Prem Angaar - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 7

પ્રકરણ : 7

પ્રેમ અંગાર

બધો સામાન ઉતારી રેસ્ટહાઉસમાં મૂક્યો. અહીંઆગળ રોડ ઉપર જ સરકારી રેસ્ટહાઉસ બનાવેલું હતું એમાં રૂમ હોલ કીચન અને વિશાળ ગાર્ડન. બધાએ સામાન રૂમ ખોલી મૂક્યો એટલામાં જ વોચમેન આવ્યો કહ્યું રૂમ ખુલ્લા જ છે સાફ સૂફી માટે અહીં રૂમ બે જ છે બાકી હોલ છે તમે નિશ્ચિંત થઈ ફ્રેશ થાઓ કંઇ જરૂરીયાત હોય તો મને બોલાવજો. કહી એ ઓફીસ તરફ ગયો. જાબાલી અને ઇશ્વા તો વાતો કરતાં આગળ નીકળ્યા.

અંગિરાએ બૂમ પાડી “દીદી પહેલા સાથે બધા ફ્રેસ થઈ ચા નાસ્તો પરવારીને પછી જઇએ ફરવા આમ એકલા જ કાયમ ના નીકળી જાઓ.

પ્રકરણ 3 સમાપ્ત….

આગળ વાંચો રસપ્રદ પ્રકરણ 4

ઇશ્વાએ કહ્યું ચિંતા ના કર આવીએ છીએ. ચલો પરવારી જઇએ તને એકલી મૂકીને નથી જવાની. ત્યાં સુધીમાં તો રૂમમાં સૂર્યપ્રભાબેન અને અનસૂયાએ નાસ્તાની ડીશો તૈયાર કરી દીધી પુરુષો બાથરૂમમાં ફ્રેશ થઈ આવ્યા. વિશ્વાસ બહાર જ હતો એ દૂરબીનથી દુરનું જોયા કરતો હતો. અંગિરાએ કહ્યું ચલો દૂરબીનથી શું જોયા કરો છો? વિશ્વાસે કહ્યું “દૂરનું નજીકથી જોઈ રહ્યો છું. દૂરબીનથી... અંગિરા કહે બતાવો મને શું જુઓ છો ? વિશ્વાસ કહે જુઓ સામે ટેકરી ઉપર કેટલા સુંદર વૃક્ષો, ઝરણાં અને પક્ષીઓ છે ત્યાં જવાનો વિચાર કરી રહ્યો છું શરદભાઈની બૂમ પડી “પહેલા અહીં આવી ચા નાસ્તો પરવારો પછી જ્યાં જવું હશે ત્યાં જવાશે.” બધા જ આવી ગયા અને ચા નાસ્તાને ન્યાય આપવા લાગ્યા.

શરદભાઈ મનહરભાઈ અને બાકીનાં બધાજ એમની સાથે ધીમે ધીમે ચાલતા ગાર્ડનમાં આવી પહોંચ્યા. અંગિરા વિશ્વાસ, જાબાલી અને ઇશ્વા ચાલતા આગળ જવા લાગ્યા વિશ્વાસે બૂમ પાડીને કહ્યું “મામા અમે લોકો ત્યાં આગળ ટેકરી ઉપર જઈએ છીએ ત્યાં ઝરણાં ઝરા ધોધ બહું છે. થોડું ચાલવા ચઢવાનું છે તમે લોકો થોડો આરામ કરીને આવવું હોય તો આવજો અમે જઈએ. શરદભાઈએ કહ્યું હા તમે લોકો પહોચો અમે પછી આવીએ છીએ.

વિશ્વાસ કહે ત્યાં સુધીમાં ઇશ્વા જાબાલી તો ઘણાં આગળ નીકળી ગયા હતા. અંગિરા હાથમાં દૂરબીન લઈને દૂરથી જગ્યાઓ જોઈ રહી હતી. વિશ્વાસે અંગિરાને કહ્યું જુઓ સામે પેલી ટેકરી ઉપર આપણે જ્યાં જઈ રહ્યાં છીએ ત્યાં જુઓ મોટી પત્થરની શીલાઓ અગોચર કળાકૃતિ જાણે કંઇ કહેવા માંગી રહી હોય.. કંઇક જુદો જ કૃતિનો રસરંગ જણાય. અંગિરાએ દૂરબીનથી નજર હટાવી વિશ્વાસ સામે જોયું અને વિચારી રહી આ શું ભારે ભારે ના સમજાય એવું બોલે છે. પણ સારું લાગે છે. વિશ્વાસ તો એ જોવામાં જ જાણે ખોવાઈ ગયેલો. અંગિરાએ કહ્યું તમે ચાલો ઝડપથી પેલા લોકો તો ક્યાંય આગળ નીકળી ગયા. વિશ્વાસે અંગિરાને કહ્યું “હા જઈએ છીએ અહીં આવો હું બતાવું બીજી કળાકૃતિ...”

અંગિરા એકદમ અટકી અને વિશ્વાસ પાસે જઈ ઉભી પૂછ્યું શું બતાવવા માંગો છો ત્યાં ? વિશ્વાસે સામે ટેકરી બાજુ પેલી શીલાની બાજુમાં જ બીજી પત્થરની શીલા બતાવી કહ્યું. આ એક સુંદર પ્રકૃત્તિ સ્ત્રીપુરુષની યુગ્મ મૂર્તિ હોય એવું લાગે ધ્યાનથી અને શીલાની ગોઠવેલી અને આકાર જુઓ એની આજુ બાજુ વૃક્ષો અને ફૂલથી લચી પડતી વેલીઓ છે. ઉપર ગગન વિશાળ અને નીચે આ મેદાન કોઈ અદભૂત રચના જ જાણે લાગે મને” અંગિરાએ કહ્યું હા હા સરસ લાગે છે. પણ ચલો પેલા લોકો તો હવે દેખાતા પણ નથી ઝડપ કરો આમ જોયા કરીશું તો પહોંચીશું જ નહીં ત્યાં સુધી સાંજ પડી જશે.

વિશ્વાસે ઝડપ વધારી અને એ લોકો પણ ટેકરીની નજીક પહોંચી ગયા. એ લોકોને હવે જાબાલી-ઇશ્વાને જોઈ રહ્યા હતા. જાબાલી ઇશ્વાનો હાથ પકડી ચઢાણ ચઢવામાં મદદ કરી રહ્યો હતો. એનો પગ લસરી ના પડે. વિશ્વાસે અંગિરાને કહ્યું એ તરફ ચઢાણ અઘરૂ છે આપણે આ તરફથી ઉપર જઇએ કહીને જાબાલીથી વિરુધ્ધ ધિશા બતાવી જાબાલીને એ એકાંત આપવા માંગતો એ લોકોને (એકાંત) મળી રહે. અંગિરા કહે હા ચાલો સરળ ચઢાણે જ જઈએ. દીદી લોકો ભલે ગયા. વિશ્વાસ કહે ચાલો હવે ચઢાણ છે સાચવીને આવજો નહીંતર લપસી જવાશે અંગિરા કહે તમે મને તમે તમે કે કહો છો ? મારું નામ નથી આવડતું ? વિશ્વાસ કહે ભલે હવે નામ લઈ બોલાવીશ વિશ્વાસ કહે જો આ તરફ ફૂલો ખૂબ જ સરસ છે આ ટેકરીમાં ઢોળાવોમાં કેટલા સરસ છોડવા છે જે લહેરાય છે. અંગિરા કહે ઓ શાયર તમે ચલો ઝડપથી આગળ વધો આપણે ટૂંકારસ્તેથી પણ દીદી લોકો પાસે પહોંચી જઈએ.

અંગિરાએ દૂરબીન આંખોએ ચઢાવીને જોવા લાગી જેથી ઇશ્વા પાસે પહોંચી જવાય... વિશ્વાસ પણ હવે એની નજીક આવી ગયો. અંગિરાએ દૂરબીનથી જોતાં પોતાનો હાથ ઉંચો કર્યો અને બૂમ પાડવા ગઈ અને એકદમ અટકી ગઈ... દૂરબીનમાં દૂરનું નજીક દેખાતું હતું પણ જે નજીક દેખાતું જોઈ રહી હતી એ આંખોમાં સમાવી ના શકી... વિશ્વાસ એની સામે જોઈ રહ્યો સમજી ગયો... ઈશ્વા જાબાલીની બાહોમાં હતી જાબાલી એને બાહોમાં લઈને પ્રેમ કરી રહ્યો હતો. પીઠ પર હાથ પ્રસરાવી રહ્યો હતો અને ઇશ્વાનાં હોઠ પર હોઠ મૂકીને... અંગિરાએ થોડી વાર જોયા કર્યું પછી એકદમ દૂરબીન વિશ્વાસનાં હાથમાં આપી આગળ વધવા લાગી. એણે જાણતી જ ના હોય કશું એમ જ બૂમ પાડી “દીદી તમે ક્યાં છો ?” હું એ બાજુ આવું છું. ઇશ્વા એકદમ જાબાલીથી છૂટી પડી અને ગભરાઈને અવાજની દિશામાં જોઈ કહ્યું. આવી જાઓ અમે અહીંયા છીએ. અંગિરા અને વિશ્વાસ હવે એમની દિશામાં આગળ વધી રહ્યા. જાબાલી કહે ઇશ્વાને “નાહક ચિંતા કરે છે આજે નહીં તો કાલે ખબર પડવાની જ છે. મને તો એમ છે અંગિરાને જણાવી જ દઈએ એને વિશ્વાસમાં લઈ લઈએ. ઇશ્વા એકદમ હસી પડી... કહે હા એને જણાવી દઈએ પણ વિશ્વાસમાં ? હા હા ફરી ફરી હસવા લાગી. જાબાલી પણ પછી હસી પડ્યો બોલ્યાનો અર્થ સમજીને... એટલામાં અંગિરા વિશ્વાસ આવી પહોંચ્યા. અંગિરા આવી એવી ઇશ્વાને ભેટી પડી અને જાબાલી સામે જોવા લાગી. ઇશ્વા સમજી ગઈ બધું જ. ઇશ્વાએ કહ્યું અમે તને જણાવવાનાં જ હતાં. તારો અભિપ્રાય.... આગળ બોલે પહેલાં જ અંગિરાએ કહ્યું તમે પ્રેમ કરો છો પછી કોઈનાં અભિપ્રાયનાં ઓછીયારાની ક્યાં જરૂર ? તમારું ઘણાં સમયથી જાબાલીભાઈ સાથેનું ઇનવોલ્વમેન્ટ હું જોઈ જ રહી છું. પણ રાહ જોતી હતી તમે કહેશો પણ આજે દૂરબીનથી કુદરતનો નજારો જોતાં તમે નજરી પડી ગયા અજન્તા ઇલોરાની મુદ્દામાં... તમને જોયા-ઇશ્વા એકદમ શરમાઈ ગઈ ઇશ્વા કહે અમે એકબીજાનાં પ્રેમમાં છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. જાબાલી કહે અમે જ મમ્મી પપ્પાને જણાવીશું હજી ભણવાનું બાકી સેટ થવાનું બાકી છે એટલે શાંતિથી વાત કરીશું.

