Ruday Manthan book and story is written by Setu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ruday Manthan is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રુદયમંથન - નવલકથા
Setu
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ધર્મવિલાનાં આંગણે આજે મોંઘીદાટ ગાડીઓ ગોઠવાઈ હતી, અવતજતા દિગ્ગજ મહેમાનોમાં શાંતિ વ્યાપી હતી, ધર્મવિલા આજે આટલી બધી ભીડ સાથે પણ સુનું લાગી રહ્યું હતું, ધર્મવિલાનું મૂળ ધર્મસિંહ દેસાઇનું આજે બેસણું હતું, દુનિયા માટે એક એવી વ્યક્તિનું નિધન જેમણે પોતાના માટે નહિ પરંતુ દુનિયા માટે જીંદગી વિતાવી દીધી, એમને કરેલાં કર્યો અને એમની નામના એ જ એમની સાચી મુડી હતી, પૈસો એમની જોડે અઢળક હતો પરંતુ જીવનપર્યંત એમને એ રૂપિયાની જરાય લાલસા નહોતી.એમનું જીવન બહુ જ સાદું અને સરળ હતું,એમની ઉદારતા, દયાળુ સ્વભાવ એમનો હરેલોભરેલો સંસાર એ એમની સંપતિ હતી.એમનાં ગાર્ડનમાં રહેલા છોડવાઓ એ એમના મિત્રો હતા, એમને હરિયાળી પ્રત્યે અને પુસ્તકો પ્રત્યેનાં પ્રેમને ખૂબ શોખથી વિકસાવ્યા હતા, ઘરમાં રહેલી એમની પોતાની લાઇબ્રેરી અને એને અડીને આવેલો બગીચો એ જ એમનું નિવૃત્તિ પછીનું જીવન હતું.
ભાગ ૧ ધર્મવિલાનાં આંગણે આજે મોંઘીદાટ ગાડીઓ ગોઠવાઈ હતી, અવતજતા દિગ્ગજ મહેમાનોમાં શાંતિ વ્યાપી હતી, ધર્મવિલા આજે આટલી બધી ભીડ સાથે પણ સુનું લાગી રહ્યું હતું, ધર્મવિલાનું મૂળ ધર્મસિંહ ...વધુ વાંચોઆજે બેસણું હતું, દુનિયા માટે એક એવી વ્યક્તિનું નિધન જેમણે પોતાના માટે નહિ પરંતુ દુનિયા માટે જીંદગી વિતાવી દીધી, એમને કરેલાં કર્યો અને એમની નામના એ જ એમની સાચી મુડી હતી, પૈસો એમની જોડે અઢળક હતો પરંતુ જીવનપર્યંત એમને એ રૂપિયાની જરાય લાલસા નહોતી.એમનું જીવન બહુ જ સાદું અને સરળ હતું,એમની ઉદારતા, દયાળુ સ્વભાવ એમનો હરેલોભરેલો સંસાર એ એમની સંપતિ હતી.એમનાં ગાર્ડનમાં રહેલા છોડવાઓ એ એમના
ધર્મસિંહનું બેસણું સમાપ્ત થયું, સૌ પોતપોતાના કામમાં પાછા પરોવાઈ ગયા, જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેઘે સૌને પહેલાં જમવાનો આગ્રહ કર્યો, મુનિમજી અને કેસરીભાઇને પણ એમને જમવાનો આગ્રહ કરતાં તેઓ પણ ભાણે બેઠાં. વસિયત વાંચતાં વાર થાય અને ...વધુ વાંચોનિર્ણયો લેતા વાર થવાની હોવાની જાણ કેસરિભાઈ અને જેસંગજીને ખબર હોવાથી એમણે ભોજનને ન્યાય આપ્યે જ છૂટકો હતો. "માધવી, જરાય કચાશ નો આવવા દેતી વકીલસહેબની મહેમાનગતિ!"- આકાશે રસોડા તરફ બૂમ પાળતાં કહ્યું. "જી, મહેમાનગતિ કરવામાં દેસાઈ પરિવાર ક્યારેય પાછો નથી પડ્યો હ!"- માધવીએ એના પરિવારની આબરૂ રૂઆબભેર આગળ કરી. "હા, કરી લેવા દ્યો આજે
આપે જોયું કે ધર્મસિંહના અવસાન બાદ એમને લખેલું વિલ વંચાઈ ગયું, અગાઉ સંમતિ આપીને બેસેલા પરિવારને શું એમની શરતો મંજૂર રહેશે? તેઓ રતનપુરા જઈને એક મહિનો વિતાવશે? "શું???" પરિવારના અડધાથી ઉપરની વ્યક્તિએ એકસરખો ...વધુ વાંચોઉદ્દગાર સ્વરી દીધો, એ ઉદ્દગાર સાથે જાણે તેઓ વિલની શરતોને નામંજૂર કરતાં હોય એમ! શિખાના મોઢાના હાવભાવ એવા વિચિત્ર હતા કે જોઈને આ ઉદ્દગારની ભયાનકતા વધારે ભયાનક લાગવા માંડી, એની ઊંચી થયેલી ભ્રમરો અને એની વચ્ચે રહેલો મોટો ચાંદલો એનો અણગમો સીધો જાહેર કરતાં હતાં. ઘરમાં સૌથી નખરા ભરેલી સ્વીટીને બન્ને હાથ ઉછાળી "હાઉ ધિસ પોસિબલ? વી આર નોટ ગોઇંગ ટુ રતનપુર!"
સવારની મોર્નિંગ વોકમાં થોડી ચહલપહલ થવા માંડી,સૂરજદાદા હજી દેખા દેતા વાર હતી ને ધર્મવિલાની બધી બત્તીઓ ચાલુ હતી, આમ તો આખી રાતથી ચાલુ હતી પરંતુ હવે એ રોશની ઝળહળવા બદલે પ્રકાશ માત્ર ઓકી રહી હતી, એનું તેજ બધા પર ...વધુ વાંચોહતું પણ બધાય નિસ્તેજ લાગી રહ્યા હતા! રતનપુરા જવાના વિચાર માત્રથી જેઓ ગઈકાલે આગબબુલા થઈ ગયા હતા તેઓને આજની સવાર તો ઝેરથીય વધારે ઝેરી લાગી રહી હતી, મોડાં ઉઠવા ટેવાયેલા બાળકો હજીય ઊંઘમાં હતા, તેઓ એમનાં એમનાં વેસ્ટર્ન કપડાં પહેરીને સોફા પર એવી રીતે પડ્યાં હતા કે તૈયાર થઈને પાછા સૂઈ
આગળના ભાગમાં આપણે જોયું કે દેસાઈ પરિવાર રતનપુરા જવા માટે બસમાં બેસી ગયો છે, મનેકમને ધર્મસિંહની પ્રોપર્ટીની લલાસાએ સૌને મજબુર કર્યા છે! અમદાવાદના ...વધુ વાંચોવિસ્તારમાં વર્ષોથી રહેતો દેસાઈ પરિવાર જેઓએ કોઈ દિવસ ગામડાનો રંગ જોયો જ નહોતો તેઓ આજે એમનાં મૂળ વતન તરફ જઈ રહ્યો હતો, ગામડું ગુજરાતના કયા ખૂણે છે એની ખબર તેઓના બાળકોને જરાય ખબર નહોતી તો ગામડાનો અણસાર તેઓ કઈ રીતે લગાવે? "હેય ગાઈઝ! લીસન ટુ મી, આપણે કંઈ સાઈડ જઈ રહ્યા છે? મેં ગૂગલમાં ચેક કર્યું પણ એમાં તો બહુ બધા રતનપુરા શો કરે છે?" - વિધાન