દ્વિજા કલા કેન્દ્રની કામગીરી હવે પક્કા પાયે ચાલુ થઈ ગઈ હતી, જોતજોતામાં દેસાઈ પરિવારની વિલ મુજબ રતનપુરા રહેવાની અવધિ પણ પૂરી થવા આવી હતી, છેલ્લા બે દિવસ બાકી રહ્યા હતા, આ બધું હવે એકલું પડી જશે એની બીક ઋતાને સતાવી રહી હતી, એના કરતાંય બધા જોડે રહેવાં ટેવાઈ ગયેલી એને એકલાં પડી જવાનો ભય વધારે હતો.
કામગીરી તો ચાલુ જ રહેશે પરંતુ બધા જોડે રહીને કામ કરવાનો જે જોશ હતો એ કદાચ ઓછો થઈ જશે, અમદાવાદ ગયા પછી બધા પોતપોતાના કામે લાગી જશે, એમને રતનપુરા ફરી ભુલાઈ જશે, પરંતુ એમની યાદ રતનપુરાને તો રોજ સતાવશે,જો આ પરિવાર અહી આવ્યો જ ના હોતે અને મહર્ષિ સાથે મુલાકાત ના થતે તો રતનપુરા હજી એ જૂની વિપત્તિમાં જ અટવાઈ રહેતે, પણ ધર્મદાદા એ સૌને અહી લઈ આવ્યા એ રતનપુરાનું નસીબ હતું.
આ બધાં દિવસોમાં બધાએ ઋતાને ઘણી વાર એના પરિવાર વિશે પૂછ્યું હતું, પરંતુ દર વખતે એ સૌને ઉપરછલી વાતો કરીને ટાળી દેતી, મહર્ષિ પણ એને પૂછવાનો પ્રયત્ન કરતો તો એને પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નહિ, પણ મહર્ષિ એને મનોમન ચાહવા માંડ્યો હતો એટલે એની નજીક જવા એ એને પૂછતો રહેતો, ઋતાને પણ મહર્ષિ માટે લાગણી જન્મવા માંડી હતી, પણ એ એને કોઈ નામ નહોતી આપી શકતી, યા તો આપવા નહોતી માંગતી, એ જણાતી હતી કે મહર્ષિના અમદાવાદના બિઝનેસ અને અહી રતનપુરાના કામોમાં કોઈ દિવસ મેળ નહિ પડે, એને ધાર્યું નહોતું કે મહર્ષિ દ્વિજા કલા કેન્દ્રમાં અટલી બધી મદદ કરશે અને અહીથી ચાલ્યો પણ જશે, આ બધું એક મહિનામાં એક સપનાની જેમ વણાઈ ગયું!
સાંજનો સમય હતો, દ્વિજા પોતાના કામ નિપટાવી કેન્દ્રની બાહર તરફ જઈ જ રહી હતી, બધી સ્ત્રીઓ પણ જતી રહી હતી તો એ પણ જવાની તૈયારીમાં જ હતી, મહર્ષિ સવારથી દેખાયો નહિ એટલે એને અજંપો હતો પણ એને પૂછવા જેટલો હક એને નહોતો, બેચેન હતી પણ એ કહી નહોતો શકતી, આજના દિવસે કામ તો સરસ થયું હતું છતાંય એનું મોઢા પર ઉદાસી છવાઈ હતી, એ ઉદાસીનું કારણ ખુદ એને પણ નહોતું.
"હેય ઋતા! અત્યારના ક્યાં ચાલ્યા?"- ગેટને લોક મારતી ઋતાને એક જાણીતો અવાજ સંભળાયો, એ અવાજની ગુંજ સાથે જ એના આંખમાં ચમક આવી ગઈ, એને પાછળ ફરીને જોયું તો મહર્ષિ હતો.
" બસ, કામ પતી ગયું તો એકલી બેસીને શું કરવાનું એટલે વિચાર્યું કે નદી કીનારે આંટો મારી આવું."- ઋતાએ એને જવાબ આપ્યો, પણ એના જવાબમાં રોજ જેવો ઉમળકો નહોતો, ના તો રોજ જેવું હાસ્ય!
" તો...તમને પ્રોબ્લેમ ના હોય તો હું તમારી સાથે આવી શકું નદી કીનારે?"- મહર્ષિએ એની સંમતિ લેવા પૂછ્યું.
" શ્યોર! બાય ધ વે, આજે ક્યાં હતાં? દેખાયા નહિ?"- રુતાએ ફોર્મલિટી કરતાં પૂછ્યું, પૂછવું તો હક સાથે હતું પણ જીભ ના ઉપડી.
