સાંજના છ વાગી રહ્યાં હતાં, સુલતાન પોર્ટ પર પહોંચી ગયો હતો, પોર્ટ પર સાવ શાંતિ હતી, એટલા માટે જ તેણે શૌર્ય ને અહીં બોલાવ્યો હતો. તે થોડીવાર આમતેમ ચક્કર માર્યો અને અચાનક કોઈક ગાડી ના આવવાનો અવાજ આવ્યો, અવાજ તેની પાછળ ની તરફથી આવ્યો હતો, કોઈક ના આવવાનો અહેસાસ થયો અને તેણે કહ્યું, “આવ આવ ” આટલું કહીને તે પાછળ પલટયો તો ત્યાં શૌર્ય નહીં પણ બીજું કોઈક હતું.
સુલતાન ને થયું શૌર્ય છે પણ જયારે તે પલટયો તો તેની સામે દિગ્વિજય સિંહ ઉભો હતો. તેને જોઈ ને થોડીવાર તો સુલતાન કંઈ બોલ્યો જ નહીં.
“સુલતાન આખરે તું મારા હાથમાં આવી જ ગયો ” દિગ્વિજય સિંહે પોતાની ગન કાઢતાં કહ્યું
સુલતાન પણ પોતાની ગન કાઢવા હાથ પાછળ ની તરફ લઈ ગયો પણ અચાનક તેને યાદ આવ્યું કે ગન તો એ ગાડીમાં જ ભૂલી ગયો છે અને તે તરત જ ગાડી તરફ ભાગ્યો પણ એ પહેલા જ દિગ્વિજય સિંહે પોતાના પગ વડે સુલતાન ના પગમાં આંટી મારી અને સુલતાન પડી ગયો, દિગ્વિજયસિંહે તેનાં પર ગન તાકી દીધી.
“ભાગવાની કોશિશ ન કર નહીં તો એન્કાઉન્ટર કરતાં વધારે સમય નહીં લાગે, હવે બોલ જલ્દી તારો પાર્ટનર બાદશાહ કયાં છે? ” દિગ્વિજય સિંહે કહ્યું
“મને નથી ખબર ” સુલતાને કહ્યું
“તમે બંને એ બહુ આંતક મચાવ્યો હતો, એક મહિના થી તારી હિલચાલ પર નજર રાખી રહ્યો હતો આજે તું હાથમાં આવ્યો છે, સીધી રીતે બોલી દે કયાં છે બાદશાહ નહીં તો….” દિગ્વિજય સિંહે કહ્યું
“નહીં તો તારા માટે સારું નહીં રહે ઈન્સ્પેકટર ” પાછળ થી અવાજ આવ્યો
દિગ્વિજય સિંહ પલટયો તો પાછળ શૌર્ય, S.P. અને અર્જુન લઈ ને ઉભા હતા, દિગ્વિજયસિંહ થોડીવાર તેને જોતો રહ્યો અને પછી કહ્યું, “શૌર્ય સૂર્યવંશી??? ”
“હા શૌર્ય સૂર્યવંશી ” શૌર્ય એ કહ્યું
“દુનિયા ની નજરમાં એક બિઝનેસમેન અને પડદા પાછળ ગુનેગાર ” દિગ્વિજય સિંહે ગન તાકતા કહ્યું
“ઈન્સ્પેકટર સુલતાન ને છોડી દે, એને મારી ને પણ તને કંઈ નહીં મળે, પણ એને જીવતો છોડવાની બહુ મોટી કિંમત મળશે તને ” શૌર્ય એ ઓફર કરતાં કહ્યું
“આજ સુધી બહુ આવ્યા તારા જેવા પણ કોઈ મને ખરીદી નથી શકયું ” દિગ્વિજય સિંહે કહ્યું
“આ દુનિયામાં બધી વસ્તુઓ વહેંચાય છે બસ એની સાચી કિંમત લગાવી પડે છે ” શૌર્ય એ કહ્યું
“હું કોઈ કિંમત પર નહીં વહેંચાય ” દિગ્વિજય સિંહે કહ્યું
“દસ કરોડ એ પણ નહીં ” શૌર્ય એ કહ્યું
“વીસમાં પણ નહીં ” દિગ્વિજય સિંહે કહ્યું
“પચાસ કરોડ, આટલા તો તે કયારેય જોયાં પણ નહીં હોય ” શૌર્ય એ કહ્યું
આજ સમયે S.P. એ સુલતાન ને ઈશારો કર્યો અને દિગ્વિજય સિંહ પર પાછળ થી તરાપ મારવા કહ્યું અને સુલતાન એ ઈશારો સમજી ગયો અને તેણે પાછળ થી દિગ્વિજય સિંહ ને લાત મારી અને દિગ્વિજય સિંહ નું બેલેન્સ બગડયું અને તેનાં હાથમાંથી ગન નીચે પડી ગઈ, સુલતાને તરત જ ગન ઉઠાવી લીધી અને દિગ્વિજય સિંહ પર તાકી દીધી.
