પ્રકરણ : 12
પ્રેમ અંગાર
તત્વથી જ તત્વ જ્ઞાન છે. દેશ અને વિશ્વમાં અનેક તત્વજ્ઞાની થઈ ગયા. તર્કશાસ્ત્ર-તત્વશાસ્ત્ર પર ઘણું લખાયું છે તર્કથી નવો વિચાર, નવા વિચારથી નવી શોધ... કંઇ પણ થવા પાછળ કોઈ ચોક્કસ કારણ હોય જ છે. કોઈ “કારણ” વિના કોઈ ઘટના ઘટતી જ નથી. પરિવર્તન એ નિયમ છે. પ્રકૃતિનાં સિધ્ધાંતો એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર છે જે એના નિયમ પ્રમાણે નિરંતર ચાલ્યા જ કરે છે એ ક્યારેય રોકાતું નથી. આ સૃષ્ટિની ઉત્પત્તિ એ પંચતત્વનું કારણ છે પંચતત્વ આ બ્રહ્માંડનું કારણ છે. ઇશ્વરે નિર્માણ કરેલા સત્ય છે એ ક્યારેય નિવારી ના શકાય એક સતત ચાલતી ક્રિયાશીલતા છે કોઈપણ તર્ક નવો હોય એ નવો વિચાર આપે છે. નવો વિચાર એક નવી શોધ. અગાઉ ના થયું હોય એનું નિર્માણ ભલે થતું લાગે પરંતુ એ એક કારણ બનીને પ્રકૃતિમાં ધરબાયેલું જ હોય છે. ઈશ્વરની પ્રાર્થનાથી જ્ઞાન મળે જ્ઞાનની દિશા અને દિશા નવા ક્રમ નવા નિર્માણ નવી શોધનું નામ આપે છે કારણ નિશ્ચિંત છે જ.
કોઈ ગુરુ પાસે શિક્ષા દિક્ષા ના મળી હોય તો પ્રકૃતિ/કુદરત એ ગુરુ જ છે. એના શરણમાં જવાથી જ્ઞાન પ્રાપ્ત થાય જ છે. પંચતત્વમાં પાંચ તત્વ ધરતી, સૂર્ય (પ્રકાશ), જળ, પવન અને અવકાશ આ અંતરીક્ષમાં રહેલાં સ્થૂળ, અદશ્ય છતાં સાક્ષાત, અનુભવસિધ્ધ ગુણો ધરાવે છે. બધા ઉત્તમ, પવિત્ર, ઉર્જાશીલ અને ઇશ્વરે આપેલા તત્વ છે.
કાકુથ અસ્થલિત વાણીથી બોલી રહ્યા હતા. વિશ્વાસ અને આસ્થા શાંત ચિત્તે સાંભળી રહેલા. જ્ઞાનનો ધોધ ધીમે ધીમે પચાવીને સમજી રહ્યા હતા મન દીલમાં ઊતારી રહેલા. કાકુથની ભાવવહી આંખો બન્ને જણને નિર્મળ જ્ઞાન સાથે આશિષ પ્રદાન કરી રહી હતી. કાકુથ કહે આ મૂળભૂત વાતો છે એને ખૂબ મનમાં પચાવવા માટે મનન કરી ચાલજો તમને કંઇક નવું મળી આવશે એ નક્કી જ છે તમે જેટલું મનન કરશો એને પચાવીને એનામાં ઓતપ્રોત થશો તમને જ્ઞાન પ્રાપ્ત થશે જ. આ મારા અનુભવ સિધ્ધ વાત છે. હવે મારે વાડી ખેતરમાં જવાનો સમય થયો પાછુ મારી પુસ્તકો લેવા માટે ખેડબ્રહ્મા જવું છે.
વિશ્વાસે નીચા નમી નમસ્કાર કર્યાં. કાકુથને કહ્યું “હું આવતીકાલે સમયસર આવી જઈશ મારે ઘણું જાણવું શીખવું છે આપે આજે ઘણું સમજાયું એ પણ ખૂબ મહત્વનું મૂલ્યવાન છે આપની શીખ સૂચના પ્રમાણે જ હું ચાવીને મનન કરીશ કોઈ પ્રશ્ન થશે આપની પાસેથી માર્ગદર્શન લઈશ. હું રજા લઉં હજી ઘરે જઈને કોલેજ જવાનું છે. આસ્થાને ઇશારાથી કહી રજા લઈને એણે વિદાય લીધી. આસ્થા વિશ્વાસને જતો જોઈ રહી...
આસ્થાની વિદાય લીધી પણ મન અધિરીયું તો એની પાસે જ હતું. વિશ્વાસને થયું કાકુથ બોલી રહેલા ત્યારે હું આજુબાજુનું મારું પોતાનું ભાન ભૂલી ગયેલો મને એ જ્ઞાન અને પંચતત્વની વાત સિવાય કાંઇ જ સમજાતું નહોતું ખૂબ ગહન અને ઊંડો અભ્યાસ કરવાથી જે પરિણામ મળશે એ સાચે જ ખૂબ અદભૂત જ હશે હું ખૂબ ધ્યાનથી સમજીશ શીખીશ જ. સાથે સાથે આસ્થાનો સહવાસ અને મનમાં આનંદથી મલકાતો એ પહોંચ્યો. આજે કાકુથ પણ તૈયાર જ હતા. સવારની પ્રાર્થના ધ્યાન પતાવી આસ્થાને પણ સાથે રાખી ખેતરવાડીનાં વડ નીચે બેસી વિશ્વાસની રાહ જોઈ રહેલા... વિશ્વાસ આવી ગયો આવીને કાકુથને નમીને નમસ્કાર કર્યાં. તીરછી આંખે આસ્થા સામે જોઈને હસી લીધું. ઇશારામાં વાત થઈ ગઈ. કાકુથે આસન લેવા કહ્યું વિશ્વાસ પણ કાકુથ સામે બેસી ગયો. કાકુથે ગતાંકથી ચાલુ કર્યું જાણે ધ્યાનસ્થિત થયા.
આપણે સંસ્કૃતિ – સનાતન ધર્મ – આપણી સંસ્કૃતભાષા દેવલીપી.. આપણ પૂર્વજ ઋષિમુનીઓ આપણા માટે ખૂબ અદભૂત વારસો અને જ્ઞાન મૂકી ગયા છે. આજનું આધુનિક વિજ્ઞાનનો આધાર પણ આપણાં સનાતન ધર્મ, સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા જ છે. તમે જેમ જેમ સમજતા જશો ખ્યાલ આવતો જશે. આપણી ધરોહર જ એટલી પવિત્ર અદભૂત અને જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર જ છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ પંચ તત્વમાંથી થયેલ છે. નભ, જળ, ધરા, પવન પ્રકાશ. આ પાંચે તત્વનાં એકબીજાનાં સંયોજન-વિભાજનથી અને પરિવર્તિત શક્તિથી જ ઉત્પત્તિ થઈ છે. તત્વોનું સંયોજન-વિભાજન એ શક્તિનું પરિવર્તન પદાર્થનો ઉદભવ અને નાશ છે. એકબીજાનાં ગુણધર્મો અસર અને નિયમન ઉપર અસર થાય છે. અગ્નિએ જળની ઉત્પત્તિનું કારણ છે. અગ્નિમાં જ જળ સુક્ષુપ્ત અવસ્થામાં રહેલું છે. ધરામાં જળનું સંચય થવું અને સ્ફુરણ શક્તિ આવે છે એને પ્રકાશ પોષે છે પવન ફેલાવે છે. નભમાંથી શક્તિ અને પોષણ મળે છે જે ધરતીમાં ઘરબાયેલો છે.
આ પાંચ તત્વો થકી સંયોજન-મિશ્રણ-વિઘટન-વિભાજનની ક્રિયાઓ નવા નવા સ્વરૂપે લે છે જુદા જુદા ઉપયોગ અને સ્થૂળ અસ્તિત્વ બને છે. પંચ તત્વોની પરાવર્તિત શક્તિ એકબીજામાં નહી સંયોજન-વિઘટન વિગેરે કરે છે આમ નિર્માણ અને વિનાશ એકબીજાનાં ચોક્કસ નિયમ અને કારણથી બને છે. આ પંચતત્વની સૃષ્ટિ જ એક મોટી રાસાયણિક પ્રયોગશાળા છે. જેમ જેમ એનું મનન કરશો એ સમજાતું જશે. આનો અભ્યાસ તમને આજનાં તમારાં આધુનિક વિજ્ઞાનમાં પણ એટલું જ મદદરૂપ થશે કારણ કે આ જ એ બધા જ વિજ્ઞાન અને શોધનો મૂળભૂત આધાર છે.
*****
“પપ્પા તમે સમાચાર જાણ્યા? જાબાલી સવારે ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતાં મનહરભાઈને પૂછ્યું ? પ્રશ્નાર્થ નજરે જોયું ? અરે ! પપ્પા વિશ્વાસે ખૂબ સરસ કામ કર્યું છે હજી હમણાં ડીવાઇસ લેબમાં કામ કરે છે અને એણે નવું ડીવાઈસ બનાવવા અંગે એની પોતાની થીયરી સમજાવી અને એ થીયરી ઉપર સક્સેસફુલ ડીવાઈસ તૈયાર કર્યું એનાં બોસ અને એ લોકોની હેડ કંપની જે બેંગ્લોર સ્થિત છે એ એમના મુખ્ય ઓનર બધા ખૂબ ખુશ થયા અને વિચારમાં પડી ગયા. આટલી નાની ઉંમર અને હમણાં તો ટ્રેઇની તરીકે જોઈન્ટ થયો છે. એનો ફોન આવેલો એને મને કહ્યું. શરદભાઈ કહે શું વાત કરે છે ? આ ખૂબ જ સારા સમાચાર છે અને આ છોકરો ખુબ જ આગળ આવશે એવું લાગે આપણી આખી જ્ઞાતિમાં શું આખા પંથકમાં કોઈએ નામ નહીં કર્યું હોય. એટલામાં મનહરભાઈનું આખુ ફેમીલી આવ્યું. શરદભાઈ બોલ્યા અરે આવો આવો ચાલો ચા નાસ્તો કોફી જે ફાવે એ જોડાઈ જાઓ. મનહરભાઈ કહે ભાઈ વાત શું છે ? કોણ ખૂબ આગળ વધી ગયું છે ? શરદભાઈ કહે અરે મારો ભાણેજ વિશ્વાસની વાત છે એણે હજી કોઈ કમ્પ્યૂટર અને ડીવાઇસની કંપની જોઈન્ટ કરી છે એમાં એને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે આમેય એ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનું ભણી રહ્યો છે એણે પોતાની થીયરી ઉપર નવું ડીવાઈસ વિકસાવ્યું છે. છોકરાએ નામ કાઢ્યું છે બધા ખુબ ખુશ છે. મનહરભાઈ કહે આતો ખૂબ સારા સમાચાર છે અને અત્યારે આટલું કરે છે આગળ જતાં નામ કાઢશે. ચલો ખૂબ સારું એના પિતા નથી પરંતુ છોકરો ખૂબ જ સારું કરી રહ્યો છે.
મનહરભાઈની સાથે આવેલી ઇશ્વા અને અંગિરાએ સાંભળી આનંદ વ્યક્ત કર્યો ઇશ્વાએ કહ્યું વિશ્વાસભાઈસાચેજ ખૂબ જ સારું કરી રહ્યા છે. એમના ઉપર અંબાજી માઁની વિશેષ કૃપા છે અંગિરા કહે અરે ભાઈ આ માણસ તો સાચે જ છૂપો રુસ્તમ છે કંઇ ને કંઇ એવું કરે છે કે... સમજમાં જ નથી આવતું. How Can he?....મનહરભાઈ કહે સમય જતાં બેંગ્લોર મારા મિત્રને કંઇ વાત કરવા જેવું હશે આપણે કરીશું જોઈએ આગળ જતાં...
************
“વિશ્વાસ, મારી એક સલાહ ચોક્કસ માનજે તું આ શાસ્ત્ર પુરાણ, પંચતત્વ, યોગ, ઉપનિષદ, તત્વજ્ઞાન વિષે જાણવા માગે સમજે ખૂબ જ સારું છે પણ વધારાનો સમય કાઢીને સંસ્કૃત ભાષા શીખજે આ દેવ લીપી – દેવોની ભાષા કહેવામાં આવે છે જેનો તને ખૂબ જ ઉપયોગ શીખેલી હશે તો ખૂબ જ આવશે. મેં હમણાં આપણી લાઇબ્રેરીનાં મેગેઝીન આવે છે એમાં પણ ઉલ્લેખ છે નાસામાં જે એસ્ટ્રોનેટકે લેબમાં કામ કરવા સાયન્ટીસ્ટ પણ પ્રથમ સંસ્કૃત ભાષા શીખે છે અને તેઓ આજ લીપીમાં લખાણ લખે છે. મને પહેલેથી વિશ્વાસ રહ્યો છે કે દેવલીપી છે એનાથી જ કુદરતનાં રહસ્યો ખોલી શકાશે જાણી શકાશે.
આજે સૌથી અગત્યની વાત કહું છું. આજે વિશ્વાસ વહેલો જ આવી ગયેલો. બે દિવસથી ચાલી રહેલા આ મહાધ્યાનમાં એક જાતનો જ્ઞાનયજ્ઞ ચાલી રહેલો છે એને ખૂબ જ રસ પડી રહ્યો છે આસ્થાને તો ઘરે ગંગા છે જ પરંતુ એ તો એનાં અભ્યાસ ક્રમમાં લેંગ્વેજ તરીકે સંસ્કૃત વિષય જ રાખેલો છે. એ કાકુથ સાથે બધા ગુજરાતી અનુવાદ કર્યાં સિવાયનાં સંસ્કૃતમાં રહેલાં પુસ્તકો પણ વાંચી શકે છે અને કાકુથ સાથે સંવાદ પણ કરે છે ક્યારેક તો એ સંવાદ શાસ્ત્રાર્થમાં ફેરવાઈ જાય છે. કાકુથે આગળ જણાવતા કહ્યું.”
સૌથી જાણવાની વાત એ છે કે આ પ્રકૃકિમાં પંચતત્વ સાથે ઉત્પન્ન થયેલી આ પૃથ્વી પર સૃષ્ટિમાં એક સૂક્ષ્મ અગોચર સંવાદ ચાલુ જ હોય છે જે નથી સાંભળી શકાતો નથી જોઈ શકાતો. આખો વિશ્વ આ સૃષ્ટિ જોઈ ન શકાય એવા અદશ્ય અથવા સૂક્ષ્મ એવા સાગરથી એકબીજા સાથે જોડાયેલો છે એક મહાસાગરમાં જેમ બધી જ જાતનાં જીવ રહેતાં હોય અને મહાસાગરનાં પાણીમાં પાણી થકી જોડાયેલા હોય એમ જ આ સૃષ્ટિમાં બધા જ જીવ-વનસ્પતિ-પ્રાણી નાના મોટા સર્વ જીવ એક સૂક્ષ્મ મહાસાગરથી જોડાયેલા છે એ અણુ ખૂબ જ સૂક્ષ્મ છે નરી આંખે ન જોઈ શકાય એંગસ્ટ્રોંગથીપણ સૂક્ષ્મ છે.
પંચતત્વમાં અવકાશ એ એક માતૃ સંજ્ઞાની જેમ પ્રકૃતિનો ગર્ભ છે એનાથી નવરચના અને નિર્માણ થાય છે. એની મરજી એણે નક્કી કરેલાં કારણ થકી જ નવી શોધ નવ નિર્માણ થાય છે એ નક્કી જ એ જ શક્તિ છે એ જ માઁ છે.
વિશ્વાસે કહ્યું “કાકુથ આ અદભૂત જ્ઞાન વિજ્ઞાન છે આપણાં સનાતન ધર્મ વિજ્ઞાનથી ભરપૂર છે. આપણું પુરાણ શાસ્ત્ર જ્ઞાન મને ખૂબ કામ આવશે હું એ બધું પણ વાંચીશ સમજીશ મારા કામમાં એનો ઉપયોગ કરીશ. મને મારી પાત્રતા પ્રમાણે જ્ઞાન મળશે જ હું વધું પાત્રતા કેળવીશ. મારા ફીલ્ડમાં કોમ્પ્યુટર અને ડીવાઈસમાં ઇલેક્ટ્રો મેગ્નેટ હવાનાં બેજમાં પ્રોટોન આ બધા કણો જેનાં વૈજ્ઞાનિક નામ છે. નામ અગત્યનાં નથી એની કામ કરવાની શૈલી એના નિયમો આપે સમજાવ્યું એમ જ કામ કરે છે એની ચોક્કસ ગતિ આપણે સમજતા જઈએ એમ સમજણ આવે પાત્રતા એટલે કે જ્ઞાન મેળવવું પડે. મને ઘણી વાર અચરજ થાય કે આ કેવી રીતે થાય છે ? હવે ધીમે ધીમે સમજાય છે સમજાઈ રહ્યું છે. કાકુથ હું આપનો ઋણી છું મને આખું હાર્દ સંક્ષેપમાં સમજાવવા માટે કાકુથ સ્મિત કરતાં સાંભળી રહ્યા પછી સસ્મિત કહ્યું આવતીકાલે રવિવાર છે કાલે સવારે વહેલો આવી જજે કાલે આ બધું આપણે કેવી રીતે પચાવીએ કેવી રીતે એનું આપણા મન હદય જીવમાં સંચય થાય યોગ દ્વારા સમજાવીશ પછી આ બધાનું મનન અને વારંવાર એના પ્રયોગો અને અભ્યાસ કરવો જરૂરી છે એનાથી આપણામાં નિપૂણતા આવે છે. એમાં એકાગ્રતા ખૂબ જ જરૂરી છે એ ધ્યાન રાખવું કોઈ પણ અભ્યાસનો અતિરેક પણ ન કરવો એનાથી ફાયદાની જગ્યાએ નુકશાન પણ થઈ શકે છે. આજે અહીં વિરમીએ છીએ.”
વિશ્વાસ કાકુથનાં પગે પડી ગયો. પગ પકડીને એ છુટ્ટા મોઢે રડી પડ્યો. આનંદના આંસુઓથી કાકુથનાં પગ ભીજંવી રહ્યો. કાકુથે બન્ને હાથે ઉભો કરીને આશીર્વાદ આપ્યા અને બાથ ભરીને આશ્વાસન આપ્યું વિશ્વાસ કહે “કાકુથ તમે જ મારા ગુરુ તમે જ સર્વસ્વ છો એવો અભિભૂત છું મારા પિતા ના હોવાનો આજે એ રંજ પણ ચાલ્યો ગયો હું આપની પાસેથી પિતાની શીખ ગુરુનું જ્ઞાન સંસ્કાર આશીર્વાદ બધું જ પામી ગયો છું હું ખૂબ જ આજે ભાગ્યવાન માનું છું સદાય આપનો ઋણી રહીશ આપની આજ્ઞા માથે ચઢાવીશ. આપની ગુરુદક્ષિણા ઉધાર રહી તમે કહેશો એમ ચૂકવી દઈશ મને ખૂબ જ ભાગ્યવાન સમજીશ. છું જ, કાકુથે સજળ નયને ખૂબ જ ખુશ થતાં આશીર્વચન કીધા”
વિશ્વાસ તું સાચી પાત્રતા ધરાવે છે તારું એક પવિત્ર ચરિત્ર છે. તું ખૂબ જ આગળ વધીશ કાયમ જે કરે એ સાચા દિલથી એકાગ્રતાથી કરજે નવું નવું વિચારજે. શાસ્ત્રોનો આધાર લઈને વિચારશીલતા વધારજો જે કંઇ કરો એ એક નવા તર્ક વિચારથી થાય છે. દરેક ઘટના પાછળ ચોક્કસ કારણ હોય છે યાદ રાખવું કંઇ પણ કરવા માટે કટીબધ્ધ બનવું સદાય શ્રદ્ધાવાન બનવું આ જગત ઉપર એક સુપર પાવર છે એક અદભૂત શક્તિ છે જે આ જગતનું સંચાલન કરે છે એને કોઈપણ નામ આપો એ સનાતન શક્તિ છે એ કૃષ્ણ, રામ, મહાદેવ, માઁ સ્વરૂપ, એ જીસસ, મહાવીર, બુધ્ધ, જરથોસ્ત, મોહમ્મદ કોઈપણ નામ આપો એ એક જ છે. દરેકની પોતાની ભાવના શ્રધ્ધા હોય છે પોતે માનેલા શ્રધ્ધીય રૂપ હોય છે. કુદરતનાં સિધ્ધાંત નિયમ વિરૂધ્ધ કામ એ જ પાપ છે બાકી શ્રધ્ધાનાં વિષય છે એમાં ઊંડા ન ઉતરીયે. જેને જેમ શ્રધ્ધા હોય એમ કરે. આવતી કાલે સવારે વહેલો આવી જજે. આટલું કહી કાકુથ ખેતરવાડી તરફ જવા નીકળ્યા. આસ્થાએ આસન બધા વાડી લીધા અને આસ્થા વિશ્વાસ બન્ને વરન્ડામાં મૂકવા ગયા અને વાસંતીબેન (વસુમાં) એ કહ્યું આસ્થા તમે લોકો વાડીમાંથી થોડા ફૂલો અને શાકભાજી વીણી લાવો. ત્યાં સુધી તમારા ચા નાસ્તાની તૈયારી કરું. આસ્થાએ વિશ્વાસની સામે જોયું. વિશ્વાસ કહે હા ચાલો અમે લઈ આવીએ. આસ્થાએ છાબ લીધી અને બન્ને શાકભાજીનાં ક્યારી તરફ ગયા. વિશ્વાસે ચૂપકીદી તોડી... કહ્યું આસ્થા સાચે જ અહીં ઋષિ આશ્રમ જેવું જ લાગે છે. તું કેટલી નસીબવાળી છે તને આ માહોલમાં આવા દાદા દાદી સાથે રહેવાનું રોજ નવું શીખવાનું સમજવાનું મળે છે તને તો આપોઆપ જ બધું મળી જાય આસ્થા કહે હા હું સાચે જ ઇશ્વરની ઋણી છું મને આવું ખોરડું અને ખોડીયું મળ્યું છે તમે પણ ખૂબ જ પાત્રતા ધરાવો છો. માન સન્માન આપો છો તમારા સંસ્કાર અને વિનમ્રતાથી કાકુથનું દીલ જીતી લીધું છે.
પ્રકરણ 12 સમાપ્ત…… ..
વાંચો વૈદિક્જ્ઞાન સભર પ્રણય કથા પ્રકરણ 13…. .