Prem Angaar - 17 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 17

ત્રિલોક કહે તારો ભાઈ આજને બોર્ડમાં નંબર આવેલ અને કોઈ ડીવાઈસ... અને જાબાલી બોલી ઉઠ્યો અરે ટીલું એ જ મારો ભાઈ વિશ્વાસ. ત્રિલોક કહે વિશ્વાસ તારી બધી જ વાત જાબાલી મને અરે અમારા આખા ગ્રુપમાં ખબર જ હોય. તારા ઉપર ખૂબ જ પ્રાઉડ કરે છે. વિશ્વાસ જાબાલી સામે ખૂબ પ્રેમથી જોઈ રહ્યો. જાબાલી કહે હા મારા ભાઈ માટે ખૂબ જ પ્રેમ અને પ્રાઉડ છે મારો કોહીનૂર છે. વિશ્વાસ કહે ભાઈ બહુ જ કહો છો તમે એમ કહી ઉભો થઈ જાબાલીને વળગી જ પડ્યો. જાબાલી કહે તારું મુક્તક સાંબળી હું ખૂબ જ... પણ ભાઈ તું ક્યારેય એકલો નહીં જ હોય ત્રિલોક વિશ્વાસ હવે આગળ આઈ.ટી.નું ભણી રહ્યો છે અને ગ્લોબલ ડીવાઈસમાં જોબ પણ કરે છે. જોબ કરતાં વધુ રીસર્ચ કરે છે. ત્રિલોક કહે એ મને ખબર પાપાએ મને વાત કરી હતી અને બોલેલા એ છોકરો જીનીયસ છે. જાબાલી કહે વિશ્વાસ –“બાય ધ વે આ અગ્નિહોત્રી અંકલનો દિકરો ત્રિલોક અમે નાનપણથી સાથે રહ્યા છીએ અને છેક સુધી કોલેજમાં પણ સાથે જ હતા. મારો જીગરી છે અને હું પ્રેમથી ટીલુ બોલાવું પણ પહેલા એ ખીજાતો હવે નહીં એ મને જીબી. એના પપ્પા આઈ.ટી. પ્રોફેશનમાં મને જીબી કહે... બધા સાંભળી હસી પડ્યા... ત્રિલોક કહે ભાઈ વિશ્વાસ એક વાત કહું તું હમણાં જ્યાં ભણે છે ત્યા પણ ગ્રેજ્યુએશન પછી મુંબઈ-બેંગ્લોર એવી કોઈ જગ્યાએ આવી જજે એ જ તારા માટે સારું રહેશે. પ્રોગ્રેસ ને ઓપોર્ચ્યુનીટી તો જ મળશે. વિશ્વાસ કહે, હા મામાએ અને ભાઈએ આમ જ કહ્યું છે.”

“પણ જીબી તે મને તારા આ પ્રોગ્રામ માટે મને જણાવ્યું નહીં આપણે સાથે જ આવતને”– અરે ત્રિલોક મારા એંગેજમેન્ટ થયા પછી તરત સવારે નિર્ણય લીધો તે મને જણાવેલું તારું હજી અધ્ધર છે ત્રિશિરાનાં ઘરનાં નથી માની રહ્યા. એ વાતાવરણમાં મને એમ કે... ત્રિલોક કહે ના ભાઈ છેવટે મમ્મી માની ગયા એમાં પણ મામાનો હાથ છે ત્રિશિરાનાં મામાએ બેંગ્લોરથી આવીને બધાને મનાવી લીધા પણ ફંકશન બેંગ્લોર રાખવાનું છે અહીં અમે વિધી કરી સાદાઈથી પતાવ્યુ.આવતા મહીને મંમીની ઇચ્છા પ્રમાણે બેંગ્લોર ફંકશન રાખવાનું છે.” વિશ્વાસ તો સાંભળી જ રહ્યો બધું.