,“પચાસ કરોડ માં માની ગયો હોત તો સારું હતું ” શૌર્ય એ કહ્યું
“આવા લોકો મોત ને લાયક છે ” સુલતાને કહ્યું
“સુલતાન આ તારો શિકાર છે એટલે આને ખતમ પણ તું જ કર ” શૌર્ય એ કહ્યું
સુલતાન તરત જ ગન ચલાવી, પણ ગન તો ખાલી નીકળી, દિગ્વિજયસિંહ હસતાં હસતાં ઉભો થયો, આ જોઈ સુલતાને શૌર્ય સામે જોયું, તો શૌર્ય એ સુલતાન ને સ્માઈલ આપી અને આંખ મારી. આ જોઈ સુલતાન ત્યાં થી ભાગવા લાગ્યો પણ તરત જ શૌર્ય એ પોતાની ગન દિગ્વિજય સિંહ તરફ ફેંકી અને દિગ્વિજય સિંહે તરત જ સુલતાન ના બંને પગ પર ગોળી મારી અને સુલતાન ત્યાં જ પડી ગયો, તેણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ તે ઉભો ન થઈ શકયો.
શૌર્ય, S.P. ,અર્જુન અને દિગ્વિજય સિંહ તેની પાસે ગયા.
“કિંગ તે મારી સાથે.... ” સુલતાને એ દર્દ સાથે કહ્યું
“પ્લીઝ હવે તું વિશ્વાસઘાત ની વાત ન કરતો, તે તારા ભાઈ જેવા સાથી બાદશાહ સાથે દગો કર્યો તો અમારી સાથે તું વફાદાર બની રહે એની ગેરંટી શું???? ” શૌર્ય એ કહ્યું
“અત્યાર સુધી શાંત રહ્યા અને તારી મદદ કરી એનું કારણ હતું તને વિશ્વાસ આવે કે અમે તારા સાથે જ છીએ ” S.P. એ કહ્યું
“અને તને અમારા પર વિશ્વાસ આવી ગયો તો અમે.... ” અર્જુન એ કહ્યું
“મતલબ કાલ રાત્રે જે બન્યું???? ” સુલતાને કહ્યું
“એ અમારો જ પ્લાન હતો ” અર્જુન એ કહ્યું
“કિંગ ધારે તો તને આરામ થી મારી શકતાં હતાં પણ અમે વિચાર્યું કે થોડો મસાલો એડ કરીએ તો મજા આવે ” દિગ્વિજય સિંહે કહ્યું
“તારી અને બાદશાહ ની નાની નાની લડાઈ માં ન જાણે તમે કેટલા લોકો નો ભોગ લીધો ” શૌર્ય એ કહ્યું
“એજ લડાઈ માં તે કમિશ્નર આર.જે.મિશ્રા ની મદદથી મને મોહરો બનાવી ને બાદશાહ ને ખતમ કરવાનું વિચાર્યું , પણ અફસોસ કે એ કમિશ્નર તો ગયો પણ એ બાદશાહ એ મને મારવાની પણ કોશિશ કરી ” દિગ્વિજય સિંહે કહ્યું
“બાદશાહ ની મોત પછી દિગ્વિજય સિંહ ખૂબ ગુસ્સામાં હતો કારણ કે મેં એને ચાન્સ ન આપ્યો બાદશાહ ને મારવાનો પણ મેં એને પ્રોમિસ કર્યું હતું કે સુલતાન પર પહેલી ગોળી એજ ચલાવશે ” શૌર્ય એ કહ્યું
“મતલબ તમે બંને એકબીજા સાથે.... ” સુલતાને કહ્યું
“હા અમે એકબીજા સાથે મળેલા છીએ ” શૌર્ય એ કહ્યું
“એ પણ આજ કાલ ના નહીં, ત્રણ વર્ષ પહેલાં જયારે નુક્કડ પર રઘુ એ મારા પર ગોળી ચલાવી પણ કિંગ એ મને બચાવી લીધો હતો ” દિગ્વિજય સિંહે કહ્યું
(ત્રણ વર્ષ પહેલાં )
નુક્કડ પર થયેલા હુમલા ની દિગ્વિજય સિંહે તપાસ કરી ત્યારે તેને ખબર પડી કે રઘુ નિશાનો ચૂકયો ન હતો પણ શૌર્ય ને કારણે એ નિશાન ચૂકયો હતો. દિગ્વિજયસિંહે શૌર્ય વિશે બધી માહિતી મેળવી અને તે શૌર્ય ને મળવા માટે ગયો.
દિગ્વિજય સિંહ એપોઇન્ટમેન્ટ લઈ ને શૌર્ય ને મળવા તેની ઓફિસ પર પહોંચ્યો અને તેણે શૌર્ય ને કહ્યું, “થોડાં દિવસો પહેલાં નુક્કડ પર એક ગોળી ચાલી હતી અને એ સમયે તમે પણ ત્યાં જ હતા ”
“સર એ સમયે એ જગ્યા પર ન હતા ” અર્જુન એ કહ્યું
“હું જાણું છું કે મારી જાન તે બચાવી છે હું બસ એજ જાણવા આવ્યો છું ” દિગ્વિજય સિંહે કહ્યું
“આ દેશમાં ઈમાનદાર ઓફિસર બહુ ઓછા છે મિસ્ટર દિગ્વિજય સિંહ એટલા માટે મેં તમારી મદદ કરી બસ બીજું કંઈ નહીં ” શૌર્ય એ કહ્યું
દિગ્વિજય સિંહ ઉભો થયો અને જવા લાગ્યો અને જતાં જતાં તેણે કહ્યું, “મારા પર એક ઉપકાર કર્યો છે અને એ ઉપકાર નો બદલો હું સમય આવે જરૂર ચૂકવી ”
“હું એ તો નથી જાણતો કે એ ઉપકાર મેં કેમ કર્યો પણ એટલું જરૂર કહી કે ભવિષ્યમાં કયારેય પણ મારી જરૂર પડે તો મને યાદ કરી શકો છો એક ઈમાનદાર વ્યક્તિ ની મદદ કરવામાં હું કયારેય નહીં અચકાવ ” શૌર્ય એ કહ્યું
એ સમયે તો દિગ્વિજય સિંહ ત્યાં થી જતો રહ્યો, પણ જયારે સાપુતારા માં ડેવિલ આઈ વિશે જાણવા મળ્યું તો દિગ્વિજય સિંહે નકકી કર્યુ કે તે આ કેસ સોલ્વ કરશે, પણ જયારે તે મુંબઈ પહોંચ્યો તો એના પર પ્રેશર આવ્યું કે તે આ કેસ ને છોડી દે અને ના છૂટકે તેને એ છોડવું પડ્યું પણ એજ સમયે તેને શૌર્ય ની યાદ આવી કારણ કે એ એક મોટો બિઝનેસ મેન હતો અને તે પોલિટિકલ કનેક્શન પર ધરાવતો હશે જો એ કોઈ વાત કરે તો એનું કામ બની શકે છે એમ વિચારીને દિગ્વિજય સિંહ ફરી શૌર્ય પાસે ગયો.
શૌર્ય પોતાની કંપની ના ટેરેસ પર હતો, તે બાલ્કની માં ઉભો હતો અને તેના હાથમાં લાલ ડાયરી હતી, તેને ખબર નથી પડતી કે એ શરૂઆત ક્યાં થી કરે પણ એજ સમયે દિગ્વિજય સિંહ ત્યાં પહોંચે છે પણ અર્જુન તેને ત્યાં જ અટકાવે છે, “સોરી પણ સર અત્યારે કોઈ ને નહીં મળે ”
“મારે બસ થોડું જ કામ છે ” દિગ્વિજય સિંહે કહ્યું
“સોરી પણ... ” અર્જુન એ તેને બહાર જવા માટે હાથ લાંબાવતા કહ્યું
દિગ્વિજય સિંહ જવા નો જ હતો પણ ત્યાં શૌર્ય ના હાથમાં લાલ ડાયરી જોઈ ને તે ચોંકી ગયો અને બોલી પડયો, “લાલ ડાયરી અહીં ”
આ શબ્દો શૌર્ય ના કાન પર પડયા અને તે પલટયો, જોયું તો દિગ્વિજય સિંહ હતો તેણે અર્જુન ને કહી ને તેને અંદર આવવા કહ્યું
દિગ્વિજય સિંહ ત્યાં પહોંચતા જ કહ્યું, “આ લાલ ડાયરી તારી પાસે કેવી રીતે???? ”
“તું આ ડાયરી વિશે જાણે છે ? ” શૌર્ય એ કહ્યું
ત્યારબાદ દિગ્વિજય સિંહે તેના સાથે બનેલી બધી ઘટના કહી અને છેલ્લે તેણે કહ્યું, “હવે મારી લાઈફ નું એક જ મિશન છે આ ડેવિલ આઈ”
“ડેવિલ આઈ પાછળ એક નામ છે ” શૌર્ય એ કહ્યું
“મતલબ??? ” દિગ્વિજય સિંહે કહ્યું
ત્યારબાદ શૌર્ય એ બધી હકીકત તેને કહી, ત્યારે દિગ્વિજય સિંહ ને ખબર પડી કે હુસેન ને મારનાર કિંગ છે.
“મતલબ આ તારો સૌથી મોટો દુશ્મન છે? ” દિગ્વિજય સિંહે કહ્યું
“હા આ મારા લાઈફ ની એ મંઝિલ છે જયાં હું પહોંચવા માંગું છું અને એ મંઝિલ નું નામ છે ડેવિલ ” શૌર્ય એ કહ્યું
હવે દિગ્વિજય સિંહ બધી વાત સમજી ગયો હતો અને તેણે શૌર્ય ને પણ બધું સમજાવ્યું.
“દિગ્વિજય સિંહ તું ઈમાનદાર છો એટલે તું તારા ફરજ સાથે ગદ્રારી નહીં કરે ” શૌર્ય એ કહ્યું
“હા પણ તારો મારા પર એક ઉપકાર છે એ માટે હું તારી મદદ જરૂર કરી ” દિગ્વિજય સિંહે કહ્યું
ત્યારબાદ દિગ્વિજય સિંહે શૌર્ય તરફ હાથ લંબાવ્યો અને શૌર્ય એ તેની સાથે હાથ મિલાવ્યો.
“હવે મારી વાત ધ્યાન થી સાંભળો ” શૌર્ય એ S.P. ,અર્જુન અને દિગ્વિજય સિંહ ને કહ્યું
“હવે ડેવિલ ની નજરમાં આવ્યા વગર આપણે કામ કરવું પડશે, એ માટે હું અને S.P. લંડન જશું, દિગ્વિજયસિંહ તું તારી નોકરીમાંથી ગમેતેમ કરી ને બે વર્ષ માટે સસ્પેન્ડ થઈ જેથી તું લોકલ માફિયા સાથે રહી ને ડેવિલ વિશે માહિતી મેળવી ”શૌર્ય એ કહ્યું
“આવું શા માટે??? ” અર્જુન એ કહ્યું
“હું ગમે ત્યાં જાવ ડેવિલ મારા પર નજર રાખશે જ એટલાં માટે જ દિગ્વિજય સિંહ જો લોકલ માફિયા સાથે રહશે તો ડેવિલ ની નજર એના પર રહેશે અને અમે અમારું કામ પણ કરી શકશું ” શૌર્ય એ કહ્યું
“ઠીક છે હું આ કરવા તૈયાર છું ” દિગ્વિજય સિંહે કહ્યું
“બસ બે વર્ષ વનવાસ કરવો પડશે આપણે પણ એ પછી એક એવી જંગ શરૂ થશે જે સીધી ડેવિલ ના અંત પર જ સમાપ્ત થશે ” શૌર્ય એ કહ્યું
બસ ત્યારબાદ શૌર્ય વિદેશ જતો રહ્યો અને દિગ્વિજય સિંહ પોલીસ ની નોકરી છોડી ને લોકલ માફિયા સાથે મળી ગયો. બે વર્ષ પછી પણ એ બધા એ સાથે કામ કર્યું, ઈન્ડસ્ટ્રીયલ એરીયા માં બ્લાસ્ટ શૌર્ય એ કર્યો એ દિગ્વિજય સિંહ જાણતો હતો એટલે તેણે એ કેસ ને જ બંધ કરવી દિધો, અને આજે એ એકબીજા ની સામે આવ્યા કારણ કે ડેવિલ ના એમ્પાયર નો બીજો એક સ્તંભ ધરાશાયી થવાનો હતો અને એ છે સુલતાન.
આખરે શૌર્ય એ ફરી બાજી પલટી દીધી, પણ શું આવી નાની નાની બાજી મારી ને એ ડેવિલ સુધી પહોંચી શકશે, કારણ કે હજી સુધી ડેવિલ મેદાનમાં નથી ઉતર્યા પણ આટલું કહી દઉં કે આગળ ના ભાગમાં ડેવિલ પોતે પહેલી ચાલ ચલશે અને એમાં કોણ કોણ માત ખાશે એ જાણવા માટે તમારે વાંચવું પડશે, “KING - POWER OF EMPIRE”