" હા, જો હું ગઈ કાલે તમને કહેવાનું ભૂલી ગયો હતો, આજે સુરત જવાનું હતું, બધો સામાન લેવા માટે, હમણાં જ આવ્યો!"- મહર્ષિ બોલ્યો.
" એ તો વિધાન જવાનો હતો ને?"
" હા પણ આજે એને ઠીક નહોતું એટલે હું જ જઈ આવ્યો, અને પછી અમદાવાદ જતું રહેવાનું છે એટલે બધા વેપારીઓને પણ એડવાન્સ પેમેન્ટ કરવાનું હતું તો મારે જવું પડે એમ હતું."
"સારું!"- કહીને રુતા ચૂપ થઈ ગઈ, એની ચુપકીદી કેમ જાણે બહુ બધું પૂછી રહી હોય એમ લાગ્યું, મહર્ષિને એનો આટલો ટુંકો જવાબ પોસાયો નહિ.
" કેમ મેડમ, આજે શું થયું છે તમને?"- મહર્ષિએ ઋતાનો મૂડ સુધારવાનો પ્રયત્ન કર્યો.
"કઈ નહિ અમસ્તુ જ!"
" રિયલી?"
" યાહ!"- કહીને ઋતા ચૂપ થઈ ગઈ, થોડી વાર ચુપકીદી સચવાઈ રહી, પણ પછી મૌન એને ખુદ તોડ્યું.
"તમારે હવે તો બે દિવસ જ બાકી ને?"- ઋતા બોલી, ને એના અવાજમાં નરમાશ.
" હા! પછી તો પાછા અમદાવાદ! ફરી એ સાબરમતીનો રિવરફ્રન્ટ ને એસજી હાઇવેની રાઇડ!"- મહર્ષિએ એના અમદાવાદને યાદ કરી રહ્યો.
" અને અહી હું પાછી એકલી!- ઋતાએ નિસાસો નાખ્યો.
" પણ હું તો આવતો રહીશ ને!"- મહર્ષિએ એને કહ્યું.
" હા પણ...." કહેતાં એણે નીચે જોઈ રહી,મહર્ષિ એને જોઈ રહ્યો, પહેલી વાર ચુલબુલી ઋતાને આમ નર્વસ જોઈ રહ્યો.
મહર્ષિ એની ભાવના રોકી ના શક્યો, એણે એનો હાથ એના હાથમાં મૂકી દીધી, ઋતાએ મહર્ષિ સામે જોયું, એની આંખોમાં નમી હતી, આંખની કિનારે વહી રહેલી ધારા મહર્ષિ સ્પષ્ટ જોઈ રહ્યો.
" શું થયું? કેમ તમારી આંખમાં આંસુ?કોઈ ભૂલ થઈ ગઈ છે?"- મહર્ષિ બેબાકડો રહી બોલી રહ્યો અને એના સવાલ સાથે ઋતના આંખના ચોધાર આંસુ!
" હું એકલી પડી જઈશ!"- એ રડતાં રડતાં બોલી રહી.
" પણ તમારા મમ્મી પપ્પા આવશે ને! યા તો તમે જશો ને સુરત?"
" ક્યાં જાઉં? સાચું કહું તો મારું આ દુનિયામાં કોઈ નથી." - ઋતા બોલી ઉઠી.
" તમે કહ્યું હતું ને કે તમારું ફેમિલી સુરત રહે છે." - મહર્ષિ બોલ્યો.
" હતું, મારો હરેલો ભરેલો તમારા જેવો જ પરિવાર હતો, પણ...."- ઋતાએ ડૂસકું લેતા કહ્યું.
"પણ ...શું?"
" બે વર્ષ પહેલા એક કાર એક્સિડન્ટમાં મે બધાને મારી નજર સામે ગુમાવી દીધા.!" ઋતા ખૂબ રડવા માંડી.
" સો સોરી!પ્લીઝ ડોન્ટ ક્રાય! આઈ એમ ઓલવેઝ વિથ યુ." મહર્ષિ એના હાથને પંપાળી રહ્યો, ઋતાએ એનું માથું મહર્ષિના ખબે ઢાળી દીધું.
જોડે એ સાંજ ઢળતી રહી, મહર્ષિ આગળ ઋતા એની બધી મનની વાતો કહેતી રહી, આજે ખબર નહિ બન્ને એકબીજાના નજીક આવતા જણાયા, વાતો થતી રહી અને એ વાતો સાંભળતા સાંભળતા તાપીનું પાણી વહી રહ્યું અને એની ટાઢક બન્નેના દિલમાં ફરી વળી.
"