રાત્ર ના દસ વાગી રહ્યાં હતાં અને બધા અત્યારે શૌર્ય ની સામે બેઠા હતા, સુલેમાન કાકા ઊભા હતા અને તેમણે કહ્યું, “અમે એ લોકો ની સામે કેવી રીતે લડી શકીએ”
“બસ આ ડર જ છે જે એ લોકો ને શકિતશાળી બનાવે છે, તમે તમારા ડર થી જેટલાં ડરશો એટલો એ તમને ડરાવશે પણ જે દિવસે તમે તમારા ડર ની સામે લડયા તમને કોઈ નહીં હરાવી શકે ” શૌર્ય એ જોશ સાથે કહ્યું
હકીકત છે આ કે આપણે જે વસ્તુ થી ડરીએ છીએ એના થી ડરીને રહેશું તો કયારેય એ ડર દૂર નહીં થાય, મેં કહ્યું હતું કે શૌર્ય ને ઉંચાઈ થી ડર લાગે છે પણ હકીકત મા મને જ ઉંચાઈ થી ડર લાગે છે તો એનો મતલબ એ નહીં કે હું ઉંચાઈ પર પહોંચવાના સ્વપ્ન જ ના જોઉં, જે વસ્તુ નો કે વ્યક્તિ નો ડર છે એકવાર એનો સામનો આત્મવિશ્વાસ સાથે કરો, બધું ઠીક થઈ જશે.
“પણ એ લોકો પાસે તો હથિયાર છે અને અહીં થી બહાર નીકળવા માટે તો પેલી દિવાલ પણ.... ” સુલેમાન કાકા એ કહ્યું
“તમે એની ચિંતા ના કરો, હથિયાર પણ આપણી પાસે હશે અને આપણે એ દિવાલ ને પણ પાર કરશું ” S.P. એ કહ્યું
“તમે થોડાં લોકો અર્જુન સાથે જાવ અને તેની મદદ કરો ” શૌર્ય એ કહ્યું
થોડાં લોકો અર્જુન સાથે ગયા, પણ આખરે એવું તો શું કરવાના હતા એ કોઈ ને ખબર ન હતી, સ્ત્રીઓ બધી કેડબરી સાથે ગઈ, તમે તો જાણો છો કે કેડબરી નાનામાં નાની વસ્તુઓ ને પણ સમય આવે ત્યારે હથિયાર બનાવી દે છે તો બસ એ બધા લોકો તે કામ માં લાગી ગયા, હવે શૌર્ય, S.P.અને બાકી વધેલા લોકો શૌર્ય ના આગળ ના પ્લાન ને ધ્યાન થી સાંભળવા લાગ્યા.
શૌર્ય ને થોડી જલ્દી હતી કારણ કે જંગ રાત્રે શરૂ કરવી આવશ્યક હતી, સવાર માં જો લડે તો એ લોકો એના લક્ષ્ય સુધી ના પહોંચી શકે. રાત્ર ના સાડા બાર વાગ્યા હતા. બધા મજૂર ના હાથમાં હથિયારો હતા, કોઈક ના હાથમાં હથોડો હતો, તો કોઈક લાકડાં ને કોતરી ને બનાવેલા ભાલા લઈ ને ઉભા હતા, નાની નાની આરીઓને ની બનેં બાજુ છિદ્ર હોય છે તેને ગોળાકાર કરીને એ છિદ્ર ને જોડી ને બાંધી દીધા અને તેની સાથે દોરી બાંધી દીધી, હવે તે ગમે તેટલું લાંબું ફેંકી શકે છે, શૌર્ય ના હાથમાં લાકડા નો હાથો હતો જેનાં ટોચ ના ભાગ પર ચારેબાજુ કુહાડી નો ભાગ ફીટ કર્યો હતા અને બીજા હાથમાં તાર થી બનાવેલ હાથો હતો, S.P. અને અર્જુન પાસે લાંબી સાંકળ હતી અને તેનાં ટોચ ના ભાગ પર નાના નાના સળીયા નાં ઝૂમખા હતા અને તેના પર અણીવાળા તીર આકાર ના ચક્ર હતા, કેડબરી એ તો નાની નાની પીન બધે ગોઠવી લીધી હતી અને આરી થી બનાવેલ ચક્ર નું ઝૂમખું હાથમાં હતું. આવી જ રીતે બધા ના હાથમાં દેશી પણ ઘાતક હથિયારો હતા.
અર્જુન એ એક લાંબો સળિયો શૌર્ય ને આપ્યો, જેના પર આગળ કપડું બાંધેલ હતું, S.P. એ તેનાં પર આગ લગાવી અને શૌર્ય બે કદમ પાછળ ગયો અને પૂર જોશ સાથે દોડયો અને એ સળિયો દૂર ફેંક્યો. બસ અહીં થી જ તેની જંગ નું એલાન થયું. અર્જુન પહેલાં કેટલાંક લોકો સાથે ગયો હતો, ત્યારે તેણે જમીન નીચે બેરક માં જે ઓઈલ બનતું એમાંથી ઓઈલ લઈ ને ધાર કરતાં ગયા અને મેં પહેલા કહ્યું એમ આ જગ્યા માં પચાસ વોચ ટાવર હતા અને તેના પર કેટલાંક ગાર્ડ પણ રહેતા હતા એેટલે શૌર્ય એ સૌથી પહેલાં આ વોચ ટાવર ને ખતમ કરવાનું નક્કી કર્યું કારણ કે ઉંચાઇ પરથી જો હુમલો થાય તો તે વધુ અસરકારક સાબિત થાય છે એટલે પહેલાં વોચ ટાવર તોડવા જરૂરી હતા એટલે અર્જૂન અને બાકી લોકો એ કોઈ ની નજર માં આવ્યા વગર જ બધા વોચ ટાવર નીચે ઓઈલ પહોંચાડી દીધું અને ધાર કરી ને એક છેડો નકકી કર્યા અને શૌર્ય એ અત્યારે એજ છેડા પર આગ લગાવી.
બસ ધીમે ધીમે ધાર ને અનુસરી ને આગ આગળ વધી અને એક પછી એક બધા વોચ ટાવર આગ માં હોમાતા ગયા, તેના પરથી સળગતા ગાર્ડ પણ નીચે પડી રહ્યાં હતાં. હવે અંદર રહેલાં બીજા ગાર્ડ ની નજર તેના પર પડી અને બધા ચૌંકન થઈ ગયા અને એ તરફ દોડયા. આ આગ ની જવાળા ઓ એ જોર પકડ્યું અને તે મહેલ માં રહેલા ભૈરવ ની નજરમાં આવી. તે તરત દોડયો તેણે આ વાત ડેવિલ ને ના જણાવી અને મહેલ ની સુરક્ષા વધારી દીધી, મહેલ ની આગળ જંગલ શરૂ થતું હતું ત્યાં પણ તેણે ગાર્ડ ની લાઈન લગાવી દીધી, કેટલાંક લોકો જંગલ માં પણ જતાં રહ્યાં. ભૈરવ સમજી ગયો હતો કે જરૂર કોઈ બહારી વ્યક્તિ હેવન માં ઘૂસી આવ્યો છે.
આ તરફ શૌર્ય અને બાકી બધા પણ તૈયાર હતાં, ગાર્ડ જયારે વોચ ટાવર પાસે પહોંચ્યા ત્યારે અંધારા માં જ આરી થી બનાવેલ ચક્ર તેમની પર ફેંકવામાં આવ્યા, લાંબી દોરી હોવાના કારણે તે તરત પાછા પણ ખેંચી લેતા હતા. ભૈરવ એ સૌથી મોટી ભૂલ એ કરી કે તેણે બાકી ની મોટા ભાગ ની તેની સેના મહેલ ની સુરક્ષા માં લગાવી દીધી, જો તે આ લોકો ને રોકવામાં લગાવી હોય તો શાયદ એ તેને રોકી શકે પણ શૌર્ય એ નક્કી કર્યું હતું કે એકવાર જો આ લોકો આ દિવાલ ની બહાર નીકળી ગયા તો પછી તેને કોઈ નહીં રોકી શકે.
હવે કેડબરી અંધારા માંથી બહાર આવ્યો અને વર્ષો પછી તે આમ લડી રહ્યો હતો, આરી થી બનાવેલ ચક્ર ના ઝુમખા થી એ બધા ને મારી રહ્યો હતો, કોઈ તેની નજીક પણ જઈ શકે તેમ ન હતું, S.P. અને અર્જુન તો એકબાજુ સાંકળ થી લોકો ને જકડી રહ્યાં હતાં અને બીજી બાજુ બીજા લોકો ને આગળ ના ભાગ થી મારી રહ્યાં હતાં અને શૌર્ય ની તો તમને ખબર જ છે, બનેં હાથમાં હથિયાર લઈને તે તૂટી પડયો, શાકભાજી ની જેમ બધા ને કાપી રહ્યો હતો. હવે જે લોકો વર્ષો થી ગુલામી કરતાં હતા તેમણે આ લોકો ને આ રીતે લડતા જોયા અને તે પણ હવે સામે આવી ને બધા ગાર્ડ પર તૂટી પઙયા, સ્ત્રીઓ ને આજ સુધી બસ પોતાના સંતોષ માટે ઉપયોગ કર્યો તે બધી આજ હાથમાં આરી ના ચક્ર લઈ ને બધા ના ગળા કાપી રહી હતી. ચાર પાંચ સ્ત્રીઓ એક ગાર્ડ ને પકડતી અને પછી કોઈક એક એનું.... આવી જ રીતે પુરુષો પણ હથોડો લઈ ને આજ સુધી પથ્થર તોડયા તેમ આ લોકો ને ઘેરી ને તેના માથા ફોડી રહ્યા હતા. શૌર્ય સૌથી પહેલાં એ દિવાલ સુધી પહોંચી ગયો, આ શકય બન્યું બધા લોકો એકસાથે જે સાહસ થી લડી રહ્યાં એના કારણે નહીં તો ગમે તેવી પ્લાનિંગ કરે આ રીતે તો ન લડી શકત. ભૈરવ એ મહેલ ની સુરક્ષા વધારી પણ એ કોઈ કામની ન હતી કારણ કે તેની સામે અહીં હજારો ની સંખ્યામાં લોકો હતા. દરવાજો સામે હતો પણ હવે તેને તોડવો જરૂરી હતો પણ દરવાજા ની પેલી બાજુ પણ 100 જેટલાં ગાર્ડ ગન લઈ ને ઉભા હતા એેટલે દરવાજો તોડીને જવામાં ખતરો હતો.
“સર હવે આ દરવાજો તોડવો મુશ્કેલ નથી પણ તેની બહાર.... ” S.P. એ કહ્યું
“જાણું છું, એટલે હવે આપણે આ દિવાલ ને જ તોડી નાખશું ” શૌર્ય એ કહ્યું
“પણ સર આ દિવાલ તો જુવો આને તોડતા મહીનો લાગી જશે ” અર્જુન એ કહ્યું
“ઈમારત ગમે તેવી મજબૂત હોય જો એકવાર તેના પાયા કમજોર પડે તો એ ધરાશાયી થતાં વાર નથી લાગતી ” શૌર્ય એ કહ્યું
“મતલબ???? ” અર્જુન એ કહ્યું
“તમે ભૂલી ગયા કે આ આખું એમ્પાયર એક ટાપુ પર છે અહીં બનાવેલા બધા બેરક માં પણ સ્ટીલ ની દિવાલ છે, આની નીચેનો ભાગ પાણી ના સંપર્ક માં છે એકવાર આજુબાજુ ની જમીન જો નીચે ખસી ગઈ તો દિવાલ તોડતા વાર નહી લાગે” શૌર્ય એ કહ્યું
ત્યારબાદ તેણે થોડી દિવાલ ની આસપાસ ઓઈલ નાખ્યું અને તેમાં જ પાછું RDX નાખ્યું અને બધા દૂર જતાં રહ્યાં, શૌર્ય એ એક સળગતો લાકડાં નો ટુકડો ફેંકયો અને એક જોરદાર ધડાકો થયો જેને કારણે જમીનનો સંપર્ક દિવાલ સાથે હતો તે થોડો દૂર થયો અને જમીન નીચે ઢસી, ત્યારબાદ બધા એ આખી દિવાલ પર અને નીચે ઓઈલ અને RDX નાખ્યું અને એક પછી એક ધમાકા કર્યો, બહાર ઉભેલા ગાર્ડ થોડાં ગભરાઈ ગયા કે આખરે અંદર શું થાય છે પણ જાણી શકે તેમ ન હતા. હવે બધા એ નીચે ની હરોળ માં રહેલાં પથ્થરો ને થોડા ખસેડયા અને ઉપર નો ભાગ હલવા લાગ્યો અને બધા એ સાથે મળીને તે ભાગને બહાર ની તરફ ધકકો માર્યો અને દિવાલ માં મોટું ગાબડું પડી ગયું, તે બાજુ ઉભેલા ગાર્ડ તો તેની નીચે આવી ને જ મરી ગયા અને દરવાજા પાસે ઉભા હતા તે બધા ગાબડાં તરફ દોડયા પણ ત્યાં જ ધડાકા સાથે દરવાજો જ તૂટી ગયો અને દરવાજા અને ગાબડાં માંથી લોકો બહાર નીકળવા લાગ્યા અને ગાર્ડ પર તૂટી પઙયા, ગાર્ડે કંઈ વિચારી જ ન શકયા અને આમતેમ ફાયરીંગ કરવા લાગ્યા પણ સામે હજારો ની સંખ્યામાં લોકો તેના પર તૂટી પઙયા.
હવે બસ જંગલ હતું વચ્ચે અને સામે બીજી એક સેના પણ જો જંગલ ની વચ્ચે બનાવેલા રસ્તા પર થી જાય તો સામે ઉભેલા લોકો આરામ થી તેને મારી શકે કારણ કે રસ્તો સાંકડો હતો, આટલા બધા લોકો ત્યાં થી સરળતાથી નીકળી શકે નહીં.
“માસ્ટર આપણે જંગલ ના રસ્તે થી આગળ જવું જોઈએ ” કેડબરી એ કહ્યું
“પણ જંગલમાં પણ એના લોકો છૂપાયેલા હોઈ શકે ” અર્જુન એ કહ્યું
“જયારે કીડીઓ ની લાઈન જઈ રહી હોય ત્યારે જો અમુક કીડી ઓને મારો તો આખી લાઈન અસ્તવ્યસ્ત થઈ જાય છે ” શૌર્ય એ કહ્યું
“સમજી ગયો સર” S.P. એ કહ્યું
ત્યારબાદ S.P. એ આરી વાળા ચક્ર ભેગા કરીને લાવ્યો, તે બધા એ તેમાં થોડું કપડું બાંધ્યું અને તેમાં થોડું ઓઈલ રેડયું, તેનાં પર આગ લગાવી ને શૌર્ય એ તેને ગોળ ગોળ ફેરવ્યું, આખું ચક્ર આગમાં પ્રજ્વલિત થયું અને શૌર્ય એ જંગલ ના એક ખૂણામાં ફેકયું અને તરત જ જંગલ ના એ ખૂણા એ આગ પકડી, એ ભાગમાં થોડાં જ લોકો છૂપાયેલા હતા એ તો ભાગી ન શકયા પણ બીજા છૂપાયેલા લોકો તરત જ મહેલ તરફ ભાગ્યા. શૌર્ય નો આઈડિયા કામ કરી ગયો. હવે નવું હથિયાર પણ મળી ગયું હતું. અડધા લોકો જંગલમાં જતાં પહેલાં અને બાકીના લોકો વચ્ચે ના રસ્તામાંથી આગળ વધ્યા.
હવે સામે ની બાજુ તો ભૈરવ બનેં હાથમાં તલવાર લઈ ને ઉભો હતો, સાથે હજાર જેટલી સંખ્યામાં ગાર્ડ ઉભા હતા. આ તરફ શૌર્ય આગળ વધી રહ્યો હતો. ડેવિલ આટલી બધી ઘટના એકસાથે ઘટી તેનાથી અજાણ તો નહીં હોય પણ શૌર્ય નું માઈન્ડ કયું પ્લાન બનાવી ને આગળ વધી રહ્યું છે એ કોઈ જાણતું ન હતું. હવે જોઈએ આખરે આગળ શું થાય છે, કારણ કે ભૈરવ સામે તૈયાર હતો અને એ બધા પાસે ગન પણ હતી, હવે શું થશે એ જાણવું પડશે, બસ હવે થોડો જ સમય છે પછી ડેવિલ ની અસલીયત પણ સામે આવશે. તો બસ હવે થોડો સમય રાહ જુવો હવે આ અંતિમ ચરણ છે પછી તમારી આતુરતા નો અંત આવશે. તો બસ વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE”