રુદયમંથન - 14 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદયમંથન - 14

રાતના અંધકારમાં હવે ઉજાશના ઓછાયા પાડવા માંડેલા,સવારના પહોરમાં રાત્રિએ પ્રયાણ કર્યું, મળસકુ હવે એની ડ્યુટી પર આવવા તૈયાર થઈ રહ્યું હતું,બધા સૂતાં હતાં, ગઈકાલનો થાક હવે ઉતારવાના આરે હતો, નિંદર હવે એની શીફ્ટ પૂરી કરીને પાછા વળવાની હતી, સવારે મૂકેલું પોણાપાંચનું એલાર્મ ચિલ્લાઈને ઉઠ્યું, જોડે સૂતેલા હોલમાં લાઈટે પ્રકાશ પાથરી દીધો, આકાશે ઊભા થઈ લાઈટ કરી ત્યારે એની આંખો અંજાઈ ગઈ, એને બે પળ આંખ બંધ કરી અને ફરી બધાંને ઉઠવા માટે બૂમ પાડી.
એના અવાજથી માધવી ઉઠી, એણે ફટાફટ મહર્ષિને ઉઠાડ્યો, બીજા બધા પણ એક પછી એક ઉઠવા લાગ્યા, બાળકોમાં માત્ર મહર્ષિ જ ઊઠ્યો હતો, બીજા બધાને ઉઠાડવા માટે પવન પ્રયત્ન કરતો હતો, પરંતુ મોડાં સુધી સુવા ટેવાયેલા સૌને કઠિન લાગતું હતું, પાંચ મિનિટના વાયદા હવે અડધા કલાક સુધી સ્નુઝ થતાં રહ્યાં.
બધા એ ઊઠીને ગામની જૂનીફળીમાં જઈને દિવસની શરૂઆત કરવાની હતી, બધાને ઉઠતાં ઉઠતાં અડધો કલાક થઈ ગયો, મુનીમજીએ આવીને બધાને રસ્તો બતાડવા પોતે આવે છે એમ કહીને બધાને એકઠા થઈ જવાનું કહ્યું.
બધા ઉઠી ગયા પરંતુ સ્વીટી હજી સૂતી હતી, એને ઉઠાડવા પવન ગયો પણ એની ઊંઘ ઉઠે તો ને! છેવટે મુનીમજીએ માટલીમાં ઠરેલું પાણી લાવીને છાંટ્યું, એ બરાડી!- "વોટ્સ નોન્સેન્સ? શું છે સુવા તો દો ને યાર!"
"એય અંગ્રેજી અજાયબી! ઊઠો, જો ના ઉઠવું હોય તો અમદાવાદ ભેગા થઈ જાઓ!" મુનીમજી અકળાયા.
"પણ એવું થોડી કરાય?"- એને ગુસ્સા સાથે કહ્યું.
"તો ક્યારના શાંતિથી ઉઠાડે છે તો ઉઠવું ના હોય તો..."- પવને મુનીમજીની વાત સાથે સહમતિ આપી.
"જવા દો ને! બાળક છે...સ્વીટી બેટા ચાલો ઉઠી જાવ. આપણે જવાનું છે કાલે કહ્યું હતું ને!"- માધવીએ સ્વીટીને પ્રેમથી સમજાવી.
"સોરી.. ચાચુ." એણે એની ભૂલ સ્વીકારી.
મુનીમજીએ મેઈનગેટ પાસે ઊભા રહીને ઊભા રહ્યાં, બધાએ અવાજ ના થાય તે રીતે જૂનીફળી બાજુ ચાલતાં થયા, પગદંડી પર રહેલો કીચડ બધાનું સ્વાગત કરી રહ્યો હતો, ફળીમાં પહોંચતા પાંચ મિનિટ જેટલું જ અંતર હતું.
રસ્તામાં થોડું અજવાસ થવા લાગેલું, ગામમા વસ્તી જાગી ગઈ હતી, સામેથી આવતી ભક્તિફેરીની મંડળી એમની ઘંટના નાદ સાથે ગુંજી રહી હતી,એમનાં મુખેથી ગવાતાં પ્રભાતિયાંના સુર એવા રેલાતા હતા કે આખું વાતાવરણ ભક્તિમય બની જતું હતું.ગાયોની ગળે બાંધેલી ઝલારો એક અનોખું વાતાવરણ સર્જાતી હતી, ક્યાંક ઘમ્મર વલોણું ગુંજતું, તો ક્યાંક કૂકડાની બાંગ! ખૂણે ખૂણેથી આવતો અવાજ ગામડાની મહેક રેલાવતો હતો, આ બધું કોઈ દિવસ જોયેલું ના હોઇ બધા માટે એક અનોખા દૃશ્ય જેવું હતું, બધાની નજર આ બધાં દ્રશ્યોને એમની આંખમાં ભરતાં હતા, સવારની ઠંડક એમાં તાજગી બક્ષતી હતી.
પાંચ મિનિટમાં તો જાણે આખું ગ્રામ્યજીવન વિસ્તરી રહ્યું,જુનીફળી આવી ગઈ, ફળીમાં બધા માણસો બધાને જોઈને એમનું સ્વાગત કરતા રામ રામ કહેતાં ગયા, જુનીફળીમાં છેક છેવાળાનું મકાન જે બંધ હતું ત્યાં બધા આવીને ઉભા રહ્યા,મકાન કહી શકાય એવું તો ના કહી શકાય પરંતુ આ આદિવાસીઓ માટે એ ઘરથી ઓછું નહોતું. એ મકાનને તાળું પણ નહોતું, ખાલી બે ખીલી જેવા સળીયાથી બારણું ટેકાવેલું હતું, મુનીમજીએ એ સળિયા કાઢી નાખ્યાં, અંદર જઇને પીળા રંગનો ઓછા વોલ્ટનો બલ્બ ચાલુ કર્યો, સફેદ ચૂનો ધોળેલો હતો પરંતુ એમાં વરસાદનું પાણી ચૂઈને પીળો પડી ગયો હતો, લિમ્પણના પણ પોપડા ઉખડી ગયા હતા, વાસણો જુના હતા એમાં કરોળિયાના બાવા એમનું સામ્રાજ્ય જમાવીને બેઠાં હતાં, ઘર આગળ સિમેન્ટની જૂની ટાંકી ગણી શકાય એવું ઘડું રાખેલું હતું પરંતુ પાણી વપરાશ ન હોવાના કારણે એમાં લીલ બાઝી ગઈ હતી, લીલી શેવાળની ગંધથી તૃપ્તિએ નાક દબાવી દીધું.ઊંઘમાં હોઇ બધાને હજી આ એક સપનું હોય એવું લાગી રહ્યું હતું, આવી જગ્યા એક દુઃખદ સપનું લાગી રહ્યું હતું.
"આવો, આપણે બધાએ અહી રહેવાનું છે, આ જૂનીફળી છે, આ ધર્મદાદાના ઘરડા દાદાનું ઘર! ધર્મદાદા આ ઘરમાં મોટા થયેલા, અહી રહેલાં!" - મુનીમજીએ ઓળખ કરાવતાં કહ્યું.
"ઓહ...સો હેરિટેજ! કેટલા વર્ષ જૂનું છે?"- વિધાનને આ ઘરમાં રસ પડ્યો.
"આશરે સવાસો વર્ષ પહેલાનું છે, આ તો સુધારેલું છે, વિચારો આગળ તો ઝૂંપડી જ હશે ને!" - મુનીમજી બોલ્યાં.
"એ વખતે તો કંઈ જ નહિ હોય! માત્ર છત અને દીવાલો માંડ!" - મહર્ષિએ અનુમાન લગાવ્યું.
"અહી રહેવાવાળો એક સામાન્ય વ્યક્તિ એક સારી ધરોહર કઈ રીતે પામ્યો હશે?" - કેસરીભાઈએ અચરજ સાથે ધર્મદાદાના વખાણ કર્યા.
"રીયલી, દાદા બહુ ગ્રેટ કહેવાય!" - મહર્ષિ એના દાદાને અત્યારે સાચે દિલથી યાદ કરી રહ્યો હતો.
"જો દાદા એમની જિંદગી અહીથી બદલી શકે છે તો આપણે એક મહિનો ના રહી શકીએ? જો એમણે અહીથી બહાર નીકળીને કઈ કર્યું જ ના હોતે તો આપણે પણ આજે આ આદીવાસીઓ ભેગાં અભણ બનીને ખેતી જ કરતાં હોતે!" - આકાશે બધાને એમની સાચી વાસ્તવિકતા સમજાવી.
"સાચે, આજે આપણે જે પણ છીએ એ ધર્મદાદાના જોરે જ તો છીએ!" માધવીએ એમાં સમજદારીનો સુર પુરાવ્યો, બધાનાં મોઢાં બગડ્યા પરંતુ વાસ્તવિકતાથી મોઢું ફેરવવું પણ વિફળ હતું.
"સાચે ભાભી, આપણે તો સહી લઈશું, પરંતુ આ બાળકો?"- મેઘે એનો સાદ પુરાવ્યો.
"આ બાળકો કઈ હજી ઘોડિયામાં નથી સૂતાં, સમજણ બધામાં સારી જ છે એટલે એ તો ચિંતા કરવી વ્યર્થ જ કહેવાય મેઘભાઈ."- માધવીએ એમને આશ્વાસનસભર જવાબ આપ્યો.
"ચાલો, એ તો પડ્યાં એવા દેવાશે! ભગવાનનું નામ લઈને શરૂઆત તો કરીને!"- તૃપ્તિએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો.
"હા, એ તો હવે છૂટકો જ ક્યાં છે?"- શિખાએ નાછૂટકે એમાં સાથ આપ્યો.
"ઘરમાં જો ગૃહલક્ષ્મી સાથ આપશે તો બધું સારાવાના જ થશે!" - કેસરીભાઈએ બધાને સાથ આપવા આહવાન આપ્યું.
"ભલે, એ તો અમે ટ્રાય કરીશું." - બધાએ સાથે જવાબ આપ્યો.

બધા એ જૂની થાંભલીની ઓથે આવ્યા, ઘરની સ્ત્રીઓ નાહવા તળાવે ગઈ અને જોડે સાફસફાઈ અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવા માટીના બેડા લેતી ગઈ, પુરુષો પણ ઓસરીમાં પડેલી વગરકામની વસ્તુઓ અને નિંદામણ કાઢવાં મથવા માંડ્યા.
આજે જો દાદા હોતે તો દેસાઈ પરિવાર ને આમ એમનાં વતનની માટી ખુંદતા જોઇ ખરેખર ખુશ થતે!

ક્રમશ