Bhayank safar (afrikana jangaloni) book and story is written by જીગર _અનામી રાઇટર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhayank safar (afrikana jangaloni) is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - નવલકથા
જીગર _અનામી રાઇટર
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આફ્રિકાના જંગલો એટલે કુદરતની અલૌકિક દુનિયાનો અદ્ભૂત ખજાનો.આ જંગલોમાં અનેક વિવિધ જાતિઓના આદિવાસીઓ અને હબસી પ્રજાઓ વસવાટ કરે છે. કહેવાય છે કે આ ગાઢ જંગલોમાં માણસને પણ કાચોને કાચો ખાઈ જાય એવી ક્રૂર પ્રજા વસે છે. આવા એક ગાઢ જંગલમાં બપોરના કાળઝાળ તડકામાં ત્રણ ગોરા માણસો જઈ રહ્યા છે.એમના વર્તન અને મુખાકૃતિ જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈક ની શોધ નીકળ્યા હશે.એકના ખભે બે થેલા લટકી રહ્યા હતા. દૂરથી જોઈએ તો વજનદાર લાગે પણ તેની હળવાશભરી ચાલ જોઈને એમ લાગે છે કે ઓછી વજનદાર વસ્તુઓ ભરેલી હશે થેલામાં.એકના હાથમાં નાનકડી રાઇફલ અને કુહાડી છે. જેના વડે તે માર્ગમાં આવતા ઝાડી ઝાંખરાઓને સાફ કરી રહ્યો છે. અને એમની સાથે ચાલી રહેલો ત્રીજો જેનો દેખાવ પહેલવાન જેવો છે જે થેલીમાં કંઈક વજનદાર સામગ્રી ઊંચકીને ચાલી રહ્યો છે.
આફ્રિકાના જંગલો એટલે કુદરતની અલૌકિક દુનિયાનો અદ્ભૂત ખજાનો.આ જંગલોમાં અનેક વિવિધ જાતિઓના આદિવાસીઓ અને હબસી પ્રજાઓ વસવાટ કરે છે. કહેવાય છે કે આ ગાઢ જંગલોમાં માણસને પણ કાચોને કાચો ખાઈ જાય એવી ક્રૂર પ્રજા વસે છે. આવા એક ગાઢ ...વધુ વાંચોબપોરના કાળઝાળ તડકામાં ત્રણ ગોરા માણસો જઈ રહ્યા છે.એમના વર્તન અને મુખાકૃતિ જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈક ની શોધ નીકળ્યા હશે.એકના ખભે બે થેલા લટકી રહ્યા હતા. દૂરથી જોઈએ તો વજનદાર લાગે પણ તેની હળવાશભરી ચાલ જોઈને એમ લાગે છે કે ઓછી વજનદાર વસ્તુઓ ભરેલી હશે થેલામાં.એકના હાથમાં નાનકડી રાઇફલ અને કુહાડી છે. જેના વડે તે માર્ગમાં આવતા
રાઇફલ અને રિવોલ્વરે બચાવ્યા. ******************* ગર્ગ અને જ્હોન પાછળ ફરીને જોયું તો એક ભયકંર વિખેરાયેલા મોટા વાળવાળો આદિવાસી નીચે પડેલા રોબર્ટની પીઠ ઉપર એના મજબૂત હાથો વડે મુઠ્ઠીઓનો પ્રહાર કરી રહ્યો હતો. આવો ...વધુ વાંચોમુઠ્ઠી પ્રહારોનો માર સહન ના થતાં રોબર્ટ વેદનાભરી ચીસો પાડ્યે જતો હતો. "ગર્ગ હવે જલ્દી કંઈક કર નહીંતર રોબર્ટ મરી જશે.' જ્હોને ગર્ગ સામે જોઈને કહ્યું પછી એ એનો થેલો નીચે મૂકીને એમાંથી કંઈક શોધવા લાગ્યો. એટલામાં તો સામેની ઝાડીઓમાંથી ખૂંખાર આદિવાસીઓ ઘસી આવ્યા.એ બધાની આંખો બદલાની આગમાં લાલઘૂમ થઈ ગઈ હતી. ગર્ગે એ આદિવાસીઓને જોયા એટલે એ નખથી માંડીને શીશ સુધી ધ્રુજી ઉઠ્યો.
ઝૂંપડીમાં કેદ યુવતી મેરી *************** ઘાસના મેદાનના છેડે દીવડો સળગી રહ્યો હતો. ત્રણેયને તરસ લાગી હતી. અને ભૂખ પણ. અજાણ્યો પ્રદેશ હતો એટલે ત્રણેયના મનમાં ભય પણ પેદા થઈ ગયો હતો. છતાં કંઈક ખાવા પીવાનું ...વધુ વાંચો રહેશે એ આશા સાથે ગર્ગ, જ્હોન અને રોબર્ટ એ દિશામાં આગળ વધ્યા. જેમ જેમ તેઓ એની નજીક જઈ રહ્યા હતા એમ એમ એમના મનમાં ભયનો વધારો થઈ રહ્યો હતો. "જ્હોન કંઈક ઝૂંપડી જેવું લાગે છે.' ગર્ગ જ્હોન સામે જોઈને ધીમા અવાજે બોલ્યો. "હા અને આજુબાજુ પણ બીજી કોઈ ઝૂંપડી નથી. ફક્ત એક જ ઝૂંપડી દેખાઈ રહી છે.' જ્હોન રોબર્ટ અને ગર્ગ સામે જોઈને
રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ ઝડપથી ચંદ્રની ચાંદનીના અજવાળામાં પહાડી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતા. કારણ કે પાછળ એમને માઈકલ અને એના સાથીદારો પકડી પાડશે તો ખોટી મુશ્કેલીઓ ઉભી થશે એનો ભય સતાવી રહ્યો હતો. "મેરી મને બહુ ...વધુ વાંચોલાગી છે. અહીંયા આજુબાજુ ક્યાંય પાણી મળશે ? રોબર્ટે ચાલતા ચાલતા મેરીને પૂછ્યું. "હા મળી રહેશે પણ એ માટે આપણે હજુ થોડુંક ચાલવું પડશે.! પછી આગળ પહાડીના ઝરણાઓ મળી જ રહેશે. ત્યાં આપણી તરસ છીપશે.' મેરીએ રોબર્ટને માહિતી આપતા કહ્યું. માઈકલ જયારે મેરીને આ ઝૂંપડીમાં કેદ કરવા માટે લઈ આવ્યો હતો ત્યારે મેરી અને માઈકલ પહાડીના ઝરણાઓ પાસેથી પસાર થયા હતા. મેરીને
મસાઈઓના જંગલો તરફ. મેસો નદીની અધવચ્ચે આફત. ****************** વહેલી સવારે રોબર્ટની આંખો ખૂલી. એણે આજુબાજુ જોયું તો ગર્ગ અને જ્હોન ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. થોડેક દૂર જોયું તો એમના સામાનનો એક થેલો ચીંથરાયેલી હાલતમાં પડ્યો હતો. એમની સાથે જે ...વધુ વાંચોસામાન હતો એ આજુબાજુ વેરાયેલો પડ્યો હતો. આ લોકો આખી રાત ઊંઘમાં હતા અને એક બાજુ જંગલી કુતરાઓએ એમનો થેલો ફાડીને અંદરથી ખાવાની ચીજ વસ્તુઓ ખાઈ ગયા હતા. થોડેક દૂર રોબર્ટની રાઇફલ ધૂળમાં પડી હતી. જ્હોનની રિવોલ્વર પણ એજ હાલતમાં બાજુમાં જ પડી હતી. રાઇફલ અને રિવોલ્વરને આ હાલતમાં પડી જોઈને રોબર્ટને જ્હોન અને ગર્ગ ઉપર ગુસ્સો આવ્યો. "કેટલા બેદરકાર