અંગિરા કહે વાત સાચી છે ભલે શાંતિથી જણાવજો. ઇશ્વા કહે એક મોટી શાંતિ થઈ ગઈ તને જણાવી દીધું. એટલે કાંઇ પણ વાત હોય હું તારી સાથે શેર કરી શકીશ. વિશ્વાસ કહે હવે લયલા મજનુ તમે સાથે રહેશો કે અમે આગળ વધીએ ? જાબાલી કહે ના ના આપણે હવે બધે સાથે જ જોવા આગળ જઈએ. બધાને સાથી રાખી જાબાલી વિશ્વાસ આગળ વધ્યા. જાબાલીએ બોલવાનું ચાલું રાખ્યું “મને ખબર છે અમારા માટે હજી ઘણું વહેલું છે પરંતુ ઘરમાં જાણ થાય સંમતિ થાય બસ. જેથી અમે સુરક્ષિત થઈ જઈએ. ઇશ્વાનાં મમ્મી પપ્પા બીજે કાંઇ વિચારે નહીં : હું ભણવાનું સારી રીતે પૂરુ કરી પપ્પાનાં ધંધામાં એમને હેલ્પ કરીશ હું જોઈ રહ્યો છું એમને કામ ઘણુ જ વધી ગયું છે પણ હું હજી નાનો છું કાચો છું બાકી હવે અમે બે જણોના આ અંતિમ નિર્ણય છે. એ નક્કી. અંગિરા સાંભળી રહી વિચારોમાં પડી ગઈ ઇશ્વા દીદીએ આટલો મોટો નિર્ણય કરી લીધો કોઈને ખબર પણ ના પડવા દીધી.

વિશ્વાસે કહ્યું હા ભાઈ સાચી વાત છે હવે હું અને અંગિરા આ તરફ જઈએ છીએ તમે લોકો ઉપરની તરફ થઈ આગળની બાજું આવી જજો આપણે ત્યાં મળીશું અમે આ થોડું ચક્કર મારીને આવી જઈએ છીએ ત્યાં. જાબાલી કહે “ભલે”અને બન્ને જણા એકતરફ નીકળી ગયા. વિશ્વાસે અંગિરાને કહ્યું “જોયું કેવું થાય છે ! માણસને ખબર પણ નથી પડતી ક્યારે શું થઈ જાય છે ? ઠીક છે ચાલ આપણે આગળ વધીએ. અંગિરા કહે “ઠીક છે દરેકને પોતાની જીંદગી અને પસંદગી છે બન્ને મેચ્યોર છે. ચાલો...” વિશ્વાસ કહે મને તો બસ કુદરતનાં ખોળામાં જ મજા આવે છે. હું ખૂબ નાનો હતો અને મારા પિતાજીનું અવસાન થયેલું મને એમનાં વિષેનું કંઇ જ યાદ નથી અને જે ખબર છે એ માઁ પાસેથી જ જાણેલું બસ. મારા માટે પિતાજી-બસ કુદરતજ છે એજ ગુરુ છે. મારા હદયમાં જાણે એક ખૂણો ખાલી જ છે બસ કુદરતની પાસે આવું મન હળવું થાય એમની સાથે જ વાતો કરી લઊં છું.

અંગિરા હસી પડી કહે તમારી વાતો મારા મગજમાં જ ઉતરતી નથી બધી જ ઉપરથી જ જાય છે. ઠીક છે તમારો આવો રસ જોઈને પ્રશ્ન થાય છે તમે તમારું એજ્યુકેશન અને કેરીયર શેમાં આગળ વધારશો એ ઇન્ટરેસ્ટીંગ છે હવે મારા માટે. તમને તમારી માઁ માટે ખૂબ લાગણી છે પઝેસીવ લાગ્યા. વિશ્વાસ કહે હા મારા માટે મારી માઁ સર્વસ્વ છે એમણે ખૂબ તકલીફ વેઠી કરકસર અને મહેનતથી મારો સંપૂર્ણ ઉછેર કર્યો હતોછતા મને કોઈ વાતે ખોટ નથી આવવા દીધી. મને ખગોળશાસ્ત્રમાં અને આઈ.ટીમાં ખૂબ રસ છે.

કોમ્પ્યુટર સાયન્સ આજનાં સમયમાં ભણવું જરૂરી છે મને એવું લાગે એસ્ટ્રોનોમીઅને કોમ્પ્યુટર સાયન્સનો સમન્વય કરી એનો અભ્યાસ કરવો અને એમાં આગળ નવું નવું જાણવું જોઈએ આગળ શું થાય છે તું શેમાં આગળ ભણવા વિચારે ? અંગિરા કહે મારે તો બસ આગળ ફેશન ડીઝાઈનીંગમાં ભણવું છે એજ પેશન અને વીશ છે.

થોડે આગળ ગયા પછી વિશ્વાસ કહે આ જુઓ આ શીલાઓ તમને દૂરથી બતાવેલી આ કુદરતી જ શીલાઓની ગોઠવણી એટલી સરસ થઈ છે કોઈ અગમ્ય આકાર પ્રતિકૃતિ બની ગયો જે મને ખૂબ જ આકર્ષે છે મને ખૂબ ગમે છે. અહીં આવ જો જાણે આ પ્રકૃતિની ગોદમાં જાણે પ્રેમતત્વ શીલા રૂપે અહીં છે અને મને આકર્ષે છે. કંઇક પોતિકી લાગણી અનુભવાય છે. અંગિરા હસતા હસતા કહે એમાં શું કોઈ આકૃતિ આકાર કે પ્રતિકૃતિ છે ? પત્થર છે જે આ રીતે ગોઠવાઈને પડ્યા છે તમને ખબર નહીં આમાં શું રસ પડ્યો છે ? સાચે જ તમે સમજાવ નહીં એવા જ છો. વિશ્વાસ કહે મને આ વાતાવરણમાં કંઇખ ગણગણવાનું મન છે... કહી સંવાદીતામાં ગાવા લાગ્યો....

“ઉગ્યો સૂરજ થઈ સવાર ઊભો હું પ્રકૃતિની ગોદમાં...

સ્વર્ગ સમી ધરતી મારી કરું પ્રેમ અપાર એને

આવ્યા વૃક્ષ વેલા વનરાજી શોભા વધારવા ઘણાં

મળે ખૂબ ફૂલ ફળ ઔષધ આભમાં ના સમાય એટલા મને...

ઊંચા પહાડ પર્વત ગિરીમાળાઓ અડતી ખૂબ આભને.

સુંદર ખળ ખળ વહેતાં ઝરણાં નહીં ખૂબ ગમતાં મને..

લહેરાતો અનિલ જાણે સ્પર્શે વ્હાલથી ખૂબ મને...

આખી અદભૂત અણમોલ ભેટ રહુ પ્રકૃતિની ગોદમાં હવે

જગમાં છે સુંદર બધું એવી અનૂભૂતિ મને થાય છે

નથી રાખવા ઝેર કોઈ રહેવું બસ પ્રકૃતિમાં જ હવે.

થાય બધા સુખી સમૃધ્ધ મને કરી દે માફ હવે.

નથી જોઈતાં કોઈ ઋણ બંધન ના સંબંધ કોઈ હવે.

ધબકી ધબકાર ધરતીનો મન મારું સમાયું એમાં હવે.

દિલ જીવશે મારશે પ્રેમ કરશે પ્રકૃતિની ગોદમાં હવે.”

અંગિરા સાંભળતી જ રહી... કહું તમે ખૂબ સેન્સીટીવ છો ઇમોશનલ છો ચાલો નીચે તરફ હવે દીદી જીજું પણ આવી જશે. બોલીને મલ્કી ગઇ. મનમાં વિચારવા લાગી. આ માણસ કંઇક અજીબ જ છે અને ખૂબ લાગણીશીલ અને પોતાનાં લક્ષ્ય માટે ખૂબ પ્રોમીસીંગ છે અને ઊંડા વિચારોમાં ડૂબી ગઈ.

પ્રકરણ : 7 સમાપ્ત.. અંગિરા વિશ્વાશ પાછળ ઢળી રહી છે?. વાંચો આગળ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED