Premnu Rahashy book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premnu Rahashy is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનું રહસ્ય - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમાં ત્રણ કલાક લાગી જશે અને રાત પડી જશે.તે ઓફિસથી ઘરે જવા નીકળ્યો ત્યારે ઘડિયાળ રાતના પોણા એકનો સમય બતાવતી હતી. તે વીસ માળની ઇમારતમાં ચૌદમા માળ પરથી લિફ્ટમાં પ્રવેશ્યો અને જ્યારે લિફ્ટ ઉપડી ત્યારે એનો 'ખટ' કરીને અવાજ આવ્યો એ ડરાવી ગયો. રાતના નિરવ વાતાવરણમાં દરેક અવાજ હોય એના કરતાં અનેકગણા વધારે મોટા લાગતા હતા. તેને પોતાના બૂટનો અવાજ પણ બહુ મોટો લાગતો હતો. જે રાતની
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમાં ત્રણ કલાક લાગી જશે અને ...વધુ વાંચોપડી જશે.તે ઓફિસથી ઘરે જવા નીકળ્યો ત્યારે ઘડિયાળ રાતના પોણા એકનો સમય બતાવતી હતી. તે વીસ માળની ઇમારતમાં ચૌદમા માળ પરથી લિફ્ટમાં પ્રવેશ્યો અને જ્યારે લિફ્ટ ઉપડી ત્યારે એનો 'ખટ' કરીને અવાજ આવ્યો એ ડરાવી ગયો. રાતના નિરવ વાતાવરણમાં દરેક અવાજ હોય એના કરતાં અનેકગણા વધારે મોટા લાગતા હતા. તેને પોતાના બૂટનો અવાજ પણ બહુ મોટો લાગતો હતો. જે રાતની
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ કારનો કાચ ઉતરવાનો અવાજ પણ શાંત વાતાવરણમાં થથરાવી દે એવો હતો. અખિલ આંખો ફાડીને જોઇ જ રહ્યો હતો. કારમાં રૂપરૂપના અંબાર સમી એક સુંદર સ્ત્રી બેઠી હતી. તેના ચહેરા પર એક નાનકડું હાસ્ય ફરકી ગયું. સામે ...વધુ વાંચોફરકાવવાને બદલે અખિલ એના સૌંદર્યથી એટલો અંજાઇ ગયો હતો કે બાઘાની જેમ જોતો જ ઊભો રહી ગયો હતો. એનો ચહેરો કોઇ રૂપપરીથી ઓછો ન હતો. એના ચહેરામાં એવું ચુંબકીય આકર્ષણ હતું કે બસ જોયા જ કરવાનું મન થાય. એની આંખોમાં જાણે જામ ભર્યા હોય એમ આંખનું મટકું મારવાનું મન થાય એમ ન હતું. અખિલને થયું કે એણે યોગ્ય નથી કર્યું.
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સારિકાએ બીજી વખત કારને અટકાવી હતી. તેનું કાર અટકાવવાનું કારણ સાચું હતું. આગળ એક ખાડો આવી ગયો હતો. પણ એ કારણ હવે અખિલના ગળે ઉતરી રહ્યું ન હતું. તેના ગળામાં સોસ પડી રહ્યો હતો. રાતના સમયમાં ...વધુ વાંચોએક 'કોલગર્લ' પાસે લીફ્ટ લીધી હતી એ વિચારીને તેના શરીરમાં ઉત્તેજનાને બદલે ડર વ્યાપી ગયો હતો. તે એક સીધો- સાદો અને શરીફ માણસ હતો. એક યુવતી સંગીતાનો પતિ હતો અને સારિકા જેવી રૂપવતી તેને આંખો અને હોઠોથી જાણે આમંત્રણ આપી રહી હતી. કારને ફરી આગળ વધારતાં સારિકા બોલી:'હં... હું શું કહેતી હતી?' 'હં...કોલગર્લ...' અખિલથી મનમાં ચાલતું હતું એ બોલી જવાયું.
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૪ અખિલ માટે વધુ એક વખત સારિકાએ ઘેરું રહસ્ય ઊભું કર્યું હતું. થોડી ક્ષણો પહેલાં જ તે એની પાછળ દાદર ચઢી રહી હતી. હવે દેખાતી ન હતી. તેની સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે સ્ટ્રીટલાઇટો બંધ થઇ ગઇ ...વધુ વાંચોહવે જ્યારે એ પોતાના ઘરે જવા વિદાય લેવાની હતી ત્યારે લાઇટો ગુલ થઇ ગઇ છે. અખિલે તેને શોધવા માટે ફટાફટ મોબાઇલની ટોર્ચથી આમતેમ જોયું. ક્યાંય કોઇ અણસાર આવતો ન હતો. અખિલ બાઘો બનીને 'નીચે ચાવી લેવા જવું કે બેલ મારીને સંગીતાને ઉઠાડવી?' એવી અવઢવમાં ઊભો હતો ત્યાં રૂપાની ઘંટડીઓ રણકતી હોય એવો હસવાનો અવાજ આવ્યો. એણે ચોંકીને મોબાઇલની લાઇટ એ
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ અખિલને થયું કે સંગીતાને એ વાતની ખબર હતી કે એ મોડો આવવાનો છે એટલે એ કંઇ કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હોય તો પણ આટલી રાત સુધી ઘરે પાછી ના આવે એવું બને નહીં. એ આમ ...વધુ વાંચોવગર ક્યાંય જાય એવી નથી. એ કોઇ વાત એનાથી છુપાવતી નથી. ભરપૂર પ્રેમ કરે છે. તો પછી આમ અચાનક ક્યાં જતી રહી હશે? અખિલે વધારે વિચાર કરવાને બદલે સંગીતાનો મોબાઇલ નંબર ડાયલ કર્યો. સંગીતાના મોબાઇલમાં રીંગ જવા લાગી. અને ઘરમાં જ એની રીંગટોનમાં 'આને સે ઉસકે આયે બહાર...' ગીતની ધૂન વાગવા લાગી. અખિલ દોડતો રીંગ સંભળાતી હતી એ તરફ ગયો.