પ્રેમ અંગાર - પ્રકરણ : 41 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અંગાર - પ્રકરણ : 41

પ્રકરણ : 41

પ્રેમ અંગાર

વિશ્વાશની સફળતાથી ગામવાળા – સરપંચ બધા મીઠાઇ લઇને ભટ્ટીજીનાં ઘરે આવી ગયા જાણે કોઈ તહેવાર ઉત્સવ ઉજવાયો. બધાને વિશ્વાસની સફળતા ઉપર ખૂબ ગોરવ થઇ રહ્યું હતું આજે એક સાથે દિવાળી દશેરા ઉજવાઈ ગઇ.

વિશ્વાસનાં આજે જીંદગીનો સોથી સફળ દિવસ હતો. અકલ્પનીય સફળતાએ એને મોટી હસ્તી બનાવી દીધો. વિશ્વાસ બધાને મળીને બધાની શુભેચ્છાઓ અને ગીફ્ટનાં ડુંગર જોઈ આભાર માની એનાં ફ્લેટ ઉપર આવ્યો ફ્લેટ ઉપર ડૉ. અગ્નિહોત્રી પણ આવી ગયા. ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવા સૂચના આપી. વિશ્વાસે કહ્યું સર હું થોડોક સમય લઉં માં અને આસ્થા સાથે વાત કરી લઉં. ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું “શ્યોર શ્યોર તારી મધરને મારા વતી કોન્ગ્રેચ્યુલેશન કહેજે તારા જેવો દીકરો અમને આપ્યો એની વે તું વાત કરી લે.”

વિશ્વાસે આસ્થાને ફોન કર્યો “હલ્લો આસ્થા. આસ્થાએ ફોન ઉપાડ્યો પણ શબ્દો જ ના નીકળ્યા અવાચક બનીને ફોન પકડી ઊભી રહી વિશ્વાસે કહ્યું “એય આસ્થા, આજે આપણાં માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે સફળતાનો દિવસ આજે મારો આનંદ ચરમસીમાએ છે. આસ્થાએ એટલું જ કહ્યું “મારો વિશ્વાસ આજે સાચો પડ્યો. ખૂબ જ આનંદ થયો હુ તો આજે બધાને ઘેલી લાગું છું વિશુ મારી પાસે વર્ણન કરવા શબ્દો જ નથી પરંતુ એક વાત જરૂરી કહીશ જે મેં જ અનુભવવી છે. વૈદીક જ્ઞાન અને સૂક્ષ્મ શક્તિએ તમને અપાર સફળતા અપાવી તમે એની પાત્રતા ધરાવો છો અને મને એનું ગૌરવ છે. વિશુ તમારાં આ કામમાં તમારી અથાગ મહેનત છે અને તમારી આ મહેનત પાછળ તમારાં છ માસ ક્યાં નીકળી ગયા તમને નહીં ખબર પડી હોય પણ હું એક એક ક્ષણ વિરહમાં પીડાઇ છું તમારી સફળતામાં મારા વિરહનાં વ્રતનું ફળ પણ સમાયેલું છે અને આસ્થાથી ડૂસકું નંખાઈ ગયું. વિશ્વાસે કહ્યું “આશુ તારા વિરહનું વ્રત નહીં પણ એની સાથે તારો પ્રેમ મારા ઉપરનો ભરોસો અને આપણી એકાત્મતાએ સફળતા અપાવી છે. હું તારો અને કાકુથનો બન્નેનો ઋણી છું આજે મારી આ સફળતા કાકુથને આભારી છે જેણે મારા મનમાં વિચાર રોપ્યા, જ્ઞાન આપ્યું. આસ્થા કહે વિશુ તમે ઝડપથી પાછા આવો ધીરજ નહીં રહે. વિશ્વાસ કહે હજી અહીં ફોર્માલીટી બાકી છે. સર તો અહીં જ છે મારી રાહ જોઈને બેઠા છે વાત પુરી થાય પછી એમની સાથે ચર્ચા કરીશ પછી તને બધું જ જણાવું આશુ માં ને આપ તો ફોન.”

