Slave book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Slave is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગુલામ - નવલકથા
Mehul Mer
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ગુલામ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, કલાકાર અને પ્રણયભંગ નવલકથાઓ ક્રમશઃ પુરી થઈ હોવાથી નવી નવલકથા લઈને આપની સમક્ષ હાજર થયો છું. બંને નવલકથાને વાંચકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે જે બદલ આપ સૌનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. આગળ પણ આવો જ પ્રેમ મળી રહે એવી અપેક્ષા છે. જે વાંચકમિત્રો મને પ્રથમવાર વાંચી રહ્યાં છે તેઓને મારી અન્ય નવલકથાઓ વાંચવા વિનંતી છે, જેથી મારી લેખનશૈલીથી તેઓ પરિચિત થાય. આપ સૌ જાણો જ છો કે મારાં લેખનકાર્યની શરૂઆત ‘પ્રેમકથાઓ’ લખવાથી થઈ હતી. મારી માન્યતા અનુસાર એ એકમાત્ર એવો વિષય છે જેમાં બધાં જ વિષયો આવરી
ગુલામ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, કલાકાર અને પ્રણયભંગ નવલકથાઓ ક્રમશઃ પુરી થઈ હોવાથી નવી નવલકથા લઈને આપની સમક્ષ હાજર થયો છું. બંને નવલકથાને વાંચકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે ...વધુ વાંચોબદલ આપ સૌનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. આગળ પણ આવો જ પ્રેમ મળી રહે એવી અપેક્ષા છે. જે વાંચકમિત્રો મને પ્રથમવાર વાંચી રહ્યાં છે તેઓને મારી અન્ય નવલકથાઓ વાંચવા વિનંતી છે, જેથી મારી લેખનશૈલીથી તેઓ પરિચિત થાય. આપ સૌ જાણો જ છો કે મારાં લેખનકાર્યની શરૂઆત ‘પ્રેમકથાઓ’ લખવાથી થઈ હતી. મારી માન્યતા અનુસાર એ એકમાત્ર એવો વિષય છે જેમાં બધાં જ વિષયો આવરી
ગુલામ ભાગ – 2 લેખક – મેર મેહુલ ( પ્રતાપગઢનાં રીવાજો) પપ્પાનો ફોન આવ્યો એટલે અભય મરણીયો થઈને ઉભો થયો. ખભા ઝુકાવી નિસ્તેજ અને ઉતરેલા મોઢે એ મોટરસાઇકલ તરફ આગળ વધ્યો. ...વધુ વાંચોબાજુમાં ભુપતભાઇની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પડી હતી. સ્પ્લેન્ડરનાં હાલ પણ અભય જેવાં જ હતાં. આગળનું ટાયર મુંડાઈ ગયું હતું, ટાયર ઉપરનો પંખો તૂટી ગયો હતો. હેડલાઈટની સ્વીચ ખરાબ થઈ ગઈ હતી એટલે વાયરને કાપીને લાઈટો શરૂ કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટરસાયકલ ચાવી વિના જ શરૂ થઈ જતી હતી. મોટરસાયકલના6 મોરામાં તિરાડ પડી ગઈ હતી. પેટ્રોલની ટાંકીનું ઉપલું ઢાંકણ નહોતું, ગિયર બદલાવાનું પગું પણ
ગુલામ – 3 ( પિતાનો ત્રાંસ ) પોતાનાં પિતા પાસેથી કડવા વચનો સાંભળી, બધાની વચ્ચે બેઇજત થઈને અભય કાઉન્ટર પાસે જઈને ઉભો રહ્યો. વડીલોએ મહેમાનોને જમવા માટે હાંકલ મારી એટલે મહેમાનો ભૂખ્યા શિયાળનાં ઝુંડની ...વધુ વાંચોકાઉન્ટર પર ઢગલો થઈ ગયાં. અભયે પોતાનું ધ્યાન જમવાનું પીરસવા પર કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી ઉદય કાઉન્ટર પર આવી, અભય પાસે ઉભો રહી ગયો. અભયનો બેજાન ચહેરો જોઈ તેનાં પપ્પા ખિજાણાં હશે એ વાત ઉદય સમજી ગયો. તેણે અત્યારે મૌન રહેવાનું જ મુનાસિફ સમજ્યું. જમણવાર પત્યું એટલે ધીમે ધીમે મહેમાનો વિદાય લેવાં લાગ્યાં. કાઉન્ટર પર રહેલાં છોકરાઓએ પણ જમી લીધું. ત્યારબાદ બે કલાક
ગુલામ – 4 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -1 ) સાડા આઠ વાગ્યે ફાળો ઊઘરાવવાનું બંધ કરીને બધાં દોસ્તો ચોરે આવીને એકઠાં થયાં. રાજદીપની પાસે રૂપિયાનો હિસાબ હતો, ઉદય પાસે પહોંચ બુક હતી. બંને ...વધુ વાંચોહિસાબ મેળવી રહ્યાં હતાં. “સાતસોને વિશ રૂપિયા થયાં આજે” ઉદયે સરવાળો કરીને કહ્યું. “બરોબર છે” રાજદીપે કહ્યું અને પછી એક પચાસની નોટ કરણ તરફ ધરીને વાત આગળ વધારી, “લે ભાઈ, તું બીડી અને માવા લાવ્યો હતો એનાં” “પચાસ રૂપિયા બાદ કરતાં, છસ્સોને સિત્તેર વધ્યા” ઉદયે હિસાબ કર્યો, “જન્માષ્ટમીને આડા હજી દસ દિવસ છે, જો આમ જ ફાળો મળશે તો સાત-આઠ હજાર જ થશે”
ગુલામ – 5 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -2 ) અભયે ખડકી ખોલી એટલે ગઈ કાલની જેમ જ અશોકભાઈ અને પ્રવીણભાઈ ખાટલામાં બેઠાં હતાં. ચાની રકાબી નીચે પડી એટલે પોતે ગઇકાલ કરતાં ...વધુ વાંચોમોડો છે એ સમજી ગયો હતો. “ત્રણસો માણસોની રસોઈનું એસ્ટીમેટ કઢાવ્યું છે” ભુપતભાઇએ કહ્યું, “મીઠાઈમાં મોતીચુર ચાલશેને ?” સામે બેઠેલાં બંને વ્યક્તિએ યંત્રવત માથું ધુણાવ્યું. અભય તેનાં ભાભી પાસે ગયો, તેનાં ભાભીએ ઘૂંઘટ તાણેલો હતો. “કંઈ તારીખ આવી ?” અભયે જિજ્ઞાસાવશ પુછ્યું. “હાતમ” ભાભીએ શરમાઈને કહ્યું. ‘આઠમનાં દિવસે જન્માષ્ટમી છે અને સાતમનું શ્રીમંત છે, બંનેને એક સાથે જ આવવું હતું’ અભય મનમાં બબડ્યો. પછી