Prem Angaar - 30 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 30

પ્રકરણ પ્રકરણ : 30

પ્રેમ અંગાર

વિશ્વાસ કંપનીનાં હેડક્વાર્ટર બેંગ્લોર જઇને જોઈન્ટ કરી. નવા ઘરમાં શીફ્ટ થઈ ગયો. અહીં ત્રિલોક ત્રિશિરા બાજુનાં ફ્લેટમાં જ હતા એ લોકો અવારનવાર મુંબઇ બેંગ્લોર આવતા જતા રહેતા. વિશ્વાસને ત્રિલકોનો ખૂબ સહકાર હતો. કંપનીનાં જ ફ્લેટ હતા.

પહેલાં જ દિવસથી એ પ્રોજેક્ટ પાછળ ગંભીરતાથી કામ કરવા લાગ્યો એ સવાર સાંજ અને મોડી રાત્રે અચૂક આસ્થા અને માં સાથે વાત કરી લેતો. આસ્થા હજી સંપૂર્ણ આઘાતમાંથી બહાર નહોતી નીકળી. માં ને કહેતો આસ્થાને સંભાળી લેજો. આસ્થા સાથે ફોન પર વાત કરતો આસ્થા ખૂબ વ્યથિત રહેતી. થોડી વાત કરી ડૂસ્કુ જ ભરાઈ જતું. વિશ્વાસ એને ખૂબ પ્રેમથી સમજાવતો અને થોડુંક કામ નીપટાવી અનૂકુળ સમય કાઢી એની પાસે આવી જશે.

ઇશ્વા આજે પપ્પાનાં ઘરે આવેલી. એણે જોયું અંગિરા સવારથી સૂઇ જ રહી છે બેડરૂમથી બહાર જ નથી આવી. એણે મમ્મીને પૂછ્યું અંગિરા કેમ આમ હજી સૂઇ રહી છે ? મનિષાબહેન કહે “ઇશ્વા અંગિરાની ઘણાં દિવસથી ખબર જ નથી પડી રહી. એ ક્યારે મૂડમાં હોય છે ક્યારે નહીં કંઇ જ કહેવાય નહીં. કાંતો આખો દિવસ કોમ્પ્યુટર ઉપર કંઇ ને કંઇ કર્યા કરશે અથવા આંખો દિવસ સૂઇ રહેશે રૂમની પણ બહાર નહીં નીકળે.”

ઇશ્વાએ કહ્યું “મમ્મી તમે ચિંતા ના કરો. હું એની સાથે વાત કરું છું પૂછુ છું શું વાત છે ? મને પણ એવું જ લાગે અને એટલે જ હું આવી છું એને મળવા જ.”

ઇશ્વા અંગિરાનાં રૂમમાં ગઇ, અંગિરા આખા માથું મોઢું ઓઢીને સૂઇ ગયેલી. ઇશ્વા એની બાજુમાં જ બેઠી અને હળવેકથી અંગિરાનું ઓઢેલું હટાવીને બોલાવી... “અંગી ઓ અંગી ઉઠ તો હવે બહેના ચલ.... અંગિરાએ ચાદર હટાવીને ઇશ્વાની સામે જોયું અને પાછી આંખો બંધ કરી દીધી. ઇશ્વાએ કહ્યું “ઉઠ હવે મને કંટાળો આવે છે શું કરું ? વાત કર”

અંગીરા પલંગમાં બેઠી થઈ ગઇ. એણે પૂછ્યું. “બોલ દીદી શું કામ છે ? આમ એકદમ જ આવી છે કે શું ? તે ફોન પણ ના કર્યો ? ઇશ્વા કહે હા. મારી બહેના મોંધી છે હમણાંથી ફોન નથી કંઇ નહીં. ઘરે પણ બોર થતી હતી. જાબાલી એનાં કામની દોડાદોડમાં વિશ્વાસભાઈ પણ નથી કંટાળો જ આવતો હતો. તને ખબર પડી ? વિશ્વાસની આસ્થાનાં દાદા દાદી બન્ને એક સાથે જ ગૂજરી ગયા. કેવું કહેવાય ? બન્ને વચ્ચે કેટલો પ્રેમ આત્મીયતા હશે ? પણ બિચારી આસ્થા સાવ એકલી થઈ ગઇ. પરંતુ ફોઈબા એને એમનાં ઘરે જ લઇ ગયા એકલી નહીં રહેવા દે. આ બાજુ વિશ્વાસભી એકલા જ બેંગ્લોર જવાનાં એમની ટ્રાન્સફર સાથે પ્રમોશન થયું છે પરંતુ ત્યાં ત્રિલોકભાઈ ત્રિશિરા હશે એટલે વાંધો નહીં. જાબાલીને અહીં ઘણું કામ છે એટલે પાછળથી જવા કહે છે.

આમ બધું અચાનક જ બની ગયું કંઇ સમજણ જ ના પડી ક્યારે શું થઇ જાય છે ? અંગિરા ઇશ્વાની સામે જોઈને સાંભળી રહી. પછી બોલી “હા મને બધી જ ખબર છે મેં વિશ્વાસને ફોન કરેલો. એ આજકાલમાં તો હવે અહીં આવી બેંગ્લોર જવાની તૈયારી કરશે. આસ્થાનું સાંભળી ખૂબ દુઃખ થયું. વિશ્વાસ પણ શું કરશે ? હેં દીદી એ લોકો લગ્ન કરી લેશે હવે ?” ઇશ્વા કહે આમ એક સાથે દાદા દાદી ગયા એનો આટલો આઘાત અને સોક હમણાં શક્ય નથી. પછી ખબર નથી ? પણ ત્યાં ફોઈબા સાથે રહેશે સારું રહેશે. એને સધિયારો રહેશે હૂંફ રહેશે. આજે નહીં તો કાલે લગ્ન થઈ જાય પછી ચિંતા નહીં પછી તો વિશ્વાસ સાથે આવી જશે.

ઇશ્વાની સામે અંગિરા ટગર ટગર જોઇ રહી હતી પછી કહ્યું વિશ્વાસ અહીં ક્યાં એકલો છે ? જીજુ છે, શરદ અંકલ છે બધા છે જ અને આપણે લોકો છીએ. ઇશ્વા કહે પણ હવે વિશ્વાસની સાથે આસ્થા હોત તો કંઇક જુદો જ ફેર પડે કોઈં ચિંતા જ ના રહે. ઇશ્વા અંગિરા સાથે સમજીને હાથે કરીને આસ્થા વિશ્વાસની જ વાતો કરી રહી હતી. દરિયે ફરવા ગયા હતા ત્યારે, પાપાની વર્ષગાંઠ સમયે વિશ્વાસની પાર્ટીની રાત્રે, આવા ઘણાં પ્રસંગે અંગિરાએ વિશ્વાસને એની નીકટતા દર્શાવવાનાં પ્રયત્નો કરેલા એને વ્હેમ જ પડેલો કે અંગિરા કંઇક અજુગતું જ કરી રહી છે. પરંતુ સ્પષ્ટ નહોતું થતું કે ફ્રેન્ડલી કરી રહી છે કે કંઇક બીજુ છે ? આજે એ જાણવા અને જો કંઇ ખોટું હોય તો અટકાવવા સમજાવવા જ આવી હતી. આસ્થા વિશ્વાસની વાત કર્યા પછી ગોળ ગોળ વાત ના કરતાં સીધી જ વાત પૂછી લીધી.

“અંગિરા ઘણાં સમયથી હું જોઈ રહી છું તું વિશ્વાસ સાથે... નીકળતા કેળવી રહી છે. ન સમજાય એવું વર્તી રહી છે શું વાત છે ? વિશ્વાસનાં આસ્થા સાથે વિવાહ થઈ ગયા છે અને હવે ભવિષ્યે એ લોકો લગ્ન કરશે. તું આમ વર્તે સારું નથી લાગતું હું સ્પષ્ટ પણે જોઈ રહી છું એટલે જ તને કહેવા જ આવી છું આમ તારું વર્તન અને નીકટતા પ્રોબ્લેમ ઉભા કરશે. વિશ્વાસ આસ્થાને ખૂબ ચાહે છે એ ક્યારેય... અંગિરાએ તરત જ વાત કાપતાં કહ્યું “હું વચ્ચે છું જ નહીં ભલે ને ચાહે પણ હું વિશ્વાસને.... પછી અટકી અને કહ્યું છોડ દીદી તમને નહીં સમજાય તમને તમારો ગમતો પ્રેમ મળી ગયો. આપણે ખંડાલા ગયેલાં ત્યારે વિશ્વાસે એનો અંગત લાગણીનો ધોધ વહાવેલો ભલે મારા માટે ન્હોતો છતાં એ સમયથી હું એની લાગણીમાં વહી ગયેલી. પરંતુ હું કોઇની વચ્ચે નહીં આવું. હું પણ હવે મારું ફેશન ડીઝાઇનીંગનું પુરુ કરી રહી છું આગળ કંઇક ક્રીએટીવ કરીશ મારા કામમાં જ વ્યસ્ત થઇ જઇશ. પરંતુ મારું મનહદય જ્યાં ઢળી ગયું છે તો ઢળી ગયું છે હું મારી લાગણીઓ સીમીત કે રોકી નથી શકતી શું કરું ? મેં પણ તમને સ્પષ્ટ કરી દીધું. ઇશ્વા આ સાંભળી અંદરને અંદર સહમી ગઇ.”

વિશ્વાસ બેંગ્લોર આવી ગયો. ધીમે ધીમે કંપનીમાં એનાં કામમાં અને એનાં બે બેડરૂમમાં આધુનીક ફ્લેટમાં ગોઠવાઈ રહ્યો હતો. આજે કંપનીમાંથી આવી એના વિશાળ બેડરૂમમાં આડો પડી વિચારોમાં ખોવાઈ ગયેલો. અત્યાર સુધીની બધી ઘટનાઓ ઉપર વિચાર કરી રહેલો. એને થયું એની જીંદગીમાં અચાનક કેટલા બધા પ્રસંગ બની ગયા. માં એ વિવાહનો અચાનક નિર્ણય કર્યો, મુંબઇ માં અને આસ્થા આવી ગયા. કંપનીમાં પ્રમોશન, બેંગ્લોરની ટ્રાન્સફર, નાસા સાથેના પ્રોજેક્ટમાં કામની તક, આસ્થાનાં દાદા દાદીની એકદમ જ સાથે વિદાય, એનું બેંગ્લોર આવવું અને... અંગીરાનો એનાં જીવનમાં એકતરફી પ્રવેશ સીધે સીધું પ્રેમ કરે છે એવું નિખાલસ કબૂલાતનામું..

વિશ્વાસને સમજણ જ નથી પડી રહી અંગિરા કેમ આમ કરી રહી છે જ્યારે એને ખબર છે હું આસ્થાને પ્રેમ કરું છું વિવાહ થઇ ગયા હવે લગ્ન કરવાનો. હું આસ્થાને છેહ ના જ દઇ શકું અને એને આસ્થા યાદ આવી થયું ચાલ એની સાથે વાત કરું અને એનાં ફોનની રીંગ વાગી એને થયું યાદ કરી અને ફોન આવ્યો એણે મોબાઇલ ઉપાડ્યો જોયું તો અંગિરાનો ફોન હતો એને થયું ડીસકન્ક્ટ કરું પછી થયું ના સારું થયું આવ્યો ફોન આજે સ્પષ્ટ જ કરી દઉં કે ફરી ફોન ના કરે એ આસ્થાનો જ વફાદાર છે મને કોઇ જ રસ નથી એણે ફોન ઉપાડ્યો. અંગિરાએ કહ્યું “હાય ! વિશ્વાસ કેમ છે ? ત્યાં બધું ગોઠવાઈ ગયું ? આસ્થાનાં દાદા દાદીનું સાંભળ્યું બહુ દુઃખ થયું પણ ફોઈબા પાસે છે એટલે સારું થયું એને ઘણી હૂંફ રહેશે. માં ની મમતામાં રહેશે સ્વસ્થ થઈ જશે. બાય ધ વે મેં ખાસ સમાચાર આપવા જ ફોન કર્યો છે. ફેશન ડીઝાઈનીંગનો કોર્ષ પૂરો થઇ ગયો છે મને થાય છે હું મારું બ્યુટીક ખોલું તારો અભિપ્રાય જોઇએ છીએ.”

તારી સલાહ મારા માટે ઘણી જરૂરી છે. કોઈવાર વિચાર આવે કે હજી આગળ એમાં જાણું શીખું અને માર્કેટીંગ વિગેરે ઉપર ભણું તૈયાર થઉં શું કરું ? સફળ માણસોની સલાહ સોનેરી જ હોય છે અને એ બહાને તારી સાથે વાત થાય થોડું સૂકૂન મળે.

વિશ્વાસે કહ્યું “તારી લાઈન સાવ અલગ છે. એમાં મારી ચાંચ ના ડૂબે અને મારું બેકગ્રાઉન્ટ ગામડાનું છે આ ફેશન ડીઝાઈનીંગ મારા માટે નવું ફીલ્ડ છે મને સમજ ના પડે. બાકી મારા વિષયમાં જ મને રસ છે બીજા વિષય અને બીજા... થોડું ગળી જઇ કહ્યું મને રસ નથી અત્યારે તો મને જે નવો પ્રોજેક્ટ મળ્યો છે હું એનાં જ કામમાં ગળાડૂબ છું તથા આસ્થા સાથે અચાનક જે આઘાતજનક પ્રસંગ બની ગયો એનો પણ તનાવ છે એકદમ જ આવી ગયેલી પરિસ્થિતિ પચાવવી ઘણી અઘરી છે.”

બાકી રહી વાત અહીં સેટલ થવાની તો ત્રિલોકભાઈ અને ત્રિશિરાભાભીનો ઘણો સહકાર છે એટલે કોઈ અડચણ કે તકલીફ જ નથી. બાય ધ વે તારા કામ બ્યુટીક અંગે તને બેસ્ટ લક, બાય કરી ફોન ડીસકનેક્ટ કર્યો.

વિશ્વાસને દરિયાની ઘટના ત્યાં પાર્ટીના દિવસે રાત્રે જે અંગિરાએ નશામાં પણ સીધે સીધું પ્રેમનું કબૂલનામું કીધું એ થથરી જ ગયેલો. નક્કી જ કરેલું આ વાવાઝોડાથી દૂર જ રહેવું એણે બાકી બધા વિચાર છોડી આસ્થાને ફોન કર્યો.

આસ્થા બધા આઘાત પચાવી માં સાથે રાણીવાવ રહીને થોડી સ્વસ્થ થયેલી. સવારથી વિશ્વાસ ખૂબ યાદ આવી રહેલો પરંતુ હમણાં કંપનીમાં હશે એટલે મોડા ફોન કરશે અને વિશ્વાસનો જ ફોન આવી ગયો “વિશ્વાસે કહ્યું આશુ કેમ છે ? લવ યુ બેબી કેમ છે ? તું ખૂબ મીસ થાય છે. લવ યુ વેરી મચ. આસ્થાએ કહ્યું “લવ યુ વિશુ તમે ખૂબ યાદ આવો છો સાથે ચિંતા જ થાય ત્યાં એકલા છો નવી જગ્યા, નવું ઘર, કામ વિગેરે કેવી રીતે કરો છો ? વિશ્વાસ કહે “આશુ ચિંતા ના કરીશ બધું જ ગોઠવાઈ ગયું છે. હવે નિયમિત પ્રોજેક્ટ પર કામ ચાલુ થઈ ગયું છે, વળી અહીં ત્રિલોકભાઈ ત્રિશિરાભાભી છે એટલે ખૂબ સારું પડે છે એ લોકોનો ખૂબ સહકાર છે. અહી મને કોઈ જ તકલીફ નથી. તારું કેમ છે ? એ કહે મને શું કરે છે આખો દિવસ ?”

પ્રકરણ : 30 સમાપ્ત…

પ્રકરણ 31 માં આસ્થા વિશ્વાશ સાથે માં સાથે રહી બધી સ્થિતિ જણાવી રહી છે અને……….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED