Prem Angaar - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમ  અંગાર - પ્રકરણ-24

જાબાલે વિશ્વાસને વધાઈ આપતા કહ્યું “અરે વાહ છુપે રુસ્તમ કોન્ગ્રેચ્યુલેશન. ભાઈ તે ધડાકો જ કર્યો. મારા અને ઇશ્વા તરફથી ખૂબ ખૂબ વધાઇ અને આસ્થાએ પણ જાબાલી ઇશ્વા બધા સાથે વાત કરી. બધી ઔપચારીકતા પતી પછી બધા વડીલો ઘરે બેઠા અને આસ્થા વિશ્વાસ ગાડી લઇને બહાર ફરવા ઉપડી ગયા.”

આજે બન્ને પ્રેમીપંખીડા આસ્થા વિશ્વાસ ખૂબ જ ખુશ હતા આજે માં એ જે આશ્ચર્ય સાથે આનંદની સીમા વટાવી જાય એવા આશિષ આપી દીધા. વિશ્વાસે કહ્યું, આશુ આજે મારા જીવનનો સૌથી આનંદીત અને આશીર્વાદ ભરેલો જ રહ્યો. મારા જીવને આજે સાચા અર્થમાં જીવનો મેળાપ થઈ ગયો. હવે મને કશું જ ના જોઈએ હવે બધું જ એક સાથે તારા રૂપમાં મળી જ ગયું ના કોઈ સુખની અપેક્ષા નથી કોઈ બીજા રહ્યા સપના. બસ તને મેળવી ખૂબ પ્રેમ કરું એજ આનંદની અપેક્ષા. આસ્થા વિશ્વાસની આંખોમાં જોઈ રહી અને વિશ્વાસ બોલતો હતો એ આંખોથી હદયમાં ઉતારી રહી. આસ્થા આજે ઇશ્વરનાં આશીર્વાદથી અભિભૂત થઈ ગઇ હતી આજે વિશ્વાસમાં ઓતપ્રોત થઈ ગઇ. આજે ઘરમાં વડીલોનાં આશીર્વાદથી જાણે મંજૂરીનો થપ્પો વાગી ગયો હતો. એક અનોખી નિશ્ચિંતનાં સુખમાં આબોટી રહી.

આશુ આજે એક સંપૂર્ણ સુખ આનંદનાં વરસાદમાં જાણે આપણે વિહરી રહ્યા છીએ. આજે મારું રોમ રોમ તને પ્રેમ કરવા તડપી રહ્યું છે. એમ કહી આસ્થાને આગોશમાં લઈ લીધી એના પર મીઠી ચૂમીઓનો વરસાદ વરસાવી રહ્યો. આસ્થા પણ વિશ્વાસની બાહોમાં સમાઈ ગઇ. આજે બન્ને જીવ શરીર બધું જ એક થઈ ગયું. આસ્થા વિશ્વાસમાં એવી ભળી ગઇ જાણે એક જ અસ્તિત્વ થઈ ગયું.

ક્યાંય સુધી બન્ને પ્રેમ જીવ એકબીજામાં પરોવાયેલા રહ્યા પછી આસ્થાએ કહ્યું “વિશુ ચલો ઘરે બધા રાહ જોતાં હશે સમય તો ક્યારે પસાર થઈ ગયો ખબર જ ના રહી.” વિશ્વાસે આસ્થાનું માથું બે હાથે પ્રેમથી ઊંચકી કપાળમાં ચૂમી ભરી સંમતિકારક ઇશારો કર્યો. બન્ને સ્વસ્થ થયા અને ઘરે પાછા વળવા નીકળ્યા. આજે બન્ને પ્રેમી ખૂબ આનંદમાં અને સંતોષમાં હતા.

કાકુથ વસુમાએ આસ્થા વિશ્વાસને આવતા જોયા અને આંખોમાં ચમક આવી એ લોકો પાછા ફરવા રાહ જોઈ રહ્યા હતા. સૂર્યપ્રભામાં બન્ને છોકરાનાં ફરીથી ઓવારણા લીધા અને આસ્થાને વ્હાલથી ભેટી પડ્યા. વિશ્વાસનાં નાના નાનીએ વિશ્વાસને કહ્યું “દિકરા ફરીથી શાંતિથી વહુને લઇને આવજે. આસ્થા શરમાઈ ગઈ” કાકુથ – વસુમા - સૂર્યપ્રભામાં બધા પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા. બધાએ નાના નાનીની રજા માંગી અને ગાડીમાં બધા પહેલાં વિશ્વાસનાં ઘરે આવ્યા અને ખાસુ મોડું થયુ હોવાથી વિશ્વાસે માં ને ઘરે ઉતારી અને કાકુથ વસુમાં અને આસ્થાને કંમ્પે મૂકવા જવા તૈયારી કરી. આસ્થાએ માં ને કહ્યું હું એમંનાં જવા સમયે આવીશ માં એ કહ્યું હવે આવતી જતી રહેજે મને પણ સારુ લાગશે. કાકુથ અને વસુમાએ સૂર્યપ્રભા બહેન પાસે રજા લીધી અને બધા કમ્પા પર આવ્યા. આસ્થાએ વિશ્વાસ સામે જોયું અને વિશ્વાસને પાછા ના જવા ઇશારો કર્યો. વિશ્વાસે કહ્યું ફરી આવીશ. વિશ્વાસે કાકુથ વસુમાંનાં આશિષ લઈ આસ્થા પાસે આવ્યો કહ્યું “હવે તો હું તારી પાસે જ છું તારો જ થઈ ગયો. વિધીસર એકબીજાનો સ્વીકાર થઈ ગયો. માં એકલા છે હું કાલે આવીશ પછી પાછું મારે બે દિવસમાં મુંબઈ પાછા જવાનું છે. આસ્થાએ પાછા જવાનું સાંભળી ઉદાસ થઈ ગઇ. વિશ્વાસે આશ્વાસન આપતાં કહ્યું કાલે આવું છું પછી વાત કરીશ નિશ્ચિંત રહે હું તને હવે કાયમ માટે લઈ જઇશ હું જ હવે તારા વિના નહીં રહી શકું અને વિશ્વાસે ત્યાંથી વિદાય લીધી.

આજે વિશ્વાસ પણ મુંબઈ પાછા જવાનું હોવાથી ઘણો ઉદાસ હતો. આસ્થા તો સવારથી રડ્યા જ કરતી હતી એનાં આંસુ રોકાવાનું નામ નહોતાં લેતાં. વસુમાં અને કાકુથ પણ ઉદાસ હતા આજે જાણે પોતાનો દિકરો પરદેશ જવાનો હોય એવો માહોલ હતો. વિશ્વાસે કાકુથ અને વસુમાંને પગે લાગીને વિદાય માંગી. એ લોકોએ આશીર્વાદ આપ્યા અને જલ્દી પાછા આવવા કહ્યું અને લગ્ન માટે પણ પૂછ્યું.

વિશ્વાસે કહ્યું “કાકુથ તમે ચિંતા ના કરો. મારું ભણવાનું પુરુ થાય અને નોકરીમાં ઠરીઠામ થઈ પહેલું કામ આસ્થાને લગ્ન કરી લઇ જવાનું કરીશ. માં એ પણ આજ કીધું છે હવે માં ને એકલા નથી રહેવું. આસ્થાએ વિશ્વાસ સામે જોયું. વિશ્વાસે એ લોકોની રજા લીધી આસ્થાને લઇને મંદિર ગયો. ત્યાં બન્ને જણાએ પગે લાગીને આશીષ લીધા. આસ્થા વિશ્વાસને વળગી પડી અને આ દ્વંધ કરવા લાગી. વિશ્વાએ એને વ્હાલથી ચૂમી લીધી અને ફરી તરત જ આવશે એવી હૈયાધારણ આપી કહ્યું. “આશુ હું જ હવે નહીં રહી શકું તારા વિના જેવું બધું પુરુ થાય તરત જ હું આવી જઇશ. કહીને જવા માટે તૈયાર થયો. વિશ્વાસે બધાની રજા લઇ રાણીવાવ આવવા નીકળી ગયો.

આજ સવારથી વિશ્વાસનું મન ઢીલું પડી રહ્યું હતું. માં પણ આજે વિશ્વાસ પાછો જવાનો હોવાથી કંઇ ખાધું પીધું જ નહોતું. મનમાં આનંદ હતો કે હવે ઘરમાં વહુ આવી જશે. વિશ્વાસને ખૂબગમતી સંસ્કારી અને સ્વરૂપવાન વહુ ઘરમાં આવવાથી વર્ષોથી ભોગવેલા દુઃખમાંથી છુટકારી થશે. ઘરમાં આનંદ છવાયેલો રહેશે અને પછી ઘરમાં વિશ્વાસનેં બાળકના પગલા પડશે આવા વિચારોથી મનમાં મલકાયા કરતા હતા. સપનાઓ જોયા કરતાં હતાં જાણે કાલે જ બધું થઈ જવાનું હોય એમ ખુશ થતાં હતાં. માં એ વિશ્વાસને કહ્યું “દિકરા બસ તારું ભણવાનું પુરુ થાય તારી નોકરી સરસ કાયમી થઈ જાય પછી તારા લગ્ન લઇ લઇએ ઘરમાં રૂપાળી વહુ આવી જાય પછી જ્યાં તારી નોકરી થાય ત્યાં બધા જ સાથે રહીશું હવે હું પણ થાકી છું હવે તારા ઠરીઠામ થવાની જ રાહ જોઉં છું. બધુ હવે નજર સામે અને નજીક લાગે છે એટલે ધીરજ જ નથી રહી. વિશ્વાસને કાકુથનાં શબ્દો યાદ આવી ગયા.”વિશ્વાસ તમને જોઈને જાણે જીવ આનંદે રહે છે છાતી ફૂલે છે તમે સતત સંપર્કમાં રહેજો. અવારનવાર વાત કરજો હવે ધીરજ ખૂટી છે જાણે. બસ પાછા ક્યારે આવો એજ રાહ જોઈશું”

વિશ્વાસે માં ને કહ્યું “માં તમે ચિંતા ના કરો, થોડોક સમય છે પછી તમારે કંઇ જ કરવાનું નથી બધું જ હું જ સંભાળી લઇશ. ઘરમાં આસ્થા આવ્યા પછી અમે તમારી સેવા જ કરીશું અને તમારી સાથે જ રહીશું મારું જાણે સપનું જ સાકાર થશે. હવે હું રજા લઊં મારે પાછા વળવું પડશે. ત્યાં કામ મૂકીને આવ્યો છું હું ફરી ઝડપથી આવીશ હાલ રજા આપો. માં એ વિશ્વાસને છાતીએ વળગાવી વ્હાલ કર્યું આશિષ આપ્યા અને સાથે મીઠાઈ વિગેરે આપ્યુ ત્યાં ભાઈને આપવા અને મનહરભાઈનાં ઘર માટે. વિશ્વાસ બધું જ ગાડીમાં મૂકાવી માં ના આશિષ લઇ કાનજીને ઘર તથા માં નું ધ્યાન રાખવાની સૂચના આપી મુંબઈ જવા નીકળી ગયો.”

વિશ્વાસનાં ગયા પછી જાણે આસ્થાનાં શરીરમાં ચેતન જ રહ્યું નહોતુ એને થયું હું વિશ્વાસનાં ઘરે ગઇ હોત તો સારું થાત છેક સુધી એની સાથે રહી શકત. પાછું મન કહે ના હું ના ગઈ એ જ સારું થયું હું વિદાય જ ના આપી શકત. મારાથી રહેવાયું જ ના હોત આમ જીવ અળગો સહેલો ક્યાં છે ? મારો જીવ જ નીકળી જાત અને આખો દિવસ વિશ્વાસની યાદમાં જ મન પરોવાયેલું જ રહ્યું અને વિશ્વાસ સાથે વિતાવેલી મીઠી ક્ષણો જ એનો સહારો બની રહી. એટલામાં જ મોબાઇલ રણકાયો. વિશ્વાસનો ફોન હતો. વિશ્વાસે કહ્યું “એય મીઠી... હું મુંબઈ જવા નીકળી ગયો છું તારી ખૂબ જ યાદ સતાવે છે ના રહેવાયું ફોન કર્યો લવ યુ ડાર્લીંગ શું કરે છે ?” આસ્થા કહે બસ તમારામાં જ ખોવાયેલી છું કંઇ જ સૂજતું નથી સમય જાણે થંભી ગયો છે તમારી સાથે હોઉં સમય ક્યાં નીકળી જાય છે અને હવે મને હેરાન કરે છે. વિશ્વાસે કહ્યું આશુ જલ્દી જ મળવા આવીશ ત્યાં સુધી યાદો સાથે જીવીશું પછી પહોંચીને ફોન કરીશ. લવ યુ બાય માય લવ. આસ્થાએ લવ યુ કીધુ જલ્દી આવજો કહી ફોન મૂક્યો.

મુંબઈ પહોંચી વિશ્વાસ કામે ચઢી ગયો. ઓફીસે પહોંચીને પહેલાં જ સિધ્ધાંતને મળ્યો. સિધ્ધાંતે તરત જ ઉભો થઈને ગળે વળગીને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. વિશ્વાસ કહે “અરે તને પણ જાણ થઈ ગઈ ?” સિધ્ધાંત કહે “હા ભાઈ છૂપારૂસ્તમ મને જાબાલીએ સમાચાર આપ્યા. કેમ એકદમ જ નિર્ણય લીધો ? કે એના માટે જ ઘરે ગયેલો ?” વિશ્વાસ કહે “અરે ના ભાઈ માં એ જ બધાને આશ્ચર્યમાં નાંખી દીધા. માં નો જ નિર્ણય છે પસંદગી મારી છે. આસ્થાની સાથે જોડાઈ ગયો હવે રીવાજ પ્રમાણે. સિધ્ધાંત કહે ચલો એક પાર્ટી પાકી. વિશ્વાસ કહે ચોક્કસ આ શનિવારની રાત મિત્રો સાથે જ. અત્યારે તો મને આપેલો પ્રોજેક્ટ માટે મન પરોવું. હમણાં તો ખૂબ જ મહેનત કરવી પડશે માસ્ટર્સની ફાઈનલ એક્ઝામ માથે છે બધું સાથે જ થઈ ગયું છે પણ આની પણ એક મજા છે.”

વિશ્વાસ આજે આખો દિવસ ઓફીસમાં રહી કોમ્પ્યુટર ઉપર સતત એને મળેલા પ્રોજેક્ટ માટે કામ જ કરતો રહ્યો. વચ્ચે વચ્ચે કોફીની ચૂસ્કીઓ લઇ લેતો. આમને આમ સાંજના સાત વાગી ગયા. અચાનક એક કેબીનનો ડોર ખૂલ્યો અને અવાજ રણક્યો “હાય ગાઇસ કેમ છે ? સિધ્ધાંત અને વિશ્વાસ બન્નેએ એક સાથે ઊંચું જોયું સામે અંગિરા ઉભી હતી. ચળકતાં દાડમની કળી જેવા દાંત દર્શાવતી હસી રહી હતી. વિશ્વાસની પાસે આવી હગ કરીને કહે કોન્ગ્રેચ્યુલેશન કંઇ જણાવ્યા વિના જ નિપટાવી લીધું મને કીધું પણ નહીં. વિશ્વાસની આંખોમાં જોયા કર્યું આંખોમા આંખ મિલાવી પૂછ્યું. વિશ્વાસે કહ્યું અરે આમ અચાનક જ બની ગયું મને જ ક્યાં ખબર હતી ? અંગિરાની આંખમાં ફરી વળેલી ભીનાશે એ બોલતો અટકી ગયો. અંગિરાએ સ્વસ્થ થતાં કહ્યું “અરે વિશુ ચલ સમજી ગઇ સમય જ નહીં રહ્યો હોય.... બાય ધ વે પાર્ટી ક્યારે આપે છે ? વિશ્વાસે કહ્યું શનિવારે રાત્રે આપણે બધા જ ભેગા થઈશું ઊજવીશું. અંગિરાએ કહ્યું હું સમાચાર જાણી છેક અહીં દોડી આવી મારામાં ધીરજ જ ક્યાં છે ? પછી સિધ્ઘાંતને જોઈ બોલી હાય ! સિધ્ધાંત કેમ છે ? તમારો મિત્ર તો હવે બીઝી થઈ જવાનો. સિધ્ધાંત અંગિરાને જ જોઈ રહેલો અચાનક જ જાણે... બદલાતા કહ્યું અરે હાય અંગિરા આઇ એમ ફાઇન.. હા જો આણે તો આશ્ચર્યમાં જ નાખી દીધા. વાઉ તુ આજે ખૂબ સુંદર લાગે છે. અંગિરા કહે “હેય.... ફ્લર્ટ કરવું રહેવા દે મને ખબર જ છે હું સુંદર જ છું પણ ઘણીવાર સુંદરતાની કિંમત નથી હોતી – પ્રેમ જ જીતી જાય છે પછી બાય કહી નીકળી ગઇ. સિધ્ધાંત અંગિરાને ઘણાં વર્ષોથી ઓળખે જાબાલી અને ત્રિલોકની સાથે જ એ ભણેલો અને ઘણાં પ્રોગ્રામમાં ઇશ્વા અંગિરા સામેલ થતાં એ પ્રથમ પરિચયે જ અંગિરાને ચાહવા લાગેલો પરંતુ અંગિરાએ ક્યારેય એને ચાન્સ ના આપ્યો ના કદી રસ લીધો. અત્યારે તોફાનની જેમ આવીને અંગિરા જતી રહી.”

પ્રકરણ 24 સમાપ્ત…….

પ્રણય કથામાં આવી રહેલાં..રસપ્રદ વળાંકો વાંચો પ્રકરણ 25….

બીજા રસપ્રદ વિકલ્પો