વિશ્વાસ વિચારી રહ્યો આ મોટાં શહેરોમાં બધું બને છે બધા વર્તે જીવે મને તો સમજાતું ન નથી બધે જ ખૂબ જ ફ્રીડમ લાગે ક્યાં મારું રાણીવાવ કંપો અને ક્યાં આ શહેરો ?“અરે વિશ્વાસ તું અહીં આવી જા મારા પાપા અને ત્રિશિરાનું ફેમીલી પણ આઈ.ટી. પ્રોફેશનલ જ છે અમે લોકો સેટેલાઈટ માટેનાં ડીવાઈસ બનાવીએ છીએ તારા જેવા બ્રાઇટ છોકરાઓની ખૂબ જ જરૂર છે વિશ્વાસ એકદમ તંદ્રામાંથી જાગ્યો” કહે હા ત્યાં ગ્રેજ્યુએશન થાય પછી વિચારીશ અને ભાઈ તો અહીં છે જ અહીં આવી જઈશ. ત્રિલોક કહે અમારે જર્મની, યુએસ સાથે પણ કોલોબ્રેશનની વાત ચાલે છે. ફ્યુચર ઘણું સારું જ છે હું પણ આઇ.ટીનું ભણું છું સાચુ કહું તારા જેટલો બ્રાઈટ નથી પણ ઠીક ઠીક કરી લઉં છું એટલીસ્ટ પાપાની ગાદી તો સંભાળીશ એટલો ટેકનીકલ તો છું જ “કહી હસી પડ્યો. વિશ્વાસ કહે થેંક્યુ ત્રિલોકભાઈ ફોર ફેવર. પણ આમાં તો કોઈ માસ્ટર નથી નવું નવું આવતું જ જાય છે કાયમ વિદ્યાર્થી જ રહેવાય કોઈ ક્યારેય સંપૂર્ણ ના જ થાય આ પ્રકૃતિમાં નિરંતર પરીવર્તન અને અપગ્રેડેશન આવ્યા જ કરે છે કાયમ નવું નવું શીખવું સમજવું જ પડે છે. ત્રિલોક કહે યશ જીનીયસ યુ આર રાઈટ એન્ડ ડાઉન ટુ અર્થ યોર ફ્યુચર વીલ બી બ્રાઇટ હન્ડ્રેડ પરસન્ટ.” કહી વિશ્વાસને ભેટી પડ્યો.

જાબાલી કહે “ચલોઆજે નવી ઇન્ટ્રોડક્શન અને ત્રિલોક ત્રિશિરાનાં પ્રેમબંધન વિવાહ અંગે એક એક ડ્રીંક થઈ જાય” કહી કોઈનેય પૂછ્યા વિના લીક્ટ-બીયર-વાઇનનો ઓર્ડર આપી દીધો.

વિશ્વાસ બધાની સામે જોઈ રહ્યો અને ઊંડા વિચારોમાં ઊતરી ગયો. ક્યાં મારું રાણીવાવ ક્યાં એ ધરતીનાં ધબકાર ક્યાં અહી ઉછળતી જીંદગીઓ મોજ મજામાં બિન્દાસ રમતી ઉજવતી જીંદગી. કંઇક જુદુ જ છે બધી ધરતીનાં ધબકાર અને રંગ જ જાણે જુદા જુદા છે દરેકની એક મજા છે સ્વમાન છે એક જીંદાદીલી છે અને આવનારા દિવસોને વિચારતો રહ્યો અને મનમાં આસ્થાનો પગરવ થયો.

*****

“અરે મારી ઢીંગલી સવારથી શું વિચારોમાં છે ? કેમ ઉદાસ છે ? કાકુથની આંખોમાં ચિંતા ડોકાઈ રહી હતી. એમણે આસ્થાની આંખોમાં ઉદાસી જોઈ પૂછ્યું ? દિકરા તારા હાથમાં મોબાઈલ છે પણ રણકતો નથી નથી તે કર્યો ? આસ્થા ઇશારો સમજી ગઈ કહે કાંઇ નથી દાદુ... એટલામાં સાચે જ રીંગ વાગી. આસ્થાએ સ્ક્રીન પર વિશ્વાસનું નામ વાચ્યું દાદુ સામે જ હતા એને કાકુથને આપી કહ્યું” તમારો જ ફોન છે કાકુથે ફોન લીધો હું દેવદત્ત તમે કોણ ? અરે વિશ્વાસ દિકરા ક્યાં છો ?ઘણાં દિવસ થઈ ગયા નથી તારો ફોન નથી તું આવ્યો. તબીયત સારી છે ને ? અભ્યાસ કેમ ચાલે છે ? કે તું તારા રીસર્ચનાં કામમાં વ્યસ્ત રહે છે ?” વિશ્વાસ કહે “કાકુથ નમસ્કાર તમારા ચરણોને સ્પર્શ કરું છું હું મુંબઈ આવ્યો છું મારા ભાઈના વિવાહ હતા એટલે. તમારા ઘરે આવેલાને જાબાલીભાઈ એમનાં મેં આસ્થાને ફોનથી જણાવેલું હવે કાલે પાછો જ આવવાનો. તમારી તબીયત કેમ છે ? ઘરે બધા મઝામાં છે ને ? કાકુથ વાત સમજી ગયા. હાઁ ભાઈ બધા મજામાં છે એક મીનીટ આસ્થાને જ આપું ફોન.” આસ્થાએ ફોન લઈ નજર નીચી કરી વાડી તરફ ચાલવા લાગી કાકુથ કહે થોડા લીંબુ ઉતારતી આવજે દિકરા અને મલકી રહ્યા. આસ્થાએ ફોનમાં થોડે આગળ જઈ વાત ચાલુ કરી... ઓ હો આટલા સમયે નવરા પડ્યા જાણે અહીં કોઈ રાહ જ નથી જોતુ તમારી,, કેમ આવુ કરો બે દિવસથી તમારો નથી ફોન કે મેસેજ ક્યાં ખોવાઈ ગયા છો ? તમને તમારી આસ્થાની યાદ જ નથી આવતી ? બે દિવસથી નથી અન્ન ગયું પેટમાં અહીં બહાના કરું છું બધા પૂછે તબીયત સારી છે ને ? શું કરું તમને દીલ આપી દીધું છે તમારા અહેસાસ વિના ધબકવાની પણ ના પાડે છે એક એક શ્વાસ તમારું જ નામ લે છે વિશ્વાસ તમારાં માંજ મારો શ્વાસ સમાયો વિશ્વાસ કેમ તડપાવો ? એકી શ્વાસે આસ્થા બોલી ગઈ શ્વાસ ભરાઈ આવ્યો. વિશ્વાસ કહે અરે આશુ બસ તને યાદ જ કરી પણ હું અહીં ભાઈ સાથે વ્યસ્ત થઈ ગયેલો બે દિવસ ખંડાલા ફરવા ગયેલાં.

“ભાઈ, ઇશ્વાબહેન હું અને અંગિરા... ખૂબ મજા આવી ત્યાં ભાઈનો મિત્ર ત્રિલોક એની ફીઆન્સી ત્રિશિરા પણ મળેલાં એમનાં પણ વિવાહ થયેલા બધા સેલીબ્રેટ કરવા આવેલા. બસ તને જ ખૂબ જ મીસ કરી આશું. હું કાલે પહોંચી જઈશ રાણીવાવ કોલેજ તને મળવા આવી જઇશ.” આસ્થા કહે “તમે એકલા ના પડી ગયા સારું થયું અંગિરા પણ હતી નહીંતર પેલા પ્રેમી પંખીડમાં તમે બોર જ થઈ જાત.” વિશ્વાસ કહે” હા એની કંપની હતી સારી છોકરી છે. આસ્થા કહે ઓહ સરસ.. ચલો મારી ખોટ નહીં વર્તાઈ હોય. વિશ્વાસ કહે આશુ તારું સ્થાન કોઈ લઈ જ ના શકે તું મારા દિલની ધડકન મારો શ્વાસ છે.’ આસ્થા કહે “હું તારો શ્વાસ તું મારો વિશ્વાસ મને ક્યારેય કોઈ વિચાર ના જ આવે ના કોઈ દિવસ શંકા થાય વિશુ તમારી પાત્રતા જ કંઇક ઊંચેરી છે તમે તો મારા મહાદેવ છો તમારા માટે સ્વપ્નમાં પણ ક્યારેય ઓછો વિચાર જ ના આવે મને મારા પ્રેમ પર પણ ખૂબ જ વિશ્વાસ હું તમારી આસ્થા તમે મારા જ વિશ્વાસ. વિશ્વાસ કહે બસ ક્યારે આવું તારી સાથે ખૂબ વાતો કરવી છે ખૂબ પ્રેમ કરવો છે મારી આસુને આંખ ભરીને જોવી છે. આસ્થા કહે “વિશું તમે બસ આવી જાઓ પછી તમે અને હું બસ એક યુગ્મઓરામાં વાતો કરીશું પ્રેમ કરીશું બસ એકબીજામાં લીન થઈશું તમે જલ્દી આવી જાવ”. વિશ્વાસ ચૂમી લઈને ફોન મૂક્યો. આસ્થાએ ફોન બંધ કરીને વિચારોમાં અને વિશ્વાસના પ્રેમનાં સ્વપ્નાઓમાં રત થઈ ગઈ. વિશ્વાસે મોકલેલ કવિતા હજી એનાં મનમાં ઘુમરાયા કરતી હતી અને વિશ્વાસ માટેનો પ્રેમ ઉભરાવવા લાગ્યો એ દોડીને મંદિર તરફ ગઈ ભોળાનાથને પગે લાગીને ઉભી રહી ઉમાશિવનાં પ્રેમની જેમ એ અવિરત નિરખી રહી અને આંખમાંથી આંસુ ઉભરાઈ રહ્યા એને શબ્દો સ્ફુરતા ગયા અને એ ફોનમાં ટાઇપ કરતી રહી...”

મારા વિશ્વાસ,

ના કરો મને વધુ મજબૂર કેમ કરીને સહીશ વ્હાલા

વિરહમાં તમારા કેમ કરીને વિતશે આ પળ વ્હાલા...

નહીં જીરવાય રહેવાય સહેવાસ હવે તુરંત આવો વ્હાલા.

સમર્પિત જ થઈ તમને નથી કોઈ રહ્યું મારું આવો વ્હાલા

વધુ લખી જ ના શકી અને વિરહનાં તાપમાં વધુને વધુ આંખો જ વરસી ગઈ.

આસ્થાનાં ફોનની રીંગ વાગી રહી... એણે દોડીને ફોન લીધો. વિશ્વાસનો ફોન હતો. ‘હેલ્લો બોલી તરત જ મોં પર સ્માઇલ આવી ગયું. સ્ક્રીન પર વિશ્વાસનો ફોટો હતો. વિશ્વાસે કહ્યું, આશુ હું આવી ગયો છું કોલેજ પુરી કરીને તું બસસ્ટેન્ડ આવી જજે હું ત્યાં મળીશ. કાકુથને મળવા ફરી આવીશ. આસ્થા કહે ચોક્કસ આવી જઈશ’ લવ યુ વિશ્વાસ કહે “લવ યુ માય લવ બસ આવી જજે હું મળું છું અત્યારે ઓફીસનું કામ નિપટાવી લઊં છું. ઓકે કહી ફોન મૂક્યો.”

આસ્થા બસ સ્ટેન્ડ પર ઊભી રહીને બાઈકનું હોર્ન વાગ્યું. આસ્થા દોડીને વિશ્વાસની પાછળ બેસી ગઈ અને પાછળથી એકદમ જ લપેટાઈ ગઈ. વિશ્વાસે બાઈક દોડાવી મૂકી. આગળ ડુંગરાળ રસ્તે આવેલ નાનકડા જંગલખાતાનાં વિરામગૃહ પાસે ઊભી રાખી અને વિશ્વાસ આસ્થા ઉતર્યા. વિશ્વાસે બાઈક પાર્ક કરી અને આસ્થાને વળગી જ પડ્યો. આશુ આશુ ખૂબ મીસ કરી કહીને ચૂમીઓથી જ નવરાવી દીધી. આસ્થા વિશ્વાસની આંખોમાં જોઈ રહી વ્હાલનો દરિયો માણી રહી અને પ્રેમનાં ઘૂઘરતા સમુંદરને પોતાનામાં સમાવી રહી. આસ્થા મારા વ્હાલા જીવ લવ યુ કહી આસ્થાને ફરી બાહોમાં ભીંસી દીધી.

આસ્થા કહે આટલા દિવસો મેં કેમ કરીને વિતાવ્યા છે મારું મન હદય જાણે છે. વિશ્વાસ કહે મને ખબર છે જે મારી સ્થિતિ એ જ તારી હોય જ ને !

આશુ હું તને ક્યારેય ભૂલી ના શકું તું જ મારો શ્વાસ હું જ તારો જ વિશ્વાસ. હવે મોક્ષ સુધી અને એ પછી પણ કંઈ હોય તો બસ તારા જ સાથ, શ્વાસ, વિશ્વાસમાં જ જીવું જીવીશ મરીશ. આસ્થાએ વિશ્વાસની આંખોમાં અપાર પ્રેમ અને સત્યનો રણકાર જોયો અનુભવ્યો અને બોલી ઉઠી “મારા પર ઇશ્વરે ખૂબ જ ઉપકાર કર્યો છે મને તમારો પ્રેમ મળ્યો...”

આસ્થા કહે હું પણ બસ આ પ્રેમસફરમાં ફક્ત તમારી જ હમસફર બનીને રહીશ જીવીશ અને સાથે જ મરીશ. વિશુ હવે આપણે જઇંએ દાદુ ચિંતા કરશે. વિશ્વાસ કહે હા ચાલ આપણે નીકળીએ અને હું કાકુથને મળવા આવી જઇશ તને મળવા માટે મારી પાસે બહાના અને કારણ પણ ઘણાં છે અને આસ્થાને પાછળ બેસાડી બાઈક મારી મૂકી....

આસ્થા ઘરે આવી અને વિશ્વાસનાં વિચારોમાં જ ડૂબી ગઈ એણે ફોન હાથમાં લીધો અને સ્ફુરતો પ્રેમ શબ્દો રૂપે એ ફોનમાં ઉતારવા લાગી....

ડૂબકીઓ મારીને ડૂબવું છે તારા પ્રેમ સાગરમાં

ખોવાઈ જવું છે આંખોનાં તારી અમીતણા દરિયામાં

વહીને બની જાઊં ઝરણું તારા પ્રેમ ભર્યા ઉદગમમાં

ઝૂમવું છે તાલમાં તાલ મિલાવી તારા મસ્ત સંગીતમાં

બનીને પ્રેમદિવાનીઝુરુ છું તારા આ પ્રેમ વિરહમાં

આપીને જીવ થઈ જાઊં ફના બસ તારી દિવાનગીમાં

આસ્થા લખતા લખતા બસ વિશ્વાસનાં પ્રેમ સાનિધ્યનાં વિચારોમાં એમનાં બનેલા યુગ્મ પ્રેમ ઓરામાં જ ખોવાઈ ગઈ પ્રેમ મુગ્ધ બનીને એનાં નામનું રટણ જ કરવા લાગી એનાં સંવેદનો સીધા જ વિશ્વાસનાં દિલમાં ઊતરી રહ્યા હતા શરીર દૂર હોવા છતાં બસ આત્મા એક જ બની ગયો હતો. બન્નેનાં આત્મા એક થઈને યુગ્મ ઓરામાં જાણે પ્રેમરૂપે પરમાત્માને જ પામી રહ્યા હતા. આ એક અનોખો પ્રેમમોક્ષ હતો.

પ્રકરણ : 17 સમાપ્ત

વિશ્વાશનો સંઘર્ષ સફળતા અને પ્રેમ વાંચો આગળ પ્રકરણ :18

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED