Prem Angaar book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Angaar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ અંગાર - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય કકુદરતનાં ખોળે અને સંકેતો સાથે ઉછરે છે અને જીવનમાં વૈદી કવિ જ્ઞાન-ગણિત શાસ્ત્રનાં સથવારે આધુનિક વિજ્ઞાનમાં સમન્વય કરીને વિરાટ પ્રગતિ કરેછે. વાર્તાની નાયિકા પણ કુદરતી વાતાવરણ અને સંસ્કારી ખોરડામાં ઉછરી મોટી થઈ છે. નાયિકાનાં દાદા કાકુથ ખુબ વિદ્વાન–શાસ્ત્રનાં જાણકાર વૈદિક વિજ્ઞાન અને ગણિતનાં ઉપાસક અને શિક્ષક છે એ નાય કનાયિકાને જ્ઞાન આપે છે. વાર્તામાં અવારનવાર વળાંકો સ્થિતિ સંજોગ પ્રમાણે આવે ચે બીજી નાયિકાનો પોતાનો આગવો મોભો છે. બીજા પાત્રો
નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય ...વધુ વાંચોખોળે અને સંકેતો સાથે ઉછરે છે અને જીવનમાં વૈદી કવિ જ્ઞાન-ગણિત શાસ્ત્રનાં સથવારે આધુનિક વિજ્ઞાનમાં સમન્વય કરીને વિરાટ પ્રગતિ કરેછે. વાર્તાની નાયિકા પણ કુદરતી વાતાવરણ અને સંસ્કારી ખોરડામાં ઉછરી મોટી થઈ છે. નાયિકાનાં દાદા કાકુથ ખુબ વિદ્વાન–શાસ્ત્રનાં જાણકાર વૈદિક વિજ્ઞાન અને ગણિતનાં ઉપાસક અને શિક્ષક છે એ નાય કનાયિકાને જ્ઞાન આપે છે. વાર્તામાં અવારનવાર વળાંકો સ્થિતિ સંજોગ પ્રમાણે આવે ચે બીજી નાયિકાનો પોતાનો આગવો મોભો છે. બીજા પાત્રો
પ્રકરણ : 2 ...વધુ વાંચો પ્રેમ અંગાર વિતી ગયેલા સમયમાં વિશ્વાસે જીવનમાં જાણે બધા જ રંગ જોઈ લીધા હતા. બાળપણથી યુવાની સુધી તે પછી યુવાની પણ હવે સરકી રહી હતી ત્યારે એને એવું લાગી રહ્યું હતું કે એનો જન્મ થયા પછી જાણે કોઈ અધૂરી કથા પુરી કરવાની હોય કોઈ અગોચર શક્તિ એને હાથ પકડી દોરી રહી હોય એનું સંચાલન કરી રહી હોય એવો સતત આભાસ રહેતો. સમજણ આવી ત્યારથી જ એને કોઈ અગોચર અગમનિગમ અણસાર સંકેત મળતા રહેતાં એ સમજવા પ્રયત્ન કરતો એનાં દીલમાં કોઈ વાર ખુશી આનંદ કોઈવાર શોક, ભય છવાઈ જતાં ક્યારેક અગમ્ય લાગણીની ધારા છૂટે અને એ
પ્રકરણ : 3 ...વધુ વાંચો પ્રેમ અંગાર દિવાળીની રજાઓ આવી શરદમામાનું આખું કુટુંબ માતાપિતાને અંબાજીથી લઈ રાણીવાવ આવ્યા. શરદમામા દિવાળી પહેલા માલનું વેચાણ ડીલીવરી કામ પરવારી ધનતેરશની પૂજા પતાવી આવી ગયા રાણીવાવ. માસ્તરકાકાનાં મૃત્યુ પછી બધી દિવાળી બધા રાણીવાવ કરતાં જેથી મોટી બહેનનું ઘર ભર્યું રહે ખેતી કામ જોવાય અને વ્હાલા ભાણેજ વિશ્વાસ માટે ભેટસોગાદ લવાય. મુંબઈની દોડાદોડ પછી અહીં ગામની રજાઓ અને ધરતીની સુવાસ એમને અહીં ખેચી લાવતા. અહીં ખૂબ શાંતિ અને સુખ મળતા. જાબાલી અને વિશ્વાસ પણ થોડા જ વર્ષના ફરકે લગભગ સરખા લાગતાં અને સાથે ખૂબ રમતા. સગાભાઈઓ કરતાં વિશેષ પ્રેમ લાગણી હતા. શરદભાઈ
પ્રકરણ : 4 ...વધુ વાંચો પ્રેમ અંગાર વિશ્વાસ એકીટશે આસ્થાને નખશિખ જોતો જ રહ્યો કંઇક અનોખું જ આકર્ષણ થાય છે મને... સુંદર ઘાટીલો ભીનેવાન દેહ બસ જોતાં જ જાણે પ્રેમ થઈ ગયો અને જાણે જન્મોની મારી સાથી છે જાણે. વિશ્વાસના હદયમાં જાણે ઘંટડી જ વાગી ગઈ અને જાણે સામે સાચે જ અપ્સરાને જોઈ હોય એમ રોમાંચિત થઈ ગયો. આસ્થાએ એની સમાધી તોડતા કહ્યું “તમે અમારા મહેમાન જ છો ચાલો અહીંથી ઘરે પહોંચીયે.” એટલામાં બન્ને એની બહેનપણીઓ નજીક આવી ગઈ અને બોલી અરે આપણે તો નાગનાગણની જોડી જોઈ હતી આતો કોઈ બીજી દૈવી જોડી જાણે જોઈ રહ્યા છીએ એમ
પ્રકરણ :5 ...વધુ વાંચો પ્રેમ અંગાર વિશ્વાસ કાકુથને ચરણ વંદના કરી બોલ્યો “કાકુથ અમે રજા લઈએ હજી મતંગનાં ઘરે જઇ અમારા ઘરે પહોંચીશું તહેવારનાં દિવસો છે બધા ઘરે રાહ જોતા હશે. કાકુથ બોલ્યાં હાઁ જરૂર નીકળો અને ફરી અહીં આવતા રહેજો. વિશ્વાસે કહ્યું.” જરૂરથી આવીશ જ મારે આપની પાસેથી ઘણું જાણવા શીખવાનું છે એમ કહી અછડતી નજરે આસ્થાને જોઈને જાબાલી મતંગ સાથે ત્યાંથી નીકળી ગયો. રાણીવાવ ક્યારે આવ્યું ખબર જ ના પડી વિશ્વાસ આસ્થાનાં વિચારોમાં જ રત રહ્યો. મતંગે બાઈક ઊભી રાખી અને જાબાલી વિશ્વાસ ઉતર્યાં. વિશ્વાસે મતંગને ઘરમાં આવવા કહ્યું પરંતુ મતંગ કહે “હવે હું જઊં ઘરે રાહ