સુલતાન બધી હકીકત જાણી ચૂકયો હતો એટલે તેણે કહ્યું, “ડેવિલ તમને લોકો ને નહીં છોડે ”
“તે ડેવિલ સાથે વિશ્વાસઘાત કર્યો પણ તેણે તને જીવ જીવતો રાખ્યો એ બહુ મોટી વાત છે ” S.P. એ કહ્યું
“એક વાત ખબર છે સુલતાન તને?? ” શૌર્ય એ કહ્યું
“શું ” સુલતાને કહ્યું
“તમે જે હાથમાં આ ડેવિલ આઈ ના ટેટુ લઈ ને ફરો છો ને એ કંઈ એ સાબિત નથી કરતું કે તમે ડેવિલ માટે કામ કરો છો ” શૌર્ય એ કહ્યું
“તો???? ” સુલતાને કહ્યું
“એ તમારી મોત છે જે ડેવિલ ના હાથમાં છે જયારે પણ તમે લોકો ડેવિલ માટે ખતરો બનો ડેવિલ એક જ ઝાટકે તમને દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ખતમ કરી નાખશે ” દિગ્વિજય સિંહે કહ્યું
“હું જાણું છું કે તને વિશ્વાસ નથી આ વાત પર પણ તને જણાવી દઉં કે આ ટેટુ ની સાથે તમારા હાથમાં આ ટેટુ નીચે એક ચીપ ફીટ કરી છે જેના પર એક નંબર છે જેના દ્વારા ડેવિલ ને ખબર પડે છે કે કંઈ વ્યક્તિ નો કયો નંબર છે અને ડેવિલ ના એક ઈશારે એ ચીપ માંથી ગરમી ઉત્પન્ન થાય છે જે આ ટેટુ માં રહેલા એક કેમિકલ ને તમારી બોડીમાં બલ્ડ સાથે મિક્ષ કરે છે અને એ કેમિકલ તમારા હાર્ટ ને બ્લોક કરે છે જેથી બધા ને એમ જ લાગે કે વ્યક્તિ હાર્ટ એટેક થી મર્યા છે ” શૌર્ય એ કહ્યું
“રઘુ ને પણ આરીતે જ મારવામાં આવ્યો હતો ” દિગ્વિજય સિંહે કહ્યું
“પણ તું ચિંતા ના કર ડેવિલ તને આટલી આસાન મોત તો નહીં આપે અને અમે પણ તને આટલી મોત નહીં મરવા દઈએ ” શૌર્ય એ કહ્યું
આટલું કહીને શૌર્ય એ જે જગ્યાએ ગોળી વાગી હતી તેના પર પગ મૂક્યો અને જોરથી દબાવ્યું, સુલતાન દર્દ ને મારે કણસી રહ્યો હતો, દિગ્વિજયસિંહે તેને કોલર પકડી ને ઉભો કર્યો અને તેના પેટના ભાગથી પકડયો અને જોરથી બરાડયો અને સુલતાન ને આખો ઉંચો કરી દીધો અને ત્યાં પડેલા બોકસ ના ઢગલા પર ફેકયો, સુલતાન ની આંખ આગળ તો ઘડીક અંધારું છવાઈ ગયું તે ઉભા થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ થઈ શકતો ન હતો, તેણે હાથ જમીન પર મૂકી ને ઉભા થવા પ્રયાસ કર્યો પણ અચાનક અર્જુન એ તેની હથેળી પર પગ મૂકી ને દબાવ્યું, સુલતાન કંઈ વિચારે એ પહેલાં તો S.P. એ તેનાં હાથ પર એક જોરદાર લાત મારી અને તેનો હાથ જ ભાંગી નાખ્યો, અર્જુન તેને ઉભો કર્યો અને શૌર્ય એ તરત જ તેનાં મોઢાં પર એક જોરદાર લોખંડ નો પાઈપ માર્યા. દિગ્વિજયસિંહે તેનાં પગ પર જે જગ્યાએ ગોળી લાગી ત્યાં જ પાછો લોખંડ નો પાઈપ માર્યા.
સુલતાન હવે ન તો ઉભો રહી શકતો કે ન તો હવે બોલવાની સ્થિતી માં હતો, એનું આખું શરીર દર્દ થી પીડાતું હતું, S.P. અને અર્જુન એ તેને એક મોટા લોખંડના બ્લોક સાથે બાંધી દીધો અને તેને બોટમાં બેસાડયો, એ બધા બોટમાં બેસી ગયા અને દરીયામાં અધવચ્ચે પહોંચી ગયા.
“આજ સુધી બહુ લોકો ને દર્દનાક મોત આપી છે તે હવે આજે તું પણ એ દર્દ નો સ્વાદ ચાખી લે ” આટલી કહી ને શૌર્ય એ તેને ધકકો મારી દીધો અને સુલતાન લોખંડ ના બ્લોક ના ભારના કારણે છેક તળીયે જતો રહ્યો, દર્દ થી પીડાતો હતો અને હવે શ્વાસ લેવા પણ મોહતાજ બની ગયો હતો, આમને આમ તે ત્યાં જ મરી ગયો.
સુલતાન ને ખતમ કરી ને એ લોકો પાછા આવી રહ્યા હતાં, અર્જુન બોટ ચલાવી રહ્યો હતો અને શૌર્ય એકદમ આગળના ભાગે ઉભો હતો, પાછળ એકતરફ દિગ્વિજય સિંહ અને બીજી તરફ S.P. ઉભો હતો, કોઈ મૂવીના સીન જેવું લાગી રહ્યું હતું.
ડેવિલ પોતાના ટેરેસ પર ઉભો હતો અને તેના એમ્પાયર પર મંડાય રહેલા ગીધ ને જોઈ રહ્યો હતો, ત્યાં જ ભૈરવ ત્યાં પહોંચી ગયો, “સરકાર…..” ભૈરવ એ કહ્યું
“શું ખબર છે?? ” ડેવિલ એ તરત જ કહ્યું
“સુલતાન નથી રહ્યો ” ભૈરવ એ અચકાતાં કહ્યું
“વિચાર્યું હતું એ ગદ્રાર ને તડપાવી તડપાવી ને મારી પણ ખેર... ” ડેવિલ એ કહ્યું
“સરકાર એને મારનાર બીજું કોઈ નહીં પણ..... ” ભૈરવ આટલું બોલ્યો ત્યાં જ ડેવિલ એ કહ્યું, “શૌર્ય સૂર્યવંશી છે ”
“હા સરકાર” ભૈરવ એ કહ્યું
“મને લાગ્યું એ પણ એના દાદાજી ની જેમ હશે પણ એ મને માત આપી ગયો, ભૈરવ એ વિચારી રહ્યો છે કે એ ડેવિલ ને આ ખેલ માં હરાવી દેશે ” ડેવિલ એ કહ્યું
“પણ સરકાર હજી તમે એક પણ ચાલ નથી ચાલ્યા ” ભૈરવ એ કહ્યું
“એટલે જ તો એ આટલો ખુશ થઈ રહ્યો છે પણ હવે હું મારી ચાલ ચાલી અને એવી માત આપી કે જે સીધી મોત જ આપશે ” ડેવિલ એ કહ્યું
સુલતાન ના મોત ની ખબર તો બધા સુધી પહોંચી ગઈ અને આ ખબર નાયક અલી સુધી પણ પહોંચી, આને કારણે તેને નુકસાન જવાનું હતું કારણ કે ઈન્ડિયા માં સુલતાન જ તેનાં કામ ને સંભાળતો હતો એટલે ના છૂટકે હવે નાયક અલી ને ઈન્ડિયા આવવું પડ્યું.
બીજા દિવસે રાત્રે નાયક અલી તેના સાથીઓ સાથે મુંબઈ પોર્ટ પર પહોંચ્યો, શૌર્ય ને આ વાત ની જાણ થઈ હતી એટલે તે પહેલે થી જ ત્યાં પહોંચી ગયો હતો. નાયક અલી ને આવતાં જોઈ ને જ શૌર્ય એ કહ્યું, “વેલકમ નાયક અલી ”
આટલું કહીને બંને એકબીજા ને ગળે મળ્યા, પણ થોડીવાર થઈ અને શૌર્ય ની આંખો પહોળી થઈ ગઈ, તે નાયક અલી થી છૂટો પડયો તો નાયક અલી ના હાથમાં ગન હતી જેમાં સાયલેન્સર લાગેલું હતું અને તેણે શૌર્ય ને ગળે મળ્યા ત્યારે તેના પર ગોળી ચલાવી દીધી હતી, S.P. અને અર્જુન પાછળ ઉભા હતા એમને આ વાત ની જાણ ન હતી પણ શૌર્ય ની હિલચાલ પર થી તેને કંઈ ગડબડ લાગી એ લોકો શૌર્ય ની નજીક જવા લાગ્યા ત્યાં જ નાયક અલી ની પાછળ થી બે વ્યક્તિઓ સામે આવ્યા અને AK 47 થી S.P. અને અર્જુન પર ગોળીઓ ની વરસાદ કરી દીધો એ બંને ત્યાં જ પડી ગયા, ત્યારબાદ નાયક અલી એ શૌર્ય ની છાતી પર લાત મારી અને શૌર્ય ઉછળી ને નીચે પડયો.
“મેં તારા તરફ દોસ્તી નો હાથ લંબાવ્યો હતો પણ તે મારું નુકસાન કરીને મારી પીઠ પાછળ પ્રહાર કર્યા ” નાયક અલી એ કહ્યું અને ત્યારબાદ તેણે ગન માં રહેલી બધી ગોળીઓ શૌર્ય પર ચલાવી દીધી.
નાયક અલી પોતાનો ફોન કાઢયો અને ડેવિલ ને કોલ કર્યો, ડેવિલ એ કોલ રિસીવ કર્યો અને કહ્યું, “બોલો નાયક અલી ”
“ડેવિલ કામ થઈ ગયું તારો સૌથી મોટો દુશ્મન ખતમ થઈ ચૂક્યો છે ” નાયક અલી એ કહ્યું
ડેવિલ હસવા લાગ્યો.(આજ સવારે)
ડેવિલ એ પોતાની પહેલી ચાલ ચલી અને નાયક અલી ને ફોન કર્યો અને તેને બધી હકીકત કહી કે શૌર્ય માત્ર પોતાનો ફાયદો જોઈ રહ્યો છે અને એ માટે તેણે બાદશાહ અને તેના પછી સુલતાન ને પણ ખતમ કરી દીધો, શૌર્ય હવે નાયક અલી ને પણ ખતમ કરી દેશે એવું તેણે નાયક અલી ને કહ્યું, ત્યારબાદ તેણે નાયક અલી ને ઓફર કરી કે તે ડેવિલ સાથે કામ કરી શકે પણ એ પહેલાં તેણે શૌર્ય, S.P. અને અર્જુન ને ખતમ કરવા પડશે અને આખરે નાયક અલી હતો તો ડોન જ તેણે પણ આ ઓફર સ્વીકારી લીધી અને ડેવિલ સાથે હાથ મિલાવ્યા, અત્યાર ના સમયમાં જયારે સામેથી કોઈ સોનાની લંકા આપે તો વનવાસ કરવા કોઈ જાય????
(અત્યારે)
“નાયક અલી તે ડેવિલ સાથે દોસ્તી કરી છે હવે તું આખી મુંબઈ પર હુકમત પણ કરી અને મારી સાથે બિઝનેસ પણ ” ડેવિલ એ કહ્યું
“હા પણ એ પહેલાં..... ” નાયક અલી એ કહ્યું
“હું જાણું છું તું શું કહેવા માંગે છે, તારી પાછળ જો એક જહાજ આવી રહ્યું છે તું એમાં ચડી જા એ તને મારા સામ્રાજય સુધી લઈ આવશે ” ડેવિલ એ કહ્યું
ત્યારબાદ ડેવિલ એ ફોન કટ કરી નાખ્યો.નાયક અલી પણ એ જહાજ માં ચડી ગયો અને જહાજ હવે જઈ રહ્યું હતું ડેવિલ ના એમ્પાયર તરફ....
હું જાણું છું કે શૌર્ય ના અંત કરવાથી સ્ટોરીમાં ઘણો બદલાવ આવ્યો પણ હવે સ્ટોરી ને વળાંક આપવો પણ જરૂરી છે કારણ કે સીઝન -1 માં બહુ લંબાવ્યું હતું એટલે લોકો ને વાંચવામાં મજા આવી ન હતી એટલે હવે બસ બીજા બે થી ત્રણ એપિસોડમાં જ આ સ્ટોરી નો અંત થશે પણ શૌર્ય તો મરી ગયો છે પણ જોઈએ આખરે થાય છે શું. હું જાણું છું તમે લોકો કયાં પ્રકારની ધારણા કરી રહ્યાં છો અને એ ધારણાઓ પણ સાચી જ પડશે, ઘણાં રહસ્ય પરથી પડદા ઓ ઉઠી ગયા છે હવે બાકી છે તો એક જ રહસ્ય, આખરે કોણ છે ડેવિલ, એ જે પણ છે હું પૂરેપૂરા પ્રયત્નો કરી કે આ સ્ટોરી નો અંત રોમાંચક રીતે લાવું અને એ માટે બનતી બધી મહેનત કરી, બસ હવે થોડી રાહ જોઈએ, અંત પણ આવશે અને નકકી નહીં એ અંત માંથી આરંભ પણ થઈ જાય કારણ કે અંત જ આરંભ છે, તો બસ વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”