માં એ ફોન લીધો અને હર્ષાશ્રુ સાથે કહ્યું મારો દિકરો સાચે જ મારો કૂળ દીપક નીવડ્યો છે. તારા બાપુ આ જોઇને કેટલા ખુશ થતા હશે એમનાં આશીર્વાદ ખૂબ ફળ્યા. દીકરા તારી મહેનત અને વિદ્યા આજે સોળકળાએ ખીલી અને તેનું આજે તને પરિણામ મળ્યું. મોટું ઇનામ મળ્યું દીકરા હવે વતન ક્યારે આવે છે ? તારી રાહ જોઈ જોઇને હવે આંખો કોરી થઇ ગઇ છે. હવે તારું કામ સફળતાપૂર્વક નીપટ્યું. હવે આવી જા દિકરા... અને એમનાંથી ડૂસ્કું નંખાયું. વિશ્વાસની આંખો ભીની થઇ એ લાગણીવશ થઈ આવ્યો માં મને આશીર્વાદ આપો. હું હવે જલ્દી જ આવી જઉં છું પાછો... માં એક મીનીટ સર વાત કરવા માંગે. વાત કર.

ડૉ. અગ્નિહોત્રીએ પોતાની ઓળખ આપી વાત શરૂ કરી તમારા દીકરાએ ફક્ત તમારું નહીં ગામ, શહેર દેશનું નામ રોશન કર્યું છે. આવા દીકરાને જન્મ આપી તમે ધન્ય થઇ ગયા. એની કોઇ ચિંતા ના કરશો તમારી તબીયત સાચવજો અહીંનું બાકીનું કામ નીપટાવી એ આવી જશે હવે.

સૂર્યપ્રભાબહેને કહ્યું “હા આજે મારા દીકરાએ કૂળ ઉજાળ્યું છે અમારું માથું બધે ગૌરવથી ઊંચુ કર્યું છે એની સફળતા માટે તમારો સહકાર અને એના ઉપરનો ભરોસો બન્નેએ એને સાથ આપ્યો. તમને પણ મારા અભિનંદન.

વિશ્વાસે ફોન મૂક્યો. ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું “દિકરા આજે તું આરામ કરી લે. આવતી કાલે સવારે હું ફોન કરીશ પછી આગળના પ્રોગ્રામની ચર્ચા કરીશું તું થાકેલો છે. સાથે અમાપ સફળતા વરી છે. સરસ શાંતિથી નીંદર લે આપણે કાલે મળીશું. હું તારા માટે રીલેક્ષ થવા હેન્રીને કહું છું કંઇક મોકલે અને ડૉ. અગ્નિહોત્રીએ વિદાય લીધી.

વિશ્વાસે કપડાં બદલ્યા અને પોતાના બેડ પર આવીને લંબાવ્યું એમાં ડોરબેલ વાગ્યો એણે કહ્યું કમીંગ હેન્રી આવ્યો સાથે શેમ્પેઇન લઇ આવ્યો. વિશ્વાસે હસતાં હસતાં આવકાર્યો. હેન્રીએ ક્હયું “સર હાર્ટલી કોન્ગ્રેચ્યુલેશન આપે કમાલ કરી છે. આજે તમને રીલેક્ષ થવા આની સાથે બીજું શું જોઇએ ? વિશ્વાસે કહ્યું કંઇ નહીં તું શાંતિથી જઇ શકે છે હું આજે આરામ કરવા માંગુ છું થેંક્સ ફોર શેમ્પેઇન. અને હેન્રીએ ઓકે કહી વિદાય લીધી. વિશ્વાસે પોતાની બેગમાંથી માંબાબાનાં ફોટા બહાર કાઢ્યા ક્યાંય સુધી નમન કરતો રહ્યો આંખોમાં આંસુ આવી ગયા એણે ક્યારેય જીંદગીમાં આવી સફળતા માન સન્માનની આશા નહોતી રાખી એ પગે લાગી બહાર બાલ્કનીમાં આવી ગયો આકાશ તરફ બે હાથ કરીને અશ્રુધાર સાથે પરમાત્માને આભાર માનવા લાગ્યો. એણે કહ્યું હે અગોચર શક્તિ હું તમારો ઋણી છું આજે આ સફળતા તમારા લીધે મને પ્રાપ્ત થઇ છે હું આ સફળતાને આપનાં ચરણોમાં સમર્પિત કરીને પછી સ્વીકાર કરું છું. અવકાશમાં પણ જાણે ચંદ્રમાંની આસપાસ રંગબેરંગી ફૂલઝડી ફૂટી હોય એમ ચમકારા થવા લાગ્યા. વિશ્વાસને થયું જ મારી પુકાર સાંભળી છે. હે સૂક્ષ્મશક્તિ તમારાથી જ હું છું તમારાથી જ સર્વ છે. ખૂબ આભાર માની આવીને રૂમમાં તરત જ સૂઇ ગયો.

*****

કેનેડી સ્પેસ સેન્ટરમાં હોલમાં ડૉ. કલેન્સી, ડૉ. રીચડ્સ, ડૉ. અગ્નિહોત્રી, ડૉ. વિશ્વાસ બધા સ્ટેજ પર બેઠા છે. આખો હોલ ખીચોખીચ ભરેલો છે જુદા જુદા દેશનાં ઘણાં પત્રકારો હાજર છે. બધાને ડૉ. વિશ્વાસની સ્પીચ સાંભળવામાં જ રસ છે. ઘણાં ને પ્રશ્નો પૂછવા છે એટલામાં ડૉ. રીચડ્સ ડૉ. વિશ્વાસને સંબોધીને કહ્યું “ડૉ. વિશ્વાસ આપ અહીં મારી બાજુમાં આવો. વિશ્વાસ આવીને ઊભો. ડૉ. રીચર્ડ્સે વિશ્વાસને પી.એચડીની ડીગ્રી અને દસ લાખ ડોલરનો ચેક જે એમણે એનાઉન્સ કરેલ એ આપ્યો. તાળીઓનાં ગડગડાટ સાથે બધાએ વધાવી લીધુ. ડૉ. રીસડ્સે કહ્યું “ડૉ. વિશ્વાસ મારો એક પ્રસ્ન છે જે મારો જનહીં બધાનો છે. જ્યારે સ્ટીમ બોમ્બર સીસ્ટમ પરફોર્મ નહોતી કરી રહી એટલે એક સમય ડર લાગેલો હવે શું થશે ? તમે એક માત્ર ડાર્ક સ્લીવ લગાવીને પ્રોબ્લેમ સોલ્વ કર્યો એની પાછળનું રહસ્ય શું છે ? મને લાગે છે અહીં બેઠેલા તમામ તથા પત્રકારોનો પણ આ જ પ્રશ્ન છે.

વિશ્વાસે માઇક હાથમાં લેતાં કહ્યું “સર, તમારો પ્રશ્ન યોગ્ય છે. મેં મારા વૈદીક વિજ્ઞાન અને સમજ પ્રમાણે એનર્જી સીસ્ટમ ગોઠવેલી જેમાં માત્ર પેટ્રોલ (ઇંધળ) જ નહીં પરંતુ ઇધણ + પવન + સ્ટીમ (ગરમહવા) બધાની એનર્જી એક કરીને એક ફોર્સથી પૂરા ભાવ અને શ્રધ્ધા સાથે ગોઠવેલી પરંતુ સ્ટીમ સીસ્ટમ જરૂરી સપોર્ટ નહોતી કરતી ક્યાંક એનર્જી ઓછી જનરેટ થતી હતી. મેં મારા પંચતત્વનાં સિધ્ધાંતને કામે લગાડ્યો પંચ તત્વ એક સાથે કોઇ પણ ક્રિયામાણકર્મ કરે છે અને જે તત્વનો વધુ ભાગ હોય એ વિદ્યમાન થાય છે જણાય છે.

જે એનર્જી લોસ થતો હતો એમાં મેં ડાર્ક સ્લીવ ચઢાવીને લોસ અટકાવ્યો એમાં વૈદીક વિજ્ઞાન એમ કહે છે એનર્જી પરિવર્તિત થાય ત્યારે તત્વ સાથે એનો ભાવ જોડાવો જોઇએ. આમ સ્થૂળ શક્તિ સાથે સૂક્ષ્મ શક્તિનો સમન્વય કરવાથી ધારી સફળતા મળી બસ આજ છે. સાચું કારણ અને આ પરિવર્તિત શક્તિનાં સિધ્ધાંત બધાને જાણ જ છે. મેં મારા પ્રોજેક્ટ રીપોર્ટમાં ખૂબ લાક્ષણીકતા સાથે પૂરી માહિતી સાથે દરેક વસ્તુ-સિસ્ટમ, વિજ્ઞાન-ગણિત સિધ્ધાંતો જણાવેલા છે.

તાળીઓનાં ગડગડાટ સાથે બધાએ વિશ્વાસને વધાવી લીધો. એનું બહુમાન કર્યા પછી ડીનર પાર્ટી હતી. બધાં જ ડીનર પાર્ટીમાં જોડાયા. દેશ વિદેશથી બીજા ઘણાં મહેમાન હતા અને એમાં બધા જ વિજ્ઞાનિકો શામેલ થયા. અમેરીકન પ્રેસીડન્ટ તરફથી વિશ્વાસને સન્માનપત્રક મળ્યો. આમ વિશ્વાસનાં જીવનમાં આજે કંઇક ઓર આનંદનાં રંગ પૂરાયા હતા.

ભારતીય વડાપ્રધાને એક અગોચર વૈદીક વિજ્ઞાન અને ગણિતનાં સિધ્ધાંતને અનુસરી એક નવી જ થીયરી શોધવા બદલ વિશ્વાસને એક કરોડનું ઇનામ જાહેર કર્યું વતન પરત આવ્યા પછી બહુમાન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. આજે વિશ્વાસનો દેશ-વિદેશમાં ડંકો વાગી રહ્યો છે. ડૉ. કલેન્સી અને ડૉ. રીચડ્સ વિશ્વાસને હમણાં ભારત પરત પાછા ના જવા સમજાવ્યો. યાન સંપૂર્ણ પણે એની નિયત પરીસીમામાં પહોંચે ત્યાં સુધી તથા નવા પ્રોજેક્ટમાં કામ કરવા આમંત્રિત કર્યો. વિશ્વાસે કહ્યું. થોડો સમય રહી શકશે પછી એને દેશ પાછા જવું છે. હમણાં એમની સાથે કામ કરવા તૈયાર છે.

*****

વિશ્વાસનાં માન સન્માન-પૈસો-પ્રસિધ્ધી દિવસ રાત વધ્યા જ કરતાં હતા. એ એનાં ફોનકોલ્સ, મેસેજ, ઇન્ટરવ્યુમાંથી ઊંચો જ નહોતો આવતો એનું શિડ્યુલ એકદમ વ્યસ્ત થઇ ગયું હતું. લેબમાં પણ હજી એનું કામ ચાલુ હતું તથા નવા પ્રોજેક્ટનો અભ્યાસ કરી રહ્યો હતો. ડૉ. અગ્નિહોત્રીએ પણ એમની કંપની તરફથી વિશ્વાસને સી.ઇ.ઓ. તરીકે નિમણૂંક કરી પારિતોષિક આપ્યુંતથા દસ લાખનું ઇનામ જાહેર કર્યું કંપનીને વિશ્વાસનાં કારણે પ્રસિધ્ધ અને પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા હતાં.

વિશ્વાસ આજે ખૂબ જ થાક્યો હતો. એ સોફા પર બેઠાં બેઠાં ટીવી જોતાં સૂઇ ગયો. એના ફ્લેટની સંભાળ રાખનાર મીસ રૂબીના અંદર આવી એણે જોયું વિશ્વાસ સૂઇ ગયો છે. અવાજ કર્યા વિના એ અંદર જઇ એના બેડરૂમ વિગેરે સાફ કરી ચાદર વિગેરે બદલવા લાગી પછી કીચનમાં જઇ કોફી બનાવી અને વિશ્વાસ પાસે આવી અને વિશ્વાસને કહ્યું “સર આપની કોફી. આજે આપ થાકી ગયા છો. કોફી પીલો થોડા ફ્રેશ થઇ જાઓ.” વિશ્વાસની આંખ ખૂલી એણે એનું હાઉસકીપીંગ સંભાળી રૂબીનાને જોઇ એનાંથી મલકાઇ જવાયું “ઓહ થેન્ક્સ રૂબી. હા હું ખૂબ થાકી ગયો છું મારે લાંબી ઊંઘની જરૂર છે. મારા કોઇ કોલ્સ ન લેતી અને મને કોઈ ડીસ્ટર્બ ના કરે તે જોજે.

પ્રકરણ : 41 સમાપ્ત..

સફળતાનો નશો કેવો ચઢ્યો વિશ્વાશને વાંચો પ્રકરણ 42 માં…………..