિલ ની નજર બધે છે એટલે તેણે પોતાના મોત નું નાટક કર્યું, એ ડેવિલ ની આદત સમજી ગયો હતો એટલે તે આખરે ડેવિલ ના એમ્પાયર મા પહોંચી ગયો.

(અત્યારે)

“સર તો હવે શું કરશું ?? ”S.P. એ કહ્યું

“બસ હવે ડેવિલ નો ડર જે લોકો ના દિલમાં છે એ દૂર કરવાનો છે કે કારણ કે હવે આ જંગ માં સૌથી મોટું હથિયાર એજ છે ” શૌર્ય એ કહ્યું

“પણ સર અંદર કંઈ રીતે જશું” અર્જુન એ કહ્યું

“મેં આજ બધું જાણ્યું છે, દરરોજ સવારે અને સાંજે દસ ટ્રકો અંદર જાય છે ત્યાં ના લોકો માટે ખાવાનું લઈ ને ” કેડબરી એ કહ્યું

“તો ઠીક છે, આપણે કાલ સવારે અંદર જશું ” શૌર્ય એ કહ્યું

એ ચારેય લોકો ધીમે ધીમે જંગલ માં અંધારા નો સહારો લઈ ને એ દિવાલ સુધી પહોંચ્યા, S.P. અને અર્જુન એ એક મોટો પથ્થર એ રસ્તામાં નાખી દીધો. સવાર પડી ગઈ અને હમેશાં ની જેમ ત્યાં થી દસ ટ્રકો લાઈનમાં એ રસ્તા પર નીકળી, પણ વચ્ચે મોટો પથ્થર આવી ગયો અને બધી ટ્રકો ત્યાં થોભી ગઈ, થોડાં લોકો એ હટાવવા નીચે ઉતર્યા અને આજ અવસર નો લાભ લઈ ને શૌર્ય, S.P. , અર્જુન અને કેડબરી ટ્રકમાં ચડી ગયા, પથ્થર હટી ગયો અને એ ટ્રકો ફરી ત્યાં થી નીકળી, આખરે એ દરવાજા પાસે પહોંચી, ત્યાં દરવાજા પર દસ ગાર્ડ ઉભા હતા.

“ટ્રક ચેક કરી લો ” એક ટ્રક ડાઈવરે કહ્યું

“તમે લોકો દરરોજ આવો જ છો ” એક ગાર્ડ એ કહ્યું અને ત્યારબાદ ત્યાં થી જવા કહ્યું અને દરવાજો ખોલી નાખ્યો. બધી ટ્રકો વારાફરતી અંદર ગઈ, પહેલાં તો ઘનઘોર અંધારું આવી ગયું પણ દૂર એક છેડે પ્રકાશ દેખાઈ રહ્યો હતો અને ટ્રકો ત્યાં થી જ બહાર નીકળવાની હતી.

હવે અંદર શું થશે એ કોઈ જાણતું નથી, ડેવિલ ને એક વાત નો ડર હતો કે કોઈ બહારી વ્યક્તિ આ જગ્યા સુધી ન પહોંચે પણ આખરે શૌર્ય અહીં સુધી પહોંચી ગયો છે, હવે શું એ ડેવિલ વિરોધ લડી શકશે કે પછી અહીં આવવું શૌર્ય ની સૌથી મોટી ભૂલ સાબિત થશે એ કહેવું મુશ્કેલ છે પણ હવે જે પણ થશે એ અંતિમ છે કારણ કે અહીં થી કોઈ એક જ વ્યક્તિ જીવી શકે છે કાં તો ડેવિલ યા પછી શૌર્ય, તમે પણ તમારો મત આપો આખરે કોણ હશે એ અને બસ વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE”