પ્રેમ અંગાર - પ્રકરણ : 42 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અંગાર - પ્રકરણ : 42

પ્રકરણ : 42

પ્રેમ અંગાર

રૂબીના વિશ્વાસનો ફ્લેટ-એનું હાઉસકીપીંગ એનું જમવાનું એની પોસ્ટ બધું જ એજ જોતી. વિશ્વાસે અલગ અલગ માણસ ન રાખતાં બધું જ રૂબીનાને સોંપેલું હતું. રૂબીના અમેકીકન ખૂબ સુંદર છોકરી હતી. આખા એસ.એસ.આઈ.સીમાં સૌથી સુંદર છોકરી હતી અને એને વિશ્વાસને સાચવવાનું કામ સોંપાયુ હતું. વિશ્વાસ પણ ખૂબ જ ખુશ હતો. રૂબીના એની ખૂબ સંભાળ લેતી. રૂબીના વિશ્વાસને કોફી પીને પાછો સૂઇ જતા જોઇ એ કામ નીપટાવીને બહાર નીકળી ગઇ.

કામની વ્યસ્તતા અને થાક ઉજાગરાને કારણે વિશ્વાસ ખૂબ થાકી ગયેલો. માં અને આસ્થાને કહેલું પ્રોજેક્ટ પુરો કરીને એ પાછો આવી જશે પરંતુ અહીં કામને કારણે રોકાણ વધી રહ્યું હતું અને અહીંના માન-સન્માન-પૈસો માફક આવી રહ્યો હતો. હેન્રી તેથી સાથે પાર્ટીઓ કરતો અને ફાજલ સમયમાં પબ-ડીસ્કો જવા લાગ્યો. માં અને આસ્થા સાથે ખપ પૂરતી વાત કરતો અને હંમેશા વ્યસ્ત છે કહી ફોન મેસેજ ટાળવા લાગ્યો. અહીનું પાશ્ચાત્ય આધુનીક જીવનનો રંગ લાગી રહ્યો હતો. સવારથી લેબમાં કામ કરીને સાંજે હેન્રી સાથે નીકળી પડતો. આજે પબમાં જઇ એણે ખૂબ પીધું હતું પછી હેન્રી એને એનાં ફ્લેટ પર ઉતારવા આવ્યો. રૂબીના બન્નેને આવતા જોઇ હેબતાઈ ગઇ. એણે હેન્રીને કહ્યું “સર ને કેમ આટલું ડ્રીંક્સ પીવા દે છે ? એમની હાલત તો જો – હેન્રી કહે રૂબી મેં એમને ના પાડી પણ હું વધુ શું કહી શકું ? વિશ્વાસે સાંભળ્યુ રૂબીના હેન્રીને ધમકાવી રહી છે. વિશ્વાસે હેન્રીને જવા કહ્યું “હવે એ સૂઇ જશે કહીને...એણે રૂબીનાનાં ખભે હાથ નાખીને ફ્લેટમાં આવ્યો. રૂબીના એને એના બેડરૂમમાં સૂવા લઇ ગઇ. વિશ્વાસે નશાની હાલતમાં રૂબીનાને પણ સાથે ખેંચી બેડ પર સુવાડી. રૂબીનાએ કહ્યું “સર આપ ખૂબ જ નશામાં છો આપ સૂઇ જાવ. હું સવારે આવીશ.

વિશ્વાસે રૂબીનાની આંખમાં આંખ પરોવી કહ્યું “રૂબી હું સાવ એકલો થઈ ગયો છું મને હવે આ સમય પણ ખાઈ રહ્યો છે. મને સતત પ્રસિધ્ધિમાં રહી બોર થઇ ગયો છું આજે મને તારી જરૂર છે મારી પાસે આવ મને તારી બાહોમાં લઇ લેને સૂવરાવ મને નીંદર પણ નથી આવતી પ્લીઝ હેલ્પ મી. રૂબીનાને વિશ્વાસ માટે ખૂબ જ માન હતું લાગણી હતી પણ આ માંગણી... એ વિચારતી રહી પછી વિશ્વાસને બાહોમાં લઇ એનું માથું ખોળામાં મૂકી સૂવરાવવા લાગી એનું માથું દબાવવા લાગી. વિશ્વાસને ખૂબ જ સારું લાગ્યું એ નશામાં બોલી રહ્યો આશુ માય ડાર્લીંગ આઇ મીસ યુ કહી રૂબીનાને પ્રેમ કરવા લાગ્યો ચૂમવા લાગ્યો. આશુ મારી પાસે આવ પ્લીઝ મારે જરૂર છે કહી રૂબીનાને વધુ નજીક લઇને એને ખૂબ પ્રેમ કરવા લાગ્યો. રૂબીનાને સમજણ ના પડી આ શું કરી રહ્યો છે ? ધીમે ધીમે એ વિશ્વાસને પ્રેમ કરવા લાગી બન્ને એકબીજાને ચૂમતાં રહ્યા અને બન્નેએ બધી જ મર્યાદા છોડી એકબીજામાં રોપાઈ ગયા.

*****

સવારે ઉઠી વિશ્વાસે યાદ કર્યું આ એનાથી શું થઇ ગયું ? રૂબીના તો જાણે કંઇ થયું જ નથી એમ સવારનું કામ બધું નીપટાવવા લાગી અને ગરમ કોફીનાં બે કપ લાવી વિશ્વાસ પાસે આવી ને કહ્યું હાય ! ગુડમોર્નીંગ ડાર્લીંગ હાઉ ડુ યુ ફીલ નાઉ ? કાલે રાત્રે તો તમે ગજબ કરી ખૂબ થાકેલા હતાં છતાં... કહી આંખો નચાવીને હસવા લાગી. લવ યુ ડાર્લીંગ કહી પૂછ્યું તું આશુ આશુ કહેતો હતો એ કોણ છે ? આઇ એમ રૂબીના નોટ આશુ.

વિશ્વાસે માર્ક કર્યું એ માનવાચકમાંથી તુંકારમાં આવી ગઇ. એ ખૂબ સુંદર છે અને કાલે રાત્રે મને સુખ પણ ખૂબ આપ્યુ પણ મારાથી આવી ભૂલ કેવી રીતે થઇ ? વિશ્વાસ હવે સમય પ્રમાણે વર્તન કરવા લાગેલો, એણે માં અને આસ્થાને વાત કરવા ફોન ઉપાડ્યો એમાં આસ્થાનાં 8 થી 10 મીસ કોલ અને ઘણાં મેસેજ છે. જાબાલી શરદમામાનાં મીસકોલ જોયા. એ ગભરાયો એ કોલ કરવા જાય એ પહેલાં જ ડૉ. રીચડ્સનો કોલ આવ્યો અને વિશ્વાસને લેબમાં તાત્કાલીક આવવા જણાવ્યું. સમય વેડફયા વિના જલદી આવ ઇમરજન્સી છે કરી વિશ્વાસ કપડાં બદલી તાત્કાલીક કેમ્પસની લેબમાં પહોંચ્યો.

ડૉ. રીચડ્સે કહ્યું વિશ્વાસ યાનમાં કંઇ તકલીફ થઈ લાગે છે બધા એની પાછળ એટેન્શનમાં જ છે. તું તાત્કાલીક તારી ટીમને ગાઇડ કર. વિશ્વાસે જોયું લેબમાં બધાં ઊંચા જીવે કોમ્પ્યુટરથી યાનની યાંત્રીક ખામીને કંટ્રોલ કરવા પ્રયત્ન કરી રહ્યા છે એકવાર અંતરીક્ષમાં પહોંચી જાય પછી કંઇ જ નહીં થઇ શકે. મેસેજ આવી રહ્યા હતા. વિશ્વાસે એની ટીમ પાસે જઇને જરૂરી સૂચનાઓ આપી અને કહ્યું. ટેમ્પરરી પ્રોબ્લેમ હતો હવે એ યાંત્રિક ત્રુટી એની મેતે જ એ સોલ્વ કરશે નિશ્ચિંત રહો છતાં હું પણ એનાં ઉપર સતત ધ્યાન આપી રહ્યો છું વિશ્વાસને પરિસ્થિતિ નિયંત્રણમાં લાગતાં લેબની કેબીન છોડીને બહાર આવ્યો અને આસ્થાને ફોન લગાડ્યો. એટલામાં સવારની સાંજ થઇ ગઇ હતી.

આસ્થા એ તરત જ ફોન ઉપાડ્યો. ફોન ઉપાડીને તરત જ ખૂબ જ રડવાનું ચાલુ કર્યું આસ્થાથી ચીસ પડાઇ ગઇ, વિશુ “માં” નથી રહ્યા. તમને ગઇકાલનાં ખૂબ ફોન કરીએ છીએ. ગઇ કાલે એમણે જીવ છોડ્યો તમે તાત્કાલીક આવી જાવ તમારી ખૂબ જરૂર છે. વિશ્વાસ બે ઘડી સૂન્ન થઈ ગયો. શું કહ્યું ના સમજાયું આ કેવી કસોટી ? એણે આસ્થાને ક્હયું આશુ આ શું થઇ ગયું ? સોરી હું કાલે.... ખૂબ જ લેબમાં વ્યસ્ત હતો ફોન ના લઇ શક્યો. મામા છે ત્યાં ? મામાને આપ. આસ્થાએ શરદમામાને ફોન આપ્યો. વિશ્વાસે એકદમ સ્વસ્થ થઇને કહ્યું “મામા માં જવાથી ખૂબ જ દુઃખ થયું છે પરંતુ મામા મારાથી આવી શકાય એમ નથી તમે નિપટાવી લો પ્લીઝ”

મામા કહે દીકરા તારી માં અવસાન પામી છે તું એનો એકનો એક દીકરો છે તારે એની વિધી-અસ્થિ એનો અગ્નિદાહ. વિશ્વાસ કહે મામા હું બધું જ સમજું છું પણ અહીંથી મારાથી નીકળાય એમ જ નથી મારા માથે મોટી જવાબદારી છે. મેં જે કાર્ય કરવા ધાર્યું છે પાર પાડવાનું છે નહીંતર પાણી જ ફરી જશે. મામા તમે સમજદાર છો આટલામાં સમજી જાવો તમે. લૌકીક ક્રિયાઓ તમે નિપટાવો. માં નાં અસ્થિકુંભ સેવામાં રાખજો હું પાછો આવીશ ત્યારે મારા હાથે અસ્થિ વિસર્જન કરીશ.. મને માફ કરશો. આસ્થાને સમજાવજો એનું ધ્યાન રાખજો. હું પાછો ફોન કરીશ. વિશ્વાસે કમને ફોન કાપ્યો.

આસ્થા શરદમામાની સામે જોઇ રહી હતી. એમનાં મોં ના હાવભાવ જોઇને સમજાઇ રહ્યું હતું. એને માં ના શબ્દો યાદ આવ્યા. વિશ્વાસના ફોન ઘણાં ઓછા થઈ ગયા હતા. આસ્થા ફોન કરે તો પણ ટૂંકમાં પતાવવા કહેતો એ ત્યાંની જ વાતો કરતો અત્યારે મારો સમય છે મને કામ કરી લેવા દો. આસ્થાને માં એ કહેલું જ. આસ્થા મારી દીકરી... ઘણાં સમયથી હું જોઈ રહી છું મારો પેટનો જણેલો છે ખૂબ સારો છોકરો છે પણ એ હવે સારો હતો એવું કહેવાનું મન થાય છે. વિશ્વાસની ચાલ બદલાયેલી લાગે છે એનાં મનમાં કોઇ રાક્ષશે કબ્જો કર્યો છે. મને આવનાર દિવસોનાં એંધાણ સારા નથી જણાતાં મારી દીકરી હદય પર પત્થર રાખીને સાંભળજે... વિશ્વાસ હવે મારા મોતનાં સમયે પણ નહીં આવે. તારા દાદા, દાદી ગયા, મારા બાપુ ગયા. માં ને શરદ મુબંઇ લઇ ગયો. વિશ્વાસ ગયો એ ગયો. અહીં આપણે બે જ જણાં રહ્યાં. માં એને સાચી બુધ્ધિ આપે હવે એ નામ-પૈસો અને પ્રસિધ્ધિની પાછળ લાગ્યો છે. એણે વચન આપેલું પ્રોજેક્ટ પુરો કરી પાછો આવી જશે. મારી દીકરી એક વાત યાદ રાખજે... મારાં અસ્થિનો કુંભ કોઈને ના આપીશ. વિશ્વાસને પણ નહીં મારા અસ્થિ તું જ પધરાવજે તું જ વિસર્જન કરજે. આ મારી છેલ્લી ઇચ્છા. વિશ્વાસ આવે તો કહેજે અસ્થિવિસર્જનનો હક્ક મેં ફક્ત તને જ આપ્યો છે અને માં રડી ઉઠ્યાં.

દિવસે દિવસે માં ની તબીયત કથળતી જતી હતી. રોજ વિશુ વિશુનાં પોકાર કરતાં ડેલીનાં બારણે જોયા કરતાં કોઇ મોટર નો અવાજ આવે ઉભા થઈ દોડી જતાં વિશ્વાસને ન જોતાં નિરાશ વદને પાછા ફરતાં. આસ્થા પણ વિશ્વાસની રાહમાં આંખો પાથરીને રાહ જોતી અશ્રુઓની નદીઓ વહેતી રડી રડીને આંખો કોરી થઇ ગઇ હતી ઘણાં સમયથી વિશ્વાસ નથી ફોન કરતાં નથી ફોન ઉંચકતા ના કદી કોઇ મેસેજનો જવાબ આપતા ન જાણે વિશ્વાસને શું થઇ ગયું છે. વિશ્વાસ જે અવિશ્વાસની ડગરે ચાલી નીકળ્યો છે.

આસ્થાએ મામાને પૂછ્યું “વિશ્વાસ ક્યારે આવે છે ? અને એનાં દીલમાં ભય હતો સાચો પડ્યો. મામાએ કહ્યું એ નથી આવી રહ્યો એનાથી નીકળાય એમ નથી. તમે વિધી પતાવી લો. એ માં ના અસ્થિનું વિસર્જન આવશે ત્યારે જ કરશે. આસ્થાની આંખો વિસ્ફરીત થઇ ગઇ અને અસ્થિવિસર્જનનનો હક માં એ ફક્ત મને જ આપ્યો છે. એમને જીવવા દો એમની જીંદગીમાં અહીં જીંદગીઓ મૃત્યુ તરફ જઇ રહી છે શું ફરક પડે છે.

માં ના અવસાનને દિવસો વીતી ગયા લૌકીક ક્રિયાઓ પતાવી બધા પોતાનાં ઘરે પાછા ગયા. શરદમામાએ આસ્થાને સાથે આવવા ઘણું જણાવ્યું પરંતુ આસ્થાએ કહ્યું, “મામા ભલે વિશ્વાસ રસ્તો ભટકી ગયા છે. પણ હું નહી... એ જ્યારે ગયા ત્યારે મેં કહેલું હું તમારી અહીં જ રાહ જોઇશ. વિશ્વાસે આસ્થાને છોડી છે પણ આસ્થાએ વિશ્વાસને નહીં જ. મામા અહીં કાનજીકાકા વિગેરે છે મારા ક્લાસીસ ચાલે છે. મારાં વિના મારા વિદ્યાર્થીઓનું શું. મેં મારી ભોમકાની લાજ રાખી છે. મારા દાદા દાદીનાં સંસ્કાર મારામાં પૂર્ણરૂપે છે. અહીં બાપુજીનો આત્મા છે. માં ની યાદો છે માનો મારા ઉપરતો ભરોસો જીવે છે. ભલે માં ગયા. આપ લોકો જાઓ મારે જરૂર હશે હું ફોન કરીશ. જાબાલી-ઇશ્વા એ આસ્થાને ખૂબ હૈયાધારણ આપી ગમે ત્યારે કામ પડે એ લોકો આવી જશે તથા વચ્ચે રૂબરૂ આવી જશે. આસ્થાનાં જીવનમાં હવે સાચું વ્રત શરૂ થયું.

આસ્થાએ માં ના અસ્થિને કુંભમાં મૂકીને પછી દેવસ્થાનમાં મૂકી દીધા. હવે આખા ઘરમાં એકલી હતી. સવારે નિત્યક્રમ પરવારી વેદ ઋચાઓ ગાઇ પોતાના ક્લાસીસ ચલાવતી ગૌરવપૂર્વક જીવતી. ખેતર-વાડીમાં કામ જોતી સંભાળતી વારે વારે કંપે જતી અર્ધનારીશ્વરનાં મંદિર જતી માં બાબાનાં પગે પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડતી. વિશ્વાસને ખૂબ યાદ કરતી. માં બાબાને કહેતી મારો વિશ્વાસને પાછો બોલાવી લો મારી શ્રધ્ધા તૂટવા ના દેશો જો મારો વિશ્વાસ મારાં પ્રિયતમ વિશ્વાસ પરથી ઉઠી ગયો તો મારે જીવવાનું કોઇ કારણ નથી. માં બાબા મને તમારી પાસે બોલાવી લેજો આસ્થા વિશ્વાસની રાહમાં રાત દિવસ આંખો વધાવીને કાઢી રહી.

પ્રકરણ 42 સમાપ્ત..

વિશ્વાશને સફળતા માથે ચઢી છે..હવે આસ્થાનું શું થશે ? વાંચો પ્રકરણ 43